SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૯ મને બચાવી જેમણે હાથીથી ઉદ્યાને રે, ગઈ રાત્રે સ્વપ્ન મળ્યા, મળશે મન અનુમાને રે, ૧૦૪ અર્થ :- મને ઉદ્યાનમાં હાથીથી હણાઈ જતાં જેણે બચાવી એ પુરુષ પર મને અનુરાગ છે. ગઈ રાત્રે સ્વપ્નમાં પણ તે મળ્યા. તેથી અનુમાનથી લાગે છે કે તેમનો મને મેળાપ થશે. ૧૦૪l દુઃખની વાતો દુઃખીને કરી આશ્વાસન પામું રે કામપાલ મુખ ખોલીને જુએ તેના સામું રે. ૧૦૫ અર્થ - તારું મન જેમ વસંતમાં છે તેમ મારું મન પણ તે પુરુષમાં છે. પણ દૈવ વિપરીત હોવાથી આપણે બન્ને દુઃખી છીએ. દુઃખની વાતો દુઃખીને કરવાથી બન્નેને આશ્વાસન મળે છે માટે આ વાત કરું છું. તેટલામાં કેસરાના વેષે રહેલા કામપાલે ઘૂંઘટ ઊંચો કરી તેના સામે જોયું. ૧૦પા એકબીજાને ઓળખે, છાનામાના ફાવ્યાં રે વસંતના નિવાસમાં જઈ, આ પુરમાં આવ્યાં રે. ૧૦૬ અર્થ :- એકબીજાને તરત ઓળખી ગયા. છાનામાના ફાવી ગયા. ત્યાંથી બન્ને નીકળી જઈ વસંતના નિવાસમાં આવી હવે ચારેય જણા આ નગરમાં આવેલ છે. I૧૦૬ાા અભુત ભેટો તે ઘરે દેખી નહિ જે પૂર્વે રે, વગર ઓળખાણે તમે સંઘરી; લ્યો સુખ સર્વે રે.” ૧૦૭ અર્થ – હે રાજન! તેઓ ચારે જણા પૂર્વભવમાં વણિક હતા ત્યારે ભાથું ઉપડાવવા તમને સાથે લઈ રત્નદીપે ગયા હતા. તે પૂર્વના સ્નેહ સંસ્કારથી નિત્ય આવી પૂર્વે જોઈ નથી એવી અદ્ભુત પાંચ વસ્તુઓ તમને ભેટ કરે છે. જે વસ્તુઓ વગર ઓળખાણે તમે સંઘરી રાખી છે. તે સર્વ વસ્તુઓનો આ ઇષ્ટ જનની સાથે તમે ભોગવવાને સમર્થ થશો. કેમકે એ પુણ્ય ઉપાર્જનમાં બઘાનો સાથ છે. હવે બઘા મળી સર્વ સુખી થાઓ. પ્રભુના આવા વચન સાંભળી રાજા કુરુહરિ જાતિસ્મરણજ્ઞાન પામ્યો અને ભગવંતને નમી વસંત આદિ ચારેયને સહોદરની જેમ સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દેવતાઓ વગેરે પણ પ્રભુને નમી સહુ પોતપોતાને સ્થાનકે ગયા. ||૧૦શા. અનેક દેશે વિચરી સમેત-શિખરે આવે રે, પ્રભુ અયોગી-યોગથી મોક્ષનગર સિગાવે રે. ૧૦૮ અર્થ - ભગવાન શાંતિનાથ પણ અનેક દેશમાં વિચરી જીવોનું કલ્યાણ કરી અંતે સમેત શિખરે પઘાર્યા. ત્યાં નવસો મુનિઓની સાથે એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી અંતે ચૌદમું અયોગી ગુણ સ્થાનક પ્રાપ્ત કરી મોક્ષ નગરે પધાર્યા. પ્રભુએ કૌમારપણામાં, માંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં પ્રત્યેક પચીસ પચીસ હજાર વર્ષો વ્યતીત કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. /૧૦૮ની દેવ મહોત્સવ આદરે, ભક્તિ કરી હરખાતા રે, શાંતિનાથ-ગુણગાનથી પુણ્ય ખરીદી જાતા રે. ૧૦૯ અર્થ - પ્રભુ મોક્ષે પધારવાથી દેવોએ પ્રભુના મોક્ષ કલ્યાણકનો મહોત્સવ આદર્યો. ભગવાનની ભક્તિ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy