SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ પ્રાવધ-વિવેચન ભાગ-૨ ભવજળમાં ના હું ઠૂંબું જી, બની આપનો પુત્ર, દીઘું રાજ્ય દર્દીપાવિયું જી, શીખવો સંયમ-સૂત્ર રે.’’ ભગવન્ '' અર્થ :— આપ જેવા પિતાનો પુત્ર થઈ હું સંસારસમુદ્રમાં ભ્રમણ કરું તો બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શો ફેર ? આપે જે આ ભૌતિક રાજ્ય આપ્યું તે દીપાવ્યું પણ હવે હું સંસારરૂપી જળમાં ડૂબી ન જાઉં માટે મને સંયમપાલન કરવાનું સૂત્ર શીખવો જેથી મારો ઉદ્ઘાર થાય. ૫૨ રાજ્ય-ભાર દઈ પુત્રને જી, દીક્ષા લે સૌ મિત્ર, તપ-અભ્યાસે દીપતા જી, સુણે વાી પવિત્ર રે. ભવિજન અર્થ :— વંશમાં સૂર્ય જેવા ચક્રવર્તીએ પુત્રને રાજ્ય-ભાર સોંપી દઈ, બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ મિત્રો સાથે તથા સુયશા સારથિ સાથે દીક્ષા ગ્રહણ કરી, માોપવાસાદિ તપ કરી દૈદિપ્યમાન રહેતા હતા અને ભગવંત તીર્થંકરની વાણીરૂપી અમૃતનું પાન કરતાં આનંદિત રહેતા હતા. પા વજ્રનાભ આરાધતા જી, વીશે સ્થાનક પૂર્ણ, તીર્થંકર-પદ-બીજનાં જી, કરવા કર્યાં ચૂર્ણ રે, ભવિજન અર્થ :– વજ્રનાભ ચક્રવર્તી સર્વ કર્મોને નષ્ટ કરવા માટે તીર્થંકર પદ પ્રાપ્તિના બીજ સમાન વીશ સ્થાનકોને પૂર્ણ પણે આરાઘવા લાગ્યા. તે અરિહંત પદ, સિદ્ધપદ, પ્રવચનપદ, આચાર્યપદ, સ્થવિરપદ, ઉપાઘ્યાયપદ, સાધુપદ, જ્ઞાનપદ, દર્શનપદ, વિનયપદ, ચારિત્રપદ, બ્રહ્મચર્યપદ, સમાધિપદ, તપપદ, દાનપદ, વૈયાવચ્ચપદ, સંયમપદ, અભિનવજ્ઞાનપદ, શ્રુતપદ અને તીર્થપદ છે. એ પદોને સંપૂર્ણ આરાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ।।૫૪૫ વજ્રનાભ પ્રશંસતાં જી, બાહુ સુબાહુઁ ભાઈ, સેવા-તત્પર તે હતા જી, અતિશય પુણ્ય કમાય રે. ભવિજન॰ અર્થ :– વજ્રનાભ મુનિએ એકવાર બાહુમુનિ અને સુબાહુ મુનિની, બીજા મુનિઓ પ્રત્યે ભાવથી સેવા કરતા જોઈ પ્રશંસા કરી. તે બન્ને મુનિઓએ સેવા કરવાથી અતિશય પુણ્યની કમાણી કરી. બાહુ મુનિએ વૃદ્ધ મુનિઓને આહારપાણી લાવી આપવાથી ચક્રવર્તીના ભાગફળને ઉપાર્જન કર્યું. અને સુબાહુ મુનિએ સેવા ચાકરી વડે તપસ્વી મહાત્માઓને સુખશાંતિ ઉપજાવાથી ચક્રવર્તી કરતાં પણ વિશેષ બાહુબળ ઉપાર્જન કર્યું. ॥૫॥ પીઠ મહાÖઠ જે ભણે જી સુણી મનમાં દુભાય, ઈર્ષા મનમાં રાખતા જી, પણ ના કહી શકાય રે, ભવિજન અર્થ – બાહુ, સુબાહુ મુનિની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા કે જે પ્રગટ ઉપકાર કરે તેની જ પ્રશંસા થાય છે. આપણે તો આગમનો સ્વાઘ્યાય કરવામાં તત્પર હોવાથી તેમને કંઈ ઉપકારી થયા નહીં; તેથી આપણી કોષ્ઠ પ્રશંસા કરે ? અથવા સર્વ લોકો પોતાના કાર્ય કરનારાની જ પ્રશંસા કરે છે. એમ વિચારી મનમાં ઈર્ષા રાખતા હતા, પણ કોઈને કહી શકતા નહોતા. ।।પા માયા-મિથ્યા-ભાવથી જી, બે બાંધે સ્ત્રી-વેદ, અનશન આદરી સર્વ તે જી, આણે આયુ-છંદ રે, ભવિજન
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy