SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ નિજ નગરે પાછા વળ્યા; કાળ અચાનક પામી રે, ઉત્તરકુરુમાં અવતરે, યુગલિક-સુખના સ્વામી રે. પ્રભુ અર્થ :હવે ઘનશેઠ પાછા પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે આવી પહોંચ્યા. કેટલેક કાળે આયુષ્ય અચાનક પૂરું થતાં કાળધર્મ પામ્યા. હવે ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલીઆરૂપે અવતાર પામી, યુગલિક સુખના સ્વામી થયા. II૩૩|| મુનિ-સેવા-ફળ ભોગવે; કલ્પવૃક્ષ દશ જાતિ રે, જે માગે તે આપતાં; અંતે સુરગતિ થાતી રે. પ્રભુ અર્થ :• ત્યાં યુગલિઆની ભોગભૂમિમાં મુનિદાન તથા સેવાના પ્રભાવે દશ પ્રકારના કલ્પવૃક્ષને ભોગવનારા થયા. આ ઋષભદેવના જીવનો બીજો ભવ છે. ત્યાં યુગલીઆઓને ત્રીજા દિવસને છેડે ભોજ્ય પદાર્થની ઇચ્છા થાય. તેઓને બસો છપ્પન પાંસળીઓ હોય. તેઓ ત્રણ કોશના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તથા અલ્પ કષાયવાળા હોય છે. ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. તેમાં માંગ નામના ક્લ્પવૃક્ષ મધ જેવો મીઠો પદાર્થ આપે છે, ભૃગાંગ નામના કલ્પવૃક્ષો પાત્ર આપે છે, તુર્થાંગ નામના કલ્પવૃક્ષો વાજિંત્રો આપે, દીપશિખાંગ અને જ્યોતિષ્ઠાંગ કલ્પવૃક્ષો અદ્ભુત પ્રકાશ આપે, ચિત્રાંગ કલ્પવૃક્ષો પુષ્પમાળાઓ, ચિત્રરસ કલ્પવૃક્ષો ભોજન, મથંગ કલ્પવૃક્ષો આભૂષણ, ગેહાકાર કલ્પવૃક્ષો પર અને અનગ્ન નામના કલ્પવૃક્ષો દિવ્ય વસ્ત્રો આપે છે. ત્યાં બીજા પણ કલ્પવૃક્ષો સર્વ પ્રકારના ઇચ્છિતને આપનારા હોય છે. ત્યાંધી યુગલીઆનું આયુષ્ય પૂરું કરી ઘનશેઠનો જીવ સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ।।૩૪। સુર સૌથર્મ વિષે થયા, સુર-સુખ પૂરાં થાતાં રે, મહાવિદેઠે અવતરે, શતબલ-સુત વિખ્યાતા રે. પ્રભુ અર્થ : હવે ત્રીજા ભવમાં સૌધર્મ દેવલોકનાં સુખ ભોગવતાં આયુષ્ય પૂરું થયે પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં વૈતાદ્મપર્વતની ઉપર પ્રસિદ્ધ વિદ્યાધર શિરોમધિ શતબળ રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપન્ને ઉત્પન્ન થયા. ।।૩૫।। ગ્રંથસમૃદ્ધિ નગરના વિદ્યાઘર-નૃપ-થામે રે, મહાબલ નૃપ-કુમાર તે, નામ અનુપમ પામે રે. પ્રભુ અર્થ ::– ત્યાં ગ્રંથસમૃદ્ધિ નામના નગરમાં, વિદ્યાધર રાજાના ઘરે આ પુત્ર મહાબળવાન હોવાથી મહાબલ રાજકુમાર એવું અનુપમ નામ પામ્યા. આ ઋષભદેવ ભગવાનના જીવનો ચોથો ભવ છે. ।।૩ના શર્શી સમ સર્વ કળા ગ્રહે, લહે વૃક્ષ સમ વૃદ્ધિ રે, વિનયવતી સાથે વર્યા; શતબલ ચડે સ્વ-સિદ્ધિ રે, પ્રભુ અર્થ :— તે ચંદ્રમા સમાન સર્વ કળાથી યુક્ત થયા તથા વૃક્ષની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. યુવાન થતાં વિનયવતી સાથે લગ્ન થયા. હવે પિતા શતબલ પોતાના આત્માની સિદ્ધિ ઇચ્છવા લાગ્યા. ।।૩શા એકાંતે એ ચિંતવે : ‘‘અશુચિભરી આ કાયા રે, વસ્ત્રાભૂષણ, ચામડી ભૂલવે મન-ભ્રમ-છાયા રે. પ્રભુ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy