SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ ૪૫૬ કેટલાય થઈ ગયા છતા જીવને આ વાત હજ્જુ ગળે ઊતરતી નથી. તે ખરેખર વિચારવા જેવું છે. ૪ા વિષય-વિષ વ્યાપી જતાં, તિ-વિચાર ન આવે રે, ધર્મ-મોક્ષ જીવ વીસરે, કામ-અર્થ મન લાવે રે. પ્રભુ = અર્થ :– પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિશ્વ વ્યાપી જવાથી આત્મા મૂર્છા પામી જાય છે. તેથી પોતાના હિતનો વિચાર તેને આવી શકતો નથી. તે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને વિસરી જઈ પાપરૂપ એવા કામ, અને તેને માટે અર્થ એટલે ધન કમાવવાના પુરુષાર્થમાં જ મનને લગાવી નિશદિન મંડ્યો રહે છે. ।।૪૪। નભવ સફળ કરું હવે, રાજ્ય-ભાર આ છોડી રે, પુત્રોત્સવ-ફળ આ ગણું, વત્સલતા સૌ તોડી રે.’ પ્રભુ અર્થ : – હવે હું આ રાજ્યભારને છોડી, દુર્લભ માનવદેહમાં સદેવગુરુધર્મનો યોગ મળવાથી તેને સફળ કરું, એમ શતબલ રાજા વિચાર કરે છે. પુત્ર મળ્યાનું ફળ સંસાર ત્યાગ છે; એમ માની હવે સર્વ કુટુંબ આદિ પ્રત્યેની વત્સલતાનો ત્યાગ કરું. ।।૪૫ણા અભિષેક કરી, પુત્રને નૃપ-પદવી શુભ દીઘી રે, શમ-સામ્રાજ્ય વધારવા પોતે દીક્ષા લીધી રે પ્રભુ = અર્થ :— પુત્ર મહાબળકુમારનો રાજ્યાભિષેક કરી તેને રાજાની શુભ પદવી આપી, ન્યાયનીતિયુક્ત રાજ્ય હોવાથી તે સમયમાં રાજાની પદવી શુભ ગણી શકાય. પછી પિતા શતબળ રાજાએ પોતાના આત્માનું ક્રાયશમનરૂપ શમનું સામ્રાજ્ય વધારવા માટે આચાર્યના ચરણ સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. ||૪|| * મહાબળ નૃપ થીવને, પૂર્ણચંદ્ર સમ શોભે રે, સભા વિષે મંત્રી વદે, વંદન કરી અક્ષોભે રે પ્રભુ અર્થ :– હવે મહાબળરાજા યૌવનવયમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભવા લાગ્યા. સ્વચ્છંદથી વિષયક્રીડામાં આસક્ત થવાથી તેમને મન રાત્રિ દિવસ સરખા લાગવા લાગ્યા. એક દિવસ રાજસભામાં સ્વયંબુદ્ધ, સંભિન્નમતિ, શતતિ અને મહામંત એ ચાર મુખ્યમંત્રીઓ બેઠા હતા. ત્યારે સ્વામીભક્ત સમ્યવૃષ્ટિ એવો સ્વયંબુદ્ઘ મંત્રી વિચારવા લાગ્યો કે અહો! અમે જોતાં છતાં આ વિષયવિનોદમાં વ્યગ્ર બનેલા અમારા સ્વામીનો જન્મ વૃથા જાય છે, દુષ્ટ ઘોડાઓની જેમ ઇન્દ્રિયોથી હરણ થાય છે; તેની ઉપેક્ષા કરનારા એવા અમને ધિક્કાર છે! એમ વિચારી સર્વ બુદ્ધિમતોમાં અગ્રણી એવો સ્વયંબુદ્ધુ મંત્રી રાજાને વંદન કરી અક્ષોભ એટલે સ્થિરમનથી નીચે પ્રમાણે કહેવા લાગ્યો. ।।૪૭।। “અગ્નિ સમ તૃષ્ણા વઘુ વિષય-ભોગ રૂપ કાઠે રે, દુર્જન, વિષ, વિષયો, અહિં નાખે જીવને કરે રે. પ્રભુ અર્થ :— હે રાજન! આ વિષય ભોગરૂપ લાકડા નાખવાથી, તૃષ્ણારૂપી અગ્નિ વિશેષ વૃદ્ધિ પામે = છે. તેમ આ સંસારને વિષે વિષયસુખથી ક્યારેય પણ જીવ સૃષ્ટિ પામતો નથી. દુર્જન, વિષ, ઇન્દ્રિયના વિષયો કે અહિ એટલે સર્પ આદિ ઝેરી પ્રાણીઓનો સંગ જીવને કષ્ટમાં જ નાખે છે. ૪૮ કામ-પરિચય-પ્રિયતા, ટુ-સુખ વલૂર્યું રે, પરિણામે દુઃખ-વૃદ્ધિ દે, આત્મ-દિવ્યતા ચૂરે રે. પ્રભુ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy