SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- મનુષ્યરૂપી તટની પાસે આવવું દુર્લભ હોવા છતાં હું પૂર્વ પુણ્યના બળે આવ્યો છું. ત્યાં સદ્ગુરુનો અચાનક યોગ મળતાં, તેમનાં અભુત વચનબળે હું સંસારની માયા પ્રપંચરૂપ ખટપટથી વિરામ પામ્યો છું, અર્થાતુ કંઈક પાછો હટ્યો છું. ૩૫ અપૂર્વ બોઘકર લંબાવી ગુરુ ભવજળથી ઉદ્ધારે રે, પરાથીનતા પરી થાય સૌ, ગુરુ-કૃપા દ્રષ્ટિ તારે રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુ પરમકૃપાળુદેવ અપૂર્વ બોઘરૂપી હાથ લંબાવીને સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા એવા મારો ઉદ્ધાર કરે છે. તેથી વિષયોની મારી બધી પરાધીનતા પરી એટલે દૂર થાય છે. એવી શ્રી ગુરુની કૃપાદ્રષ્ટિ જીવોની તારણહાર છે. ૩૬ાા જેમ જેમ સદ્ગુરુ ઓળખાયે, જાય અનંતાનુબંઘી રે, બોઘબળે મિથ્યાત્વ હણાયે, થાય સુદૃષ્ટિ-સંધિ રે. શ્રીમદ્દ અર્થ – જેમ જેમ સદ્ગુરુનું ઓળખાણ થાય તેમ તેમ અનંતાનુબંધી કષાય મોળા પડે છે. સપુરુષના બોઘે અનાદિથી દેહમાં આત્મબુદ્ધિ વગેરે મિથ્યા-માન્યતાઓ નાશ પામે છે અને સમ્યક્દર્શન સાથે સંધિ એટલે જોડાણ થતું જાય છે. “જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.” (વ.પૃ.૪૧૯) I/૩શા નિજ સ્વરૂપ સમજાતાં સમ્યક, વિકથાથી કંટાળે રે, ભોગવિલાસથી વૃત્તિ આળસે, ગુરુ-આજ્ઞા તે પાળે રે. શ્રીમદ્ અર્થ :- પોતાનું આત્મસ્વરૂપ સમ્યપ્રકારે સમજાતા તે દશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજન કથારૂપ વિકથાથી કંટાળે છે. અને ભોગ વિલાસથી તેની વૃત્તિ આળસે છે અર્થાત્ ભોગો પ્રત્યે રુચિ રહેતી નથી તથા ગુરુ આજ્ઞાનું સત્ય રીતે પાલન કરે છે. સપુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મોળા પડવા લાગે છે, અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જાદુગુપ્સા ઉત્પન્ન થાય છે;” (વ.પૃ.૪૧૯) li૩૮ાા. ગુરુ ઓળખાતા ઘટ-વૈરાગ્ય, વૈરાગ્ય વધે સુયોગે રે, સગુરુ-યોગે સજિજ્ઞાસા મુમુક્ષુતા સહ જાગે રે. શ્રીમદ્ અર્થ :- સદગુરુની ઓળખાણ થતાં હૃદયમાં વૈરાગ્યભાવ જન્મે છે. તથા સત્સંગ સત્પરુષના સમાગમથી તે વૈરાગ્ય વધે છે. વળી સદગુરુના યોગે મોહથી મુંઝાઈને મુમુક્ષતા પામી આત્મા પ્રાપ્ત કરવાની સાચી જિજ્ઞાસા જાગે છે. ૩૯ - અનિત્ય આદિ બાર ભાવના સહ સદ્વર્તન સુલભ રે, સદ્ગુરુનો જો યોગ થયો તો આત્મજ્ઞાન નથ દુર્લભ રે. શ્રીમદ્ અર્થ :- અનિત્ય આદિ બાર ભાવના ભાવે તો સદ્વર્તન પાળવું સુલભ થાય છે, જેથી યોગ્યતા આવે છે. પછી સદ્ગુરુનો યોગ થયો તો આત્મજ્ઞાન પામવું દુર્લભ નથી.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy