SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સ્તુતિ એટલે ગુણગાન કરે છે. તેમજ મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાની સદગુરુ ભગવંતની સદાય અત્યંત આવશ્યકતા છે તેનું મુમુક્ષુને અત્રે ભાન કરાવે છે. (૬૭) સગુરુ-સ્તુતિ (દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય રત્નપ્રભા સમ જાણો રે—એ રાગ) શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની-શરણે મુજ હિત સાથું રે, ભવ ભમતાં અતિ કષ્ટ પામ્યો ચરણ શરણ આરાધું રે. શ્રીમદ્ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની ભગવંતના શરણે હું મારા આત્માનું કલ્યાણ સાધ્ય કરું. ચાર ગતિરૂપ સંસારમાં ભટકતાં મહા મુશ્કેલીએ આવા પુરુષનો મને ભેટો થયો. માટે હવે તેમના ચરણકમળનો આશ્રય ગ્રહણ કરી તેમની આજ્ઞા ઉપાસીને મારા આત્માનું અવશ્ય કલ્યાણ કરું. ||૧|| વંદન, સેવન, કીર્તન, પૂજન, શ્રવણ, મનન શુભ ભાવે રે, લઘુતા, સમતા, ધ્યાન, એકતા, ભક્તિ-ભાવ ઉર આવે રે. શ્રીમદ્ અર્થ :- પરમકૃપાળુદેવને ભક્તિભાવે હું વંદન કરું, તેમની આજ્ઞાનું સેવન કરું, તેમના ગુણોનું કીર્તન એટલે ભજન કરું, તેમના અંગોનું પૂજન કરું, તેમના ઉપદેશનું શ્રવણ કરું, તેમના કહેલા તત્ત્વોનું શુભ ભાવે મનન કરું. તેના ફળસ્વરૂપ લઘુતા, સમતા, ગુણ પ્રગટાવી પુરુષના વચનનું વિચારરૂપે ધ્યાન કરું; આત્મજ્ઞાન થયે આત્મધ્યાન પ્રગટાવી ભગવાનના સ્વરૂપ સાથે એકતા કરું. એવો ભક્તિભાવ પ્રભુની વીતરાગમુદ્રા જોતાં હૃદયમાં ઉભરાઈ આવે છે, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. રાા ભવસાગરમાં ડૂબકાં ખાતાં પુણ્યહીન આ પ્રાણી રે, નિજ દુખને ના લેશ સમજતાં પીવે ખારાં પાણી રે. શ્રીમદ્ અર્થ - જગતના પુણ્યહીન જીવો આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબકા ખાય છે. છતાં જન્મ જરા મરણરૂપ દુઃખોના કારણોને લેશ પણ જાણતા નથી. જાણવાની તેમને ગરજ પણ જણાતી નથી, અને સમુદ્રના ખારા પાણી જેવા ઇન્દ્રિયસુખોને ભોગવી તૃપ્તિ માને છે. સા. સંસાર-સ્વરૃપ સમજાવે સદ્ગુરુ કરુણા ઉરમાં આણી રે, પોતે પોત સમા તરી, તારે ? સગુરુની એંઘાણી રે. શ્રીમદ્ અર્થ :- નિષ્કારણ કરૂણાશીલ એવા શ્રી સદ્ગુરુ ભગવંત હૃદયમાં દયા લાવી સંસારનું ભયંકર દુઃખમય સ્વરૂપ સમજાવે છે. પોતે શ્રી ગુરુ, પોત એટલે જહાજ સમાન બની સ્વયં તરે છે અને તેમની આજ્ઞાએ ચાલનાર જીવોને પણ તારે છે. એ જ સદ્ગુરુ ભગવંતની એંઘાણી અર્થાત્ નિશાની છે. જો મદ્ય-નિશામાં નિજ ઘર ભૂલી ખાળ વિષે આળોટે રે, અંઘો ભાન વિના બકતો બહુ કહે: “સૂતો હું ખાટે રે.” શ્રીમદ્ અર્થ – સંસારી જીવ મોહરૂપી દારૂના નશામાં પોતાનું આત્મઘર ભૂલી પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy