SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ૨ ૭ તમે ભય પામો તો એ કાયરતા આત્મગુણોને હંફાવી એટલે હચમચાવી દેશે. દુઃખનો ડર તમને આટલો ઘટતો નથી. બહુ તો આ દુઃખ દેહ છોડાવી દેશે. આ દેહ તો બધાનો જરૂર જવાનો છે. પણ આત્માનું હિત કરવાની આ અમૂલ્ય તક તમારા માટે આવી છે તે હવે જવા દેશો નહીં. ૮ાા વીતરાગ ગુરુએ ઉપદેશ્યાં વ્રત, તપ, સંયમ આરાઘો, કરી આરાઘન વિષે અચળ મન, મરણ થયે નિજહિત સાથો; સંપત્તિ ત્રણ લોકન સઘળી નાશવંત, તૃણસમ, પરની; અનંત સુખ દેનારી આ તો અવિનાશી, વળી નિજ ઘરની. ૯ અર્થ - વીતરાગ ગુરુ ભગવંતે ઉપદેશેલા આ વ્રત, તપ, સંયમની આરાધના કરો. તેમાં મનને અચળ સ્થિર કરો અને સમાધિમરણ કરી તમારા આત્માનું હિત સાઘો.ત્રણે લોકની ભૌતિક સંપત્તિ તો બથી નાશવંત, તૃણ સમ અને આત્માથી બધી પર છે. જ્યારે વ્રત, તપ, સંયમની સંપત્તિ તે અનંત સુખ દેનારી, અવિનાશી અને વળી પોતાના ઘરની છે; માટે સર્વકાળ સ્થિર રહે એવી છે. લા સમ્યવ્રુષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ઘર ઘેર્યસહિત ચહે મરવાનો લાભ, અહા! તમે ય નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરો, મનવાંછિત આ ઉત્સવ આવ્યો, સમતા ઘરી, આનંદ કરો. ૧૦ અર્થ :- અહો! મહાન એવા અવિરત સમ્યકુદ્રષ્ટિ, વ્રતવાળા દેશવ્રતી શ્રાવક, સર્વ વિરતિ મુનિ, વાચક એટલે ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત સર્વ નિર્ભયતાને ઘારણ કરી ધૈર્યસહિત સમાધિમરણ કરવાના જ લાભને ઇચ્છે છે. તમે પણ નિરંતર એ જ ભાવનાને ભાવી છે, તો હવે સમાધિમરણને પ્રસન્ન ચિત્તે પ્રાપ્ત કરો. આ તમારા મનવાંછિતને પૂર્ણ કરવાનો ઉત્સવ આવ્યો છે. માટે સમતા ઘારી સમાધિમરણને પામી આત્મસ્વરૂપમાં સદા આનંદ કરો. ૧૦ વઘે વેદના તે ઉપકારક, સમજું જનને શોક નહીં, મોહ દેહ પરથી છૂટે તો ઘણી નિર્જરા થતી, કહી. વિષયભોગ અણગમતા લાગે, ઉદાસીનતા સહજ રહે, પર-દ્રવ્યોની મમતા મટશે, મૃત્યુ-ભય નહિ જીવ લહે. ૧૧ અર્થ :- સમજ પુરુષો વેદના વધે તેને ઉપકારક માનીને શોક કરતા નથી. વ્યાધિ વેદનાના કારણે દેહ ઉપરથી મોહ છૂટે તો ઘણી નિર્જરા થાય એમ મહાપુરુષોએ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ તે સમયે અણગમતા લાગે છે અને સહજે બીજા પદાર્થો ઉપર ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રહે છે. એવા સમયે પર દ્રવ્યોની મમતા મૂર્છા મટી જઈ મૃત્યુનો ભય પણ જીવને રહેતો નથી. કારણકે જીવીત રહે તો પણ વેદનાના દુઃખ જીવે ભોગવવા પડે છે. [૧૧] કાયર થઈ હિમ્મત ના હારો, ડર્યો ન કર્મ-ઉદય ટળશે; અવસર આ ઘીરજ ઘરવાનો શૂરવીર થાતાં જય મળશે. રુદન કરી તરફડશો તોપણ જૂર કર્મ નહિ દયા ઘરે, આ ધ્યાન કર દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે? ૧૨
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy