SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “બીજા દેહોતણું બીજ, આ દેહ આત્મભાવના; વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક /૧૦ગા. જ્ઞાનાદિ ગુણે પરિપૂર્ણ હું તો, સદા અરૂપી સુવિશુદ્ધ છું, જો; ના અન્ય મારું પરમાણું માત્ર, ઠગાય સર્વે ગણી નિજ ગાત્ર. ૧૧ અર્થ - હું તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોવડે સદા પરિપૂર્ણ છું. મૂળસ્વરૂપે સદા અરૂપી છું. અને પ્રકૃષ્ટપણે સદા સુવિશુદ્ધ સ્વભાવવાળો છું. આ જગતમાં એક આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મારું નથી. એમ આત્મભાવના કરવાયોગ્ય છે. છતાં સર્વે અજ્ઞાની જીવો આ ગાત્ર એટલે શરીરને જ પોતાનું સ્વરૂપ માની ઠગાય છે; અર્થાત્ પરને પોતાનું માની, સ્વયંને જ ઠગે છે. ૧૧ાા હું શુદ્ધ જ્ઞાની મમતા રહિત, સું-દર્શને પૂર્ણ, સમાધિ-ચિત્ત; તેમાં રહી સ્થિર, બંઘાય કર્મ-હણી, લઉં હું શિવ-થામ-શર્મ. ૧૨ અર્થ - ફરી આત્મભાવના ભાવી કર્મોને કેમ શિથિલ કરવા તેના ઉપાયો નીચે બતાવે છે - હું શુદ્ધજ્ઞાની સમાન મમતા રહિત સ્વભાવવાળો છું. સમ્યક્દર્શનથી પરિપૂર્ણ છું. મારા ચિત્તમાં એટલે જ્ઞાનમાં સદૈવ સમાધિ છે. તે આત્મસ્વસ્થતારૂપ સમાધિમાં સ્થિર રહી, બઘાય કમોને હણી, હવે મોક્ષરૂપી ઘામમાં જઈ શર્મ એટલે શાશ્વત સુખને પ્રાપ્ત કરું. ૧૨ા જો પીંપળે લાખ સમાન કર્મો, નિબદ્ધ ઘાતે જીંવ-શુદ્ધ ઘર્મો ચૈતન્ય છે ધૃવ વધે-ઘટે આ, મૃગી તણા વેગ સમાન લેખા. ૧૩ અર્થ :- જેમ પીપળના ઝાડ ઉપર લાખ ચોટેલી હોય તેમ કર્મો નિબદ્ધ એટલે આત્મા સાથે બંઘાઈને જીવના શુદ્ધ સ્વભાવમય ગુણધર્મોને ઘાતે છે. છતાં ચૈતન્યમય એવો આત્મા તો ધ્રુવ જ રહે છે. પણ આ કમમાં વધ-ઘટ થયા કરે છે. તેથી તે કર્મો મૃગી એટલે હરણીની જેમ ઉછાળા માર્યા કરે છે અથવા મૃગી એટલે હિસ્ટિરીયાના રોગીને જેમ વેગ આવે તેમ આવ્યા કરે છે. ૧૩ કર્મો ક્રમે થાય, જતાં જણાય, શીતાદિ પેઠે જ્વરમાં મનાય; આત્મા સ્વયં નિત્ય રહે ત્રિકાળ, અચૂક વિજ્ઞાનરૂપે નિહાળ. ૧૪ અર્થ :- આ કમ ક્રમપૂર્વક સમયે સમયે બંઘાયા કરે છે. અને સમયે સમયે તેની નિર્જરા પણ થતી જણાય છે. જેમ ટાઢિયા તાવમાં કોઈ વાર ઠંડીનો અનુભવ થાય અને વળી તે ઠંડી દૂર થઈ શરીર ગરમ પણ થઈ જાય છે. છતાં આત્મા તો સ્વયં ત્રણેકાળ નિત્ય રહે છે. અને તેના વિજ્ઞાનરૂપ એટલે વિશેષ જ્ઞાનરૂપ રહેલા જ્ઞાનદર્શનાદિ ગુણો પણ અચૂકપણે તેવા જ રહે છે એમ તું જાણ. ૧૪ આત્મા સ્વયંરક્ષિત નિત્ય જાણો, અનાથ કર્મો ન ટકે પ્રમાણો; રોકાય ના કાળ કદાપિ જેમ, ખરી જતાં કર્મ અરોક તેમ. ૧૫ અર્થ - પ્રત્યેક આત્મા સદા સ્વયંરક્ષિત છે. એની રક્ષા માટે કોઈની જરૂર નથી. એને હણવા કોઈ સમર્થ નથી. અનાથ એવા કમોં પણ સદાકાળ ટકી શકે એમ નથી. જેમ કાળ એટલે સમય જઈ રહ્યો છે તેને કદાપિ રોકી શકાય નહીં તેમ ઉદય આવેલા કર્મોને ખરી જતાં કોઈ રોકવા સમર્થ નથી. ૧૫ આકુળતાપૂર્ણ, અસ્ખ-ઘામ, સ્વભાવ કર્યોદયનો પ્રમાણ; આત્મા નિરાકુલ સદા વિચારો, અપાર સુખે પરિપૂર્ણ થારો. ૧૬
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy