SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - વૈરાગ્યરૂપ ભોમિયો એ મોક્ષમાર્ગ બતાવનાર છે, તે ત્યાગભાવને મદદ આપનાર છે. જે વૈરાગી, ત્યાગી કે સંસ્કારી છે તે જીવો મોક્ષમાર્ગના સાચા અધિકારી છે. ૩૯ ત્યાગી બાળ વૈરાગ્ય વિનાનો મોહ-રમકડાં રમતો રે, જન્મ-અંઘ કરતાં પણ ભૂંડો ભવ-વનમાં અતિ ભમતો રે.” શ્રીમદ્ અર્થ:- બાહ્યથી ત્યાગી છે પણ બાળ એટલે અજ્ઞાની છે. વૈરાગ્ય વગરનો છે તો તે બાહ્ય ત્યાગ હોવા છતાં મોહની રમત રમ્યા કરે છે. તે જીવ જન્મથી આંધળા વ્યક્તિ કરતાં પણ વધારે ભૂંડો છે. કેમકે જગતને સ્વયં ત્યાગી છે એમ બતાવી અંદરથી મોહમાં આસક્ત હોવાથી સંસારરૂપી વનમાં અનંતકાળ સુધી ભ્રમણ કર્યા કરશે. ૪૦ના. જિજ્ઞાસુ કહે: “ત્યાગ કરે જો, બથા જગતના લોકો રે, તો શું ખાશે સઘળા સાથું? તજો ત્યાગની પોકો રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ કહે જગતના બઘા લોકો ત્યાગ કરશે તો સાધુપુરુષો શું ખાશે? માટે આવા ત્યાગનો ઉપદેશ મૂકી દો. ૪૧ સત્યમતિ કહે : “શાંતિ ઘરીને સુણ વિચારો ચઢતા રે સરખાં સૌનાં કર્મ ન હોયે; બઘા ન માંદા પડતા રે. શ્રીમદ્ અર્થ - ઉત્તરમાં સત્યમતિ એવા સદ્ગુરુ કહે : શાંતિ ઘારણ કરીને ચઢતા વિચારો સાંભળ કે સર્વ જીવોના કર્મ એક સરખા હોતા નથી. જેમકે જગતમાં બધા સાથે માંદા પડતા નથી. માટે તેમની સેવા ચાકરી કોણ કરશે એવા વિકલ્પો કરવા યોગ્ય નથી. ૪રા. જ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય જે જન તજતા સૌ વ્યવહાર રે, તેવા જગમાં વિરલા જાણો, તે તો જગ-શણગાર રે. શ્રીમદ્ અર્થ - જ્ઞાનગર્ભિત એટલે સમજણપૂર્વકના વૈરાગ્યથી જગતના સર્વ વ્યવહારને છોડી દે તેવા જગતમાં વિરલા જાણો. તેવા પુરુષો આ જગતના શણગારરૂપ છે અર્થાત્ તેમના પુણ્યબળે આ જગતમાં ન્યાયનીતિ, દયા વગેરે પ્રવર્તે છે અને સર્વ સુખી જણાય છે. II૪૩ પુણ્યવંત તે સંતજનોના પુણ્ય સઘળું પાકે રે, તેવા જો જગમાં ના હોય, પાપી જન ઘૂળ ફાકે રે. શ્રીમદ્ અર્થ - પુણ્યવંત સંતજનોના પુણ્ય જગતમાં સઘળું પાકે છે. તેવા સત્પરુષો જો જગતમાં ન હોય તો પાપી લોકો ધૂળ ફાંકે અર્થાત્ ખાવાપીવાની સામગ્રી પણ હાથ આવવી મુશ્કેલ થઈ પડે. ૪૪ો. સપુરુષોની સંખ્યા ઘટતાં દુષ્કાળો દેખાતા રે, રાતદિવસ જન કરે વેંતરાં તોય ન પૂર્ણ ઘરાતા રે. શ્રીમદ્ અર્થ :- સપુરુષોની સંખ્યા ઘટી જવાથી આ દુષ્કાળો કે અતિવૃષ્ટિ વગેરે દેખાય છે. તથા રાતદિવસ વૈતરા કરવા છતાં પણ વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવો પૂર્ણ થરાતા નથી. //૪પાા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy