SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૨૯ રહેવું. (૩) પોતે હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી અથવા મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) શુદ્ધ ભિક્ષા દોષરહિત લેવી. (૫) સાઘર્મીઓ સાથે તકરાર કરવી નહીં. ૪. બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ : (૧) સ્ત્રીરાગ વર્ધક કથાનો ત્યાગ. (૨) સ્ત્રી અંગે નિરીક્ષણ ત્યાગ. (૩) ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ. (૪) કામોદ્દીપક પુષ્ટરસનો ત્યાગ. (૫) શરીર શૃંગારનો ત્યાગ. ૫. પરિગ્રહ ત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ : મનને ગમતા કે ન ગમતા પાંચ ઇન્દ્રિયોના પદાર્થોને પામી રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો તે. માતા સમાન સ્નેહપૂર્વક સમિતિ ગુણિને નિશ્ચિતપણે સંભારી પોતાના આત્માનું હિત કરવા લાગ્યા. ૫૦ નારી-કથા-દર્શન-સંસર્ગે મન સંયમ સંભારે રે, પૂર્વ-રતિ તર્જી નીરસ ભોજને, બ્રહ્મચર્ય દ્રઢ ઘારે રે. પરો. અર્થ :- વળી સ્ત્રી સંબંધી કથા. તેનું દર્શન કે સંસર્ગનો ત્યાગ કરી મનમાં હમેશાં સંયમને સંભારે છે, તથા પૂર્વ રતિક્રિડાની સ્મૃતિ તજી, નીરસ ભોજન કરી બ્રહ્મચર્યને દૃઢપણે પાળે છે. //૫૧૫ ઇન્દ્રિય-ઠગ તજી, પરમ પદાર્થે મનની વૃત્તિ વાળે રે, જ્ઞાનગમ્મતે મન ઋષિ રોકે, મન-ચંચળતા ટાળે રે - પરો. અર્થ :- ઇન્દ્રિયોરૂપી ઠગોને છોડી દઈ પરમપદાર્થ એવા આત્મઐશ્વર્યમાં મનની વૃત્તિને વાળે છે. મનની ચંચળતાને ટાળવા માટે ઋષિ એવા પ્રભુ જ્ઞાન ગમ્મતમાં પોતાના મનને રોકે છે. સાપરા “હે! મન-બાળક, નારી-ફૂપ-કૅપ પાસે રમવા ના જા રે, મોહ-સલિલે ડૂબી મરશે, એવી દોડ ભેલી જા રે. પરો. અર્થ - હે! મનરૂપી બાળક તું નારીના રૂપરૂપી કૂવા પાસે રમવા જઈશ નહીં. નહીં તો મોહરૂપી સલિલ એટલે પાણીમાં તું ડૂબી મરીશ. માટે એ તરફની દોડ હવે ભૂલી જા. //પ૩ના જીવાજીવ-વિચારે રમજે, ઇન્દ્રિય-રમત વિસારી રે, સંયમ-બાગે વ્રત-વૃક્ષોમાં, ધ્યાન-૨મત બહ સારી રે. પરો અર્થ - હે જીવ! આ ઇન્દ્રિયોની રમત હવે ભૂલી જઈ જીવ અને અજીવ તત્ત્વના વિચારમાં રમજે. સંયમરૂપી બાગ અને વ્રતરૂપી વૃક્ષોમાં આત્મધ્યાન કરવારૂપ રમત બહુ સારી છે. પ૪ પરિષહ-શ્રમ નહિ તને જણાશે પંચાચાર-રસે ત્યાં રે, શલ્યરહિત તપ શુદ્ધિ દેશે, સ્વરૂપ-સુખ મળે જ્યાં રે.” પરો. અર્થ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને રસપૂર્વક આરાઘવાથી તને પરિષહનો શ્રમ જણાશે નહીં. તથા માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય રહિત તપ કરવાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત થશે. જેથી પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું સુખ આવી મળશે. પપાા એમ વિચરતાં પૃથ્વી-તલ પર હજાર વર્ષો વીતે રે, કેવલ-શ્રી વરવા વરઘોડે જાણે ફરતા પ્રીતે રે. પરોઢ અર્થ - પ્રભુને આ પ્રમાણે પૃથ્વીતલ ઉપર વિચરતા એક હજાર વર્ષ વ્યતીત થઈ ગયા. પ્રભુ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને વરવા માટે જાણે વરઘોડે ચઢીને પ્રેમપૂર્વક ફરતા હોય તેમ જણાતું હતું. //પા.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy