SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ પરમાણુથી પણ જે સૂક્ષ્મ, ગગન થકી જે ગરવા, જગપૂજ્ય સિદ્ધાત્મા વંદું, સહજ સુખ અનુસરવા. દેજો અર્થ :- પરમાણુથી પણ જે સુક્ષ્મ અને ગુણોમાં ગગન એટલે આકાશ કરતા પણ જે મોટા છે, એવા જગત્પુજ્ય સિદ્ધાત્માને હું સહજ આત્મસુખને પામવા માટે ભાવપૂર્વક પ્રણામ કરું છું. ।।૩૮।। જેના અંતિમ અંશ થકી પણ લોકાલોક પ્રકાશે, તે ત્રિલોક-ગુરુ-શાને રમતાં તğપ આ જીવ થાશે, દેજો અર્થ :– એ સિદ્ધ પરમાત્માના અંતિમ અંશ એટલે એક પ્રદેશથી પણ આખો લોક કે અલોક જાણી શકાય છે. એવા ત્રણેય લોકના ગુરુ સમાન પરમાત્મા દ્વારા બૌધિત સમ્યક્ત્તાનમાં રમતા એટલે કેલી કરતાં આપણો આત્મા પણ તદ્રુપ એટલે તે રૂપ થઈ જશે. ।।૩૯।। તેના ગુણગ્રામે રંગાતાં અભેદતા જ્યાં જામે, ત્યાં આત્માથી આત્મા અને હોંગે સિદ્ધિ-ધામે. દેજો અર્થ :– એવા શુદ્ધ આત્માના ગુણગ્રામ કરતાં, ભક્તિમાં રંગાઈ જતાં જ્યાં ૫૨માત્મા સાથે અભેદતા જામે એટલે મન તેમાં લય પામે, ત્યાં શુદ્ધાત્માના ધ્યાનવર્ડ પોતાનો આત્મા પ્રાપ્ત થાય; અને અંતે શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવીને સિદ્ધિ-ધામ એવા મોક્ષપદને પામે છે. ૫૪૦।। વીર પ્રશંસાપાત્ર ખરો જે છોડાવે બોને, છે ભૂમિ આ મુક્તિર્વીરોની સદાય કટિબદ્દો જે, દેજો અર્થ :- જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેજ ખરા વીર છે અને તેજ પ્રશંસાપાત્ર છે કે જે કર્મથી બંઘાયેલા બીજા જીવોને પણ ઉપદેશ આપી છોડાવે છે. આ આર્ય ભૂમિ, મુક્તિપુરીએ જનારા વીરોની ભૂમિ છે કે જે સદા કર્મ કાપવાને કટિબદ્ધ એટલે કમર કસીને તૈયાર થયેલા છે. ૪૧ સર્વત્ર સમજી જે ચાલે, પાપે ના લેપાતો, બુદ્ધિમાન બંધનથી ઘૂંટવા, રુષ્ટતુષ્ટ નહિ થાતો. દેજો અર્થ :– એવા શૂરવીરો સર્વત્ર તત્વ સમજીને ચાલે છે, અર્થાત્ વ્યવહાર કરે છે ત્યારે પણ હું કોઈ અકાર્ય કરીને પાપથી લેપાઈ ન જાઉં એમ કાળજી રાખે છે, એવા બુદ્ધિમાન પુરુષો કર્મબંધનથી છૂટવા માટે કોઈ ઉપર રુષ્ટતુષ્ટ અર્થાત્ દ્વેષ કે રાગભાવ કરતા નથી. ।।૪૨।। આત્મવિભાવ જ લૌકિક સંજ્ઞા, રહે ન વીર વશ તેને, વીર પરાક્રમ ત્યાં વાપરતા, લોકવિજી કહે અને દેજો = અર્થ :— આત્માનો વિભાવ ભાવ એ જ લૌકિક સંજ્ઞા છે; અર્થાત્ જગતને સારું દેખાડવાનો જ્યાં ભાવ છે ત્યાં આત્મભાવ નથી પણ વિભાવભાવ છે. ખરા આત્મવીરત્વને ઘારણ કરનાર પુરુષો આવી લૌકિક સંજ્ઞાને વશ થતા નથી, પણ પોતાના પરાક્રમને આત્માનું રૂડું થાય તેમાં વાપરે છે. પોતાના કર્મ ઉપર વિજય મેળવવાથી તેને લોકો પણ ખરા વિજયી કહે છે. અથવા પોતાના કર્મ ઉપર જેણે વિજય મેળવ્યો. તેણે આખા લોક ઉપર વિજય મેળવ્યો એમ પણ કહી શકાય. ।।૪૩
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy