SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૦) કર્મના નિયમો ૨૯૩ આપ્યો અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો. તે આત્મધર્મને શ્રત એટલે વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્રો દ્વારા વિસ્તારથી ગુરુગમે સમજી તથા શ્રી ગુરુના ચરણે રહી, તેમની આજ્ઞાને ઉપાસી, અનાદિથી બંઘાયેલા કર્મોને કાપી શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને મેળવવા પ્રયત્ન કરું. [૧] અસંસારગત વાણથી દીઘો દ્વિવિઘ બોઘ, ઉપશમ-કર ઉપદેશઑપ, સૈદ્ધાંતિક અવિરોઘ. ૨ અર્થ - કર્મ કાપવા માટે શ્રી ગુરુએ સંસાર નાશ પામે એવી અસંસારગત વાણીથી બે પ્રકારે બોઘ આપ્યો છે. પહેલો જીવના અનાદિકાળના કષાયભાવોને ઉપશમાવી સિદ્ધાંતબોથને સમજવા માટેની યોગ્યતા આપનાર એવો ઉપદેશબોઘ' અને બીજો પદાર્થનું અનુભવથી સિદ્ધ કરેલ સ્વરૂપ તેને વાણી દ્વારા કહી શકાય તેટલું જ્ઞાની પુરુષોએ નિર્ણય કરી બોઘ દ્વારા પ્રકાણ્યું તે “સિદ્ધાંતબોઘ’. સિદ્ધાંતબોઘમાં કોઈકાળે વિરોઘ આવે નહીં. તે ત્રણેય કાળ અવિરોઘ હોય છે. |રા. કર્મ-નિયમ સિદ્ધાંતપ, ઉપદેશે સમજાય. સમજી શકાય જે જનો, કર્મ-મુક્ત તે થાય. ૩ અર્થ :- કર્મના નિયમો બઘા સિદ્ધાંતરૂપ છે. તે વૈરાગ્ય સ્વરૂપ ઉપદેશ બોઘ પરિણમ્ય સમજાય એમ છે. જે કર્મના નિયમોને સમજી, જેમકે રાગદ્વેષ કરીએ તો કર્મબંઘ અવશ્ય થાય એવો નિયમ છે. પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છે કે, “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી.” એ વાતને વિચારી જે પોતાના કષાયભાવોને ઘટાડી મટાડીને સ્વરૂપમાં સમાઈ ગયા તે જીવો સર્વથા કર્મથી મુક્ત થાય છે. “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંઘાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે.” (મો.વિ પૃ.૨૩૮){ (૧) “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે”: જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૨૩૮) IIયા તેલ-રંગિત ચિત્રપટ મેલો જો થઈ જાય, ડાઘ દૂર કરવા નિયમ જાગ્યાથી સુઘરાય. ૪ અર્થ :- ઓઈલ પેઈન્ટથી બનેલ ચિત્રપટ જો મેલું થઈ જાય તો તે ડાઘને દૂર કરવાનો જે નિયમ એટલે સિદ્ધાંત હોય તે જાણીને તે પ્રમાણે કરવાથી તેનો સુઘાર થઈ શકે છે. જા તેમ કર્મ-મલથી મલિન આત્મા કરવા શુદ્ધ કર્મ-નિયમ પણ જાણવા, કહી ગયા જે બેંઘ. ૫
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy