SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.” (વ.પૃ.૪૮૩) IIયા. મદિરાપાને જ્ઞાન-અવસ્થા વિભાવરૂપ ભજે છે, તેમ જ મોહ-મદિરા યોગે, સ્વભાવ જીવ તજે છે; બંઘ-હેતુ સામગ્રી મળતાં જીવ સ્વયં અપરાથી, પરાથીન તદ્રુપ બને છે, તે જ વિભાવ ઉપાધિ. ૪ અર્થ - જેમ દારૂ પીવાથી હું કોણ છું તે ભૂલી જઈ ગટરના ખાળ પાસે પડ્યો હોય છતાં પલંગ પર સૂતો છું એમ પોતાને માને છે. તેમ આત્મા મોહરૂપ દારૂ પીવાથી પોતાનો મૂળ જ્ઞાન સ્વભાવ તજી દઈ પરને પોતાના માનવારૂપ વિભાવભાવને ભજે છે. કર્મબંધના હેતુ એવા રાગદ્વેષના કારણો મળતાં જીવ પોતે તેમાં પરિણમીને રાગદ્વેષ કરી સ્વયં અપરાથી બને છે. તે મોહવશ પરવસ્તુને આધીન બની તે રૂપ થઈ જાય છે, અને તે જ નવીન કર્મબંઘ કરાવનાર વિભાવભાવોની ઉપાધિનું કારણ છે. IIકા. વિભાવ મોહ, દ્વેષ, રાગાદિ ભાવકર્મરૂપ ભાખ્યા, આઠ કર્મનું કારણ બનતાં, ભવ-કેદે ર્જીવ રાખ્યા. આઠ કર્મના ઉદય-નિમિત્તે જીવ વિભાવે વર્તે, ફરી કર્મ બાંઘીને ભટકે, એમ જ ભવ-આવર્તે. ૫ અર્થ - રાગ, દ્વેષ અને અજ્ઞાન એ વિભાવ ભાવ છે. એને ભગવંતોએ ભાવકર્મરૂપ કહ્યાં છે. એ રાગદ્વેષાદિ ભાવો અજ્ઞાનવશ, જ્ઞાનાવરણીયાદિ આઠેય દ્રવ્યકર્મના કારણ બની જીવને સંસારરૂપ કેદમાં જકડી રાખે છે. વળી આઠેય કર્મના ઉદય નિમિત્તને પામી, જીવ ફરી રાગદ્વેષાદિના ભાવો કરે છે. તેથી ફરી નવા કર્મ બાંધીને જીવ, ભવ-આવર્ત એટલે સંસારચક્રમાં ઘાંચીના બળદની પેઠે ચોરાસી લાખ જીવયોનિમાં અનાદિકાળથી ભટક્યા કરે છે. પાા અશુદ્ધતાથી થતી બદ્ધતા, અવિનાભાવ બન્ને; જીંવ પુગલ વિભાવે વર્તે, રહી સ્વરૂપ અનન્ય. સુવર્ણ-પારો સાથે ઘૂંટ્ય બન્ને શ્યામ બને છે; ઑવ પુદ્ગલ સંયોગે બને સ્વભાવ નિજ તજે છે. ૬ અર્થ - જીવના ભાવોમાં અશુદ્ધતા હોય તો કર્મ બંઘ અવશ્ય થાય જ. બન્નેનો અવિનાભાવ એટલે એક હોય ત્યાં બીજુ હોય એવો સંબંઘ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય પોતાની વૈભાવિક શક્તિ વડે પરભાવમાં પ્રવર્તે છે, છતાં તે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં અનન્યભાવે રહે છે; અર્થાત્ પોતાના સ્વરૂપને કદી છોડતા નથી. જેમ સુવર્ણ પીળુ અને પારો ઘોળો હોવા છતાં સાથે ચૂંટવામાં આવે તો બન્ને શ્યામ રંગના બની જાય છે. તેમ જીવ અને પુદ્ગલ બન્ને દ્રવ્ય ભેગા મળવાથી પોતાનો સ્વભાવ તજી વિભાવરૂપે પ્રવર્તે છે. એ વ્યવહારનયથી કથન છે. કા. પરગુણરૂપે પરિણમન તે સ્વરૃપ બંઘનું સમજો; એવી પરિણતિ તે જ અશુદ્ધિ, સ્વભાવ ત્યાં ર્જીવ તજતો.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy