SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તે સાંભળી સર્વ રાજાઓએ ‘તથાસ્તુ' કહી હર્ષથી આજ્ઞા આપી. એમ સઘર્મનું અનુમોદન કરીને તેઓએ પણ પુણ્યફળ પ્રાપ્ત કર્યું. ૪પાા સાત સો સખીઓ લઈ દીક્ષા લઇ બની દેવી રે, વાસુદેવ નરકે ગયા; કર્મ તણી ગતિ એવી રે. ૪૬ અર્થ - પછી સુમતિએ સાતસો સખીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. આરાઘના કરી સ્વર્ગમાં તે દેવી થઈ. વાસુદેવ અનંતવીર્ય તે નિયાણાના કારણે નિકાચિત કર્મની ગતિ પ્રમાણે પહેલી નરકે ગયા. //૪૬ાા અપરાજિત સંયમ ઘરી થયા ઇન્દ્ર (અચ્યતે રે, સ્વિમિતસાગર મુનિ બની, થયા શરણેન્દ્ર ચૂકે રે. ૪૭ અર્થ - અપરાજિત રાજાએ પણ સોળ હજાર રાજાઓ સાથે સંયમ ઘારણ કર્યો. ચિરકાળ તપ તપી અંતે અનશન કરી શુભધ્યાનવડે મૃત્યુ પામી બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્ર થયા. તિમિતસાગર મુનિ જે અપરાજિત અને અનંતવીર્યના પિતા હતા તે કિંચિત ભૂલચૂકથી ઘરણેન્દ્ર પદવીને પામ્યા. //૪શા નરકે પુત્ર કને ગયા, બોથી સુષ્ટિ કરાવે રે, નરકગતિ પૂરી થતાં, ખેચર-નૃપ-ઘર આવે રે. ૪૮ અર્થ:-ઘરણેન્દ્ર થયા પછી પૂર્વભવના પોતાના પુત્ર અનંતવીર્ય પાસે નરકમાં ગયા ત્યાં તેને બોઘ આપી સમ્યકુદ્રષ્ટિ કરાવી. નરક ગતિનું બેતાલીસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં અનંતવીર્યનો જીવ વૈતાઢય પર્વત ઉપર રહેતા વિદ્યાધર રાજાના ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. ૪૮ મેઘનાદ નામે થયા સૌ વિદ્યાઘર-સ્વામી રે, અચ્યતેન્દ્ર આવીને બોઘ દઘો નિષ્કામી રે. ૪૯ અર્થ - તેનું મેઘનાદ નામ રાખવામાં આવ્યું. તે યુવાન થવાથી પિતાએ રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. હવે તે સર્વ વિદ્યાઘરોનો સ્વામી થયો. એકદા મેરુ પર્વત ઉપર શાશ્વતી જિન પ્રતિમાઓના દર્શન કરવા તે ગયો. ત્યાં સ્વર્ગવાસી દેવો સાથે અપરાજિતનો જીવ જે અચ્યતેન્દ્ર થયેલ છે તે પણ આવ્યો હતો. તેણે મેઘનાદને જોયો એટલે પૂર્વભવના સ્નેહથી બોલાવી પૂર્વભવનું સ્વરૂપ કહી નિષ્કામભાવે ગુરુની જેમ ઘર્મનો બોઘ આપ્યો કે તું “આ સંસારનો ત્યાગ કર.” II૪૯ો. આત્મજ્ઞાન મુનિ થયા, પ્રતિમા યોગે ઊભા રે, અસુર વેરી પૂર્વનો પડે ત્યાં અક્ષુબ્ધા રે- ૫૦ અર્થ - અચ્યતેન્દ્રના ઉપદેશથી વૈરાગ્ય પામી મેઘનાદ ખેચરેન્દ્ર અમરગુરુ નામના મુનીન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી આત્મજ્ઞાની મૂનિ થયા. એકદા નંદનગિરી નામના પર્વત ઉપર જઈ એક રાત્રિની પ્રતિમા ઘારણ કરી ત્યાં પૂર્વભવનો વેરી પ્રતિવાસુદેવનો પુત્ર અશ્વગ્રીવ જે અસુર થયો હતો. તે ઉપસર્ગો કરી પીડા પમાડતા છતાં મુનિ અક્ષુબ્ધા એટલે મનમાં ક્ષોભ રહિત જ રહ્યા. ૫૦ગા. રહ્યા, થાકીને તે ગયો; સંન્યાસે ત કાયા રે, પ્રતીન્દ્ર અય્યતે થયા, ભાઈને મન ભાયા રે. ૫૧ અર્થ - તેથી તે અસુર એટલે રાક્ષસ થાકીને ચાલ્યો ગયો. અંતે અનશન કરી સંન્યાસ મરણ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy