SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- પુરુષના બોઘબળે મારા વિષયકષાય વિદેશ જતાં રહો. વિષયકષાયની મને સ્વપ્ન પણ સ્મૃતિ ન હો. હવે કષાયના ઉપશમનરૂપ રસમાં નિત્ય પ્રત્યે સ્નાન કરતાં, દેહરૂપી કેદને ગણું નહીં; અર્થાત દેહની વિશેષ સંભાળ લઉં નહીં, પણ આત્માની સંભાળ લઉં, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ૧૨ાા સદ્ગશ્યોગ વિના સાઘુ પણ વિષય-કષાયે કૂદે રે, નટ સમ નાચે આસક્તિમાં, જરા નહીં ખમી ખૂંદે રે. શ્રીમદ્ અર્થ - આત્મજ્ઞાની સદ્ગુરુના યોગ વિના તો સાધુપુરુષો પણ વિષયકષાયમાં મહાલે છે. તેમની વૃત્તિઓ પણ આસક્તિને કારણે વિષયોમાં નટ સમાન નાચે છે. તથા વૃત્તિની મલિનતાના કારણે આવેલ દુઃખને જરા પણ ક્ષમાભાવે સહન કરી શકતા નથી. /૧૩ી. મહા ભયંકર મમતા સેવે, નિજ સ્વરૂપ ન જાણે રે, કામ-ભોગમાં ચિત્ત પરોવે, પડતા દુર્ગતિ-ખાણે રે. શ્રીમ અર્થ - કુગુરુ આશ્રયે રહેલા એવા સાધુપુરુષો પર વસ્તુઓમાં મહા ભયંકર મમતાભાવ સેવે છે. જેને પોતાના આત્મસ્વરૂપનું પણ ભાન નથી તેથી કામભોગમાં ચિત્ત પરોવી આયુષ્ય પુરું થયે દુર્ગતિરૂપી ખાણમાં જઈ પડે છે. II૧૪. સદગુરુ-યોગે જો સમજી લે શરીર સંયમ કાજે રે, સમતા સાથે તે જન સાધુ, અવસર આવ્યો આજે રે. શ્રીમદ્ અર્થ - સદ્ગુરુના યોગે જો તે સાધુપુરુષો સમજી લે કે આ શરીર તો માત્ર સંયમ કાજે છે, તો તે સમતાભાવને સાઘશે. તે જ ખરા સાધુપુરુષ છે. તેવા સાચા સાધુપુરુષો સગુનો યોગ મળવાથી આત્મજ્ઞાન પ્રાપ્તિનો અપૂર્વ અવસર આવ્યો જાણી તેમની આજ્ઞાને ઉપાસી જીવન ધન્ય બનાવશે. (૧૫ સ્વરૂપ સમજી સગુરુ દ્વારા સમાય તે જગ જીતે રે, સર્વ શક્તિએ સદગુરુ આજ્ઞા ઉઠાવશે તે પ્રીતે રે. શ્રીમદ્ અર્થ :- સગુરુ દ્વારા પોતાના આત્મસ્વરૂપને સમજી જ શકાય તે જગતની વાસનાને જીતી જશે. તે ઉત્તમ શિષ્યો પોતાની સર્વ શક્તિથી શ્રી સદગુરુદેવની આજ્ઞાને પરમ પ્રીતિપૂર્વક ઉઠાવવાનો સતત ઉદ્યમ કરશે. ૧૬ાા. આત્મજ્ઞાની ગુરુ સમદર્શી છે, ઉદયાથીન જે વ રે, સત્યુતરૅપ વાણી જે વદતા, જીંવે સ્વપર-હિત અર્થે રે. શ્રીમદ્ અર્થ - આત્મજ્ઞાની એવા સદગુરુ માન અપમાન, હર્ષ શોક આદિમાં સમદર્શી રહે છે. માત્ર ઉદયાથીન વર્તે છે. સર્વ શ્રુતના નિચોડરૂપ જે વાણી પ્રકાશે છે તથા સ્વપરના હિતાર્થે જ જેનું જીવન છે. “આત્મજ્ઞાન સમદર્શિતા; વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ.” -શ્રીમદ્ રાજચંદ્રા/૧ળા જિતેન્દ્રિય, જિતમોહ, નિરિચ્છક સ્વસ્વરૂપમાં રમતા રે, નિરુપાથિક સુખમગ્ર નિરંતર ભક્તજનોને ગમતા રે. શ્રીમદ્
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy