SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સમાન પ્રકાશમય હોવાથી તે જીવોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા પૂર્ણ સમર્થ છે. તે વાણીનું અસ્તિત્વ આજે પણ ભયંકર કલિયુગમાં વિરાજમાન છે અર્થાત્ વિદ્યમાન છે. રા. શ્રી તીર્થનાથ-પદ-હેતુ કહેલ વીસે સ્થાનો હવે સુજન કાજ કહું વિશેષ : સેવ્યાં બઘાં પ્રથમ અંતિમ તીર્થનાથે, સમ્યકત્વ સાથ વચલા જિન અલ્પ સાથે. ૩ અર્થ :- શ્રી તીર્થંકરપદની સંપ્રાપ્તિ એટલે સારી રીતે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનક શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તે સ્થાનોને હવે સુજન એટલે સમ્યદ્રષ્ટિ જીવોને અર્થે વિશેષપણે અત્રે કહું છું. આ બઘા વીસેય સ્થાનોને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવંતે સેવેલા છે, અર્થાત્ આરાઘના કરેલ છે. જ્યારે વચલા શ્રી અજિતનાથ ભગવંતથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવંત સુઘીના તીર્થકરોએ સમ્યકત્વ સહિત તેમાંના થોડા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકોની સાધના કરેલ છે. સા. સર્વે ઑવો રસિક શાસનના કરું છું, એવી દયા હૃદયમાં – જિનબીજ ઘારું; એ ભાવથી પ્રથમ સ્થાનક પોષવાની ક્રિયા અનેક અરિહંત ઉપાસવાની. ૪ અર્થ :- હવે શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનકો જણાવે છે. તેમાં પહેલી– ૧. અરિહંત ભક્તિ - જગતના સર્વ જીવોને હું વીતરાગ ભગવંત પ્રણીત જૈન શાસનના રસિક બનાવી દઉં, એવી દયા જેના હૃદયમાં ખરા સ્વરૂપમાં જન્મે તે જિનબીજ એટલે તીર્થકર નામકર્મનો ઉપાર્જન કરનાર થાય. ઉત્કૃષ્ટ ભાવથી આ પ્રથમ તીર્થંકર પદ પ્રાપ્તિના સ્થાનકને પોષવા માટે ચાર ઘાતીયા કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે જેણે એવા દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા જીવન્મુક્ત શુદ્ધ આત્મારૂપ અરિહંત ભગવંતના ગુણોમાં અનુરાગ કરે, તેમનું પૂજન, સ્તવન, નમસ્કાર, ધ્યાન, ભક્તિ આદિ અનેક પ્રકારે ક્રિયાઓ કરી જે ઉપાસના કરે તે અરિહંતપદને પામે છે. “તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૪૯) દેવપાળનું દ્રષ્ટાંત - અચલપુર નગરમાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં જિનદત્ત નામે શેઠને ત્યાં દેવપાળ નામે ક્ષત્રિય જાતિનો તેમનો દાસ હતો. તે રોજ ગાયો ચરાવતો. ત્યાં એકદા નદિના તટની પાળ ઘસી પડતા ઋષભદેવ ભગવાનની મનોહર મૂર્તિ નીકળી. તેના દર્શન કરતાં અત્યંત હર્ષ પામી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે મારે રોજ આ ભગવાનના દર્શન પૂજન કર્યા વિના ભોજન કરવું નહીં. એકવાર મૂશળધાર વરસાદ થવાથી સાત દિવસ દર્શન કરવા જવાયું નહીં. તેથી સાત દિવસના ઉપવાસ થયા. સાતમે દિવસે દર્શન કરવા જતાં ભગવાનની અધિષ્ઠાયક દેવી ચક્રેશ્વરીએ પ્રત્યક્ષ થઈ દેવપાળને કહ્યું : હું તારા પર પ્રસન્ન થઈ છું તો ઇચ્છિત વર માગ. દેવપાળ કહે “હે દેવી! ગૈલોક્યના સ્વામી ઉપર મારી અનુપમ અને અખંડ ભક્તિ થાઓ. એ સિવાય પર વસ્તુ પર મારી સ્પૃહા નથી.” છતાં દેવીએ પ્રસન્ન થઈ કહ્યું - તને થોડા દિવસમાં જ આ નગરનું રાજ્ય મળશે. એક દિવસ તે જ નગરના રાજા સિંહરથે કેવળજ્ઞાની ભગવાનને પોતાનું આયુષ્ય પૂછતાં તેમણે ત્રણ દિવસનું જણાવ્યું. રાજાને પુત્ર ન હોવાથી પંચદિવ્ય કર્યા. તેથી દેવપાળના ગળામાં પુષ્પમાળા પહેરાવવાથી પોતાની કન્યા મનોરમાને પરણાવી. રાજા સિંહરશે દીક્ષા ગ્રહણ કરી. હવે દેવપાળ રાજા થવાથી અત્યંત સુંદર મંદિર બંઘાવી તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેની અત્યંત ભક્તિ કરતાં, પુત્ર થયે તેને રાજ્ય આપી
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy