SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૬૭ શંકા-શલ્ય નિવારવા, ખરી વાત કરાવું યાદ રે, ખરી. નંદનવનમાં દેખિયા ખરી. દેવ વિના વિવાદ રે, ખરી. અર્થ :- શંકારૂપી શલ્ય એટલે કાંટાને દૂર કરવા માટે હું આપને એક વીતેલી વાત યાદ કરાવું છું. એક વાર આપણે બાલ્યાવસ્થામાં નંદનવનમાં ગયા હતા. ત્યાં એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. એ વિવાદ વગરની સત્ય હકીકત છે. રા. દેવે વાત કરી હતી : ખરી. “અતિબળ-ઑવ હું દેવ રે, ખરી. પિતામહ તારો હતો, ખરી. ફળ દીઠું સ્વયમેવ રે. ખરી અર્થ :- વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું કે હું અતિબળ નામે તારો પિતામહ એટલે દાદા હતો. હવે હું દેવ થયેલો છું. મેં સ્વયં આ સંસારના કડવા ફળ જોયેલા છે. સા. પેઠે નઠારા મિત્રની, ખરી, તજ્યા હતા. મેં ભોગ રે, ખરી. ગ્રહી દીક્ષા બહુ ભાવથી, ખરી. વિષય-સુખો ગણી રોગ રે. ખરી અર્થ :- રાજ્ય અવસ્થામાં આ ભોગોને નઠારા મિત્રોની પેઠે તૃણ સમાન જાણી તજી દઈ, બહુ ભાવથી મેં દીક્ષા ગ્રહણ કરી હતી. પછી પાંચ ઇન્દ્રિયના વિષય સુખોને હું રોગ સમાન જાણતો હતો. I/૪ વ્રત-મંદિરના કળશ સમ, ખરી. કરી મરણ સંન્યાસ રે, ખરી. ઘર્મ-પ્રભાવે પામિયો, ખરીલાંતવ-દેવ-વિલાસ રે. ખરી અર્થ:- અંત સમયે વ્રતરૂપી મંદિર ઉપર કળશ ચઢાવા સમાન સંન્યાસ મરણ એટલે સમાધિમરણ કરવાથી ઘર્મના પ્રભાવે હવે હું છઠ્ઠી લાંતવ નામના દેવલોકનો અધિપતિ થઈ તેના વિલાસને પામ્યો છું. /પાના તમે હજી સંસારનું-ખરી. નથી સમજતા રૂપ રે- ખરી. છતાં પ્રમાદી ના રહો, ખરી. ભવ માનો દુઃખ ફૂપ રે.' ખરી અર્થ - તમે હજી આ સંસારના વિષમ સ્વરૂપને સમજતા નથી. છતાં આ અસાર સંસારને દુઃખના કૂવા સમાન જાણી કદી પ્રમાદી રહેશો નહીં. કા અંતર્ધાન પછી થયા-ખરી. ઘનમાં વિજળી જેમ રે. ખરી સ્મરણ પિતામહનું કરી, ખરી પરભવ માનો એમ રે.” ખરી અર્થ :- ઉપર પ્રમાણે વાત કરી, તે દેવ આકાશમાં જેમ વીજળી અંતર્ધાન થઈ જાય તેમ અલોપ થઈ ગયા હતા. માટે મહારાજ ! આપના પિતામહનું વચન સ્મરણ કરીને “પરલોક છે' એમ માનો. જ્યાં દેવલોક છે એવું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ થયું ત્યાં શંકાને સ્થાન રહેતું નથી. શા કહે નૃપતિ : “સારું કર્યું, ખરીપ્રસંગ આવ્યો યાદ રે. ખરી ઘર્મ-અધર્મ-ફળો મળે- ખરી, પરભવે નિર્વિવાદ રે.” ખરી, અર્થ :- હવે રાજા કહે : તમે મને સારું કહ્યું. મને પણ તે પ્રસંગ યાદ આવી ગયો. ઘર્મ અઘર્મના પરભવમાં ફળ મળે છે એ વાત નિર્વિવાદ સમજાઈ ગઈ. હવે હું પરલોકને માન્ય કરું છું. દા સ્વયંબુદ્ધ ફરથી કહે - ખરી “પૂર્વજ નૃપ કુરુચંદ્ર રે-ખરી નિર્દય પાપી તે હતો-ખરી થયો સુત હરિશ્ચંદ્ર રે. ખરી
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy