SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પછી સર્વ સેના સમક્ષ બાહુબલિ વિશાળ એવા બોલો બોલવા લાગ્યા કે હે યોદ્ધાઓ! મોટી સેનાની ભરતેશ્વરે ભરતી કરી છે, પણ તેમાં કાંઈ માલ નથી એમ માનશો. ||૧૪ રાત્રે તારા રે ગગને બહું દસે, રવિ ઊગ્ય રહે કોય? મોટા વનમાં રે વૃક્ષો બહુ છતાં, ડરે દાવાનલ તોય? જાગો અર્થ - રાત્રે આકાશમાં તારા ઘણા દેખાય પણ સૂર્ય ઊગ્યે શું તે રહી શકે? મોટા વનમાં વૃક્ષો ઘણા હોવા છતાં શું દાવાનલ તેનાથી ડરે? ૧૫ના કામ-વિકારો રે કલ્પિત-સુખના, વિવિઘ બતાવે વેશ, ધ્યાની-મુનિ રે ધ્યાન-હુતાશને, બાળે ક્ષણમાં અશેષ, જાગો અર્થ - કામ-વિકારો મનમાં ઊભરાય ત્યારે કલ્પિત સુખના અનેક પ્રકાર બતાવે. પણ ધ્યાન કરતા મુનિ તેને ધ્યાનરૂપી હુતાશન એટલે અગ્નિમાં સર્વને બાળી નાખી ક્ષણમાં નષ્ટ કરી દે છે, કિંચિત્ પણ શેષ રહેવા દેતા નથી. ૧૬ાા ટોળેટોળાં રે હરણ, શિયાળનાં ટકે ન સિંહ સન્મુખ, નાગ-આકારે રે રસ્તા રોકીને, દીપાવો જનની-કૂખ.” જાગો. અર્થ – હરણ કે શિયાળના ભલે ટોળેટોળાં હોય પણ તે સિંહ સન્મુખ ટકી શકે નહીં. તેમ તમે બઘા નાગ આકારે સર્વ રસ્તાઓને રોકી દઈ તમારી માતાની કૂખને દીપાવો જેથી તમારી શૂરવીરતાનું પ્રદર્શન થાય. /૧૭ના. પાસે સૈન્યો રે બન્ને ય આવતાં, ચળકે આયુથ સર્વ, મહાસાગરે રે જાણે રવિ-કરે, મોજાં ઝળકે અપૂર્વ. જાગો અર્થ :- બન્ને સૈન્યો પાસે આવતાં સર્વના હથિયારો ચળકવા લાગ્યા. જાણે મહાસાગરમાં રવિ કરે એટલે સૂર્યના કિરણથી અપૂર્વ રીતે મોજાં ઝળકતા હોય તેમ દેખાવ થયો. ૧૮ સેના ભારે રે ઘરા ઘુજાવતી, જાણે જળમાંહિ નાવ, ગર્વ-મદિરા રે સર્વ પીવે શૂરા, બન્યા મરણિયા સાવ. જાગો અર્થ :- ભારે સેના પૃથ્વીને ધ્રુજાવતી હતી. જાણે જળમાં નાવ ચાલવાથી પાણી ધ્રુજે તેમ. તથા અભિમાનરૂપી દારૂપીને બઘા શૂરવીરો સાવ મરણિયા બન્યા હતા. “એક મરણિયો સોને ભારે પડી જાય તેવું દ્રશ્ય જણાતું હતું. ૧૯ો સેનાપતિના રે હુકમન જ જુએ, સેના સઘળી ય રાહ, ત્યાં તો ગગને રે મોટો ધ્વનિ થયો, વાળ વૃત્તિ-પ્રવાહ. જાગો અર્થ - સેનાપતિના જ હુકમની રાહ જોતી સઘળી સેના રણક્ષેત્રે ઊભી હતી. ત્યાં તો આકાશમાં મોટો અવાજ થયો જેથી બઘાની વૃત્તિનો પ્રવાહ તે તરફ વળ્યો. ૨૦ાા. બન્ને સેના રે હમણાં સુણે સ્વરો: “જે કોઈ છોડે રે બાણ, તેને દેવો રે દે છે મહાસ્વરે ઋષભ પ્રભુની રે આણ.” જાગો.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy