Page #1
--------------------------------------------------------------------------
________________
પાંચમું – દેશવિવિ ગુણસ્થાનક
મુનિ શ્રી નરવાહનવિજયજી
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ઉપશમ પામે છે તે ઉપશમ સમકીતની સાથે જ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકને પામી શકે છે. આથી જે જીવો ઉપશમ સમીકીત પામી ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકે અટકી જવાના હોય એ જીવોને પહેલા ગુણસ્થાનકે સાતે કર્મોની સ્થિતિ સત્તા અંતઃ કોટાકોટી સાગરોપમની હોય છે તેના કરતાં જે જીવો ઉપશમ સમકીતની સાથે જ દેશવિરતિના પરિણામને પામનારા હોય છે તે જીવોને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા સાતે કર્મોની ઓછી થાય ત્યારે જ તે જીવો દેશવિરતિ રૂપે પાંચમાં ગુણસ્થાનકને પામી શકે છે. એવી જ રીતે કર્મગ્રંથના મતના અભિપ્રાયે કે સિધ્ધાંતના મતના અભિપ્રાયે ચોથા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકીતને પામેલા હોય છે તે જીવો વિશુધ્ધિમાં વધતાં વધતાં જ્યારે સાતે કર્મોની સ્થિતિ સત્તા સંખ્યાતા પલ્યોપમ જેટલી ઓછી. કરે ત્યારે એ જીવો દેશવિરતિના પરિણામને પામી શકે છે. એવી જ રીતે ચોથા ગુણસ્થાનકે કોઇ જીવ (કેટલાક જીવો) ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરીને સત્તામાં રહેલા સાતે કર્મો જે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિવાળા રહેલા છે તેમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી ન થાય ત્યાં સુધી એ જીવો પણ દેશ વિરતિના પરિણામને પામી શકતા નથી.
આ દેશવિરતિનો પરિણામ મનુષ્યો અને સન્ની પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા હોય તેઓ જ પામી શકે છે. સદા માટે જગતમાં દેશવિરતિ વાળા તિર્યંચો અસંખ્યાતા. વિધમાન હોય છે. આ તિર્યંચો મોટા ભાગે અઢી દ્વીપની બહારના ભાગમાં રહેલા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને વિષે હોય છે. જ્યારે દેશવિરતિ પરિણામવાળા મનુષ્યો નિયમાં સંખ્યાતા હોય છે અને તે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં હોય છે. પાંચ ભરત ક્ષેત્રો-પાંચ એરવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ પંદર ક્ષેત્રોમાં હોય છે.
દર પંદર દિવસે ઓછામાં ઓછો એક જીવ દેશવિરતિના પરિણામને પામતો હોય છે.
દેશવિરતિ એટલે દેશથી વિરતિ. બાર પ્રકારની અવિરતિમાંથી પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાયનો વધ અને પાંચ ઇન્દ્રિયો અને છ મન આ છને પોત પોતાના વિષયમાં જોડવી એમ અગ્યાર અવિરતિનું પચ્ચકખાણ હોતું નથી.
એક માત્ર ત્રસકાયનો જે વધ એની સંપૂર્ણ વિરતિ હોતી નથી પણ જાણી બુઝીને નિરપરાધી એવા ત્રસ જીવોને મારે પોતે હણવા નહિ એટલે મારવા નહિ અને કોઇની પાસે હણાવવા નહિ એટલે મરાવવા નહિ આટલી જ વિરતિ હોય છે. બાકીનાં જીવોની વિરતિ ગૃહસ્થને હોતી નથી માટે દેશથી વિરતિ રૂપ પચ્ચક્ખાણ હોવાથી દેશવિરતિ કહેવાય છે. આટલા વિરતિના પચ્ચકખાણ પણ સંખ્યાતા. પલ્યોપમ જેટલા કર્મનો ક્ષય થાય ત્યારે જ જીવને પેદા થાય છે.
શંકા (કચ્છ:)- સાગરોપમના આયુષ્યવાળા જે દેવો હોય છે તે દેવોને સંખ્યાના પલ્યોપમ જેટલી સ્થિતિ સાતે કર્મોની ભોગવીને તો નાશ પામી શકે છે તો એટલી સ્થિતિ ઓછી થાય ત્યારે એ
Page 1 of 211
Page #2
--------------------------------------------------------------------------
________________
દેવોને દેશવિરતિનો પરિણામ પેદા થવો જોઇએને ? છતાંય એ પરિણામ દેવોને આવતો જ નથી એનું શું કારણ ?
ઉત્તર- તમારી વાત સાચી છે દશ કોટાકોટી પલ્યોપમ = એક સાગરોપમ થાય છે એવા સાગરોપમના આયુષ્યવાળા જીવોને સંખ્યાના પલ્યોપમ કાળ પસાર થાય ત્યારે સાતે કર્મોની સ્થિતિ જરૂર ઓછી થઇ શકે છે પણ જ્યાં દેશ વિરતિના પરિણામને લાયક જીવ પહોંચે તેના અંતર્મુહૂર્ત પહેલા એવા તીવ્ર જોરદાર પરિણામ પેદા થાય કે જેના કારણે જેટલી સ્થિતિ ભોગવાઇ હોય એટલી સ્થિતિ તે વખતે અવશ્ય બંધાઇ જાય છે અને પાછી એટલીને એટલી સ્થિતિ બની જાય છે માટે દેશવિરતિના પરિણામ આવી શકતા નથી આના કારણે દેવોને નિયમાં એકથી ચાર ગુણસ્થાનક જ હોય છે.
આ દેશવિરતિનો પરિણામ મનુષ્યને અને તિર્યંચને પેદા થાય છે અને તે આઠ વરસની ઉંમર પછી જ પેદા થઇ શકે છે આથી દેશવિરતિના પરિણામનો જઘન્ય કાળ એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વરસ ગણાય છે એટલે કે પૂર્વક્રોડ વરસમાં આઠ વરસ ન્યૂન જાણવા. ચોરાશી લાખ વરસ x ચોરાશી લાખ = એક પૂર્વ વરસ થાય છે એવા ક્રોડ પૂર્વ વરસ સુધી આ દેશવિરતિનો પરિણામ જીવોને ટકી શકે છે. આ ગુણસ્થાનકને પામેલા જીવો એ પરિણામને ટકાવવા માટે કેવો પુરૂષાર્થ કરતાં હોય છે. જીવન કેવી રીતે જીવતા હોય છે એ જણાવાય છે.
પંચમ સોપાન – દેશવિરત
જેમના પવિત્ર હૃદયમાં સર્વાત્મભાવની ભાવના ફ્રી રહેલી છે, અને જેમની મનોવૃત્તિ સર્વદા આહંતપદનું ધ્યાન કરી રહેલ છે, એવા આનંદ સ્વરૂપ આનંદસૂરિગંભીરસ્વરથી બોલ્યા- “ભદ્ર, આ નિર્મળ નીસરણી તરફ દ્રષ્ટિ કરી પાંચમા સોપાન તરફ લક્ષ્ય આપ. એ સોપાનની આસપાસ જે દેખાવો આવેલા છે, તે કેટલીએક બોધનીય સૂચનાઓ આપે છે. તેની પાસે ત્રણ હીરાઓ આવેલા છે, તેઓમાં એક હીરો મધ્યપણે ચળકતો છે, અને બીજા બે હીરા ઝાંખા અને કૃષ્ણ રંગની ઝાયને પ્રસારતા નિસ્તેજ થતા દેખાય છે, અને તેમની વચ્ચે રહેલો પેલો હીરો ચળકાટમાં મધ્યમ રીતે વધતો જતો હોય તેમ દેખાય છે. જે બે ઝાંખા હીરાઓ છે, તે દરેકમાંથી કૃષ્ણ રંગના ચાર ચાર કિરણો નીકળતા જણાય છે. તે લક્ષ્યપૂર્વક જોવા જેવા છે. એ પગથીઆની આસપાસ મોટી આકૃતિવાળા દશ ચાંદલા અને સૂક્ષ્મ આકૃતિવાળા સડસઠ ચાંદલાઓ રહેલા છે. ભદ્ર, આ પગથીઆના દેખાવનો હેતુ જ્યારે તારા જાણવામાં આવશે, ત્યારે તને એક અજાયબી સાથે ઉત્તમ બોધનો લાભ થઇ આવશે. તારી માનસિક સ્થિતિમાં દિવ્ય અને આત્મિક આનંદનો લાભ થશે.”
સૂરિવરના આ વચન સાંભળી પવિત્ર વૃત્તિવાળા મુમુક્ષુએ એ પાંચમા પગથીઆ તરફ દ્રષ્ટિ નાંખી, અને આસપાસ તે પ્રદેશનું નિરીક્ષણ કર્યું. તે સોપાનનો સુંદર અને ચમત્કારી દેખાવ પ્રથમ દ્રષ્ટિમાં અને પછી હદયમાં આરોપિત કર્યો. ક્ષણવાર નિરીક્ષણ કર્યા પછી તે વિનોત વાણીથી બોલ્યો- “ભગવન, આપના કહેવાથી આ સોપાનનો દેખાવ અવલોક્યો છે. હવે કૃપા કરી તે હેતુપૂર્વક સમજાવો.”
આનંદસૂરિ ગંભીર અને મધુર સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ પાંચમું સોપાન તે પાંચમું દેશવિરતિ નામે ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં વર્તનારો જીવ દેશવિરતિ ધર્મનો ધારક હોય છે.
Page 2 of 211
Page #3
--------------------------------------------------------------------------
________________
સમ્યક પ્રકારે તત્ત્વના બોધથી જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ વૈરાગ્યને લઇને તે જીવ સર્વ વિરતિપણે ઇચ્છે છે, પરંતુ તે સર્વ વિરતિને નાશ કરનાર પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી તે જીવમાં સર્વવિરતિપણું પ્રાપ્ત કરવાનું સામર્થ્ય હોતું નથી, તે માત્ર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશવિરતિ સાધી શકે છે.”
જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યો. “મહાનુભાવ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશવિરતિ કેવી રીતે કહેવાય ? તે કૃપા કરી સમજાવો. દેશવિરતિના એ વિભાગ આજે જ મારા સાંભળવામાં આવ્યા.” આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, જે સ્થૂલ હિંસાનો ત્યાગ કરે, મધમાંસ વગેરેને છોડી દે, અને પંચ પરમેષ્ઠિ નમસ્કાર તથા સ્મરણાદિ આચરે તે જઘન્ય દેશવિરતિ કહેવાય છે. એ જઘન્ય દેશવિરતિ પ્રમાણે વર્તનારો શ્રાવક પણ જઘન્યશ્રાવક કહેવાય છે. જેમાં ક્ષદ્ર વૃત્તિનો ત્યાગ કરવામાં આવે. ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરી ધર્મની યોગ્યતાના સર્વગુણો ધારણ કરવામાં આવે, ગૃહસ્થ ધર્મને ઉચિત એવા ષટ્કર્મનું આચરણ અને બારવ્રતનો સ્વીકાર કરવામાં આવે, સદાચારવાનું તે મધ્યમ દેશવિરતિનું પ્રવર્તન ગણાય છે, અને તે પ્રમાણે વર્તનારો શ્રાવક પણ મધ્યમ શ્રાવક કહેવાય છે. જેમાં સર્વદાસચિત્ત આહારનો ત્યાગ કરવામાં આવે, પ્રતિદિન એકાસણું કરવામાં આવે, સદા બ્રહ્મચર્ય ધારણ કરવામાં આવે, હૃદયમાં નિરંતર મહાવ્રતો લેવાની ઇચ્છા રહ્યા કરે અને ગૃહસ્થના ધંધાની ઉપેક્ષા અથવા ત્યાગ કરવામાં આવે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ ગણાય છે, અને તે પ્રમાણે વર્તનારો શ્રાવક ઉત્કૃષ્ટ શ્રાવક ગણાય છે.”
ભદ્ર, મુમુક્ષ, આ પાંચમા ગુણસ્થાનમાં દેશવિરતિપણાનો યોગ હોવાથી તેનું દેશવિરતિ નામ પડેલું છે. આગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઉણી કોટી પૂર્વની છે. અહીં આરૂઢ થયેલા જીવનું વર્તન કેટલેક દરજે સારું ગણાય છે, અને તેને ધ્યાનનો સંભવ છે. ભદ્ર, જે આ પાંચમા સોપાનમાં ત્રણ હીરાઓ રહેલા છે, તે આહંત શાસ્ત્રમાં પ્રખ્યાત એવા ત્રણ પ્રકારના ધ્યાન છે. જે બે કૃષ્ણવર્ણના ઝાંખા હીરાઓ છે, તે આર્ત અને રૌદ્ર ધ્યાનનો દેખાવ છે, અને જે વચ્ચે ચળકાટમાં વધતો જતો હીરો છે, તે ધર્મધ્યાનનો દેખાવ છે. આ પગથીઆ ઉપર આવેલા જીવને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મંદ હોય છે, તેથી તેનો ઝાંખો દેખાવ આપેલો છે, અને જે મધ્યમ રીતે ચળકતો વચ્ચેનો હીરો છે,તે ધર્મધ્યાનનો મધ્યમ દેખાય છે, એટલે આગુણસ્થાન ઉપર વર્તનારા જીવને ધર્મધ્યાન મધ્યમ રીતે વધી શકે છે. ઉત્કૃષ્ટ રીતે વધી શકતું નથી. કારણકે, જો તે ઉત્કૃષ્ટ રીતે વધે તો પછી તેનામાં સર્વવિરતિપણું થવાનો પૂર્ણ સંભવ છે.
મમક્ષએ પ્રશ્ન કર્યો. “ભગવન, એ સુચના મારા જાણવામાં આવી, પરંતુ જે બે કૃષ્ણવર્ણી અને ઝાંખા હીરાઓમાંથી દરેકના ચાર ચાર કિરણો નીકળતા દેખાય છે, એ શું હશે ? તેની અંદર કાંઇ પણ ઉત્તમ હેતુ હોવો જોઇએ. તે સમજાવો.”
સૂરિવર્ય બોલ્યા- “ભદ્ર, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ચાર ચાર પાયા કહેલા છે. તે ચાર ચાર કિરણોથી એસૂચના આપે છે. આર્તધ્યાનનો પહેલો પાયો અનિષ્ટ યોગાત નામે છે. એટલે અનિષ્ટ (નહીં ગમતા) પદાર્થનો યોગ થવાથી જે આર્તધ્યાન થાય છે. બીજા પાયાનું નામ ઇષ્ટાયોગાર્ટ છે. એટલે ઇષ્ટ પદાર્થનો વિયોગ થવાથી જે આર્તધ્યાન થાય છે. ત્રીજા પાયાનું નામ રોગચિંતાd છે. રોગની પીડાથી ચિંતા થતાં જે આર્તધ્યાન થાય છે. અને ચોથા પાયાનું નામ અગ્રશૌચાર્ત છે. અંગ્રપણાથી શૌચપણે જે આર્તધ્યાન થાય છે. આ પ્રમાણે આર્તધ્યાનના મુખ્ય ચાર
Page 3 of 211
Page #4
--------------------------------------------------------------------------
________________
પાયા છે. અને આ શ્યામવર્ણના ચાર કિરણો તે પાયાની સૂચના કરે છે.”
વત્સ, જે બીજા હીરામાંથી ચાર કિરણો નીકળે છે, તે રૌદ્રધ્યાનના ચાર પાયા દર્શાવે છે. પહેલો પાયો હિસાનંદ રોદ્ર છે. હિંસા કરવાના આનંદને લઇને જે રીદ્રધ્યાન ધરવું તે. બીજા પાયાનું નામ મૃષાનંદ રૌદ્ર છે. મૃષા-મિથ્યા બોલવાના આનંદથી રૌદ્રધ્યાન કરવું તે. ત્રીજા પાયાનું નામ ચૌર્યાનંદ રૌદ્ર છે. ચોરી કરવાના આનંદવડે રૌદ્રધ્યાન કરવું તે. અને ચોથા પાયાનું નામ સંરક્ષણાનંદરીદ્ર છે પોતાનું અને પોતાના પદાર્થોનું રક્ષણ કરી આનંદ પામી રૌદ્રધ્યાન કરવું તે. આ પ્રમાણે રૌદ્રધ્યાનના ચાર પાયાઓને તે બીજા હીરાના શ્યામવર્ણવાળા કિરણો સૂચવી આપે છે આ દેશવિરતિ ગુણસ્થાનરૂપ સોપાન ઉપર વર્તનારા જીવને આ અન રૌદ્ર ઉભયધ્યાન પ્રાપ્ત થાય છે, પરંતુ જેમ જેમ દેશ વિરતિપણું વિશેષ થતું જાય છે, તેમ તેમ આર્ત અને રૌદ્રધ્યાન મંદ મંદ થતાં જાય છે. તે બંને હીરાઓમાં જે ઝાંખાપણું દેખાય છે તે તેને ધ્યાનની મંદતા સૂચવે છે.
“ભદ્ર, જે વચ્ચે ચળકતો હીરો છે, તે ધર્મધ્યાનને સૂચવે છે. જેમ જેમ દેશવિરતિપણું અધિક થતું જાય છે, તેમ તેમ ધર્મધ્યાન પણ મધ્યમ રીતે અધિક થતું જાય છે. ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અહિં થઇ શકતું નથી.”
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “મહાનુભાવ, આપે આ પાંચમાં ગુણસ્થાનમાં મધ્યમ પ્રકારે ધર્મ ધ્યાના કહ્યું, તે અહિં શી રીતે થાય, તે મારી પર પ્રસાદ કરી સમજાવો.”
સૂરિવર સસ્મિત વદને બોલ્યા- “ભદ્ર, દેશવિરતિપણાથી અંકિત થયેલો શ્રાવક પોતાના ગૃહસ્થ ધર્મને યોગ્ય એવા કર્મમાં પ્રવર્તે છે. તે ગૃહસ્થ શ્રાવક પોતાના ષટ્કર્મ, અગિયાર પ્રતિમા અને શ્રાવકના બાર વ્રત પાલવાને તત્પર રહે છે, જ્યારે પોતાના ગૃહસ્થ ધર્મમાં તે યથાર્થ રીતે પ્રવર્તે છે, ત્યારે તેનામાં અવશ્ય ધર્મધ્યાન પ્રાપ્ત થાય છે. તે ધર્મધ્યાન દેશવિરતિપણું હોવાથી મધ્યમ સ્થિતિમાં રહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવી શકતું નથી.”
“મહાનુભાવ, ગૃહસ્થ શ્રાવકના ષટ્કર્મ અને બાર વ્રત કયા ? તે સંક્ષેપમાં આપના મુખે સાંભળવાની ઇચ્છા છે.” મુમુક્ષુએ આનંદ પૂર્વક પૂછયું. સૂરિવરે મધુર વચને કહ્યું, કે જેનશાસ્ત્રોમાં તે નીચે મુજબ કહેલ છે.
હે વપૂના, પારિતો, સ્વાધ્યાય: સંયમતપ: || દ્વાનંતિ કૃદરથાનાં,
પર્યાળિ દ્રિને દ્દિને IIT” ભાવાર્થ :- “(૧) ગૃહસ્થ શ્રાવકે શ્રી વીતરાગ સર્વજ્ઞ પ્રભુની પ્રતિમાની પૂજા-ભક્તિ કરવી. (૨) ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ ગુરૂની સેવા કરવી. (૩) હંમેશાં અમુક સમય સુધી સ્વાધ્યાય કરવો. (૪) મન, વચન અને કાયાથી ઇંદ્રિયોનું દમન કરવું. (૫) યથાશક્તિ તપસ્યા કરવી. અને (૬) સાત ક્ષેત્રોમાં દાન આપવું. એ ષકર્મ ગૃહસ્થ શ્રાવકે હંમેશાં આચરવા જોઇએ.”
ગૃહસ્થ શ્રાવકે હંમેશા બાર વ્રત પાળવાના છે, તેમાં (૧) પહેલા વ્રતમાં સ્થૂલ હિંસાનો સર્વથા ત્યાગ કરવો, (૨) સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, (૩) સ્થૂલ ચોરીનો ત્યાગ, (૪) પરસ્ત્રીનો ત્યાગ, (૫) સ્થૂલ પરિગ્રહનું પરિમાણ કરવું, (૬) પોતાને જવા માટે દિશાનું અમુક પરિમાણ કરવું, (૭) ભોગોપભોગ કરવામાં નિયમ કરવો, એટલે ભક્ષ્યાભઢ્યનો નિયમ કરવો, (૮) અનર્થ દંડ વિરમણ, (૯) સામાયિક વ્રતનું ગ્રહણ કરવું, (૧૦) દેશાવકાશિક વ્રત, (૧૧) પૌષધોપવાસવ્રત કરવું અને (૧૨) અતિથિ સંવિભાગ-અતિથિનો સત્કાર કરવો. એ ગૃહસ્થ શ્રાવકના બાર વ્રત કહેલા છે. જો
Page 4 of 211
Page #5
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ષકર્મ અને બાર વ્રત ધારણ કરી પોતાના વ્યવહારમાં પ્રવર્તે તો દેશ વિરતિમાં ચડીઆતો થઇ ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ ભાવે સર્વ વિરતિનો અધિકારી બને છે.
મુમુક્ષ પ્રસન્ન થઇને બોલ્યો “ભગવદ્ ગૃહસ્થ શ્રાવકના ષકર્મ અને બારવ્રત આપના મુખથી સાંભળી મને અતિશય આનંદ થયો છે. જો કે તે વિષે હું યથાશક્તિ જાણતો હતો તો પણ આપની વાણીદ્વારા તે વાત જાણી મને અતિ આનંદ થયો છે. હવે આ પાંચમાં ગુણસ્થાન વિષેના દેખાવની સૂચના કૃપા કરી સંભળાવો.”
સૂરિવર ઉત્સાહથી બોલ્યા- “ભદ્ર જે આ સોપાનની આસપાસ મોટી આકૃતિવાલા દશ ચાંદલા, રહેલા છે, તે દશ કર્યપ્રકૃતિની સૂચના કરે છે. અપ્રત્યાખ્યાન ચાર કષાય, મનુષ્યગતિ, મનુષ્યનું આયુષ્ય, મનુષ્ય આનુપૂર્વી, પ્રથમ સંહનન, ઔદારિક શરીર, અને ઔદારિક અંગોપાંગ, આ સર્વ મળી દશ કર્યપ્રકૃતિનો આ ગુણસ્થાનમાં રહેલો જીવ બંધવ્યવચ્છેદ કરે છે, અને તે દશ મોટા ચાંદલાની પાસે બીજા સડસઠ ચાંદલાઓ છે. તે ત્યાં રહેલા જીવને કર્મનો સડસઠ પ્રકૃતિઓનો બંધ
સૂચવે છે.”
| મુમુક્ષુએ સૂક્ષ્મ દ્રષ્ટિથી પુનઃ અવલોકન કરી પુછ્યું “મહાનુભાવ, આ પગથીઆની આસપાસ ઝીણા ઝીણા કિરણો પડતા દેખાય છે એ શું હશે ?”
સૂરિવર બોલ્યા- “ભદ્ર, તારી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઇ હું પ્રસન્ન થયો છું. એ કિરણોમાં પણ એક ખાસ સૂચના રહેલી છે. એ કિરણો ઉપરથી ત્યાં રહેલા જીવને કર્મના ફ્લ ભોગવવાની અને કર્મપ્રકૃતિની સત્તાની સૂચના છે. તે ઉપરથી જાણવાનું છે કે, ચાર અપ્રત્યાખ્યાન, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનપૂર્વી, નરકનિક, દેવત્રિક બે વૈક્રિય, દર્ભગ, અનાદેય, અયશઃ કીર્તિ, એ સત્તર કર્મપ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી જીવ ત્યાં સત્યાશી કર્મપ્રકૃતિનું ફ્લ ભોગવે છે અને એકસો આડત્રીશ પ્રકૃતિની સત્તા છે. આ સૂચના પણ સારી રીતે મનન કરવા જેવી છે.”
મુમુક્ષ એ આનંદના આવેશથી જણાવ્યું, “ભગવન, આ પાંચમાં સોપાનને માટે જે ખ્યાન આપ્યું, તે સાંભળી મારા હૃદયની ભાવનામાં ઊંડી છાપ પડી છે. દેશવિરતિ ધર્મ પણ જો શુદ્ધ રીતે સાચવવામાં આવે તો તે આત્મિક ઉન્નતિનો ઉત્તમ માર્ગ દર્શાવે છે, અને અધમ દશામાંથી મુક્ત કરાવી અધ્યાત્મિક દશાનો મહા માર્ગ દર્શાવે છે, અને સર્વવિરતિપણાનો દિવ્ય સ્વાદ ચખાડી મોક્ષ માર્ગની સમીપ લઇ જાય છે, તેથી આ નીસરણીનું પાંચમું પગથીયું પણ ઇચ્છવા લાયક છે. સર્વ ગૃહસ્થ શ્રાવકો જો શુદ્ધ આચરણથી આ ગુણસ્થાન પર વિશ્રાંતિ કરે તો તેઓ તેમના જીવનની ખરેખરી વિશ્રાંતિ મેળવે છે.”
આનંદમુનિએ આનંદ ધરીને કહ્યું, “ભદ્ર, તારી ભાવના જાણી સંતોષ થાય છે. આવી ભાવનાઓને ભાવનારા આત્માઓ ભવ્ય જીવોમાં અગ્રેસર ગણાય છે, અને પોતાના મનુષ્ય જીવનને સાર્થક કરનારા થાય છે.”
વળી હે ભદ્ર, આ પાંચમા ગુણસ્થાન ઉપરનાં જે જે ગુણસ્થાન છે તેમાંથી તેરમું બાદ કરીને બાકીના સર્વ ગુણસ્થાનકોની પૃથક્ પૃથક્ અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિ છે, અને છઠું તથા સાતમું ગુણસ્થાન હિંડોળા સમાન હોવાથી તેનું ઉત્કૃષ્ટ કાલમાન દેશ ઉણું પૂર્વ કોટી વર્ષ છે. આ રીતે આ પંચમ મોક્ષપદ સોપાનનું સ્વરૂપ છે. હવે ઉપર છઠ્ઠા સોપાનને વિષે જે સૂચનાઓ છે, તે તને કહેવામાં આવશે, તે સાવધાન થઇ સાંભળજે. તારા હૃદયની ભાવના જાણી મને ઉપદેશ આપવાની વિશેષ
Page 5 of 211
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રીતિ ઉત્પન્ન થાય છે.
|| 31થ શ્રાવપpવ્રત ધિDIR || પ્રાણાતિપાતવિરતિ, મૃષાવાદવિરતિ, અદત્તાદાનવિરતિ, મૈથુનવિરતિ, અને પરિગ્રહવિરતિ તથા દિશિપ્રમાણ, ભોગોપભોગ પ્રમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ (એ શ્રાવકનાં ૧૨ વ્રત છે.) || ૧ ||
|| १ स्थूल प्राणातिपात विरमणव्रत ।।
જીવ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારનાં છે તેમાં (બાદર એટલે બસજીવની હિંસા તે) સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે છે તે પણ (સંકલ્પ હિંસા) સાપરાધિની અને નિરપરાધિની એમ બે પ્રકારે છે, તેમાં પણ (સાપરાધિની હિંસા) સાપેક્ષ-નિરપેક્ષ એમ બે પ્રકારે છે. (તેમાં નિરપેક્ષનું પ્રત્યાખ્યાન અને સાપેક્ષની જયણા છે.)
(૧) બુદ્ધિપૂર્વક હણવું. (તે વર્ય) (૨) ગૃહાદિ કાર્યમાં પ્રાસંગિક હિંસા થાય તેની જયણા) (૩) અપરાધથી વધુ શિક્ષા ન થઇ જાય તેવી સંભાળથી વર્તવું. (તેની જયણા)
(૪) જીવઘાતની દરકાર રાખ્યા વિના યથેચ્છ અધિક શિક્ષા કરવી.(તેનો ત્યાગ કરવાનો છે)
(૫) અર્થાત ગૃહસ્થને સંકલ્પપૂર્વક નિરપરાધીની નિરપેક્ષપણે બસજીવની હિંસા કરવાનો ત્યાગ હોય છે, અને શેષ વિકલ્પમાં જયણા હોય છે. ૨૦ વસાની દયામાંથી અર્ધ અર્ધ કરતાં ૧૫ વસાની દયા ગૃહસ્થને કહી છે તે પણ એ ચાર વિકલ્પથી થાય છે.
દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય (એ વિકલેન્દ્રિય જીવો) પ્રાણી કહેવાય, પ્રત્યેક વનસ્પતિનો સમૂહ ભૂત કહેવાય, સર્વે પંચેન્દ્રિયો જીવ કહેવાય, અને શેષ સ્થાવર વિગેરે (એટલે પૃથ્વીકાયાદિ) સત્વ કહેવાય. (એ જીવોની જુદી જુદી સંજ્ઞાઓ છે.) સૂક્ષ્મ જીવો જે લોકમાં સર્વત્રા વ્યાપ્ત થયેલા છે તે અથવા ચર્મચક્ષુથી જે ગ્રાહ્ય (દેખી શકાય એવા) નથી તે જાણવા, અને સ્થૂલા એટલે બસજીવો પણ જાણવા તે પણ ચગ્રાહ્ય અને ચક્ષુથી અગ્રાહ્ય એમ બે પ્રકારના છે. વધ, બંધ, અંગછેદન, અતિભાર ભરવો, અને આહારનો નિરોધ કરવો એ પાંચ અતિચાર પહેલા અણુ વ્રતને વિષે જાણવા. હિંસાનો સંકલ્પ તે સંરંભ કહેવાય, જીવને પરિતાપ-સંતાપ ઉપજાવવો તે સમારંભ કહેવાય, અને જીવને ઉપદ્રવ-વધ કરવો તે આરંભ કહેવાય. આ આરંભ આદિ ત્રણ ભેદ સર્વ વિશુદ્ધનયોની અપેક્ષાવાળા છે. એ ત્રણે ભેદમાંનો દરેક ભેદ આભોગથી અને અનાભોગથી એમ બે બે પ્રકારે છે અને તે સર્વભેદ અતિક્રમ, વ્યક્તિક્રમ, અતિચાર અને અનાચાર વડે વિચારવા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ ભેદના જે જીવો તેને મન, વચન અને કાયા વડે ગુણતાં ૨૭ ભેદ થાય છે. પુનઃ કરવું કરાવવું અને અનુમોદવું એ ત્રણે ગુણતાં ૮૧ ભેદ થાય, અને તે ૮૧ને પણ ત્રણ કાળવડે ગુણતાં ૨૪૩ ભેદ થાય. જીવ હિંસામાં વર્તતા જીવો સંસારચક્રમાં રહ્યા છતાં ભયંકર એવાં ગર્ભસ્થાનોમાં (ગર્ભમાં) તથા નરક અને તિર્યંચ જેવી દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે, ભ્રમણ કરે છે.
જો કે વિશુદ્ધનયો તો હજુસૂત્ર-શબ્દ-સમભિ-અને એવંભૂત છે, પરંતુ આસંકલ્પ તે સારંભ
Page 6 of 211
Page #7
--------------------------------------------------------------------------
________________
ઇત્યાદિ બાબતમાં તો નૈગમ-સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયો જ વિશદ્ધ છે. (વિશેષ સ્પષ્ટાથી વ્યવહારસૂત્રની વૃત્તિ તથા મૂળથી જાણવો)
અહિં (અહિંસા વિગેરેના) પરિણામનો દેશથી ભંગ હોય પણ સર્વથા ભંગ ન હોય (એક અપેક્ષાએ ભંગ અને એક અપેક્ષાએ અભંગ) એ પ્રમાણે ભંગ અને અભંગ (એ ઉભયમિશ્ર પરિણામ) તે અતિચારનું લક્ષણ છે એમ જાણવું. જે ઉત્કૃષ્ટ આરોગ્ય, અસ્તુલિત આજ્ઞા, પ્રગટ ઠકુરાઇ, અપ્રતિરૂપ (બીજા કોઇનુ નહિં એવું અસાધારણ) રૂપ, ઉજવલ કીર્તિ, ધન, યુવાની, દીર્ધ આયુષ્ય, અવંચક (સરળ પરિણામી) પરિવાર, હંમેશાં વિનયવાન પુત્રો એ સર્વ આ સચરાચર (જંગમ અને સ્થાવરમય) જગતને વિષે નિશ્ચયે દયાનું-અહિંસાનું ફળ છે. ધાન્યોના અને ધનના રક્ષણ અર્થે જમ વાડા વાડા વિગેરે કરાય છે તેમ અહિં સર્વે વ્રતો (મૃષાવાદવિરમણાદિ સર્વ વ્રતો) પ્રથમ વ્રતના રક્ષણ માટે કરાય છે. પલાલ સરખાં (તૃણવત્ નિ:સાર એવાં ક્રોડોગમે પદ ભણી ગયા તેથી શું, કે જે ભણવાથી “પરને પીડા ન કરવી” એટલું પણ ન જાણ્યું ? મેરૂ પર્વતથી મોટું કોણ છે ? સમુદ્રથી અધિક ગંભીર શું છે ? અને આકાશથી વિશાલ કોણ છે? તેમ અહિંસાધર્મથી બીજો મોટો ધર્મ કોણ છે ? || હરિ રઘુભ પ્રાતિપાત વિરમણવ્રતમ 1199-9ll
ll ૨ ચૂલમૃષાવાઃ વિરમણવ્રત ||
અલિક-અસત્ય વચન ન બોલવું, અને (અહિતકારી એવં) સત્યવચન હોય તોપણ ન બોલવું, કારણ કે જે પરને પીડકારી વચન સત્ય હોય તો પણ તે સત્ય ન જાણવું. મૃષાવાદ સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે, ત્યાં અહિં હાસ્યાદિકથી ઉત્પન્ન થયેલ હોય તે સૂક્ષ્મમૃશાવાદું, અને તીવ્ર સંકલેશથી ઉત્પન્ન થયેલ હોય તે રટ્યૂનમૃષાવાદું જાણવો.કન્યાનું ગ્રહણ ત દ્વીપદનું સૂચક છે, ગોનું વચન તે ચતુષ્પદોનું સૂચક છે, અને ભૂમિવચન તે સર્વ અપદનું અને ધન ધાન્યાદિકનું સૂચક છે. સહસા કલંક દેવું, રહસ્યદૂષણ, સ્વદારમ–ભેદ, કુટલેખકરણ અને મૃષાઉપદેશ એ પાંચ મૃષાવાદવિરમણવ્રતના અતિચાર છે. જેમ લાઉયનું (કડવી તુંબડાનું) એક બીજ ૧ ભાર જેટલા ગોળનો શીઘ્ર નાશ કરે છે,(ગળપણ તોડી કડવાશ કરે છે, તેમ અસત્ય વચન સમસ્ત ગુણ સમૂહનો નાશ કરે છે. લાખો સામુદ્રિલક્ષણો શ્રેષ્ઠ હોય પરન્તુ એક કાગડાના પગનું લક્ષણ પડતાં જેમ તે સર્વ લક્ષણો નકામાં થાય છે, તેમ અસત્યવચન સમગ્ર ગુણસમૂહને અપ્રમાણ કરે છે. સર્વ વિષમાં તાલપુટ નામનું વિષ અને સર્વ વ્યાધિઓમાં જેમ ક્ષેત્ર,વ્યાધિ (ગાંડાપણાનો વ્યાધિ) અવિચિકિત્સાવાળો (એટલે અસાધ્ય) છે, તેમ સમગ્ર દોષોમાં મૃષાવાદ દોષ મહા અસાધ્ય છે. અપ્રિયવાદી (એટલે અસત્યવાદી) જે જે જાતિમાં જાય-ઉત્પન્ન થાય છે તે જાતિમાં તે અપ્રિયવાદી થાય, સુંદર શબ્દો સાંભળે નહિ પરન્તુ નહિ સાંભળવા યોગ્ય બિભત્સ અને ભયંકર શબ્દો સાંભળે (એવા સંયોગોમાં ઉત્પન્ન થાય) અસત્ય વચન બોલવાથી (પરભવમાં) દુર્ગધી શરીરવાળો, દુર્ગધી મુખવાળો, અનિષ્ઠ વચનવાળો અનાદેયવચનવાળો તથા કઠોર વચનવાળો, જડ, એડક (બધિર), મૂક (મૂંગો), અને મન્સન (તોતડો) એટલા દાષવાળો થાય છે. તથા આ લોકમાં નિશ્ચયે અસત્યવાદી જીવો અસત્ય વચન બોલવાથી જીવ્હાછેદ વધ-બન્ધન-અપયશ-ધનનો નાશ ઇત્યાદિ દોષો પામે છે. ll તિ મૃષાવાદ વિરમણવ્રતમ્ II 9-૨૭ll
(આ ગાથાના અર્થનું તાત્પર્ય એ છે કે-મૃષાવાદ પાંચ પ્રકારે છે તેમાં પ્રથમ ન્યાભિ એ
Page 7 of 211
Page #8
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદ. તેમાં કન્યા શબ્દથી સર્વે દ્વિપદ એટલે દાસદાસી સંબંધિ મૃષાવાદ. બીજું મોલિ મૃષાવાદ તેમાં ગો શબ્દથી સર્વે ચતુષ્પદોનું એટલે પશુઓનું મૃષાવાદ, ત્રીજું
મૂંમ્યાલિ મૃષાવાદ તેમાં સર્વે અપદ (પગ વિનાના પદાર્થો) અને ધાન્ય ધન આદિનું મૃષાવાદ જાણવું. અહિં ત્રણ ભેદ કહ્યા પરંતુ ગ્રન્થોમાં ભૂખ્યલિક ન્યાસાપહાર અને કૂટ સાક્ષી એ ત્રણ ભિન્ન કરતાં પક્ષકાર થાય છે.
(૨)
(3)
(૪)
કોઇની છૂપી વાત જાહેર કરવી.
સ્ત્રીમિત્રાદિક મર્મ પ્રગટ કરવા.
મોટા લેખ કરવા.)
|| ३ स्थूल अदतादानविरमण व्रत ||
શ્રો આગમધર મહર્ષીઓએ સ્વામિઅદત્ત (વસ્તુના માલિકે નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે. સ્વામીવત્ત)
જીવઅદત્તતીર્થંકર અદત્ત-અને ગુરૂઅદત્ત એમ ૪ પ્રકારે અદત્તનું સ્વરૂપ કહ્યું છે. એમાં શ્રાવકોને સ્વામિઅદત્તનો સ્થૂલથી નિષેધ કર્યો છે, અને સાધુઓને તો જે કારણથી ચારે પ્રકારના અદત્તાદાનનો સર્વથા (સૂક્ષ્મથી પણ) નિષેધ છે. ચોરે આણેલું દ્રવ્ય રાખવું, ચોર પ્રયોગ (ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી), ખોટાં માન, માપ અને ખોટું તોલ કરવું, રાજ્યના શત્રુ સાથે વ્યવહાર રાખવો. (એટલે રાજ્ય વિરૂદ્ધ આચરણા) અને સરખી વસ્તુનો સંયોગ કરવો. (ભેળસેળ વાળી વસ્તુ કરવી) તે ત્રીજા વ્રતના પાંચ અતિચાર જાણવા. ઉચિત વ્યાજથી પ્રાપ્ત થયેલ તથા દ્રવ્યાદિકના ક્રમથી (ક્ષયથી) પ્રાપ્ત થયેલ જે દ્રવ્યવૃદ્ધિ તે છોડીને બીજું દ્રવ્ય (ગ્રહણ ન કરવું) તથા કોઇના પડી ગયેલા પણ પર સંબંધિ પારકા દ્રવ્યને જાણતો (આ પારકું દ્રવ્ય છે એમ જાણતો) છતાં ગ્રહણ ન કરે. તથા ચોરમાં ભળી જવું-ચોરને કુશળતા પૂછવી-તજાત (તેના જેવા) રાજ ભેદ કરવો-ચોરનું અવલોકન કરવું-વળી માર્ગ દેખાડવો-શય્યા આપવી-પદભંગ-(પગ ભાંગવા) તથા વળી વિસામો આપવો-પગે પડવું-આસન આપવું-ચોરને છૂપો રાખવો-તેવી રીતથી મોટા રસ્તા પાજ બતાવવી-પાણી આપવું-વાયુદાન (પંખા આપવા)દોરડું આપવું-અને દાન આપવું. એ સર્વ જાણીને જે કરાય તે અદત્તાદાન કહેવાય, ત્રીજા વ્રતમાં એ ઉપર કહેલ ૧૮ પ્રકારની સ્પેનપ્રસૂતિ (ચોરી) જ જાણવી. ક્ષેત્રમાં, ખળામાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે, અથવા વિશ્વાસપણામાં પણ જેનું ધન વિનાશ પામતું નથી તે અચોરીનું ફ્ળ છે. તથા ગામ- આકર-નગર-દ્રોણમુખ મડંબ પત્તનનો (ગામ વિશેષોનો) જે સ્વામી દીર્ઘકાળ સુધીનો થાય છે. (એટલે દીર્ધકાળ અધિપતિપણું ભોગવે છે) તે અચોરીનું ફ્ળ છે. તથા આ લોકમાં નિશ્ચયે ગર્દભ ઉપર ચઢવાનું, નિન્દા, ધિક્કાર અને મરણ પર્યન્ત દુઃખ અને પરભવમાં નરકનું દુ:ખ ચોર પુરૂષ ભાગવે છે-પામે છે. વળી ચોરીના વ્યસનથી અત્યંત હણાયેલા (એટલે અત્યંત ચોરીના વ્યસની) પુરૂષો નરકમાંથી નિકળીને પણ કૈવર્ત (શિકારી), ટુટમુંટ, વ્હેરા, અને આંધળા, હજારો ભવ સુધી થાય છે. II કૃતિ વત્તાવાળ વિરમળવ્રત્ત || ૨૬-૩।।
(૧) જીવની પોતાની ઇચ્છા ન હોવા છતાં તે જીવને આપણે ગ્રહણ કરવો તે નીવઞવત્ત.
Page 8 of 211
Page #9
--------------------------------------------------------------------------
________________
(૨) તીર્થકરે નિષેધ કરેલી વસ્તુ ગ્રહણ કરવી તે તીર્થરમ7. (૩) ગુરૂએ નિષેધ કરેલી વસ્તુ ગ્રહણ કરવી તે 317.
(૪) પોતે પ્રથમ સોપારી આદિ દ્રવ્યનો સંગ્રહ કર્યો હોય, અને સોપારીની છતનો દેશમાંથી ક્ષય થયે ઘણા ભાવ વધી ગયો હોય તો તે વધી ગયેલા બજાર ભાવથી સોપારી આદિ વેચી ધનવૃદ્વિ દ્વિગુણ ત્રિગુણાદિ પણ કરે-(ઇતિ ધર્મસંગ્રહ.)
।। ४ स्थूल मैथुन विरमण व्रत ।।
ઇવર પરિગ્રહતા સ્ત્રી, અને અપરિગ્રહિતા સ્ત્રીને ભોગવે. કામને વિષે તીવ્ર અભિલાષા રાખે, અનંગક્રીડા (બીભત્સ ચેષ્ટાઓ) કરે, અને પારકાના વિવાહ જોડી આપે એ પાંચ અતિચાર ચોથા વ્રતના છે. દિવ્ય મૈથુન અને ઔદારિક (મનુષ્ય તિર્યંચનું મૈથુન) એ બે મૈથુનને કરવું કરાવવું અને અનુમોદવું એ ત્રણ કરણ તથા મન, વચન, કાયાથી ગુણતાં નવ પ્રકારે અને ૧૮ પ્રકારનું થાય (એટલે કે કરણ ૩ યોગે ૯ પ્રકારનું અને દિવ્ય ઔદારિક એ બે ભેદે ગુણતાં ૧૮ પ્રકારનું થાય.) (શ્રાવક સોયદોરાના આકારે મૈથુનનો ત્યાગ કરે અને સ્ત્રીનાં ગુપ્ત અંગ દેખવામાં,
સ્ત્રીના અંગનો સ્પર્શ કરવામાં, ગોમૂત્ર ગ્રહણ કરતી વખતે ગાયની યોનિને સ્પર્શ કરવામાં અને કુસ્વપ્રમાં સર્વત્ર જયણા રાખે તેમજ સ્ત્રીની ઇન્દ્રિયો દેખવામાં પણ જયણા રાખે. વસતિ-કથા-આસન-ઇન્દ્રિયાવલોકન-ભીંત્યતરા-પૂર્વક્રીડાસ્મૃતિ-સ્નિગ્ધાહાર-અતિમાકાહાર-અને વિભૂષાનું વર્જન (એ — વર્જન) તે બ્રહ્મચર્યની ૯ વાડ છે. (૫ અતિચારમાંથી) પરસ્ત્રી વર્જન કરનારને નિશ્ચયે ૫ અતિચાર, સ્વદાર સંતોષીને 3 અતિચાર સ્ત્રીને 3 અથવા ૫ અતિચાર ઇત્યાદિ (અતિચાર સંબંધિ) ભાંગાના વિકલ્પો જાણવા. આજ્ઞાવાળું ઐશ્વર્યપણું, બદ્ધિ, રાજ્ય, કામભોગ, કીર્તિ, બળ, સ્વર્ગ, અને આસન્નસિદ્ધિ (નિકટમોક્ષ) એ સર્વ લાભ બ્રહ્મચર્યના પ્રભાવથી છે. કલેશ કરાવનાર જનોને મારનાર, અને સાવધયોગમાં તત્પર એવો પણ નારદ જે મોક્ષ પામે છે તે નિશ્ચય બ્રહ્મચર્યનું જ મહાભ્ય છે. પરસ્ત્રી ગમનથી આ ભવમાં પણ વધ-બંધન-ઉંચ બંધન-નાસછેદ-ઇન્દ્રિયછેદ અને ધન ક્ષય ઇત્યાદિ ઘણા પ્રકારની કદર્થનાઓ થાય છે. તથા પરલોકમાં પણ સિંબલિ (શાલમલીનું વૃક્ષ) તથા તિક્ષ્ણ કંટકનાં આલિંગન વિગેરે ઘણા પ્રકારનું દુ:સહ દુ:ખ પરદારગામી જીવો નરકને વિષે પામે છે. તથા (પરભવમાં) દુઃશીલજનો છેદાયેલી ઇન્દ્રિયોવાળા, નપુંસકો, દુષ્ટરૂપવાળા, દૌભંગી, ભગંદરવાળા, રંડાપણવાળા, કરંડાપણવાળા, વાંઝીયા, નિન્દુ (મૃતવત્સા) અને વિષકન્યા રૂપે થાય છે. | રતિ વતુર્થ સ્થૂલ મૈથુન વિરમUાવ્રતમ્ II -8 |
|| 5 સ્થળ પરદ વિરમUવ્રત Il.
ક્ષેત્ર વાસ્તુ વિગેરેનું સંયોજન, રૂપ્ય સુવર્ણ વિગેરે સ્વજનોને ઘેર રાખે, ધન ધાન્યાદિ પરઘેર રાખે તે યાવત્ નિયમ પૂર્ણ થાય ત્યાં સુધી રાખે, દ્વિપદ ચતુષ્પદાદિકને ગર્ભ ગ્રહણ કરાવે, કુણા (રાચ રચીલું) સંક્ષેપ કરે (ઘણાનું એક કરે) અથવા અલ્પ સંખ્યા પણ બહુ મૂલ્યવાળી રાખે એ પાંચ અતિચાર પાંચમા વ્રતના છે. પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે જાણવો, તેમાં મિથ્યાત્વ
Page 9 of 211
Page #10
--------------------------------------------------------------------------
________________
રાગ અને દ્વેષ તે અભ્યન્તર પરિગ્રહ છે તથા બાહ્ય પરિગ્રહ ૯ પ્રકારનો જાણવો તેમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુણ્યપ્રમાણ તથા દ્વિપદ અને ચતુષ્પદ વિગેરે કહ્યો છે. એમાં ધાન્ય ૨૪ પ્રકારના છે. તથા ધન રત્નાદિ ૨૪ પ્રકારે છે, ચતુષ્પદ ૧૦ પ્રકારે છે, દ્વિપદ ૨ પ્રકારે છે, અને કુખ્ય એક પ્રકારે છે. તથા સ્થાવરરૂપ વાસ્તુ ૩ પ્રકારે છે એ પ્રમાણે ૬૪ ભેદ થાય છે, અથવા ગણનીય, ધરણીય, મેય, અને પરિચ્છેદ્ય એમ ચાર પ્રકારનો પણ પરિગ્રહ છે. ત્યાં જાયળ, ફોફ્ળ વિગેરે ગણિમ, કંકુ, ગોળ વિગેરે ધરિમ, ઘી, મીઠું વિગેરે મેય અને રત્ન, વસ્ત્ર આદિ પરિચ્છેદ કહેવાય. ચોવીસ ધાન્ય આ પ્રમાણે યવ-ઘઉં-શાલી-વ્રીહિ-સાઠી-કોદ્રવા-અણુક (જવાર) -કાંગ-રાલ-તિલ-મગ-અડદ-અતસી-ચણા-તિઉડી-વાલ-મઠ અને ચોળા તથા ઇક્ષુ (બંટી) ૨૪ ધાન્ય છે. ૨૪
મસૂર-તુવર-કલથી-ધાણા-કલાય-એ
રત્નાદિ આ પ્રમાણે
સુવર્ણ-ત્રપુ-તાંબુ-રૂપું-લોહ-સીસું-હિરણ્ય-પાષાણ-વજ્ર-મણિ-મોતી-પ્રવાલ-શંખ-તિનિસ-અગુરૂ-ચન્દ ન-વસ્ત્ર-અમિલાન (ઉનવસ્ર) કાષ્ટાદિ-નખ-ચર્મ-દાંત-કેશ-ગંધ-અને દ્રવ્ય ઓષધ. ભૂમિ-ગૃહ અને વનસ્પતિ એ ૩ સ્થાવર વાસ્તુ જાણવી. તથા ચકારબદ્વ (ગાડી) અને દાસ આદિ એમ બે પ્રકારે દ્વિપદ જાણવા. ગાય-ભેંસ-ઉંટ-બકરૂં-ઘેટું-અશ્વ (જાતિમાન અશ્વ) -ખચ્ચર-ઘોડો (અજાતિમાન અશ્વ) -ગર્દભ-હસ્તિ-એ પશુઓ ૧૦ પ્રકારનાં ચતુષ્પદ કહેવાય. અનેક પ્રકારનાં જુદી જુદી જાતનાં જે ઉપકરણ (રાચરચીલું અથવા ઘરવખરી) તે કુષ્ય કહેવાય એ કુષ્યનું લક્ષણ છે. એ અર્થ (પરિગ્રહ) છ પ્રકારનો તે ૬૪ ભેદવાળો છે. સેતૂ-કેતૂ અને ઉભયાત્મક એમ ત્રણ પ્રકારનું ક્ષેત્ર છે. તથા વાસ્તુ પણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે-ખાત, ઉચ્છિત અને ખાતોચ્છિત એ ત્રણ પ્રકારે જાણવું. જેમ જેમ લોભ અલ્પ થાય છે, અને જેમ પરિગ્રહનો આરંભ અલ્પ થાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ થાય છે અને ધર્મની પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણાનો સાર જેમ આરોગ્યતા છે, ધર્મનો સાર જેમ સત્ય છે વિધાનો સાર જેમ નિશ્ચય છે, તેમ સુખનો સાર સંતોષ છે.II કૃતિ પંપનં स्थूल परिग्रहविरमण વ્રતમ્ II8-63 II
(૧) ૯ પ્રકારના પરિગ્રહને યથાયોગ્ય સંક્ષેપતાં ૬ ભેદ થાય છે. ત્યાં ધાન્ય-રત્ન-સ્થાવર દ્વિપદ-ચતુષ્પદ-કૃષ્ણ એ ૬ પ્રકારનો.
(૨-૩-૪) કુવાના પાણીથી જેમાં ધાન્ય નિષ્પત્તિ થાય તે લેન વર્ષાદથી ધાન્ય નિષ્પત્તિવાળું કેતૂ અને ઊભયાત્મકથી ધાન્ય નિપજે તે સેતૂકેતૂ.
(૫-૬-૭) ભોયરૂં તે ખાત પ્રાસાદગૃહ આદિ ઉચ્છિત અને ભોંયરા સહિત પ્રાસાદાદિ તે ખાતોચ્છિત.
// દ્દ વિગ્ગરમાળ વ્રત ||
દિશિપરિમાણ વ્રતના તિર્થંગ્દિશિપ્રમાણ, અધોદિરિપ્રમાણ, અને ઉર્ધ્વ દિશિપ્રમાણ એ ત્રણ ભેદ છે, અને એ ત્રણનો અતિક્રમ તથા સ્મૃતિવિસ્મરણ અને ક્ષેત્રવૃદ્ધિ એ દિશિવ્રતના ૫ અતિચાર છે.।। રૂતિ વિરિમાળવ્રતમ્ II ૪૭-૬૩ ||
(૮) કઇ દિશિમાં કેટલું પ્રત્યાખ્યાન કર્યું છે તે ભૂલી જવું.
(૯) ક્ષેત્રાદિકની સંખ્યા કાયમ રાખવાને બીજું સાથેનું ક્ષેત્રાદિ લઇ એક મોટું ક્ષેત્રાદિ
કરવું.
Page 10 of 211
Page #11
--------------------------------------------------------------------------
________________
II O મોગોખમોટા પરિમાનું વ્રત II
ઉપભોગ એટલે વિગય:તં બોલ–આહાર-પુષ્પ અને ળ વિગેરે, તથા પરિભોગ એટલે વસ્ત્ર-સુવર્ણ વિગેરે તથા સ્ત્રી અને ઘર વિગેરે. મુખ્યત્વે ઉપભોગ પરિભોગ વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે, અને એ વ્રતના અતિચાર સંબંધમાં ૫ વાણિજ્ય કર્મ, ૫ સામાન્ય કર્મ, (અને ૫ મહાકર્મ) એમ ત્રણ પ્રકારે કર્મ ઉપભોગ પરિભોગના જાણવા. (એ ૧૫ કર્માદાન રૂપ ૧૫ અતિચાર ઉપભોગ-પરિભોગના છે તે સિવાય) આ ઉપભોગપરિભોગ કર્મના ભોજન સંબંધિ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે અપકવૌષધિભક્ષણ, દુ:૫કવૌષધિભક્ષણ, સચિત્તભક્ષણ, સચિત્તપ્રતિબદ્ધભક્ષણ, અને તુચ્છૌષધિભક્ષણ. એકવાર જ ભોગવવામાં આવે તે નિશ્ચય ભોગ કહેવાય, અને તે અશન આહાર પૂષ્પાદિક છે, અને વારંવાર ઉપભોગમાં આવે તે ઉપભોગ કહેવાય. એ પ્રમાણે બોગોપભોગ (એવું બીજું નામ પણ કહેવાય, તે ભોગોપભોગ) બીજી રીતે વિચારતાં સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારનો પણ છે. એકવાર અથવા અનેકવાર (કરવા યોગ્ય હોય) પરન્તુ કર્મગત આદાનનો (કર્મદાનોનો) તો સર્વથા ત્યાગ કરવો. અહિં વાણિજ્ય કર્માદાન તે વ્યાપાર અને સામાન્ય આદાન તે પ્રસિદ્ધ વ્યાપાર કહેવાય. (બને તો) નિરવધ આહાર વડે, (તેમ ન બને તો) નિર્જીવ આહાર વડે અને (તેમ પણ ન બને તો) પ્રત્યેકમિશ્ર (પ્રત્યેક વનસ્પતિ) વડે (આજીવિકા કરવી) આત્માનુસંધાનમાં (આત્મ ધર્મની પ્રાપ્તિની ઇચ્છામાં) તત્પર શ્રાવક એવા પ્રકારના (નિરવધાદિ આહાર કરનારા) હોય છે. રાધવું, ખાંડવું, પીસવું, દળવું અને પકવવું ઇત્યાદિ કાર્યોમાં હંમેશાં પરિમાણ (નિયમ) અંગીકાર કરવું, કારણ કે અવિરતિપણામાં મહાના કર્મબંધ હોય છે. (મહાવિયગ ૪ કહે છે) કાષ્ટથી બનેલી અને પિષ્ટથી (ચૂર્ણથી આસવ રૂપે કાઢેલી) એમ મદિરા ૨ પ્રકારની છે. અને માંસ જળચરનું, સ્થલચરનું, અને ખેચરનું એમ ૩ પ્રકારનું છે. અથવા ચર્મ માંસ અને રૂધિર માંસ એમ બે પ્રકારનું પણ છે. એ મદિરા ઉત્કટ મોહ-ઉત્કટ નિદ્રા પરાભવ-ઉપહાસ્ય-ક્રોધ અને ઉન્માદનું કારણ છે, તથા દુર્ગતિનું મૂળ છે, તેમજ લજ્જા-લક્ષ્મી-બુદ્ધિ અને ધર્મનો નાશ કરનારી છે. તથા પંચેન્દ્રિયના વધથી ઉત્પન્ન થયેલું માંસ દુર્ગન્ધમય-અશુચિમય અને બિભત્સ છે, તથા રાક્ષસાદિ વડે છળ કરનારું છે, માટે દુર્ગતિના મૂળ સરખા અને મદને ઉત્પન્ન કરનાર માંસનું તું ભક્ષણ ન કર. કાચી પાકી અને વિશેષતઃ પકવ કરાતી માંસની પેશીઓમાં નિરન્તર નિશ્ચયે નિગોદાજીવોની ઉત્પત્તિ કહી છે. II ૬૪-૭૫ II
(૧) દાંત-લાખ વિગેરેનો વ્યાપાર (૨) અંગાર કર્માદિ ૫ સામાન્ય કર્મ (૩) યંત્ર પીલનાદિ પાંચ મહાકર્મ
(૪) ભોજન સંબંધિ ૫, કમદિાન સંબંધિ ૧૦ અને વ્યાપાર સંબંધિ ૫ મળીને પણ ત્રણ પ્રકારના અતિચાર સાતમાં વ્રતમાં ગણાય.
(૫) નહિં રંધાયેલી (કાકડી વિગેરે) (૬) અર્ધ રંધાયેલી (પોંક વિગેરે). (૭) ખાવાનું અN અને ફ્રી દેવાનું ઘણું (બોર વિગેરે). મધમાં-માંસમાં-મધમાં અને ચોથા માખણમાં એ ચારમાં તે તે વર્ણવાળા અસંખ્ય જંતુઓ
Page 11 of 211
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થાય છે. મધગલાદિક અનેક પ્રકારનું છે તથા મધપૂડા અને બીજી અનેક રીતે થયેલું મધ તેમજ શરીરથી પ્રાપ્ત થયેલું જે માંસ વિગેરે અને છાસથી બહાર નીકળેલું માખણ વિગેરે. (હવે ૨૨ અભક્ષ્ય કહે છે) -૫ ઉબરાદિ ક્વ, ૪ મહાવિનય, હિમવિષ-કરા-સર્વમાટી-રાત્રિભોજન-બહુબીજ-અનન્તકાય-અથાણું-ધોલવડાં-વેંગણ-અજ્ઞાત નામ સ્વરૂપવાળાં પુષ્પળાદિ-તુચ્છળ-ચલિતરસ –એ ૨૨ અભક્ષ્ય દ્રવ્યો વર્ષવા યોગ્ય છે. (રાત્રિ ભોજનમાં જો) કીડીનું ભક્ષણ થાય તો બુદ્ધિ હણાય છ, મક્ષિકા ભક્ષણથી વમન થાય છે, યૂકા (જૂ) ખાવામાં આવે તો જળોદર થાય છે. અને કરોળીયાનું ભક્ષણ થાય તો કુષ્ટરોગ થાય છે. ભોજનમાં વાળ આવે તો સ્વરભંગ થાય, કાષ્ટનો કકડો આવે તો ગળામાં કાંટા વાગે છે. અને (વીંછી સરખા આકારવાળી ભાજી રૂપ) શાકમાં જો વીંછી આવી જાય તેં તાળું વિંધાઇ જાય છે. વળી રાત્રિને વિષે અન્ન ઉપર વન્તરોની દ્રષ્ટિ પડે છે કારણ કે રાક્ષસો પણ પૃથ્વીમાં સર્વત્ર જોવા માટે પ્રચ્છન્ન ભ્રમણ કરે છે, માટે રાત્રિને વિષે ભોજન કરનારને સ્પષ્ટ રીતે તે રાક્ષસો પણ છળે છે. વળી ભોજનને ધોવા. વિગેરે કાર્યમાં કુંથુ આદિ જીવોનો ઘાત થાય છે, ઇત્યાદિ રાત્રિ ભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે ? સર્વ દેશોમાં સર્વ કાળમાં કાચા ગોરસયુક્ત કુસુણિઓમાં (કઠોર ધાન્યમાં) નિગોદ જીવો અને પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. જેને પીલવાથી તેલ ન નિકળે તેને વિદલ કહે છે, (૧) જેને એક્કો જે કઠોળને (જેની દાળ પડે એવા ધાન્યને) (૨) જેની બે ફાડ થાય એટલે દાળ પડે તે દ્વિદલ ધાન્ય. કઠોળ વિગેરે કહેવાય.વળી વિદલમાં ઉત્પન્ન થયેલ ધાન્યમાં પણ જો તેલયુક્ત ન હોય તો તે વિદલ કહેવાય નહિ. ઉગવામાંડેલું (અંકુરિત થયેલ) વિજલ પણ વિદલ કહેવાય, વળી સર્વ કાષ્ટ દળ કે જે સ્નેહ રહિત હોય (તેલ રહિત હોય) પરન્તુ સરખી બે ફાટ થતી હોય તો તે પણ વિદલ કહેવાય છે સ્નેહ રહિત (તેલરહિત) વિદલમાં ઉત્પન્ન થયેલ ત્વચાપત્ર વિગેરે પણ સર્વ વિદલ છે, અને તે જો. કાચા ગોરસમાં પડે તો બસ જીવોની ઉત્પત્તિ થાય છે. વળી જે મગ, અડદ વિગેરે પણ વિદલ કાચા. ગોરસમાં પડે તો ત્રસ જીવોની ઉત્પત્તિ કહેવાય છે, અને દહિં પણ બે દિવસથી ઉપરાન્તનું હોય તો તેમાં (બસ જીવોની ઉત્પત્તિ થાય છે. દ્રવ્યાન્તર થયે છતે કાચા-ઠંડા ગોરસ (દહીં) માં પણ ઉનું અને ઉના દહીમાં ઠંડુ ગોરસ (દહીં) નાખવું નહિ. (અનન્તકાય વનસ્પતિ દર્શાવે છે.) કંદની સર્વ જાતિ, સૂરણકંદ, વજકંદ, લીલી હળદર તથા આદૂ તથા લીલો કચૂરો, સતાવરી, વિરાલી, કુંવાર, થુવર, ગળો, લસણ, વાંસકારેલાં, ગાજર, લૂણ, લોઢકંદ, ગિરિકર્ણિકા, કિશલયપત્ર, ખરસાણી, લીલીમોથ તથા લવણવૃક્ષની છાલ, ખીલોડીકંદ, અમૃતવલ્લી, મૂળા, ભૂમિરૂહ (છત્રાકાર), વિરૂહ તથા ઢંક, વાસ્તુલ, પ્રથમ સ્કરવાલ તથા પાલખ, કોમળ આંબલી, તથા આલુ અને પિંડાલૂ એ અનન્તકાય વનસ્પતિઓનાં નામ છે, તેમજ સિદ્ધાન્તમાં કહેલાં લક્ષણોની રીતીથી બીજી પણ અનન્તકાય વનસ્પતિઓ જાણવી. (તે લક્ષણો આ પ્રમાણે) જેની સિરા (નસો) ગુપ્ત હોય, સાંધા ગુપ્ત હોય, અને પર્વ (ગ્રન્થિ) પણ ગુપ્ત હોય, તથા ક્ષી-દૂધ સહિત કે દૂધ રહિત એવી જે વનસ્પતિના ભાગવાથી સરખા બે ભાગ થાય, અને છેલ્લા છતાં પુનઃ ઉગે તે સાધારણ શરીર વાળી (એટલે અનન્તકાય) વનસ્પતિ જાણવી. (કર્માદાન કહે છે.) અંગારકર્મ -૧, વન કર્મ -૨, શાટક કર્મ -૩, ભાટક કર્મ -૪ અને ટક કર્મ -૫ એ પાંચ સામાન્ય કર્મ વર્જવા તથા હાથીદાંત વિગેરેનો દંgવ્યાપાર, લાખ વિગેરેનો વ્યાપાર, તૈલાદિક વિગેરેનો રસવ્યાપાર, પશુઆદિકનો કેશવ્યાપાર, સોમલ આદિકનો વિષ વ્યાપાર, એ પાંચ દંતાદિ સંબંધિ વ્યાપારો પણ વર્જવા તથા એ પ્રમાણે નિશ્ચયે
Page 12 of 211
Page #13
--------------------------------------------------------------------------
________________
યંગપીલનકર્મ, નિલંછન કર્મ (કર્ણર્વધ વિગેરે), દવ દેવો, તળાવ દ્રહ આદિના જળનો શોષ (ખાલી) કરવો તે સરદ્રહ શોષ, અને અસતિપોષણ (દાસદાસીઓનાં વેચાણ માટે પોષણ કરવાં) તે પાંચ મહાકર્મ એ ૧૫ કર્મદાન વર્જવા યોગ્ય છે.
(૧) કોયલાની ભઠ્ઠીઓ વિગેરે કહ્યું-ભાટી કર્મ. (૨) વન કપાવવા વિગેરે. (૩) ગાડા વિગેરે કરાવવા. (૪) ભાડાં ઉપજાવવાના આરંભો કરવા. (૫) ખેતી કરવી વિગેરે. તિ सप्तमंभोगोपभोगविरमणव्रतम् ।। ६७-६७ ।।
LIL ૮ 3Gર્થદંડવિરમણવ્રત ||
ઇન્દ્રિયોને અર્થે અને સ્વજનાદિકને અર્થે જે પાપ કરાય તે અર્થદંડ કહેવાય, તેથી અન્ય (એટલે નિષ્ઠયોજન જે) પાપ કરવું તે નર્થદંડ કહેવાય. તે અનર્થદંડના ચાર પ્રકાર છે. (૧) અપધ્યાનાચરણ, (૨) પાપોપદેશ, (૩) હિંસાપ્રદાન, અને (૪) પ્રમાદાચરિત. ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વડે ઊપધ્યાતાવરણ(દુર્ગાન) થાય છે. તથા શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃષ્ણ, કાષ્ટ, મન્ચ, મૂળકર્મ (ગર્ભપાતાદિ દ્રવ્યો) અને ઔષધો આપતા તથા અપાવતાં અનેક પ્રકારે હિંસાપ્રદાન 3નર્થદંડ થાય છે.
સ્નાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ ઇત્યાદિ સંબંધિ અનેક પ્રકારનો પાપોદ્દેશ છે. કૌFચ્ચ (ભાંડ ચેષ્ટા), મુગરતા (બહુ બોલાપણું), ભોગોપભોગના ઉપયોગથી અધિક પદાર્થોનો ઉપયોગ, કન્દર્પ (કામોત્પાદક હાસ્યાદિ) અને યુક્તાધિકરણ (હિંસાના પદાર્થોના અવયવો સંયુક્ત કરી રાખવા) એ પાંચ પ્રકારના અતિચાર અનર્થદંડ વિરમણ વ્રતના છે. વિ 3ષ્ટમં 3નર્થદંડવિરમણવ્રતમ્ || ૨૮-૧૦૨ ||
|| 9 સામાયિb વ્રત |
સામાયિક કરનાર શ્રાવક મહપતિ-રજોહરણ (ચરવળો-સ્થાપના, દંડ (દંડાસન), અને પુચ્છનક (કટાસણું) એ પાંચ ઉપકરણ સહિત હોય. સાવધ યોગથી વિરત, ત્રમ ગુપ્તિવાળો, ૬ કાયવધથી વિરક્ત, ઉપયોગવાળો, અને જયણા સહિત એવો આત્મા એજ સામાયિ છે. જે સર્વભૂતોને વિષે (વનસ્પતિ જીવોને વિષે), બસ જીવોને વિષે, અને સ્થાવરોને વિષે સમભાવવાળો હોય તેને સામાયિક હોય એમ શ્રી કેવલિ ભગવત્તે કહ્યું છે. સામ સમ સભ્યg અને રૂ. ૧ ફળ એટલે પ્રવેશ પરોવવું એ દેશી શબ્દ છે. એ ચારે શબ્દનું સ્વરૂપ શ્રી આવશ્યક સૂત્રમાં ૧૦૩૦-૧૦૩૧-૧૦૩૨ મી ગાથાના અર્થમાં કહ્યું છે. એ ત્રણે સામાયિકના એકાર્ય વાચક પર્યાય શબ્દો છે, એ ત્રણે અર્થમાં હોય તેને સામાયિક હોય એમ શ્રી કેવલિ ભગવાને કહ્યું છે ત્યાં સામું એટલે મધુર પરિણામવાળું શર્કરાદિ દ્રવ્ય તે દ્રવસીમ (ભૂતાર્થ આલોચનમાં જે દ્રવ્ય) તુલ્ય હોય તે દ્રવસમ, ક્ષીર અને શર્કરાનું જોડવું તે દ્રવસભ્યg અને દોરામાં મોતીના હારનો જે પ્રવેશ તે દ્રવ્ય એ પ્રમાણે, એ ચારે એનાર્થ વાચક શબ્દો દ્રવ્ય નિક્ષેપમાં કહ્યા. આત્મોપમાપણે (એટલે પોતાના આત્માની પેઠે) પરને દુ:ખ ન કરવું તે માવ સામ, રાગદ્વેષનું માધ્યસ્થ (અસેવન) તે માવ સમ, જ્ઞાનાદિકનું યોજવું (આચરવું) તે માવ સભ્યg
અને ભાવ સામ આદિ ત્રણને આત્મામાં પરોવવા તે માવ એ ભાવ સામ વિગેરે કહ્યા.
Page 13 of 211
Page #14
--------------------------------------------------------------------------
________________
સામાયિક કરીને જે ગૃહસ્થ ગૃહકાર્ય ચિંતવે, અને આર્તધ્યાનને વશ થયો હોય તો તેનું સામાયિક નિલૢ છે. પ્રમાદયુક્ત હોવાથી જેને સામાયિક ક્યારે કરવાનું છે, અથવા કર્યું છે કે નથી કર્યું તે પણસ્મરણમાં આવતું નથી (સંભારતો નથી) તેનું કરેલું સામાયિક પણ નિષ્ફળ જાણવું. જે કારણથી સામાયિક કર્યે છતે શ્રાવક પણ સાધુ તુલ્ય થાય છે, તે કારણથી ઘણીવાર સામાયિક કરવું. તથા જે કારણથી જીવ ઘણા વિષયોમાં અને ઘણીવાર ઘણા પ્રમાદવાળો થઇ જાય છે તે કારણથી (ઘણો પ્રમાદ ન થવાના કારણથી) પણ ઘણીવાર સામાયિક કરવું. દિવસે દિવસે કોઇ દાનેશ્વરી લાખ લાખ ખાંડી સોનાનું દાન આપે, અને બીજો એક જીવ સામાયિક કરે તો પણ તે દાન સામાયિક કરતાં વધી જતું નથી. બે ઘડી સુધી સમભાવવાળું સામાયિક કરનારો શ્રાવક આ નીચે કહેલા પલ્યોપમ જેટલું દેવાયુષ્ય બાંધે છે. બાણુ ક્રોડ ઓગણસાઠ લાખ પચીસ હજાર નવસો પચીસ પલ્યોપમ તથા એક પલ્યોપમના આઠ ભાગ કરે તેવા ૩ ભાગ સહિત (૯૨૫૯૨૫૯૨૫ ૩/૮ પલ્યો.) આયુષ્ય બાંધે. તીવ્ર તપશ્ચર્યાએ તપતો જીવ જેટલું કર્મ ક્રોડ જન્મ સુધી પણ ન ખપાવે તેટલું કર્મ સમભાવના યુક્ત ચિત્તવાળો (સામાયિકવાળો) જીવ અર્ધ ક્ષણમાં ખપાવે છે. જે કોઇ જીવ (આજ સુધીમાં) મોક્ષે ગયા છે, જાય છે, અને જશે તે સર્વે સામાયિકના મહાત્મ્ય વડે જ જાણવા. મન, વચન, કાયાએ દુષ્ટ પ્રણિધાન (દુશ્ચિંતવનાદિ) કરવું, તે અનુક્રમે મનઃદુપ્રણિધાન, વચનદુષ્મણિધાન, કાયદુષ્મણિધાન તથા સ્મૃતિ અકરણ (સામાયિકની વિસ્મૃતિ), અને અનવસ્થિતકરણ (અનાદર) એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. કૃતિ નવાં સામાયિ વ્રતમ્ || ૧૦3-99 || || 2૦ વેશાવશિવૃત્ત ||
પ્રથમ જે જન્મ પર્યન્તનું દિશિપ્રમાણ (છઠ્ઠું) વ્રત કરેલું છે, તેનો આ દેશાવ. વ્રત નિશ્ચયે એકદેશ છે, કારણ કે સર્વે વ્રતોનો જઘન્ય કાળ મુહૂર્તનો કહ્યો છે. એક મુહૂર્ત એક દિવસ એક રાત્રિ અથવા પાંચ દિવસ અથવા ૧૫ દિવસ સુધી પણ જેટલો કાળ દ્રઢ રીતે વહન-ધારણ થઇ શકે તેટલો કાળ આ દેશાવ. વ્રત દ્રઢ પણે ધારણ કરવું. (દેશાવ. વ્રતમાં આ ૧૪ નિયમ ધારવાના હોય છે તે કહે છે) સચિત્ત દ્રવ્ય, વિગય, પગરખાં, તંબોલ, વસ્ત્ર, પુષ્પ, વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દશિપ્રમાણ, સ્નાન, અને ભોજન (એ ૧૪ નો સંક્ષેપ કરવાનો હોય છે. દિશિપ્રમાણ (છઠ્ઠા) વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો, અથવા સર્વ વ્રતોનો જે નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવશિ વ્રત કહેવાય. આનયન (નિયમ ઉપરાન્ત ક્ષેત્રથી કોઇ ચીજ મંગાવવી), પેષણ (નિયમ ઉપરાન્ત ક્ષેત્રમાં કોઇ ચીજ મોકલવી), શબ્દાનુપાત (ખુંખારો આદિ કરી પોતે છે એમ જણાવવું), રૂપાનુપાત (પોતાનું રૂપ દેખાડી પોતાનું છતાપણું જણાવવું), અને બાહ્યપુદ્ગલપ્રક્ષેપ (નિયમ ઉપરાન્ત ક્ષેત્રમાં કાંકરો વિગેરે ફેંકી પોતે છે એમ જણાવવું) એ પાંચ અતિચાર દેશાવકાશિક વ્રતના છે. કૃતિ àશાવશિઃ વ્રતમ્ || 993-9૨૩ ||
|| 99 પોષધોપતવાસ વ્રતમ્ ।।
ધર્મની પોસ એટલે પુષ્ટિને જે ધારણ કરે (અર્થાત્ ધર્મની પુષ્ટિ કરે) તે પોસ કહેવાય. અને પર્વને વિષે જે ઉપવાસ (સહિત પોષહ કરવો) તે પોષધોપવાસ વ્રત કહેવાય. તે પોસહ આહારથી શરીર સત્કારથી-બ્રહ્મચર્યથી અને વ્યાપારથી એ ચાર ભેદથી ચાર પ્રકારનો છે તે પણ દરેક દેશથી
Page 14 of 211
Page #15
--------------------------------------------------------------------------
________________
અને સર્વથી એમ બે બે પ્રકારે હોવાથી પોસહના ૮ ભેદ કહ્યા છે. (એ એક સંયોગી ભાંગા ૮ જાણવા.) તથા દ્વિક સંયોગમાં ૬ ભાંગા થાય તેને અનુક્રમે એ ચાર ગુણા કરવાથી કુલ ૨૪ ભાંગા થાય, તથા ત્રિસંયોગમાં (મૂળ ૮ ભાંગા થવાથી તે) ચારેના સર્વ મળી ૩૨ ભાંગા થાય, પુનઃ ચતુઃ સંયોગે કુલ ૧૬ ભાંગા થાય તેથી સર્વે મળીને (૮+૨૪+૩૨+૧૬ =) ૮૦ ભાંગા થાય છે, પરન્તુ વર્તમાન કાળમાં તો આહાર દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થાય છે (અને બાકીના ત્રણ સર્વથા થાય છે. ૧ અર્થાત્ વર્તમાનકાળે પોસહના ૮૦ ભાંગામાથી ૭૨મો ભાંગો પ્રવર્તે છે ૮૦ ભાંગાની અંકચાલના ગ્રન્થાન્તરથી જાણવી. (ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં છે.)) તે પોસહ તથા તપ પોતાની શક્તિ પ્રમાણે (શક્તિ ગોપવ્યા વિના) કરવો, એ પ્રમાણે દેશાવકાશિક સહિત અથવા સામાયિક સહિત જો પૌષધ વ્રત કરે તો તેને શ્રમણ ધર્મમાં રહેલો (એટલે સાધુ સરખો) કહ્યો છે. પોસહમાં જે શ્રાવક સામાયિક સહિત હોય તે નિશ્ચયથી દ્વિવિધ ત્રિવિધે (સાવધના) ત્યાગવાળો હોય, અહિં વર્તમાન કાળમાં એજ વિધિ વર્તે છે, અને કુશળ શ્રાવકને (એટલે પોસહ વિધિના નિપુણને) તો યથા યોગ્ય ભજના જાણવી. ૧. અર્થાત્ ગમે તે ભાગે પોસહ અંગીકાર કરે (પરન્તુ સામયિક રહિતને માટે ગમે ગમે તે ભંગ કહ્યો છે.) જો કોઇ શ્રાવક સુવર્ણ અને રત્નનાં પગથીઆવાળું, હજારો સ્તંભો વડે ઉંચું, અને સુવર્ણની ભૂમિવાળું જીન ચૈત્ય કરાવે તેથી પણ તપ સંયમ (એટલે ચાલુ પ્રકરણને અંગે પોસહ) અધિક છે. તથા પૌષધની વિધિમાં (પોસહ કરવામાં) અપ્રમાદો શ્રાવક શુભ ભાવનું પોષણ વૃદ્ધિ કરે છે, અશુભ ભાવનો ક્ષય કરે છે, અને નરક તથા તિર્યંચ ગતિનો નાશ કરે છે એમાં કંઇપણ સંદેહ નથી. જો એક પ્રહર પણ સામાયિકની સામગ્રી મળે તો અમારૂં દેવપણું સફ્ળ છે, એમ દેવો પણ પોતાના હૃદયમાં ચિંતવે છે (તો પોસહના મહાત્મ્યનું તો કહેવું જ શું ?) પૌસધ-અશુભનિરોધ-અપ્રમાદ-અર્થયોગ સહિત-અને દ્રવ્યગુણ સ્થાનગત એ પૌષધ વ્રતના એકાર્થવાચક શબ્દપર્યાયો છે. સત્તાવીસસો સિત્તોત્તર ક્રોડ 99 લાખ ૭૭ હજાર સાતસો સિતોત્તર પલ્યોપમ તથા એક પલ્યોપમના ૯ ભાગ કરે તેવા ૭ ભાગ. ૨. છાપેલી પ્રતની ગાથામાં અશુદ્ધિ શુદ્ધિ વિચારવી, ખરો અંક અર્થમાં લખ્યો એજ છે.
(-૨9999999999 ૭/૯) (એટલું દેવાયુષ્ય એક પોસહ કરનાર શ્રાવક બાંધે છે. અપ્રતિલેખિત, અને અપ્રમાર્જીત, (જોયા પૂજ્યા વિનાના) શય્યા વિગેરે, તેમજ સ્થંડિલ, તથા સમ્યક્ પ્રકારે અનનુપાલન (અનાદરથી પાલન) એ પાંચ અતિચાર પોસહવ્રતના કહ્યા છે. તિ पोसद्योपवास व्रतम् ।। १२४-१३७ ।
|| ૧૨ તિથિસંવિમાનવ્રત ||
અહિં લૌકીક પર્વતિથિનો ત્યાગ જેને છે એવો ગુણવાન સાધુ અથવા શ્રાવક જે ભોજનના અવસરે આવેલ હોય તે તિથિ કહેવાય. તે અતિથિને નિરવધ આહાર વસ્ત્રપાત્ર વિગેરે વસ્તુઓનો જે વિભાગ (એટલે પોતાની શક્તિ પ્રમાણે તે આહારાદિ) આપવો તે તિથિસંવિમાન નિત્ય કરવા યોગ્ય છે એમ જાણવું.(પરન્તુ પૌષધને પારણેજ કરવા યોગ્ય છે એમ ન જાણવું.) દેવા યોગ્ય વસ્તુ સચિત્તપદાર્થ ઉપર મૂકવી, અથવા દેવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી, દેવા યોગ્ય વસ્તુ પોતાની હોય તો પારકી કહેવી (અથવા દેવાની બુદ્ધિએ પરની હોય છતાં પોતાની કહેવી), બીજાની ઇર્ષ્યાએ દાન દેવું, અને દાનકાળને વ્યતીત કરી દેવો તે અનુક્રમે) (૧)
Page 15 of 211
Page #16
--------------------------------------------------------------------------
________________
સચિત્તનિક્ષેપ, (૨) સચિત્ત પિધાન, (૩) અન્યવ્યપદેશ, (૪) માત્સર્ય, (૫) કાલાતિક્રમ એ નામના પાંચ અતિચાર અતિથિ સંવિભાગ વ્રતના જાણવા.( આ પાંચ અતિચાર ન દેવાની બુદ્ધિથી છે.) સાધુ મહાત્માને જે કલ્પનીય છે તે વસ્તુ કોઇપણ રીતે કિંચિત્ માત્ર પણ ન દેવાઇ હોય તો ધીર અને યથાર્થવિધિવાળા સુશ્રાવકો તે વસ્તુ ખાતા નથી. સ્થાન-શચ્યા-આસન-ભોજન-પાણી-ઔષધ-વસ્ત્ર અને પાત્ર વિગેરે વસ્તુઓ જો કે પોતે પૂર્ણ ધનવાન ન હોય તો પણ થોડામાંથી થોડું પણ આપવું તિતિથિ સંવિમાગવતમ્ II 939૪૦
૧.
ગ્રન્થોમાં જે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે છે. અપ્રતિલેખિત અને અપ્રમાર્જીત શય્યાદિ અપ્રતિલેખિત અને અપ્રમાજીત આદાન (ગ્રહણ કરવું મૂકવું.) અપ્રતિલેખિત અને અપ્રમાજીત ધંડિલ (માં મલા -દિકનો ત્યાગ) અનાદર અસ્મૃતિ
| || સંભેસ્તના વ્રતમ્ ||
સંલેખણા (અનય સમયના અનશન) વ્રતમાં પાંચ અતિચાર છે-આ લોકના સુખની ઇચ્છા, પરલોકના સુખની ઇચ્છા, સુખમાં જીવવાની ઇચ્છા, દુઃખમાં મરવાની ઇચ્છા તથા કામભોગની ઇચ્છા. એ પાંચ અતિચાર છે. ઘણા ળવાળાં શીલવ્રત વિગેરે વ્રતોને હણીને (વ્રતોને પાળે પણ પીગલિક સુખની ઇચ્છા રાખે તેથી વ્રતોને હણીને) જે સુખની ઇચ્છા રાખે છે તે ધીરતામાં દુર્બલ (અથૈર્યવાન) તપસ્વી ક્રોડ સોનૈયાની વસ્તુને એક કાકિણિ જેટલા અલ્પ મૂલ્યમાં વેચે છે. (સંલેખનાદિ વ્રતવાળા જીવને ૯ નિદાન વર્જ્ય છે તે કહે છે) રાજા-શ્રેષ્ઠિ-સ્ત્રી-પુરૂષ-પરપ્રવિચાર-સ્વપ્રવિચાર અલ્પપરત-સુર અને દારિદ્રય (એ ત્ની ઇચ્છા તે) નવનિયાણા-નિદાન કહેવાય. ઘણું તપ આચર્યું હોય, અને દીર્ઘ કાળ સુધી મુનિપણું પાળ્યું હોય તો પણ નિયાણું કરીને વ્યર્થ આત્માને (આત્મા ધર્મને) હારી જાય છે. નવ નિદાનનું સ્વરૂપ આ પ્રમાણે :
(૧) પુનિદ્રાન - આ તપશ્ચર્યાના પ્રભાવે હું આવતા ભવમાં રાજા થાઉં એવી ઇચ્છા રાખવી. તે નૃપનિયાણું કહેવાય.
(૨) શ્રેષ્ઠિ નિદાન - આવતા ભવમાં હું શેઠ ચાઉં એવી ઇચ્છા. (૩) સ્ત્રી નિદાન – પુરૂષને કમાવા વિગેરેની બહુ ઉપાધી છે. માટે સ્ત્રી થાઉ તો ઠીક. (૪) પૂરુષ નિદાન - સ્ત્રીને પરતન્ત્રતા ભોગવવી પડે છે માટે પુરૂષ થાઉં તો ઠીક. (૫) પરપ્રવિવાર - દેવાંગનાદિ સાથે વિષયક્રીડા સેવાવાળો થાઉં એવી ઇચ્છા. (૬) રવપ્રવિવાર - હું પોતે દેવ અને દેવાંગના બનીને વિષય સેવવાવાળો થાઉં તો ઠીક.
(૭) ૩૫રત - અલ્પવિષયવાળા દેવોમાં ચૈવેયક-અનુત્તર અય્યતાદિમાં ઉત્પન્ન થાઉં તો ઠીક અહિં ગ્રેવેવક્ર ને અનુત્તરમાં અરતનિદાન પણ જાણવું.
Page 16 of 211
Page #17
--------------------------------------------------------------------------
________________
(૮) સુર નિદાન - દાનવાદિ ન થતાં વૈમાનિકાદિ દેવ થાઉં તો ઠીક. (૯) દારિદ્ર નિદાન - ધનવાનને બહુ ઉપાધિ હોય છે માટે નિર્ધન થાઉં તો ઠીક.
બળદેવો ઉર્ધ્વ દેવલોકમાં જાય છે, અને વાસુદેવો સર્વે પણ નરકમાં જાય છે, તેમાં નિયાણું (બળદેવ ન કરે અને વાસુદેવે પૂર્વભવમાં કર્યું હોય છે તે) જ કારણ છે, માટે બુદ્ધિમાન પુરૂષ નિયાણું સર્વથા વર્જવું. ડુત સંભેસ્તના સ્વરુપમ્ II989-989ll
11 31થ 9 વારનું સ્વરુપ II શ્રાવકની ૧૧ પ્રતિમાનું સ્વરૂપ
(૧) દર્શનપ્રતિમાં, (૨) વ્રતપ્રતિમા, (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) (કાયોત્સર્ગ) પ્રતિમા (૬) વળી અબ્રહ્મ પ્રતિમા, (૭) સચિત્ત પ્રતિમા, (૮) આરંભવર્જન પ્રતિમા, (૯) પ્રેગવર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટવર્જન પ્રતિમા અને (૧૧) બ્રમણભૂત પ્રતિમા છે. એ ૧૧ પ્રતિમામાં જે પ્રતિમાં જેટલી સંખ્યાના નંબરવાળી છે તે પ્રતિમાના તેટલા માસ (અર્થાત તે પ્રતિમા તેટલા માસની) જાણવી. પુનઃ આગળ આગળની પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ પણ કરવાની હોય છે.પ્રશમ આદિ ગુણવડે વિશુદ્ધ અને કદાગ્રહ તથા શંકા આદિ શલ્ય રહિત એવું જે અનધ (નિર્દોષ) સમ્યકત્વ તે દુર્જનપ્રતિમા હેલી જાણવી. || ૮૯-૯૦ ||
નિશ્ચયે ૧૧ શ્રાવકપ્રતિમા ગુણસ્થાનના ભેદથી જાણવી શ્રાવકની પ્રતિમા બાહ્ય અનુષ્ઠાનરૂપ લિંગવડે જાણવી જ કારણથી સમ્યકત્વ વિગેરેનું કાર્ય દર્શનના કાર્ય તેની ઉત્પત્તિ તે શરીર વ્યાપારે કરીને કાયક્રિયામાં (કાયક્રિયા વડે) સમ્યફ પ્રકારે ઓળખી શકાય-જાણી શકાય છે, માટે ત્રણવાર શ્રી જીતેન્દ્ર પૂજાથી હેલી દર્શન પ્રતિમા (સમ્યક્ પ્રકારે જાણી શકાય છે.) શુશ્રુષા, ધર્મનોરાગ, ગુરૂનું તથા દેવનું સમાહિત વૈયાવૃત્ય દેવ ગુર્નાદિના વૈયાવૃત્યનો યથાસમાધિ-સુખપૂર્વક નિયમ એ. દર્શન પ્રતિમા (નું અનુષ્ઠાન રૂપ લિંગ) છે. દર્શન પ્રતિમામાં રહેલા શ્રાવકો સમ્યક્ત્વથી પતિત થયેલને નિન્દવોને યથાર્જીદોને અને કદાગ્રહવડે હણાયલા (અભિનિવેષિક મિથ્યાદ્રષ્ટિ)ઓને મનથી પણ વંદન કરતા નથી. રતિ પ્રથમ ટુર્શનપ્રતિમા બીજી પ્રતિમામાં શ્રાવક અણવ્રતધારી હોય, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, અને (ચોથી પ્રતિમામાં) ચતુર્દશી અષ્ટમી આદિ તિથિદિવસોમાં (ચાર તિથિઓમાં) ચાર પ્રકારના સંપૂર્ણપોસહનું તથા સખ્યત્વનું શ્રાવક પ્રતિપાલન કરે તથા બંધ આદિ અતિચારને વિષે અને અવધ (સાવધ-પાપ) કાર્યોની પ્રતિજ્ઞાવાળો હોય (તે વ્રતાદિપ્રતિમાં કહેવાય.) તેમજ ચારેપર્વોમાં યતિ થવાના ભાવને ઉત્પન્ન કરનાર નિર્દોષ અને અતિશુદ્ધ એવી પૌષધ ક્રિયા કરવી વોથી પોષઘપ્રતિમા તે છે. પૌષધ પ્રતિમા વજીને શેષ (પૌષધ પ્રતિમાના દિવસો સિવાયના અપર્વ) દિવસોમાં (પ્રતિમાધારી શ્રાવક) સ્નાન ન કરે, વિકટભોજી (પ્રગટઆહારી) હોય, મૌલીકૃત (કાછડી નહિ બાંધનાર) હોય, દિવસે બ્રહ્મચારી હોય, અને રાત્રે પરિણામકૃત (અમુક નિયમે અબ્રહ્મનો ત્યાગી) હોય. પૂર્વોક્ત ચાર પ્રતિમામાં કહેલા સર્વ નિયમ સહિત ૫ માસ સુધી ચારે દિશાએ કાયોત્સર્ગનો અભિગ્રહ કરવો તે અહિં પ્રતિમા પ્રતિમા જાણવી. એ પ્રમાણે પાંચે પ્રતિમામાં કહેલી ક્રિયાઓ સહિત હોય.
૧. એમાં પહેલી પ્રતિમા વિધિ સ્વરૂપ છે, ત્યારબાદ બે પ્રતિમા વર્જ્ય સ્વરૂપ છે, અને શેષ ૪ પ્રતિમા તથા સ્વરૂપ પ્રતિમા છે. અર્થાત વર્જ્ય સ્વરૂપ છે- ઇતિ પંચા. વૃતો.
Page 17 of 211
Page #18
--------------------------------------------------------------------------
________________
૨. ઉત્તરોત્તર ગુણવૃદ્વિના ભેદથી.
૩. પંચશક વૃત્તિમાં પ્રતિમા એટલે યોક્િ (શરીર) એ અર્થના પ્રતિપાદનમાં કાયક્રિયા અને કાયક્રિયાથી થતો. અભિવ્યંગ (એટલે વ્યક્ત ઉપલબ્ધિ) એ બેને પ્રતિમા એટલે ઓબ્દિ (શરીર) અર્થાત પ્રતિભાવંતનું શરીર કહેલ છે તેનો વિશેષાર્થ ત્યાંથી જાણવો.
૧. ચાર પ્રકારના પોસહમાં અમુક દેશથી અને અમુક સર્વથી એમ જે વર્તમાન સમાચારી પ્રમાણે અંગીકાર થાય છે તેમ પ્રતિમામાં ચારે પોસહ સર્વથી ઉચરાય છે માટે સંપૂર્ણપસંદ પંચા. વૃ. માં ગ્રન્થાન્તરના અભિપ્રાયથી કહ્યો છે.
બંધ આદિ અતિચારનો ત્યાગ વ્રત પ્રતિમાને અંગે જાણવો.
અવધનો ત્યાગ સામાયિક તથા પોસહ પ્રતિમાને અંગે જાણવો. ૪. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાસ્યા એ ચાર પર્વ જાણવા.
૧. પરંતુ જીનેન્દ્ર પૂજા માટે સ્નાન કરે, તે પણ સચિત્ત જળથી સ્નાન કરે એમ સંભવે છે. કારણ કે આઠમી પ્રતિમામાં જ્યાં “આરંભ પોતે ન કરે એવો અભિગ્રહ છે ત્યાં ઉષ્ણજળથી સ્નાન શ્રી જીતેન્દ્રની પૂજા માટે પ્રતિપાદન કર્યું છે, પરંતુ દેહના સંસાર માટે તો પ્રતિસાધારી સ્નાના કરી શકે જ નહિ.
૨. દિવસે જ ભોજન કરે અને રાત્રે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે તે શ્રાવક વિ૮મો ની કહેવાય અથવા પ્રકાશભાજી પણ કહ્યા છે.
૩. શ્રી પંચાશક વૃત્તિમાં ચતુષ્પથ વિગેરે સ્થાને કહ્યું છે અને અહિં ચતુર્દિશિ એટલે નગરની ચારે દિશાએ કહ્યું છે.
૪. એક રાત્રિની એટલે સર્વ રાત્રિકી પ્રતિમા–કાયોત્સર્ગ કરીને ઉપસર્ગથી પણ ચલાયમાન ન થાય અને સ્વાધ્યાય ધ્યાન કરે (એક દિશિમાં એક રાત્રિ કાર્યોત્સર્ગ કરી બીજે દિવસે બીજી દિશિએ એક રાત્રિક કાયેત્સર્ગ કરે એમ સંભવે છે.)
પરન્તુ વિશેષમાં એ કે નિશ્ચયે ૬ માસ સુધી રાત્રે પણ અબ્રહ્મચર્યનો ત્યાગ કરે તો તે બ્રહ્મ પ્રતિમા (અથવા અબ્રહ્મ પ્રતિમાં) કહેવાય. / ૯૧-૧૦૦ ||
શૃંગારિક કથાઓ ઉત્કૃષ્ટ શરીર શોભા અને સ્ત્રીઓની વાર્તાઓને ત્યાગ કરતો જે શ્રાવક એકાન્તથી (એટલે સર્વથા) અબ્રહ્મચર્યનો ત્યાગ કરે તે છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા ૬ માસની જાણવી. વળી માવજજીવ સુધી પણ અબ્રહ્મચર્યનો ત્યાગ હોય છે, નિશ્ચયે એ પ્રમાણે ભિન્ન ભિન્ન યોગયુક્ત એવો શ્રાવકધર્મ ઘણા પ્રકારનો હોય છે. એ ક્ત છએ પ્રતિમાની ક્રિયાવાળો હોય પરન્તુ વિશેષમાં જો નિશ્ચયથી સચિત્તનો પણ સર્વથા ત્યાગ સાત માસ સુધી કરે અને પ્રાસુક (નિરવધ-અચિત્ત) ભોજન કરે તે (સાતમાસના નિયમવાળી સાતમી સાવિત્ત પ્રતિમા (સચિત્તવર્જન પ્રતિમા) કહેવાય. એ સાતમી પ્રતિમામાં સાત માસ સુધી સચિત્ત આહાર ન કરે અને વિશેષમાં એકે જે જે હેઠળની (દર્શન પ્રતિમાદિ પ્રતિમાઓની) ક્રિયાઓ તે તે સર્વે ક્રિયાઓ ઉપરની પ્રતિમાઓમાં અવશ્ય જાણવી. પોતે આરંભ કરવાનો ત્યાગ કરે (કરાવવા અનુમોદવાની જયણા કરે), સ્નાન ન કરે છતાં પણ ઉષ્ણજળવડે સ્નાન કરી પૂજા કરવામાં તત્પર હોય તે આઠ માસની આઠમી પ્રતિમા છે. વળી જેને યાજજીવ સુધી પણ સચિત્તનો ત્યાગ હોય તોપણ જીનેન્દ્ર પૂજા કરીને ભોજન કરીશ એવી પ્રતિજ્ઞાવાળો હોય તેને ૬ માસ પ્રતિમાપેક્ષાએ અને પ્રતિમા વિના તો યાવન્યજીવ પણ આ આઠમી
Page 18 of 211
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા હોય છે. વળી નવમી પ્રતિમા ૯ માસની છે તેમાં સર્વથા પ્રેય આરંભનો ત્યાગ કરે, પૂર્વોક્ત આઠે પ્રતિમાની ક્રિયા સહિત હોય, અને જીનેન્દ્ર પૂજા (જળથી નહિ પણ) કપૂર અને વાસક્ષેપથી કરે. વળી દશમી પ્રતિમાં ૧૦ માસની છે તેમાં ઉદિષ્ટકૃત આહારનું ભોજન ન કરે, સુરમુંડના (હજામત કરાવે એટલે કેશરહિત મસ્તકવાળો) થાય અથવા શિખા (ચોટલી) પણ રાખે અને પૂર્વોક્ત ક્રિયાઓ સહિત સ્વાધ્યાય ધ્યાન કરે. વળી આ પ્રતિમામાં જે દાટેલો ધન સમૂહ હોય તે સંબંધિ પુત્રો પૂછે અને પોતે જાણતો હોય તો તે ધનસમૂહ બતાવે-કહે અને જો ન જાણતો હોય તો. કહે કે હું જાણતો નથી. હવે અગિઆરમી પ્રતિમામાં ઉત્કૃષ્ટથી ૧૧ માસ સુધી સાધુ થઇને વિચરે તેમાં ક્ષરમંડન કરાવે અથવા તો લોચ કરે અને રજોહરણ તથા પાત્ર પણ ધારણ કરે. || ૧૦૧-૧૧ ||
ભીક્ષાને અર્થે પોતાના કુળની નિશ્રા વડે અથવા સાધર્મીઓની નિશ્રાવડે વિચરે અને પ્રતિમા प्रतिपन्नम्य मे भिक्षां
૧. અર્થાત આઠમી પ્રતિમામાં એ પ્રતિજ્ઞા પણ હોય છે.
૨. સેવક આદિ પાસે આરંભ કરાવવાનો ત્યાગ કરે જેથી કરવું અને કરાવવું એ બે કરણના ત્યાગ થાય છે. અને શ્રાવક હોવાથી અનુમતિનો ત્યાગ તો હોય નહિ.
૩. પોતાને માટે કરેલા આહાર દ્રષ્ટ ઉદાર કહેવાય.
૪. નિશ્રાવડે એટલે તેઓને ઘર અર્થાત પોતાના સ્વજનના ઘરોમાં અથવા તો શ્રાવકોને ત્યાં ભીક્ષાર્થે જાય.
૫. મને પ્રતિમાધારીને ભીક્ષા આપો કહેવાય પણ મુનિવત્ ધર્મલાભ ન કહે.
વત્ એ વચન બોલીને ભીક્ષા ગ્રહણ કરે. મનિના ઉપાશ્રયથી બહાર પૂર્વોક્ત સ્વાધ્યાય ધ્યાન પૂર્વક રહે, અથવા તો પ્રમાદ રહિત મુનિની પેઠે બીજે ગામ વિહાર પણ કરે. તથા પ્રકારના કાર્ય પ્રસંગે જો સહાય (કોઇની હાય) હોય તો નદી તરી પણ બીજે ગામ વિહાર કરે. વળી આ. પ્રતિમામાં કેવળ ભાવસવ-ભાવપૂજા યુક્ત હોય પણ અહિં દ્રવ્યસ્તવ-દ્રવ્યપૂજા ન કરે. આ ૧૧ પ્રતિમાઓ સેવીને (સમાપ્ત થયા બાદ) કોઇ શ્રાવક મહાન ક્ષેત્રમાં સર્વવિરતિ અંગીકાર કરે, અને શ્રાવક તથા પ્રકારના ભાવ થયે ગૃહસ્થાવાસ પણ અંગીકાર કરે. એ સર્વ (૧૧) પ્રતિમાઓ જઘન્યથી અન્તર્મહતકાળ પ્રમાણની હોય અને ઉત્કૃષ્ટથી તો ક્ષય પામેલ રાગદ્વેષવાળા શ્રી સર્વજ્ઞભગવંતોએ એ પ્રમાણે (ઉપર કહેલા કાળ પ્રમાણે) કહી છે. || ૧૧૧-૧૧૫ II.
|| તિ શ્રાવરુપ્રતિમાથBIR IT. પૌષધ વ્રતનાં ૮૦ ભાંણા
પોષધના ચાર પ્રકાર છે :
(૧) આહાર પોસહ, (૨) શરીરસત્કાર પોસહ, (૩) બ્રહ્મચર્ય પોસહ, (૪) અવ્યાપાર પોસહ. એ ચાર પ્રકારના પ્રથમ દેશથી અને સર્વથી એમ અસંયોગી આઠ ભાંગા થાય છે. તે એકેક હોવાથી તેને સંયોગી કહેવાતા નથી.
એ ચાર પ્રકારના દ્વિસંયોગી ૨૪ ભાંગા થાય છે, તે આ પ્રમાણે – (આ ભાંગામાં એકડો હોય ત્યાં દેશથી સમજવું ને બગડો હોય ત્યાં સર્વથી સમજવું)
પ્રથમ પ્રકારના પૌષધના બીજા પ્રકારના પૌષધ સાથે ૪ ભાંગા થાય.
Page 19 of 211
Page #20
--------------------------------------------------------------------------
________________
૧-૨
૧-૧
૨-૧
૨-૨ પ્રથમ પ્રકારના પૌષધના ત્રીજા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. ૧-૧ ૧-૨ ૨-૧
૨-૨ એ જ પ્રમાણે ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા સમજવા. બીજા પ્રકારના પૌષધના ત્રીજા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. બીજા પ્રકારના પૌષધના ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. ત્રીજા પ્રકારના પૌષધના ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા થાય.
આ પ્રમાણે દ્વિસંયોગી ૨૪ ભાંગા થાય છે. હવે ત્રિક્સયોગી ૩૨ ભાંગા થાય છે, તે આ પ્રમાણે -
આહાર શરીર સત્કાર બ્રહ્મચર્ય
આ પ્રમાણે પહેલા, બીજા ને ચોથા સાથે ૮ એ જ પ્રમાણે પહેલા, ત્રીજા અને ચોથા સાથે ૮ એ જ પ્રમાણે બીજા, ત્રીજા ને ચોથા સાથે ૮
એમ ત્રિકસંયોગી ૩૨ ભાંગા જાણવા. હવે ચતુઃસંયોગી ૧૬ ભાંગા થાય છે તે આ પ્રમાણે :
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨
૧ ૨ ૨ ૨ આ જ પ્રમાણે પહેલા ભાંગામાં બગડો મૂકીને આઠ ભાંગા કરવા એટલે કુલ ૧૬ ભાંગા થશે. એમ અસંયોગી (સ્વાભાવિક) ૮, દ્વિકસંયોગી ૨૪, ત્રિકસંયોગી ૩૨ ને ચતુઃસંયોગી ૧૬ મળીને કુલ ૮૦ ભાંગા થાય છે. તેમાંથી વર્તમાનમાં માત્ર ચતુઃસંયોગી ૧૫મો ભાંગો ૧-૨-૨-૨ અને ૧૬મો ભાંગો ૨-૨-૨-૨ એ બે જ પ્રચલિત છે. એટલે ૧૫માં ભાંગામાં એક આહાર પોસહ દેશથી જેમાં એકાસણું કરાય છે અને બીજા ત્રણ ભાંગા સર્વથી હોય છે. અને ૧૬મા ભાંગામાં ચાર પ્રકારના પોસહ સર્વથી
Page 20 of 211
Page #21
--------------------------------------------------------------------------
________________
હોય છે એટલે તેમાં ઉપવાસ જે કરાય છે. આ સિવાયના ૭૮ ભાંગા માત્ર જાણવા માટે જ છે; પ્રવૃત્તિમાં નથી.
જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય વિનય (૨) ભાવ વિનય. દ્રવ્યને માટે રાજ રાજેશ્વર વગેરેની સેવા કરવી તે દ્રવ્ય વિનય.
કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનવાળા, દર્શનવાળા તથા ચારિત્રવાળાઓની સેવા કરવી તે ભાવવિનય. જે પુરૂષો વિનય ગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે-લક્ષ્મીને રળે છે-વાંછિતની સિધ્ધિ પામે છે-અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે તેમાં સંદેહ નથી.
માત્ર એક વિનય ગુણને લીધે માનવ સર્વોત્તમ ગણાય છે.
શાસ્ત્રમાં કહેવું છે કે નક્ષત્રની વાત-સ્વમની વાત-ધાતુયોગની વાત-નિમિત્ત શાસ્ત્રની વાત-મંત્ર અને ઓસડની વાત એ બધી હકીકતો વિશે સાધુએ ગૃહસ્થને કાંઇ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે.
છળ, કપટ વિનાનો શુધ્ધ વિનય બધી સંપદાઓના નિધાન સમાન છે. અપરાધોના અંધકારને ટાળવા સારૂં સૂર્ય સમાન છે. બધા પ્રકારની કુશળ સિધ્ધિઓ મેળવવા માટે સિધ્ધ વિધાના પ્રયોગ જેવો છે. અને બીજાના હૃદય રૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગૌરીના સંગીત જેવો છે.
શ્રાવકના બાર વ્રતોનું સામાન્યથી વણના
હવે પાપ તિમિરને ભેદવામાં સૂર્ય સમાન અને સમ્યક્ત્વની રાશિ સમ શ્રાવકના બાર વ્રત આરાધવા લાયક છે. તેમાં નિરપરાધી ત્રસ જીવોની હિંસા કે અંગ પીડાના રક્ષણ રૂપ પ્રથમ અહિંસા નામે શ્રાવકોનું અણુવ્રત છે. સુકૃત-કમળમાં હંસિ સમાન અતિ નિર્મળ એ અહિંસા ભવ-મોક્ષરૂપ નીર-ક્ષીરનો વિવેક બતાવવાને સેવનીય છે. પૃથ્વી અને સ્વર્ગના ભાગોની સુખ સંપત્તિ રૂપ સોપાન પંક્તિ યુક્ત એ અહિંસા મોક્ષ ગમન પર્યત નિઃશ્રેણિ (નિસરણી) રૂપ છે.
() સત્યવત - અહિંસા રૂપ લતાને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન મૃષાવાદ વિરમણ વ્રત પણ ભવ્યોના ભવનો અંત લાવે છે. ક્યાંય પણ અસત્ય ન બોલવું તે બીજું અણુવ્રત છે. વિશેષ કરીને ભૂમિ-કન્યા, ગોધન (પશુ) થાપણ તથા ખોટી સાક્ષી એ પાંચ બાબતમાં તો અસત્ય ન જ બોલવું, જેનાથી પ્રાણિઓને અહિત થાય તેવું સત્ય પણ ન બોલવું.
અસત્ય છતાં ધર્મને હિતકર થાય તેવું વચન બોલવાથી પુણ્યનો સંચય થતો હોવાથી સત્ય પણ તેની બરાબરી કરી શકતું નથી.
(૩) અસ્તેય વ્રત - હે સંસાર માર્ગના મુસા ભવ્ય જનો ! સત્ય વચન રૂપ વૃક્ષની છાયાની જેમ કલેશનો નાશ કરવાને અસ્તેય (અચૌર્ય) વ્રતને આરાધો. અનામત મૂકેલ, ખોવાઇ ગયેલ, વીસરી ગયેલ, પડી ગયેલ તેમજ સ્થિર રહેલ પરધન ન લેવું તે ત્રીજું અણુવ્રત છે. અસ્તેય રૂપ ક્ષીર સાગરમાં સ્નાન કરનારા સજ્જનોને સંસાર રૂપ દાવાનળ કદી તાપ ન ઉપજાવે.
(૪) બ્રહ્મવત - હવે મુક્તિ માર્ગે ગમન કરતા સજ્જનોને અસ્તેય રૂપ દીપકના પ્રકાશ સમાન બ્રહ્મચર્યવ્રત છે. સ્વદારામાં સંતોષ કે પરદારાનો ત્યાગ તે ગૃહસ્થોનું ચોથું અણુવ્રત છે.
Page 21 of 211
Page #22
--------------------------------------------------------------------------
________________
અહો! મુક્તિની સન્મુખ કરનાર બ્રાવ્રત વિપદાઓનો વિનાશ કરનાર ગણાય છે. જેઓ પરસ્ત્રીનો ત્યાગ કરવામાં સમર્થ છે તેમનામાં મોદાદિ દોષો સ્થાન પામતા નથી.
(૫) પરિગ્રહ પરિમાણ વ્રત - હે ધીર જનો ! એ ચાર વ્રતોના રૂપને જોવાને એક દર્પણ સમાન અને અત્યંત નિર્મળ એવા પંચમ વ્રતને ધારણ કરો. અસંતોષાદિ દોષો રૂપ સર્પ સરખા મોહન ઝેર ઉતારવામાં અમૃત સમાન પરિગ્રહનું જે પરિમાણ તે પાંચમું અણુવ્રત છે. ક્રૂર સંસાર રૂપ વધૂથી ડરેલા સુજ્ઞ જનને એ વ્રત મુક્તિ વધૂનો મેળાપ કરાવવાના સંકેત સ્થાન સરખું એવું પરિગ્રહ પ્રમાણ વ્રતરૂપ અદ્ભુત કલ્પવૃક્ષ છે.
(૬) પ્રથમ ગુણવત - હવે દશે દિશાઓમાં કરાતા ગમનના સંબંધમાં બાંધેલ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું તે દિશિવ્રત નામે પ્રથમ ગુણવ્રત છે. પાપરૂપ હાથીને પાડવાના વિકટ ખાડા સમાન એ વ્રત ધર્મરાજાના કનક સિંહાસન સમાન છે. તે દિ વિરતિ વ્રત ધર્મ રૂપી પુષ્પના ઉંચા વૃક્ષ સમાન છે કે જે ઉપર આરૂઢ થયેલ લોકોને પાપરૂપ શ્વાપદો (વિકરાળ જંગલી પશુઓ) દ્વારા ભય થતો નથી.
(0) ભોગો ભોગ પરિમાણ વ્રત - હવે ભોગ્ય - અને ઉપભોગ્ય વસ્તુનો જે પ્રમાણથી સ્વીકાર કરવો તે ભોગોપભોગ પરિમાણ નામે બીજું અણુવ્રત છે એ સાતમું વ્રત સુકૃત લક્ષ્મીના નિવાસ માટે એક કમળ સમાન છે પણ આશ્ચર્ય એ જ કે આલોક અને પરલોકમાં પણ તે સજ્જનોને સુવાસિત બનાવે છે.
(૮) અનર્થ દંડ વિરમણ વ્રત - હવે આર્તધ્યાન-રૌદ્ર ધ્યાન-શો આપવા-પાપ કાર્યોનો ઉપદેશ તથા પ્રમાદ તે અનર્થ દંડ છે અને તેનો ત્યાગ તે ત્રીજે ગુણવ્રત છે. અનર્થ દંડ વિરમણ વ્રતને ધારણ કરનારા ધીર પુરૂષો પુણ્ય સમુહથી ઉજળા થઇને મહા ઉદયને પામે છે.
(૯) સામાયિક વ્રત - હવે ઉત્તમ ધ્યાનવાળા તથા પાપકાર્ય નહિ કરનારા એવા મનુષ્યોનાં હૃદયમાં એક મુહૂર્ત પર્યત જે સમભાવ રહે છે તેને સામાયિક નામે પ્રથમ શિક્ષાવ્રત કહ્યું છે. સામાયિક વ્રત પાપ ઉર્મિને દૂર કરનાર છે તથા યતિધર્મની લક્ષ્મીને ક્રીડા કરવાની ભૂમિકા સમાના શાભે છે પ્રથમ શિક્ષાવ્રત તે મોક્ષ લક્ષ્મીની મમતાના આરંભરૂપ સમતાને ક્રીડા કરવાની રંગભૂમિ સમાન અને કરૂણા સાગરની ઉર્મિ સદશ ગણવામાં આવેલ છે.
(૧૦) દેશાવકાશિક વ્રત - છઠ્ઠા દિગવતમાં રાત્રે અને દિવસે પ્રમાણનો સંક્ષેપ કરવો તે દેશાવકાશિક વ્રત છે. સુજ્ઞશ્રાવક શ્રધ્ધાથી જેટલામાં દેશાવકાશિત કરે છે તે વખતે તે સ્થાન ઉપરાંત અન્ય સ્થળના આત્માઓને તે અભયદાન આપે છે.
(૧૧) પsધ વ્રત - હવે કુ વ્યાપાર-સ્નાનાદિનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને તપ એ પૌષધવ્રત નામનું વ્રત છે. વળી તે પૌષધ વ્રતને શુધ્ધ દીક્ષિત મુનિના ચારિત્રની પેઠે અહોરાત્ર કે સમસ્ત રાત્રિ પર્યત જિતેન્દ્રિય ભવ્યો આચરે છે. સંસાર રૂપી સર્પના મદનો નાશ કરવામાં પોષમાસ સરખું પૌષધ વ્રત આપત્તિના તાપનો નાશ કરે છે. (૧ર) અતિથિ સંવિભાગ - હવે મુનિને ચતુર્વિધ આહાર-
વપાત્ર અને વસતિ (ઉપાશ્રયનું) દાન તે અતિથિ સંવિભાગ વ્રત છે. શ્રધ્ધા પૂર્વક એક ભાગે સેવતાં પણ એ બારમું વ્રત ભવ્યોને અધિક ઉન્નતિ આપે છે.
ન ધર્મ ચિંતા ગુરૂદેવ ભક્તિ યેષાં ન વૈરાગ્ય લવોડપિ ચિત્તે |
Page 22 of 211
Page #23
--------------------------------------------------------------------------
________________
તેષાં પ્રસૂકલેશ ફ્લઃ પશૂના મિવોદ્ભવઃ સ્યાદૂદર ભરીણામ્ ।
ભાવાર્થ :- ધર્મચિંતા-દેવ ગુરૂની ભક્તિ અને વૈરાગ્યથી વાસિત ચિત્ત આ ત્રણ જેનામાં હોય તે મનુષ્ય છે. ધર્મચિંતા દેવગુરૂનો ભક્તિ અને વૈરાગ્યથી વાસિત ચિત્ત આ ત્રણ વિનાનો પશુ
સમાન છે. અને તે ઉદરભરી (ઉદર = પેટ ભરનારો) છે.
પ્રથમ અણુવ્રત
પ્રાણીવધના ત્યાગ રૂપ-કામદેવ કરતાં ચડિયાતું રૂપ, કુબેર ભંડારીનો પણ અહંકાર તોડી નાંખે એટલું બધું ધન, અખંડ સૌભાગ્ય અને આશ્ચર્યકારક આજ્ઞા પ્રધાન ઐશ્વર્ય, ઉદ્વેગ વગરનાં ભોગો, શોક વગરનો સ્નેહીઓનો સંબંધ, એ બધાં ફ્ળો સુખો પ્રાણી વધનો ત્યાગ કરવાથી મળી શકે છે. -સાધી શકાય છે.
જે પોતાના વચનમાં વા મોઢા ઉપર અને પોતાની આંખમાં કશો પણ વિકાર કળાવા દેતો નથી તે પુરૂષ કઠણમાં કઠણ કાર્યને જલ્દી સાધી શકે છે.
જીવઘાતનો ત્યાગ કરવો એ જ બધા ધર્મ કર્મોને ટકાવી રાખનારૂં મૂળ સાધન છે. મનમાં દ્વેષ-ક્રોધ-મદ-માન-માયા કે મોહભાવને પ્રથમ રાખીને અતિચારોને ન આચરવા. બીજું અણુવ્રત
અસત્ય વચનનો ત્યાગ - એક તો સાચી વાતને વા સાચી વસ્તુના સ્વરૂપને ઓળખવા જે કાંઇ બોલવું તે જુદું છે. અને બોજું તદ્દન ખોટું જ બોલવું વા સાચામાં ખોટાનો ગમે તેમ આરોપ કરીને બોલવું તે પણ જુદું જ છે. આ બન્ને પ્રકારનું જુઠું ભારે દુષ્ટ છે.
અપેક્ષાએ વચન સાચું હોય પરંતુ એવું સત્ય વચન બોલવાથી જીવની હિંસા થતી હોય તો તેવા સત્યવચનને પણ અસત્ય જાણવું. તેમજ હકીકતની અપેક્ષાઅ વચન ખોટું હોય છતાં એ પ્રમાણે બોલવાથી જીવની રક્ષા થતી હોય તો તેવું ખોટું વચન પણ સાચું જ સમજવું.
વચન બોલવું પડે તો એવું જ વચન બોલવું કે જે બોલવાથી પોતાને કે પરને કોઇપણ પ્રકારે
અંશ માત્ર પણ સંતાપ ન થાય.
ત્રીજું અણુવ્રત
પારકાનું ધન હરણ કરવું તે ચોરી તેનો ત્યાગ તે.
દ્રવ્ય ત્રણ પ્રકારનું છે (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર
નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-જે મનુષ્ય બુધ્ધિમાન છે તે નીચેની હકીકતોની જાહેરાત ન કરે -
ધનનો નાશ થઇ ગયો હોય, ચિત્તમાં ભારે સંતાપ વ્યાપ્યો હોય, ઘરમાં પોતાના સ્વજનોનું દુરાચરણ હોય, કોઇપણ સ્થળે પોતે ઠગાયો હોય, તેમજ અપમાન થયું હોય તો જાહેર ન થાય.
ચોથું અણુવ્રત
મિથુન એટલે જોડેલું તેની જે પ્રવૃત્તિ તેનું નામ મૈથુન
Page 23 of 211
Page #24
--------------------------------------------------------------------------
________________
બધા અધર્મ કાર્યોનો આરંભ મૈથુનને લીધે જ થાય છે. દુર્ગતિરૂપી ભૂમિકા પર બંધાયેલાં મોટા ઘરને ટકાવી રાખવા માટે મૈથુન એક સ્તંભ સમાના
પ્રમાદને દૂર કરવા માટે સમકિતમાં અનુરાગ રાખવો, ઇન્દ્રિયોના વિષયોમાં વિરાગ કેળવવો, સતપસ્વીજનો પ્રત્યે ભક્તિભાવ દર્શાવવો, અને પાપ કૃત્યોથી નિવૃત્તિ મેળવવી, પ્રતિદિન સદ્ગણોનો અભ્યાસ વધારવો, હંમેશા મૃત્યુનો અવિશ્વાસ રાખવો, સંસારમાં થતાં ભાવોનો વિચાર કર્યા કરવો તેમજ સૂત્ર અને અર્થનું શ્રવણ કરવું. આ સર્વ એકાગ્રચિત્તે કરવાથી સંસારના પ્રપંચો વારંવાર સતાવી ન શકે.
સમ્યગ જ્ઞાન
શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ક્રમાવે છે કે
પીયુષમસમદ્રોહ્યું રસાયન મનોવચમ્ |
અનન્યો પેક્ષ મેશ્વર્ય જ્ઞાનમાહુર્મનીષિણીમ્ II ભાવાર્થ :- સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું એવું છતાં જ્ઞાન એ અમૃત છે. ઔષધોના પ્રયોગથી નહિ બનેલું છતાં જ્ઞાન એ રસાયણ છે. અને અન્યની અપેક્ષાવાળું નહિ છતાં જ્ઞાન એ એશ્વર્યા છે. એમ બુદ્ધિશાળીઓ માને છે.
મજ્જત યજ્ઞઃ કિલાજ્ઞાને વિષ્ટાયામિવ શૂકર: |
જ્ઞાની નિમજ્જતિ જ્ઞાને મરાલ ઇવ માનસે || ૧ || ભાવાર્થ :- ભૂંડ જેમ વિષ્ટામાં ડૂબે છે. તેમ અજ્ઞાની પણ અજ્ઞાન રૂપી વિષ્ટામાં ડૂબે છે. અને હંસ જેમ માનસ સરોવરમાં ઝીલે છે તેમ જ્ઞાની જ્ઞાનરૂપ માનસ સરોવરમાં ઝીલે છે.
જ્ઞાન દાના દ્વાઝોતિ કેવલજ્ઞાન મુજ્જવલમ્ |
અનું ગૃહ્યા ખિલં લોકં લોકાગ્રમધિ ગચ્છતિ || ૧ || ભાવાર્થ :- જ્ઞાન દાનથી આત્મા ઉજ્જવલ કેવલજ્ઞાનને પામે છે અને અખિલ લોક ઉપર અનુગ્રહ કરીને મોક્ષપદને મેળવે છે.
દાનં દહતિ દૌર્બલ્ય શીલમ્ સૃજતિ સમ્મદમ્ |
તપસ્તનોતિ તેજાંસિ ભાવો ભવતિ ભતયે || ભાવાર્થ :- દાન દુર્ગતિને બાળે છે અર્થાત સગતિને આપે છે શીલ સંપદાઓનું સર્જન કરે છે. તપ તેજસ્વિતાનો વિસ્તાર કરે છે અને ભાવથી કલ્યાણ થાય છે. હેય ભાવના....
કાન્તર્ષિ કાબિષી ચેવ ભાવના ચાભિયોગિકી | દાનવી ચાપિ સમ્મોહિ ત્યાજ્યા પંચતયી ચ સા ||. કાદર્પ પ્રમુખા: પંચ ભાવના રાગ રંજિતાઃ |
યેષાં હદિ પદં ચક્રઃ તલ તેષાં વસ્તુ નિશ્ચયઃ ||. ભાવાર્થ :- કાન્દર્પો-કિલ્શિષી-આભિયોગિકી-દાનવી અને સન્મોહી આ પાંચ પ્રકારની
Page 24 of 211
Page #25
--------------------------------------------------------------------------
________________
ભાવના હોય છે રાગથી રંગાયેલી એ ભાવનાઓ જેઓના હૃદયમાં રહેલી છે તેવા જીવોને વસ્તુનો નિર્ણય ક્યાંથી થાય ? અથત થતો નથી. પહેલું અણુવ્રત...
અલસા ભવતા કાર્યો પ્રાણિવધે પંગુલાઃ સદા ભવત |
પરતતિષ બધિરા-જાત્યન્ધા: પર કલબેવુ || ભાવાર્થ :- હે ધર્મ જિજ્ઞાસુઓ ! તમારે જો સંગતિ મેળવવાની ઇચ્છા હોય તો શ્રેષ્ઠ જનોને નિંદિત એવા નીચ કાર્યમાં આળસુ બની નિરૂધોગી થાઓ, તેમજ પ્રાણીઓનો વધ કરવામાં હંમેશા પાંગળા બનો, પરપીડાઓમાં બધિરતા ધારણ કરો, અને પર સ્ત્રીઓને વિષે જન્માંધની માલ્ક પ્રવૃત્તિ કરો અથતિ તેમની ઉપેક્ષા કરો. બીજું અણુવ્રત....
અસત્યમપ્રત્યય મૂલ કારણે કુવાસના સર્દ સમૃધ્ધિ વારણમ્ |
વિપત્રિદાન પરવંચનોર્જિત કૃતાડપરાધ કૃતિભિર્વિવર્જિતમ્ II ભાવાર્થ :- અવિશ્વાસનું મૂલ કારણ, ખરાબ વાસના ઓનું નિવાસ સ્થાન, સમૃધ્ધિઓને નિવારવામાં અર્ગલા સમાન, વિપત્તિઓનાં મૂલ હેતુ, અન્ય જનોને છેતરવામાં અતિદક્ષ અને અપરાધોના ખજાના રૂપ એવું અસત્ય વચન જ્ઞાની પુરૂષોએ સર્વથા ત્યાગ કરેલું છે. ત્રીજું અણુવ્રત....
યન્નિવર્તિત કીર્તિ ધર્મ નિધનં સર્વાગતાં સાધનં || પ્રોનીલ વધ બંધનં વિરચિત કિલષ્ટાશયો બોધનમ્ ||
દોર્ગત્યેક નિબંધનું કૃત સુગ-ત્યાગ્લેષ સંરોધનમ્ |
પ્રોત્સર્પત પ્રધનં જિબ્રૂક્ષતિ ન - ધીમાનદત્ત ધનમ્ || ભાવાર્થ :- જે ચોરીનું ધન પ્રસિધ્ધ એવી કીર્તિ અને સંપત્તિનો નાશ કરે છે તેમજ સર્વ દુ:ખોનું સાધન વધ તથા બંધનને પ્રગટ કરનાર, કિલષ્ટ આશયોને ઉત્પન્ન કરનાર, દુર્ગતિનું મુખ્ય કારણ, સુગતિ-મોક્ષ સુખના સમાગમનો રોધ કરનાર અને સંગ્રામાદિકનો ભય ઉપજાવનાર છે તેવા અદત્તદ્રવ્યને ગ્રહણ કરવાની કયો બુદ્ધિમાન ઇચ્છા કરે ? ચોથું અણુવ્રત...
યસ્તુ સ્વદાર સંતોષી વિષયેષુ વિરાગવાન્ |
ગૃહસ્થોડપિ સ્વશીલેન યતિકલ્પ: સ કયતે || ભાવાર્થ :- જે પુરૂષ કામાદિક વિષયોમાં વિશેષ રાગનો ત્યાગ કરી પોતાની સ્ત્રી વિષે સંતોષ માની પ્રવૃત્તિ કરે છે તે ગૃહસ્થ કોટિમાં વર્તતો હોવા છતાં પણ પોતાના શીલ વડે મુનિ સમાન ગણાય છે. પાંચમું અણુવ્રત....
વ્યાક્ષેપસ્ય નિધિમંદસ્ય સચિવ શોકસ્ય હેતુ કલેઃ |
કેલી વેશ્મ પરિગ્રહ: પરિઘતે ર્યોગ્યો વિવિક્તાત્મ નામ્ // ભાવાર્થ :- પ્રશમ-શાંતિ ગુણનો એક કટ્ટો દુશ્મન, અધેર્યનો ખાસ મિત્ર, મોહ રાજાને વિશ્રાંતિનું સ્થાન, પાપરાશિની જન્મભૂમિ, આપત્તિઓનું મુખ્ય સ્થાન, અસદ્ ધ્યાનનું ક્રીડા વન,
Page 25 of 211
Page #26
--------------------------------------------------------------------------
________________
વ્યાક્ષેપનો ભંડાર, મદનો સચિવ-પ્રધાન, શોકનો મુખ્ય હેતુ તેમજ કલિનો એક કલિષ્ટાવાસ રૂપા પરિગ્રહનો વિવેકી પુરૂષોએ પરિહાર કરવો.
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (શ્રી લક્ષ્મણ ગણિ)
જેનામાં જૈનનાં સામાન્ય ગુણો હોય અને બીજા વિશેષ ગુણો પણ હોય તે સુશ્રાવકપણાનો લાભ પામી શકે છે.
નીચે જણાવેલાં સમ્યક્ત્વ વગેરે દ્વારા જૈન સામાન્ય ગુણોવાળાની કસોટી કરી શકાય એમ છે.
(૧) સમ્યક્ત્વ હોય. (સમ્યક્ત્વથી યુક્ત હોય.) સમ્યક્ત્વના દોષો.. (૨) શંકા (3) કાંક્ષા (૪) વિચિકિત્સા વગરનો હોય (૫) અવિમૂઢ દ્રષ્ટિવાળો હોય (૬) ઉપબૃહક એટલે સમ્યકત્વ વાળાનો ઉત્તેજક હોય (૭) સ્થિર કરનાર એટલે જેઓ સમ્યક્ત્વથી ખસી જતા જણાતા હોય તેમને સમ્યકત્વમાં સ્થિર કરનારો હોય (૮) વાત્સલ્ય-સમ્યકત્વવંતો તરફ વાત્સલ્ય ધરાવતો હોય (૯) સમ્યકત્વની પ્રભાવના વધે તેમ પ્રવત્તિ કરનાર હોય (૧૦) પંચ નમસ્કારનો પરમ ભક્ત હોય (૧૧) ચેત્યો કરાવતો હોય (૧૨) ચેત્યોમાં બિંબોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવતો હોય (૧૩) પૂજા કરવામાં ઉધમવંત હોય (૧૪) જિન દ્રવ્યનો રક્ષક હોય (૧૫) શાસ્ત્રોને સાંભળવા તરફ લક્ષ્યવાળો હોય (૧૬) જ્ઞાનદાતા (૧૭) અભયદાતા (૧૮) સાધુઓનો સંહાયક હોય (૧૯) કુગ્રહો-ખોટા કદાગ્રહોને દૂર કરનારો હોય (૨૦) મધ્યસ્થ (૨૧) સમર્થ-શક્તિશાળી (૨૨) ધર્મનો અર્થી-ધર્મનો ખપી (૨૩) આલોચક (૨૪) ઉપાયજ્ઞ-ઉપાયોને જાણનાર (૨૫) ઉપશાંત-શાંતિવાળો (૨૬) દક્ષ-ડહાપણવાળો (૨૭) દક્ષિણ-દાક્ષિણ્યવાળો (૨૮) ધીર (૨૯) ગંભીર (૩૦) ઇન્દ્રિયો ઉપર જય મેળવનાર (૩૧) અપિશન (૩૨) પરોપકારી અને (૩૩) વિનયવાનું
જેનામાં આ સામાન્ય ગુણો હોય તે માનવ વિશેષ ગુણોને ધારણ કરવાની ધીરતા મેળવી શકે છે. તે વિશેષ ગુણો આ પ્રમાણે.
(૧) જીવ વધ વિરમ- જીવ હિંસાથી અટકવું, જીવ વધની પ્રવૃત્તિથી અટકવું. (૨) અલિક વિરમણ- અસત્ય વચનથી અટકવું.(૩) પરદ્રવ્ય હરણ વિરમણ- પારકી વસ્તુઓની ચોરી કરવાની પ્રવૃત્તિથી અટકવું. (૪) યુવતિ વર્જન-બ્રહ્મચર્ય પાલન (૫) પરિગ્રહ પરિમાણ-પોતાના પરિગ્રહનું ધન-ધાન્ય-નોકર-ચાકરોનું પ્રમાણ બાંધવું. (૬) દિશામાન-ગમનાગમનનાં વ્યવહારવાળી દિશાઓનું પ્રમાણ બાંધવું. (૭) ભોગ-ઉપભોગનું પરિમાણ- પોતાના નિત્ય ઉપભોગમાં આવતી ખાનપાન-વસ્ત્ર-પાત્ર-આભૂષણ વગેરે વસ્તુઓનું પ્રમાણ કરવું તથા પોતાના ધંધાનું પ્રમાણ કરવું અને જે ધંધા વર્ય કહેલા છે તેનો ત્યાગ કરવો. (૮) અનર્થ દંડ વિરમણ- વિના કારણે કરાતી અનર્થ ઉપજાવનારી પ્રવૃત્તિઓથી અટકી જવું. (૯) સામાયિક-સમભાવનો અભ્યાસ પાડનારી ક્રિયા નિયમિત રીતે કરવાનું વ્રત- સામાયિક કરવું. (૧૦) દેશાવકાશિક- રોજની બધી વ્યવહારિક પ્રવૃત્તિઓનું માપ રાખવું. (૧૧) પૌષધવ્રત કરવું. (૧૨) અતિથિ દાનનો નિયમ રાખવો. (૧૩) વંદના (૧૪) પ્રતિક્રમણ-આચરેલા દોષોની આલોચના કરવી અને ક્રીવાર એ દોષો ન થાય એ રીતે પ્રવૃત્તિ માટે સાવધાનતા રાખવી. (૧૫) કાયોત્સર્ગ- આત્મચિંતન – ધ્યાન કરવું. (૧૬) સંવરની પ્રવૃત્તિ કરવી- સંવર એટલે મનમાં દોષો ન પેસે એ રીતે સાવધાનતા રાખીને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી અને
Page 26 of 211
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૭) પ્રવજ્યા- આ ૧૭ ગુણો કહેવાય છે.
પાંચમા આરામાં જન્મેલા જીવોનો મેક્ષ કેમ નહિ ?
મન્ને કલિકાલ જીઆ સેવય જણ વચ્છલા અચલચિત્તા । નિલ્લોહાય અકિવિણા સાહસિયા નેરિસા પુષ્વિ || 3 ||
ભાવાર્થ :- હું માનું છું કે કલિકાલના જીવો (૧) રાગાદિ સેવકજન પ્રત્યે વત્સલ છે.(૨) મિથ્યાત્વાદિમાં અચલ ચિત્ત છે. (૩) સ્વર્ગાદિકમાં સંતોષને ધરનારા છે. (૪) ગર્વાદિકમાં પોતાના સુકૃત્યોનો ઉદારતાપૂર્વક ત્યાગ કરનારા છે. (૫) ઇષ્ટ વિયોગાદિક આપત્તિઓમાં પણ પાપથી ન ડરે તેવા સાહસિક છે.
સર્વાત્મના યતીદ્રાણા મેતચ્ચારિત્રમીરિતમ્ । યતિધર્માનુરક્તાનાં દેશતઃ સ્યાદગારિણામ્ ॥ ૧॥
ભાવાર્થ :- પૂર્વે કહેવાયું તે ચારિત્ર સર્વ પ્રકારે યતિન્દ્રોએ પાલવાનું છે અને યતિધર્મમાં અનુરક્ત એવા શ્રાવકોએ એનું દેશથી પાલન કરવાનું છે.
મહા શ્રાવક્ર કોને કહેવાય ?
એવં વ્રતસ્થિતો ભકત્યા સપ્તક્ષેત્યાં ધનં વપન્ । દયયા ચાતિદીનેષુ મહાશ્રાવક ઉચ્ચતે ।। ૧ ।।
ભાવાર્થ :આવી રીતિએ સમ્યક્ત્વ મૂલ બાર વ્રતોમાં રહેલો જે આત્મા શ્રી જિનમૂર્તિ-શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ તથા સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક અને અતિ દીનોમાં દયાપૂર્વક દ્રવ્યનો સદ્યય કરે છે ત મહાશ્રાવક કહેવાય છે.
યઃ સદ્બાહ્ય મનિત્યં ચ ક્ષેત્રેશુ ન ધનં વપેત્ ।
કથં વરાકશ્વારિત્રમ્ દુશ્વર સ સમાચરેત્ ॥ ૨ ॥
પોતાની પાસે વિધમાન બાહ્ય અને અનિત્ય એવા ધનને જે ઉત્તમ ક્ષેત્રોમાં બિચારો દુ:ખે પાળી શકાય એવા ચારિત્રને કેવી રીતે આચરી શકશે ? નાધૃષ્ટઃ કસ્યચિત્ બ્રુયાન્ન ચાન્યાયન પૃચ્છતઃ |
જાનન્નપિ હિ મેઘાવી જડવલ્લોક આચરેત્ ॥
ભાવાર્થ :વાપરી શકતો નથી તે
ભાવાર્થ :
પૂછ્યા વિના કોઇની સાથે બોલવું નહિ. ખરાબ ઇરાદાએ પૂછનારને પણ ઉત્તર આપવો નહિ. જાણવા છતાં બુધ્ધિમાન્ પુરૂષે અનર્થંકર બાબતોમાં કેવલ લોકને વિષે જડની જેમ આચરવુ જોઇએ.
યત્ર બ્રહ્મ જિનાર્ચા ચ કષાયાણાં તથા હતિઃ ।
સાનુબન્ધા જિનાજ્ઞા ચ તત્તપઃ શુધ્ધમિષ્યતે II (જ્ઞાનસાર)
ભાવાર્થ :તપ કરનારમાં બ્રહ્મચર્યનું પાલન નિયમા હોવું જોઇએ. બ્રહ્મ એટલે આત્મા તેનું સ્વરૂપ તેમાં રમવું તે બ્રહ્મચર્ય. તપ કરનાર કર્મે સર્જેલા આત્માના વિભાવ રૂપ સ્વરૂપમાં રાચે નહિ. તપ કરનારો પોતાની શક્તિ મુજબ જિનેશ્વર દેવની પૂજા કરે. કષાયોની હત્યા કરે. જે તપમાં કષાયોની હિંસા-હત્યા હોય તે તપ શુધ્ધ છે. તપમાં શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એવું કરે કે તે જીવ સંસારમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી જિનની આજ્ઞા તેની સાથે રહે અને આવા જીવાને
Page 27 of 211
Page #28
--------------------------------------------------------------------------
________________
સાનુબંધા જિનાજ્ઞા પ્રાપ્ત થાય. (હોય) તે તપ જિન શાસનમાં શુધ્ધ ગણાય છે.
જગતના દુઃખનું મૂળ
યસ્ય ચારાધનો પાય સદાજ્ઞાભ્યાસ એવ હિ |
યથા શક્તિ વિધાનેન નિયમાન્સ ફ્લ પ્રદ: || ૧ /. જૈન શાસનના પરમ ભક્ત-પરમ પ્રભાવક શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજા ભવ્ય જીવોને ઉદેશીને માને છે કે- વીતરાગની આરાધનાનો ઉપાય વીતરાગની આજ્ઞાનો હંમેશા અભ્યાસ કરવો એ છે. રાગ-દ્વેષ એ દુ:ખનું કારણ છે. અને એના જ પ્રતાપે અનાદિકાળથી અનંતી લક્ષ્મી ગુમાવી કંગાળ જેવો બની ગયો છે.
વીતરાગની આરાધના સિવાય રાગદ્વેષનો ક્ષય થવો એ કોઇ રીતિએ શક્ય નથી. રાગ દ્વેષ ભયંકર છે એમ ભાસે તો જ આપણો આત્મા વીતરાગતા તરફ વળે. રાગ દ્વેષનો નાશ કરવા વીતરાગતા વિના એક પણ આધાર નથી.
વીતરાગને શી રીતે આરાધવા ? એ માટે શ્રી જિનેશ્વર દેવના શાસનના પરમ અભ્યાસી મહર્ષિઓ એક જ વાત માને છે કે
એની આજ્ઞા પાલનનો અભ્યાસ કરવો એ જ એની આરાધનાનો ઉપાય છે. જે જે આજ્ઞાઓ કરી હોય તે સમજવાનો આદરવાનો યાવજીવ અખંડિત પણે પાલન કરવાનો અભ્યાસ કરવો એ જ એક વીતરાગની આરાધનાનો ઉપાય છે.
यह सत्तरे गुण संयुक्त श्री जिनागममें भाव श्रावक कहा है।
ભાવાર્થ :- (ભાવના સંબંધી) શ્રાવક અવસર જાણી દીક્ષા ગ્રહણ કરે. તાત્પર્ય એ છે કે-શ્રાવક એ છે, કે જે બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તો પોતાના મનમાં પોતાને ઠગાયેલો માને. જેમ જગતમાં પોતાની અતિ વલ્લભ વસ્તુનું લોક સ્મરણ કરે છે, તેમ શ્રાવક પણ રોજ સર્વવિરતિ લેવાની ચિંતા કરે, અગર જો ગૃહવાસ પણ પાલે, તો પણ ઔદાસીન્યપણે, અલિપ્તપણે, પોતાને હેમાન સમજીને પાલે.
જૈનશાસનની દીક્ષા
આ, મારા ને તમારાં પૂજ્યનું કહેલું છે. જે આને છૂપાવે છે, જે આ વાતોથી ગભરાયેલા છે, તે સંસારના વિષયના કીડા છે. શ્રી જૈનશાસનથી વંચિત છે. ન બને, ન સ્વીકારાય, ન પળાય, તો બળજોરીથી આપવા અહીં નવરું કોણ બેઠું છે ? ભાગ્યશાળીઓ! સારી ચીજ હાથમાં ન લઇ શકો, પણ સાંભળવાનુંયે મન ન થાય ? ભાવનાયે ન થાય ? હૃદયમાં આ હશે તો સંસાર પણ સુખરૂપ બનશે. સંયમની ભાવના વિનાના સંસારમાં એ ફાગણ સુદી પૂનમની હોળીઓ સળગે છે. અંદરની પીડા અંદર હોય. માથે પાઘડી મૂકી, મોઢાં લાલ રાખી, અરે ! પાનના ડૂચાથી પરાણે લાલ રાખી. ફ્ટવું પડે છે. તમારી ઘરમાં, બજારમાં અને બહાર શી કિંમત છે ? તે વિચારો. બાલ્યાવસ્થાની દીક્ષા એટલે પડવાના ઓછામાં ઓછા સંભવવાળી દીક્ષા. આજે પૂજ્ય મહારાજશ્રીના સ્વર્ગવાસના દિવસે બીજું શું બોલું ? જે મહારાજશ્રીનું મન્તવ્ય એજ બોલું. મારે તો રોજ એજ બોલવાનું. હું તો એ નિયાણું કરું કે-મોક્ષ ન મળે ત્યાં સુધી ભવોભવ મને ઓઘો મળે ને જે યોગ્ય મહાનુભાવો આવે
Page 28 of 211
Page #29
--------------------------------------------------------------------------
________________
તેમને આપું. પૈસો, ટકો, બાયડી આપનારા તો ઘણાએ છે. એનો દુકાળ પડવાનો નથી. ભરતક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં સંપૂર્ણ દુકાળ પડશે, તો અમુક કાળે આનો-સર્વવિરતિ વિગેરેનો પડશે. પેલું-પૈસો ટકો વિગેરે તો અનાદિકાળથી ચાલુ છે અને અનન્તકાળ રહેવાનું છે. સાધુપમામાં રહી એની, એટલે અર્થકામની વાતો કરવી, તે ભાંડચેષ્ટો છે, ભવાઇ વિધા છે.
શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર. તેનાથી મુનિનું અપમાન કેમ થાય ? હું તો શ્રી. જિનેશ્વરદેવની આજ્ઞા મુજબનું આમનું કહેલું કહું છું. આવા નિડર બાપની મૂડી બતાવવામાં મને ભય શું ? નહિ લ્યો તો તમે ઠગાશો. સારો વેપારી તો સારો જ માલ બતાવે, એમ જ હું તો સર્વવિરતિ અને સર્વવિરતિ લાવનારાં સાધનો બતાવતો આવ્યો છું અને બતાવીશ. એ ન બતાવું તો શું હીરા બતાવું, કે જે ભૂલે ચૂકે પણ મોમાં મૂકાય તો પ્રાણ જાય? અર્થ અને કામ બતાવનારો જૈન સાધુ નથી. હવે આપણે આ મહાત્માએ કહેલા સત્તર ગુણની વિચારણા કરીએ.
ખડતલ ગુણો
પહેલું લક્ષણ - ત્રીથી વૈરાગ્ય. સ્ત્રી અનર્થનું ભવન, ચપળ ચિત્તવાળી, નરકની વાટ સરખી છે. આ સ્વરૂપને જાણનાર એને વશ ન થાય.
આ ભાવાર્થ સ્વર્ગસ્થ મહાત્માએ કહેલા શબ્દોનો છે. દરેક ગુણના પ્રથમ એવી રીતે અર્થ કરી વિચારીશું. જેવી રીતે પુરૂષ સ્ત્રીઓને આમ માનવાની છે, તેવી જ રીતે સ્ત્રીઓએ પણ પુરૂષથી. વૈરાગ્ય ધારણ કરવો જોઇએ.
બીજું લક્ષણ - ઇંદ્રિય વૈરાગ્ય. ઇંદ્રિયો ચપલ ઘોડા સમાન છે, ખોટી ગતિની તરફ નિત્ય દોડે છે. એને ભવ્ય જીવ, સંસાર સ્વરૂપ જાણીને સજ્ઞાન રૂપ રજુ-દોરડીથી રોકે.
ઇંદ્રિયો પાંચ. એમાં તમે કેટલા લોપાયા છો, તે વિચારો. નાટક, ચેટક, સીનેમા જોવાય, પણ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને ધર્મગુરૂ વિગેરેને માટે આંખ ન ઉઘડે ! તમામ ઇંદ્રિયોનો સદુપયોગ કરતાં શીખો. અવળે માર્ગે જતાં રોકો.
ત્રીજું લક્ષણ :- ધનથી વૈરાગ્ય. ધન સંર્વ અનર્થ અને કલેશનું કારણ છે, એ માટે ધનમાં લુબ્ધ ન થવું.
ચોથું લક્ષણ :- સંસારથી વૈરાગ્ય. સંસારને દુ:ખરૂપ, દુ:ખળ, દુઃખાનુબંધિ, વિડંબના રૂપ જાણીને સંસારથી પ્રીતિ ન કરે.
મહાત્મા કહે છે કે- સંસાર દુઃખરૂપ છે. સુખનું નામ નિશાન નથી. પણ દુ:ખ, પરંપરાએ પણ દુ:ખ.
પાંચમું લક્ષણ - વિષયથી વૈરાગ્ય. વિષયનું સુખ ક્ષણ માત્ર છે, વિષય વિષફ્લ સમાન છે, એમ જાણીને વિષયમાં વૃદ્ધિ ન કરે.
છઠ્ઠ લક્ષણ - આરંભ સ્વરૂપ જાણ. તીવ્ર આરંભ સદા વર્ષે, અગર જો નિર્વાહ ન થાય તો પણ સ્વઅલ્પ આરંભ કરે અને આરંભરહિતોની સ્તુતિ કરે, સર્વ જીવો ઉપર દયાવંત બને.
સાતમું લક્ષણ - ઘરને દુ:ખરૂપ જાણે. ગૃહવાસને દુ:ખરૂપ ફેંસી માનીને ગૃહવાસમાં વસે અને
Page 29 of 211
Page #30
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર મોહનીય કર્મને જીતવા ઉધમ કરે.
સમજ્યા ? આ મહાત્મા સંસારને શંસી માનવાનું કહે છે. ફ્રાંસી ? ચારિત્ર્ય મોહનીયા જીતવાના પ્રયત્નો કરવાનું કહે છે. એ શા માટે ? ઓઘો લેવા માટે. સંસાર ખોટો માટે ઓઘો લેવાનો. ન લેવાય તો કોઇ લે એ દેખીને રોમરાજી વિકસ્વર થાય. શ્રેણિક મહારાજાની જેમ લેનારના ચોપદાર થવાનું.
કેટલાક કહે છે કે- ઘણીએ દુનિયા ગમતી નથી, પણ શું કરીયે ? જેને ન ગમે તે તેમાં રાચે મારો ખરો ? દીક્ષા ગમે છે કે નહિ ? ગમે તો આવી જાઓ, ન અવાય તો લેનારને સહાય કરો.
આઠમું લક્ષણ :- દર્શનધારી. આસ્તિક્ય ભાવ સંયુક્ત જિનશાસનની પ્રભાવના, ગુરૂભક્તિ કરી, સમ્યગદર્શન નિર્મલ કરે અને ધર.
નવમું લક્ષણ - ગાડરીયા પ્રવાહને છોડે. ઘણા મૂર્ખ લોકો જે રીતે ગાડરીયા પ્રવાહની જેમ ચાલે તેમ ન ચાલે, પરંતુ જે કામ કરે તે વિચારીને કરે.
દશમું લક્ષણ :- ધર્મમાં આગળ થઇ પ્રવર્તે, આગમાનુસાર ધર્મમાં પ્રવર્તે. શ્રી જિનાગમ વિના. પરલોકનો યથાર્થ માર્ગ બતાવનાર બીજુ કોઇ શાસ્ત્ર નથી. એ માટે જે કામ કરે તે શ્રી જિનાગમને અનુસરીને કરે.
અગીઆરમું લક્ષણ :- દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તે. પોતાની શક્તિને ગોપવ્યા વિના ચાર પ્રકારનો દાનાદિક ધર્મ કરે.
બારમું લક્ષણ :- વિધિ માર્ગમાં પ્રવર્તે. હિતકારી, અનવધ, પાપ વગરની, ધર્મ ક્રિયાને ચિંતામણિ રત્નની જેમ દુર્લભ માની કરે અને એ પ્રત્યે કોઇ મૂર્ખ ઉપહાસ્ય કરે તો લજ્જા ન પામે.
તેરમું લક્ષણ :- મધ્યસ્થ રહે. શરીરને રાખવા વાસ્તે ધન, સ્વજન, આહાર, ઘર વિગેરેમાં વસે, ભોગ કરે, પરંતુ તેમાંની કોઇપણ વસ્તુમાં રાગદ્વેષ ન કરે.
ચૌદમું લક્ષણ :- અરક્તદ્વિષ્ટ-ઉપશાંતવૃત્તિ એ સાર છે. એ વિચારી રાગદ્વેષમાં લેપાયમાન ન થાય, ખોટો આગ્રહ ન કરે, હિતનો અભિલાષી બની મધ્યસ્થ રહે.
પંદરમું લક્ષણ - અસંબદ્ધ-સર્વ વસ્તુના ક્ષણભંગુરપણાને નિરંતર વિચારે. ધન વિગેરેની સાથેનો પ્રતિબંધ તજે.
સોળમું લક્ષણ :- પરહિત માટે અર્થકામનો ભોગી ન થાય. સંસારથી વિરક્ત મનવાળો થાય, કેમકે-ભોગ ભોગવવાથી આજ સુધી કોઇ તૃપ્ત થયું નથી. પરંતુ શ્રી આદિકના આગ્રહથી અગર જો ભોગોમાં પ્રવર્તે, તો પણ વિરક્ત મનવાળો રહે.
સત્તરમું લક્ષણ :- વેશ્યાની માફ્ટ ઘરવાસ પાલે વેશ્યાની માફ્ટ અભિલાષા રહિત વર્તે. એમાં વિચારે કે- આજકાલ આ અનિત્ય સુખ મારે છોડવાં પડશે, આ માટે ઘરવાસમાં સ્થિરભાવ ન રાખે.
વેશ્યાને ઘર હોય ? વેશ્યાનો પ્રેમ કેવો ? એની બધી ક્રિયા શા માટે ? જેમ વેશ્યાનો પ્રેમ, એ ઘરમાં, એ આવનારમાં, એ ક્રિયામાં નહિ પણ પૈસામાં તેમજ શ્રાવકનો પ્રેમ ઘરમાં, કુટુંબમાં, ધનમાં, સ્ત્રીમાં, પરિવારમાં કશામાં નહિ. પ્રેમ માત્ર એ બધાના ત્યાગમાં. આ મહાત્માએ ભાવશ્રાવકના આ મુજબ સત્તર લક્ષણ કહ્યાં છે.
9. મૂઈન્તિ માવવિશ્વેષ -- ૧. શ્રી જિનબિંબોમાં મૂચ્છ પામે છે.
Page 30 of 211
Page #31
--------------------------------------------------------------------------
________________
જે
%
પ્લે
છું
હું
૯.
૨. ન્યત્વે સ્વાધ્યાયરોષ --
૨. સિદ્ધાન્તોના સ્વાધ્યાય, એટલે કે-તેની વાચના, પૂચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથામાં રાગ કરે છે. 3. રિનૌત્તિ સાઘમિનy --
સમાનધર્મી જનો ઉપર સ્નેહ કરે છે. ૪
प्रीयन्ते सदनुष्ठानेषु -- ૪.
ઉત્તમ અનુષ્ઠાનોમાં પ્રીતિ રાખે છે. तुष्यन्ति गुरुदर्शनेषु -- સદ્ગુરૂના દર્શનમાં તોષ પામે છે. हृष्यन्ति सदर्थोपलेम्भेषु -- ઉત્તમ પ્રકારના અર્થોની પ્રાપ્તિમાં હર્ષ પામે છે. द्विपन्ति व्रतातिचारकरणेषु -- વ્રતોમાં અતિચાર કરનારી ક્રિયાઓ ઉપર દ્વેષ કરે છે. कुध्यन्ति समाचारीविलोपेषु -- સમાચારીનો વિલોપ કરનારી કરણી ઉપર ક્રોધ કરે છે. रुप्यन्ति प्रवचनप्रत्यनीकेषु --
પ્રવચનના પ્રત્યેનીકો ઉપર રોષ કરે છે. ૭૦, માઘને ર્મનિર્નરોષ -- ૧૦.
કર્મની નિર્જરા કરનારી ક્રિયાઓમાં મદ પૂર્વક પ્રવૃત્તિ કરે છે.
अहइकुर्वन्ति प्रतिज्ञातनिर्वाहणेषु -- ૧૧. પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારેલી ક્રિયાઓનો નિર્વાહ કરવામાં અહંકાર કરે છે. ૧૨. 3યEMરિત પરીપદેષ -- ૧૨. પરીષહોમાં અક્કડ રહે છે. १३. स्मयन्ते दिव्याधूपसर्गेषु -- ૧૩. દિવ્યાદિ ઉપસર્ગોને સહવામાં ગર્વવાળા બને છે. ૧૪. ભૂયંતિ પ્રવનમામિન્યમ્ -- ૧૪. પ્રવચનના માલિન્યની રક્ષા કરે છે. 99. વવયન્તીન્દ્રિયધૂર્તમ્ --
ઇન્દ્રિયો રૂપી ધૂર્તગણને ઠગે છે. १६. लुभ्यन्ति तपश्चरणेषु -- ૧૬. તપશ્ચરણમાં લોભ કરે છે. ૭. ધ્યત્તિ વૈયાવૃત્યાવરy --
વૈયાવૃત્યની આચારણાઓમાં અતિશય લોભ કરે છે. ૧૮. 31મ્યુvપદ્યને ધ્યાનયોકોષ -- ૧૮. સુંદર ધ્યાનના યોગોમાં ખૂબ ઉધમ કરે છે.
Page 31 of 211
9.
,
૧૫. ઇન્દ્રિો
Page #32
--------------------------------------------------------------------------
________________
98.
तृष्यन्ति परोपकारकरणेषु -- ૧૯. પરોપકાર કરવામાં તૃષાતુર રહે છે. निध्नन्ति प्रमादचौरविघ्नम् - પ્રમાદરૂપ ચોરોના સમૂહને હણે છે. વિમ્પતિ મવપદ્મમળાત્
૨૦.
૨૦.
૨૬.
૨૧. ભવચક્રના ભ્રમણથી વ્હીએ છે.
૨૨. મુનુષ્યો વિમાર્ગપારિતામ્ -- ઉન્માર્ગચારિતાને ધિક્કારે છે. रमन्ते निर्वृतिनगरीगमनमार्गे
૨૨.
૨૩.
૨૪.
૨૩. મુક્તિરૂપી નગરીમાં જવાના માર્ગમાં રમે છે. उपहसन्ति विषयसुखशीलताम् -- ૨૪. વિષયસુખશીલતાનો ઉપહાસ કરે છે. उद्विजन्ते शैथिल्पाचरणात्
२५.
૨૫.
શિથિલતાભર્યા આચરણથી ઉદ્વેગ પામે છે. शोचन्ति चिरन्तनदुश्चरितानि
૨૬.
૨૬.
૨૦.
૨૭.
૨૮.
૨૮.
૨૧.
૨૯.
--
--
--
--
પ્રાચીન દુરિતોનો શોક કરે છે.
गर्हन्ते निजशीलस्खलितानि
પોતાના સદાચારોની સ્ખલનાઓની ગર્હા કરે છે.
निन्दन्ति भवचक्रनिवासं
--
ભવચક્રના નિવાસને નિર્દે છે. आराधयन्ति जिनाज्ञायुवतीम्
--
શ્રી જિનાજ્ઞારૂપી યુવતીને આરાધે છે. प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् --
રૂ.
30.
ગ્રહણ અને આસેવન રૂપ જે બે શિક્ષાઓ, તે રૂપ બે લલનાઓને સેવે છે.
આવી રીતે ધર્માત્મામાં રાગાદિ પણ સદ્ગુણ બને છે. તમે જોઇ શકશો કે-શ્રી વીતરાગ પરમાત્માના સાધુમાં પણ જેને આજે દોષ રૂપ અજ્ઞાન દુનિઆ કહે છે તે આ રીતે હોય છે. આત્મનાશક દોષો અને ભવભ્રમણ ટાળવા માટે આ વસ્તુ જરૂરી છે. હા, સંપૂર્ણ વીતરાગ થઇ ગયા
બાદ આવી દશા નથો રહેતી. પણ તે પહેલાં હોય તે નિન્દાપાત્ર નહિ પણ પ્રશંસાપાત્ર છે.
શુક્લ પાક્ષિક શ્રાવકનું સ્વરૂપ
પૂજ્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રાવકધર્મનું નિરૂપણ કરતાં જણાવે છે કે
"परलोयहितं सम्मं सो जिणवयणं सुणेइ उवउत्तो । अइ तिव्य कम्म विगमा मुक्को सो सवगो एत्थ ||”
જે કોઇ આત્મા ઉપયોગવાળો થઇને પરલોકમાં હિતને કરવાવાળાં જિનવચનોને શઠતાનો
Page 32 of 211
Page #33
--------------------------------------------------------------------------
________________
ત્યાગ કરવા પૂર્વક અતિ તીવ્ર કર્મના નાશથી સાંભળે છે, તે આત્મા ઉત્કૃષ્ટ વા શુક્લપાક્ષિક શ્રાવક કહેવાય છે.
ઉપર લખેલ મૂળ શ્લોકની ટીકા કરતાં ટીકાકાર મહર્ષિ જણાવે છે કે જે કોઇ આત્મા. જિનવચનને સાંભળે છે તે શ્રાવક બની શકે છે. આથી ચોખ્ખું જ છે કે-કોઇ આત્મા શ્રાવક કુળમાં ઉત્પન્ન થયો હોય છતાં જો જિનેશ્વરદેવનાં વચનોને ભાવપૂર્વક ન સાંભળતો હોય યા સાંભળવા છતાં સમયધર્મને નામે વિરોધ ઉઠાવતો હોય, તો કહેવું જ પડશે કે તે નામનાજ શ્રાવકો કહેવાય. જેમ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિયના કુળમાં ઉત્પન્ન થયેલ ક્ષત્રિય કહેવાય તેમ શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલ પ્રાણીને શ્રાવક જ કહી શકાતો નથી, કારણ કે-શ્રાવકપણા વિશેષનું કારણ ક્રિયા છે. આથી એમ ન સમજવું કે-શ્રાવક કુળ નકામું છે. કારણ એ છે કે-ઉત્તમ કુળના મહિમાને લઇ ઘણે ભાગે ધર્મપ્રાપ્તિ સુલભ છે એથી કામનું છે છતાં શ્રાવક તો ત્યારેજ કહેવાય કે નિરંતર જિનવચનનું શ્રવણ કરે.
આથી બીજી વાત પણ સ્પષ્ટ થાય છે કે શ્રોતિ રતિ શ્રાવO: યુત્પત્તિ કરી જો કોઇ એમ માને કે- ગમે તે એટલે અર્થકામની પુષ્ટિ કરવાવાળાં જે વચનો અથવા અર્થકામની પુષ્ટિવાળાં કાવ્યાદિકને અસર્વજ્ઞનાં વચનોનું શ્રવણ કરવાથી પણ શ્રાવક બની શકાય, અને તે ધર્મસ્થાનકે તેવાં વચનો બોલવામાં, બોલાવવામાં ને સાંભળવામાં સાધુ અથવા શ્રાવકોને કંઇ બાધ કરતા નથી, આવું બોલનાર સાધુઓ અથવા શ્રાવકો પ્રભુની આજ્ઞાથી વિપરિત બોલનાર છે, એમ કેમ ન કહી શકાય? અર્થકામની પુષ્ટિવાળાં જે વચનો તથા અસર્વજ્ઞોનાં જે વચનો તે મોક્ષ અર્થ સાધનાર નહિ હોવાના કારણે, તેનું જે શ્રવણ તે અનુચિત છે, માટે મોક્ષાર્થી ભવ્ય પ્રાણીએ તેવાં વચનો ન સાંભળવાં જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે નિરંતર જિનવચનનું શ્રવણ કરે ત્યારે શ્રાવક કહી શકાય. જિનવચનનું કથન પણ એવાં પ્રકારનું હોવું જોઇએ કે જે પરલોકમાં હિતકારી થાય. જિનાગમોમાં તમામ વસ્તુઓનું નિરૂપણ છે. સાંભળવાનું પણ તે કહ્યું કે જે પરલોકમાં હિતકારી હોય. જિનવચનોને આરાધવાથી જ પરલોક અનુકુલ થાય છે. વળી પરલોકમાં હિતકારી અવં જિનવચનનું શ્રવણ જણાવ્યું. આ ઉપરથી એમ પણ થયું કે-ઇહલોકહિતકારી જે નિમિત્ત શાસ્ત્રો,
જ્યોતિષ પ્રભૂત, અષ્ટાંગનિમિત્ત વિગેરે જિનવચનો છે તે સાંભળવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો કે નિમિત્ત શાસ્ત્રાદિ અભિપ્રાય વિશેષથી પરલોકમાં હિતકારી છે, પરંતુ મુખ્યત્વે કરીને તા આ લોકમાંજ હિતકારી છે. અહિં કોઇ શંકા કરે કે-અભિપ્રાય વિશેષથી જે પરલોક હિતકારી બને છે તે વચનો પરલોક હિતકારી જ છે, માટે તેનું પણ શ્રવણ કરવું. જો એમ છે તો તમામ કુશાસ્ત્રો પણ સાંભળવાં. શા માટે એકજ જિનવચન પરલોક હિતકારી કહેવાય ? કારણ એ છે કે-અભિપ્રાય વિશેષથી તમામ કુશાસ્ત્રોનું પણ પરલોક હિતપણું ઇષ્ટ છે, માટે જ ટીકાકાર મહર્ષિ જણાવે છે કે-શ્રાવક ક્યારે કહી શકાય કે-જ્યારે શ્રી જિનવચનનું શ્રવણ કરે ત્યારે. વળી જિનવચન કેવા પ્રકારનું ? તો ઘરભોદિયું એટલે પરલોક હિતકારી હોય તેનું. આ વિશેષણથી જે સાક્ષાત પરલોક હિતકારી સાધુ અને શ્રાવકની ક્રિયાયુક્ત જે જિનવચન હોય તે સાંભળવું અને તે સાંભળતાં શ્રાવક થઇ શકે. આથી સ્પષ્ટ છે કે-સાધુ અને શ્રાવક ધર્મયુક્ત જિનવચન જે પરલોક હિતકારી હોય તે સાંભળવાનો અધિકારી છે. જ્યોતિષ શાસ્ત્રાદિ જે ઇહલોક હિતકારી છે તે સાંભળવાનો નિષેધ છે. જે કોઇ એમ કહે કે- “પૂર્વાચાર્યોએ સંસાર વ્યવહાર પોષવા માટે જ્યોતિષ નિમિત્ત શ્રાદ્ધવિધિ વિગેરે
Page 33 of 211
Page #34
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રો બનાવ્યાં છે, જે હાલ મોજુદ છે.” આવું જે બોલવું તે નર્યું અજ્ઞાન છે. કારણ-લબ્ધિધરોએ પણ પોતાની લબ્ધિઓનો ઉપયોગ પોતાના દેહને માટે કર્યો નથી એમ શાસ્ત્રમાં જણાવે છે. જેમ સનતકુમાર આદિ મહાત્માઓનાં દ્રષ્ટાંતો છે. તો પછી દુનિયાદારીને પોષવા માટે બીજાને બતાવેજ
ક્યાંથી ? અર્થા-નજ બતાવે. શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રન્થોની અંદર શ્રાવકધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, પણ દુનિયાદારીને પોષી નથી. જો દુનિયાદારીને પોષે તો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફે શું ? કારણ જ્ઞાનીઓએ તો જણાવ્યું કે- સંસારાવલિ દ્રા નીર સંસાર એ દાવાનળ છે. અહિં સુજ્ઞ વાંચક વર્ગ વિચારશે કે-જે સંસારને જ્ઞાનીઓ દાવાનળ તરીકે ઓળખાવે છે, તે જ્ઞાનીઓ સંસારરૂપી દાવાનળને વધારવા તમોને શું અર્થકામની લાલચો બતાવશે ખરા ? અર્થાત્ નહિ જ બતાવે. કારણ સંસારરૂપી દાવાનળમાં તમામ પ્રાણીઓ બળી રહ્યાં છે. તે બળી રહેલાં પ્રાણીઓને બચાવવાનો જ્ઞાની પ્રયત્ન કરે કે સંસારપોષક રૂપ લાકડાં હોમી વિશેષ પ્રકારે બાળે ? કહેવું જ પડશે કે-પોતે સંસારને દાવાનળ માનીને નીકળ્યા અને બીજાઓને તેમાં રહેવાનું કહી અર્થકામનો ઉપદેશ દે, તો તે ખરેખર મૂર્ખ અને અજ્ઞાની કહેવાય. અરે મૂર્ખ હોય તે પણ સારો, કારણ કે તે પણ સમજે કે આ અગ્નિ છે, અડીશું તો દાઝીશું, તો તે પણ ન અડે. કોઇ બાળક અડતો હોય તો પણ ના પાડે, પરંતુ પોતે સંસારને દાવાનળ માનનાર બીજાને સારો કહી, અર્થકામનો ઉપદેશ આપી, તેમાં વિશેષ બાળનારને શું ઉપનામ આપી શકાય, તે વિચારણીય છે.
વળી કલ્પસૂત્રમાં કુંકણ દેશના વૃદ્ધ સાધુનું દ્રષ્ટાંત તો જાણીતું જ છે કે-કાઉસ્સગમાં વાર થઇ ત્યારે ગુરૂ મહારાજે પૂછયું કે-આટલી બધી વાર કેમ થઇ ? ઉત્તરમાં વૃદ્ધ સાધુ જણાવ્યું કે-દયા ચિંતવી. પુનઃ ઉત્તરમાં જણાવ્યું કે-ખેતીનો ટાઇમ થવા આવ્યો છે, મારા પુત્રો નિશ્ચિત છે, તેઓ ખેતરમાં સુડ નહિ કરે તો ધાન્ય બરાબર પાકશે નહિ તો બિચારા શું ખાશે. ગુરૂ મહારાજે જણાવ્યું કે-તેં દુર્ગાન ચિંતવ્યું. વાંચક વર્ગ વિચારશે કે જ્યારે પોતાના પુત્રો સંબંધી આ લોકની ચિંતા માત્ર કરવાથી ખરાબ ધ્યાન કહેવાય તો પછી મોક્ષાર્થી મુનિઓ આરંભ-સમારંભ યુક્ત એવો અર્થકામનો ઉપદેશ કેવી રીતે આપી શકે ? નજ આપી શકે. કોઇ બહલકર્મી આત્મા સંસારપોષક ઉપદેશ આપે. તોય મોક્ષાર્થી શ્રાવક સાંભળેજ નહિ. જો સંસારના કારણ એવા અર્થકામની પુષ્ટિનો ઉપદેશ મુનિ આપે તો ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે-અર્થની દેશના જે આપે તે શાસ્ત્રને લોપનાર છે અને મોક્ષમાર્ગનો ચોર છે. તેથી જ મોક્ષમાર્ગ તેનાથી ચલાવી શકાતો નથી. તેમજ સંસારપોષક પાપોપદેશ કોઇ કાલમાં જ્ઞાનીઓ આપતા નથી, આપ્યો નથી અને આપશે પણ નહિ. જ્ઞાનીની આજ્ઞાનુસાર અનુસરવાવાળા એવા જે મુનિ હોય તેમનાથી પણ પાપોપદેશ આપી શકાય નહિ, કારણકે-જે કોઇ કાળમાં, જે ક્ષેત્રમાં ઝેર ખાઇએ તો મરી જવાય, તેમ સંસાર વૃદ્વિરૂપ પાપોપદેશ, દેનાર ને સાંભળનાર બેઉને દુર્ગતિમાં લઇ જનાર છે. કોઇ જણાવે કે-જગતના ઉદ્ધાર વાસ્ત બહષભદેવપ્રભુએ પુરૂષની તેમજ સ્ત્રીની ૭૨ તથા ૬૪ કળાઓ તથા સો શિલ્પશાસ્ત્રો વિગેરે બનાવ્યું; તો પછી ત્યાગી મુનિઓ જગતના ઉપકાર માટે સંસારવ્યવહાર સંબંધીનું શિક્ષણ આપે તો શું વાંધો ? અને સમજવાની જરૂર છે કે પ્રભુએ રાજ્યાવસ્થામાં બતાવ્યું કે ત્યાગાવસ્થામાં ? કહેવું જ પડશે કે-રાજ્યાવસ્થામાં. હવે વિચારો કે-જે રાજ્યાવસ્થામાં બતાવેલ હોય તે ત્યાગાવસ્થામાં સ્વીકારી શકાય ? નહિ જ. કારણકે-રાજ્યવસ્થા પાપયુક્ત છે, જ્યારે ત્યાગાવસ્થા પાપરહિત છે. એથી જ રાજ્યાવસ્થામાં બતાવેલ કળાઓ વિગેરે પાપયુક્ત છે. કાલિકાલસર્વજ્ઞ ભગવાન
Page 34 of 211
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીમહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે- સર્વમપોવાતું સાવદ્ય માટે મોક્ષાર્થીને ઉપાદેય હોઇ શકે નહિ.
વળી શ્રીમાન્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે-પ્રાણીઓએ સ્વશક્તિથી નિરંતર પરોપકાર કરવો જોઇએ, કારણ કે-આ ઉત્તમ નીતિ છે. તે પરોપકાર સ્વોપકારથી જુદો નથી માટે પરોપકાર કરવાથી સ્વોપકાર થઇ જાય છે. તે પરોપકાર તમામ અનિષ્ટ પદાર્થોનો ત્યાગ થવાથી ને ઇષ્ટ પદાર્થોના યોગથી સાધ્ય છે અને તે ઇષ્ટ પદાર્થ એકાન્ત અનંત સુખને કહેવાય છે, અને તે એકાન્ત અનંત સુખ મોક્ષમાં છે. સંસારમાં નથી, કારણ કે-સંસારમાં પ્રકÈણ સ્વયં નાશ પામવાવાળું દુ:ખ સહિત સુખ છે માટે મોક્ષના અર્થીઓને મોક્ષ દેવા વડે પરોપકાર સાધ્ય છે. વળી મોક્ષ કાં હાથમાં લઇ આપી શકાતો નથી માટે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય દેખાડવો, કારણ કે સમ્યફ સેવેલ ઉપાયથી ઉપેયની સિદ્ધિ સુખે થાય છે તયારપાય: પ્રભુ ઘર્મ ઇવ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય નિશ્ચયથી ધર્મ જ છે. આથી સ્પષ્ટજ છે કે મોક્ષ આપવા સમાન દુનિયામાં કોઇ બીજો પરોપકાર છેજ નહિ. માટે મોક્ષ ને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ધર્મ, તેજ ઉપદેશ પંચમહાવ્રત ધારી ગુરૂવર્યો આપી શકે. અન્યથા સંસારવ્યવહારના ઉપદેશ દેવાથી મહાવ્રતો ભ્રષ્ટ થાય છે. અરે અભવ્ય પણ મોક્ષની શ્રદ્ધા નહિ હોવા છતાં પણ જ્યારે મોક્ષાર્થીઓને મોક્ષનો ઉપદેશ આપે તો પછી ભવ્ય મુનિઓને માટે પૂછવું જ શું ? કેમકે સાચા જેનો મોક્ષ સિવાય સાંસારિક એક પણ પદાર્થને સાધ્ય તરીકે ગણતા. નથી. જ્યારે કોઇ આત્મા ત્યાગ ધર્મ સ્વીકારે છે, ત્યારે સાવધને મન, વચન, કાયાએ કરવું નહિ, કરાવવું નહિ, કરતાને સારો જાણવો નહિ-આ પ્રમાણે સળં સાવM નોાં પURUરવામિ ના પાઠથી સ્વીકારે છે, તેવા મુનિઓથી સંસારવ્યવહારનો ઉપદેશ અપાયજ કેમ ? છતાં જો આપે તો તે પચ્ચખાણનો ભંગ કરનાર પ્રત્યક્ષ મૃષાવાદી કેમ ન કહેવાય ? જ્ઞાનીઓ તિર્થીયરોસમોસૂરી એ સૂત્રથી જણાવે છે કે-જે આચાર્ય સમ્યફ જિનમતને પ્રકાશે તે તિર્થંકર સમાન છે. એટલે હેયને હેય તરીકે, ઉપાદેયને ઉપાદેય તરીકે ઓળખાવે. અન્યથા વિપરીત બતાવે તો તે આચાર્ય નથી પરંતુ કુત્સિત પુરૂષ છે. અર્થાત્ તે આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ તરીકે તો શું પણ સામાન્ય સંપુરૂષની કોટીમાં રહી શકતો નથી. વળી અર્થદિપિકામાં ટીકાકાર ઘમ્પાઉરિ! એ પદથી જણાવે છે કે-શ્રતને ચારિત્ર ધર્મના પાલનમાં પ્રવીણ તથા સમ્યગ ધર્મને દેનારા હોય. નાસ્તિક પ્રદેશી રાજાને કેશી ગણધરે સમ્યગ ધર્મ આપ્યો હતો તેમ સમ્યગ ધર્મને દેનારા ધર્માચાર્યને નમસ્કાર જણાવ્યો. આથી સ્પષ્ટ છે કે-શ્રુતને ચારિત્ર ધર્મનો ઉપદેશ દેનાર ન હોય. જે કોઇ સંસારવ્યવહારના માર્ગને બતાવનાર કે પોષનાર હોય તો તે ધર્માચાર્ય નથી કિન્તુ પાપચાર્ય જ કહેવાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં સયંકોદંપરિક્વન એ ગાથાથી જણાવ્યું છે કે-જે સાધુ પોતાના ઘરનો ત્યાગ કરી પારકાના ઘરમાં પિડાદિના લોભથી તેના ઘરનાં કાર્યો કરે ને શુભાશુભ નિમિત્તાદિ ભાખવા વડે વ્યવહાર ચલાવે તેને પાપ સાધુ કહેવાય. વળી શ્રીપાલ ચરિત્રમાં પણ શ્રી મુનિચંદ નામના ગુરૂ મહારાજ પાસે મયણાસુંદરી ધર્મના લોકાપવાદને દૂર કરવા ઉપાય પૂછે છે ત્યારે ગુરૂ મહારાજ જણાવે છે કે
पमणेइ गुरु भद्दे साहुणं न कप्पए हु सावज्ज ।
कहिउँ किपि तिगिच्छं विज्जं मंतं चतंतंच ।। હે ભદ્ર ! સાધુઓને કાંઇ પણ સાવધ દવા, વિદ્યા, મંત્ર-તંત્ર કહેવા કલ્પેજ નહિ. આથી પણ સ્પષ્ટ છે કે જે સાધુઓ લોકોમાં મનાવા-પૂજાવા ખાતર મંત્ર-તંત્ર, દોરા, ધાગા અને ભાવતાલાદિ
Page 35 of 211
Page #36
--------------------------------------------------------------------------
________________
નિમિત્તાદિ ભાખે છે તે ખરેખર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહારજ કહેવાય, અને તેથી સાધુપણાથી ચૂક્યોજ સમજવો. આ ઉપરથી એટલે સિદ્ધ થયું છે કે- સાધુ અને શ્રાવકના ધર્માનુષ્ઠાનો છે કે જે સાક્ષાત્ પરલોકહિતકારી એવું જિનવચન સાંભળવું ને સંભળાવવું. શ્રોતાઓ જિનવચન કેવી રીતે સાંભળે ? તો જણાવે છે કે-સમ્યક્ એટલે શઠતાએ રહિત, કેમકે પ્રત્યની કાદિ ભાવ વડે જિનવચન સાંભળવા છતાં પણ શ્રાવક કહેવાય નહિ. આથી સ્પષ્ટ સમજાય કે જ્યાં સુધી આત્મા પોતાની વક્રતા, દ્વેષ, કુટિલતા, દ્રષ્ટિરાગીપણું વિગેરે દુર્ગુણોને દૂર કરી સંસાર સુખની આશંસા રહિતા આત્મકલ્યાણ કરવાની ઇચ્છાએ જિનવચન ભોક્તા બની શકતો નથી. જ્યારે મોક્ષ સુખના અભિલાષી જિનવચનોનું શ્રવણ કરે ત્યારેજ જીવન શાશ્વત સુખનો ભોક્તા બને. અન્યથા ચારે ગતિમાં રખડવાનો એમ નિશ્ચય સમજવું. વળી કોઇ શંકા કરે કે કપિલાદિનાં વચનો પણ પરલોકહિતકારી છે. જો એમ ન હોય તો કેમ કહેવાય છે કે- બાવંતિ વંમભોડ પરા પરિવાય ૩વવBત્તિ ચરક પરિવ્રાજક પાચમાં બ્રહ્મદેવલોક સુધી ઉત્પન્ન થાય છે, માટે કપિલાદિ વચનોનો. ત્યાગ કરવા વડે ને જિનવચનને જ સાંભળવાથી શ્રાવક થાય એમ કેમ કહેવાય ? સમાધાનમાં જણાવે છે કે- સભ્યg સમીપીન 3યંત પરભોwહતમ્ યાવત જેમ નિશ્ચયથી જિનવચના સાક્ષાત્ અથવા પરંપરાએ મોક્ષના કારણપણાએ સમ્યક પરલોક હિતકારી છે, તેવી રીતે કાપેલાદિ વચન નથી થતું. અર્થાત કપિલાદિ શાસ્ત્રવચનોથી દેવલોક મળે પણ મોક્ષ સુખ તો નજ મળે. જ્યારે જિનવચનોના આરાધનથી મોક્ષ મળે ત્યારે દેવાદિનાં સુખોનું તો કહેવું જ શું ? માટે મોક્ષના અર્થીઓએ શઠતા દૂર કરવા પૂર્વક જિનાગમોનું જ શ્રવણ કરવું જોઇએ. કેટલાકો એમ પણ જણાવે છે કે- આપણે તો ગમે ત્યાં શાસ્ત્રવચનનું શ્રવણ કરવું, કારણ તેમાં જે હોય તે ગ્રહણ કરવામાં આપણને શું વાંધો ? આવું કહેનાર આત્માઓ ખરેખર જડ જેવા કહી શકાય. રત્નાકરસૂરીશ્વરજી જેવા પણ પાતે જણાવે છે કે-અન્ય મંત્રોનો જાપ કરવા વડે નવકાર મંત્રનો જાપ વિચાર્યો અને કુશાસ્ત્રના વાક્યો વડે જિનાગમ વચનોને હણ્યા. છેવટે પ્રભુ આગળ જણાવે છે કે-હે નાથ ! આ મારી મતિનો ભ્રમ છે. અર્થાત પરમેષ્ઠિ મંત્રને છોડી અન્ય મંત્રની ઇચ્છા કરનારે, જિનાગમો છોડી કુશાસ્ત્ર સાંભળનારાઆને સર્વજ્ઞ વીતરાગદેવને છોડી અસર્વજ્ઞ કુદેવોને સેવનારાઓનો પ્રતિભમ થયો છે, માટે જિનવચનનું જ શ્રવણ કરવું ઉચિત છે. શ્રોતાઓએ ઉપયોગવાળા થઇ તેનું શ્રવણ કરવું જોઇએ. જો ઉપયોગ રહિત સાંભળે તો કોઇ લાભકારક થાય નહિ અને તે ભેંસ આગળ ભાગવત જેવું થાય. એટલાજ માટે અનુપયોગનો નિષેધ કરવા માટે શાસ્ત્રકાર જણાવે છે કે
निद्दाविगहा परिवलिए हिं मुत्तेहि पंजलिउडेहिं ।
भत्ति बहुमाण पुव्वं उवउते हिं सुणेयव्वं ।। નિદ્રા, વિકથારહિત ગુપ્ત અંજલી યુક્ત, ઉપયોગ યુક્ત, શ્રોતાએ બહુમાનને ભક્તિ જિનવચન શ્રવણ કરવું જોઇએ. આથી સ્પષ્ટ છે કે-ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનકે વ્યાખ્યાન શ્રવણ કરવા આવનારે નિદ્રા, વિકથા એટલે રાજકથા, દેશકથા, ભક્તકથા અને સ્ત્રી કથા-આ ચારે પ્રકારની વિકથાને ત્યાગવી જોઇએ. કારણ કે તે પાપનું કારણ છે. જે કથા કરવાથી આત્મા પાપથી લેપાય ને સંસારમાં રખડે તેને વિકથા કહેવાય અને તે વિકથા ઉપાશ્રયમાં કરવામાં આવે તો પછી ઉપાશ્રય ને ઘરમાં ક શો ? ઉપાશ્રય, એ ધર્મક્રિયાનું સ્થાન છે માટે ઉપાશ્રયમાં તો ક્ત ધર્મકથાજ સાંભળવાની હોય. ધર્મસ્થાન સિવાયના સ્થાનમાં બંધાયેલ પાપ એ ધર્મસ્થાનકે ધર્મ કરવામાં આવે
Page 36 of 211
Page #37
--------------------------------------------------------------------------
________________
તો છૂટી શકે, પરંતુ ધર્મસ્થાનકમાંજ જ્યારે પાપ બંધાય તો પછી તે છુટવાને બદલે બંધાય છે. અરે, જૈન કુળમાં ઉત્પન્ન થયેલા નામધારી જૈનો પણ જાણતા હશે કે-આપણે જ્યારે દહેરાસર અથવા ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં બિસીહિ કહેવા પૂર્વક એટલે દુનિયાદારી સંબંધી તમામ કાર્યોનો નિષેધ કરીનેજ પ્રવેશ કરીએ છીયે. બિસીહિ કહેવા પૂર્વક ધર્મશ્રવણ કરવા આવેલ ગૃહસ્થો આગળ સાવધના ત્યાગી પંચમહાવ્રતધારી મુનિરાજો દુનિયાદારોનો અથવા જેમાં વિકથા હોય એવો ઉપદેશ આપી શકે જ નહિ, તે સુજ્ઞ વાંચક વર્ગ સ્વયં વિચારશે. શ્રાવકથી બીલકુલ દુનિયાદારીનો ઉપદેશ માગી શકાય નહિ. આવી રીતે સ્પષ્ટ છે છતાં જો સાધુ ઉપદેશ આપે ને શ્રાવકો સાંભળે તો ઉપદેશ કરનાર સાધુ, એ સાધુ નથી ને શ્રાવક, એ શ્રાવક નથી. માટે સાવધના ત્યાગી મુનિવર્યોએ તથા તેમના ઉપાસકોએ ધર્મસ્થાનકોમાં વિકથાદિનો ત્યાગ અવશ્ય કરવો જોઇએ. તેનો ત્યાગ કરવા પૂર્વક મન, વચન, કાયાના સંયમ પૂર્વક બે હાથ જોડી બાહ્ય વિનયપૂર્વક ને અત્યંતર હૃદયના પ્રેમપૂર્વક એકાગ્ર ચિત્તે જિનવચન શ્રવણ કરવું. ઉપર મુજબ ક્યારે સાંભળી શકાય ? જ્યારે તીવ્ર કર્મનો નાશ કરો ત્યારે. તીવ્ર કર્મના નાશ સિવાય વિકથાદિ રહિત ઉપયોગ પૂર્વક જિનવચન શ્રવણનો સંભવ નથી. આથી સ્પષ્ટ થાય છે કે ધર્મ સ્થાનકે ભારે કર્મી આત્માઓ જિનવચન શ્રવણનો લાભ લઇ શકતા નથી, પરંતુ હળવા કર્મી આત્માઓ વિકથાદિ રહિત ઉપયોગપૂર્વક-બહુમાન પૂર્વક શ્રવણ શઠતાદિથી રહિતપણાએ ઉપયોગ પૂર્વક પરલોકહિત કરવાવાળું જિનવચનનું શ્રવણ કરે તે આત્મા ઉત્કૃષ્ટ વા શુકલપાક્ષિક શ્રાવક હોઇ શકે, સાથે સમજી પણ લેવાનું કે તે શ્રાવક શુકલપાક્ષિક હાઇ અપાઈ પુદ્ગલ પરાવર્તમાં મોક્ષ પામવાવાળો જાણવો. ઉક્ત સ્વરૂપ શ્રાવકોતીતિ શબ્દ વિષયીમૂત જાણવો આવે શ્રાવક ધર્માધિકારે બીજે પુનઃ વિશેષણ રહિત સાંભળવા વડે, સંભાળાવવા વડે અથવા નામાદિભેદ ભિન્ન શ્રાવક કહેવાય છે. નિયમી શ્રાવ
માનવજીવન અણમોલું છે કિંવા દુર્લભતમ છે. અતિશયિત પુણ્યશાલિ મહાનુભાગથી જ તે સુપ્રાપ્ય છે અથવા તો સકૃત્ પ્રાપ્તિ-અનન્તર પુનઃ દુષ્પ્રાપ્ય છે. ઇત્યાદિ સુવાક્યો તો સનાતન સત્યસ્વરૂપ છે. એમાં શંકા કરવી એ સ્વસત્તામાં સન્દેહ કરવા તુલ્ય છે.
તથાપિ કેવલ અનાદિકાલતઃ સ્વતઃસિદ્ધ હોવા માત્રથી આ વાક્યો લાભપ્રદ બની જતા નથી યા તો ફ્લીભૂત થઇ ચતા નથી, કિંવા માત્ર આવા સોનેરી અગર તો ટંકશાલિ વાક્યોની સનાતન સત્યતા ઉપરથી જ અનેરી અમૂલ્યતા પોતાને માટે અંકાઇ શકતી નથી.
એ તો અસન્દિગ્ધ સ્વતોરૂઢ હોઇ સત્યાર્થ ખ્યાપન કરે તે નિર્વિવાદ છે. પરન્તુ માનવજીવનની દુર્લભતા જેટલી એ ભવપ્રાપ્તિ પૂરતી નથી, તેથી વિશેષ એ ભવપ્રાપ્તિ બાદ માનવી જીવન જીવવા પૂરતી છે-દિવ્ય જીવન જીવવા પૂરતી છે.
બાકી જેમ એ જીવન સર્વોત્કૃષ્ટ ફ્લદાયક હોઇ પવિત્રતમ છે, તેમ સર્વોપકૃષ્ટ નરક ફ્લપ્રદ હોઇ અપવિત્રતમ પણ છે. એટલે જો એની દુર્લભતમતા કોઇના પર પણ નિર્ભર હોય, તો તે કેવળ એ જીવન પામી દિવ્ય જીવન જીવવામાં જ છે.
બાકી જેઓ મોહની મદિરાના પાનથી છકી જઇ, તેના ગેબી કેથી છાકટા બની જઇ યથેચ્છ મ્હાલે છે અને ભાન ભૂલી જઇ સ્વેચ્છાએ વિહરે છે, તેઓ તો હાથમાં આવેલી બાજીને બગાડી નાંખે
Page 37 of 211
Page #38
--------------------------------------------------------------------------
________________
છે અને દિવ્ય માનવજીવન હારી જાય છે, એ નિર્વિવાદ છે.
જો કેવલ યથેચ્છ ખાવા-પીવા કે હરવા-ફ્ટવા અથવા પહેરવા-ઓઢવા કિંવા બોલવા, ચાલવા અને મોજમજા ઉડાડવા યા તો વાસનાના ભોગ બનવા પૂરતો જ માનવભવ હોય, તો તો રખે માનતા કે માનવાની ભૂલ કરતા કે-આ દ્રષ્ટિએ એની દુરાપતા છે. આથીય મસ્ત જીવન પશુઓ વિતાવી શકે છે, તેમજ આથીય વિશેષ તે તે આમોદ-પ્રમોદના સ્થાનોમાં કિવા આનન્દકુંજોમાં વનવિહારિ પશુ-પંખિઓ આનંદ લુંટી શકે છે. એટલે માત્ર એશ આરામ પૂરતી જ આ જીવનની અમૂલ્યતા છે, એવું માનવા ભૂલ કરવી નહિ.
આ જીવનની દુર્લભતા તો કેવલ વિવેકી, સંતોષી, વિભૂતિ અને જ્યોતિ રૂપ બની આદર્શ કે દિવ્ય જીવન જીવવા પૂરતી છે. ઉત્તમ વિચારણા, નિર્દોષ વર્તન અને પવિત્ર વાણીના સાદર અમલીકરણમાં જ આ અજોડ જીવનની કિસ્મત છે.
બાકી દિન-રાત કેવલ જો વિલાસ ભોગવવામાં, ખાવા-પીવામાં, વિષયવાસના પોષવામાં, એશઆરામમાં હાલવામાં તથા દુર્ગાન કરવામાં જ પસાર થતા હોય, તો માની લેવું ઘટે કે-આકૃતિએ માનવતા હોવા છતાંય મૂર્ત ગુણ રૂપે માનવતાનો એક અંશ સરખોય નથી, કિન્તુ પશુરૂપતા છે.
આથી માનવજીવન પામેલા સુજ્ઞ માનવીની અનિવાર્ય જ છે કે-તેણે સ્વકીય જીવન, કે જે પુન:દુરાપ છે તે વેડફાઇ ન જાય અથવા હાનિકારક ન બની જાય, કિન્તુ નિયમિત-નિર્દોષ-નિર્વિકારિ-દિવ્ય-આદર્શભૂત તથા સ્વ-પર શ્રેયસ્કર બને તેની પૂરેપૂરી તકેદારી. રાખવી. જો સાવધગીરી ન દાખવી અને ગાફ્ટ બની ગદ્દતમાં સુસમય ગુમાવ્યો, તો મળેલી તક ગુમાવી બેસાશે અને પુનઃ તે તક સાંપડવી દુર્લભ થઇ પડશે.
જો માનવજીવનની દુર્લભતા માનસમાં અંકાઇ ગઇ હોય, હૈયામાં કોતરાઇ ગઇ હોય તથા આત્માદર્શમાં આલેખાઇ ગઇ હોય, તો પ્રમાદ કરવાની કે આળસુ બની સમયનો દુર્વ્યય કરવાની કુટેવ જ્ઞાવી દેવી ઘટિત છે અને નિયમિત નિર્મળ જીવન નિર્વહવાની જરુર છે.
એ જીવન નિયમી ત્યારે જ બની શકે, કે જ્યારે આત્મા પાપવિમુખ અને ધર્મસમુખ બને, મોહની ખોટી ઘેલછા ત્યજી દે, મમતા-રાક્ષસીના અકાયને કાતીલ દ્દામાંથી સરકી જાય, વાસનાની લોલુપતા પરિહરી દે તથા માનસ નિર્વિકારિ બનાવે.
જો નિર્મલ હૃદયમાં મોહનું જોર ઘટ્યું અને ધર્મે નિવાસ કર્યો, તો માનવજીવન એક આદર્શભૂત દિવ્ય જીવન રૂપ બન્યા વિના ન જ રહે.
એ ધર્મ એટલે સ્વહિતચિન્તન અને સ્વકલ્યાણકરણ તથા સાથે જ પર અશુભઅચિન્તન અને પરહિતકરણ. શ્રી વીતરાગદેવનો ધર્મ કહો કિંવા દુર્ગતિપતનથી ધારણ અને સુગતિસ્થાપન રૂપ ધર્મી કહો, તે આ જ છે.
અન્ય ધર્મો, કે જે નામતઃ ધર્મો છે કિન્તુ વાસ્તવ નથી, તે કરતાં જૈનધર્મની વિશિષ્ટતા કે શ્રેષ્ઠતા કોઇ પણ હોય, તો તે કેવલ આ એક જ છે કે-આત્મનિરીક્ષણ કરી એમાં જ રમણતા કરવી.
આ પ્રમાણે જ કરવામાં આવે, તો સ્વકીય શુભ ચિન્તન, હિતકરણ, પરકીય હિતકલ્પના અને કલ્યાણકરણ થયા વિના ન જ રહે. આ મુજબ જો બને તો દુર્ગતિપતનનો અવરોધ અને સુગતિસંપ્રાપ્તિ થયા વિના ન જ રહે.
Page 38 of 211
Page #39
--------------------------------------------------------------------------
________________
દુર્ગતિપતન અવરોધક અને સુગતિસંપ્રાપક જે તત્ત્વ હોય, તે જ તત્ત્વ ધર્મ રૂપ કહેવાય છે. જો ધર્મની આ વ્યાખ્યા માન્ય તથા પ્રામાણિક હોય, તો એના સાધક અન્ય પણ સાધનો ધર્મ રૂપ જ છે તથા એ સાધનોનાય સાધક સાધનો પણ ધર્મ રૂપ જ છે.
એટલે કે-જે સાધનોના આશ્રયથી મૌલિક ધર્મના સાધનો સંચિત થાય છે અને મૌલિક ધર્મસાધક સાધનો જે છે તે પણ ધર્મ રૂપ જ છે. એ સાધનોમાં જે મહોપકારિઓએ એ સાધનોનું પરિપૂર્ણ યથાઈ આલંબન લઇ ધર્મને સિદ્ધ કર્યો અને તેનું પ્રદર્શન કર્યું, તે ભગવંતોનાં સેવન-પૂજના આદિનું તથા સામાયિક કિંવા આવશ્યકાદિનું સમાવેશ થાય છે.
પરન્તુ એ પૂજન સેવનાદિ સર્વદા અને સર્વથા અત્યાજ્ય હોય તથા સામાયિકાદિ કિંવા દાનાદિક સર્વત્ર સેવ્ય હોય, તો જ તે સાધન રૂપે મુખ્યત્વે બની શકે છે. અંધપિ એનું કાદાચિક સેવન પણ કોઇક વ્યક્તિને ક્લીભૂત થઇ પણ જાય, એ સંભવિત છે. આથી અહર્નિશ અશક્ય હોય તોય એનું કદાચિત સેવન પણ આવશ્યક તો છે જ. તથાપિ મુખ્ય નિયમ એવો ખરો કે-એનું સર્વાદિક અને સાર્વત્રિક સેવન પરિપૂર્ણ અને તાત્કાલિક ફ્લપ્રદ બની જાય.
એ ખ્યાલમાં રાખવું કે-આ સઘળાનુંય સાદર સેવન મુખ્ય ધર્મના સેવન પર્યન્ત દોરી જનારા સાધનો છે તેથી છે. પરન્તુ આ સાધનોનું સત્ય સેવન તો જ્યારે એનાય જે સાધનો-નૈતિક જીવન, પ્રામાણિકતા-મુદ્રાલેખ, અશઠતા, ગંભીરતા, ઉદારતા, ધીરતા, સ્થિરતા, સહિષ્ણુતા અને ધર્મરોચકતા તથા અર્થિતા-જિજ્ઞાસા પ્રમુખ ગુણ રૂપ છે-તેનો સાદર સ્વીકાર થશે ત્યારે જ શક્ય છે, અન્યથા નથી.
આ પ્રકારના પૂર્વતન ગુણોથી અલંકૃત બન્યા બાદ જેઓ તે તે પૂજન-સેવન પ્રમુખ ગુણો રૂપી સાધનોનું અવલમ્બન સ્વીકારે છે, તેઓ પરિણામે નિ:શંકતયા સત્ય ધર્મની પ્રાપ્તિ કરી શકે છે એ નિર્વિવાદ છે; પરન્તુ આ સાધન રૂપ ધર્મની, આરાધના સમયે પણ અનેકશઃ વિકટ સંકટો ઉપસ્થિત થવાની પૂર્ણ સંભાવના છે.
જો એ સંકટની વિકટ સંકડામણથી નૈતિક હિમ્મત હારી જવાય અને ધૈર્ય દાખવી એનોવિજય ન મેળવાય, તો એનું આરાધન ન જ થઇ શકે.
આથી જેમ એ સાધનોનું સેવન આવશ્યક છે, કે જેથી વાસના આદિનો પરિહાર થાય, સત્ય ધર્મની પ્રાપ્તિ થાય અને અણમોલા માનવજીવનની સફ્લતા થાય, તેમ વીર્ય ફોરવી અને ધૈર્ય દાખવી એ ઉપસ્થિત થયેલા વિનોનો વિજય મેળવવો, પ્રતિજ્ઞાત અને આરક્વકાર્યની યાવત્ પૂર્ણાહુતિ સ્થિરતા જાળવવી, દ્રઢતા દાખવવી અને એનો નિર્મલનિર્વાહ કરવો-પાલન કરવું, એ પણ આવશ્યક છે.
જો એ પ્રકારે તે તે સુયોગ્ય નિયમોથી જીવનનું ઘડતર ઘડવામાં આવે અને પ્રાણના ભોગેય તેનું યથાર્થ પાલન કરવામાં આવે, તો આ અમૂલ્ય જીવન એક આદર્શ રૂપ દિવ્ય જીવન બન્યા વિના રહે નહિ. જેના જીવનનો એક જ સિદ્ધાન્ત કિવા મુદ્રાલેખ છે કે-પ્રાણોની આહુતિ અર્પવી, કિન્તુ જેની પ્રતિજ્ઞા સ્વીકારી અથવા જેનો નિયમ લીધો તેનો ભંગ ન જ કરવો, પણ યથાયોગ્ય એનું પાલન કરવું, ભલે પછી એ ખાતર સર્વસ્વની ક્નાગીરી સ્વીકારવી પડે, ગજબનાક ખુવારી વેઠવી પડે અથવા તો અગ્નિમાં પ્રવેશવું પડે, તથાપિ અંગીકૃત ત તે પૂજન સેવનાદિ વિષયક નિયમોનું તો નિરધ પાલન કરવું. આવા મહાનુભાગો પરિણામે દિવ્ય વિભૂતિ રૂપ બને તેમાં શંકા ન જ હોય તથા
Page 39 of 211
Page #40
--------------------------------------------------------------------------
________________
તેવા ભાગ્યવંતોનું જ માનવજીવન અણમોલું અને આદર્શભૂત છે, એમ માની શકાય.
જો કે વિકટ સંકટોની કાતીલ સંકડામણો કે અથડામણો અથવા ભયંકર મશીબતોના કારમાં અને કાળા કહેર વર્તાવતા આન્દોલનો હામે નક્કર ટક્કર ઝીલવી, તે સુકર નથી કિન્તુ દુષ્કર છે. છતાંય તે વિના વિધ્વજય શક્ય નથી અને એના વિના તે તે પૂજન-સેવનાદિ સાધનોનીય આરાધના શક્ય નથી તેમજ તે વિના મુખ્ય ધર્મની અને માનવજીવનની અમૂલ્યતાની પણ સંભાવના શક્ય નથી.
આથી જો માનવજીવન દિવ્ય જીવન બનાવવાની તમન્ના હોય, તો તે તે નિયમોથી જીવન નિયમિત કરવાની જરૂર છે અને એ નિયમોનું ખડા થતા વિઘ્નોનો સામનો કરી વિજય મેળવી, પરિપૂર્ણ પાલન કરવાની આવશ્યક્તા છે. જેમ પેલા મહાનુભાવ સુશ્રદ્ધાળુ શ્રાવકે કર્યું તેમ,
માલવ નામક (માળવા) દેશ છે. તેમાં શ્રી મંગલપુર નામનું નગર હતું. તત્સમીપે એક પલ્લી હતી, જે હજારો વિકરાલ રૂપધારિ ભિલ્લોથી સમાગુલ હતી. એ પલ્લીમાં કોઇ મહાનુભાવે કરાવેલું એક મનોરમ ચૈત્ય હતું. એ સુરમ્ય મન્દિરમાં ચતુર્થતીર્થેશ શ્રી અભિનન્દનસ્વામિની પ્રતિમા. બીરાજમાન હતી. પ્રભુજીની પ્રતિમા અતીવ અતિશયિની, ચમત્કારિણી અને શાન્તરસના અમૃતતુલ્ય નિ:સ્યદોને ઝરનારી, તેમજ દર્શન માત્રથી જ સંચિત પાતિકોને હરનારી હતી.
વીતરાગતા દાખવતી ત્રિભુવનપતિની મૂર્તિ કયા કમનશીબને આનંદ તથા હર્ષપ્રદા ન બને ? જે નિપુણ્યક ભાગ્યહીનો હોય, તેઓને જ ભગવન્તની શાન્ત-રૂચિમય-પરમાણુઘટિત અનુપમ પ્રતિમા સખપ્રદા ન બને.
પરન્તુ એમાં દોષ એ કમભાગિઓનો જ છે. જેઓ આવી અમીરસઝરતી પ્રતિમા નિહાળી ન શકે, નીરખીને હર્ષ-આનંદ પામી ન શકે, જે પાપિઓને કાળી નાગણ સમાન કે ક્રૂર રાક્ષસી સમાન માયાકુલમન્દિર ગૃહદેવીનું કાળું મુખ નિરખવું રુચે છે, એણીના ફોટા સાથે લઇ ક્રવાનું ગમે છે, તે હતભાગિઓને કેવલ વીતરાગતાદ્રાવક અને પાવિત્ર્યકારક પ્રભુની પ્રશાન્ત મુદ્રાએ વિરાજિત પ્રતિમાનું દર્શન રુચિકર નિવડતું નથી, તે ગુરુકર્મિ જીવોનું પાપ-નામ પણ કોણ લે ? અનાલમ્બન-ધ્યાન કરવાની દશા હજુ ઘણી છેટે છે. તે માટે તો હજુ કેટલાય ભવો કરવા પડશે, એ સમજવાની જરુર છે. જો નિરંજન અને નિરાકારનું જ ધ્યાન કરવું હોય, તો તે આ દશામાં સર્વથા અશક્ય છે. વિના વિષયની હયાતીએ કોઇનુંય જ્ઞાન થતું નથી.
જેમ ઘટમાં રૂપ અને આકૃતિ છે તો એનો સાક્ષાત્કાર થાય છે, પરન્તુ આકાશવત્ એ જો રૂપરહિત હોત તો એનું પ્રત્યક્ષ ન થઇ શકત, તેમ જેનું ધ્યાન કરી લેવાનું છે અને અને જેનો સાક્ષાત્કાર કરી જે સ્વરૂપ બનવાનું છે, તેનો જો આકાર કિવા તેમાં રૂપ ન હોત તો હરગીજ તેનું ધ્યાન શક્ય નથી.
જેમ આપણા માટે આકાશ પ્રત્યક્ષ શક્ય નથી, કારણ કે-એ રૂપરહિત છે, તેમ પ્રભુધ્યાન પણ અશક્ય છે. યદ્યપિ એઓ સર્વથા નિરંજન અને નિરાકાર છે. તથાપિ એમના ધ્યાનની સર્વથા અશક્યતા કે અસંભાવના ન થઇ જાય તે ખાતર પણ, સ્વયં એ પ્રભુ તથાવિધ હોવા છતાંય આપણી
જ છે કે-આપણે તેમનો સાક્ષાત્કાર કરવા અને તેમના તુલ્ય થવા ખાતર તેમના બિંબમાં તે તે પ્રકારે સંભૂત આરોપ કરવો-એમને જ સાક્ષાત માનવા, સ્વીકારવા અને પૂજવા. એમના રૂપમાં એવી અદ્દભૂત શક્તિ રહેલી છે કે-એમના દર્શન માત્રથી જ અરૂપિ પદવી પ્રાપ્ત થાય. એમની
Page 40 of 211
Page #41
--------------------------------------------------------------------------
________________
આકૃતિમાં જ એવું અજોડ સામર્થ્ય છુપાયેલ છે કે-એમના સ્પર્શન અને સાદર પૂજન માત્રથી જ નિરાકારતા પ્રાપ્ત થાય. આ જ એક અનેરી અજાયબીભરેલી ખૂબી છે, પણ એ તો ભાગ્યવંતો જ કળી શકે. બીજા બઠા વા ખાય, પામેલું હારી જાય.
પલ્લીન્થ એ જિનાયતન અન્યદા મ્લેચ્છ સૈન્ચે અકસ્માત આવી ભાંગી નાંખ્યું. જેમાં સ્વપુણ્યને પાપિઓ વેડફી નાખે તેમ. અધિષ્ઠાયક અતીવ પ્રમાદી હતા, જેથી તે કારણે ભગવંતની પ્રતિમા-કે જે ચેત્યના એક અલંકારભૂત હતી તેના સાત ખંડ થઇ ગયા.
યદ્યપિ પલ્લિભ્યો જાત ભિલ્લો હતા અને તત્ત્વજ્ઞાનરહિત હતા, તથાપિ આમ નીરખવાથી તેઓનું ચિત્ત ખૂબ જ ઉદ્વિગ્ન, ખિન્ન અને ગમગીન થઇ ગયું. તેઓ ચિંતાસાગરમાં ડૂબી ગયા. અજ્ઞાન હોવા છતાંય તેઓએ તે ખંડોને ભેગા કર્યા અને એકરૂપતા કરી.
સમજવાની જરુર છે કે-જાતે ભિલ્લ તથા અજ્ઞાન હોવા છતાંય એઓ કેવા પ્રભુભક્ત હતા ? પ્રભપ્રતિમા પ્રત્યે તેમની કેવી અખંડ પ્રેમજ્યોતિ જળહળતી હતી ? પ્રભુ પ્રત્યે તેમનો કેવો અજોડ સેવાભાવ હતો ?
આજે જૈનકુળમાં ઉત્પન્ન થયેલા અને જૈન તરીકેનો બીલ્લો લઇ નારા કેટલાક કમનશીબોને એ જ પ્રભુપ્રતિમા રુચતી નથી, તે એક પાષાણતુલ્ય જડ રૂપ ભાસે છે. એ પાપાણતુલ્ય કઠોર અને કાષ્ઠવત્ જડચિત્તવાળા હતભાગિઓને એ સૂઝયું નહિ કે આપણે કોનો આશરો સ્વીકાર્યો છે ? તેમજ સારોય દિવસ કોની સેવા-સુશ્રુષામાં જાય છે ?
ખરે જ ! જેમની આંખમાં કમળો થયો હોય તથા જેમણે પોતાનું હૈયું ગીરે મૂક્યું હોય, એ જડભારતોને સર્વત્ર જડતા જ ભાસે. એ હતભાગ્ય જડાનદિઓને અનનણ અર્પતી અને જડસંગવિયુક્ત બનાવતી એવી મૂર્તશાન્તરસમય મૂર્તિ પણ પાષાણવત્ ભાસે, એ એમની ભવાભિનંદિતાની બલિહારી જ છે. અસ્તુ. ભિલ્લોએ મહાભક્તિભર હૃદયે પ્રભુપ્રતિમાના ખંડોનું એકત્રીકરણ કરી દીધું.
ધારલી નામે એક ગામ હતું. તદ્દાસ્તવ્ય એક વાણીયો-કે જેનું કૌશલ્ય અપૂર્વ હતું-નિત્ય ત્યાં આવતો અને ક્રય-વિક્રય કરતો. એ એક શ્રદ્ધાયુક્ત શ્રાવક હતો. તે ભોજનાહંકાળે ગૃહ પહોંચ્યા બાદ ભોજ્ય-ભોજન કરતો, કારણ કે-તેને નિયમ હતો કે-જિનાધીશના પૂજન વિના ભોજન ગ્રહણ કરવું નહિ.
જેઓનું શ્રી વીતરાગદેવ પરત્વે માનસ ઢળ્યું છે, તેઓને તો આવો નિયમ હોય જ. બાકી જેઓ લેભાગુઓ હોય અથવા જેન તરીકેના લેબાશમાં છૂપાઇ ગયેલા ધર્મહીનો હોય, તેઓને ભલે આ નિયમ ન હોય.
“ભદ્ર ! આપ સર્વદા ગમનાગમન કરો છો તે દુષ્કર છે.” પલ્લીનિવાસી ભિલ્લોએ સ્વકીય કોમલ હાર્દ તે વણિશ્વર સમક્ષ વ્યક્ત કર્યું અને સપ્રેમ વિજ્ઞપ્તિ કરી કે- “ આપ અહીં જ વસવાટ કરો અને અહીં જ અમારી નમ્ર વિનંતિને ન્યાય આપી ભોજન કરો. આપ કેમ અહીં નિવાસ કરતા નથી ? તેમજ અહીં કેમ ભોજનને ઇન્સાફ આપતા નથી ? અમો બધાય આપના આજ્ઞાંકિત સેવકો જ છીએ.”
હાનુભાવો ! યાવ દેવાધિદેવની પૂજા ન થાય, તાવત્ હું ભોજ્ય-ભોજી નથી. મારે નિયમો છે કે શ્રી વીતરાગ પ્રભુની પૂજા બાદ ભોજ્ય ગ્રહણ કરવું, જેથી હું અહર્નિશ ગૃહે પુનર્ગમન કરું
Page 41 of 211
Page #42
--------------------------------------------------------------------------
________________
છું, બાદ પૂજા કરું છું અને પછી ભોજનાસ્વાદ લઉં .” ભિલ્લોની કોમલ અને મધુર વાણી સુણ્યા બાદ વણિશ્વરે ઉત્તર પાઠવ્યો.
સુશ્રાવકની મિષ્ટ વાણી સુણવાથી ભિલ્લો અતીવ આનંદિત અને પ્રફુલ્લિત વદની બની ગયા તથા હર્ષાવિગમાં તેઓએ વચન ઉચ્ચારી દીધું કે- “ભો શ્રેષ્ઠ ! એક દેવ અહીં પણ છે. આ પ્રમાણે કહી ખંડોનું સંયોજન કર્યું અને તે સુશ્રાદ્ધને દર્શન કરાવ્યા.
શ્રાવક સુશ્રાધ અને સરલ બુદ્ધિમત્ત હતો, જેથી તેણે બીજો કોઇ વિચાર નહિ કરતાં માની જ લીધું કે-બિમ્બ અખંડ છે.
જ્યારે બુદ્ધિમાં સરલતા આવે છે અથવા માનસ નિર્મલગુણિ હોય છે, ત્યારે સર્વત્ર પાવિત્ર્ય જ અને શુભ જ ભાસે છે.
બાજુબુદ્ધિમાનું સુશ્રાદ્ધ તો ભક્તિભર હૈયે ભગવત્તને વન્દન કર્યું અને રોમાંચિત હૈયે પ્રણામ કર્યો. સાથે નિર્ણય કર્યો કે-આ બિમ્બ શુદ્ધ અમ્માણિપાષાણનિર્મિત છે. સુશ્રાદ્ધના હર્ષનો પાર રહ્યો નથી. પુલક્તિ સ્થિતિમાં તેમણે પ્રભુની પુષ્પાદિ દ્વારા પૂજા કરી અને અર્ચનાન્તર પવિત્ર સ્તોત્રો દ્વારા પ્રભુની અનેકશઃ સ્તુતિ કરી. બાદ સરલઆશયથી તેમણે ભોજન સ્વીકાર્યું. સુશ્રાદ્ધનો આ પ્રકારનો નિત્ય કાર્યક્રમ ચાલુ રહ્યો.
દુનિયામાં એક કહેવાત છે કે-અન્ત જાત એવી ભાત. જેની જેવી પ્રકૃતિ કે ટેવ પડી ગઇ હોય, તેમાં સંયોગવશાત્ અમુક પ્રકારે સુધારણા કદાચિત્ થઇ હોય તોય પ્રાયઃ તે તે વાતાવરણને પામી મૂળ પ્રકૃતિ પાછી પ્રકાશિત થઇ જાય. અન્ત એ પોતાનું પોત પ્રકાશ્યા વિના ન જ રહે. ભલે પછી એનાથી એને પોતાને કે અન્યને ખૂબ જ સહન કરવું પડે. પ્રસ્તુતમાંય એમ જ બનવા પામ્યું.
એકદા એ ભિલ્લોએ તે શ્રાવક પાસે કોઇ વસ્તુની યાચના કરી, પરન્તુ હાય તેમ બન્યું હોય, પણ તેણે તેઓને કશું જ આપ્યું નહિ. આ લોકો જાતના ભિલ્લા હતા, જેથી તેમનામાં કોપાનલ ધમધમી જાય એમાં શી શંકા હોઇ શકે ? એઆ પાસે અન્ય કોઇ હેરાન કરવાનો ઉપાય ન હતો, સિવાય બિબનું ખંડન. બિંબના શકલીકરણનો જ એક ઉપાય તેઓને આધીન હતો, જેથી એ શ્રાવક પરત્વેનો ક્રોધ અને દ્વેષ ફ્લીભૂત થાય.
તેઓ બીચારા અજ્ઞાન, મૂર્ખ તેમજ ગતાગમ વિનાના હતા. પુણ્ય-પાપના જ્ઞાતા ન હતા. આથી પુનઃ એ મૂઢોએ વાણીયાનું વૈર લેવા માટે બિંબના ખંડેખંડોને જુદા કરી નાખ્યા અને કોઇક ગુપ્ત સ્થલે એને મૂકી દીધું.
પૂજાનો સમય થતાં શ્રાવકજી અર્ચાથું મૂળ સ્થાને આવ્યા, પણ દેવનું દર્શન થઇ શક્યું નહિ. આથી તેમને દેવાધિદેવના અદર્શનથી ખૂબ જ વિષાદ અને ખેદ થયો.
શ્રાવકજીની આ ખરેખરી કસોટી હતી-અગ્નિપરીક્ષા હતી. પરન્તુ તેઓ એમાં સર્વથા ઉત્તીર્ણ થઇ શકે અને કાર્ય સિદ્ધ કરી શકે તેવા અધિકારી હતા. તેઓ હેજેય પાછી પાની કરે તેવા, કિંવા વ્રતને અંશમાંય એબ લગાડે તેવા ન હતા.
એક નિયમ ગ્રહણ કરતાં પૂર્વે અવશ્ય વિચાર કરવા થોભવું ઘટે છે, બલાબલનો કે ભાવનાનો અથવા સ્થિરતા કે દ્રઢતાનો વિચાર કરવો આવશ્યક છે, પણ સ્વીકારાનન્તર તો યાવદવધિ તેનું પ્રાણના ભોગે યથાવત્ પાલન કરવું જ ઘટિત છે. તે સમયે વિપ્નોની કે આપદાઓની થયેલ ઉપસ્થિતિ નિહાળી એનો ભંગ કરવો અથવા એને કલંક લગાડવું, તે સર્વથા અનુચિત છે.
Page 42 of 211
Page #43
--------------------------------------------------------------------------
________________
એમાં પોલાણ મૂકવી કિંવા અપવાદનો નિહેતુક આશ્રય લઇ લેવો અને પછી પ્રાયશ્ચિત લઇ લઇશું યા તો પશ્ચાત્તાપ કરી લઇશું, આવી દુર્બુદ્ધિ જગાડી નિયમભંગ થાય તેવી સાવ અયોગ્ય કરણી કરવી તે તદ્દન અનુચિત છે.
તે દિવસે તો સુશ્રાવકને ઉપવાસ થયો, બીજે દિવસે પણ તેમજ થયું અને ત્રીજે દિવસે પણ લાભ જ થયા. આ પ્રકારે સુશ્રાદ્ધને લાભમાં એક અઠ્ઠમ થયો.
શ્રાવકજીના શરીરમાં કાંઇક કૃશતા કે શુષ્કતા આવી ગઇ, પણ મનમાં તો અપૂર્વ બળ તથા ભાવના પ્રગટી ગયા હતા. તેમના નિર્મલ માનસમાં અંશમાંય શિથિલતાએ પ્રવેશ કર્યો ન હતો.
પરન્તુ હવે ધર્મથી બેસી શકાય નહિ. એને જંપ ન વળે. એણે હવે શ્રાવકજીને મદદનીશ બનવું જ રહ્યું. તૂર્ત જ તેણે સ્વાવસરે ધર્મ તરીકેની પોતાની ફરજ અદા કરી દીધી.
જે ભિલ્લો ક્રોધથી ધમધમી ગયેલા હતા, એ જ ભિલ્લોમાં અકસ્માત્ દયાના ઝરણાં ટી આવ્યા. તેઓનું નિષ્ઠુર માનસ કોમલ બની ગયું. એમના અઠ્ઠમની તપશ્ચર્યાને નિહાળી તેઓની ભાવનામાં અજબ પરિવર્તન થઇ ગયું. ભિલ્લોને પોતાના કુકૃત્ય પ્રત્યે ઘૃણા નિપજી અને એઓ
પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
ધ્યાનમાં રાખવું કે- “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” ધર્મપાલન કરવું ન હોય, પ્રતિજ્ઞાનિર્વાહ કરવો ન હોય અને પ્રતિજ્ઞાપાલનાર્થે પ્રાણહુતિ સમર્પવી ન હોય, છતાંય ધર્મથી ફ્લવાંછા સેવવી હોય, તો સમજવું ઘટે કે-એ વાંછા ઝાંઝવાના નીરથી તૃષાશાન્તિ કરવા તુલ્ય છે.
“ ભો સુશ્રાદ્ધ ! આપ કેમ ભોજન ગૃહતા નથી ?” દીલગીર હૈયે ભિલ્લોએ પ્રશ્ન કર્યાં.
.
ભિલ્લો ! તમો જાણતા નથી કે-મારો અ
નિર્ણય છે કે-દેવપૂજન વિના હું કદાપિ
પ્રાણાન્તે પણ ભોજન અંગીકાર કરતો નથી.” સુશ્રાવકે વસ્તુસ્થિતિનું પ્રદર્શન કરાવ્યું.
શ્રાવકજી ! જો તમો અમોને થોડો ગોળ આપો, તો અમો ત્વરિત તે દેખાડીએ.” અર્થિ ભિલ્લોએ પોતાનું અન્તઃકરણ પ્રદર્શિત કર્યું.
શ્રાવકજીને હવે ગોળપ્રદાન કરવામાં થોભવાની કશી જ જરુર હતી નહિ. તેમણે કબુલી લીધું અને તેઓ પણ સન્તુષ્ટ થઇ ગયા.
E
બિંબના તો ખંડો થઇ ગયા હતા-ક્યાં હતા, તે ખંડોનું તેમના નિહાળતાં તે ભિલ્લોએ સંયોજન કર્યું અને શ્રાવકજીને દેખાડ્યું.
શ્રાવકજી એક પુણ્યાત્મા હતા. તેમના અન્તરમાં પ્રભુજીની આ હાલત દેખી અત્યર્થ વિષાદ
થયો. તેમને ગમગીની થઇ-વસવસો થયો.
પરન્તુ કેવલ વિષાદકરણ માત્રથી તઓ અટકી ન ગયા. સાત્ત્વિકશિરોમણિ તેમણે અભિગ્રહ ગ્રહ્યો કે- “યાવત્ આ બિમ્બ અખંડ ન થાય, તાવત્ હું અશન અંગીકાર નહિ જ કરું.”
એમની આ પ્રતિજ્ઞા કપરી હતી. એનું પાલન પણ અશક્ય હતું. પરંતુ તે ધીર શ્રાવકજીની અડગતા જ્યાં નિહાળી, ત્યાં જ અધિષ્ઠાયક દેવને રજનીમાં પ્રત્યક્ષ થવું પડ્યું અને તેમને સ્વપ્રમાં જણાવવું પડ્યું કે- “મહાનુભાગ ! આપની દ્રઢતાથી મારે અહીં આવવું પડ્યું છે. આપ સ્હેજે વિષાદ ન કરો. ચન્દનના વિલેપથી આપ સાતેય ખંડોને યથાવયવ મેળવો, જેથી તેની અવશ્ય અખંડતા થઇ જશે.” આ પ્રમાણે સંબોધી દેવ અદ્રશ્ય થઇ ગયા.
શ્રાવકજીએ પ્રભાતે તે પ્રકારે કરતાં પ્રભુ શ્રી અભિનન્દનસ્વામિનું બિમ્બ અખંડિત થઇ ગયું.
Page 43 of 211
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રાવકજી પોતાની કબુલાત વિસરી ગયા ન હતા અથવા બોલ્યા બાદ કાર્ય સિદ્ધ થવાના કારણે ફ્રી બેસે તેવા ન હતા.
તેમણે કિરાતોને ગુડ આદિ દ્રવ્યનું સભાવ દાન કર્યું અને સુસ્થાનમાં પ્રભુજીનું અર્ચન કરવાનું આરંભી દીધું.
આ પ્રકારે કરવાથી ક્રમશઃ એ એક મહાતીર્થ રૂપે પ્રગટ થયું, જેનો મહામહિમા અપૂર્વ બન્યો. ચોતરથી અનેક સંઘો ત્યાં પ્રભુના દર્શને આવવા લાગ્યા.
શ્રાવકજીને આ પુણ્યપ્રભાવે એક પુત્રરત્નની પ્રાપ્તિ થઇ, જેમનું નામ સાધુ-હાલ હતું. તેઓ પોરવાડોમાં અગ્રેસર હતા. તેમણે ત્યાં અજોડ મંદિર બંધાવ્યું.
માલવદેશના સ્વામી રાજાએ આ તીર્થનું માહાલ્ય સુચ્યું, જેથી એમના માનસમાંય ભક્તિભાવ જાગૃત થયો. આથી તેમણે પણ શ્રી અરિહંતદેવની પૂજા, ધ્વજ તથા સ્નાત્રાદિ મહોત્સવો આરંભી દીધા.
આ પ્રકારે તે સુશ્રાદ્ધ શ્રાવકજીએ દેવની પૂજા કરી, નિયમનું દ્રઢ રીતિએ પાલન કર્યું અને જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ઃ તેમજ અણમોલા માનવજીવનને એક આદર્શભૂત દિવ્ય જીવન બનાવી અત્તે સુગતિ પ્રાપ્ત કરી.
શ્રાવદના ત્રણ મનોરથ
આ ત્રણ મનોરથ શ્રાવક મન, વચન અને કાયાએ કરી શુદ્ધ પણે ધ્યાવતો થકો સર્વ કર્મ નિર્જરીને સંસારનો અંત કરે અને-મોક્ષરૂપ શાશ્વત સ્થાનક શિધ્રપમે પામે.
પહેલો મનોરથ
ક્યારે હું બાહ્ય તથા અત્યંતર પરિગ્રહ જે મહાપાપનું મૂળ, દુર્ગતિને વધારનાર, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય ને કષાયનો સ્વામી, મહાદુઃખનું કારણ, મહા અનર્થકારી, દુર્ગતિની શીલારૂપ માઠી વેશ્યાનો પરિણામી, અજ્ઞાન, મોહ, મત્સર, રાગ અને દ્વેષનું મૂળ, દશવિધ યતિધર્મરૂપ કલ્પવૃક્ષનો દાવાનળ, જ્ઞાન, ક્રિયા, ક્ષમા, દયા, સત્ય, સંતોષ, તથા બોધિબીજરૂપ સમકિતનો નાશ કરનારો, કુમતિ તથા કુબુદ્ધિરૂપ દુ:ખ દારિદ્રનો દેવાવાળો, સંયમ તથા બ્રહ્મચર્યનો નાશ કરનારો, સુમતિ તથા સુબુદ્વિરૂપ સુખ સૌભાગ્યનો નાશ કરનારો, તપ સંયમરૂપ ધનને લુંટનારો, લોભકલેશરૂપ સમુદ્રને વધારનારો, જન્મ, જરા અને મરણનો દેવાવાળો, કપટનો. ભંડાર, મિથ્યાત્વદર્શનરૂપ શલ્યથી ભરેલો, મોક્ષમાર્ગનો વિજ્ઞકારી, કડવા કર્મવિપાકનો દેવાવાળો, અનંત સંસારને વધારનારો, મહા પાપી, પાંચ ઇંદ્રિયના વિષયરૂપ વૈરીની પુષ્ટિ કરનારો, મોટી ચિંતા, શોક, ગારવ અને ખેદનો કરાવનારો, સંસારરૂપ અગાધ વલ્લીને સિંચવાવાળો, કૂડકપટ અને કલેશનો આગર, મોટા ખેદને કરાવનારોમંદબુદ્વિઓએ આદરેલો, ઉત્તમ સાધુ નિગ્રંથોએ જેને નિધો છે એવો અને સર્વ લોકમાં સર્વ જીવોને જેના સરખો બીજો કોઇ વિષમ નથી એવો, મોહરૂપ નિવાસનો પ્રતિબંધક, ઇહલોક તથા પરલોકના સુખનો નાશ કરનારો, પાંચ આશ્રવનો આગર, અનંત દારૂણ દુ:ખ અને ભયનો દેવાવાળો, મોટા સાવધ વ્યાપાર, કુવાણિજ્ય અને કર્માદાનોનો કરાવનારો, અધૃવ, અનિત્ય, અશાશ્વતો, અસાર, અબાણ, અશરણ એવો (જે
Page 44 of 211
Page #45
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહ) તેને હું ક્યારે છોડીશ ? જે દિવસે છોડીશ તે દિવસ મારો ધન્ય છે !
બોજો મનોરથ
ક્યારે હું મુંડ થઇને દશ પ્રકારે યતિધર્મ ધારી, નવાવાડે વિશુદ્ધ બ્રહ્મચારી, સર્વ સાવધ પરિહારી, અણગારના સત્તાવીશ ગુણધારી પાંચ સમિતિ ત્રણ ગુપ્તિએ વિશુદ્ધ વિહારી, મોટા અભિગ્રહનો ધારી, બેંતાલીશ દોષ રહિત વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમધારી, બાર ભેદે તપસ્યાકારી, અંત પ્રાંત આહારી, અરસ આહારી, વિરસ આહારી, રૂક્ષ આહારી, તુચ્છ આહારી, અંતજીવી, પ્રાંતજીવી, અરસજીવી, વિરસજીવી, રૂક્ષજીવી, તુચ્છજીવી, સર્વ રસત્યાગી, છક્કાયનો દયાલ, નિર્લોભી, નિ:સ્વાદી, પંખી અને વાયરાની પરે અપ્રતિબદ્ધ વિહારી, વીતરાગની આજ્ઞા સહિત એવા ગુણોનો ધારક અણગાર હું ક્યારે થઇશ ? જે દિવસે હું પૂર્વોક્ત ગુણવાન થઇશ તે દિવસે મારો ધન્ય છે.
ત્રીજો મનોરથ
ક્યારે હું સર્વ પાપસ્થાનક આલોવી, નિ:શલ્ય થઇ, સર્વ જીવરાશીને ખમાવીને, સર્વ વ્રતને સંભારી, અઢાર પાપસ્થાનકને વિવિધ ત્રિવિધ વોસિરાવી, ચારે આહાર પચ્ચખ્ખી, શરીરને પણ છેલ્લે શ્વાસોશ્વાસે વોસિરાવી ત્રણ પ્રકારની આરાધના આરાધતો થકો, ચાર મંગલિકરૂપ ચાર શરણ મુખે ઉચ્ચરતાં થકો, સર્વ સંસારને પૂંઠ દેતો થકો, એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથો કેવલિપ્રરૂપિત ધર્મ, તેને ધ્યાવતો થકો શરીરની મમતા રહિત થયો થકો, પાદોપગમન અનશણ યુક્ત, પાંચ અતિચાર ટાળતો થકો, મરણને અણવાંછતો થકો પંડિતમરણ અંતકાળે હું ક્યારે પ્રાપ્ત કરીશ ? જે દિવસે તેવા મરણને હું આદરીશ તે દિવસ મહારો ધન્ય છે ! સમ્યગ્દષ્ટિ પાપથી ક્યું -
આરંભાદિકમાં પડેલા આત્માને ઉદ્વરવા માટે પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલાં અનુષ્ઠાનોને આરાધતાં, સમ્યગ્દષ્ટિ આત્મા “હેતુહિંસા' નો ઉપાસક ન બની જાય અને નિરૂપાયે સેવવી પડતી હેતુહિંસાજનક ક્રિયાઓમાં રક્ત બનીને, “અનુબંધહિંસા' નો ઉપાસક ન બની જાય, એય એ આત્માની આ સંસારમાં એક વિશિષ્ટતા છે કારણ કે-તે વસ્તુના સ્વરૂપને પામી ગયેલો છે, એટલે આ સંસાર કે સંસારના રંગરાગ તે આત્માન મુંઝવી શકતા નથી. જે આત્મા સંસાર અને સંસારનો રંગરાગ સેવવાના પરિણામને જાણે, તે આત્મા તેમાં ન જ મુંઝાય, એ એક સાદામાં સાદી વાત છે. આથી જ કહેવાય છે કે- “સમ્યગ્દષ્ટિ આત્મા અનંતજ્ઞાનિઓએ કહેલાં અઢારે પાપસ્થાનકોને પાપસ્થાનકો તરીકે જ માને અને એથી તે પવિત્ર આત્માને- “હું પાપ કરું તો સારૂં' –એવો વિચાર પણ ન આવે. તે આત્મા સંસારમાં પડેલો હોવાથી, તેને અમૂક પાપ કર્યા વિના ચાલતું ન હોય એ કારણે કરે, તો પણ તે કંપતે જ હૃદયે : પણ નહિ કે-રાચીમાચીને !” આથી સ્પષ્ટ છે કે- “સમ્યગ્દષ્ટિ આત્મા પાપને પુણ્ય માનવા તૈયાર ન જ હોય.' તે પુણ્યાત્મા તો પાપને પાપ જ માને, પણ ફ્લાઇ જવાને કારણે, સંયોગોની વિપરીતતાના યોગે અગર તો પોતાની ક્યતાકાત
Page 45 of 211
Page #46
--------------------------------------------------------------------------
________________
વિગેરેને લઇને તેને પાપ કરવું પડે, તો પણ કિંચિત કરે : એટલે કે બને એટલું ઓછું જ કરે અને તે કિચિત્ પ્રમાણમાં કરતાં પણ તેનું હૈયું પે. પાપ ઘટે ક્યારે ?
કિંચિત્ પાપ થાય અને વધારે ન થાય, એ ક્યારે બને ? કહેવું જ પડશે કે-
પૌલિક પદાર્થોની જરૂરીયાત નિરૂપાયે અને ઓછી જ મનાય ત્યારે ! લક્ષ્મી આવે એની તેવી ફીકર નહિ : શ્રી ધનાજી પગ મૂકતા ને નિધાન નીકળતા : એ રીતિએ પ્રયત્ન અલ્પ છતાં પણ પુણ્યનાં યોગે. હજારો મળે, એની વાત જુદી છે : એ રીતિની પ્રાપ્તિ થઇ જાય તો સદુપયોગ કરાય, અનેક આત્માઓ મોક્ષમાર્ગી થાય તેવી યોજનાઓ કરાય, પણ શ્રાવકને ધનની ઇચ્છા કેવી અને કેટલી હોય ? -એ ખાસ વિચારવા જેવું છે. સમ્યગ્દષ્ટિ એવું એવું જરૂરી ન જ માને, કે જેથી પાપની પરંપરા વધે ! એ તો પાપભીર હોય : અને તેનામાં પાપભીરતા હોવાને કારણે તે આત્માને પાપને આદરપૂર્વક સેવવાની વાસના જ ન થાય, તે તદન સ્વાભાવિક છે. ધર્મી આત્મામાં દ્રવ્યના વિષયમાં સંતોષની પ્રધાનતા હોવી જોઇએ. તે આત્મામાં ધનનો લોભ કરી શકાય, એવી વૃત્તિ નહિ હોવી જોઇએ. શ્રાવકની ધનેચ્છા કેવી ?
ઉત્તમ શ્રાવકની એ વૃત્તિને બતાવવાને માટે સુવિહિત-શિરોમણિ, આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“તથા-દ્રવ્ય સંતોuપર (પ્રધાન) તેતિ” 'द्रव्ये' धनधान्यादौ विषये 'संतोषप्रधानता' परिमितेनैव निर्वाहमात्रहेतुना द्रव्येण संतोषवता धार्मिकेणैव भवितव्य मित्यर्थ: असंतोपस्यासुखहेतुत्वात्, यदुच्यते
“अत्युप्णात् सवृतादना-दच्छिद्रात्सितवाससः | अपरप्रेप्याभावाच्य, शेषमिच्छन् पतत्यध: ।।१।।"
તિ, તથા"संतोपामृततृप्तानां, यत्सुखं शान्तचेतसाम् ।
તરતદ્વામુઘાની-મિત૨તતશ્વ ઘાવતામ્ IIશા” પરમ ઉપકારી, આચાર્યભગવાન, શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ ઉપકારી, આચાર્યભગવાન, શ્રીમદ્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા, આ દ્વારા એ જ ક્રમાવે છે કે- “ધર્મી આત્માએ ધન અને ધાન્ય આદિના વિષયમાં બહુ જ સંતુષ્ટ રહેવું જોઇએ : એટલે કે-માત્ર નિર્વાહ જેટલું પરિમિત મળી જાય, તેટલાથી જ ધર્મી આત્માએ સંતોષ માનવો જોઇએ : કારણ કે-અસંતોષ, એ દુઃખનો હેતુ છે. એ જ કારણે કહેવામાં આવ્યું છે કે- “અતિ ઉષ્ણ ઘીવાળું ભોજન, છિદ્ર વિનાનું શ્વેત વસ્ત્ર અને પરના નોકરપણાનો અભાવ, આ ત્રણ વસ્તુઓથી અધિકની ઇચ્છા આત્માનો અધ:પાત થાય છે.' તથા સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત થયેલા અને એ જ કારણે શાંતચિત્ત બનેલા આત્માઓને જે સુખની પ્રાપ્તિ થાય, તે સુખની પ્રાપ્તિ ધનના લોભી બનેલા અને એ જ કારણે આમથી તેમ દોડાદોડી કરનારા આત્માઓને ક્યાંથી જ થઇ શકે ? અર્થાત્ ન જ થઇ શકે.”
આ કારણે એ મહાપુરૂષો વધુમાં એમ પણ માને છે કે
Page 46 of 211
Page #47
--------------------------------------------------------------------------
________________
"तथा धर्मे धनबुद्धिरिति" 'धर्मे' श्रुतचारित्रात्मके सकलाभिलषिताविकल सिद्धिमूले धनबुद्धि: मतिमतां 'धर्म एव धनम' इति परिणामरुपा निरन्तरं निवेशनीयेति ।
આ કથન દ્વારા તે મહાપુરૂષો એમ પણ માને છે કે- “બુદ્ધિશાળી આત્માઓને, સકલા ઇચ્છિત વસ્તુઓની સંપૂર્ણ સિદ્ધિ માટે મૂલ સમા શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મમાં જ ધનબુદ્ધિ હોય છે : માટે- “ધર્મ એ જ ધન છે' –એવી મતિ નિરંતર હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે.”
આ બધા ઉપરથી સ્પષ્ટ જ છે કે-સમ્યગદ્રષ્ટિ આત્મા પાપની વાસનાઓથી અલગ જ ભાગતો અને પુણ્યયોગે આવી પડતી સંપત્તિનો યોગ્ય સદુપયોગ નિરંતર કર્યા કરવાની તેનામાં વૃરિ હોય; પણ હૃદયથી અધિક અધિક પીગલિક ભાવાની ઇચ્છા તે ન જ કર્યા કરે. જો પીગલિક ભાવોની ઇરછામાં તે પણ વધારો કરવા માંડે, તો પરિણામે તેની પણ ધર્મભાવના જોઇએ તેવા પ્રમાણમાં ટકી શકે નહિ : અને એ લાલસાના યોગે તે આત્મામાં પણ લોભ, મમતા, અનીતિ, પ્રપંચ વિગેરે વધે અને છેવટે આત્મા દુર્ગતિગામી પણ થાય. માટે માક્ષના અર્થી આત્માઓએ તો પાપજનક પૌગલિક વાસનાઓથી સદા દૂર જ રહેવાનો શક્ય પ્રયત્ન કર્યા કરવો જોઇએ અને તેમ થાય તો આત્મા અપૂર્વ શાંતિનો ભોગવટો કરી શકે. આ રીતિએ ઇચ્છાનો રોલ કરવા છતાં પણ, કદાચ પૂણ્યના યોગે વિપુલ પણ ધનસંપત્તિ પ્રાપ્ત થવા જોગો અવસર આવશ, તો પણ તેનો સદુપયોગ જ કરાશે અને તેવો અવસર નહિ આવે તોયે આનંદ જ રહેશે, પણ ગાંડો હર્ષ કે ગાંડો શોક નહિ જ થાય. જો આ દશા આવે, તો શાસન પ્રત્યેનો ભક્તિભાવ કાયમ ટકી રહે. આવો સંતોષ આવે તો પ્રભુભક્તિ, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણ વિગેરે વિગેરે સઘળું જ આનન્દપૂર્વક થાય ! એ ક્રિયાઓના યોગે પાપનો નાશ થાય, પુણ્ય જાગે અને તેના પરિણામે મુક્તિ ન મળે ત્યાં સુધી નહિ ધારેલી બદ્વિઓ અને સિદ્વિઓ તથા નિધાનો આદિ પણ મળે : કારણ કે-દુનિયાની સાહ્યબી પણ સાચા ત્યાગની જ પૂછે છે. તમે આગળ અને સાહ્યબી પાછળ થાય ! પણ જો તમે પદ્ગલિક લાલસાઓને આધીન થાવ, તો તો અનીતિ, મમતા, લોભ અને પ્રપંચ આદિ વધે અને જેમ જેમ અનીતિ આદિ વધવાનાં, તેમ તેમ સાહ્યબી તમારાથી દૂર ને દૂર જ ભાગતી જવાની અને તમારે તેની પંઠે ને પૂંઠે જ દોડવું પડશે, કે જેના પરિણામે તમારા હૈયામાં અસંતોષ અને અશાંતિની સઘડો કાયમ સળગ્યા જ કરશે. શ્રાવો સાક્ટની માખી જેવા હોય :
આજે તમે ઉઘાડી આંખે જોઇ રહ્યા છો કે- એક ક્ષણની રાજા-મંત્રી તથા મિત્ર આદિથી, તેમજ વંશાદિથી આવેલા અપર ધર્મના દાતાઓ અને કળા ઉપાધ્યાય આદિ તથા તેના આશ્રિતોથી, જો તેઓ અધિકૃત ધર્મમાં અકુશળ હોય, તો તેમનાથી ભય પામે નહિ અને ભય પામીને સ્વીકારેલા ધર્મનો ત્યાગ કરે નહિ. ધર્મત્યાગનું વિધાન ન હોયઃ
અહીં ટીકાકાર પરમર્ષિએ સ્પષ્ટ ક્રમાવ્યું છે કે"अधिकृतधर्मकुशलास्तु तदनुकुला एव भवेयुरित्यभिप्राय:।"
Page 47 of 211
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનમંદિર સંબંધી શ્રાવની ઉચિત ચિન્તા
શાત્રે તો દરેકે દરેક શ્રાવકને ઉદેશીને ઉચિત ચિન્તામાં રત બનવાનું ક્રમાવ્યું છે. શ્રાવકે શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તા કેવી રીતિએ કરવી, તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રી જિનમન્દિરમાં સફાઇ રાખવી; શ્રી જિનમન્દિર અથવા તો તેનો ભાગ પડી જાય તેવો થયો હોય તો તેને તરત સમરવી લેવો; પૂજા કરવાનાં ઉપકરણો જે ખુટતાં હોય તે પુરાં કરવાં; મૂળનાયક ભગવાનનું તથા પરિવારના-એમ સઘળાંય શ્રી જિનબિમ્બોને નિર્મળ રાખવાં; ઉત્કૃષ્ટી પૂજા કરવી તથા દીપાદિકની ભવ્ય શોભા કરવી; શ્રી જિનમન્દિરની ચોરાશી આશાતનાઓ ટાળવી; ચોખા, ળ, નૈવેદ્ય આદિની ઉચિત વ્યવસ્થા કરવી; ચન્દન, કેસર, ધૂપ, દીપ અને તેની સામગ્રીનો સંગ્રહ કરવો; દેવદ્રવ્યનો નાશ થતો હોય તો તેને અટકાવવાને માટે બનતું બધું ઉચિત રીતિએ કરવું, બે-ચાર સારા સાક્ષીઓ રાખીને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી; દેવદ્રવ્યનું યતનાથી રક્ષણ કરવું, દેવદ્રવ્યની આવક-જાવકનું નામું ચોખ્ખું રાખવું, દેવદ્રવ્યની વૃદ્ધિ પોતે પણ કરવી તથા બીજાઓની પાસે પણ કરાવવી અને મંદિરના નોકરોને પગાર પણ આપવો તથા તેઓ તેમને સોંપાએલું કામ બરાબર કરે છે કે નહિ-તેની બરાબર તપાસ રાખવી આ વિગેરે શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તા કહેવાય છે અને શ્રાવકોએ તે કરવી જ જોઇએ. શ્રી જિનમન્દિરનાં કાર્યો થાય અને શ્રી જિનમન્દિરને ખર્ચ ભોગવવો પડે નહિ અથવા તો ખર્ચ ઓછો ભોગવવો પડે, એ માટે શાસ્ત્ર કહે છે કે-દ્રવ્યથી અથવા નોકરો દ્વારા બની શકે એવાં કાર્યો ત્રાદ્ધિમાન શ્રાવકથી વગર પ્રયાસ થઇ શકે છે. દ્વિમાન શ્રાવકના આશ્રિત આદિ ઘણા હોય, એની શરમ પણ ઘણી પડે, એટલે એ જો જરાક ધ્યાન પર લે, તો શ્રી જિનમન્દિરનાં ઘણાં કામો વગર ખર્ચે અને વગર નોકરે પતી જાય. એવી જ રીતિએ, અત્રદ્ધિમાન શ્રાવકને ઉદેશીને શાસ્ત્ર કહે છે કે-એવા માણસો પણ શ્રી જિનમન્દિરનાં ઘણાં કામો. વગર ખર્ચે અને વગર નોકરે થઇ જાય એવું કરી શકે છે : તે એવી રીતિએ કે-પોતાની જાતમહેનતથી થાય તેવાં કામો પોતે જાતે કરે અને પોતાના કુટુંબનાં માણસોથી બની શકે એવાં કામો તેમની પાસે કરાવી લે. ભાગ્યવાનો ! વિચારો કે-દ્ધિમાન શ્રાવકો અને અદ્ધિમાન શ્રાવકો જો આ રીતિએ શ્રી જિનમન્દિરની ઉચિત ચિંતા કરે, તો શ્રી જિનમદિરો કેવી જાહોજલાલીને પામે અને એથી શ્રી જૈન શાસનની પણ કેવી સુન્દર પ્રભાવના, થાય કે સૌ કોઇ પોતપોતાનાથી શક્ય કાર્યો કરવા માંડે, તો એથી શ્રી જિનમન્દિર તો આબાદ બને, સમાજ પણ સુન્દર સંસ્કારોની મહાન આબાદીનો સ્વામી બને.
દ્રવ્ય અને મ્બ કરતાં પણ શ્રી જિનપ્રતિમા શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપર અધિક પ્રીત
શાસ્ત્ર કહે કે-શ્રાવક જેમ શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તાને કરનારો હોવો જોઇએ, ધર્મશાળા, ગુરૂ અને જ્ઞાન આદિની પણ ઉચિત ચિન્તાને કરનારો હોવો જોઇએ. ધર્મશાળા, ગુરૂ અને જ્ઞાન આદિની પણ શ્રાવકે પોતાની સર્વ શક્તિથી ઉચિત ચિન્તા કરવી જોઇએ, કારણ કે-શ્રાવકો જ દેવ-ગુરૂની ચિન્તા કરનારા છે. તેઓ જે દેવ-ગુરૂની ઉપેક્ષા કરે, તેમના કામમાં ઢીલ
Page 48 of 211
Page #49
--------------------------------------------------------------------------
________________
કરે, તો તેથી તેમના સમ્યકત્વનો પણ વખતે વિનાશ થઇ જાય. જેમ ગાયના માલિક ઘણા હોય તો ગાયને દોહવાને સૌ તૈયાર રહે. પણ ગાયને ઘાસ-પાણી નીરવાનો કોઇ વિચાર ન કરે, તો તેઓ અત્તે ગાયને જ ગુમાવી બેસે; તેમ દેવ-ગુરૂનો ઉપેક્ષા કરવાથી અને દેવ-ગુરૂનાં કાર્યો ઢીલમાં નાખવાથી, સમ્યગ્દષ્ટિ આત્માઓ કદાચ સમ્યકત્વને ગુમાવનારા પણ બની જાય. જેને દેવ-ગુરૂની આશાતના વિગેરે થતાં ઘણું દુઃખ થાય નહિ. તેનામાં દેવ-ગુરૂની ભક્તિ છે એમ કેમ મનાય ? લોકમાં કહેવાય છે કે-મહાદેવની આંખને ઉખડી ગયેલી જોવાથી મહાદેવનો ભક્ત ભિલ્લ ઘણો જ દુ:ખી થયો અને તેને બીજો કોઇ ઉપાય નહિ સુઝવાથી તેણે પોતાની આંખ કાઢીને મહાદેવને અર્પણ કરી. આ કૃત્ય અજ્ઞાનતાવાળું હોવા છતાં પણ આ કૃત્યની પાછળ જે ભક્તિભાવ રહેલો છે, તે અનુકરણીય છે અને એથી જ શાસ્ત્રકાર મહાત્માઓ અવસરે આવાં લૌકિક દ્રષ્ટાન્તોને પણ આગળ ધરે છે. દેવ-ગુરૂ પ્રત્યે જેઓના હૈયામાં ભક્તિભાવ હોય છે, તેઓ દેવ-ગુરૂનાં કામ પોતાનાં સાંસારિક સઘળાંય કાર્યોથી પણ અધિક આદરથી કરે છે. એનું કારણ એ છે કે-સઘળાય સંસારી જીવોને પોતાના દેહ, પોતાના દ્રવ્ય અને પોતાના કુટુમ્બ ઉપર જેવો પ્રતિભાવ હોય છે, તેવો જ પ્રીતિભાવ, મોક્ષના અભિલાષી. શ્રાવકને શ્રી જિનપ્રતિમા, શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપર હોય છે. શ્રી જિનપ્રતિમા ઉપર તેને પોતાના દેહથી પણ અધિક પ્રીતિ હોય છે, શ્રી જિનમત ઉપર તેને પોતાના દ્રવ્યથી પણ અધિક પ્રીતિ હોય છે અને શ્રીસંઘ ઉપર તેને પોતાના કુટુંબથી પણ અધિક પ્રોતિ હોય છે. પોતાના દેહ, દ્રવ્ય અને કુટુમ્બ ઉપરની પોતાની પ્રીતિને તે તજવા યોગ્ય માને છે. જ્યારે શ્રી જિનમન્દિર, શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપરની પ્રીતિને તે તારક માને છે.
વિરતિને પામવાનો ક્રમ
શ્રી જિનપૂજા જે સારી રીતિએ કરવી હોય અને તેના શાસ્ત્રકાર પરમર્ષિઓએ વર્ણવેલા. સર્વોત્તમ ફ્લને જો પ્રાપ્ત કરવું હોય, તો મોક્ષના અભિલાષી આત્માઓએ શ્રી જિનપ્રતિમા, શ્રી જિનમત અને શ્રીસંઘને વિષે આવી પ્રીતિવાળા બનવું જોઇએ. શ્રી જિનપ્રતિમાં આદિને વિષે આવો પ્રીતિભાવ, મિથ્યાત્વમોહના તેવા ક્ષયોપશમાદિ વિના શક્ય નથી, પણ સવંદરથી અને વિધિ મુજબ જો શ્રી જિનપૂજા આદિને કરવાનો પ્રયત્ન થાય, તો તેથી તેવા પ્રીતિભાવને પમાડનાર મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ દૂર રહી શકતો નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજાની વાતને રૂચિપૂર્વક સાંભળીને, જે પુણ્યવાન જીવો, તેને ઉચિત રીતિ નિયમપૂર્વક આચરે છે, તે જીવો પોતાના સંસારનો નાશ કરવાને સમર્થ એવાં શોભન અનુષ્ઠાનોને જદિથી પામે છે. અર્થાત્ શ્રી જિનપૂજાને કરનારા જીવો ચારિત્ર મોહના ક્ષયોપશમાદિને પણ સાધી શકે છે અને એ દ્વારા સદનુષ્ઠાનોને સેવનારા બનીને મોક્ષને સાધનારા પણ બની શકે છે. તમારે એ વાત ધ્યાનમાં રાખવી કે શ્રી જિનશાસનમાં એક પણ વાત મોક્ષને અળગો રાખીને કરવામાં નથી આવી. જેઓને મોક્ષનું ધ્યેય રૂચતું નથી, તેઓને શ્રી જિનશાસનનું કાંઇ પણ સારૂં રૂચતું પણ હોય, તોય કહેવું જોઇએ કે-તેને વસ્તુતઃ તો શ્રી જિનશાસનનું કોઇ પણ સારૂં રચતું જ નથી. આથી હિતના અભિલાષી જીવોએ જો પોતાનામાં મોક્ષની રૂચિ ન હોય, તો તેને પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઇએ અને મોક્ષની રૂચિ હોય, તો તેને જેમ બને તેમ બલવત્તર બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. મોક્ષની રૂચિ મોક્ષના
Page 49 of 211
Page #50
--------------------------------------------------------------------------
________________
માર્ગની શોધ કરાવ્યા વિના રહે નહિ અને મોક્ષની રૂચિવાળામાં મોક્ષના માર્ગની શોધ કરતે કરતે એવી રૂચિપૂર્વકની સમજ પણ પ્રગટ્યા વિના રહે નહિ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માર્ગ પ્રરૂપ્યો છે, તે જ એક સાચો મોક્ષમાર્ગ છે અને આ સિવાયના જેટલા ધર્મમાર્ગો આ દુનિયામાં કહેવાય છે, તે સર્વ યથાર્થ રૂપમાં તારક ધર્મમાર્ગો છે જ નહિ. રૂચિપૂર્વકની આવી સમજ આવ્યા પછીથી, મોક્ષનો અર્થી જીવ દાનમાં અને શ્રી જિનપૂજનાદિમાં તત્પર બન્યો થકા. ચારિત્રમોહના ક્ષયોપશમને સાધનારો પણ બની શકે છે. એથી તેનામાં વિરતિના પરિણામો પ્રગટે છે. તે પરિણામો દેશવિરતિના પણ હોઇ શકે છે અને સર્વવિરતિના પણ હોઇ શકે છે. આથી તે પુણ્યાત્મા ચોથા ગુણસ્થાનકેથી પાંચમા દેશવિરતિના ગુણસ્થાનકને અથવા તો છઠ્ઠા સર્વવિરતિના ગુણસ્થાનકને પામે છે. આથી જ આ શાસ્ત્રકાર પરમર્ષિએ છઠ્ઠી સદ્ધર્મ-વિંશિકામાં સમ્યગ્દર્શનનું વર્ણન કર્યા પછી, સાતમી વિંશિકામાં દાનનું અને આ આઠમી વિંશિકામાં શ્રી જિનપૂજનનું વર્ણન કર્યું, અને હવે પછીની નવમી વિંશિકામાં દેશવિરતિધર્મનું વર્ણન કર્યું છે. વિરતિની પૂર્વભૂમિકા
સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ ધર્મોપગ્રહદાનાદિને આચરનારા, સુન્દર ભાવથી પોતાના ચિત્તને શુદ્ધ બનાવનારા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોનું શ્રવણ કરવામાં રતિવાળા બને છે. સામગ્રીનો સુયોગ હોય તો સમ્યક્ત્વ, એ ધર્મોપગ્રહદાનાદિનું, ભાવદ્વારા થતી ચિત્તશુદ્ધિનું અને શ્રી જિનવચનના શ્રવણની રતિનું અવઘ્ય કારણ છે. ગુણના અર્થી આત્માઓએ આ વસ્તુ પણ ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. દેશવિરતિ-ધર્મને અગર તો સર્વવિરતિ-ધર્મને પામવાને માટેની આ પૂર્વભૂમિકા છે. સમ્યગ્દર્શન ગુણને પામવાના યોગે ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત બનેલો, શુદ્ધ ચિત્તવાળો બનેલો અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિવાળો બનેલો પુણ્યાત્મા, પરમ
શ્રાવકપણાને એટલે દ્રવ્યથી અને ભાવથી ઉત્તમ એવા દેશવિરતિપણાને પામે છે. ધર્મોપગ્રહદાન આદિનું આચરણ, ભાવથી ચિત્તની શુદ્ધિ અને શ્રી જિનવચનના શ્રવણની રતિ, એ ગુણો એવા છે કે-એ ગુણો આત્માને વિરતિવાળો બનાવ્યા વિના રહે જ નહિ, સિવાય ક-આત્મા ગુણને હારી જાય અથવા તો એ આત્માને ગાઢ કર્મનું નડતર હોય !
ત્રણ પ્રકારના ભાવ શ્રાવક
ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં ભાવ શ્રાવકોના ગુણોને આશ્રયીને ત્રણ વિભાગો દર્શાવેલા છે. એક દર્શન-શ્રાવક, બીજા વ્રત-શ્રાવક અને ત્રીજા ઉત્તરગુણશ્રાવક. જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણને પામેલા હોય પણ શ્રાવકોનાં બાર વ્રતો પૈકીના કોઇ એક વ્રતને પણ પામ્યા ન હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ ‘દર્શન-શ્રાવકો’ તરીકે ઓળખાવે છે. જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણથી યુક્તપણે શ્રાવકોનાં બાર વ્રતો પૈકીનાં પાંચ અણુવ્રતોને ધરનારા હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ ‘વ્રત-શ્રાવકો' તરીકે ઓળખાવે છે. અને જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણથી સહિતપણે શ્રાવકોનાં પાંચ અણુવ્રતોની સાથે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો-એ બારેય વ્રતોને ધરનારા હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ ‘ઉત્તર ગુણ શ્રાવક' તરીકે ઓળખાવે છે.
Page 50 of 211
Page #51
--------------------------------------------------------------------------
________________
આ વિષયમાં એવા પ્રકારની વ્યાખ્યા પણ કરાય છે કે-સમ્યકત્વયુક્ત બાર વ્રતને ધરનારા ભાવશ્રાવકોને “વ્રત-શ્રાવકો' તરીકે ઓળખવા અને જે આત્માઓ. સમ્યક્ત્વયુક્ત બાર વ્રતોને ધરનારા હોવા ઉપરાન્ત સર્વ સચિત્તના ત્યાગી હોય, એકાસણું કરનારા હોય, ચોથા વ્રતને એટલે સર્વથા બ્રહ્મચર્યના નિયમને માવજીવને માટે ધરનારા હોય, ભૂમિશયન કરનારા હોય તેમજ શ્રાવકની પ્રતિમાદિકનું વહન કરવાવાળા તથા બીજા પણ વિશેષ અભિગ્રહોને ધારનારા હોય, એવા ભાવ શ્રાવકોને “ઉત્તરગુણ-શ્રાવકો' તરીકે ઓળખવા. ભાવ શ્રાવકપણાની શરૂઆત સમ્યગ્દર્શન ગુણથી થાય છે અને તેનો વધુમાં વધુ વિકાસ ‘ઉત્તરગુણ-શ્રાવક' પણા સુધીનો હોય છે. એનાથી આગળ તો સર્વવિરતિ-ધર્મ છે. ઉત્તરગુણ-શ્રાવક' માં પોતાનાં વિશેષ લક્ષણો હોવા સાથે “વ્રત-શ્રાવક” અને “દર્શન-શ્રાવક' નાં લક્ષણો પણ હોય છે અને વ્રત-શ્રાવક' માં પોતાનાં વિશેષ લક્ષણો હોવા સાથે “દર્શન-શ્રાવક' નાં લક્ષણો પણ હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિએ આ ત્રણેય પ્રકારના ભાવશ્રાવકોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિએ દશમી વિંશિકા દ્વારા શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું વર્ણન કર્યું છે, એટલે એમ પણ કહી શકાય કે-શાસ્ત્રકાર પરમર્ષિએ આ નવમી વિંશિકામાં “દર્શન-શ્રાવક' તથા “વ્રત-શ્રાવક' એ બે પ્રકારનાં ભાવ શ્રાવકોનું વર્ણન કર્યું છે અને દશમી વિંશિકામાં “ઉત્તરગુણ-શ્રાવક' નામના ભાવ શ્રાવકના ત્રીજા પ્રકારનું વર્ણન કર્યું છે. નવમી વિંશિકાની પહેલી ગાથામાં “દર્શન-શ્રાવક' તરીકે ઓળખાતા ભાવ શ્રાવકની વાત છે. એ શ્રાવક કેવો હોય છે ? એ દર્શાવતાં શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કેધર્મોપગ્રહદાનાદિને આચરનારો હોય છે, ભાવથી શુદ્ધિ ચિત્તને ધરનારો હોય છે અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિવાળો હોય છે.
શ્રાવકોમાં આ ત્રણની ઉપેક્ષા ન હોય
ઉત્તમ શ્રાવક બનવાને માટે આ ત્રણેય વસ્તુઓ આવશ્યક છે. ધર્મોપગ્રહદાનાદિનું આચરણ, ભાવ દ્વારા ચિત્તની શુદ્ધિ અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિ, -આ ત્રણ વસ્તુઓમાં અપ્રાપ્ત ગુણોને પમાડવાનું અને પ્રાપ્ત ગુણોને નિર્મળ બનાવવા સાથે તેમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરવાનું અદ્ભુત સામર્થ્ય છે. આ ત્રણ વસ્તુઓ, સમ્યગ્દર્શન ગુણને પામેલા શ્રાવકોમાં સામગ્રીના યોગે અવશ્ય હોય છે. આ ત્રણ વસ્તુઓ, ભવ્ય આત્માઓને સમ્યગ્દર્શન ગુણ પમાડવાનું સામર્થ્ય પણ ધરાવે છે. એ જ રીતિએ, આ ત્રણ વસ્તુઓ દર્શન-શ્રાવકને વ્રત-શ્રાવક બનાવે છે, વ્રત-શ્રાવકને ઉત્તરગુણ-શ્રાવક બનાવે છે અને ઉત્તરગુણ-શ્રાવકને પ્રતિમાના ક્રમે કરીને સાધુધર્મને પમાડે છે. આ કારણે, આ શ્રાવકધર્મ-વિંશિકામાં આ વાતને પહેલી ગાથામાં જ લેવામાં આવી છે. ભાવ શ્રાવકપણાને પામવાની ઇચ્છાવાળા પુણ્યાત્માઓએ તેમજ ભાવ શ્રાવકપણાને પામેલા પુણ્યાત્માઓએ, આ ત્રણેય વસ્તુઓ પ્રત્યે ખૂબ જ આદરવાળા બનવું જોઇએ. જે આત્માઓ આ ત્રણ ઉત્તમ વસ્તુઓની ઉપેક્ષા કરે છે, તેઓ કાં તો ગુણને પામ્યા નથી અને જો ગુણને પામ્યા છે, તો તેઓ પોતાના ગુણનો વિનાશ કરી રહ્યા છે. જેઓ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવે છે, તેઓ જો આ ત્રણ ઉત્તમ વસ્તુઓની ઉપેક્ષા કરનારા હોય, તો તેઓ નામના શ્રાવકો છે અથવા તો નામના શ્રાવકો બની જવાય તેવું તેમનું વર્તન છે. આ ત્રણ ગુણો પ્રત્યે ઉપેક્ષાભાવને ધરનારાઓ, વસ્તુતઃ પોતાને શ્રાવક તરીકે
Page 51 of 211
Page #52
--------------------------------------------------------------------------
________________
ઓળખવાને અગર તો પોતાને શ્રાવક તરીકે ઓળખાવવાને પણ લાયક નથી.
ધર્માચાર્યોનો આન્તર ભાવ
સુધરવું હોય, કલ્યાણ સાધવું હોય, તો ધર્માચાર્યોના આન્તર ભાવને પિછાનતા શીખો. ધર્માચાર્યો તમને જરીય ખરાબ રહેવા દેવાને ઇચ્છતા નથી. ધર્માચાર્યોને એમ થાય છે કે-આવી સુન્દર સામગ્રીને પામેલા પુણ્યવાનો, અમારા યાગને પામીને, પોતાની બધી જ ખરાબીઓને તજનારા અને પોતાના આત્માની બદ્વિને પ્રગટાવવાનો પ્રયત્નશીલ બને તો સારું. આવા ઉદ્દેશથી જ, સ્વ-પરના કલ્યાણને લક્ષ્યમાં રાખીને, ધર્માચાર્યો તમને અવસરે અવસરે હેયના ત્યાગની અને ઉપાદેયના સ્વીકારની પ્રેરણા કર્યા વિના રહી શકતા નથી. જ્યાં સુધી તમને હિતકર સાચી વાત સાંભળવાને માટે લાયક માને અગર હિતકર સાચી વાત સાંભળવાને માટે તમે નાલાયક બન્યા. નથી-એમ માને, ત્યાં સુધી તમને પામીને ધર્માચાર્યો સ્વ-પરના હિતની સાચી વાત કહ્યા વિના કેમ રહી શકે ? ધર્માચાર્યોને તો એમ પણ થાય કે-ધર્મોપદેશ સાંભળવાને માટે અમારી પાસે આવેલા પુણ્યાત્માઓને, ધર્મોપદેશ કરતે કરતે તેમના દોષોની અને તેમણે પ્રાપ્ત કરવા યોગ્ય ગુણોની વાતો એવી રીતિએ પણ કહેવી, કે જેથી એમને એવું હાડોહાડ લાગી જાય કે- “હવે તો આ દોષોને ગમે તેમ કરીને પણ તજવા અને અમારે અમારા આત્માને ગુણોનું ભાજન બનાવવો. હું શ્રાવક ઓળખાઉં છું, તો મારે સાચા શ્રાવક બનવું અને સાચા શ્રાવક બનીને મારે મારા આત્માને ઉત્તરોત્તર ગુણસમૃદ્ધ બનાવવાનો પણ પ્રયત્ન કરવો. તમારા દોષકારક કર્મને ધક્કો વાગે, એવો આઘાત તમને થાય, તો ધર્માચાર્યોનો હેતુ સરસ રીતિએ બર આવે અને એથી ધર્માચાર્યો તમારા દોષકારક કર્મને ધક્કો વાગે-એવો આઘાત તમને થાય એવી વાણીનો પણ ઉપયોગ કરે. એવી વાણીમાં દેખીતી રીતિએ કઠોરતા હોય, તોય તેમાં સાચી મધુરતા છે અને જેઓને એ વાણીથી પોતાના દોશકારક કર્મને ધક્કો વાગે એવો આઘાત થાય છે, તેઓ તો એ સાચી મધુરતાનો સુન્દર પ્રકારનો અનુભવી કરે છે.
સમ્યગ્દર્શન યોગે ચિત્તશુદ્ધિ
સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માઓ શ્રી જિનવચનની સાચી આસ્તિક્તાને પામેલા હોય છે, તેઓ મોક્ષના રસિક હોવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શન ગુણને ધરનારા પુણ્યાત્માઓની ચિત્તશુદ્ધિ વિષય-કષાયના ઝંઝાવાત વખતે પણ ઘણું જ સુન્દર કામ આપે છે. અવિરતિથી અને અનન્તાનુબન્ધી સિવાયના કષાયોથી એ પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ બને એ શક્ય છે, પણ એ રીતિએ પોતાનું ચિત્ત જે સમયે સંધ બન્યું હોય તે સમયે પણ જો તેઓ ઉપયોગશૂન્ય નથી હોતા, તો તેઆ પોતાના ચિત્તની એ સંક્ષુબ્ધતા ઉપર સુન્દર કાબૂ રાખી શકે છે. આપણે જોઇ આવ્યા છીએ કે-સમ્યકત્વ એ શુભ આત્મપરિણામ રૂપ છે અને આત્માના એ શુભ પરિણામને જો જાળવતાં આવડે, તો આત્માનો એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમોહ કર્મ જોરદાર હોય અને એથી અનન્તાનુબંધી સિવાયના કષાયો પણ જોરદાર હોય, તે છતાં પણ જો સમ્યકત્વ રૂપ શુભ
Page 52 of 211
Page #53
--------------------------------------------------------------------------
________________
આત્મપરિણામ આત્મામાં વિધમાન હોય, તો એ પરિણામના બળે પણ આત્મા ઘણી નિર્જરાને સાધનારો બને છે; પણ એ આત્માની એ ઉપયોગયુક્ત દશાય ભૂલવા જેવી નથી. અવિરતિના અને કષાયોના જોરદાર ઉદય વખતે આત્મા જો ઉપયોગશૂન્ય બની જાય, અવિરતિના અને કષાયોના ધસારામાં જો આત્મા ઘસડાઇ જાય. તો એણે સાધેલા મિથ્યાત્વમોહના ક્ષયોપશમાદિને નષ્ટ થઇ જતાં પણ વાર લાગતી નથી. ક્ષાયિક સમ્યકત્વને પામેલા આત્માનો સમ્યગ્દર્શન ગુણ નષ્ટ થતો નથી, પણ ક્ષાયોપથમિક સમ્યક્ત્વની તો વારંવાર જાવ-આવ થાય એય શક્ય છે. આથી સમ્યક્ત્વને પામેલા. આત્માઓએ પોતાના તે શુભાત્મપરિણામને જાળવી રાખવાની જેમ કાળજી રાખવી જોઇએ, તેમ એના ઘાતક દોષોને હણવાની પણ કાળજી રાખવી જોઇએ. વિચારવું એ જોઇએ કે જો કોઇક વખતે પણ ગાદ્ય બની ગયા અને આત્માનો શુભ પરિણામ ચાલી ગયો, તો આપણી દશા શી થશે ?
કાજળની કોટડીમાં નિર્લેપ રહેવાની કળા
સમ્યગ્દર્શન ગુણ હોય તો આત્મા અવિરતિની ક્રિયા કરતો થકો પણ નિર્જરા સાધી શકે છે-આવી વાતને જાણી આત્મા જો આ અવરતિ આદિના ઘાત તરફ ઉપેક્ષાવાળો બને, તો એના સમ્યગ્દર્શન ગુણનો ઘાત થઇ જતાં વાર લાગે નહિ. કાજળની કોટડીમાં પેસવા છતાં પણ નિર્લેપ રહેવા જોગી દશા જેને પ્રાપ્ત થઇ હોય, તે જાણી-જોઇને કાજળની કોટડીમાં પેસવા જાય નહિ. માત્ર વાત એટલી જ કે-કર્મ ધક્કો મારીને કાજળની કોટડીમાં પેસાડે, ત્યારે આ પુણ્યવાન એવો સાવધ રહે કે-કાજળથી એ જરાય લેપાય નહિ. કર્મના ધક્કાને એ એવી રીતિએ નિળ કરે. કોટડી ગમે કોને ? જેનું હૈયું કાજળથી રંગાયેલું હોય તેને ! જેના હૈયામાં ઉજાસ પ્રગટ્યો છે, તેને તો કાજળની કોટડીમાં રહેવાનું ય ગમે નહિ અને એમાં પેસવાનુંય ગમે નહિ. હૈયામાં ઉજાસ પ્રગટવા છતાં પણ એને કાજળની કોટડીમાં રહેવું પડે અગર કાજળની કોટડીમાં જવું પડે-એ શક્ય છે અને એ વખતે તે પોતાની કાજળની કોટડીમાં પણ નિર્લેપ રહેવાની કળાનો ઉપયોગ કરે. ત્યાં એ ચૂકે તો એના હૈયાનો ઉજાસ પણ ભાગી જાય. આ વાતને યથાર્થપણે નહિ સમજનારાઓ, આજે સમ્યગ્દર્શનના નામે પાપથી વિરામ પામવાની વાતોનો અને અવિરતિને ટાળનારી ક્રિયાઓનો વિરોધ કરી રહ્યા છે. સંસાર, એ કાજળની કોટડી છે. સમ્યગ્દર્શનથી હૈયે ઉજાસ પ્રગટે છે. એ ઉજાસના યોગે જીવને કાજળની કોટડીમાં પણ કાજળથી લેપાયા વિના જીવવાની કળા હસ્તગત થાય છે. પણ એના હૈયામાં પ્રગટેલો ઉજાસ એને એમ જ કહે છે કે-અહીં રહેવું એ સારું નથી. આથી એ શક્ય હોય છે તો તો તે નીકળવા માંડે છે અને તેવી શક્યતા નથી હોતી તો તે એક તરફ તે શક્યતાને મેળવવાના પ્રયત્નમાં લાગે છે અને બીજી તરફ કાજળની કોટડીમાં પણ કાજળથી નહિ લેપાવવાની કળાનો ઉપયોગ કરે છે. આવી દશામાં જો જરા પણ ગદ્દત થઇ જાય, તો કેવું પરિણામ આવે, એ વિચારવા જેવું છે.
ના ક્ષયોપશમોનાં કર્યો
સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિ આદિની શુધ્ધ ક્રિયાવાળો જ હોવો જોઇએ, એવો. નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ક્રમે કરીને શુદ્ધ આચારવાળો બનવાનો, એ
Page 53 of 211
Page #54
--------------------------------------------------------------------------
________________
નિશ્ચિત વાત છે; કારણ કે એ પુણ્યાત્મા જે શુભ આત્મપરિણામને પામ્યો છે, તે શુભ આત્મપરિણામ નિર્મળ બનતે બનતે તથા તે શુભ પરિણામના યોગે પ્રાપ્ત થયેલ શુશ્રુષાદિ ગુણો દ્વારા તે કર્મોના એવા ક્ષયોપશમાદિને સાધનારો બને છે, કે જેના યોગે તે શુદ્ધ ક્રિયાવાળો પણ બન્યા વિના રહે જ નહિ. વિરતિ અંગે અશુદ્ધ ક્રિયાના ત્યાગ તથા શુદ્ધ ક્રિયાનાં જ સ્વીકારને માટે જુદા પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે અને સમ્યગ્દર્શન ગુણને માટે જૂદા જ પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે. જો કે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિએ એટલે માત્ર દ્રવ્યથી દેશચારિત્ર અને સર્વ ચારિત્રવાળા પણ હોઇ શકે છે, પણ અહીં તો જેવું બહારનું વર્તન, તેવો અન્તરનો પરિણામ-એવા શુદ્ધ આચારવાળા આત્માઓની અપેક્ષાએ વાત છે. માત્ર સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને સાંભવવાની ઇચ્છા હોય છે, ચારિત્રધર્મનો રાગ હોય છે અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ હોય છે. એની પાસેથી જો કોઇ વિરતિની એવો આશા રાખે કે- “આ આત્મા આટલી પણ વિરતિને નથી કરતો, તો એ સમ્યગ્દષ્ટિ શાનો ?' -તો. એવી આશા રાખનારની એ આશા અસ્થાને છે. આ વિષયમાં સમજવું એ જોઇએ કે-જે કર્મના ક્ષયોપશમથી સમ્યકત્વ ગુણ પ્રગટે છે, તે જ કર્મના ક્ષયોપશમથી વિરતિગુણ પ્રગટી શકતો નથી. અને એથી જેઓ “વિરતિ નહિ હોવાના કારણે જ સમ્યકત્વનો પણ અભાવ છે.' –એવું કહે, તે ઉસૂત્રભાષી જ છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યા પછી જીંદગી પર્યત પણ વિરતિને નહિ પામી શકનારા જીવો ય હોઇ શકે છે, કારણ કે-તેઓ પોતાના ચારિત્રમોહ કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમાદિને સાધનારા બની શકતા નથી.
સમ્યગ્દર્શન અને શુશ્રુષા આદિ ગુણોના સંબંધમાં
શંકઓ અને તેનાં સમાધાનો
આવા વિવેચન વખતે, કયા કર્મના ક્ષયોપશમાદિથી કર્યું કાર્ય બની શકે છે, -એ વસ્તુને જાણનારને એવો પ્રશ્ન કરવાનું મન થાય એ સંભવિત છે કે- “જો સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રમોહનો ક્ષયોપશમ ન હોય, તો વિરતિ પણ ન હોય-એમ આપ કહો છો; તો આપ સમ્યદ્રષ્ટિ આત્મામાં શુશ્રુષાદિ ગુણો હોય છે. એવું પણ કહી શકો નહિ : કારણ કે શુશ્રુષાદિ ગુણો, એ જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી જ્ઞાનાવરણીય-કર્મના, ચારિત્રમોહનીય-કર્મના તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમ વિના શુશ્રુષાદિ ગુણો સંભવી શકે જ નહિ.'
વાત સાચી છે કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી એ ગુણોને પામવાને માટે જ્ઞાનાવરણીય-કર્મ, ચારિત્રમોહનીય-કર્મ તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમની આવશ્યક્તા છે; પણ ઉપકારિઓ માને છે કે- “જે વખતે જીવ સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તે વખતે તે જીવ એકલા મિથ્યાત્વમોહનીય કર્મનો જ ક્ષયોપશમ કરતો નથી, પણ તેની સાથે સાથે જ તે જીવ જ્ઞાનાવરણીય-કર્મનો પણ ક્ષયોપશમ કરે છે અને અનન્તાનુબન્ધિ કષાય છે લક્ષણ જેનું એવા ચારિત્રમોહનીય-કર્મ આદિનો પણ ક્ષયોપશમ કરે
હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય-કર્મના ક્ષયોપશમના અવસરે, જ્ઞાનાવરણીય-કર્મ તથા અનન્તાનુબંધિ કષાયલક્ષણ ચારિત્રમોહનીય-કર્મ આદિ કર્મોનો ક્ષયોપશમ પણ અવશ્યમેવ થાય
Page 54 of 211
Page #55
--------------------------------------------------------------------------
________________
છે.' આથી સમ્યક્ત્વના સદ્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સદ્ભાવ અવશ્ય હોઇ શકે છે, એમ કહી
શકાય.
અહીં કોઇ એમ કહી શકશે કે- ‘શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી જ પ્રગટે છે-એ વાત જ્યારે કબૂલ છે, તો પછી સમ્યક્ત્વના સદ્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સદ્ભાવ હોય છે -એમ કેમ કહો છો ? સમ્યક્ત્વ તો મિથ્યાત્વમોહનીય-કર્મના ક્ષયોપશમનું કાર્ય છે, માટે એમ કહેવું જોઇઅ કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમના સદ્ભાવે હોય છે.’
પણ આવું કહેનારને ઉપકારિઓ સમજાવે છે કે- ‘કેવલ જ્ઞાન, એ કેવલજ્ઞાનાવરણકર્મના ક્ષયથી જ પ્રગટે છે અને તેમ છતાં પણ એમ કહેવાય છે કે-કષાયોનો સર્વથા ક્ષય થયે છતે કેવલજ્ઞાન પ્રગટે છે; અથવા તો સમ્યક્ત્વ એ મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જ લભ્ય હોવા છતાં પણ એમ કહેવાય છે કે-અનન્તાનુબન્ધિ રૂપ ચારિત્રમોહનીયનો ઉદય જ્યાં સુધી વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યક્ત્વને પામી શકતો નથી. બસ, એવી જ રીતિએ એમ પણ કહી શકાય કે-સમ્યક્ત્વના સદ્ભાવમાં શુશ્રુષાદિ ગુણો અવશ્ય પ્રગટે છે.’
હજુ પણ અહીં જો પ્રશ્ન ઉપસ્થિત કરવો હોય તો તેમ કરી શકાય તેમ છે. હજુ પણ અહીં એમ પૂછી શકાય કે- ‘વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ છે એટલે તે ચારિત્રના અંશ રૂપ છે એ નક્કી વાત છે અને સમ્યક્ત્વના સદ્ભાવમાં વૈયાવચ્ચ અવશ્ય હોઇ શકે એમ આપ કહો છો, તો અવિરત સમ્યદ્રષ્ટિના ગુણસ્થાનકનો અભાવ થઇ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; કારણ કે-જો અવિરત સમ્યદ્રષ્ટિનું ગુણસ્થાનક હોય તો એ સ્થાને વિરત-સમ્યદ્રષ્ટિપણું હોઇ શકે નહિ અને વિરત-સમ્યદ્રષ્ટિપણું જો એ સ્થાને હોય તો એ સ્થાનને અવિરત-સમ્યદ્રષ્ટિનું ગુણસ્થાનક કહી શકાય નહિ.'
વાત સાચી છે કે-વિરત સમ્યદ્રષ્ટિ આત્મા અવિરત સમ્યદ્રષ્ટિઓના ગુણસ્થાનકે એટલે ચોથા ગુમસ્થાનકે હોઇ શકે જ નહિ; વિરત-સમ્યદ્રષ્ટિ આત્માઓ તો પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનકોએ જ હોઇ શકે; પરન્તુ આ વાત જેમ સાચી છે, તેમ એ વાત પણ સાચી છે કે-વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ હોવાથી ચારિત્રના જ અંશ રૂપ છે. આમ આ બન્નેય વાતો સાચી હોવા છતાં પણ, અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ, વૈયાવચ્ચના નિયમવાળા હોઇ શકે જ નહિ, એમ કહેવું તે બરાબર નથી : કારણ કે-વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર, એ એટલું બધું અલ્પ ચારિત્ર છે કે-તેની અચારિત્ર તરીકે વિવક્ષા થઇ શકે છે. જેમ સંમૂર્છિમ જીવો કાંઇ સર્વથા સંજ્ઞાહીન હોતા જ નથી; જો તે જીવોને સર્વથા સંજ્ઞાહીન કહેવામાં આવે, તો તો તેમને જીવ તરીકે મનાય જ નહિ; સર્વથા સંજ્ઞાહીન તો જડ જ હોઇ શકે; એટલે સંમૂર્છિમ જીવો સંજ્ઞાવાળા તો હોય જ છે, પણ તે જીવોની તે સંજ્ઞા એવી હોય છે કે-એ સંજ્ઞાને આગળ કરી શકાય નહિ અને એથી વિશિષ્ટ સંજ્ઞાના અભાવે સમૂછિમ જીવોને અસંજ્ઞી તરીકે કહેવાય છે; તેમ વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર સમ્યદ્રષ્ટિ આત્માઓમાં હોય છે, તો પણ તેઓને અવિરત-સમ્યદ્રષ્ટિ જરૂર કહી શકાય છે અને એથી અવિરત-સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકનો અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. વિરતસમ્યદ્રષ્ટિ આત્માઓ તરીકે તો મહાવ્રતો અથવા અણુવ્રતો આદિ રૂપ ઘણા ચારિત્રને પામેલા સમ્યદ્રષ્ટિ આત્માઓને જ ગ્રહણ કરવાના છે.
Page 55 of 211
Page #56
--------------------------------------------------------------------------
________________
વિરતિ ન હોય તોય શુશ્રુષાદિ હોય
આ બધી વાતો ઉપરથી સમજી શકાય તેમ છે કે-અવિરતિવાળા સમ્યદ્રષ્ટિ આત્માઓ માટે શું સંભવી શકે અને શું સંભવી શકે નહિ ? વિરતિના અભાવ માત્રથી આપણે કોઇને પણ મિથ્યાદ્રષ્ટિ કહી શકીએ નહિ. સમ્યદ્રષ્ટિ આત્મા તેને તે ભવમાં મહાવ્રતાદિ રૂપ અગર અણુવ્રતાદિ રૂપ વિરતિને પામે જ-એવો પણ નિયમ નથી. સમ્યગ્દર્શનને પામેલો આત્મા મરતાં સુધી સમ્યક્ત્વને ગુમાવે નહિ, પ્રાપ્ત સમ્યક્ત્વને સાથે લઇને પરભવમાં જાય અને તેમ છતાં પણ સમ્યક્ત્વપ્રાપ્તિના ભવમાં અગર તો તે પછીના તરતના ભવમાં ય વિરતિને પામે નહિ-એ શક્ય છે. આ વાત સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિને ન પામે એ પણ જેમ શક્ય છે. તેમ તે સામગ્રીસંપન્ન દશામાં શુશ્રૂષાહીન હોય, ચારિત્રધર્મના રાગથી રહિત હોય અગર તો દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમ વિનાનો હોય, એ અશક્ય છે. અહીં આપણે ભાવશ્રાવકની વાત ચાલે છે. શ્રાવકધર્મનો અધિકાર આ વિંશિકામાં છે. આ દ્રષ્ટિએ સામગ્રીસંપન્ન સમ્યદ્રષ્ટિ આત્માઓની આ વાત છે અને એથી એમ કહી શકાય કે- ભાવશ્રાવકો કમથી કમ ધર્મશાસ્ત્રોને સાંભળવાની ઇચ્છાથી રહિત હોઇ શકે નહિ, ચારિત્રધર્મના રાગથી રહિત પણ હોઇ શકે નહિ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમથી પણ રહિત હોઇ શકે નહિ. આવા પણ શ્રાવકો એટલે સંયોગાદિ મુજબ જીવનભર સદ્ગુરૂઓના મુખે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરનારાઓ, ચારિત્રધર્મના રાગથી રંગાએલાઓ અને દેવ-ગુરૂની વયાવચ્ચના નિયમવાળાઓ પણ જીવનભર અણુવ્રતાદિ રૂપ દેશવિરતિના પરિણામોને પણ પામી શકે નહિ-એ શક્ય છે.
કર્મની વિચિત્રતા
સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-એવા પુણ્યાત્માઓ દેશવિરતિના અને સર્વવિરતિના પરિણામોને સહેલાઇથી પામી શકે છે તેમજ શુશ્રુષા આદિ ગુણો એ વિરતિને એટલે વિરતિના પરિણામોને પ્રગટાવનારા ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમને સાધવામાં આત્માને અનુપમ કોટિની સહાય કરે છે, પણ સૌનાં કર્મ અને સૌની ભવિતવ્યતા આદિ સરખાં નથી હોઇ શકતાં, સમ્યગ્દર્શન ગુણને પામીને જીંદગીભર શ્રી જિનવચનનું શ્રવણ આદિ રસિકતાથી અને રૂચિપૂર્વક કરે અને તેમ છતાંય જેમનામાં ચારિત્રના પરિણામ જીવનભરમાં પ્રગટે જ નહિ, એવાં કર્મ અને એવી ભવિતવ્યતા આદિવાળા આત્માઓ પણ હોઇ શકે છે. આ વાત ખ્યાલમાં હોય તો, અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓની અવગણનાથી ઘણી સહેલાઇથી બચી શકાય. જેઓ કર્મની વિચિત્રતાને સમજે
છે,તેઓને આ સંસારમાં જે કાંઇ બને તેથી આશ્ચર્ય થતું નથી. એ તો અકલ્પ્ય વસ્તુ પણ બને, તો પણ માને છે કે-એય સંભવિત છે. આત્માએ તો સારાના શોધક બનવું. તમને આજે સમ્યગ્દર્શનાદિ વિષે આટલું કહેવાય છે અને તેમ છતાંય તમારામાંના એકેયને કદાચ એની લેશમાત્ર પણ સારી અસર થયેલી જણાય નહિ, તો એથી અમને આશ્ચર્ય થાય નહિ. અમને દયા આવે એ બને, પણ કર્મોની વિચિત્રતાનો ખ્યાલ હોવાથી ન તો આશ્ચર્ય ઉપજે કે ન તો તમારા તરફ તિરસ્કારભાવ જન્મે. કર્મોના ઉદય યોગે શું શું બની શકે છે, એનો જે આત્માઓને સાચો ખ્યાલ આવી જાય છે, તે
Page 56 of 211
Page #57
--------------------------------------------------------------------------
________________
આત્માઓનું અન્તઃકરણ ભાવદયાથી ભરપૂર બની જાય છે. અને ગમે તેવા પાપિનું પણ બુરૂં ચિન્તવવાનું પણ મન થતું નથી. તો તેનું બૂરૂં કરવાનું મન તો થાય જ શાનું ? સમ્યદ્રષ્ટિનો શ્રુતધર્મનો રાગ
ભાવ શ્રાવકમાં શુશ્રુષા ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય છે. શ્રી જૈનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રૂષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રુષાનો અર્થ થાય ‘સાંભળવાની ઇચ્છા' પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યદ્શન પામ્યો. એટલે તત્ત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે-જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ.
24. એ શું ?
મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપ આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યક્ત્વ કહે છે અને તત્ત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સમ્યક્ત્વનું કાર્ય કહે છે. સમ્યક્ હોય તો જ સાચું તત્ત્વશ્રદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્ત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સમ્યક્ત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણકહેવાય છે કે-તત્ત્વાર્થ શ્રદ્વાન એ સમ્યક્ત્વ છે, કારણ કે-સામગ્રીસંપન્ન અવસ્થામાં તત્ત્વાર્થશ્રદ્વાન રૂપ કાર્ય, સમ્યક્ત્વરૂપ કારણના યોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્ત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ માવેલા જીવાદિ તત્ત્વભૂત પદાર્થોનું શ્રદ્વાન. આવી તત્ત્વરૂચિ જન્મે, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્ત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્ત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ ઃ કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલું તત્ત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યદ્રષ્ટિ આત્મા સદ્બોધ મેળવવાને ખૂબ જ આતુર હોય છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યદ્રષ્ટિ આત્માઓને માટે તો સદ્બોધનું અવઘ્ય કારણ છે; આથી સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યદ્રષ્ટિ આત્માઓની ઇચ્છા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે. કામી આત્માઓને ગીતના શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાન્તાથી પરિવરેલો -એવા કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ કિન્નરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સમ્યદ્રષ્ટિનો ચારિત્રધર્મનો રાગ
સમ્યદ્રષ્ટિ આત્માઓને જેમ શ્રુતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સમ્યદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યદ્રષ્ટિ આત્માઓના ચારિત્રધર્મ ઉપરના રાગની પ્રબલતાનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, ભૂખ્યા
Page 57 of 211
Page #58
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. સામાન્ય સંયોગોમાં પણ બીજાઓના કરતાં બ્રાહ્મણોમાં ધૃતપૂર્ણ ભોજનની અભિલાષા વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં પણ જો કોઇ બ્રાહ્મણે અટવીને લંઘી હોય, અટવીમાં કાંઇ જ ખાવા-પીવાનું મળ્યું ન હોય એટલે ભૂખ જોરદાર બની હોય, પેટ જાણે પાતાળમાં પેસી ગયું હોય અને એથી ખાવાનું જે મળી જાય તેનાથી પોતાની ભૂખને શમાવવાની તીવ્ર ઇચ્છા થઇ હોય, તેમાં જો એની નજરે ધૃતપૂર્ણ ભોજન ચડે, તો એ ભોજન ઉપર એને કેવોક રાગ થાય ? એ ભોજનને મેળવવાને માટે એ શક્તિમાન બને અગર શક્તિમાન ન બને-એ વાત જુદી છે; પોતાના કર્મદોષ આદિના કારણે એ બ્રાહ્મણ એ ભોજનને ન મેળવી શકે-એય શક્ય છે; પણ નજરે ચઢેલા એ ભોજનને વિષે એનો રાગ કેવોક હોય ? એના એ રાગની કલ્પના કરી લ્યો અને સમજો કે-સમ્યગ્દષ્ટિ આત્માઓમાં ચારિત્રધર્મનો રાગ એથી પણ અધિક હોય છે. આ અવિરત સમ્યદ્રષ્ટિની વાત છે. વિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ તો એવા હોય છે કે-પેલો બ્રાહ્મણ એણે દેખેલા ધૃતપૂર્ણ ભોજનને જ્યારે મેળવી શકે, ત્યારે એને જેમ એ ભોજનનું ભક્ષણ કરવા સિવાયનું કોઇ લક્ષ્ય હોતું નથી અને એને જેમ એ ભોજનના ભક્ષણમાં અનુપમ તથા અપૂર્વ સ્વાદનો અનુભવ થાય છે, તેમ વિરતિધર્મને પામેલા આત્માઓ વિરતિના પાલન સિવાયના કોઇ લક્ષ્યવાળા હોતા. નથી તેમજ વિરતિના પાલનમાં એ પુણ્યાત્માઓ અનુપમ અને અપૂર્વ સ્વાદનો અનુભવ કરે છે. સર્વવિરતિને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યારે આવા હોય છે, ત્યારે સર્વવિરતિને પામવા જોગો કર્મદોષ જેઓનો ટળ્યો નથી અને થોડો ઘણો કર્મદોષ ટળવાના યોગે જેઓ દેશવિરતિપણાને જ પામી શક્યા છે, એવા સમ્યગ્દષ્ટિ આત્માઓની દશા પણ, પેલા ભૂખથી પીડાતા બ્રાહ્મણને થોડું ભોજન મળવાથી થતી દશા જેવી હોય છે. પેલા બ્રાહ્મણને જ્યારે ધૃતપૂર્ણ ભોજન થોડા પ્રમાણમાં મળે, ત્યારે એ પોતાને મળેલા થોડા ભોજનના ભક્ષણમાં જેમ એવી કાળજીવાળો બને છે કે-એ ભોજનનો એક અણુ પણ એળે જવા દે નહિ અને એ ભોજનનો એને જેમ એવો સ્વાદ લાગે છે કે-બાકીના ભોજનને મેળવવાને માટેની એની ઇચ્છા ઉલટી વધી જાય છે, તેમ દેશવિરતિપણાને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ દેશવિરતિ-ધર્મના પાલનમાં એવા જ કાળજીવાળા બને છે અને સર્વવિરતિને પામવાની તેમની ઇચ્છા પણ વધારે વેગવતી બની જાય છે, કારણ કે-તેમને વિરતિના આસ્વાદનો પણ અનુભવ થાય છે.
ભાવથી શુદ્ધ ચિત્તવાળા
આ વાત અહીં એ માટે કરવામાં આવી છે કે-આ નવમી વિંશિકાની પહેલી ગાથામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ભાવશ્રાવક કેવો હોય અને એ ભાવશ્રાવક પણ કેવો ? કે જે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, તે ઉત્તમ શ્રાવક કેવો હોય ? –એ દર્શાવતાં તેને ભાવથી શુદ્ધ ચિત્તવાળા તરીકે ઓળખાવેલ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મામાં પણ ચારિત્રધર્મનો રાગ કેવો હોય છે. તે આપણે ભૂખથી પીડાતા બ્રાહ્મણના દ્રષ્ટાન્તથી જોયું. મૃતધર્મના રાગની સફ્લતા પણ ચારિત્રધર્મના રાગને જ આભારી છે. ભગવાને કહેલા ચારિત્રધર્મને જાણવા અને પામવાના હેતુવાળો જ મૃતધર્મનો રાગ હોય. છે. મૃતધર્મનો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, તો એ કહેવાતો ધૃતધર્મનો રાગ એ સાચી કોટિનો મૃતધર્મનો રાગ નથી. શ્રતધર્મનો રાગ એ જ્ઞાનનો રાગ છે અને ચારિત્રધર્મનો રાગ
Page 58 of 211
Page #59
--------------------------------------------------------------------------
________________
એ વિરતિનો રાગ છે. ઉપકારિઓએ માવ્યું છે કે-આત્માનો મોક્ષ જ્ઞાન અને ક્રિયાના યોગથી થાય છે. “જ્ઞાનવિયામાં મોક્ષ: I” સમ્યદ્રષ્ટિ આત્માઓને માટે જ આ વાત છે. સમ્યગ્દર્શનને પામીને જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવા દ્વારા જીવ મોક્ષને પામી શકે છે, એટલે સમ્યગ્દષ્ટિ આત્માઓમાં શ્રતધર્મનો રાગ પણ હોય અને ચારિત્રધર્મનો રાગ પણ હોય. મૂતધર્મનો સાચો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, એ બને જ નહિ. હેયોપાદેયના વિવેક વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે અને હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનનો રાગ તો સૂચવે છે કે-એ આત્મા હેયના ત્યાગનો અને ઉપાદેયના સ્વીકારનો અભિલાષી છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓ હેયા ક્રિયાઓથી રહિત જ અને ઉપાદેય ક્રિયાઓથી સમલંકૃત જ હોતા નથી; ક્રિયાઓની દ્રષ્ટિએ જોઇએ, તો તેમને શુધ્ધ ક્રિયાવાળા કહી શકાય જ નહિ; તેમની વાણી પણ પાપરહિત જ હોય એમેય કહી શકાય નહિ પણ તેઓ ભાવથી શુધ્ધ ચિત્તવાળા હોય છે, એમ જરૂર કહી શકાય; કારણ કે-તેઓમાં સમ્યક્ત્વ રૂપ શુભ આત્મપરિણામ તો પ્રગટેલો જ છે અને એથી તેઓમાં શ્રતધર્મનો તથા ચારિત્રધર્મનો રાગ પણ છે.
સમ્યગ્દષ્ટિનો રાગ અને વિરામ
એ આત્માઓની એવી દશા હોય છે કે જે ક્રિયાઓ એમને વસ્તુતઃ ગમે છે, તે ક્રિયાઓને આચરવાને તેઓ અસમર્થ છે અને જે ક્રિયાઓ એમને વસ્તુતઃ નથી ગમતી, તે ક્રિયાઓને તેઓ છોડી શકતા નથી. અહીં કોઇને પૂછવું હોય તો તે પૂછી શકે કે- “તો શું અવિરતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગ વિના જ કરે છે ?' આવા પ્રશ્નના જવાબમાં “હા” પણ કહી શકાય અને “ના” પણ કહી શકાય. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગરહિતપણે કરે છે –એવું એ અપેક્ષાએ કહી શકાય કે-સંસારની ક્રિયાઓ તરફ્લો તેમનો જે ઉપાદેયપણનો રાગ હતો. તે રાગ સમ્યગ્દર્શનની હયાતિમાં રહેવા પામ્યો નથી, એટલું જ નહિ પણ સંસારની ક્રિયાઓ તજવા જેવી જ છે-એવો સંસાર પ્રત્યેનો વિરાગ ભાવ પણ એ આત્માઓમાં પ્રગટેલો જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ, તેમને તેમના અનન્તાનુબંધિ કષાયોનો ઉદય નહિ હોવાથી આવી ઉત્તમ દશાને પામેલા છે, પણ બાકીના ત્રણ પ્રકારના એટલે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન કષાયોનો ઉદય તો તેઓને છે જ, એટલે એ કષાયો પણ કામ તો કરે ને ? અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય હોય તો સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ સંસારની ક્રિયાઓમાં તે ક્રિયાઓને કરવાજોગો રાગ તો થાય જ અને એ દ્રષ્ટિએ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની ક્રિયાઓ રાગથી કરે છે એમ પણ કહી શકાય, પણ સમ્યગ્દર્શન ગુણના યોગે એ રાગને મહત્વ મળતું નથી. અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય જેમ અવિરતિની ક્રિયાઓના રાગને જન્માવે, તેમ આ રાગ અને આ ક્રિયાઓ પણ તજવા યોગ્ય જ છે-એવો ભાવ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માનો સંસારનો રાગ પાંગળો હોય છે અને શ્રતધર્મ તથા ચારિત્રધર્મ વિષેનો એનો રાગ અતિશય પ્રબલ હોય છે, એટલે સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ વિરાગી કહી શકાય. આમ છતાં પણ, કેવળ બહારની ક્રિયાઓને જોનારને સખ્યદ્રષ્ટિ આત્માના આ મનોભાવનો ખ્યાલ આવે શી રીતિએ ? રાગનો ભેદ એ
Page 59 of 211
Page #60
--------------------------------------------------------------------------
________________
માનસિક વસ્તુ છે અને માનસિક વસ્તુનો ખ્યાલ તો સાચા વિવેકિઓને જ આવી શકે ને ?
છોડે એટલી બાંધે
સ, સમ્યગ્દષ્ટિ જીવોનો મૃતધર્મ તથા ચારિત્રધર્મનો રાગ એટલો બધો પ્રબળ હોય અને સંસારનો રાગ પાંગળો હોય, તો એ પાંગળા રાગને કાઢી નાખતાં સમ્યગ્દષ્ટિ આત્માઓને વાર લાગે જ નહિ ને !
એમ પણ એકાન્ત કહી શકાય નહિ. જેવું કર્મ. આત્માને વિરતિ નહિ પામવા દેનાર ચારિત્રમોહનીય-કર્મ છે. ચારિત્રધર્મના રાગથી ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમને સાધી શકાય છે. સમ્યગ્દર્શનને પામેલો આત્મા ચારિત્રમોહનીય કર્મની સ્થિતિને ઘટાડતો જ જાય છે, પણ કેટલીક વાર એવું બને છે કે-સમ્યગ્દષ્ટિ આત્માની ચારિત્રમોહનીય-કર્મની સ્થિતિ, દેશવિરતિને પામવામાં પણ અંતરાય કરી શકે નહિ એટલીય ઘટી ન હોય, ત્યાં તો પાછી સમ્યકત્વની પ્રાપ્તિ પછી જેટલી સ્થિતિ ઘટી હોય તેટલી સ્થિતિને જીવ બાંધી લે છે. અહીં પામે તેવા પ્રકારની ભવિતવ્યતાને જ પ્રધાન કારણ રૂપે માનવી પડે.
ધર્મોપગ્રહદાનને મુખ્યતા
અવિરત સમ્યગ્દષ્ટિ પાપક્રિયાઓના ત્યાગવાળા હોતા નથી, પણ પાપક્રિયાઓ તજવા યોગ્ય જ છે અને મારે આ પાપક્રિયાઓના ત્યાગી બનવું જ જોઇએ, એવો ભાવ તો એ આત્માઓમાં હોયજ છે. આ સાથે તેઓ મૃતધર્મના તથા ચારિત્રધર્મના પણ પ્રબલ રાગવાળા હોય છે, એટલે આવા આત્માઓ ભાવથી શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે, એમ માનવામાં અને કહેવામાં કશી જ હરકત આવતી નથી. આવા આત્માઓ ગુરૂઓની વિશ્રામણા અને દેવોની પૂજા આદિના નિયમવાળા હોય, એ સ્વાભાવિક જ છે. આવા આત્માઓને સંગુરૂઓની સેવા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા મારે અવશ્ય કરવી જોઇએ, એમ થયા વિના રહે જ નહિ. આ વાત આ વિંશિકાની પહેલી ગાથામાં ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત” –એવા વિશેષણ દ્વારા જણાવવામાં આવી છે. દાન અને પૂજાના સંબંધમાં આપણે સાતમી અને આઠમી વિંશિકામાં વિચારી આવ્યા છીએ. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પોતાની શક્તિના પ્રમાણમાં પણ પોતે સદગુરૂઓના મુખે શ્રવણ કરેલ ધર્મને અને ધર્મના તત્વજ્ઞાનને પણ પોતાના કુટુંબ આદિને સંભળાવવા દ્વારા જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા, મહાપુરૂષોને પણ જ્ઞાનની સામગ્રી આપીને તેમજ બીજા આત્માઓને પણ હેયોપાદેયના વિવેકને જન્માવનારા જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બનીને જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા પોતાની શક્તિના પ્રમાણમાં અભયદાનનો દાતા પણ અવશ્ય હોય છે. આમ છતાં પણ અહીં ધર્મોપગ્રહદાનને મુખ્યતા આપવામાં આવી છે, એ સૂચવે છે કે-ધર્મોપગ્રહદાન એ શ્રાવકોને માટે ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. ધર્મોપગ્રહદાન દેવાને માટે દાતારે પાટાપાત્ર આદિની વિચારણા અવશ્ય કરવાની હોય છે.
અનુક્યાદાન
Page 60 of 211
Page #61
--------------------------------------------------------------------------
________________
દુઃખિના દુ:ખને દૂર કરવાની ભાવના માત્રથી જ અનુકંપાદાન વિહિત હોઇને, એમાં પાત્રાપાત્રની વિચારણાને અવકાશ જ નથી હોતો. એમાં પાત્રતા જોવાની દુ:ખની હયાતિની.કાઇ પણ જીવ હોય, પણ તે દુઃખી છે એટલે અનુકંપાપાત્ર છે જ. અનુકંપાદાનમાં દુઃખિના દુઃખને દૂર કરવાની વિચારણા જ પ્રધાનતા ભોગવે છે. ભક્તિપાત્ર આત્માઓની તો ભક્તિ જ કરવાની છે, એટલે ભક્તિપાત્ર આત્માઓ જે દુઃખી હોય તો પણ તેમના દુ:ખને દૂર કરવામાં ભક્તિભાવની જ પ્રધાનતા હોય છે, એટલે અનુકંપાદાનમાં ભક્તિપાત્ર આત્માઓનો સમાવેશ થતો નથી. દુ:ખી જીવ ગમે તેટલો ખરાબ હોય તો પણ, જે આત્મા તેના ખરાબપણા તરફ નહિ જોતાં, તેના દુ:ખ તરફ જોઇને તેના દુઃખને દૂર કરવાના હેતુથી અનુકંપાદાન કરવાને તત્પર બને છે, તે આત્મા ભક્તિપાત્ર અથવા ધર્મશીલ આત્માઓના :ખને દૂર કરવાને માટે શું શું ન કરે ? જેનામાં ધર્મ હોય, તેના તરફ ધર્મિને સદ્ભાવ જ હોય, એટલે ધર્મી આત્મા ધર્મી આત્માઓના દુ:ખનું નિવારણ તો સદ્ભાવપૂર્વક કરે. ધર્મી દુઃખી ન હોય તો પણ ધર્મિને ધર્મી આત્માનું વાત્સલ્યાદિ કરવાનું મન થયા વિના પણ રહે નહિ આથી તમે સમજી શકશો કે-અનુકંપાદાનનો વિષય જૂદો છે અને ધર્મોપગ્રહદાનનો વિષય જૂદો છે.
પાત્રના ત્રણ પ્રકારો
ધર્મોપગ્રહદાન તો ધર્મ જોઇને જ કરવાનું હોય છે, એટલે જેઓમાં ધર્મ હોય તેઓને ધર્મોપગ્રહદાન દેવાનું હોય છે. એમાં તો જેટલો ધર્મ, તેટલી પાત્રતા ગણાય છે. ધર્મના આધારે પાત્રતાનો નિર્ણય કરવાનો હોઇને, પાત્રોના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે. ઉપકારિઓએ, પાપ માત્રથી વિરાગ પામેલા સાધુજનોને ઉત્તમ પાત્રમાં ગણાવ્યા છે અને અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓને જઘન્ય પાત્રમાં ગણાવ્યા છે. આ સિવાયના એટલે પ્રાયઃ સઘળા જ મિથ્યામતિ આત્માઓ ધર્મોપગ્રહદાનને અંગે તો સર્વથા અપાત્ર છે. ધર્મને પ્રધાનતા આપીને જે દાન કરવાનું છે, તેમાં પાબાપાત્રનો અને પાત્રમાં પણ ઉત્તમ-મધ્યમ-જઘન્યનો ભેદ પાડ્યા વિના ચાલી શકે જ નહિ. ખોળ અને ઘાસ જેવી ચીજ પણ જો ગાય આદિને ખવડાવવામાં આવે તો તે દૂધપણાના પામે છે, જ્યારે દૂધ પણ જો સર્પ આદિને પીવડાવ્યું હોય તો તે વિષપણાને પામે છે, એટલે પરિણામની દ્રષ્ટિએ જ્યારે વિચાર કરવાનો અવસર હોય, ત્યારે તો પાબાપાત્રની વિચારણા અવશ્ય કરવી જોઇએ.
નિર્દયતા નહિ આવવા દેવી
દુઃખિના દુ:ખનો નાશ કરવાની વખતે એ વિચાર કરવાનો નથી, એનું કારણ એટલું જ છે કે-એ વખતે દયાભાવની પ્રધાનતા છે. દુ:ખી જીવ ગમે તેટલો ખરાબ હોય તો પણ, દયાળુ જીવ દુઃખી જીવના દુ:ખને સહી શકતો નથી. એને એમ થાય છે કે- “મારાથી શક્ય છે, તો મારે આને આ દુઃખમાંથી ઉગારી લેવો.' ત્યાં એને પરિણામ માત્ર એટલું જ જોઇએ છે કે-દુ:ખી જીવનું તે દુઃખ ટળે. વળી છતી શક્તિએ દુ:ખી જીવોના દુઃખની ઉપેક્ષા કરવામાં આવે, તો પોતાના પરિણામો જે કુણા હોય તે કઠોર બની જવા પામે. ધર્મના અર્થી આત્માએ પોતાના પરિણામોને કદી પણ કઠોર બનવા દેવા નહિ. પરિણામો કઠોર બનતાં નિર્દયતા આવે અને નિર્દયતા આવે એટલે ધર્મ ટકી શકે નહિ.
Page 61 of 211
Page #62
--------------------------------------------------------------------------
________________
દુ:ખી જીવોના દુ:ખને દૂર કરવાના હેતુથી જેઓ અનુકંપાદાન કરે છે, તેમને તો પોતાના દયાના પરિણામો દ્વારા અને દુખિના દુ:ખનો નાશ કરવાની પ્રવૃત્તિ દ્વારા લાભ જ થાય છે. એને એ જીવ ગમે તેટલું ખરાબ વર્તન કરતો હોય, તો પણ તેની સાથે સંબંધ નથી અનુકંપાદાનમાં, અનુકંપાને પાત્ર જીવોની ખરાબીને પોષવાનો હોતુ નથી, જ્યારે ધર્મોપગ્રહદાનમાં તો એ દાન દ્વારા ધર્મને પોષવાનો હેતુ છે. ધર્મોપગ્રહદાનમાં જો પાવાપાત્રની વિચારણા કરીને પાત્રદાન કરવા તરફ લક્ષ્ય આપે નહિ, તો ધમપગ્રહદાનનો હેતુ બર આવે નહિ અને અનુકંપાદાનમાં જો પાસપાત્રની વિચારણા કરવા માંડે તો અનુકંપાદાનનો જે હેતુ-દયાભાવથી દુઃખિત દુ:ખનો નાશ કરવાનો હેતુ-તે બર આવે નહિ. આ વસ્તુને નહિ સમજી શકનારા તેરાપંથી સાધુઓ વિગેરે, આજે ભદ્રિક જનતાના દયાભાવનો વાત કરવાનો અને દુ:ખી જીવોના દુ:ખનિવારણનો નિષેધ કરીને અન્તરાયાદિ કર્મોને ઉપાર્જવાનો ધંધો લઇ બેઠા છે. દયાળુ આત્માઓએ તો એવા દયાઘાતક આત્માઓને છાંયે પણ જવું નહિ .
સાધુને નહિ રવા લાયગૃહસ્થોને અવશ્ય ક્રવા લાયક
આ ગાથામાં ધર્મોપગ્રહદાન સાથે મૂકેલ આદિ શબ્દ શ્રી જિનપૂજાનો સૂચક છે. ભાવશ્રાવક જો શક્ય હોય તો શ્રી જિનપૂજા વિના રહી શકે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના સેવક તરીકે પોતાને માનનારા આત્માઓ, એ તારકોની સેવામાં પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરનારા હોય, એ સાદી અક્કલથી સમજાય તેવી વાત છે. સાધુઓએ પોતાની પાસે એવી સામગ્રી રાખી નથી કે જેથી તેઓ દ્રવ્યપૂજા કરી શકે. સાધુઓ પાસે જે કાંઇ બાકી છે, તે મન, વચન અને કાયા, આ ત્રણ યોગો છે અને એ ત્રણેય યોગોને સાધુઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સેવામાં અર્પણ કરી દીધેલા જ છે. ગૃહસ્થો પાસે તો દ્રવ્યાદિ છે અને આરંભાદિનો તેમણે સર્વથા ત્યાગ કરેલો નથી, એ કારણે ગૃહસ્થો પોતાની પાસેની વસ્તુઓ દ્વારા જે રીતિએ શ્રી જિનપૂજાદિ થઇ શકતાં હોય, તે રીતિએ તે કરે છે. દાનમાં પણ કેટલુંક એવું જ છે કે- શ્રાવકો ગૃહસ્થો હોઇને જ તેમને માટે દાનનું તેવું વિધાન છે. આથી સાધુઓ જે કાંઇ ન કરતા હોય, તે ગૃહસ્થોને પણ કરવા લાયક જ નથી-એમ કહી શકાય નહિ. સાધુઓ તરીકે એક ચીજ કરવા લાયક ન હોય, પણ ગૃહસ્થો તરીકે એ જ ચીજ અવશ્ય કરવા લાયક હોય, એવું શ્રી જિનપૂજાની જેમ ધર્મોપગ્રહદાનાદિમાં પણ સમજવું જોઇએ.
દેશવિરતિ આત્માઓનાં છ લક્ષણો
આ રીતિએ આપણે આ નવમી વિંશિકાની પહેલી ગાથાને અવલંબીને ભાવ શ્રાવકોમાં જેઓ દર્શન શ્રાવક તરીકે ઓળખાય છે. તેઓ કેવા હોય છે. એ વિચારી આવ્યા. એ પણ્યાત્માઓ ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત હોય છે. ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે અને નિત્ય શ્રી જિનવચનનું શ્રવણ કરવામાં રતિવાળા હોય છે. આવા આત્માઓ જો સમ્યકત્વને ગુમાવી દેતા નથી અને ભવિતવ્યતા આદિ જો અનુકૂળ હોય છે, તો તેઓ શુદ્ધિ ચિત્ત અને તેના યોગે થતા ધર્મોપગ્રહદાનાદિ રૂપ પુરૂષાર્થ દ્વારા વિરતિના પરિણામોને અવશ્ય પામે છે. તેમાં કોઇ દેશવિરતિ જોગા પરિણામોને પણ પામે છે અને કોઇ સર્વવિરતિ જોગા પરિણામોને પણ પામે છે. આ રીતિએ જે
Page 62 of 211
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્માઓ દેશવિરતિ જોગા પરિણામોને પામે છે, એવા આત્માઓનો જે શ્રાવકધર્મ, તે સંબંધી જ આ વિંશિકા છે. આથી બીજી ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષીએ દેશવિરતિ આત્માઓનાં લક્ષણોનું વર્ણન કર્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કે-દેશચારિત્રી એટલે દેશવિરતિપણાને પામેલો આત્મા માર્ગાનુસારી હોય છે, શ્રાદ્ધ હોય છે, પ્રજ્ઞાપનીય હોય છે, ક્રિયાપર હોય છે, ગુણરાગી હોય છે અને શકયારંભસંગત હોય છે.
સ. દેશવિરતિધર તો બાર વ્રતધારીને કહેવાય ને ?
પાંચ અણુવ્રતાદિ બારે ય વ્રતોવાળાને જ દેશવિરતિધર કહેવાય, એવો નિયમ નથી. બાર વ્રતધારિને દેશવિરતધર અવશ્ય કહેવાય, પણ દેશવિરતિધર બાર વ્રતધારી જ હોય પણ એમ કહી શકાય નહિ. કોઇક બાર, કોઇક અગિયાર, કોઇક દશ, કોઇક નવ અને એમ કોઇક એક આદિ વ્રતને પણ ગ્રહણ કરેલ હોય.
સ, એટલે દેશવિરતિની વાતમાં અણુવ્રતાદિની વાત જ હોય ને ? એમાં આ લક્ષણોની વાત ક્યાંથી હોય ?
દેશવિરતિધર આત્માઓમાં અણુવ્રતાદિ બાર વ્રતો પૈકી બારેય અથવા એકાદિ વધુ-ઓછાં વ્રતો હોઇ શકે છે, પરન્તુ દેશવિરતિધર એવા બધા જ આત્માઓની સર્વસામાન્ય જેવી દશા કેવી. હોય છે, તેનું શાસ્ત્રકાર પરમર્ષિએ આ લક્ષણોના વર્ણન દ્વારા સૂચન કર્યું છે.
સર્વ ધર્મી આત્માઓનાં લક્ષણો
માર્ગાનુસારિપણું, શ્રાદ્ધપણું, પ્રજ્ઞાપનીયપણું, ક્રિયાપરતા, ગુણરાગ અને શક્યારંભસંગતતા -આ છ લક્ષણોને અહીં દેશવિરતિધર આત્માઓનાં લક્ષણો તરીકે જણાવેલ છે; પરંતુ આ છ લક્ષણો નિજ નિજ ધર્મની અપેક્ષાથી ધર્મી એવા સર્વ આત્માઓને માટે બંધબેસતાં થઇ શકે છે. સમ્યકત્વ ધર્મને પામેલા પૂણ્યાત્માઓને મિથ્યાત્વમોહનીય-કર્મ આદિ કર્મોનો જેટલો ક્ષયોપશમાદિ થયેલ હોય છે, તે ક્ષયોપશમાદિને ધ્યાનમાં રાખીને વિચાર કરવામાં આવે, તો આ છએ લક્ષણોને સમ્યકત્વ-ધર્મને પામેલા પુણ્યાત્માઓને પણ અંશે અંશે બંધબેસતાં કરી શકાય છે. જો કે-સમ્યકત્વનાં આસ્તિક્યાદિ છ લક્ષણો ઉપકારિઓએ વર્ણવેલાં છે અને તે લક્ષણો વિષે આપણે છઠ્ઠી સદ્ધર્મ વિંશિકાના પદાર્થની વિચારણા વખતે વિચાર કરી આવ્યા છીએ; પરન્તુ માગનુસારિપણું આદિ આ છ લક્ષણોનો સમ્યકત્વ-ધર્મને અંગે પણ જો અંશતઃ અંશતઃ સ્વીકાર કરવો હોય, તો તે અવશ્ય થઇ શકે છે. બાકી આ છ લક્ષણો દેશવિરતિ-ધર્મ અને સર્વવિરતિ ધર્મવાળા પૂણ્યાત્માઓને તો સારી રીતિએ બંધબેસતાં થાય જ છે. ઉપકારિઓએ માર્ગાનુસારિતા આદિ આ છ લક્ષણોને, દેશવિરતિધર આત્માનાં છ લક્ષણો તરીકે તેમજ સર્વવિરતિધર આત્માઓનાં છ લક્ષણો તરીકે પણ ઓળખાવેલ છે; પણ એનો અર્થ એવો તો નથી જ થતો કે-સમ્યકત્વ ધર્મને પામેલા પુણ્યાત્માઓને આ છ લક્ષણો તેમના ક્ષયોપશમ દિને અનુકૂલ રીતિએ પણ બંધબેસતાં થઇ શકે જ નહિ. આથી આ છ લક્ષણોને ધર્મી એવા સૌ કોઇએ જાણી લેવા જોઇએ તથા તેમાં જે ઉણપ રહેતી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને ધર્મના અર્થી આત્માઓએ પણ આ છ લક્ષણોને જાણીને તેન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ, કે જેથી આ છ લક્ષણોનો અભ્યાસ કરતે કરતે પણ ધર્મની પ્રાપ્તિ થઇ જાય.
Page 63 of 211
Page #64
--------------------------------------------------------------------------
________________
પહેલું લક્ષણ-માર્ગાનુસારપણું
દેશચારિત્રી આત્માનાં છ લક્ષણોમાં પહેલું લક્ષણ માગનુસારિતા છે. અહીં માર્ગ શબ્દથી તાત્ત્વિક માર્ગ સમજવાનો છે. તાત્ત્વિક માર્ગ ક્યો ? જે માર્ગને અનુસરવાના યોગે આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપને એટલે પરમાત્મસ્વરૂપને પામી શકે, તેવો જે માર્ગ, તેને જ તાત્ત્વિક માર્ગ કહી શકાય; જે માર્ગને અનુસરવાથી જીવ ક્રમે કરીને પણ પોતાના સ્વાભાવિક સ્વરૂપને પામી શકે નહિ અને કેવળ વિભાવદશામાં જ આથડ્યા કરે, એ માર્ગને તાત્ત્વિક માર્ગ કહી શકાય નહિ. આથી એ નક્કી થાય છે કે-તાત્વિક માર્ગ એટલે મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો માર્ગ. આ માર્ગને અનુસરવાના સ્વભાવવાળો બનેલો જે આત્મા, તેને માર્થાનુસારી કહેવાય છે. માર્ગાનસારી બનેલો આત્મા માત્ર સદગરૂઓના ઉપદેશ આદિથી જ માર્ગને અનસરનારો હોય છે-એમ નહિ. પણ માર્ગાનુસારિપણાને પામેલો આત્મા સ્વભાવથી પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ
માવેલા માક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરનારો હોય છે. આવા માર્ગાનુસારિપણાને ઉપકારિઓ મોક્ષમાર્ગની સાધનામાં ઘણું જ ઉપકારક માને છે. ઉપકારિઓ માને છે કે-આવું માનુસારિપણું, એ મોક્ષની પ્રાપ્તિને માટેનું અવધ્ય કારણ છે. જેમ આંધળો માણસ અટવીમાં હોય અને નગરમાં પહોંચવાની અભિલાષાવાળો હોય, તો તે અટવીને લંઘીને પોતાને જે નગરે પહોંચવાની ઇચ્છા હોય તે નગરે પહોંચી શકે કે નહિ ? ત્યાં કહેવું પડે કે-માણસ ભલે આંધળો હોય અને અટવીમાં પડેલો હોય, પણ તેને જે પુણ્યયારી આપે તો તે જરૂર પોતાને જે નગરે પહોંચવાની ઇચ્છા હોય, તે નગરે પહોંચી શકે. પોતાના તેવા પ્રકારના પુણ્યના ઉદયથી એ આંધળા માણસને પણ એ જ રસ્તે ચાલવાનું મન થાય, કે જે રસ્તો તેને જે નગરે જેવું છે, તે નગરે પહોંચાડતો હોય; અને એથી તે એ માર્ગે ચાલતો ચાલતો પણ પોતાને ઇષ્ટ એવા નગરે પહોંચી જાય. તેવા પ્રકારના પુણ્યોદયથી યુક્ત હોવાના કારણે જેમ અટવીમાં અટવાઇ પડેલો આંધળો માણસ પોતાને ઇષ્ટ એવા નગરે પહોંચી જાય છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ સ્વભાવથી થાય-એવી સદ્યોગ્યતાને પામેલો આત્મા ક્રમે કરીને મોક્ષને પામે એ પણ બનવાજોગે જ
છે.
માર્ગાનુસારિપણાનું કારણ
સ્વભાવથી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ થાય-તેવી સદ્યોગ્યતા તે જ જીવોને પ્રાપ્ત થાય છે, કે જે જીવોને પોતાના ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ સિદ્ધ થયેલો છે. પોતાના ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમ વિના જીવ આવા માગનુસારિપણાને પામી શકતો જ નથી. ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમનું પ્રમાણ જેટલું વધારે હોય, તેટલું જ જીવનું માર્ગાનુસારિપણું વધારે હોય અને ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમનું પ્રમાણ જેટલું ઓછું હોય, તેટલું જ જીવનું માર્ગાનુસારિપણું ઓછું હોય. ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ, એ જ આવા માર્ગાનુસારિપણાની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. આથી ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ એ શું છે, તે સમજી લેવું જોઇએ. મોહનીય-કર્મની કુલ અઢાવીશ પ્રકૃતિઓ છે. તેમાં ત્રણ પ્રકૃતિઓ દર્શનમોહનીયની ગણાય
Page 64 of 211
Page #65
--------------------------------------------------------------------------
________________
છે અને પચીસ પ્રકૃતિઓ ચારિત્રમોહનીયની ગણાય છે. ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ કષાયો અને નોકષાયો સંબંધી છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોના દરેકના અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એવા ચાર ચાર ભેદો હોઇને તે સોલ અને નવા નોકષાયોની નવ એમ પચીસ પ્રકૃતિઓ ચારિત્રમોહનીય કર્મની છે. ક્ષયોપશમ સમ્યકત્વને પામતો. જીવ જે અવસરે દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓમાં ગણાતી મિથ્યાત્વમોહનીય પ્રકૃતિનો ક્ષયોપશમ સાધે છે, તે અવસરેતે અનન્તાનુબન્ધી રૂપ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો ક્ષયોપશમ પણ સાધે જ છે. જ્યાં સુધી અનન્તાનુબન્ધી રૂપ ક્રોધ આદિનો ઉદય વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન ગુણને પામી શકતો જ નથી, પણ સમ્યગ્દર્શન ગુણનો સીધો સંબંધ મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમાદિની સાથે હોઇને, મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમાદિથી આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે, એમ કહેવાય છે.
સ. સ્વભાવથી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ થવા માંડે, એવી યોગ્યતા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય કે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય ?
મિથ્યાત્વમોહનીય ક્ષયોપશમાદિનું કાર્ય તત્ત્વમાર્ગ પ્રતિ આત્માને રૂચિવાળો બનાવવાનું છે. તત્ત્વમાર્ગ પ્રતિ એવો રૂચિવાળો બનેલો આત્મા, તત્ત્વમાર્ગ પ્રતિ પ્રવૃત્તિ તો ચારિત્ર મોહનીય આદિના ક્ષયોપશમાદિના યોગે જ કરી શકે છે.
આત્મિક વિક્ષસ ક્યાયોના ક્ષયોપશમ વિના નહિ
ચારિત્રમોહનીયની અનન્તાનુબન્ધી કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાંસુધી ઉદયમાં વર્તતી. હોય, ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શનને પામો શકતો નથી; ચારિત્રમોહનીયની અપ્રત્યાખ્યાની કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવ દેશવિરતિના પરિણામોને પામી શકતો નથી; અને ચારિત્રમોહનીયની પ્રત્યાખ્યાની કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવસર્વવિરતિના પરિણામોને પામી શકતો નથી ચારિત્રમોહનીયની સંજ્વલન કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ અને હાસ્યાદિ નવ નકષાયોની નવ પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય ત્યાં સુધી અતિચાર લાગવાની ખૂબ ખૂબ સંભાવના રહે છે અને જ્યાં સુધી ચારિત્રમોહનીયની એ તેર પ્રકૃતિઓ ઉદયમાં વર્તતી હોય છે, ત્યાં સુધી જીવ યથાખ્યાત ચારિત્રને પામી શકતો નથી. કેવલજ્ઞાનને પામવાને માટે કેવલજ્ઞાનાવરણ કર્મના ક્ષયની આવશ્યક્તા છે, કેવલજ્ઞાનાવરણ કર્મનો ક્ષય યથાખ્યાત ચારિત્રને પામ્યા વિના સાધી શકાતો નથી અને યથાખ્યાત ચારિત્રને પામવાને માટે ચારિત્રમોહનીયની સઘળીય પ્રકૃતિઓનો ક્ષય સાધવો પડે છે અથવા તો ચારિત્રમોહનીયની એક પણ પ્રકૃતિ ઉદયમાં વર્તતી ન હોય એવી અવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે. ઉપશમશ્રેણિ માંડનાર આત્મા, ચારિમોહનીયની એક પણ પ્રકૃતિ ઉદયમાં વર્તતી ન હોય-એવી. અવસ્થાને પામવા દ્વારા, યથાખ્યાત્ ચારિત્રને પામે છે ખરો; પરન્તુ તે આત્મા એથી આગળ વધીને કેવલજ્ઞાનને પામી શકતો નથી, કેમ કે-તે આત્માને સત્તામાં રહેલી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો અવશ્યમેવ ઉદય થઇ જાય છે. એથી એ આત્માનું એટલી બધી ઉચ્ચ દશાએથી પણ ઘણું કારમું પતન પણ થઇ જાય છે. ક્ષપકશ્રેણિ માંડીને મોહનીયકર્મની સઘળીય પ્રકૃતિઓનો ક્ષય સાધવા દ્વારા યથાખ્યાત ચારિત્રને પામનારા આત્મા માટે તો પતન સંભવિત જ નથી આ બધી વાતો ઉપરથી
Page 65 of 211
Page #66
--------------------------------------------------------------------------
________________
વિચાર એ કરવા જેવો છે કે-મુક્તિના અભિલાષી આત્માઓએ કષાયો અને નોકષાયોથી આત્માને મુક્ત બનાવવાની કેટલી બધી જરૂર છે ? કષાયોનો ક્ષયોપશમ સાધ્યા વિના આત્માનો સાચો વિકાસ સંભવિત જ નથી. કષાયોમાં રાચતા આત્માઓ આત્મિક વિકાસને સાધી શકતા નથી. આત્મા ઉપર કષાયોનું પ્રભુત્વ જેવું-તેવું નથી. માન અને માયામાં રાચતા આત્માઓ, અક્રોધી અને નિર્લોભી હોવાનો દેખાવ કરી શકે એ શક્ય છે અને તેથી તેઓ ક્ષમાશીલ તથા ઉદાર તરીકેની નામનાને પામી શકે એય શક્ય છે; પરન્તુ એવી ક્ષમાશીલતા અને ઉદારતા આત્મિક વિકાસની. સાધક બનતી નથી. દેખાવ માત્રથી કલ્યાણ નથી. અતિ માની આત્માઓ પણ માયાથી માનરહિત તરીકેનો દેખાવ કરી શકે છે, પણ એ કષાયોનો જય નથી. કષાયોનો જય સાધવાને માટે તો, બહુ જ વિવેકપૂર્વક આત્મનિરીક્ષણ કરતાં પણ શોખવું જોઇએ.
છઠુ પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનદ
બારેય પ્રકારની અવિરતિનો સર્વથા ત્યાગ એટલે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એને પોતા પોતાના વિષયોમાં એટલે અનુકૂળ વિષયોમાં જોડવી અને પ્રતિકૂળ વિષયોથી પાછી ખસેડવી એ છ અવિરતિ અને તેને જીવંત રાખવા માટે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયા અને ત્રસકાય એ છ કાયનો વધ કરવો એ બાર અવિરતિ કહેવાય છે. એ બારે પ્રકારની અવિરતિનો સર્વથા ત્યાગ-મનથી, વચનથી, કાયાથી પોતે સેવે નહિ કોઇની પાસે સેવરાવે નહિ અને જે કોઇ એને સેવતો હોય એનેસારો માને નહિ. આ રીતે પાલન કરી જીવન જીવતા હોય છતાં પાંચ પ્રકારના પ્રમાદના ૩૭૫oo વિકલ્પોમાંથી કોઇને કોઇ વિકલ્પનું આચરણ થઇ જાય એને જ્ઞાની ભગવંતોએ પ્રમાદ કહેલો છે. એવા પણ પ્રમાદના સેવનને પ્રમત્ત સર્વ વિરતિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં પ્રમાદનું સેવન જાણી બુઝીને જીવ કરે નહિ પણ સંજ્વલન કષાયનો ઉદય રહેલો હોવાથી કોઇવાર આવા સામાન્ય પ્રમાદના કારણે ચારિત્રમાં બળાપો પેદા કરાવી અતિચાર લગાડે છે માટે આ ગુણસ્થાનકને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે.
કેટલાક આચાર્યોના મતે આ ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. એ અંતર્મુહૂર્ત પછી સાતમા ગુણસ્થાનકને જીવ પામે છે પાછો એક અંતર્મુહૂર્તમાં છઠ્ઠા ગુણસ્થાનકને પામે આ રીતે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકમાં જીવ ચઢ ઉતર કર્યા કરે છે તે આઠ વરસચૂન પૂર્વક્રોડ વરસ સુધી જીવને ચાલ્યા કરે છે. આ દેશોન પૂર્વક્રોડ વરસમાં સાતમા ગુણસ્થાનકનો બધો કાળ ભેગો કરીએ તો પણ એક અંતર્મુહૂર્ત જેટલો જ થાય છે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ દેશોનપૂર્વક્રોડ વરસમાં અંતર્મુહૂર્ત ન્યૂન જેટલો થાય છે. કારણકે સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિનું અંતર્મુહૂર્ત ખુબજ નાનું હોય છે અને છઠ્ઠા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. આમાં જ્ઞાની ભગવંતોએ દ્રષ્ટાંત આપેલું છે કે કોઇ જગ્યાએ હિંડોળો (હિંચકો) બાંધ્યો. હોય અને તે મધ્યમાં હોય અને હિંચકા ખાનારો હોંશિયાર હોય તો એક બાજુની દિવાલે હિંચકો અડાડી બીજી દિવાલે પણ હિંચકો અડાડે તેમાં દિવાલને અડે તો તે હિંચકો અડીને કેટલો કાળ રહે ? ક્ષણ, અને વચલો બીજી દિવાલે ન પહાચે ત્યાં સુધી કેટલો કાળ થાય ? તેમાં એક દિવાલથી બીજી દિવાલે અડે-વારંવાર અડે અને એ કાળ ભેગો કરીએ તો ક્ષણ ક્ષણ વધે એ અંતર્મુહૂર્ત રૂપે થાય. જ્યારે વચલો કાળ વધારતાં વધારતાં ભેગો કરીએ તો દેશોન પૂર્વક્રોડ વરસ થાય છે. આ રીતે
Page 66 of 211
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉત્કૃષ્ટ કાળ જાણવો.
જ્યારે કેટલાક આચાર્યોં કહે છે કે સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા વગર છઠ્ઠુ ગુણસ્થાનક જીવને દેશોન પૂર્વક્રોડ વરસ સુધી રહી શકે છે અને ટકી શકે છે. સર્વવિરતિનો પરિણામ મનુષ્યોને જ પેદા થઇ શકે છે અને તે પણ સંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોને જ થાય છે તે આઠ વર્ષની ઉંમર પછી જ એ પરિણામ પેદા થઇ શકે છે માટે આઠ વરસ ન્યૂન કહેવાય છે. અસંખ્યાત વરસના આયુષ્યવાળા યુગલિક મનુષ્યોને માત્ર સુખ ભોગવવાનોજ કાળ હોવાથી ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આગળનો પરિણામ આવી શકતો નથી.
દર મહિને પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોમાંથી. પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રના મનુષ્યોમાંથી એમ પંદર કર્મભૂમિના મનુષ્યોમાંથી કોઇને કોઇ જીવને સર્વવિરતિનો પરિણામ અવશ્ય પેદા થઇ શકે છે. સર્વવિરતિને પામેલા જીવોનો જગતમાં કોઇકાળે વિરહ હોતો નથી કારણકે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે શ્રી તીર્થંકર પરમાત્માઓ હયાત હોય છે માટે વિરહ હોતો નથી જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોને વિષે દશ કોટાકોટી સાગરોપમ રૂપ અવસરપિણી કાળમાં માત્ર એક કોટાકોટી સાગરોપમ કાળમાં જ સર્વવિરતિવાળા જીવો હોય છે. બાકી હોતા નથી માટે વિરહકાળ હોય છે એમ કહેવાય છે.
આ સર્વવિરતિને ટકાવવા-ખીલવવા અને પ્રમાદના વિચારોને સદંતર નાશ કરવા અપ્રમત્ત ભાવ પેદા કરવા માટે પાંચ મહાવ્રતનું પાલન એની પચ્ચીશ ભાવનાઓનું પાલન આઠ પ્રવચન માતાઓનું પાલન દશ પ્રકારની સામાચારીનું પાલન-ચિંતન-મનન સતત ચાલુ જ હોય છે. એના કારણે એ જીવો એની જ ચિંતવના અને વિચારણામાં કાળ પસાર કરતા કરતા અપ્રમત્ત ભાવના સુખનો આસ્વાદ પામી શકે છે. એ સુખનો આસ્વાદ એવો ઉંચી કોટિનો હોય છે કે જે સુખનો અનુભવ એક વરસ સતત કરવામાં આવે તો તે સુખની આગળ અનુત્તર વાસી દેવોનું જે સુખ છે સર્વાર્થ સિધ્ધ વિમાનમાં રહેલા દેવોનું જે સુખ છે તે તુચ્છ રૂપે ગણાય છે અનુભવાય છે. એવા ઉંચી કોટિના સુખનો અનુભવ આ સર્વવિરતિવાળા જીવો પ્રાપ્ત કરી શકે છે.
હવે એ પાંચ મહાવ્રતો અને
એની પચ્ચીશ ભાવનાઓનું વર્ણન કરાય છે.
પહેલા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા ઃ
‘હે ભગવંત ! પહેલા મહાવ્રતમાં પ્રાણાતિપાતથી (જીવહિંસાથી) પાછો હઠું છું, હે ભગવન્ ! સર્વથા જીવોને મારવાનાં પચ્ચકખાણ કરું છું. સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે થાવર એમ સર્વ જીવોને હું પોતે મારીશ નહિં, અન્ય પાસે મરાવીશ નહિં, મારનારને સારો જાણીશ નહિં. જીવનપર્યંત ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી, હું જીવહિંસાને કરું નહિં, કરાવું નહિં, કરનારને અનુમોદીશ નહિં. કોઇ જીવ ભૂતકાળમાં હણાયો હોય તો તે પાપથી પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદુ છું. ગુરૂસાક્ષીએ ગહું છું, તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું.
આ રીતે હે ભગવન્ ! સર્વથા જીવદયા પાલનરૂપ પહેલા મહાવ્રતમાં રહું છું.’(૧)
Page 67 of 211
Page #68
--------------------------------------------------------------------------
________________
યતિ મહાત્માઓ અનેક વિશિષ્ટ ગુણોના સ્વામી હોય છે. સાચા યતિઓ તેઓ જ છે, કે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જે રત્નત્રય-તેનાથી સહિત હોય. આ ત્રણ રત્નોમાંથી પ્રથમનાં બે રત્નો તો ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્માઓની પાસે પણ હોઇ શકે છે. શ્રી જિનોક્ત તત્ત્વોની રૂચિવાળા પણ વિરતિમાં નહિ આવેલા જીવો જ્ઞાન અને દર્શનએ બે રત્નોથી સર્વથા હીન સંભવે જ નહિઃ પરન્તુ અહીં તો રત્નત્રયની વાત છે. ત્રીજું રત્ન સમ્યક્રચારિત્ર છે. સાવધ યોગો એટલે સપાપ વ્યાપારો-તેના ત્યાગને સમ્યક્રચારિત્ર કહેવામાં આવે છે, પણ તે ત્યાગ જ્ઞાન અને શ્રધ્ધાન પૂર્વકનો હોય તો ! જ્ઞાન અને શ્રદ્ધાનથી હીન એવા ત્યાગને સમ્યક્રચારિત્ર રૂપે ગણી શકાય જ નહિ. મુનિઓનું સમ્યક્રચારિત્ર સર્વ સપાપ વ્યાપારોના જ્ઞાન તથા શ્રદ્ધાન પૂર્વકના, ત્યાગ રૂપ હોય છે. આ ચારિત્ર મૂલ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહેવાય છે.
સ. સાધુના મૂલ ગુણ કયા અને ઉત્તર ગુણ કયા?
ઉત્તર ગુણોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા આવે છે, કે જેનું વર્ણના અત્રે થઇ ગયું છે, જ્યારે મૂલ-ગુણો તરીકે પાંચ મહાવ્રતો ગણાય છે અને તેનું વર્ણન આજે કરવાનું રહે છે. સાધુઓનું મૂલ-ગુણ રૂપ જે સમ્યક્રચારિત્ર છે, તે પાંચ પ્રકારનું છે. મૂલ-ગુણ રૂપ એ ચારિત્રને પાંચ પ્રકારનું જે કહેવાય છે, તે વ્રતભેદના કારણે કહેવાય છે, ગુણ સ્વરૂપભેદના કારણે કહેવાતું નથી.
સ. એ શું ?
મહાવ્રતો પાંચ છે, માટે મૂલ-ગુણ રૂપ ચારિત્રને પાંચ પ્રકારનું કહેવામાં આવે છે. સાચા યતિઓ, એ પાંચેય મહાવ્રતોને ધરનારા હોય. મુનિઓ મહાવ્રત રૂપ જે મહાભાર, તેને ધારણ કરવામાં એક ધુરન્ધર હોય છે. મહાવ્રતોનો ભાર સામાન્ય કોટિનો નથી. મહાવ્રતોના મહાભારને વહવો, એ સામાન્ય આત્માઓથી શક્ય નથી. યતિધર્મમાં અનુરક્ત એવા પણ આત્માઓ, સંહનનાદિ દોષને કારણે, મહાવ્રતોના મહાભારને ધરવા માટે સમર્થ બની શકતા નથી. મહાવ્રતોના મહાભારને સ્વીકારવા માટે આત્માએ લાયક બનવું જોઇએ અને તેનું આરોપણ કરનાર ગીતાથી ગુરૂએ પણ તેની યોગ્યા-યોગ્યતા સંબંધી પરીક્ષા કરવી જોઇએ. એ તરફ બેદરકાર બનેલા. આત્માઓ કલ્યાણને બદલે અકલ્યાણને પામે, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. વિરાધનાની ભયંકરતાને નહિ સમજનારા સ્વેચ્છાચારી આત્માઓ આ વસ્તુને સમજી શકે એ શક્ય નથી. વળી. ઉપકારના સ્વરૂપને નહિ સમજનારાઓ પણ, અજ્ઞાન આદિના કારણે ભૂલ કરે એ શક્ય છે. આથી કલ્યાણના અર્થી આત્માઓએ તો પોતાને મહાવ્રતોના મહાભારને વહેવા માટે યોગ્ય બનાવવાની પણ તકેદારી રાખવી જોઇએ. મહાવ્રતો તરીકે ગણાતા મહાગુણો પાંચ છે : એક અહિંસા, બીજું સબૂત, ત્રીજું અસ્તેય, ચોથું બ્રહ્મચર્ય અને પાચમું અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતો છે અને આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ પણ અહીં આપણે સંક્ષેપથી જોઇ લઇએ. પહેલું મહાવ્રત - અહિંસા
પ્રથમ અહિંસાવ્રતનું સ્વરૂપ દર્શાવતાં, ઉપકારી મહાપુરૂષ હિંસાનું સ્વરૂપ દર્શાવી, તેના નિષેધ રૂપ અહિંસાને પ્રથમ મહાવ્રત તરીકે ઓળખાવે છે. પ્રમાદના યોગથી ત્રસ જીવોના અગર તો સ્થાવર જીવોના જીવિતવ્યનો નાશ કરવો, એનું નામ હિંસા છે. એવી હિંસા ન કરવી, એનું નામ અહિંસા છે
Page 68 of 211
Page #69
--------------------------------------------------------------------------
________________
એ
અને સાધુઓનું એ પહેલું મહાવ્રત છે. ‘(૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) વિપર્યય, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ, (9) યોગોનું દુષ્મણિધાન અને (૮) ધર્મનો અનાદર' -આ આઠ પ્રકારનો પ્રમાદ છે. આ આઠ જાતિના પ્રમાદથી બચવા માટે સદ્ગુરૂની નિશ્રા, એ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. આ આઠ જાતિના પ્રમાદને નહિ જાણનારા આત્માઓ પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની માની લે અને હિંસા-અહિંસાની વાતો કરવાને મંડી પડે, ત્યારે સમજી લેવું કે-એવાઓ અજ્ઞાનતા આદિથી હિંસાને પણ અહિંસા અને અહિંસાને પણ હિંસા તરીકે ઓળખાવનારા બની ગયા વિના રહે નહિ. એવા ભયંકર કોટિના અજ્ઞાન આત્માઓ વાસ્તવિક રીતિએ અહિંસક હોતા નથી પણ હિંસક જ હોય છે અને અહિંસા આદિના નામે પણ એવાઓ અનેક અજ્ઞાન તથા ભદ્રિક આત્માઓને હિંસાના જ ઉપાસકો બનાવી દે છે. કલ્યાણના અર્થી આત્માઓએ સદા સાવધ રહેવું જોઇએ અને સ-અસદ્ના પરીક્ષક પણ બનવું જોઇએ. અહિંસાની રૂચિ એ સુન્દરવસ્તુ છે, પણ અજ્ઞાન એ મહાશત્રુ છે. અજ્ઞાનવશ, હિંસાથી વિરામ પામવાને બદલે શુદ્ધ અહિંસાના વિરોધી ન બની જવાય, એની પણ કાળજી રાખવી જોઇએ. અજ્ઞાનાદિ જે આઠ પ્રકારનો પ્રમાદ છે, તેને જાણી તેના ત્યાગ માટે અહિંસાપ્રેમી આત્માઓએ સદા તત્પર બનવું જોઇએ. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એમ પણ પાંચ પ્રકારે પ્રમાદો ગણાય છે. ત્રસ અગર તો સ્થાવર એવા કોઇ પણ જીવના જીવિતનું પ્રમાદયોગથી વ્યપરોપણ એ હિંસા છે અને એવી હિંસાને તજનારા આત્માઓ જ પ્રથમ મહાવ્રતના પાલકો છે. આથી સમજી શકાશે કે-સાચા યતિઓએ પ્રમાદના ત્યાગ તરફ લેશ પણ બેદરકારી રાખવાની હોય નહિ. પ્રમાદના ત્યાગની બેદરકારી, એ હિંસાની જ તત્પરતા છે અને સાધુમાં એ સંભવે જ કેમ ? ઉપકારિઓ માવે છે કે-પ્રમાદયોગથી ત્રસ અને સ્થાવર-કોઇ પણ જીવની હિંસા ન થાય, એ રીતિએ અહિંસક પરિણામ રાખીને વર્તવું, એ પ્રથમ મહાવ્રત છે.
સ. આ વ્રતનું પાલન સંસારમાં રહીને પણ કરી શકાય, એ શું શક્ય છે ?
સાધુતા પામ્યા વિના સાધુતા પામવા માટે અનંતજ્ઞાનિઓએ માવ્યા મુજબનો ત્યાગ આદિ કર્યા શિવાય, આ મહાવ્રતનું પાલન શક્ય જ નથી. ષટ્કાયની વિરાધનાથી જ જીવનારાઓ પોતાને મહાવ્રતધારી મનાવતા હોય, તો તે તેઓની કારમી ધૃષ્ટતા જ છે. શ્રી તીર્થંકર મહારાજા જેવાના આત્માઓ પણ જ્યારે અનગાર બને છે, ત્યારે જ મહાવ્રતોના ધારક કહેવાય છે. સાચા સમ્યદ્રષ્ટિઓ પણ, અમૂક અંશે ત્યાગ કરવાને સમર્થ હોવા છતાં, ગૃહસ્થાવાસના પરિત્યાગ કરી શકવાને માટે જો અસમર્થ હોય છે, તો સર્વવિરતિધર બનવાની લાલસા સેવતા થકા પણ દેશવિરતિધર જ બને છે. અહિંસાદિ મહાવ્રતો સર્વવિરતિધરોને માટે જ શક્ય છે. સર્વ વિરતિધર બન્યા વિના અહિંસાદિ મહાવ્રતોના સાચા પાલક બની શકાય, એ શક્ય જ નથી. સર્વવિરતિધર બનવા માટે ઘરબાર, કુટુમ્બપરિવાર આદિ સઘળાનો પરિત્યાગ કરવો, એ આવશ્યક છે. સાચા અનાસક્તો સંસારમાં રહ્યા થકા શક્ય ત્યાગ કરવા છતાં પણ, પોતાની જાતને મહાવ્રતધારી મનાવતા નથી. એવા અનાસક્ત આત્માઓ પણ મહાવ્રતોને ધરવા માટે સર્વત્યાગની લાલસામાં જ
રમતા હોય છે.‘ આ સઘળાનો પરિત્યાગ કરીને, હું આજ્ઞા મુજબનો નિગ્રન્થ ક્યારે બનું ?’ એ જ એ પુણ્યપુરૂષોની મનોભાવના હોય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ સાચી અનાસક્ત દશાને અમુક અંશે પામેલા આત્માઓની જ્યારે આ દશા હોય છે, ત્યારે જેઓ સઘળી અકરણીય અને પાપમય પ્રવૃત્તિઓને જ રસપૂર્વક આચરે છે, તેવાઓને તો મહાવ્રતધારી મનાય જ કેમ ? એવાઓ
Page 69 of 211
Page #70
--------------------------------------------------------------------------
________________
પોતાની જાતને અનાસક્ત તરીકે ઓળખાવીને પણ, પોતાના પાપને જ છૂપાવવાના પ્રયત્નો કરે છે. એ રીતિએ દંભમય જીવન જીવનારા પાપાત્માઓ ભદ્રિક આત્માઓને ઠગી શકે છે, પણ તેઓએ સમજવું જોઇએ કે-તેઓ પોતાના અને બીજાઓના પણ પરલોકને બગાડી રહ્યા છે. કલ્યાણકામી જગતને માટે એવા દમ્બિઓ કારમા શત્રુઓની જ ગરજ સારનારા હોઇ, કલ્યાણના અર્થી આત્માઓએ તો એવાઓથી સદા દૂર જ રહેવાનો અને અન્યોને પણ દૂર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ.
ધર્માચાર્યો ધર્મનીજ દેશના દે :
ધર્માચાર્યે સંસારની અસારતા સમજાવે અને મોક્ષની ઉપાદેયતા સમજાવે-એમાં તો અહીં કોઇને પણ શંકા હોવાને કારણ જ નથી. સંસારથી છૂટવા અને મોક્ષે પહોંચવા માટે ધર્મ જ એક સાધન રૂપ છે, એટલે ધર્મની કથા જ ધર્માચાર્યોંએ કરવાની રહી. ધર્માચાર્યોના વેષમાં હોવા છતાં પણ, જેઓ ધર્મકથાના સ્થાને અર્થકથા અને કામકથા કરે છે, તેઓ ખરે જ અધર્માચાર્યોં છે. અર્થ અને કામની જગતમાં વિના ઉપદેશે પણ પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ આત્મહિતની ઘાતક જ છે ઃ તે છતાંય એનો ઉપદેશ દેવો, એ તો સળગતા જગતમાં ઘીની આહુતિ નાંખવા જેવું છે. પાપ રૂપ હોઇ અનર્થ રૂપ મનાતા અર્થ અને કામનો ઉપદેશ અને તે પણ ધર્માચાર્યોં દે, એ તો પાણીમાંથી અગ્નિ ઉઠે એના જેવું ભયંકર છે. ધર્માચાર્યે તો પ્રસંગ પામીને ધર્મકથાના જ કરનારા હોય અને એમાં પણ સંસારની અસારતા તથા મોક્ષની સારરૂપતા સમજાવીને, સંસારના ત્યાગમાં તથા મોક્ષની પ્રાપ્તિમાં સાધનભૂત એવા ધર્મનો જ ઉપદેશ આપવાનો હોય. ધર્મ બે પ્રકારનો છે :
ધર્મના મૂળ સ્થાપક શ્રી જિનેશ્વરદેવો સિવાય અન્ય કોઇ જ હોતું નથી. ધર્મના સાચા સ્થાપક એક શ્રી જિનેશ્વરદેવો જ હોય છે. શ્રી જિનેશ્વરદેવો પણ પોતાના રાગ, દ્વેષ અને અજ્ઞાનનો સંપૂર્ણપણે વિનાશ કર્યા પછીથી જ ધર્મતીર્થની સ્થાપના કરે છે. એ રીતિએ રાગ, દ્વેષ અને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરનારા શ્રી જિનેશ્વરદેવોએ બે પ્રકારનો ધર્મ પ્રરૂપ્યો છે. એ બેય પ્રકારનો ધર્મ, બે શિવનગરે લઇ જનારો માર્ગ છે; પણ તેમાંનો એક જલદી પહોંચાડનારો માર્ગ છે, જ્યારે બીજો કાળે કરીને પહોંચાડનારો માર્ગ છે. શિવપુરે જલદી પહોંચાડનારો માર્ગ એ સુસાધુધર્મ છે અને કાળે કરીને શિવપુરે પહોંચાડનારો માર્ગ એ ગૃહિધર્મ છે. સાધુધર્મથી જલદી મુક્તિ પમાય-એ નિઃશંક વાત છે ઃ
આ ઉભય પ્રકારનો ધર્મ પ્રરૂપી, જગત સમક્ષ મોક્ષમાર્ગને સ્થાપિત કરનાર ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો આ વિશ્વ ઉપર ઓછો ઉપકાર નથી. આવા ઉપકારી પરમર્ષિઓને પરમ પ્રકારે આરાધવાનો એક જ ઉપાય છે, અને તે બીજો કોઇજ નહિ, પણ એ તારકોની આજ્ઞાનો યથાશક્તિ અમલ કરવો એ જ છે ! આથી તમે સમજી શકશો કે-શ્રી જિનેશ્વરદેવોની આરાધના કહો કે યથાવસ્થિત મુક્તિમાર્ગની આરાધના કહો, એ સર્વનો ભાવ એક જ છે. શ્રી જિનેશ્વરદેવોએ માવેલા સુસાધુધર્મ અને ગૃહિધર્મ આ બેમાંના પ્રથમના ધર્મને આરાધનારો, જલદી મોક્ષને સાધી
Page 70 of 211
Page #71
--------------------------------------------------------------------------
________________
શકે છે, એ વાત શંકા વિનાની જ છે; પરંતુ એ પ્રથમ ધર્મને આરાધવા માટે, તેને આરાધવા ઇચ્છતા આત્માએ અનેક ગુણોથી અલંકૃત બનવું, એ અતિશય જરૂરી છે. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ‘સુસાધુધર્મ અને ગૃહિધર્મ' -આ બે પ્રકારના ધર્મમાંથી પ્રથમ પ્રકારના ધર્મને સારી રીતિએ સેવનારા પુણ્યાત્માઓ અલ્પ કાલમાં જ મોક્ષને પામે છે, -આ વાત એટલી બધી યુક્તિસિદ્ધ છે કે-આની સામે કોઇ પણ સમજુ પ્રશ્ન પણ કરી શકે તેમ નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર રૂપ જે સુમાર્ગ એમાં મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના દ્વારા લાગી ગયેલો આત્મા જ, આ ‘ સુસાધુધર્મ’ નામના પ્રથમ ધર્મને સાચા રૂપમાં આરાધી શકે છે; અને એવો આત્મા ઘણા જ અલ્પ કાલમાં અપવર્ગપુર એટલે મોક્ષ-તેને પામે, એમાં શંકા એ કારમા અજ્ઞાન સિવાય શક્ય નથી. આવા અનુપમ અને અજોડ એવા સુમાર્ગની આરાધનામાં ત્રિવિધે ત્રિવિધે મચેલો આત્મા, અલ્પ કાલમાં જ શિવપુરને સ્વાધીન બનાવે, એમાં અસંભવિત જેવું શું છે, કે જેથી શંકાનો આવિર્ભાવ શક્ય બને ? સુમાર્ગના સ્વરૂપને જેઓ ન સમજે તેઓને જ આમાં શંકા જન્મે. બાકી, સન્માર્ગના સ્વરૂપને જાણનારા આત્માઓના અંતરમાં તો એવી શંકા જન્મવાને કોઇ કારણ જ નથી. પરીક્ષાની આજ્ઞા :
પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધનામાં ત્રિવિધે ત્રિવિધે લાગી જવું, એ કાંઇ સાધારણ વસ્તુ નથી. એ સન્માર્ગને આરાધવામાં લાગી જવા દ્વારા સુસાધુધર્મને સારી રીતિએ આરાધી અલ્પકાલમાં મોક્ષ મેળવવા માટે ઘણી ઘણી લાયકાતો આત્મામાં પ્રગટાવવી જોઇએ. સન્માર્ગની આરાધનામાં લાગી જઇ, સુસાધુધર્મને સાધવા દ્વારા ઘણા જ અલ્પકાલમાં મોક્ષ મેળવવા ઇચ્છનારાએ, પ્રથમ તો સાવધ કાર્યોના પરિવર્જનમાં ઉધુક્ત બનવું જોઇએ. જે આત્મા પાપમય કાર્યોના પરિત્યાગમાં પ્રયત્નશીલ નથી હોતો, તે આત્મા આ સુસાધુધર્મને સાચા રૂપમાં કોઇ પણ રીતિએ આરાધી શકતો નથી. ઉપકારિઓએ તો, દીક્ષાર્થિની પરીક્ષા માટેય, આ વસ્તુને તપાસવાની આજ્ઞા માવી છે. જ્યાં દુરાગ્રહ હોય છે ત્યાં સ્વાભાવિક રીતિએ મિથ્યા ભાવનું અન્ધપણું આવી જાય છે. ‘આમ કરવાથી પાપ લાગે અગર તો અમુક પ્રવૃત્તિ એ પાપ પ્રવૃત્તિ છે.’ -એમ ગુરૂ દ્વારા કહેવામાં આવે, તે છતાં પણ જે આત્મા એ પ્રવૃત્તિ કરતાં આંચકો ન અનુભવે, એવો આત્મા દીક્ષા માટે લાયક નથી. પ્રશ્નશુદ્ધ અને કથાશુદ્ધની પણ પરીક્ષા કરવી-એમ શાસ્ત્રો સ્પષ્ટ શબ્દોથી રમાવે છે. દશ્મિઓ દમ્ભના બળે પ્રશ્નપરીક્ષા અને કથાપરીક્ષામાં પાસ થવાનું કૌશલ્ય ધરાવતા જ હોય છે : આ જ કારણે શ્રી ધર્મબિન્દુની ટીકામાં સાફ શબ્દોથી રમાવ્યું છે કે-અસત્યો સત્ય જેવાં દેખાય છે, માટે એવાઓની પરીક્ષા જરૂર કરવી. પ્રશ્નશુદ્ધ અને કથાશુદ્ધનો અભ્યુપગમ કરીને પણ, તેને દીક્ષિત કરતાં પહેલાં, તેની જરૂરી પરીક્ષા જરૂર કરવી, એમ ઉપકારિઓ માવે છે. સમ્યગ્દર્શનાદિની તેની પરિણતિની પરીક્ષા પરિચય વિના શક્ય નથી : અને એ માટે ‘પ્રાયઃ છ માસ’ નો કાલ સૂચવવામાં આવ્યો છે.પ્રાયઃ દ્વારા એ સૂચવ્યું છે કે-પાત્રની અપેક્ષાએ પરીક્ષાકાલ છ માસથી અલ્પ પણ થઇ શકે છે અને અધિક પણ થઇ શકે છે. જીવનભર પાપમાર્ગને પ્રમાદથી પણ ન આચરવાના માર્ગે જેને લેવો છે, તેની પાપભીરૂતા પણ ન તપાસવી, એ ન્યાય ક્યાંનો ? બાળક તો કુણું હોય છે; એને જેમ વાળીએ તેમ એ વળે એવું હોય છે; એમ છતાં પણ એનાય સ્વભાવનો અભ્યાસ કરવો પડે છે, તો પછી મોટી ઉમ્મરના જે આવે તેને માટે તે પાપમય વ્યાપારોના
Page 71 of 211
Page #72
--------------------------------------------------------------------------
________________
પરિત્યાગમાં પ્રયત્નશીલ છે કે નહિ, એ શા માટે ન તપાસવું ? એ તપાસવાની આજ્ઞા છતાં, એની. ઉપેક્ષા કરવામાં કયી કલ્યાણબુદ્ધિ આવી જાય છે ? બદ્વિ-સંપન્ન- “લક્ષ્મીની મૂચ્છ વિનાનો છે કે નહિ?' -આ પણ તપાસવાનું વિધાન છે, તો પછી – “પાપમય વ્યાપારોના પરિત્યાગમાં પ્રયત્નશીલ છે કે નહિ ?' -આ વાત તપાસવાની હોય, એમાં આશ્ચર્ય શું છે ? જે સુસાધુધર્મ પાપમય વ્યાપારોના પરિત્યાગની પ્રયત્નશીલતા વિના સાધ્ય નથી, સુસાધુધર્મના અર્થિની પણ સાવધ વ્યાપારના પરિવર્જનની ઉધુક્તતા જોવાનું વિધાન અવશ્ય હોય જ. સંવેગ અને વૈરાગ્યનાં પોષક શાસ્ત્રોના અભ્યાસ માટે અભ્યાસ કરનારમાં એ છે કે નહિ એ જોવાનું વિધાન હોઇ, જો અભ્યાસ કરતાં અભ્યાસ કરનારમાં એ ન દેખાય, તો વાચનાની માંડલીમાંથી તેને ઉઠાડી મૂકવાનું પણ વિધાન છે આવી રીતિએ વિધાન કરનાર શાસ્ત્ર, પાપમય વ્યાપારના પરિત્યાગની પ્રયત્નશીલતા વિના જે સુસાધુધર્મની આરાધના શક્ય નથી, તે સુસાધુધર્મના અર્થિમાં એ વસ્તુ છે કે નહિ, એ જોવાનું વિધાન ન કરે, એ કોઇ પણ રીતિએ બનવાજોગ વસ્તુ નથી. પોતાના જીવની જેમ અન્ય જીવોની રક્ષા -
સુસાધુધર્મ' રૂપ પ્રથમ પ્રકારના ધર્મની આરાધના માટે સાવધ એટલે પાપવાળાં જે કાર્યો-તેનું પરિવર્જન કરવામાં ઉપુક્તતા એટલે ઉધમશીલતા, એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. છએ કાયના જીવોને અભયદાન એ જે ધર્મનું મુખ્ય અંગ છે, એનું રક્ષણ આ જાતિની ઉઘુક્તતા વિના કોઇ પણ રીતિએ શક્ય નથી. જેઓ છ કાયના જીવોની રક્ષા પોતાના જીવની માક્ક કરવા જોગી મનોદશા ધરાવતા નથી, તેઓ માટે આ સુસાધુધર્મ સાધ્ય નથી. છ કાયના જીવોનો સાચો રક્ષક જો કોઇ પણ હોય, તો તે આ સુસાધુધર્મનો પાલક જ છે. છ કાયના જીવોની રક્ષા, એ તો એવી વસ્તુ છે કે-આખું સાધુપણું જ તન્મય છે. જયણા વિના આ ધર્મનું પાલન નથી અને જયણા એ ત્યારે જ શક્ય છે, કે જ્યારે પ્રાણી માત્રને પોતાની માફ્ટ માની, કોઇ પણ જીવને મારા પ્રમાદથી પણ હાનિ ન પહોંચે અની સતત જીવંત અને જાગૃત કાળજી હોય. પાપવ્યાપારના પરિવર્જનમાં ઉધમી હોવાના બદલે જે આળસુ હોય છે, તે તો ઘણી વાર નામનો જ સાધુ રહી જાય છે. આજ્ઞાની ઉપેક્ષા અને અનુક્રણના ચાળા :
હિંસા એ મહાપાપ છે અને એ પાપથી બચવા માટે, જીવ માત્રને પોતાની માફ્ટ માની, તેની રક્ષામાં ઉધમશીલ બનવું એ જરૂરી છે. હિંસાના પાપથી એ વિના બચાય તેમ નથી. એ પાપથી બચવા માટે અનંતજ્ઞાનિઓએ માવેલ વિધિ મુજબ જ પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની છે. આજ્ઞાની ઉપેક્ષા એટલે આત્મહિતની જ ઉપક્ષા સમજો. આજ્ઞાથી વિરૂદ્ધ જાતિના અનુકરણના નાદે ચઢેલાઓ, અનંતજ્ઞાનિઓએ કરેલન કરવાના નામે, આત્મહિતનો કારમો સંહાર કરી રહ્યા છે. એવાઓની દયા ઘણીય આવે, એ છતાં તેઓનું અહિત થતું ન અટકે એ પણ બનવાજોગ છે. હિંસા રૂપ પાપથી બચવા માટે પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞા એ પરમ આધાર છે. અનન્તજ્ઞાનિઓએ પ્રરૂપ્યા મુજબ છે કાયના જીવોની સાચી શ્રદ્ધા કેળવી, તેના સ્વરૂપને જાણી, એ જીવોની વિરાધનાથી બચવા માટે પાપવ્યાપારોના પરિવર્જન માટે ઉઘુક્ત રહેવું, એ ખૂબ જ આવશ્યક છે. એ વિના, પ્રથમનો જે સુસાધુધર્મ-તેને સાધવા દ્વારા શિવપદને ઘણા જ અલ્પકાલમાં આત્મસાત કરી દેવું, એ ક રીતિએ બનવાજોગ નથી. અને હિંસાથી બચવાને માટે અનન્તજ્ઞાનિઓની આજ્ઞાનો આધાર લીધા
Page 72 of 211
Page #73
--------------------------------------------------------------------------
________________
વિના ચાલે એવું નથી. હજુ પણ બનવું જોઇએ -
સુમાર્ગે લાગીને સુસાધુધર્મના પાલન દ્વારા શ્રી સિદ્ધપદને અલ્પકાલમાં જ સાધવાના અથિએ જેમ પાપવ્યાપકોના પરિત્યાગ માટે પ્રયત્નશીલ બનવાની જરૂર છે, તેમ હજુ બનવાની પણ જરૂર છે. હજતા એટલે સરલતા નામનો ગુણ પામ્યા વિના, આત્મા હજ એટલે સરલ બની શકતો નથી. માયાવી આત્મા આ સુસાધુધર્મની આરાધના માટે નાલાયક છે. માયા, એ એક એવો દોષ છે, કે જે આત્માને સુસાધુધર્મની આરાધના સુખપૂર્વક કરવા દે નહિ. માયા, એ અસત્યની માતા છે. અનંત ઉપકારિઓ ક્રમાવે છે કે-પ્રાયઃ કરીને માયા વિના અસત્યનો ઉપયોગ હોતો નથી. પરનું વંચન કરવાના પરિણામ રૂપ જે માયા, એ સુસ્વભાવતા રૂપ વૃક્ષના વિનાશ માટે કુહાડાનું કામ કરનારી છે. માયાશીલ આત્મા સુંદર સ્વભાવને જીવનમાં જીવી શકતો નથી. માયાશીલતા, એ સુંદર સ્વભાવશીલતાની પ્રતિપક્ષિણી છે. મિથ્યાજ્ઞાન, એ જ્યારે સુંદર સ્વભાવનો શત્રુ છે, ત્યારે માયા, એ મિથ્યાજ્ઞાન રૂપ અવિધાની જન્મભૂમિ છે ! આ જ કારણે , માયાવી આત્મા દુર્ગતિનો અધિકારી હોઇ, સુસાધુપણાના પાલનમાં પરમ સહાયક એવી બદસુતાને પામતો નથી. બકવૃત્તિને ધરતા અને કુટિલતાને આચરવામાં હોંશિયાર એવા માયાવિઓ જગતને ઠગવાનો પ્રયત્ન કર્યા કરે છે, પણ સાચા રૂપમાં તેઓ પોતે જ ઠગાય છે : કારણ કે-એ માયાવીપણું તેમને ભયંકર ભવસાગરમાં ભટકાવે છે. માયાદેવીની ઉપાસનામાં પડેલા સૌ કોઇ સરલતાના વૈરી બની, પોતાની જાતને આ સુસાધુમાર્ગ રૂપ પ્રથમ કોટિના ધર્મની આરાધના કરવાની જે લાયકાત-તેનાથી વંચિત રાખે છે અને સંસારમાં ભટકવાનું ચાલુ રાખે છે. જગતની માયામયતા -
આ જગતમાં માયાનું સામ્રાજ્ય કમ વ્યાપેલું નથી. કેવળ અર્થ અને કામની ઉપાસનામાં પડેલા અજ્ઞાન જીવો કેવી રીતિએ માયાવી વ્યવહાર ચલાવી રહ્યા છે, એ પણ સમજવા જેવું છે. માયાની ઉપાસનામાં આનંદ માનતા રાજાઓ અર્થના લોભથો સઘળાય લોકને ઠગે છે. રાજાઓ સઘળાને ઠગવા માટે પ્રપંચનાગુણોનો આશ્રય લઇ અનેક રીતિએ પોતાની ઠગવિધાનો ઉપયોગ કરે છે. એ જ રીતિએ માયામાં સર્વસ્વ માનનારા બ્રાહ્મણો, કે જેઓ અંદરથી અપ્રમાણિક હોઇ સાર વિનાના છે, તેઓ પણ બહારના આડમ્બરથી તિલકો દ્વારા, મદ્રા દ્વારા, મન્ટો દ્વારા અને પોતાની ક્ષામતાના દર્શન દ્વારા લોકને ઠગે છે. માયાને ભજનારા વાણિયાઓ પણ ખોટાં તોલ, ખોટાં માન અને શીઘ્રકારિતા આદિ અનેક પ્રકારોથી ભોળા લોકને ઠગે છે. બતાવવું કાંઇ અને આપવું કાંઇ-એ વગેરેમાં માયાવી વાણિયાઓ એવા ઝડપી હોય છે કે-ભોળાઓને વાત-વાતમાં ઠગી શકે છે. તેઓ તોલ અને માપમાં એવી શીવ્રતાથી ચાલાકી કરી શકે છે કે-ભોળાઓ ભાગ્યે જ કળી શકે. હૃદયમાં નાસ્તિક્તા છતાં, અનેક જાતના યાગિના વેષમાં પાખંડને ભજનારા માયાવિઓ પણ જટાધારી બનીને, મુંડ બનીને તથા શિખા, ભસ્મ, વલ્કલ કે નગ્નપણું આદિ ધરીને ભોળા શ્રદ્ધાળુઓને ઠગે છે. આવા ઠગારાઓ જગતમાં ઓછા નથી હોતા.રાગ વિનાની હોવા છતાં રાગ બતાવવાની કળામાં કુશળ અને હાવ, ભાવ, લીલા પૂર્વકની ગતિ અને વિલોકનો દ્વારા કામિઓને રંજિત કરતી
Page 73 of 211
Page #74
--------------------------------------------------------------------------
________________
વારાંગનાઓ પણ જગતને ઠગે છે. પત્નીઓ પતિઓને અને પતિ પત્નીઓને, પિતા પુત્રોના અને પુત્રો પિતાને, ભાઇ ભાઇને અને મિત્રો મિત્રોને માયાથી પરસ્પરને ઠગનારા બની જાય છે. અર્થના લોભી લોકો અને ચોર આદિ લોકો માયા આચરવામાં સદા જાગૃત રહે છે અને અહર્નિશ જાગૃત એવા તે લોકો પ્રસંગ મળ્યું પ્રમાદી લોકોને ઠગ્યા વિના રહેતા નથી. પોતાના પાપળને ભોગવતા અધમ આત્માઓ અનેક રીતિએ સારા લોકોને ઠગે છે. વ્યન્તર આદિ કુયોનિમાં રહેલા દેવો પણ પ્રમાદી એવા માણસોને ક્રૂર બન્યા થકા બહુ પ્રકારનાં છલો દ્વારા ઘણી ઘણી પીડાઓ કરે છે. મત્સ્ય આદિ જલચર જીવો કપટથી પોતાનાં બચ્ચાઓનું પણ ભક્ષણ કરે છે અને તેઓ પણ માયાવી એવા મછીમારોથી બન્ધાય છે. શિકારીઓ પણ નાના પ્રકારના ઉપાયોથી સ્થલચર જીવોને અનેક આપત્તિઓ આપે છે. પક્ષિઓ પણ પરસ્પર માયાના ઉપાયથી અનેક જાતિનાં પાપોને આચરે છે. આ રીતિએ પારકાને ઠગવામાં તત્પર એવા જીવો આખાએ લોકમાં વ્યાપેલા હોય છે; અને તેઓ, પોતાના ધર્મનો અને પોતાની સદગતિનો નાશ કરી પોતે જ ઠગાય છે. પ્રીતિ અને ઉદ્વેગના કરણ રૂપઃ
આ સઘળોય પ્રપંચ માયાનો છે. આ માયાના નાશ વિના, સુસાધુધર્મની આરાધના શક્યા થી. આમાયાના નાશ માટે હજુતા જ સાચો ઉપાય છે. સરલતા રૂપ સાચા ઉપાયના આસેવન વિના માયા મરવાની નથી અને એ વિના સુસાધુધર્મ આરાધાવાનો નથી. આ કારણે, સુસાધુધર્મને આરાધવા માટે માયાને મારનાર આ બજુતાનો સ્વીકાર કરી, હજુ બનવાની ઘણી જ અગત્ય છે. માયા, એ જગતનો દ્રોહ કરનારી હોવાથી વિષધરીના જેવી છે. માયા રૂપ વિષધરીથી ડસાયેલા આત્માઓ, જંગમ લોક ઉપર અપકાર કરવાની વૃત્તિથી ભરેલા હોય છે. એવા આત્માઓ સુસાધુધર્મની આરાધના કરવાને અયોગ્ય છે. સુસાધુધર્મની આરાધના કરવા ઇચ્છતા આત્માઓએ માયા-વિષધરીને જીતવી જ જોઇએ. એને જીતવાને માટે આર્જવ એ મહોષધિ છે અને એ જગતને આનન્દ આપનાર છે. આ આર્જવગુણને આત્મસાત્ કરી હજુભાવને ધરવો, એ આ સુસાધુધર્મને આરાધવા ઇચ્છનારાઓ માટે અતિશય જરૂરી છે. અનંત ઉપકારી પરમર્ષિઓ માને છે કે-સરલતા એ મુક્તિપુરીનો સરલ પંથ છે : બાકીનો સઘળોય આચારવિસ્તાર એનીસાધનાને માટે જ છે. અન્યો પણ કહે છે કે- “સઘળુંય કપટ એ મૃત્યુનું પદ છે અને આર્જવ એ બ્રહ્મનું પદ છે : જ્ઞાનના વિષય પણ ખરો આ છે. બાકીના પ્રલાપનો અર્થ શો છે ?” ખરેખર, સરલતાના સ્વામિઓ લોકમાં પણ પ્રીતિનું કારણ થાય છે. કુટિલ માણસોથી તો જીવો સર્પથી જેમ ઉદ્વેગને પામે છે, એ જ રીતિએ ઉદ્વેગને પામે છે. કપટથી રહિત છે ચિત્તવૃત્તિ જેઓની એવા મહાત્માઓને, તેઓ ભવવાસને સ્પર્શનારા હોવા છતાં પણ, મુક્તિસુખ એ સ્વસંવેધ બની જાય છે. જ્યારે, જેઓ કુટિલતાથી કિલષ્ટ મનના માલિક બન્યા છે, તેઓ પરના વ્યાપાદનમાં જ રક્ત હોય છે, એટલે તેઓને તો સ્વપ્રમાં પણ સુખ ક્યાંથી થાય ? જ્ઞાનિનેય સરલતા સરલ નથી -
સમગ્ર વિધાઓમાં વૈદુષ્ય પામવા છતાં અને કલાઓને જાણ્યા છતાં, એવા ધન્ય આત્માઓ. તો થોડા જ હોય છે, કે જેઓને બાળકોના જેવું સરલપણું મળ્યું હોય ! વિદ્વત્તા અને કલાવેદિતા મળવી સરલ છે, પણ સરલતા મળવી એ સરલ નથી. વિદ્વત્તા અને કલાવેદિતા સાથે સરલતાની
Page 74 of 211
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ, એ કોઇ ધન્ય આત્માઓ માટે જ સરજાયેલી છે. અજ્ઞાન એવાં બાળકોની સરલતા પણ જો પ્રીતિને માટે થાય છે, તો પછી સર્વ શાસ્ત્રોના અર્થથી ઓતપ્રોત ચિત્તવાળા બનેલા પંડિત પુરૂષોની સરલતા પ્રીતિનું કારણ થાય, એમાં તો પ્રશ્ન જ શો ? અજ્ઞાનિઓની સરલતા કરતાં જ્ઞાનિઓની સરલતા, એ ઘણી જ કિંમતી વસ્તુ છે. આવા જ્ઞાનિઓની સરલતા એ જગત માટે પણ સુરલતા સમી છે, પણ એ સરલતા જ્ઞાનિઓનેય સહજ-પ્રાપ્ય તો નથી જ. આ રીતિએ સરલતાની પ્રાપ્તિને અતિશય મુશ્કેલ બનાવનારી અતિશય ભયંકર કોટિની દશા સ્વભાવને ભૂલવાથી થઇ ! અન્યથા, જ્ઞાનિઓ તો માવે છે કે-સરલતા એ સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે કુટિલતા એ કુત્રિમ વસ્તુ છે. સ્વાભાવિક સરલતાને છોડીને કૃત્રિમ કુટિલતાને આશ્રય કોણ આપે ? આ વાત સ્વભાવને સમજનારા આત્માઓ માટે ઘણી જ સુંદર છે, પણ જેઓને આત્માના સ્વભાવની વાત પણ પસંદ નથી, તેઓ માટે આવી વાત પણ જરાય હિતને કરનારી થતી નથી. સરલતાથી જ મુક્તિસાધના -
અનંત ઉપકારિઓ તો ક્રમાવે છે કે-ધન્ય છે તે આત્માઓને, કે જેઓ છલ, પૈશુન્ય અને વક્રોક્તિથી વંચન કરવામાં પ્રવીણ એવા પણ માણસ ઉપર સુવર્ણની પ્રતિમાની માફ્ટ વિકાર વિનાના રહે છે. ઠગવાનો પ્રયત્ન કરનાર ઉપરેય સહજ પણ વિકાર ન થવો, એ સામાન્ય ગુણ નથી. આત્મામાં અતિશય ઉત્તમતા જમ્યા વિના આ દશા આવવી, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. અનંત ઉપકારિઓ માને છે કે- અહો ! મૃતસાગરના પારને પામેલા એવા પણ શ્રી ગૌતમ મહારાજા, કે જેઓ ગણધરદેવોમાં પ્રથમ હોઇ શ્રેષ્ઠ હતા, તે પણ આર્જવના પ્રતાપે ભગવાનની વાણીને એક શેક્ષની માફ્ટ સાંભળતા હતા. આ આશ્ચર્ય એ અકારણ નથી. આજે નહિ જવા જ્ઞાનની પ્રાપ્તિ છતાં પણ કોઇનું સાંભળવું એ પાલવતું નથી અને સાંભળવા છતાં પણ- “હું જાણું છું.” -એમ બતાવવાના ચાળા કરવાનું મન થયા વિના રહેતું નથી. આ દશામાં એ સરલતા સ્વપ્રમાંય કેમ સંભવે ? આલોચના માટે પણ ત્રાજતા જરૂરી છે. જુતાપૂર્વક આલોચના કરનારો સઘળાય દુષ્કર્મને ખપાવી નાખે છે, જ્યારે કુટિલતાથી આલોચનાને કરનારા અલ્પ પાપ હોય તોય તેને ઘણું વધારી દે છે. કાયામાં, વચનમાં અને ચિત્તમાં સર્વ પ્રકારે અકુટિલ નહિ બનેલા આત્માઓનો આ સંસારથી. મોક્ષ નથી. મોક્ષ તે જ આત્માઓનો છે, કે જેઓ કાયામાં, વચનમાં અને મનમાં સર્વ પ્રકારે સરલા બનેલા છે. આજ સુધીમાં જેઓએ મોક્ષને સાધ્યો છે, તેઓએ સરલતાથી જ મોક્ષને સાધ્યો છે; જેઓ અત્યારે મોક્ષને સાધી રહ્યા છે, તેઓ પણ સરળતાથી મોક્ષને સાધી રહ્યા છે, અને જેઓ મોક્ષને સાધશે તેઓ પણ સરળતાથી જ મોક્ષને સાધશે ! કુટિલ આત્માઓ મોક્ષ પામ્યા પણ નથી, પામતા પણ નથી અને પામશે પણ નહિ. આથી સ્પષ્ટ છે કે- સાધુધર્મની આરાધના દ્વારા અલ્પકાલમાં મોક્ષ સધાય એ બરાબર છે, પણ એ સુસાધુધર્મને આરાધવાને માટે જેમાં પાપવ્યાપારોના પરિવર્જનમાં પ્રયત્નશીલ બનવાની જરૂર છે, તેમ હજુ એટલે સરલ બનવાની પણ જરૂર છે. મહાવ્રતોના પાલન સિવાયની આસક્તિને તજવી જોઇએ :
સુસાધુધર્મ અને ગૃહિધર્મ' -આ બે પ્રકારના ધર્મમાંથી પ્રથમના ધર્મને આરાધવા માટે
Page 75 of 211
Page #76
--------------------------------------------------------------------------
________________
આત્મા જેમ પાપવ્યાપારોના પરિવર્જનમાં ઉધુક્ત હોવા સાથે સરલ પણ હોવો જોઇએ, તેમ પાંચ મહાવ્રતો રૂપી જે પર્વત, તેના ગુરૂભારને સારી રીતિએ વહન કરવામાં પ્રવણ પણ હાવો જોઇએ. આ વસ્તુ ત્યારે જ બને, કે જ્યારે આત્માની પાંચ મહાવ્રતોના પાલન સિવાયની અન્ય આસક્તિ હોય નહિ. જે આત્માના ત્રણે યોગો મહાવ્રતોને જ સમર્પિત થઇ જાય છે, તે જ આત્મામાં આવી પ્રવણતા આવે છે પણ અન્યમાં નથી આવતી. ત્રિવિધે ત્રિવિધે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ એ પાંચ મહાવ્રતો છે. આ પાંચ મહાવ્રતો એ પર્વતની માફ્ક મહાન છે, એમાં શંકાને અવકાશ જ નથી. પર્વત મહા ભારે હોય, તેમ પાંચ મહાવ્રતો પણ પર્વત જેવાં હોઇ મહા ભારે છે. એ મહાભારને સારી રીતિએ વહન કરવાની જ આસક્તિ આવ્યા વિના, પાંચ મહાવ્રતો રૂપ પર્વતના મહાભારને સારી રીતિએ વહન કરવામાં પ્રવણતા આત્મામાં આવવાની નથી. સુસાધુધર્મને આરાધવાને માટે આ પ્રવણતા ઘણી જ આવશ્યક છે. ઉપકારિઓ માવે છે કે-મહાવ્રતોના મહાભારને સારી રીતિએ વહન કરવાને માટેની પ્રવણતા જેણે પ્રાપ્ત કરવી હોય, તેણે મહાવ્રતોની પચીસ ભાવનાઓથી ઓતપ્રોત બની જવું જોઇએ. એ પ્રવણતાનો અર્થી, મહાવ્રતોની પચીસ ભાવનાઓનો અમલ કરવાના લક્ષ્યવાળો હોવો જ જોઇએ. ભાવના વિનાનાં મહાવ્રતો પણ મુક્તિપદનાં સાધક બનતાં
નથી. પહેલા મહાવ્રતની પાંચ ભાવનાઓ :
એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. આ પ્રસંગે આપણે એ ભાવનાઓને પણ જોઇ લઇએ. પ્રથમ મહાવ્રતના મહાભારને વહન કરવાને ઇચ્છતો આત્મા ‘અહિંસા’ ને ૧- મનોગુપ્તિ, ૨એષણાસમિતિ, ૩- આદાનભાંડમત-નિક્ષેપણા સમિતિ, ૪- ઇર્યાસમિતિ અને ૫- દૃષ્ટ અન્નપાન ગ્રહણ -આ પાંચ ભાવનાઓથી સદાય ભાવિત રાખે. આ પાંચ ભાવનાઓમાં એક ગુપ્તિ આવે છે અને ત્રણ સમિતિઓ આવે છે. ‘અહિંસા’ નામના મહાવ્રતને સુરક્ષિત રાખવાને માટે અને ‘અહિંસા' નામના મહાવ્રતનું યથા શક્ય પણ સુન્દરમાં સુન્દર પ્રકારનું પાલન કરવાને માટે, ‘મનોગુપ્તિ’ આદિ પાંચ ભાવનાઓનું આસેવન ઘણું જ આવશ્યક છે. વિના હિંસાએ પણ હિંસાજન્ય પાપોનું ઉપાર્જન શાથી થાય છે ?
૧- ‘મનોગુપ્તિ’ નું ભાવનાપણું એટલા માટે છે કે-હિંસામાં મનના વ્યાપારની પ્રધાનતા છે. જેઓએ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાન્ત સાંભળ્યું છે, તેઓ સમજી શકશે કે-હિંસા નહિ કરતા એવા પણ તે રાજર્ષિએ, સાતમી નરકને યોગ્ય કર્મ નિર્યું હતું. એ અવસરે રાજર્ષિ પ્રસન્નચંદ્રે પોતાના અહિંસાવ્રતને મનોગુપ્તિથી અભાવિત બનાવી દીધું હતું. જો એ સમયે પણ એ મહર્ષિએ પોતાના પ્રથમ મહાવ્રતને મનોગુપ્તિથી ભાવિત રાખ્યું હોત, તો એ પરિણામ આવત જ નહિ. નિમિત્ત મળતાં જ મન-મર્કટ નાચવા મંડી પડે છે. એ મન-મર્કટના નાચને પ્રતાપે હિંસા નહિ કરવા છતાં પણ આત્મા એવી હિંસક દશામાં રમતો થઇ જાય છે કે-સાધુવેશમાં રહ્યો રહ્યો પણ તે હિંસાજન્ય કારમાં પાપોનું ઉપાર્જન કરે છે. આ કારણે, પ્રથમ મહાવ્રતની રક્ષા માટે મન ઉપર પણ ભારેમાં ભારે અંકુશ રાખવો
જોઇએ છે.
સદોષ ભિક્ષાની વ્યાપક્તા ઃ
Page 76 of 211
Page #77
--------------------------------------------------------------------------
________________
૨- ‘ એષણા સમિતિ’ ની ભાવના પણ પ્રથમ મહાવ્રતની રક્ષા માટે ખૂબ જ આવશ્યક છે. એ ભાવનાના અભાવમાં પિંડની વિશુદ્ધિ ભૂલાયા વિના રહેતી નથી. આધાકર્મી ભિક્ષાનો, તેવા કોઇ ખાસ કારણ વિના જ અને તે પણ આનંદપૂર્વક ભોગ કરનારો ‘અહિંસા’ વ્રતનો વિલોપ કરનારો જ બને છે. આ ભાવના આજે કેટલાકો માટે લુપ્ત પ્રાયઃ બની છે. ભિક્ષાની પ્રવૃત્તિમાં જે વિશિષ્ટતાઓ છે, તે આ જ કારણે નાશ પામી છે. દોષિત ભિક્ષાની જે ભીરૂતા મહાવ્રતોના પાલકમાં હોવી જોઇએ, તે જો નાશ પામે, તો પછી વેષધારિતા જ શેષ રહી જાય છે. રસલમ્પટતાએ આ ભાવનાને જલાવી દીધી છે. રસલમ્પટતા પ્રથમ મહાવ્રતને ઘાયલ કરવા માટે કરક્ષા જેવી છે. નિર્દોષ ભિક્ષા એ અહિંસાનું સાચું જીવન છે. નિર્દોષ ભિક્ષાના મહિમાને નહિ સમજનારા અને સદોષ ભિક્ષાથી નહિ કંપનારા, આ ભાવનાના સ્વરૂપથી સદાય અજ્ઞાત અને વ્રતપાલનના આસ્વાદથી સદાય વંચિત જ રહે છે.
અનીતિની ક્માણી જેવી ભિક્ષા ઃ
ગૃહસ્થો માટે અનીતિની કમાણી જેમ કલંક રૂપ છે, તેમ સાધુઓ માટે દોષિત ભિક્ષા એ કલંક રૂપ છે. ઉત્તમ ગૃહસ્થો જેમ સ્વભાવથી જ અનીતિના ત્યાગી હોય છે, મધ્યમ ગૃહસ્થો જેમ પરલોકના ડરથી અનીતિના ત્યાગી હોય છે અને જઘન્ય કોટિના ગૃહસ્થો જેમ આ લોકના ભયથી અનીતિના ત્યાગી હોય છે, તેમ ઉત્તમ સાધુઓ પોતાના ઉત્તમ સ્વભાવથી જ દોષિત ભિક્ષાના ત્યાગી હોય છે : આમ છતાં પણ, પરલોકના ભયથી અને આ લોકના ભયથી પણ જેઓ દોષિત ભિક્ષાથી બચે છે, તેઓ પણ અપેક્ષાએ પ્રશંસાપાત્ર છે ! પણ આજે જેમ ઘણા ગૃહસ્થો અનીતિના ત્યાગને જલાવી દઇ અનીતિની ઉપાસનામાં જ રાચે છે અને એથી તેઓ જઘન્યની ગણનામાંથી પણ પોતાને બાતલ કરી ચૂક્યા છે, એ રીતિએ દોષિત ભિક્ષામાં જ મહાલનાર સાધુઓ, પોતાની ગણના વેષધારિઓમાં જ કરાવનારા ગણાય, એમાં આશ્ચર્ય શું છે ? જુઠ્ઠો અને કારમો બચાવ :
દોષિત ભિક્ષાથી બચવા માટે ઉપકારિઓએ ઘણું ઘણું ફરમાવ્યુ છે, પણ શાસ્ત્રનેય શસ્ત્ર બનાવનારાઓએ અજ્ઞાન સાધુઓન આ ભિક્ષાના વિષયમાં પણ ઓછે-વધતે અંશે ઉલ્લંઠ બનાવ્યા છે. જેઓ પોતાની જાતને શાસ્ત્રના જ્ઞાતા મનાવવા છતાં પણ, દોષિત ભિક્ષાને આરોગવા માટે નિઃશૂક બની ગયા છે, તેઓએ આ વિષયમાં ખૂબ જ ઉન્માર્ગ ચલાવ્યો છે. શાસ્ત્રવેદિઓ પણ જ્યારે એવું બોલતા સંભળાય છે કે- ‘શ્રાવકો આપે અને સાધુઓ ખાય-એમાં ટીકા શી ?’ -ત્યારે ખરે જ કંપારી છૂટે છે. આવું બોલનારાઓને જતિઓની ટીકા કરવાનો કેટલો અધિકાર છે, એય વિચારવા જેવું છે ! આજના જતિઓ, કે જેઓ સાચા યતિપણાનો ત્યાગ કરવાથી ‘ગુરૂજી’ ને બદલે ‘ગોરજી’ તરીકે ઓળખાય છે, તેઓ કહે છે કે- ‘અમને પણ શ્રાવકો સાધનો આપે છે અને એથી અમે રેલ આદિનો ઉપયોગ કરીએ છીએ, એમાં હરકત શી ?' ત્યારે આવું કહેતાં તેઓને માટે પણ ટીકા કરવાનો અધિકાર પછી ક્યાં રહે છે ? આથી જેઓ દોષિત ભિક્ષાની ઉપાસનામાં પડ્યા છે, તેઓએ કમથી કમ હિતબુદ્ધિથી ટીકા સાંભળવા જટલું ખમીર તો અવશ્ય રાખવું જોઇએ, કે જેથી દોષનો
Page 77 of 211
Page #78
--------------------------------------------------------------------------
________________
ખ્યાલ આવે અને દોષત્યાગનો શક્ય પ્રયત્ન પણ થઇ શકે. રસલંપટતાને તજવી જોઇએ :
દોષિત ભિક્ષાનો આસ્વાદ એ સાધુપણામાં ઝેરના આસ્વાદ જેવો આસ્વાદ છે. રસલપટોએ જ શુદ્ધ ભિક્ષાના માર્ગનો વિલાપ કર્યો છે. “અહિંસા' નામના આ મહાવ્રતને સુરક્ષિત રાખવા માટે, આ “એષણા સમિતિ” ની ભાવના સદોદિત રહેવી જોઇએ. આ બીજી ભાવનાને સદોદિત રાખવા માટે રસલપટતાનો ત્યાગ કર્યા સિવાય છૂટકો જ નથી. ખરેખર, રસલપેટતાના પ્રતાપે પ્રભુશાસનની નિર્દોષ ભિક્ષાનાં દર્શન પણ આજે દુર્લભ થયાં છે. ભિક્ષા લાવવી એટલે જાણે આજે એ વિચિત્રા જાતિનો જ ધંધો થઇ પડ્યો છે. સારું અને ઇંદ્રિયોને અનુકૂળ અનુકૂળ લઇ આવવું, એનું જ નામ ભિક્ષા હોય-એવું આચરણ થતું પણ આજે કેટલેક સ્થલે સ્પષ્ટ રૂપમાં દેખાઇ રહ્યું છે. આજે કેટલાકોની ગૌચરી ગદ્વાચારી બની ગઇ છે. ગીતાર્થ ગણનાયકોએ આ તરફ ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. ગણના નાયકપદે આરૂઢ થયેલા જ જ્યાં વિષયલમ્પટ હોય, ત્યાં તો સાધુઓ માતેલા સાંઢ જેવા બને એ જદી વાત છે, પણ પરમ ત્યાગી અને પરમ ગીતાર્થ એવા ગણનાયકને પામવા છતાંય જે સાધુઓ ભિક્ષાના વિષયમાં માતેલા સાંઢ જેવું આચરણ કરતા હોય, તેઓએ તો આ એક લોકના થોડા સમયની મોજના કારણે થતી અનંતકાલ સુધીની ભયંકર પાયમાલીથી બચવા માટે, આ બીજી ભાવનાથી પ્રથમ મહાવ્રતને ખૂબ જ ભાવિત બનાવવાની આવશ્યક્તા છે. જોવું-પ્રમાર્જવું એય આવશ્યક છે -
૩- પ્રથમ મહાવ્રત રૂપ જે “અહિંસા' તેની બીજી ભાવના છે–ચોથી સમિતિ. આ સમિતિનો પરમાર્થ, કોઇ પણ વસ્તુને લેતાં-મૂકતાં જોવાનું અને પ્રમાર્જિવાનું પૂરેપુરું લક્ષ્ય રાખવું એ છે. આ ભાવનાના અભાવમાં પણ, પ્રથમ મહાવ્રત રૂપ જે અહિંસા, તેનું પાલન મુશ્કેલ છે. કોઇ પણ વપાત્રા આદિને લેતાં કે મૂકતાં, જોવાની અને પ્રમાર્જવાની કેટલી બધી આવશ્યક્તા છે, એ ષકાયની રક્ષાની ભાવનાવાળો જ જાણે. સૂક્ષ્મ જીવોના અસ્તિત્વમાં અને એની રક્ષામાં માનતા મુનિઓ, જોયા વિનાની અને પ્રમાર્યા વિનાની વસ્તુને મૂકે, તો તેઓ આ સમિતિ રૂપ ભાવનામાં રહેલા કેમ જ મનાય ? કોઇ પણ વસ્તુને લેતાં કે મૂકતાં પહેલાં, એ વસ્તુને કે સ્થાનને જોવાની અને પ્રમાર્જિવાની કાળજી વિનાનો, આ ભાવનાથી વંચિત છે, એમ જ માનવું રહ્યું. છએ કાયના જીવોની રક્ષાના મનોરથોમાં રમતો મુનિ, જોવાના અને પ્રમાર્જિવાના લક્ષ્યથી રહિત હોય, એ બનવું જ શક્ય નથી. પ્રાણી માત્રને પોતાના આત્માની માફ્ટ ગણતો આત્મા મુનિપણામાં આવે અને તે પછી આ ભાવનાથી દૂર રહે, એ તો પૂર્વમાં ઉગતા સૂર્યને પશ્ચિમમાં ઉગાડવા જેવું જ અસંભવિત કાર્ય છે; પણ, પ્રમાદપરવશ આત્માઓએ આ કાર્યને ઘણું જ સુસંભવિત બનાવી મૂક્યું છે. કલ્યાણકામી આત્માઓએ તો એવા પ્રમાદની જડને જ ઉખેડી નાંખવાની તત્પરતા કેળવવી જોઇએ : કારણ કે-પ્રથમ મહાવ્રતના પાલનમાં દત્તચિત્ત બનવા ઇરછતા આત્માએ તો આ સમિતિને પણ એક ક્ષણને માટેય વિસરવી એ યોગ્ય નથી. ચાલ પણ ઉપયોગશૂન્ય નહિ જોઇએ :
Page 78 of 211
Page #79
--------------------------------------------------------------------------
________________
૪- પ્રથમ મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે ‘ઇર્યા સમિતિ' પણ ખૂબ જ આવશ્યક છે. ગમનાગમનમાં ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ, એ આ સમિતિનો પરમાર્થ છે. ‘ અહિંસા’ નામના મહાવ્રતથી ઓતપ્રોત થયેલો મુનિ, વિના પ્રયોજને તો એક અંગુલી હલાવવાની પણ ઇચ્છાવાળો હોય નહિ. એ મહર્ષિ પ્રયોજને ગમનાગમન કરે, ત્યારે પણ- ‘કોઇ પણ જીવ મારાથી સહજ પણ પીડા ન પામો.’ -એવી ભાવનાથી ભરપૂર જ હોય. એવા મહર્ષિની ચાલ પણ અનંત ઉપકારિઓએ માવેલી આજ્ઞાને અનુસરતી જ હોય. ઉદ્ધતની માફ્ક આંખોને આજુબાજુ ફેરવતાં ચાલનારા તો, આ સમિતિના શત્રુઓ જ છે. આ સમિતિના જે શત્રુઓ જ હોય, તે શત્રુઓને સાચા અર્થમાં દયાળુ માનવા, એ જ મુશ્કેલ છે. મુનિઓને જ્યારે યથેચ્છપણે ચાલતા જોવામાં આવે, ત્યારે કોઇ પણ ધર્મશીલને ગ્લાનિ થાય એ સ્વાભાવિક છે. શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ, એ મૂર્તિમંત અહિંસા છે. એવા પણ મુનિઓ અહિંસા માટે પ્રતિકૂલ એવી ચાલે ચાલે, એ કેમ સહાય ? ખરેખર, હિંસા કરાવનારી ચાલનો પણ મુનિઓમાં તો અભાવ જ હોય. હિંસાના અભાવવાળી અને અહિંસાને સાધનારી ચાલને ચાલવા ઇચ્છતા મુનિઓએ, એક ક્ષણના પણ વિરામ વિના ‘ઇર્યસમિતિ' ની ભાવનામાં એકતાને જ રહેવું, એ એકાંતે હિતાવહ છે. સચિત્તનો પરિહાર ઃ
૫- પ્રથમ મહાવ્રતની પાંચમી ભાવનાનું નામ ‘દ્રષ્ટાન્ન-પાન-ગ્રહણ' છે. જીવસહિતના અન્ન-પાનનો પરિહાર, આ ભાવનાથી સુસાધ્ય છે ! આ કારણે, આ ભાવના પણ અહિંસાવ્રત માટે ઉપકારક છે. આ ભાવનાથી જીવદયાપાલનની દશા ખૂબ જ જાગૃત રહે છે. ‘અહિંસા’ નામના મહાવ્રતના પાલન માટે કેટલી કેટલી વાતોથી સાવચેત રહેવાનું છે, એ આથી ખૂબ સ્પષ્ટ થાય છે. ભક્ષ્યાભક્ષ્યનો વિવેક પણ આ માટે ખૂબ આવશ્યક છે. અનેક અચિત્ત વસ્તુઓ પણ જીવોના સંયોગથી સંસક્ત બની જાય છે. એવી વસ્તુઓનો પરિહાર આ ભાવનાની જાગૃતિ વિના મુશ્કેલ છે. કોઇ પણ મનપસંદ ખાધ કે પેય વસ્તુ હાથમાં આવતાં જ મુખમાં મૂકવાની આતુરતાવાળાઓ આ
ભાવનાને અંતરમાંરાખી શકતા નથી. એક રસનાની આસક્તિ આત્માને કેવા કેવા પાપના માર્ગે ગમન કરાવે છે, એ વાત જો સમજાય, તો એ આસક્તિના ત્યાગ માટે સઘળાય સામર્થ્યનો સદુપયોગ થયા વિના રહે નહિ.‘અહિંસા’ નામના મહાવ્રતનો ઉપાસક, ગમે તેટલો ક્ષુધાતુર બનેલો હોય તેવા સમયે પણ, શુદ્ધ ગવેષણાથી મેળવેલી દોષરહિત ભિક્ષા પણ, જીવોથી સંસક્ત છે કે નહિ-એ જોવામાં સહજ પણ પ્રમાદને પરવશ બને નહિ. આ દશાને જાળવી રાખવા માટે આ પાંચમી ભાવના ખૂબ જ જરૂરી છે અને એથી આ પાંચમી ભાવના પ્રથમ મહાવ્રત માટે ખૂબ જ ઉપકારક છે. આ પાંચ બાવનાઓથી પરવારેલાઓ, પ્રથમ મહાવ્રતના લોપકો બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. હિંસાનો ડર અને અહિંસાપાલનની સાચી તમન્ના હોય, તો આ પાંચ ભાવનાઓ પ્રતિનું દુર્લક્ષ્ય અસંભવિત છે અને એથી થઇ જતી ભૂલ માટે પણ આત્માને સદા પશ્ચાત્તાપ આદિ થયા જ કરે છે. બીજા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
‘હે ભગવાન્ ! બીજા મહાવ્રતમાં સર્વથા અસત્ય-જુઠું બોલવાનો ત્યાગ કરું છું. હે ભગવન્ ! જીવનપર્યંત ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી હું અસત્ય બોલીશ નહીં, અન્ય પાસે બોલાવીશ નહીં, બોલનારને સારો જાણીશ નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી અસત્ય
Page 79 of 211
Page #80
--------------------------------------------------------------------------
________________
બોલીશ નહીં, બોલાવીશ નહીં, બોલનારને અનુમોદીશ નહીં. પૂર્વે અસત્ય બોલાયું હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરૂ સાક્ષીએ ગણું છું. તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું.
આ રીતે હે ભગવન્! સર્વથા અસત્ય-જુઠું બોલવાના વિરામ રૂપ બીજા મહાવ્રતમાં હું રહું છું.
(૨).
બીજું મહાવ્રત-સમૃત -
હવે બીજું મહાવ્રત છે- “સૂનૃત' મૃષાવાદનું જેમાં સર્વથા વિરમણ છે, એવા પ્રકારનું આ વ્રતા છે. પ્રિય અને પથ્ય એવા ત વચનને બીજું મહાવ્રત કહેવાય છે. સાચા વચનમાં જરૂરી પ્રિયતા પણ ખૂબ જ આવશ્યક છે. માખણીયા વૃત્તિની પ્રિયતા તો સત્ય વચનને પણ અસત્ય બનાવનારી છે. “કોઇ પણ આત્માને અપ્રીતિ પેદા ન થાઓ' –એવા પ્રકારે શુદ્ધ હૃદયથી બોલાયેલું વચન એ પ્રિય વચન છે. કેવળ ઉપકારભાવનાથી અને શુદ્ધ સમજપૂર્વક બોલાયેલું વચન પ્રિય જ હોય છે અને એવું વચન સાંભળવા માત્રથી પણ સુયોગ્ય આત્માઓને પ્રીતિ પેદા કરનારું હોય છે. એકલું પ્રિય વચન જ નહિ, પણ સાથે એ વચન ભવિષ્યમાં હિત કરનારું પણ હોવું જોઇએ. એવું વચન જ સાચા રૂપમાં પ્રિય હોઇ શકે છે. આવું પ્રિયતા અને પથ્થતાથી વિશિષ્ટ એવું જ તથ્ય વચન, એ બીજું મહાવ્રત કહેવાય છે. બીજા મહાવ્રતને ઓળખાવતાં મહાપુરૂષો તથ્ય પણ વચનને જે બે વિશેષણો આપે છે, તે ખૂબ જ વિચારવા જેવાં છે. વચન માત્ર તથ્ય જ એટલે કે અમૃષા રૂપ જ નહિ હોવું જોઇએ. પ્રિય અને પથ્ય એવું જે તથ્ય વચન -એને જ ઉપકારી મહાપુરૂષો બીજું મહાવ્રત જણાવે છે. પરમાર્થને નહિ પામેલા આત્માઓને, અહીં એ પ્રશ્ન ઉઠવો સંભવિત છે કે- “એકલા સત્ય વચનને બીજા મહાવ્રત તરીકે ઓળખાવ્યું હોત, તો શું હરકત હતી ? કે જેથી પ્રિય અને પથ્ય આ બે વિશેષણો વધારાના આપવાની જરૂર પડે છે ?' આનું પણ ઉપકારિઓએ સુંદર સમાધાન આપ્યું છે. “સત્ય વ્રતના અધિકારમાં વચનને “તથ્ય' એટલે “સત્ય” એવું વિશેષણ આપવું, એ તો બરાબર છે પણ પ્રિય' અને “પચ્ય” એટલે ભવિષ્યમાં હિતકર આ બે વિશેષણોનો અહીં સત્ય વ્રતમાં અધિકાર શો છે ?” -આવા પ્રશ્નનો ઉત્તર આપતાં પણ ઉપકારિઓએ માવ્યું છે કે-એ બે વિશેષણો પણ આ સત્યના અધિકારમાં જ અતિશય જરૂરી એટલે અધિકારયુક્ત જ છે. ચોરને ચોર કહેવો, કોઢીયાને કોઢીયો કહેવો, કાણાને કાણો કહેવો અથવા એવા જ કોઇને એવા વિશેષણથી નવાજવો-એ દેખીતી રીતિએ સત્ય હોવા છતાં પણ, એ વિશેષણો એ વિશેષણને લાયક એવા જીવોનેય અપ્રિય હોવાથી, વાસ્તવિક સત્યની કોટિમાં આવતાં નથી. ચોરને ચોર અને કોઢીયા આદિને કોઢીયો આદિ કહેવો, એ હકીકતથી સત્ય હોવા છતાં પણ, અપ્રિય હોવાથી અસત્ય છે. આથી જેઓ - “અમે તો જે જેવો હોય, તેને તેવો કહેવામાં જ સત્યની ઉપાસના માનીએ છીએ' –એમ કહે છે, તેઓ ખરે જ અજ્ઞાનોના જ આગેવાનો ઠરે છે. તેઓ સત્યવાદી નથી પણ પરમાર્થથી અસત્યવાદી જ છે. ચોર કોને કહેવાય, કોઢીયો કોને કહેવાય, કાણો કોને કહેવાય-આ વિગેરે વસ્તુઓ સમજાવવી એ જુદી વાત છે અને તેવાને તેવા તરીકે સંબોધીને બોલાવવો એ જુદી વાત છે. વસ્તુને વસ્તુ સ્વરૂપે સમજાવવામાં અસત્ય નથી લાગતું, પણ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધવો એ સ્પષ્ટતયા અપ્રીતિકર હોવાથી, એ સત્ની કક્ષામાં ન રહેતાં અસત્યની જ કક્ષામાં જાય છે.
Page 80 of 211
Page #81
--------------------------------------------------------------------------
________________
સ. ગમે તે પણ કોઇને ય અપ્રીતિકર થાય એવું બોલવું, એ સત્ય હોવા છતાં પણ અસત્ય જ ને ?
આ સમજ બરાબર નથી. સ્વપર-ઉપકારના હેતુથી કલ્યાણમાર્ગનું વર્ણન થતું હોય અને અકલ્યાણકર માર્ગોને સમજાવી તેનાથી બચવા-બચાવવા આદિનું કહેવાતું હોય, એથી જ જો કોઇને અપ્રીતિ થતી હોય, તો એટલા માત્રથી જ તે વર્ણન અસત્યની કોટિમાં આવતું નથી. અયોગ્યને અયોગ્ય તરીકે સંબોધવો એ સત્ય હોવા છતાં પણ અસત્ય છે, પણ અયોગ્ય કોને કોને કહેવાય એ વિગેરેનું સ્વપરહિતાર્થે વર્ણન કરવું, એ તો આવશ્યક વસ્તુ છે. કેવળ હિતકામનાથી વસ્તુને વસ્તુ રૂપે વર્ણવવામાં અસત્યનો દોષ કહેનારા પણ અજ્ઞાન છે અને ચોર આદિને તે તે તરીકે સંબોધનારા પણ અજ્ઞાન છે. ચોરને ચોરીથી બચાવવા માટે જે કહેવાય એ ય જૂદી વસ્તુ છે અને ચોરને ચોર-ચોર તરીકે સંબોધાય એય તે વસ્તુ છે. આથી સ્પષ્ટ જ છે કે- સ્વપર કલ્યાણની બુદ્ધિથી સમજપૂર્વક જે બોલાય અને તેથી કદાચ અયોગ્ય આત્માઓને સ્વાર્થહાનિ આદિ કારણે અપ્રીતિ થાય, તોય તે અસત્ય નથી. મૂળ વાત એ જ છે કે-સત્યના અથિએ કાણા આદિને કાણા આદિ તરીકે સંબોધવા રૂપ જે અપ્રિય અને એ જ કારણે અસત્ય રૂપ જે વચન-તેનો ત્યાગ કરવો, એ પણ અતિશય જરૂરી છે. માત્ર તથ્ય વચન જ વ્રત રૂપ નથી, પણ તે પ્રિય જોઇએ : એટલું જ નહિ, પણ તે પથ્ય પણ જોઇએ. પથ્ય એટલે ભવિષ્યમાં હિતકર. ભવિષ્યમાં અહિતકર એવું જે વચન હોય, તે કદાચ તથ્ય પણ હોય અને પ્રિય પણ હોય તોય પરમાર્થ દ્રષ્ટિએ સત્ય નથી, પણ અસત્ય જ છે. નગ્ન-સત્યવાદિઓ જ્યારે પોતાને સત્યવાદી તરીકે ઓળખાવે છે, ત્યારે ખરે જ તેઓના કારમાં અજ્ઞાન માટે દયા આવે છે. શિકારિઓ જંગલમાં પ્રશ્ન કરે કે- “મૃગો ક્યાં ગયા ?' મૃગોને પોતે જતાં જોયા જ ન હોય, ખબર જ ન હોય, તો તો જવાબ દેવામાં કાંઇ વિચારવાનું નથી : પણ મૃગોને જતાં જોયા હોય અને તે મૃગો કયી દિશો ગયા-એમ શિકારી પૂછતો હોય, એવા સમયે એમ કહેવું કે- “મેં જોયા છે અને તે આ બાજુ ગયા છે.” -એ શું યોગ્ય છે ? નગ્ન સત્ય બોલવાની વાતો કરનારા અજ્ઞાનો આવા જવાબને જ સત્ય કહે, પણ પરમાર્થવેદી મહાત્માઓ તો ક્રમાવે છે કે એમ બોલવું એ સત્ય હોવા છતાં પણ પરિણામે અહિતકર હોવાથી અસત્ય જ છે. અમૃતવાદી બનવાને ઇચ્છનારા આત્માઓએ એવા પણ વચનનો ત્યાગ જ કરવો જોઇએ. ભવિષ્યમાં અહિતકર બનનારાં તથ્ય અને પ્રિય પણ વચનોને બોલનારા આત્માઓ વસ્તુતઃ સત્યવાદી નથી, પણ અસત્યવાદી જ છે. આમ હોવા છતાં પણ, જેઓ પોતાની જાતને “સત્યવાદી' મનાવવા માટે અનેકના અહિતમાં પરિણામ પામે એવું પણ સત્ય બોલવાના આગ્રહી છે અને જગતને પણ એવું જ સત્ય બોલવાનો જેઓ ઉપદેશ આપે છે, તેઓ સત્યના પૂજારી તો નથી જ પણ સત્યના કારમા શત્રુઓ જ છે. બીજા મહાવ્રત તરીકે તો તે જ વચન સત્ય મનાય છે કે- જે તથ્ય હોવા સાથે પ્રિય અને પથ્ય હોય. કવચિત એવું પણ બની જાય છે કે-વ્યવહારની અપેક્ષાએ કોઇ વચન અપ્રિય પણ લાગતું હોય, છતાં હિત માટે એનું ઉચ્ચારણ આવશ્યક હોય. એવા વખતે સમજવું જોઇએ કે- “ભવિષ્યમાં હિતને કરનારૂં કઠોર પણ વચન સત્ય જ છે.' કારણ કે-હિત એ તો સૌની પ્રિય વસ્તુ છે અને એથી એ જેનાથી સધાય તેને પ્રિય તરીકે માની શકાય. જેઓ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધે છે અને જેઓ પરિણામે હિંસા તરીકે પરિણામ પામે એવાં વચનો બોલો છે, તેઓ આ બીજા મહાવ્રતના સ્વરૂપથી અજ્ઞાત છે. પહેલા અને બીજા મહાવ્રતને અંગે આ તો ટૂંકી ટૂંકી વાતો કહી, પણ વર્તમાનમાં અહિંસા અને
Page 81 of 211
Page #82
--------------------------------------------------------------------------
________________
સત્યના નામે હિંસા અને અસત્યનો જે વાયુ ફેંકાઇ રહ્યો છે તેને અંગે ઘણી ઘણી વાતો વિચારવા જેવી છે. વળી ભદ્રિક આત્માઓને ઠગવાનો ધંધો લઇ બેઠેલાઓ પણ આજે પ્રિય વચનના નામે અનેક ભમો ઉપજાવી રહ્યા છે, પણ વિચક્ષણો પ્રિય અને તથ્ય સાથે પચ્ચનો જો યોગ્ય વિચાર કરે, તો એવાઓથી બચવું એ બહુ મુશ્કેલ કામ નથી. બીજા મહાવતની પાંચ ભાવનાઓ :
પહેલા મહાવ્રતની જેમ પાંચ ભાવનાઓ છે, તેમ સર્વ પ્રકારે મૃષાવાદથી વિરામ પામવાના સ્વરૂપવાળા બીજા મહાવ્રતની પણ પાંચ ભાવનાઓ છે. એ ભાવનાઓનાં નામો છે- “૧હાસ્યપ્રત્યાખ્યાન, ૨- લોભપ્રત્યાખ્યાન, ૩- ભયપ્રત્યાખ્યાન, ૪- ક્રોધપ્રત્યાખ્યાન અને પ-આલોચના [ ભાષણ.' રાગથી, દ્વેષથી અને મોહથી અસત્ય બોલાય છે, માટે આ પાંચ ભાવનાઓ દ્વારા એ ત્રણેનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. બીજા મહાવ્રતના પાલનમાં “હાસ્ય, લોભ, ભય અને ક્રોધ' -આ ચાર મહા વિપ્નો છે. એ કારણે હસ્યાદિ ચારને બીજા મહાવ્રતના પાલનમાં વિઘ્ન રૂપ માની હાસ્યાદિ ચારનો પરિત્યાગ કરવો, એ હાસ્યાદિ-પ્રત્યાખ્યાન કહેવાય છે અને એ બીજા મહાવ્રતના પાલન માટે ખૂબ આવશ્યક છે. જેમ હાસ્યાદિ ચારનું પ્રત્યાખ્યાન આવશ્યક છે, તેમ બોલતાં પહેલાં સમ્યગજ્ઞાન પૂર્વકની વિચારણા પણ આવશ્યક છે. સમ્યગ્રજ્ઞાન પૂર્વકના વિચાર વિના બોલવું, એ પણ બીજા મહાવ્રતના પાલનમાં વિઘ્ન રૂપ જ છે, એ વાત પણ વિચક્ષણને કબૂલ્યા વિના ચાલે એમ નથી. આથી, એના પણ પરિત્યાગ કરીને જ બોલવું અને જે બોલવું તે પણ સમ્યગજ્ઞાન પૂર્વક વિચારીને જ બોલવું, એ પણ અતિશય જરૂરી છે. આ પાંચ ભાવનાઓ અસત્યવાદથી બચવા માટે ખૂબ આવશ્યક હોઇને, એ ભાવનાઓને અંગે પણ, પ્રસંગ પ્રાપ્ત થયો છે તો આપણે થોડો વિચાર કરી લઇએ. હસવામાં આનંદ માનનારા મોહના સેવકો છે :
૧- બીજા મહાવ્રતની પ્રથમ ભાવના “હાસ્યપ્રત્યાખ્યાન' નામની છે. હાસ્યશીલ બનેલો આત્મા, ઇચ્છા ન હોવા છતાં પણ, હસતાં હસતાં અસત્ય બોલી નાખે છે, આ વાત સમજુથી ના સમજાય એવી નથી. હસનશીલ આદમી હસવામાં જ્યારે લીન થાય છે, ત્યારે તો એ ભાનભૂલા જેવો બની જાય છે. હાસ્યનો આવિર્ભાવિ, એ પણ “હાસ્ય” નામના મોહનીયના ઉદયનો જ પ્રતાપ છે, એ વાત શ્રી જૈનશાસનના જ્ઞાતાથી અજ્ઞાત કેમ જ હોઇ શકે ? મોહનીયનો સ્વભાવ આત્માને મૂંઝવનારો છે. હસવામાં આનંદ માનનારાઓ તો મોહના જ સેવકો છે. હાસ્યને પણ તેઓ જ જરૂરી માને, કે જેઓ તત્ત્વદ્રષ્ટિએ અજ્ઞાન હોય. “દસ દિમિથ્યાહૂયાત્' એમ ઉપકારિઓ ક્રમાવે છે. હસવામાંથી ખસવું થાય છે.' એવી લોકોક્તિ પણ છે. બીજા મહાવ્રતની રક્ષાને ઇચ્છતા મુનિ હાસ્યનો ત્યાગ કરવા માટે પણ સજ્જ હોવા જોઇએ. ઉપહાસ કરવાનો સ્વભાવ સાધુમાં હોવો જોઇએ. હાંસી, મશ્કરી અને ઠઠ્ઠાઓ-એ મૂર્ખ લોકોની મોજ છે, પણ જ્ઞાનિઓની નહિ. જ્ઞાનિઓ તો હાંસી, મશ્કરી અને ઠઠ્ઠાથી પર રહેનારા હોય છે. હાંસી, મશ્કરી અને ઠઠ્ઠા જેવા મોહવિલાસમાં મહાલનારાઓ, પોતાના “સત્ય” નામના મહાવ્રતને ભૂલી જાય અને અસત્ય આલાપ-સંલાપ કરવા મચી પડે, એમાં કશું જ નવાઇભર્યું નથી. આ જાતિના અસત્યથી બચી સત્યના પાલનમાં સજ્જ રહેવું
Page 82 of 211
Page #83
--------------------------------------------------------------------------
________________
હોય, તો આ ‘ હાસ્યપ્રત્યાખ્યાન' નામની ભાવનાથી ભાવિત રહેવાની ખૂબ જરૂર છે. માનાદિના લોભથી થતી હાનિ ઃ
૨- ‘લોભપ્રત્યાખ્યાન' નામની બીજી ભાવના પણ બીજા મહાવ્રતના રક્ષણ માટે અતિ આવશ્યક છે. લોભ પરવશ બનેલો આત્મા ઘણી જ સહેલાઇથી અસત્યનો બોલનારો થાય છે. લોભે અનેક સ્વરૂપે જગત ઉપર પોતાના સામ્રાજ્યને વિસ્તાર્યું છે. સાધુઓ પણ જો પોતાના સ્થાનને ભૂલે છે, તો તેઓ પણ વસ્ત્ર, પાત્ર અને પુસ્તક આદિ અનેક વસ્તુઓના લોભને આધીન બની જાય છે. માન-સન્માનના લોભને પણ ભાનભૂલાઓ વશ બને છે. આ જાતિની લોભપરવશતાથી અસત્ય બોલવું, એ તો આજે કેટલાક સાધુ ગણાતાઓનેય સોપારી ખાવા જેટલું પણ મુશ્કેલ નથી લાગતું. પોતાના માનની રક્ષા માટે હાસ્યની વાતના રૂપમાં અનેકોની ખોટી નિંદા આનંદપૂર્વક કરનારા જ્યારે ધર્માચાર્યોં તરીકે પંકાતા પણ જોવાય, ત્યારે તો એ અતિશય ખેદનો જ વિષય ગણાય. તેઓ આ બીજા મહાવ્રતની પહેલી અને બીજી-એ બન્નેય ભાવનાઓને ભૂલ્યા છે, એનો એ રીતિએ સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. માનના લોભથી, પોતાની પ્રશંસા અને અન્યની ખોટી નિંદા, એ સાધુપણાના લેબાસમાં પણ સ્વાભાવિક જેવી બની જાય છે. લોભની આ ભયંકરતા સમજી, તેના ત્યાગમાં સજ્જ રહેવાની તાલાવેલી, એ આ બીજી ભાવનાનું સ્વરૂપ છે. હાંસીનો અને માનાદિના લોભનો આજે સાધુના વેષમાં રહેલાઓ ઉપર પણ કારમો હલ્લો છે. આ હલ્લાના પ્રતાપે આજે એવા પણ ધર્માચાર્યો તરીકે ઓળખાતા આત્માઓ છે, કે જેઓનો ઘણો સમય હાસ્યજનક વાતોમાં જ જાય છ અને એ સમયે તેઓ પોતાના અનેક પ્રકારના ભયંકર જાતિના લોભોનું જ પ્રાયઃ પોષણ કરતા હોય છે. માન-સન્માન અને પ્રશંસાના લોભિઓ, કયી રીતિએ પોતાનું જે કાંઇ માન-સન્માન હોય તે બન્યું રહે અને કયી રીતિએ પોતાની પ્રશંસા સદાય થયા કરે તેમજ વધ્યા કરે-એવા જ પ્રકારની યોજનાઓનો હાંસીની વાતમાં પણ અમલ કર્યા કરે છે. એવા ધર્માચાર્યે પણ પોતાના બીજા મહાવ્રતને બાજુએ મૂકીને જ બેઠા હોય, એવો સ્પષ્ટ આભાસ થાય છે. એવાઓના સહવાસમાં આવવાથી અનેક ધર્મના અર્થિઓ પણ પોતાના અર્થિપણાને ગુમાવી બેઠાના બનાવો બન્યા છે. ‘હાસ્યપ્રત્યાખ્યાન’ અને ‘લોભપ્રત્યાખ્યાન' -આ બે ભાવનાનો અભાવ, એ જ દશાનું મુખ્ય કારણ છે. જે સાધુઓને આ દુર્દશાથી બચવું હોય, તેઓએ આ બે ભાવનાઓને સતત જીવંત અને જાગૃત રાખવી જોઇએ. હાંસી-મશ્કરીની કુટેવ અને વસ્ત્રાદિનો તથા માનસન્માનાદિનો લોભ, એ બીજા વ્રતને માટે શ્રાપ રૂપ છે, એમ જાણી એ બેના પરિત્યાગ કરવો એ જ આ બે ભાવનાઓનો પરમાર્થ છે. જેઓ સાચા સ્વાધ્યાય આદિથી પરવાર્યા છે, તેઓને આજે હાંસી-મશ્કરી વિના સમય કેમ પસાર કરવો-એની પણ ચિંતા છે અને બાહ્યથી જ માત્ર ત્યાગી હોવાથી બીજી રીતિએ વસ્ર, પાત્ર અને પુસ્તક આદિનો તથા માનસન્માનાદિનો લોભ એ બિચારાઓને ખૂબ સતાવી રહ્યો છે. કલ્યાણકામિઓએ એવી દુર્દશાથી બચવા માટે આ બે ભાવનાઓને ખૂબ મજબૂત બનાવવી જોઇએ. ભય પણ અનેક અનર્થો સરજાવે છે :
૩- ‘ ભયપ્રત્યાખ્યાન' આ નામની ત્રીજી ભાવનાથી પણ બીજા મહાવ્રતને ભાવિત રાખવાની જરૂર છે. નમાલા આત્માઓ ભયથી પણ અસત્ય બોલી નાંખે છે. કેટલીક વાર ભયભીત બનેલા Page 83 of 211
Page #84
--------------------------------------------------------------------------
________________
ધર્માચાર્યો પોતે અસત્ય બોલે છે એટલું જ નહિ, પણ ભક્તો પાસેય અસત્ય બોલાવે છે અનેલખાવે છે. શાણા આત્માઓ ઉપર આની સારી અસર ન થાય અને નવા પામેલાઓ ખસી જાય, તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. માનના લોભે શાસનરક્ષાની પ્રવૃત્તિ ઉપાડો અનેક શાસનપ્રેમીઓનો સાથ મેળવ્યો હોય, પણ જ્યાં કારમો વિરોધ થાય અને વિરોધિઓ દ્વારા તેમના સ્વભાવ મુજબ ગાલીપ્રદાન આદિનું શસ્ત્ર ઉગામવામાં આવે, ત્યાં એવા આત્માઓ માનલોભી હોઇને ખસી જાય : એટલું જ નહિ, પણ ભયભીત બનેલા તેઓ સહાયક બનેલા શાસનસેવકોને માથે જ દોષ ઢોળી તેમની નિન્દાદિ કરવાનોય પ્રયત્ન કરે, એ સ્વાભાવિક છે. વર્તમાનનાં શાસનરક્ષાનાં કેટલાંક પ્રકરણોમાં આવું બની ગયેલું અનુભવાયું છે અને એ અનુભવોએ વિચક્ષણ શાસનપ્રેમિઓને સચેત બનાવ્યા છે. એવા ભયનો આવિર્ભાવિ, એ પણ “ભયમોહનીય” ના ઉદયનો જ પ્રતાપ છે. એના ઉદયથી ભાનભૂલા બનેલા બીજા મહાવ્રતને ભૂલી જાય એ પણ બને. માન લેવા જતાં માન જવાનું દેખાય, એટલે એ ભયથી પણ અસત્યનો આશ્રય લેવો પડે. પૂર્વે કરેલી શાસનસેવાનો પણ કેટલીક વાર પોતાના મુખે જ ભયથી અપલાપ કરનારાઓ જોવાય છે. એથી એ પણ સ્પષ્ટ થાય છે કે-તેવાઓ દ્વારા શાસનસેવાનાં કામો પણ કેવલ માનની લાલસાથી જ થાય છે ! અન્યથા, માના જવાના પ્રસંગે પણ પૂર્વે કરેલી શુદ્ધ બુદ્ધિની શાસનસેવાનો અપલાપ કરવાની જરૂર શી ? જ્યારે પોતાના નામે ચઢતી શાસનસેવાનો પણ માનનાશથી ગભરાઇને કે માનનાશની સંભાવનાથી ડરીને અપલાપ કરાય, ત્યારે સમજવું કે-શાસનસેવા થઇ ગઇ અ આનુષંગિક બનાવ, પણ ધ્યેય તો માન મેળવવાનું જ. આવા લોભી અને ભીરૂ આત્માઓ, ગમે તેવા સારા પણ કાર્યમાં, છેક અણીના સમયેય દગો દે, તો એથી આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. એવાઓના વિશ્વાસે રહેવું, એય દગાને આમંત્રણ આપવા જેવું છે. ખરેખર, એવા લોભ અને ભયને આધીન બનેલા આત્માઓ ક્યારે પોતાના બીજા મહાવ્રતનેય દગો દેશે, તે પણ કહી શકાય નહિ. એવાઓનાં મહાવ્રતો સદાય ભયગ્રસ્ત જ હોય છે. આવી કનિષ્ટ મનોદશાથી બચવાને માટે અને એ દ્વારા મહાવ્રતને સુરક્ષિત રાખવાને માટે, પ્રાણોના નાશનો જે ભય-તેને પણ તજવો જોઇએ. પ્રાણના નાશના ભયની માફ્ટ અન્ય ભયો પણ અસત્ય બોલવામાં કારણભૂત બની જાય છે. આ રીતિએ ભય પણ આત્મા પાસે અનેક પાપો કરાવનાર બને છે. આ કારણે, ભયને તજવો એ પણ ખૂબ જ આવશ્યક છે. સંયમની સાધનાના સદુપયોગમાં આવતા પ્રાણો જે સંયમભંગમાં કારણ થાય, તો એ ઘણી જ કમનસીબ ઘટના ગણાવી જોઇએ. પાપભીરૂ બનવાને બદલે- “મારા સન્માન આદિનો નાશ ન થાય.” –એ વગેરે જાતિની ભીરતા ધરનારા, આ ત્રીજી ભાવનાથી વંચિત રહેવાને જ સરજાયેલા છે. આવા ભીરૂઓ મૃષાવાદથી નથી ડરતા, પણ મૂખઓિ દ્વારા થતા પોતાના માનભંગથી ડરે છે. આવા મહાવ્રતોને ધરનારા બનેલા હોવા છતાં પણ, ધીર નહિ હોવાના કારણે, પ્રાય: મહાવ્રતોની દરકાર વિનાના જ હોય છે અગર તો બની જાય છે. અપ્રશસ્ત ક્રોધને તજવો જ જોઇએ :
૪- ચોથી ભાવના “ક્રોધપ્રત્યાખ્યાન' નામની છે. ‘ક્રોધથી તરલિત મનવાળો બનેલો આત્મા પણ મિથ્યા બોલી જાય છે ! આથી ક્રોધ પણ બીજા વ્રતમાં વિઘ્ન કરનાર છે. માટે મારે ક્રોધનો પણ ત્યાગ કરવો જોઇએ.'
Page 84 of 211
Page #85
--------------------------------------------------------------------------
________________
–આવી ભાવનાથી ભાવિત આત્મા, પોતાના બીજા મહાવ્રતને સારી રીતિએ સુરક્ષિત રાખી શકે છે. ક્રોધ પણ એક મોહનીયનો જ પ્રકાર છે. ક્રોધાધીન આત્મા ભાનભૂલો બનીને ન બોલવાનું પણ બોલી નાંખે છે. મહામાની આત્માઓ આ ક્રોધથી ભાગ્યે જ બચી શકે છે. શાસનના વિરોધ સમયે શાંતિની વાતો કરનારા જ્યારે પોતાના વિરોધથી ઉકળી ઉઠતા દેખાય, ત્યારે સમજવું જરૂરી છે કે-એવાઓ શાસનના સેવક નથી પણ પોતાની જાતના માનના સેવક છે આવાઓ વિધિ મુજબના પ્રશસ્ત કષાયને પોતાના બનાવી, એના દ્વારા શાસનની સેવાથી નિર્જરા નહિ સાધી શકે, પણ અપ્રશસ્ત કષાયોની ઉપાસનાથી કારમાં બંધને બાંધી શકશે. અસત્યના ખંડન અને સત્યના મંડન ઉપર એવાઓ એટલો પ્રેમ નથી ધરતા, કે જેટલો એવાઓ પોતાની નામનાનો પ્રેમ ધરે છે. પોતાની નામના ઉપર આવી પડતા નહિ જેવા ઘાથી પણ જેઓ ગરમાગરમ થાય છે, તેઓ જ્યારે શાસના ઉપર આવતા કારમા ઘા સમયે પણ શાંતિની વાતો કરે છે, ત્યારે ખરે જ તેઓની કુટિલતાભરી સન્માનપ્રિયતા ઝળકી ઉઠે છે. પ્રશસ્ત ક્રોધ એ સત્યનો પક્ષપાતી હોય છે, ત્યારે અપ્રશસ્ત ક્રોધ એ અસત્યનો પક્ષપાતી હોય છે. અપ્રશસ્ત ક્રોધ અસત્યનો પક્ષપાતી હોઇ, આત્માને ભાનભૂલો બનાવી અસત્ય બોલતો પણ બનાવી દે છે ! આથી, બીજા મહાવ્રતના રક્ષણની અભિલાષાવાળાએ, એનો પરિત્યાગ કરવો એ પણ અતિશય હિતાવહ છે. આવી ભાવનામાં એકરસ જેવા બની જવું જોઇએ. આવી ભાવનાના ભાવિતપણાના પ્રતાપે, અપ્રશસ્ત ક્રોધ સ્વપ્રમાં પણ નહિ આવે; અને કદાચ આવી. પણ જશે તોપણ તેનાથી ઉગરી જતાં પ્રાયઃ વાર નહિ લાગે. આવી દશા, બીજા મહાવ્રતના પાલકને માટે કેટલી બધી હિતાવહ છે, એમ બીજા મહાવ્રતના પ્રેમીને જ સમજાય તેમ છે. આ દશા વિના બીજા મહાવ્રતનું નિરતિચાર પાલન, એ અશક્ય વસ્તુ છે. આથી તેનું નિરતિચાર પાલન કરવાના અથિએ આ ભાવનાનેય આત્મસાત્ કરવી જ જોઇએ. સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને બોલવું -
૫- “આલોચનાપૂર્વકનું ભાષણ' આ નામની પાંચમી ભાવના છે. કોઇ પણ વચન બોલવા પૂર્વે સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને જ બોલવું, એ આ ભાવનાનો પરમાર્થ છે. સમ્યજ્ઞાનના ઉપયોગ વિના, બોલવાની ઇચ્છા નહિ છતાં અસત્ય બોલાઇ જાય છે. એના અભાવમાં વાત સાચી હોય પણ બોલવો. અહિતકર હોય, છતાંય તે અહિતકર થાય એ રીતિએ બોલી જવાય છે. આ હેતુથી સમ્યજ્ઞાનપૂર્વકના વિચાર વિનાનું બોલવું, એ પણ બીજા મહાવ્રતને દૂષિત કરવાનો જ માર્ગ છે, એમ સમજવું જોઇએ. “સમ્યજ્ઞાનપૂર્વકના વિચાર વિનાનું બોલવું એ અનર્થકારક હોઇને, એનો પરિત્યાગ એ હિતાવહ છે.” -એમ વિચારી, એવું બોલવાનો મારે ત્યાગ કરવો જ જોઇએ, આવી ભાવનામાં રહેતા મહર્ષિ, કદી પણ સમ્યકજ્ઞાનપૂર્વકની આલોચના વિના બોલતા નથી. આવા ઉપયોગમાં રત રહેતા મહર્ષિઓ, ખરેખર, બીજા મહાવ્રતનું નિરતિચાર પાલન કરી શકે છે. ગપ્પાં મારવાની કુટેવવાળા અને વાતોના વ્યસની, આ ભાવનાને આત્મસાત્ નથી કરી શકતા અને એથી. એ બિચારાઓ પોતાના બીજા મહાવ્રતને અસ્તોવ્યસ્ત કરી નાંખે છે. એવાઓ અવસરે અવસરે ગમાં મારવામાં અને વાતોના તડાકા મારવામાં એવા પણ રક્ત બની જાય છે કે એમાં અનેક સત્યો વટાઇ જાય છે અને અસત્યો બફાઇ જાય છે,એનો ખ્યાલ પણ તેઓને રહેતો નથી. ગપ્પાં અને વાતોને જ સ્વાધ્યાય માની બેઠેલાઓ, ભાગ્યે જ બીજા મહાવ્રતનું પાલન કરી શકે છે. આ પાંચમી ભાવનામાં
Page 85 of 211
Page #86
--------------------------------------------------------------------------
________________
મસ્ત મહર્ષિ સ્વપ્રમાં પણ નકામી વાતોને પસંદ નહિ કરે. બીજા મહાવ્રતની વિશુદ્ધિ માટે આ ભાવનાને પણ કોઇ પણ ભોગે આત્મસાત્ કરી લેવાની મુનિ માત્રની જ છે.
ત્રીજા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
‘હે ભગવન્ ! ત્રીજા મહાવ્રતમાં સર્વથા ચોરી કરવાનો ત્યાગ કરું છું. તેના હું પચ્ચક્ખાણ કરું છું. ગામમાં, નગરમાં, અરણ્યમાં, અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી, નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત કોઇ પણ વસ્તુ હું તેના માલિકની રજા સિવાય લઇશ નહીં, બીજા પાસે લેવરાવીશ નહિં, લેનારને સારો જાણીશ નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી હું ચોરી કરું નહીં, કરાવું નહીં કે કરનારને અનુમોદીશ નહીં. પૂર્વો ચોરી કરી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુ સાક્ષી ગહું છું, તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું
છું.
આ રીતે હે ભગવન્ ! સર્વથા ચોરી કરવાના ત્યાગરૂપ ત્રીજા મહાવ્રતમાં રહું છું' (૩) ત્રીજું મહાવ્રત-અસ્તેય ઃ
હવે ત્રીજું મહાવ્રત ‘અસ્તેય’ નામનું છે. લેવાની વસ્તુ પણ તેના માલીકે આપ્યા વિના નહિ લેવી જોઇએ. અદત્તનું ન લેવું, એ આ મહાવ્રતનું સ્વરૂપ છે. આ અદત્ત ચાર પ્રકારે છે : (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) તીર્થંકર અદત્ત અને (૪) ગુરૂ અદત્ત.
૧- તૃણ, કાષ્ઠ અને પત્થર આદિ કોઇ પણ વસ્તુ. એ વસ્તુના માલીકે આપ્યા વિના લેવી, એને સ્વામી અદત્તનું ગ્રહણ કહેવાય છે.
૨- બીજું જીવાદત્ત. એક જીવવાળી વસ્તુ છે અને એને આપવા માટે પણ એનો માલીક તૈયાર છે, પરન્તુ ખૂદ જીવ પોતે પોતાને અર્પણ કરવા તૈયાર નથી : એ સ્થિતિમાં તેને ગ્રહણ કરવી, એ જીવ અદત્તનું ગ્રહણ કહેવાય છે. દ્રષ્ટાન્ત તરીકે માનો કે-માતા-પિતાદિ પોતાના પુત્ર આદિને ગુરૂના ચરણમાં અર્પણ કરવાને તૈયાર છે, પણ જે પુત્ર આદિને તેઓ અર્પણ કરવાને તૈયાર છે, તેઓમાં પ્રવજ્યાના પરિણામ નથી. આવા પ્રવજ્યા-પરિણામથી શૂન્ય બાલકને, તેનાં માતા-પિતાદિની સંમતિપૂર્વક પણ દીક્ષા આપનાર જીવાદત્તનો લેનાર ગણાય.
૩- ત્રીજું તીર્થંકરાદત્ત. આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિ લેવાની શ્રી તીર્થંકરદેવોની મના છે : એટલે તેના માલીકથી દેવાતા અને નિર્જીવ એવા પણ તેઆધાકર્મિકાદિ દોષોથી દૂષિત આહારનો સ્વીકાર કરવો, એ શ્રી તીર્થંકર અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય.
૪- હવે ચોથું ગુરૂ અદત્ત. આધાકર્મિક આદિ દોષોથી રહિત એવા પણ આહાર આદિને, એના માલિકે તે આપેલા હોવા છતાં પણ, ગુરૂની આજ્ઞા વિના ઉપયોગમાં લઇ શકાય નહિ. ગુરૂની આજ્ઞા વિના તેવા આહાર આદિને ઉપયોગમાં લેવાય, તો તે ગુરૂ-અદત્તનું ગ્રહણ કહેવાય. ગુરૂઆજ્ઞા વિના સ્વામિદત્ત નિર્દોષ પણ આહારાદિનું ગ્રહણ કરવું, એ ગુરૂ-અદત્ત જ છે.
આ ચારેય પ્રકારના અદત્તનો પરિત્યાગ, એનું નામ ત્રીજું મહાવ્રત છે. એક સામાન્ય તરણા જેવી વસ્તુ પણ એના માલિકની આજ્ઞા વિના લેવાની મના આ મહાવ્રતમાં આવે છે. એ જ રીતિએ
Page 86 of 211
Page #87
--------------------------------------------------------------------------
________________
સોલ વરસની અંદરનો બાલ માતા-પિતા આદિની માલિકીમાં ગણાય છે, એટલે તેઓ તેને આપવા તૈયાર હોય, એ સ્થિતિમાં જો કે સ્વામી-અદત્તનો પ્રશ્ન નથી રહેતો, પરન્તુ માતા-પિતા આદિ આપવાને તૈયાર હોવા છતાં પણ જો બાલ પોતે તૈયાર ન હોય, તો તેવા બાલને લેવાની મના છે : કારણ કે-એ જીવ અદત્ત ગણાય છે. અનંતજ્ઞાનિઓએ ક્રમાવેલા કારણ વિના આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિક લેવાની મના એટલા માટે છે કે-એ શ્રી તીર્થંકર-અદત્ત છે અને શુદ્ધ આહારાદિનો પણ ગુરૂની આજ્ઞા વિના ઉપયોગ કરવો એ ગુરૂ-અદત્ત છે. આ ચારે અદત્તનો પરિત્યાગ આ ત્રીજા મહાવ્રતમાં સમાય છે. અવગ્રહની યાચના વિચારીને જ રવી -
અદત્તના આદાનથી ત્રિવિધે ત્રિવિધે વિરામ” -એ પ્રકારના સ્વરૂપવાળા ત્રીજા મહાવ્રતને સુરક્ષિત રાખવા માટે પણ ઉપકારિઓએ પાંચ ભાવનાઓ ક્રમાવી છે. એ પાંચ ભાવનાઓમાં
૧- પહેલી ભાવના ‘આલોચના પૂર્વક અવગ્રહની યાચના' –આવા સ્વરૂપની છે. સાધુઓએ પરના સ્થાનમાં રહેવાનું છે, એ વાત તો ખૂબ જ સુપ્રસિદ્ધ છે. અનગાર એટલે ઘરનો પણ ત્યાગી. જેને પોતાનું સ્થાન કોઇ પણ સ્થાને નથી, એવી દશામાં રમતા મુનિને માટે આ ભાવના પણ ખૂબ જ આવશ્યક છે. સંયમના સુવિશુદ્ધ પાલન માટે અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ વિહરતા મુનિને, કોઇની માલિકીના મકાનમાં જ રહેવાનું હોય છે અને એ મકાન માલિકની આજ્ઞા મુજબ જ ઉપયોગમાં લેવાનું છે : એટલે એ માલિક પાસે મનથી વિચારીને જ જેટલા સ્થાનની જરૂર હોય એટલું યાચીને લેવાનું છે. યાચ્યા પછી પણ આપે તો જ લેવાનું છે, પણ હુકમથી નહિ. એ વસતિ જ અવગ્રહ કહેવાય છે. એ યાચતાં પહેલાં મનથી વિચારી લેવાનું રહે છે; કારણ કે-અવગ્રહ પાંચ પ્રકારનો છે. એક દેવેંદ્રનો અવગ્રહ અને તે દક્ષિણ લોકાદિ : બીજે રાજા એટલે ચક્રવર્તિનો અવગ્રહ અને તે ભારતવર્ષાિિદ : ત્રીજો ગૃહપતિ એટલે મંડલના અધિપતિનો અવગ્રહ અને તેનું મંડલ આદિ : ચોથો શય્યાતર એટલે વસતિના સ્વામિનો અવગ્રહ અને તે તેનું ઘર આદિ : તથા પાંચમો સાધર્મિક એટલે સાધુઓનો અવગ્રહ અને તે શય્યાતરે-વસતિના સ્વામિએ તેઓન આપેલ ઘર આદિ. આ પાંચમા પૂર્વ-પૂર્વનો બાધ્ય છે અને ઉત્તર-ઉત્તરનો બાધક છે. જો આમ ન હોત, તો સાધુઓને પ્રાય: કોઇનીય પાસે વસતિ માગવાની જરૂર જ ન રહેત : કારણ કે-દક્ષિણ લોકાર્ધ શ્રી. સૌધર્માધિપતિનો છે અને ઉત્તર લોકાર્ધ શ્રી ઇશાનાધિપતિનો છે. આ બન્નેય સમ્યગ્દષ્ટિઓ છે અને તેઓ તો પોતાના અવગ્રહમાં એટલે માલિકીના સ્થાનમાં મુનિઓ નિરાબાધપણે વિહરો, એવી જ ઇચ્છાના સ્વામિઓ છે. પણ દેવેંદ્રનો અવગ્રહ પણ ચક્રવર્તિની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : ચક્રવર્તિનો અવગ્રહ પણ મંડલાધિપતિની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : મંડલાધિપતિનો અવગ્રહ પણ શય્યાતર એટલે મકાનના માલિકની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : અને શય્યાતરનો અવગ્રહ પણ જો એ પ્રથમ આવેલ સાધુઓને આપી ચૂકેલ હોય, તો તે સાધુઓની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય. આ માટે અવગ્રહની યાચના ખૂબ વિચાર પૂર્વક જ કરવાની હોય. છે. રાજગુરૂ પણ મકાનના માલિક પાસે રાજાના નામે વસતિની યાચના ન કરે અને જેમનો શય્યાતર ભક્ત હોય તેવા સાધુઓ શય્યાતરના બળે વસતિમાં રહેલા સાધુઓ પાસે અવગ્રહની યાચના ના કરે. આ જાતિના વિચારપૂર્વક, નિર્દભભાવે અને નિરભિમાનપણે, વસતિના માલિકને અપ્રીતિ ના
Page 87 of 211
Page #88
--------------------------------------------------------------------------
________________
થાય અગર તો વિના ઇરછાએ પણ તેને વસતિ આપવાજોગી સ્થિતિમાં મૂકાવું ન પડે, એવી રીતિએ મુનિઓએ વસતિની યાચના કરવી જોઇએ. અત્યારે ઇંદ્ર પાસે કે ચક્રવર્તિ પાસે વસતિ યાચવાનો પ્રસંગ આવે એમ નથી, પણ મંડલાધિપતિ આદિ પાસે માગી શકાય એવો પ્રસંગ છે. માની લો કે એક કોઇ આજનો અમુક પ્રદેશનો રાજા ભક્ત છે અને એના રાજ્યમાં આપણે વિહરીએ છીએ, એટલે એને જ આપણે કહી દઇએ કે- “સ્થળે સ્થળે સારા સ્થાનની વ્યવસ્થા થાય તો ઠીક.” –એટલે એ સર્વત્ર હુકમો આપે : હવે સ્થળ સ્થળના મકાનમાલિકોની ઇચ્છા ન હોય તોય રાજાના હુકમથી તેઓને પોતાનાં મકાનો ખોલી આપવાં પડે, તો એ વસ્તુતઃ સાચી અવગ્રહયાચના નથી. વસતિના માલિક પાસે પણ એને અપ્રીતિ ન થાય, એ રીતિએ સમજાવીને જ અવગ્રહની યાચના કરવી જોઇએ. એ જ રીતિએ પ્રથમ આવીને કોઇ સાધઓ મકાનના મિલાક પાસે વસતિ માગીને રહ્યા છે : એ પછી કોઇ સાધુઓ આવ્યા, કે જે સાધુઓનો વસતિનો માલિક ભક્ત હોય : હવે જો એની પાસે જ અન એ જ વસતિ માગવામાં આવે, તો શું થાય ? મકાનનો માલિક પાછળથી આવેલા સાધુઓને હા પાડે અને પ્રથમના સાધુઓની ઇચ્છા ન હોય છતાં પણ માલિકના કહેવાથી પહેલાંના સાધુઓને પોતે યાચી લીધેલા સ્થાનમાં જગ્યા આપવી પડે : પણ એ રીતિની યાચનાય શાસ્ત્રવિહિત નથી. ઘણી વાર આવો જાતિની આજ્ઞા બહારની યાચનાથી પરસ્પર વિરોધ આદિ અનેક દોષો સરજાય છે અને એના પરિણામે અદત્તપરિભોગજનિત પાપકર્મ બંધાય છે. વસતિનો માલિક સમર્થ હોય તો રાજાના હુકમની સામે થઇને પણ ભયંકર ધાંધલ રાજ્યમાં ઉભું કરે છે અને પરિણામે રાજા-પ્રજા વચ્ચે વૈમનસ્ય વધે છે. આથી પણ પ્રસંગ પામી એવા મકાનના માલિકને રાજા કોઇને કોઇ નિમિત્તથી
Iલ આદિ કરે અથવા મકાનનો માલિક સમર્થ હોય તો રાજાને પણ ગાદી ઉપરથી ઉઠાડી. મૂકવાની પ્રવૃત્તિ આચરે-આવી આવી અનેક ઉપાધિઓ આ લોકમાં જ ઉભી થઇ જાય. એ જ રીતિએ, પ્રથમ આવીને ઉતરેલા સાધુઓ વસતિના માલિકના કહેવાથી કદાચ રોષે ભરાય, વસતિ ખાલી કરીને ચાલ્યા જાય અથવા તો “નથી આપતા, તેં અમને પ્રથમ આપી છે અને અમારી મુદત પૂરી થયા પછી જ તું બીજાને આપી શકે છે.” –આવી આવી ધાંધલમાં પડી જાય, તો આ લોકમાં અકાલે અનેક જાતિના ઉપદ્રવો મચવાનો સંભવ છે. સાધુઓના એવા પ્રલાપથી કદાચ એમેય બને કે-વસતિનો માલિક રોષે ભરાઇને સાધુઓને કાઢવા પણ તૈયાર થાય અને કાઢી પણ મૂકે ! આ કારણે, પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓએ પૂર્વ-પૂર્વના અવગ્રહને બાધ્ય જણાવી ઉત્તર-ઉત્તરના અવગ્રહને બાધક જણાવ્યો છે અને વિચાર પૂર્વક અવગ્રહને યાચવો જોઇએ-એવી આજ્ઞા માવી છે. જો આ આજ્ઞાનો અમલ કરવામાં ન આવે તો આ લોકમાં પરસ્પર વિરોધ દ્વારા અકાલે કાઢવા આદિના પ્રસંગો રૂપ દોષો જન્મ અને પરલોકમાં અદત્ત-પરિભોગજનિત પાપકર્મને ભોગવવાનો પ્રસંગ ઉભો થાય. આ કારણે, ખૂબ વિચારપૂર્વક અવગ્રહ યાચવાની ભાવનાને આત્મસાત્ બનાવી દેવી, આ પણ બીજા વ્રતના સુવિશુદ્ધ પાલક માટે ખૂબ જ જરૂરી છે. વસતિ સંબંધી કુસ્પૃહાઓ -
અભિમાન અને લાગવગ આદિથી સારી સારી વસતિઓને શોધનારા સાધુઓ આ પ્રથમ ભાવનાને આત્મામાં ઓતપ્રોત બનાવી શકતા નથી. વસતિની બાબતમાં સાધુઓએ સુકોમળ બનવું, સારી જ વસતિ જોઇએ એવો આગ્રહ સેવનારા બનવું, એ બહુ ભયંકર છે. દુનિયામાં એવા
Page 88 of 211
Page #89
--------------------------------------------------------------------------
________________
અનેક આત્માઓ છે, કે જેઓને બેસવાની જગા પણ મળતી નથી અને એથી તેઓને કમને પણ અનેક દુઃખો પાપના ઉદયથી વેઠવાં પડે છે જ્યારે મુનિઓએ તો ઇરાદાપૂર્વક એવી તકલીફો વેઠવા દ્વારા કર્મક્ષય સાધવા માટે જ અનગારપણું સ્વીકાર્યું છે. આમ છતાં પણ, તેઓ ગૃહસ્થો કરતાંય અધિક અનુકૂળતાવાળાં મકાનો ઇચ્છે અને એવાં મકાનો મેળવવાને માટે ગૃહસ્થોને પણ ટપી જાય એવી ભાવનાઓ અને પ્રવૃત્તિઓ આચરે, તો તેઓ નામના જ સાધુ રહી જાય છે. વસતિના વિષયમાં તેવા પ્રકારની કુસ્પૃહાઓથી રહિત મહર્ષિઓ જ આ ભાવનાને જીવનમાં જીવી શકે છે, અને ત્રીજા મહાવ્રતની નિર્મલતાને સુરક્ષિત રાખી એના સાચા પાલન દ્વારા આ જીવનમાં સમાધિમય દશાને અનુભવી, પરલોકને સુધારી, શ્રી સિદ્વિપદને નજીક બનાવી શકે છે. અવગ્રહની પુનઃ પુનઃ યાચના ક્રવીઃ
૨- ત્રીજા મહાવ્રતની બીજી ભાવના વારંવાર અવગ્રહની યાચના' -આ નામની છે. એક વાર સ્વામિએ આપેલ અવગ્રહને પણ પૂનઃ પુનઃ યાચવો એ જરૂરી છે. આ ભાવના વસતિના દાતાને અપ્રીતિ ન થાય, એ હેતુથી ખૂબ જ જરૂરી છે. વિના કારણે, વિહારની તકલીફ નહિ ભોગવવાના હેતુથી અને એક સ્થાનના મમત્વ આદિથી નિયતવાસ જેવી દશાને લઇને મઠધારી જેવા જેઓ બની ગયા છે, તેઓને તો આ ભાવના જચવી પણ મુશ્કેલ છે. વિહરતા મુનિઓએ વસતિ સાધુઓ માટે દુર્લભ ન બને અને સંયમની સાધના સારી રીતિએ કરી શકાય, એ કારણે શય્યાતરને અપ્રીતિ ના થાય એ ખૂબ જાળવવાનું છે. વસતિ આપનારને અપ્રીતિ ન થાય, એવી રીતિએ વર્તવાથી નિ:સ્પૃહતા નથી ચાલી જતી અને- “અમારે શું? અમને એની અપ્રીતિની શી પરવા છે ?' –આવાં આવાં વાક્યો બોલવાથી નિ:સ્પૃહતા નથી આવી જતી. અનુકૂળતા માટે આજ્ઞા લંઘવાથી બચવામાં નિ:સ્પૃહતા છે. એક વસતિ માગીને એમાં રહ્યા પછી અકસ્માત સાધુની ગ્લાન અવસ્થા થઇ અને એ અવસ્થામાં થંડીલ, માનું આદિ મકાનમાં જ કરવા જેવી અવસ્થા આવી તેમજ હાથ-પગ આદિ ધોવાના પ્રસંગ પણ મકાનમાં જ આવે, એવે અવસરે પણ વારંવાર વસતિના માલિકને પૂછવું જોઇએ કે- “અહીં આ રીતિએ કરવામાં હરકત તો નથી ને ?' આવી રીતિએ વારંવાર પૂછવાથી વસતિના દાતાને પ્રેમ થાય છે કે- “આ સાધુઓ કેટલા બધા ઉમદા છે કે-એક વાર મકાન આપ્યા છતાં પણ પુનઃ પુનઃ પૂછે છે અને આવી સ્થિતિમાં પણ પૂછયા વિના મકાનનો ઉપયોગ કરતા નથી.” વસતિના માલિકને મનમાં પણ દુ:ખ કરવાનો પ્રસંગ ન આવે, એ માટે વારંવાર યાચના એ આવશ્યક છે. આ બીજી ભાવના માટે ખૂબ જ લઘુતા આવશ્યક છે. સ્વીકૃત વ્રતના પાલન માટે કરવાજોગું કરવામાં લઘુતા માનવી, એ મહા મૂર્ખાઇ છે. વસતિના દાતાને ચિત્તમાં પીડા ન થાય, એ હેતુથી એટલે દાતાના ચિત્તની પીડાના પરિવાર માટે પુનઃ પુનઃ યાચના કરવાની આજ્ઞા માવનારા પરમર્ષિઓ અનંતજ્ઞાની હતા, એ કદી પણ ભૂલવા જેવું નથી. ‘એક વાર માગી લીધા પછી પુનઃ પુન: માગવાની જરૂર શી ?' –આવી શંકા કરવી એય સારૂં નથી. અનંતજ્ઞાનિઓ જે આજ્ઞા માવે, એમાં જરૂર કલ્યાણ જ હોય આજ્ઞા સમજવા માટેની શંકા એ જુદી વસ્તુ છે અને આજ્ઞાને ઉડાવવા માટેની શંકા એ જુદી વસ્તુ છે. આ આજ્ઞાના પાલનમાં પણ કલ્યાણ જ છે-એમ સમજી લઇને માગેલ અવગ્રહમાં પણ પુનઃ પુનઃ યાચના કરતા રહેવું જોઇએ અને પુનઃ પુનઃ યાચના કરવા દ્વારા આ ત્રીજા મહાવ્રતને ખૂબ જ નિર્મલ રાખવું એ જરૂરી છે. સંયમસાધના માટે વસતિ આપનારના અંતરમાં અપ્રીતિ થાય
Page 89 of 211
Page #90
--------------------------------------------------------------------------
________________
એવું વર્તન એ ઘણું જ ભયંકર વર્તન છે. એવા ભયંકર વર્તનથી બચવા માટે આ ભાવના આત્મસાત્ કરવી, એ કલ્યાણકામી માટે એકાંતે કલ્યાણને કરનારી વસ્તુ છે.
ક્ષેત્રાદિના પ્રમાણની વ્યવસ્થા ઃ
3- ત્રીજા મહાવ્રતની ત્રીજી ભાવના- ‘અમુક પ્રમાણવાળું જ ક્ષેત્ર આદિ જ મારે ઉપયોગી છે, આ પ્રમાણે અવગ્રહની વ્યવસ્થા કરવી.' -એવા સ્વરૂપની છે. આ જાતિની વ્યવસ્થા કરી લેવાથી એટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ઉભા રહેવા આદિની ક્રિયા કરવા છતાં પણ, દાતાને ઉપરોધ કરનારા થવાનું કારણ રહે નહિ. જો એ જાતિની વ્યવસ્થા કરવામાં ન આવી હોય, તો દાતાના ચિત્તમાં વિપરીત પરિણામ થવાનો સંભવ છે અને પોતાને પણ અદત્તપરિભોગજનિત કર્મબન્ધ થવાની સંભાવના છે. વસતિના આપનારે થોડા વિભાગની અનુજ્ઞા આપવાનું મનમાં રાખ્યું હોય અને આપણે અધિક વિભાગ મનમાં રાખ્યો હોય, તો અધિક વાપરવાથી વસતિ આપનારને અપ્રીતિ થવાનો અને- ‘હવે કદી જ સાધુઓને વસતિ આપીશ નહિ.' -એવા વિપરીત પરિમામ થવાનો પણ પ્રસંગ આવે તેમ જ સાધુનેય અદત્ત એટ્લે નહિ આપેલ ક્ષેત્રના પરિભોગનો પ્રસંગ આવે. આ બન્નેય વસ્તુઓ હાનિ કરનારી છે. જેઓ માલિકની રજા લીધા વિના એની આખીએ જગ્યામાં બેસવા-ઉઠવાનું આચરે છે, તેઓ જરૂર અદત્તનો પરિભોગ કરવાનું પાપકર્મ બાંધે છે. એવા સાધુઓ, સંભવિત છે કે વસતિના દાતારમાં પણ વિપરીત પરિણામ પેદા કરનારા બને. આ બન્નેય દોષોથી બચવાને માટે અને બચીને ત્રીજા મહાવ્રતને દૂષણરહિતપણે પાળવાને માટે, આ ત્રીજી ભાવના પણ કદી જ વિસરવા જેવી નથી : એટલું જ નહિ, પણ હૃદયસ્થ કરવા જેવી છે, એ શંકા વિનાની વાત છે.
સાધર્મિકો પાસે અવગ્રહની યાચના :
૪- ત્રીજા મહાવ્રતની ચોથી ભાવના છે- ‘સાધર્મિકો પાસેથી અવગ્રહની યાચના' નામની. ધર્મને જેઓ આચરે છે, તેઓ ધાર્મિક કહેવાય છે. સમાન ધાર્મિકોને સાધર્મિક કહેવાય છે. એક શાસનને પામેલા સાધુઓ, એ પરસ્પર સાધર્મિકો છે. પ્રથમથી ક્ષેત્રને ગ્રહણ કરીને રહેલા સાધુઓ પાસે અવગ્રહ યાચવો જોઇએ અને તેમણ ગ્રહણ કરેલા અવગ્રહમાં તેઓની અનુજ્ઞાથી જ વસવું જોઇએ : અન્યથા, ચોરી લાગે. આ વસ્તુ પ્રથમ ભાવનામાં આવી જાય છે, છતાં આ વધુ મહત્ત્વની છે એ સમજાવવા આને ચોથી ભાવના તરીકે સ્થાન આપ્યું છે. ઘણા એવા છે કે- ‘સાધુને વળી પોતાનું કેવું ? માટે એમની પાસે માગવાની કશી જ જરૂર નથી.' એમ કરીને બળવાન હોયતો અન્ય ગ્રહણ કરેલી વસતિમાં પોતે બેસી જાય છે : પણ એ ચોરી જ છે, એ વાતને એવાઓએ ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઇએ. આ ભાવનાથી અને આ ભાવનાના અમલથી સાધર્મિકોમાં તેવા કારણે પરસ્પર વૈમનસ્ય થવાનો પ્રસંગ કદી જ ઉભો થતો નથી અને ચારીના દોષથી બચી જવાય છે. આથી, ત્રીજા મહાવ્રતને સુવિશુદ્ધ રીતિએ પાળવા માટે, આ ભાવનાને પણ અવશ્ય આત્મસાત્ કરવી જોઇએ. આ ભાવના ત્રીજા મહાવ્રતને નિર્મલ રાખવા સાથે, સાધર્મિકોમાં પરસ્પર સુન્દર પ્રકારના સાધર્મિકભાવને પ્રગટાવી સુદ્રઢ બનાવે છે. આ વ્યવહાર ધર્મવૃદ્ધિનું પ્રબળ કારણ છે. જે ભાવનાથી
Page 90 of 211
Page #91
--------------------------------------------------------------------------
________________
ધર્મ વધે અને અધર્મ થતો અટકે, તે ભાવનાને ક્ષણ પણ અલગ કરે, એવો નિર્ભીક કોણ હોય ? ત્રીજા મહાવ્રતનો પ્રેમી તો એવી ભાવનાને આત્મા સાથે એકમેક જ કરી દે. ગુરૂની આજ્ઞા માનવાની જરૂર :
૫- ત્રીજા મહાવ્રતની પાંચમી ભાવના- “અનુજ્ઞાપિત પાનાન્નાશન' -આ નામની છે. આ ભાવનાનો પરમાર્થ એ છે કે “સૂત્રોક્ત વિધિથી પ્રાસુક, એષણીય અને કાનીય એવા મળેલા પાન અને અન્નને લાવ્યા બાદ, આલોચના પૂર્વક ગુરૂ સમક્ષ નિવેદન કરીને, ગુરૂની અનુજ્ઞા પામ્યા પછી જ માંડલીમાં અથવા તો એકલા એનું પાન અથવા ભોજન કરવું જોઇએ.’ શુદ્ધ રીતિએ મળેલા અન્ન-પાનનો ઉપયોગ પણ ગુરૂની આજ્ઞા વિના કરવો, એ પ્રભુશાસનમાં ચોરી છે. કોઇ પણ જાતિનાં ધર્મોપકરણોનો પણ પરિભોગ ગુરૂની આજ્ઞા વિના કરવો, એય આ શાસનમાં ચોરી મનાય છે. આ કારણે- “કોઇ પણ વસ્તુનો ભોગ કે ઉપભોગ મારા જીવનમાં મારાથી ગુરૂની આજ્ઞા વિના ન થવો જોઇએ. આવી મનોદશા સાધુ માત્ર કેળવવી જોઇએ અને એ જ આ ભાવનાનું રહસ્ય છે. આવી સમર્પિત મનોદશા વિના સાધુપણું અને વિશેષતયા ત્રીજું મહાવ્રત, એ જીવનમાં શુદ્ધ રીતિએ જીવાવું એ શક્ય નથી. સ્વચ્છંદી આત્માઓ માટે આ ભાવના ભયંકર છે. રસલપટો અને સુંદરતાના શોખીનો સમજે છે કે-રસલપટતાના પોષણ માટેની અને સુંદરતાના શોખને ખીલવનારી આજ્ઞા મળવી એ શક્ય નથી, પણ લોકમાં જો સારી રીતિએ પૂજાવું હોય તો ગુરૂની પાસે રહેવું અતિશય જરૂરી છે. આથી તેઓ ગુરૂની સાથે તો રહે, પણ તેમનો લગભગ એવો નિશ્ચય જ હોય છે કેઆપણી ઇચ્છામાં આડે આવે એવી ગુરૂની આજ્ઞા તરફ ધ્યાન જ આપવું નહિ.” આવી મનોદશાના. સ્વામી સ્વચ્છેદિઓ હોય છે. એવા સ્વચ્છ%ચારિઓ ગુરૂની આજ્ઞા માનવા માટેની ફ્રજ પાડનારી. આ ભાવનાની છાયામાં પણ રહેવાનું પસંદ ન કરે એ સ્વાભાવિક છે. એવાઓ માટે ગુરૂકુલવાસ હોવા છતાં, ન હોવા કરતાંય ભયંકર છે. એવાઓ ગુરૂકુલવાસમાં રહેવા છતાં પણ, ગુરૂની આશાતના જ કરનારા છે ગુરૂની આજ્ઞાની દરકાર જ નહિ રાખનારા અને ઇરાદાપૂર્વક આજ્ઞાથી વિરૂદ્ધ વર્તનારા તથા સાધુવાસમાં પણ ગૃહસ્થાચારને જ જીવનારા, એ ગુરૂના ભયંકર દ્રોહિઓ જ છે. એવામાં આ ભાવના સામે હલ્લો જ કરે. ‘વાત વાતમાં ગુરૂને પૂછવાની જરૂર શી ?' –આવું આવું બોલીને તેઓ ગુરૂની આજ્ઞાનો જ સમુદાયમાંથી નાશ કરનારા બને છે ગુરૂ ઉપર પક્ષપાત આદિના આરોપો ચઢાવીને ગુરૂને જ અકિંચિકર બનાવી દઇ, એ સ્વચ્છેદિઓ સમુદાયમાં સ્વચ્છેદાચારનું જ સામ્રાજ્ય પ્રવર્તાવનારા હોય છે. આ દશા સાધુપણાથી વંચિત બનાવી સાધુપણાને દુર્લભ બનાવે છે. આજ્ઞામય જીવન જીવવામાં જ કલ્યાણ છે.” -એવી ભાવનાથી રંગાઇ ગયા વિના, કોઇ પણ રીતિએ કલ્યાણ નથી. આવી ભાવનાવાળો જ આ પાંચમી ભાવના આત્મસાત્ કરી શકે. ગુરૂની આજ્ઞા વિના, એક પણ વસ્તુનો ઉપયોગ, એ ત્રીજા મહાવ્રતની ઉપર કારમો હલ્લો છે. ત્રીજા મહાવ્રતની રક્ષા માટે ગુરૂઆજ્ઞા એ એક અમોધ સાધન છે. એની ઉપેક્ષા, એ ત્રીજા મહાવ્રતની ઉપેક્ષા છે. ત્રીજા મહાવ્રતની રક્ષાને ઇચ્છતા આત્માએ તો, સદગુરૂની આજ્ઞાને જ દીવાદાંડી બનાવવી જોઇએ.
ચોથા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
Page 91 of 211
Page #92
--------------------------------------------------------------------------
________________
‘હે ભગવન્ ! ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતમાં સર્વથા મૈથુનનો (વિષયસેવનનો) ત્યાગ કરું છું, તે મૈથુન દેવ સમ્બન્ધી, મનુષ્ય સમ્બન્ધી કે તિર્યંચ સમ્બન્ધી હું પોતે સેવું નહીં, બીજા પાસે સેવરાવું નહીં, સેવતાને સારો જાણું નહીં. જીવનપર્યંત ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી મૈથુન સેવું નહીં, સેવરાવું નહીં, સેવતાને અનુમોદીશ નહીં. પૂર્વે તેવી પ્રવૃત્તિ કરેલી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુ સાક્ષીએ ગહુ છું. તે અસત્ અધ્યવસાયથી તે આત્માને વારું છું.'
આ રીતે હે ભગવન્ ! સર્વથા મૈથુનનો ત્યાગ કરવારૂપ ચોથા મહાવ્રતમાં રહું છું. (૪) ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય :
બ્રહ્મચર્ય, એ ચોથું મહાવ્રત છે. કામો બે પ્રકારના છે : એક દિવ્ય એટલે વૈક્રિય શરીરથી ઉત્પન્ન થતા અને બીજા ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા. આ બેય પ્રકારના કામોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદના રૂપે પણ ત્યાગ કરવો, એનું નામ ‘બ્રહ્મચર્ય’ નામનું ચોથું મહાવ્રત છે. વૈક્રિય શરીરથી ઉત્પન્ન થતા કામો અને ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા કામોને હું મનથી, વચનથી અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ-આ રીતિએ એ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. એ અઢારે પ્રકારના અબ્રહ્મનો ત્યાગ આ ચોથા મહાવ્રતમાં આવે
છે.
24. અઢાર પ્રકાર શી રીતિએ ?
મનથી કરૂં, કરાવું અને અનુમોદું નહિ-એ ત્રણ. એજ રીતિએ વચનના ત્રણ અને કાયાના પણ ત્રણ. કુલ નવ ભેદ થયા. તેને બેએ ગુણો : કારણ કે-તે ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારનાં શરીરોથી ઉત્પન્ન થતા કહ્યા છે. આ રીતિએ અઢાર પ્રકાર થાય. ચોથા મહાવ્રતને ધરનારા મહાત્માઓએ આ અઢારે પ્રકારે થતા અબ્રહ્મનો પરિત્યાગ કરવાનો છે.
સ્ત્રી આદિવાળી વસતિ આદિના
ત્યાગ રૂપ ચોથા વ્રતની પહેલી ભાવના :
હવે ‘સર્વ પ્રકારે મૈથુનથી વિરમણ-નામ પરિત્યાગ' એવા સ્વરૂપવાળું જે ચોથું. મહાવ્રત છે, તેની ભાવનાઓ પણ પાંચ છે. એ પાંચ ભાવનાઓ, કે જે ચોથા મહાવ્રતને સુવિશુદ્ધ રાખવા માટે સમર્થ છે, તેમાંની
૧- પ્રથમ ભાવના -‘ સ્ત્રી, પંઢ અને પશુવાળી વસતિ, આસન અને કુડયાન્તરનો પરિત્યાગ.' -આ છે. બ્રહ્મચર્યને સુવિશુદ્ધપણે પાળવા ઇચ્છતા મહર્ષિઓ સદાય સ્ત્રીઓ, નપુંસકો અને પશુઓ જ્યાં હોય એવી વસતિનો, એવા આસનનો અને એવા કુડયાન્તરનો પરિત્યાગ કરવાની ભાવનામાં જ ઉજમાળ હોય. સ્ત્રીઓ સચિત્ત અને અચિત્ત એમ ઉભય પ્રકારની છે. દેવસ્ત્રીઓ અને મનુષ્ય-સ્ત્રીઓ, એમ બે પ્રકારની સચિત્ત સ્ત્રીઓ છે અને ચિત્રકર્મ આદિથી બનાવેલી સ્ત્રીની આકૃતિઓ એ અચિત્ત સ્ત્રીઓ છે. ‘આવી સ્ત્રીઓવાળી વસતિનો અને તેવા પ્રકારના આસન આદિનો ઉપભોગ, એ બ્રહ્મચર્યમાં વિઘ્નકર હોવાથી, એનો પરિત્યાગ કરવો ખૂબ જરૂરી છે.’-એવા વિચારમાં બ્રહ્મચર્યનો પ્રેમી ખૂબ જ મક્કમ હોય. અગ્નિ કરતાં પણ સ્ત્રીઓનો પ્રસંગ ભયંકર છે.
Page 92 of 211
Page #93
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓનાં ચિત્રો એ પણ વિષયની વાસના જગાડવાને માટે ગજબનાક સામગ્રી છે. સ્ત્રીઓના સહવાસમાં અને સ્ત્રીઓનાં ચિત્રોવાળા મકાનમાં અથવા તેવા પ્રકારના આસનમાં રહેવાની વૃત્તિવાળા જરૂર ભયંકર મનોદશાના સ્વામિઓ છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ માનવાનું કારણ નથી. સ્ત્રીઓ અને સ્ત્રીઓનાં ચિત્રોવાળી વસતિ અને તેવા પ્રકારનું આસન જેમ ત્યાજ્ય છે, તેમ નપુંસકાવાળી વસતિ અને તેવા પ્રકારનું આસન પણ ત્યાજ્ય છે. “પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ.'-આ ત્રણ પ્રકારના વેદો છે. આ ત્રણ વેદોમાં ત્રીજો વેદ એ ભયંકર છે. એ ત્રીજા વેદના ઉદયવાળા આત્માઓ મહામોહકર્મવાળા હોઇ, સ્ત્રીઓ અને પુરૂષો-એ ઉભયના સેવનમાં રક્ત હોય છે. એવા આત્માઓના વસવાટવાળી વસતિનો અને તેવાઓથી સેવાતા આસનનો પરિત્યાગ, એ પણ બ્રહ્મચર્યના સુવિશુદ્ધ પાલન માટે આવશ્યક છે-આવી ભાવના પણ સાચા બ્રહ્મચારીના અંતરમાં અવિરતપણે વર્તનાર હોય. સંભાવ્યમાન મૈથુનવાળાં પશુઓ, જેવાં કે-ગાય, ભેંસ, ખચરી, ગધેડી, બકરી અને બોકડી આદિ, એ વસેલાં હોય એવી વસતિ અને એવું આસન, એ પણ તજવા યોગ્ય છે. એ જ રીતિએ એવી ભીંત આદિના એવા આંતરે રહેવાનો પણ ત્યાગ કરવો જોઇએ, કે જ્યાં રહ્યાં થકાં દમ્પતિના મોહ પમાડનાર શબ્દો સંભળાય. બ્રહ્મચર્યના ભંગમાં એવા શબ્દોનું શ્રવણ પણ કારણ બની જાય છે. આથી એનોય પરિત્યાગ કરવો એ જરૂરી છે. આવી વસતિ અને આસન તથા કુડ્યાન્તરના આસેવનથી કેવી કેવી રીતિએ નુક્સાન થાય, એ વાત સમજાવવાને માટે વિશેષ વિવેચનની જરૂર નથી. તમે જો તમારો અનુભવ સમ્યપણે વિચારો, તોપણ તમને આ વાત સહેલાઇથી સમજાઇ જાય એવી છે. આ ત્રણના પરિત્યાગની મનોદશા, એ ચાથા મહાવ્રતની પ્રથમ ભાવના છે. આજે આ ભાવના સામે પ્રબળ વિરોધ કરનારા અનેક દમ્મશીલ આત્માઓ જમ્યા છે, પણ વર્તમાનમાં આ ભાવનાનેય મુનિઓએ ખૂબ જ દ્રઢ બનાવવી એ જરૂરી છે. આના વિના ચોથા મહાવ્રતની વિશુદ્ધિ કલંકીત થવી એ અતિશય સંભવિત છે, માટે આમાં સહજ પણ શિથિલતા આવવા દેવી નહિ. તીવ્ર કામવાસનાના પ્રતીક સમાં મકાનો -
આજે સારા ગણાતા ગૃહસ્થોનાં ઘરો પણ કામજનક ચિત્રોથી ભરપૂર બનવા લાગ્યાં છે. આદર્શ ચિત્રોનું સ્થાન આજે કામજનક ચિત્રોએ લીધું છે. ચાહે તેટલા ઉપદેશથી પણ આજે આનો બહિષ્કાર અશક્યપ્રાયઃ બન્યો છે. અબ્રહ્મનો ત્યાગ નહિ કરી શકનારા ગૃહસ્થો માટે પણ આ નામોશીજનક જ વસ્તુ છે. તેઓ આવી કામજનક ચિત્રશાળાઓ ઉભી કરે, એ તો તેઓના અંતરમાં રહેલી તીવ્ર કામવાસનાનું પ્રતીક છે. એવાઓનું અંતર સદાય કામવાસનાઓથી જળતું રહે છે. એવાઓ જીવનમાં કયી વખતે અનાચારના માર્ગે ઉતરી જાય, એ કલ્પવું મુશ્કેલ છે. સાધુઓએ આવી વસતિઓથી ખૂબ જ બચવું જરૂરી છે. આવી વસતિઓમાં રહેવાથી કલુષિત મનોદશા થયા વિના રહેતી નથી. વારાંગનાઓનાં અને વિલાસિઓનાં મકાનો જેવાં મકાનોમાં વસવું, એ જ્યાં સારા ગૃહસ્થને માટેય ઠીક નથી, ત્યાં વળી સાધુઓ માટે તો એવાં મકાનો કેમ જ હિતાવહ હોય ? આ વસ્તુ ઉપર આ વીસમી સદી ખૂબ જ સાવચેતી માગે છે. વિષમ કાલમાં સાવચેતી નહિ રાખનારા સારા પણ ભાનભૂલા બની જાય છે. આથી આ કાલમાં એવી વસતિ અને એવાં આસનોથી બચવા માટે ખૂબ જ સાવચેત રહેવાનું છે. આ સઘળાનું તાત્પર્ય એક જ છે અને તે એ કે-જે સ્થાને રહેવાથી,
Page 93 of 211
Page #94
--------------------------------------------------------------------------
________________
બેસવાથી કે ઉભા રહેવા આદિથી વિકાર જન્મે તેવી સંભાવના હોય, એવા સ્થાનનો પરિત્યાગ કરવો એ શ્રેયસ્કર છે. આ પ્રકારના વર્તનવાળી ભાવનાથી નિરંતર ઓતપ્રોત રહેવું, એમાં જ ચોથા મહાવ્રતની વિશુદ્ધિ છે. સરાગ-ઝીક્યા-ત્યાગઃ
૨- ચોથા મહાવ્રતની બીજી ભાવના છે- “સરાગ-સ્ત્રીકથા-ત્યાગ' નામની. મોહોદયવાળા આત્માની સ્ત્રીઓ સાથે વાતો અથવા તો સ્ત્રીઓની કથા એનો પણ પરિત્યાગ અથવા રાગવાળી. સ્ત્રીઓની સાથે અને રાગવાળી સ્ત્રીઓની કથા એનો પણ પરિત્યાગ, આ બીજી ભાવનાનો પરમાર્થ છે. અમુક દેશની સ્ત્રીઓ આવી આવી છે, અમુક જાતિની સ્ત્રીઓ આવી અને તેવી હોય છે, અમુક કુલની સ્ત્રીઓ બહુ સારી અને અમુક કુલની સ્ત્રીઓ બહુ ખરાબ તથા ભિન્ન ભિન્ન દેશોની સ્ત્રીઓનાં વસ્ત્રો, ભાષા, ગતિ, વિભ્રમ, ઇંગિત, હાસ્ય, લીલાકટાક્ષ, પ્રણયકલહ આદિને સ્પષ્ટ કરતી શ્રૃંગારરસથી અનુવિદ્ધ એવી રાગાનુબબ્ધિની કથા, એ પવન જેમ સાગરને ક્ષોભ પમાડે છે તેમ, ચિત્ત રૂપી સાગરને અવશ્ય ક્ષોભ પમાડે છે : માટે સ્ત્રીઓએ પુરૂષોની અને પુરૂષોએ સ્ત્રીઓની શૃંગારરસવાળી રાગાનુબધિની કથા બંધ કરવી જ જોઇએ. આવી ળવતી ભાવનાને પ્રત્યેક મહાવ્રતીએ આત્મસાત્ બનાવી દેવી જોઇએ. આ ભાવના એ બ્રહ્મચર્યને સુવિશુદ્ધ રાખવા માટે ઘણી જ જરૂરી છે. આ ભાવના ભાવવામાં અને એના અમલમાં જેટલી કચાશ તેટલી ખામી સુવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનમાં પણ મોટે ભાગે આવ્યા વિના રહેતી નથી : આ કારણે, સંયમી આત્માઓએ સંયમની વિશુદ્ધિ માટે આ ભાવનાને અમલી બનાવી, એની ઉપાસનામાં જ એકતાન થવું એ એકાંતે હિતાવહ છે. પૂર્વરતનું સ્મરણ પણ ન ક્રવું -
૩- ચોથા મહાવ્રતની ત્રીજી ભાવના- “પૂર્વરતસ્મૃતિ વર્જન' એ નામની છે. દીક્ષા પહેલાં અથવા તો બ્રહ્મચર્યના સ્વીકાર પહેલાં ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીઓ સાથે કરેલી જે કામક્રીડાઓ, તેની મૃતિનું પણ વર્જન કરવું, એ આ ત્રીજી ભાવનાનો પરમાર્થ છે. ખરેખર, આ ભાવના જો આત્મસાત્ બની જાય, તો પૂર્વની સ્મૃતિ આવે પણ નહિ અને કદાચ આવે તો આત્મા એને હાંકી કાયા વિના રહે જ નહિ. પૂર્વની કામક્રીડાઓનું સ્મરણ કરવાથી કામાગ્નિ સળગી ઉઠ્યા વિના રહેતો નથી. કુસંસ્કારો ઝટ જાગૃત થઇ જાય છે. કુસંસ્કારોની જાગૃતિ આત્માને કલુષિત કર્યા વિના રહેતી નથી. એમાંય કામવિલાસની સ્મૃતિ, એ તો આત્માને ઉન્મત્ત બનાવનારી નીવડે છે. જેઓને- “હું આમ પરણ્યો હતો અને પરણતી વખતે આમ બેઠો હતો અને તેમાં બેઠો હતો.” –આવી આવી વાતો કરવામાં આનંદ આવે છે, તેઓ કામવિલાસમાં જ મરી રહેલા હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ એવાઓને એવી એવી રીતિએ કામવાસનાને તૃપ્ત કરવા માટે કામની ચેષ્ટાઓ કર્યા કરવી પડે છે. સાચે જ, સાચા બ્રહ્મચારી આત્માને આવી વાતો કરવાનું, સાંભળવાનું વાંચવાનું મન સરખું પણ થતું નથી. જેઓ આવી પૂર્વ સ્મૃતિથી સદાય પરામુખ રહે છે, તેઓ પોતાના બ્રહ્મચર્યને સો ટચના સોનાની માફ્ટ સુવિશુદ્ધ રાખી શકે છે. રૂપદર્શનની મનાનો પરમાર્થ :
Page 94 of 211
Page #95
--------------------------------------------------------------------------
________________
૪- ચોથા મહાવ્રતની ચોથી ભાવના- “સ્ત્રીઓના મનોહર અંગોનું નિરીક્ષણ અને પોતાના શરીરના સંસ્કારનું પરિવર્જન' –એ નામની છે. મુખ, નયન, સ્તન અને જઘન આદિ સ્ત્રીઓનાં અંગો, કે જેને અવિવેકી લોકો રમ્ય અગર ગૃહણીય માને છે, તે અંગોનું અપૂર્વ વિસ્મયરસથી ભરપૂર બનીને-આંખો ફાડી ફાડીને અવલોકન કરવું, એ પણ બ્રહ્મચર્યના વિનાશનું પરમ કારણ છે. રાગ-દ્વેષથી રહિત આત્માનું ઇક્ષણ, એ તો ચક્ષના વિષયમાં આવી જાય એવું જ હોય છે, એટલે એવું ઇક્ષણ અયોગ્ય નથી : કારણ કે-ચક્ષના વિષયમાં આવેલા રૂપને ન જોવું એ શક્ય નથી : પણ આ ભાવના દ્વારા ઉપકારિઓ તો સારા રૂપમાંરાગ કરવાનો અને ખરાબ રૂપમાં દ્વેષ કરવાનો નિષેધ કરે છે. રાગપૂર્વક રૂપનું ઇક્ષણ, એ આત્માના વિનાશનું પરમ કરાણ છે અને એ જ માટે ઉપકારિઓ
માવે છે કે-અવિવેકી જનોની અપેક્ષાએ સ્ત્રીઓનાં રમ્ય ગણાતાં અંગોને જોવામાં તરલિત ચક્ષવાળો બનેલો આત્મા, દીપશિખાના દર્શનમાં આસક્ત બનેલો પતંગિયો જેમ વિનાશને પામે છે તેમ, અવશ્ય વિનાશને પામે છે. ચોથી ભાવનાના આ અંશમાં ચક્ષ ઉપર પૂર્ણ કાબૂ ધરાવવો એ પરમાર્થ છે. ચક્ષુ દ્વારા રૂપદર્શનમાં રક્ત બનેલો બ્રહ્મચર્યને શીર્ણ-વિશીર્ણ કર્યા વિના રહેતો જ નથી. રૂપદર્શનના શોખીન આત્માઓ સાચા સ્વરૂપમાં સંયમજીવનને જીવી શકતા નથી. સંયમને સાચા સ્વરૂપમાં જીવવા માટે ચક્ષુ ઉપર ખૂબ જ અંકુશ રાખવાની જરૂર છે. શરીરસંક્ષરોને તજવા જોઇએ :
આ ભાવનાનો બીજો અંશ એ છે કે-પોતાના શરીરના સંસ્કારનું પરિવર્જન કરવું. શરીરના પૂજારીઓ આ વસ્તુનો અપલાપ કરવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી શરીર સ્વરૂપથી અશુચિ છે. એને શુચિ કરવાના મનોરથ, એ પણ એક મોહનો જ ચાળો છે. સ્નાન, વિલેપન, ધૂપન, નખકર્તન, દત્તશોધન અને કેશસમ્માર્જન આદિ સંસ્કારો, એ બ્રહ્મચારી આત્માઓ માટે અવશ્ય વર્ય છે. અશુચિ એવા શરીરના સંસ્કાર કરવામાં મૂઢ બનેલો આત્મા, તે તે જાતિના વિચિત્ર વિકલ્પો દ્વારા આત્માને વિના કારણ આયાસિત બનાવનારો છે. શરીરની સફાઇનો શોખ, એ પણ એક કામનો જ ચાળો છે. “મારું શરીર સારૂં દેખાવું જોઇએ.' –એ ભાવના વિલાસના ઘરની છે. સ્ત્રીઓનાં રમ્ય ગણાતાં અંગોનું નિરીક્ષણ અને પોતાના શરીરની સુંદરતા દર્શાવવાની અભિલાષા-આ બેય વસ્તુઓ અંતરમાં રહેલ વિલાસની ભાવનાની ધોતક છે. બ્રહ્મચર્યના પ્રેમીએ એ બેય વસ્તુઓને તજવાની ભાવનાને ફ્લવતી બનાવીને જ જીવવું જોઇએ. એવી સદ્ઘ ભાવનાથી ઓતપ્રોત બનેલું જીવન જીવનારા, બ્રહ્મચર્યના સાચા આસ્વાદનો અનુભવ કરી શકે છે. ચોથા. મહાવ્રતને આનંદપૂર્વક જીવનમાં જીવવું હોય, તો આ ભાવનાને અમલના રૂપમાં જીવવામાં સહજ પણ પ્રમાદ કરવો એ ઉચિત નથી. એવો પ્રમાદ, એ તો આત્માના હિતની સાધનામાં જ પ્રમાદ કરવાનો ધંધો છે. પ્રણીત અને અતિ ભાજન ત્યાજ્ય છે :
૫- હવે ચોથા મહાવ્રતની છેલ્લી એટલે પાંચમી ભાવનાનું નામ છે- “પ્રણીત અને અતિ અશનનો ત્યાગ.'પ્રાણીત આહાર એને કહેવાય છે, કે જે વીર્યવર્ધક હોય; સ્નિગ્ધ અને મધુર આદિ
Page 95 of 211
Page #96
--------------------------------------------------------------------------
________________
રસવાળો હોય. આવો આહાર જો નિરંતર કરવામાં આવે, તો તેથી પ્રધાન ધાતુનું અવશ્ય ખૂબ ખૂબા પોષણ થાય છે અને એના પ્રતાપે વેદોદય એ સ્વાભાવિક બની જાય છે. પરિણામે અબ્રહ્મને સેવવાની. દુર્બુદ્ધિ જાગે અને એવો પ્રસંગેય આવી લાગે, તો એ પણ અસંભવિત નથી. અપ્રણીત એટલે રૂક્ષ ભોજન એ પણ જો અતિ એટલે આકંઠ ઉદર ભરાય એવી રીતિએ કરવામાં આવે, તો એથી પણ નુક્શાન થાય છે, એ બ્રહ્મચર્યની ક્ષતિ કરનારૂં પણ છે અને શરીરને પણ પીડા કરનારૂં છે, માટે અવશ્ય વાર્ય છે. આ ભાવનાથી રંગાયેલો આત્મા તેવા કોઇ ખાસ કારણ સિવાય, રસવાળા આહારની છાયામાં પણ ન જાય. વિગઇઓનો રસ, એ બ્રહ્મચર્ય પ્રત્યેના રસનો અભાવ સૂચવે છે. રસના શોખીનો બ્રહ્મચર્ય તરફ જેવા જાઇએ તેવા સદ્ભાવવાળા નથી હોતા, એમ માનવામાં કશી જ હરકત નથી. એવાઓ જો બ્રહ્મચર્યનો કારમી રીતિએ વિનાશ ન કરે, તો એને અહોભાગ્ય જ માનવાનું રહ્યું. અતિ ભોજન રૂક્ષ આહારનું હોય તો પણ બ્રહ્મચર્યની ક્ષતિ કરનારૂં મનાયું છે, તો પછી રસમય આહારનું અતિ ભોજન તો અતિશય ખરાબ ગણાય એ સ્વાભાવિક જ છે. આજે જે જે આત્માઓ રસમય અને તે પણ અતિ એવા ભોજનનો આસ્વાદ કરવામાં અનુરક્ત બન્યા છે, તેઓએ અનંત ઉપકારિઓએ માનેલી આ ભાવનાનો ખૂબ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. રસમય ભોજન અને તે પણ આકંઠ એટલે ગળા સુધીનું, એ વ્રતના ખપી માટે અકાંતે અહિતકર છે. આવી આવી વાતો સાંભળવી, એ પણ આજના રસલપટોને પાલવતી નથી. રસલપટો આ ભાવનાથી વંચિત જ રહેલા છે. એવાઓ તો આ ભાવનાના બતાવનાર ઉપર પણ રોષે ન ભરાય તો સારૂં. કારણે પણ પરિમિત વિગઇઓની અનુજ્ઞા આપનાર શાસ્ત્રને માનનારાઓ પણ, જો નિરંતર વિના કારણે એક દિવસમાં પણ અનેકવાર અપરિમિતપણે વિગઇઓના ઉપભોગમાં પડી ગયેલાઓ બને, તો તેનું પરિણામ એ જ આવે કે-તેઓ અજીર્ણ આદિ વિકારોથી નિરંતર રીબાતા હોય અને ભયંકરકુવિકલ્પોમાં સડતા હોય તથા છેવટે તેઓ પતનદશાના ભાજન પણ થતા હોય, તો એમાંય આશ્ચર્ય જેવું શું છે ? સમુદાયમાં વિગઇઓની રેલમછેલ થવા દેતા ગણનાયકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ત્રિકાલ દૂધપાન અને નિરંતર રસમય આહારોનાં ભોજન, એ તો સાધુપણાના કારમાં શત્રુઓ છે. આ વાત સમજાશે ત્યારે જ આ ભાવનાનું માહાસ્ય સમજાશે. કલ્યાણકામી આત્માઓએ આ વસ્તુ સમજી, આ ભાવનાનો જીવનમાં અમલ કરવો, એ અતિશય આવશ્યક છે. સંયમના રસિયા. ગણાતા રસોના રસિયા બને અને અતિભોજનમાં આનંદ માને, તો સંયમનો રસ ભાગે એમાં નવાઇ શી છે ? એ વસ્તુ તો સંયમનો દુકાળ સૂચવવાનારી છે. માટે સંયમના અર્થિઓએ આ દોષને પણ અવશ્ય ટાળવો જોઇએ. બોધિનેય દુર્લભ બનાવ -
ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓમાં નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓનો સંગ્રહ થયેલો છે. બ્રહ્મચર્યની નવે ગુપ્તિઓના પાલનના સંગ્રહને કરનારી આ પાંચ ભાવનાઓને અમલવાળી બનાવી પ્રત્યેક સંયમિએ આને આત્મસાત્ કરવાની ખૂબ ખૂબ જરૂર છે. આ પાંચ ભાવનાઓને મારી ચૂકેલા આત્માઓ બ્રહ્મચર્યના તેજ વિનાના દેખાતા હોય. તો તેમાં કાંઇ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ત્રિધા ત્રિધા બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો આ પાંચમાંથી એક પણ ભાવના વિના એક ક્ષણ પણ જીવાય તેમ નથી. જેઓ એક ક્ષણ પણ આ ભાવનાઓને અવકાશ ન આપતા હોય, તેઓ દ્રવ્ય
Page 96 of 211
Page #97
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યના પણ પૂરા પાલક ન હાય, એમાં આશ્ચર્ય જેવું શું છે ? સ્ત્રીકથા અને ભોજનકથા જેવી વિકથાઓમાં ચકચૂર બનેલાઓ આ ભાવનાઓના ખૂનીઓ હોય, એમાં શંકા કરવા જેવું જ નથી. આ વિકથાઓ ઉપરાંત સ્ત્રીઓના પરિચયમાં રહેનારા અને સ્ત્રીઓ સાથે વાતોના તડાકા આદિમાં આનંદ અનુભવનારા તથા સ્ત્રીઓ સાથે હાંસી-મશ્કરીની વાતો કરવામાં રાચનારા આત્માઓ, આ ભાવનાઓના વિનાશ માટે કસાઇ જેવા બને, એય સહજ છે. એવાઓ પોતાના આત્માના હિતની કતલ કરવા સાથે શાસનની અપભાજના કરાવી સ્વપરના બોધિને પણ દુર્લભ બનાવનારા નીવડે, તો એ વાતમાંય એક રતિભર પણ શંકા કરવા જેવું નથી. એ પ્રવૃત્તિઓને ડામી દો -
આ વાત બોલતાં પણ ગ્લાનિ થવા સાથે કંપારી છૂટે છે, પણ તમારે આ વિષયમાં ખૂબ ચકોર બની એવા વેષધારિઓને વજન આપતાં અટકી જવું જોઇએ. આ પાંચે ભાવનાઓનું લીલામ કરી જેઓ નવે ગૃતિઓનું નામ-નિશાન પણ ન રહેવા દેતા હોય, તેઓ સાધુઓના વેષમાં શયતાનો છે, એમ માનવામાં જરા પણ ખોટું નથી. જે વ્રત નિરપવાદ ગણાય છે, તે વ્રતના પાલનમાં આવી ભયંકર બેદરકારી જ નહિ, પણ તેના વિનાશની જ જેહાદ બોલાવવા જેવી પ્રવૃત્તિ જો આચરાતી હોય, તો તે કોઇ પણ રીતિએ ચલાવી લેવા જેવી નથી. સંયમી આત્માઓ અને શરીરના શોખીનો તથા રસના લપટો તેમજ ચક્ષ તથા વાણીના વિલાસિઓ-આ બધી વસ્તુઓ અસંભવિત ગણાય; છતાં જો તે પુરજોશથી ચાલતી દેખાતી હોય, તો ખૂબ જ જાગૃત થવા જેવું છે. આ જાગૃતિ ચતુર્વિધ શ્રીસંઘમાં ખૂબ જ જરૂરી છે. સદાચારમય શાસનમાં રહેલા આત્માઓ જો અનાચારમય જીવન જ જીવતા હોય, તો તેઓ આ શાસનના સેવકો તરક્કી સહજ પણ સન્માનના અધિકારી નથી. એવાઓ જો પ્રભુશાસનના સેવકોનું સન્માન લેવાનું પાપ આચરતા હોય, તો જરૂર તેઓ પોતાના આત્મા માટે અનંત સંસારમાં ભટકવાનું કરવા સાથે, અનેકના હિતની કતલ કરનારા હોવાથી કસાઇઓ કરતાં
I કથનથી તમે સઘળો જ આશય સમજી શક્યા છો એમ માની લઉં. તો. તે ખોટું નથી ને ?
આટલું સ્પષ્ટ થયા પછી ન સમજાય એ કેમ બને ? સંયમી જીવનની સુંદરતામાં માનનારા જરૂર સમજી જાય. આ સમજવા માટે પણ ત્રણે યોગોની સુંદરતા જરૂરી છે. વિષયો એ વિષ સમા છે, એટલું જ નહિ પણ વિષથી પણ વિષમ છે, -આ વાત જેઓના અંતરમાં કોતરાઇ ગયેલી છે, તેઓ આ વાતને ઘણી જ સારામાં સારી રીતિએ સમજી શકશે. જેઓ વિષયસુખમાં આનંદ માનનારા છે અને એથી સદાચાર તજી અનાચારની હદ સુધી પણ જવામાં આનંદ માને છે, તેઓને આ વાત સમજાવી પણ શક્ય નથી અને સમજાય તો તેઓ આ વાતને હૃદયમાં રાખી શકવાના નથી અને કદાચ રાખશે તો પણ પચાવી શકવાના નથી. કલ્યાણ જો અંતરમાં વસ્યું હોય, તો ખાસ ભલામણ છે કે આ વિષયમાં ખૂબ જાગૃત બનો. જાગૃત બની પોતાના જીવનને ઉજાળવા સાથે અન્યોના જીવનને ઉજાળવા માટે પણ કટિબદ્ધ બનો. વિષયવાસનાને વધારનારી પ્રવૃત્તિ સંઘના કોઇ પણ અંગમાં દેખાય, તો તે મૂળમાંથી ડામવાની યોજનાઓ ઘડીને, તેને ખૂબ ખૂબ જીવનમાં ઉતારો અને પ્રચારો, એ જ એક કલ્યાણનો રાજમાર્ગ છે.
પાંચમા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
Page 97 of 211
Page #98
--------------------------------------------------------------------------
________________
‘હે ભગવન્ ! પાંચમા મહાવ્રતમાં સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું. તે અલ્પ મૂલ્યવાળો કે ઘણામૂલ્યવાળો હોય, થોડો હોય કે ઘણો હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, તો પણ તેને હું ગ્રહણ કરું નહીં, બીજા પાસે ગ્રહણ કરાવું નહીં, ગ્રહણ કરનારને સારો જાણું નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરીને પરિગ્રહ રાખું નહીં, રાખનારને અનુમોદીશ નહીં. પૂર્વ પરિગ્રહ રાખ્યો હોય તો તે પાપથી હે ભગવન્ !પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુસાક્ષીએ ગહું છું. તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ રીતે હે ભગવન્ ! સર્વથા પરિગ્રહના ત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં વર્તુ છું.’ (૫)
એ પ્રમાણે પાંચે મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવ્યા બાદ છઠ્ઠા રાત્રિભોજન વ્રતની પણ પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. તે આ પ્રમાણે
‘હે ભગવન્ ! સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરું છું. તે અશન, પાની, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર હું પોતે રાત્રે ખાઇશ નહીં, ખવરાવીશ નહીં ખાનારને સારો જાણું નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધ મન-વચન-કાયાએ કરી હું રાત્રે ખાઇશ નહીં. ખવરાવીશ નહીં કે ખાનારને અનુમોદીશ નહીં. પૂર્વે તેવી પ્રવૃત્તિ કરી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરૂ સાક્ષીએ ગહું છું. એવા અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ પ્રમાણે સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરી છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં રહું છું.’(૬)
‘આમ એ પાંચ મહાવ્રતોને અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રત, આત્માના હિતને (મોક્ષને) અર્થે સ્વીકાર કરીને હું (સંયમમાં) વિચરું છું.'
આ રીતે પાંચ મહાવ્રતોની અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતની જીવનપર્યંત પ્રતિજ્ઞા કરનાર એવા પ્રત્યેક મુનિમહાત્માએ હરહમેશ વિચારવું જોઇએ કે- ‘મેં અસાર સંસારને છોડ્યો છે, વૈભવ-વિલાસને મૂક્યાં છે, કુટુમ્બ કબીલા આદિ તજ્યાં છે, અને પૂ. ગુરુ ભગવંતનું શરણું સ્વીકારી મોક્ષદાતા સંયમના પવિત્ર પંથે વિચરી રહ્યો છું. હવે રખેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ ન થાઉં. અતિચારથી દુષિત ન બનું, સંયમને કલંક ન લગાડું અને શાસનની પ્રભાવના કરવા પૂર્વક સંયમની સુંદર આરાધના કરી, સકલ કર્મનો ક્ષય કરી, લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, પ્રાંતે મોક્ષના શાશ્વતા સુખનો ભાગી બનું.’
આવી શુભ ભાવના સદા સંસાર ત્યાગી શ્રમણોને રહો અને અમને પણ રહો એ જ શુભેચ્છા. પાંચમું મહાવ્રત-અપરિગ્રહ :
હવે અપરિગ્રહ નામે પાંચમું મહાવ્રત છે. કોઇ પણ વસ્તુ, કોઇ પણ ક્ષેત્ર, કોઇ પણ કાલ અને કોઇ પણ ભાવ ઉપરની મૂર્છાનો ત્યાગ, એનું નામ પાંચમું ‘અપરિગ્રહ' નામનું મહાવ્રત છે. દ્રવ્યાદિના ત્યાગ માત્રને જ ઉપકારી મહાપુરૂષોએ અપરિગ્રહ વ્રત નહિ જણાવતાં, મૂર્છાના ત્યાગને જે અપરિગ્રહ વ્રત રૂપે જણાવેલ છે, તે સહેતુક છે. વસ્તુ પોતાની પાસે ન હોય, એટલા માત્રથી એની મૂર્છા નથી જ એમ કહી શકાય નહિ. વસ્તુ ન હોય, પણ મૂર્છાનો પાર ન હોય એ શક્ય છે. એ મૂર્છા ચિત્તના વિપ્લવને પેદા કરે છે. પ્રશમસુખનો વિપર્યાસ, એ ચિત્તવિપ્લવ છ અને મૂર્છાથી ચિત્તવિપ્લવ ઉદ્ભવે છે. મૂર્છાવાળો પ્રશમસુખને પામી કે અનુભવી શકતો નથી. આથી સમજી
Page 98 of 211
Page #99
--------------------------------------------------------------------------
________________
શકાશે કે-મૂચ્છરહિત બનેલા આત્માઓ ધર્મોપકરણોને રાખનારા પણ જે મુનિઓ શરીર અને ઉપકરણને વિષે નિર્મમ છે, તેઓ “અપરિગ્રહ' નામના મહાવ્રતને ધરનારા જ છે. નિર્મમ હોવા છતાંય, ધર્મોપકરણ રાખવા માત્રથી પરિગ્રહ આવી જાય અને એવાઓનો મોક્ષ ન થાય, એમ બોલનારા તો માત્ર ખોટો પ્રલાપ જ કરનારા છે. મહાત્માઓની મહત્તા સમજવા માટે -
અહિંસાદિ પાંચે ય મહાવ્રતોના આવા સ્વરૂપને સમજનારાઓ યથેચ્છાચારિઓને મહાવ્રતધારી માનવાની મૂર્ખાઇ કદી પણ રે નહિ, એ નિર્વિવાદ છે. દુનિયાદારીની સઘળી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા, લગ્નાદિમાં ગોર આદિ બનનારા અને સઘળીય દુન્યવી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેનારાઓ જ્યારે પોતાની જાતને મહાવ્રતોને ધરનારી માને અને મનાવે ત્યારે ખરે જ તેઓ અતિશય દયાના પાત્ર બની જાય છે. અનંતજ્ઞાનિઓઅ ક્રમાવેલાં અહિંસા આદિ પાંચે મહાવ્રતો રૂપ મહાભારને ધરવામાં એક ધુરન્ધર સમા મુનિઓ જ ઉત્તમ પાત્ર તરીકે ગણાય છે. પણ જેઓ મહાવ્રતોને ધરનારા નથી અને એથી વિપરીત વર્તન કરવામાં જ શૂરા-પૂરા છે. તેવા. મિથ્યાત્વરોગથી રીબાતા આત્માઓ કોઇ પણ પાત્રની ગણનામાં આવતા જ નથી. આ પાંચ. મહાવ્રતોને અંગે પ્રત્યેક વ્રત સંબંધી પાંચ પાંચ ભાવનાઓ પણ ઉપકારી મહાપુરૂષોએ વર્ણવી છે. આ મહાવ્રતોનું સ્વરૂપ સમજાય, તો જ મહાવ્રતધારી મહાત્માઓની સાચી મહત્તા ખ્યાલમાં આવે. પાંચ મહાવ્રતોને ધરનારા મહાત્માઓ અષ્ટ પ્રવચન માતાના ભક્ત બનીને જે ઉન્નત અને ઉપકારક જીવના જીવે છે, તેવું ઉન્નત અને ઉપકારક જીવન દુન્યવી ક્રિયાઓમાં રાચનારા જીવી શકે એ શક્ય જ નથી. એવાઓના બાહ્ય ત્યાગથી અને દમ્માદિથી અજ્ઞાનો આકર્ષવા એ શક્ય છે. પરન્તુ મિથ્યાત્વમાં સબડતા એવાઓ સશ્રદ્ધાળ વિચક્ષણ આત્માઓને આકર્ષી શકે એ શક્ય નથી. પાંચમાં મહાવતની પાંચ ભાવનાઓ :
હવે આપણે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓના સંબંધમાં પણ થોડુંક વિચારી લઇએ. બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રૂપ કાંઇ પણ ન હોવું' એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ છે. “સ્પર્શ, રસ, ગંધ, રૂપ, ચક્ષ, શબ્દ' -આ પાંચ સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. સુંદર એવા સ્પશદિમાં વૃદ્ધિપણાનું વર્જન અને અસુંદર એવા સ્પર્શાદિમાં દ્વેષનું વર્જન-એ પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનો રહસ્યાર્થ છે. સુસ્પર્ધાદિમાં આસક્તિ અને અસુંદર સ્પર્ધાદિમાં ઉદ્વિગ્નતા, એ આત્માની પરિગ્રહમય દશાનું પ્રતીક છે. પાંચમા મહાવ્રતને પામીને તેને સુવિશુદ્ધ રીતિએ પાળવા. હોય, તો આ પાંચ ભાવનાઓથી રંગાઇ જઇ આના અમલ માટે ખૂબ જ પ્રયત્નશીલ બનવાની જરૂર
છે.
સુન્દર સ્પર્શની આસક્તિ અને અસુન્દર સ્પર્શની ઉદ્વિગ્નતા ન જોઇએ :
૧- “સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતા.” -એ પાંચમા મહાવ્રતને દૂષિત કરનારી વસ્તુ છે, માટે “એ બેનો પરિત્યાગ આ જ મુખ્ય કર્તવ્ય છે.' -આ જાતિની પહેલી
Page 99 of 211
Page #100
--------------------------------------------------------------------------
________________
ભાવના, એ પાંચમા મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે ખૂબ આવશ્યક છે. જેઓ સુંવાળા સ્પર્શનવાળાં વસ્ત્રો, કોમળ સ્પર્શવાળી શસ્યાઓ અને સુંદર સ્પર્શવાળા સંયોગ આદિના આસેવનમાં આસક્ત છે, તેઓ પાંચમા મહાવ્રતના આસ્વાદથી વંચિત છે, એ વાતમાં શંકા કરવામાં કશું જ કારણ નથી. શરીરને ખૂંચે એવાં વસ્ત્રોથી તથા કંબલ આદિથી ઉદ્વિગ્ન બનનારાઓએ આ ભાવના ખૂબ જ અભ્યસ્ત કરવા જેવી છે. અનગાર બનવા છતાં સુંદર સ્પર્શમાં આસ્કિત અને અસુંદર સ્પર્શમાં ઉદ્વિગ્નતા-એ એક જાતિની કારમી વિટમ્બણા જ છે. આ વિટમ્બણાથી બચવું એ મહાવ્રતના પ્રેમિને મુશ્કેલ નથી. મહાવ્રતી કહેવડાવવા છતાં મહાવ્રત ઉપર પ્રીતિ ન હોય, એવા આત્માઓ આવી વિટમ્બણાથી બચવા એ સંભવિત નથી. શરીરને સુંદર સ્પર્શ આપતાં રહેવા આદિ માટે, સંયમધર ગણાતા આત્માઓ સ્વેચ્છાએ બની જાય અને તારક ગુરૂદેવની આજ્ઞાથી પણ ઊલટા વર્તી અનેક વ્રતોના વિનાશનું પગરણ શરૂ કરે, એ શું ઓછી વિટમ્બણા છે ? સુંદર સ્પર્શવાળી વસ્તુઓ માટે ચોરી, ખાનગી પત્રવ્યવહાર, વિના કારણે પારસલો મંગાવવા-મોકલવાની પ્રવૃત્તિ અને પરસ્પરના અહિતકર સંબંધો-આ બધું સુંદર સ્પર્શની આસક્તિનું જ પરિણામ છે. નાના નાના સાધુઓમાં પત્રવ્યવહારનું આ મુખ્ય કારણ બને છે. “મારી પાસે સારી કંબલ આવશે તો હું તને મોકલીશ અને તારી પાસે આવે તો તું મને મોકલજે.'-આ જાતિનો વ્યવહાર, સુન્દર સ્પર્શની લાલસાના યોગે જન્મ છે. એવી વસ્તુ કોઇ વાર ન મળે, તો અન્ય પાસે એ માટે કારમી દીનતાનું નાટક પણ ભજવાય છે. આ બધી દુર્દશાનું મૂળ તપાસવામાં આવે, તો જણાઇ આવે કે-સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતાનું જ એ પરિણામ છે. આથી સમજાશે કે-પાંચમા મહાવ્રતની આ પ્રથમ ભાવનાને પણ પ્રત્યેક કલ્યાણકામી આત્માએ આત્મસાત્ બનાવી દેવા જેવી જ છે. મધુર અને ક્રુ રસોની આસક્તિ ને ઉદ્વિગ્નતા -
૨- જેમ સ્પર્શના વિષયમાં સુંદર સ્પર્શની આસક્તિનો અને અસુંદર સ્પર્શથી થતી ઉદ્વિગ્નતાનો પરિત્યાગ કરવાનો છે, તેમ રસના વિષયમાં મધુર આદિ રસોની આસક્તિ અને કટુ આદિ રસોની ઉદ્વિગ્નતા તજવી એ આવશ્યક છે : આ કારણે બીજી ભાવના “મધુર આદિ રસોની આસક્તિનો અને કક આદિ રસોની ઉદ્વિગ્નતાનો પરિત્યાગ કરવો, એવા સ્વરૂપની છે. રસલપટતા આ ભાવનાની વિરોધિની છે. મહાવ્રતી માટે રસલમ્પટતા એ કારમું કલંક છે. રસલમ્પટતા અનેક દોષોની જનેતા છે. રસલમ્પટતા આત્માને સદાને માટે પણ સુંદર સુંદર રસોની લાલસાનો ઉપાસક બનાવે છે. લોલુપતા સાથેની રસના આત્માની કારમી વિટમ્બણાઓ કરે છે. આજ્ઞા મુજબ ઉપયોગમાં આવતી રસના સાધક બને છે, જ્યારે લોલુપતા સાથેની રસના બાધક બને છે. લોલુપતા જ મધુરાદિ રસોમાં આસક્તિ જન્માવે છે. મધુરાદિ રસોમાં આસક્ત બનેલાઓને કટુ આદિ અનિષ્ટ રસોમાં ઉદ્વિગ્નતા જન્મવી-એ કાંઇ અસંભવિત વસ્તુ નથી, પણ અતિશય સુસંભવિત વસ્તુ છે. લોલુપતાના પ્રતાપે રસલમ્ફટ બનેલા સાધુઓ, સુન્દર સાધુ સમુદાયની સાધુતા માટે પણ શ્રાપ રૂપ છે. એવા સાધુઓ સારા સાધુઓની વૃત્તિને પણ મલિન બનાવવામાં પ્રાયઃ કુશળ હોય છે. અનેકને અનુકૂળ સામગ્રી લાવી આપવામાં કુશળતા મેળવી, રસલમ્પટ સાધુઓ સારા સાધુઓને પણ પોતાના જેવા બનાવી દઇ, સમુદાયમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. પરિણામે ગણનાયકો સમુદાયના શ્રેય માટે સામર્થ્યહીન બની જાય છે. શ્રી જિનેશ્વરદેવોના સાધુઓ તરીકે પ્રસિદ્ધિ પામવા
Page 100 of 211
Page #101
--------------------------------------------------------------------------
________________
છતાં પણ જેઓ રસલોલુપ બને છે, તેઓ ખરે જ આ સર્વોત્તમ સાધુપણાની આશાતના કરનારા છે. આવા પાપથી બચવા માટે આ બીજી ભાવનાને પણ જીવનમાં અમલી બનાવવી, એ આવશ્યક છે. સુગંધ-દુર્ગધનો આનંદ ને ઉદ્વેગ
૩- હવે ત્રીજી ભાવના- “સુરભિગંધમાં આનંદ અને અસુરભિગંધમાં ઉદ્વેગ, એ ઉભયનો ત્યાગ કરવાના સ્વરૂપવાળી છે. આ ભાવના જો જીવનમાં અમલી બને, તો ઘણા ઘણા દોષોનો જીવનમાંથી અભાવ થઇ જાય છે. આ ભાવનાના અભાવમાં ગ્લાનની વૈયાવચ્ચ પણ શક્ય નથી બનતી. શરીરની સાઇ રાખવાનો શોખ પણ આ ભાવનાના અભાવમાં ખૂબ ખીલે છે. શાસ્ત્ર નિષિદ્ધ વિભૂષા કરવાનું આ ભાવનાના અભાવમાં ખૂબ થાય છે. શરીર આદિની વિભૂષા તરફ આત્માને ઘસડી જનાર આ ભાવનાનો અભાવ જ છે. સુગંધી તેલ આદિના નિષિદ્ધ એવા ઉપભોગ તરફ પણ આત્મા આ ભાવનાના અભાવમાં જ વળી જાય છે. સુગંધ અને દુર્ગધમાં સમદશાવાળા બનવા માટે આ ભાવના બહુ ઉપકારક છે. આ ભાવનાના અભાવમાં સુગંધી પદાર્થોના સંગ્રહ આદિમાં રક્ત બનાય છે અને પરિણામે પાંચમા મહાવ્રતના વિનાશનાં પગરણ મંડાય છે. આથી પાંચમા મહાવ્રતના પ્રેમિએ આ ભાવનાને પણ અમલવાળી બનાવી આત્મસાત કરી લેવી જોઇએ. સુંદર-અસુંદર રૂપમાં રાગ-દ્વેષ નહિ -
૪- ચોથી ભાવના- “સુંદર રૂપમાં રાગ અને અસુંદર રૂપમાં દ્વેષ, આ ઉભયનો પરિત્યાગ' કરવાના સ્વરૂપની છે. રૂપરસિકતા પણ ઘણી ઘણી સુંદર વસ્તુઓનો સંગ્રહ કરવાની આત્માને જ પાડી- “સર્વ પ્રકારના પરિગ્રહથી સર્વ પ્રકારે વિરામ પામવા રૂપ' -પાંચમા મહાવ્રતમાં દૂષણ લગાડ્યા વિના રહેતી નથી. કોઇ પણ સુંદર જણાતી વસ્તુ રૂપરસિકને આકર્ષે છે. એવા આત્માને જો કદાચ સુંદર રૂપસંપન્ન શરીર મળી જાય છે, તો એ સંયમની સેવા ભૂલી શરીરનો સેવામાં જ પડી જાય છે અને જો કદાચ કુરૂપવાળું શરીર મળી જાય છે, તો નિરંતર ઉદ્વેગમાં ને ઉદ્વેગમાં રહી ગાઢ કર્મોનો બંધ પાડે છે. સુંદર દેખાતાં વસ્ત્રો, પાત્રો, પુસ્તકો અને કબાટો આદિના સંગ્રહમાં એ ખૂબ રાચે છે. સંયોગવશાત એવાને નહિ સારૂં દેખાતું વસ્ત્ર આદિ લેવું પડે, તો તેને તે કોઇને કોઇ પ્રકારે જલદી નષ્ટ કર્યા વિના રહેતો જ નથી. રૂપરસિકતા આવાં આવાં તો અનેક પાપોનું આચરણ કરાવે છે. સુંદર રૂપમાં સભાવ અને અસુંદર રૂપમાં અસંભાવ-એ અહિતાવહ હોઇ સર્વ પ્રકારે તજવા યોગ્ય છે.' –આવી ભાવના આત્મસાત થયા વિના, આ ચોથી ભાવના જીવનમાં જીવાવી એ શક્ય નથી. અનેક જાતિનાં અકલ્યાણોથી બચવા માટે કલ્યાણના કામિએ આ ભાવના પણ અમલના રૂપમાં જીવનની અંદર જીવવી જોઇએ. પ્રશંસા-નિન્દાથી આનંદ ને ઉદ્વેગ નહિ -
પાંચમા મહાવ્રતની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ભાવના જેમ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ સંબંધી છે, તેમ પાંચમી ભાવના શબ્દ સંબંધી છે. “સુંદર શબ્દમાં આનંદ અને અસુંદર શબ્દમાં શોક-આ ઉભય અહિતકર હોઇ સર્વ રીતિએ તજવા યોગ્ય છે.'-એ આ પાંચમા મહાવ્રતની પાંચમી ભાવનાનું સ્વરૂપ છે. આ ભાવના જો અમલના રૂપમાં જીવાય, તો નિંદા અને પ્રશંસામાં સમભાવ
Page 101 of 211
Page #102
--------------------------------------------------------------------------
________________
રાખવો, એ સહજ બની જાય છે. આ ભાવનાનો અભાવ નિંદા સાંભળતાં આત્માને ઉદ્વિગ્ન બનાવે છે અને પ્રશંસા સાંભળતાં આનંદી બનાવે છે. આ ભાવનાના અભાવમાં આત્મા પોતાની સાચી અને હિતકર પણ ટીકાને સાંભળવા તૈયાર નથી રહેતો અને ખોટી પણ પ્રશંસાને સાંભળવામાં સદા સજ્જ રહે છે. આ ભાવનાથી રહિત બનેલો આત્મા, ખોટા પણ મીઠા-બોલાઓનો સંગ્રહ કરે છે અને સાચા પણ કટુ બોલનારાઓને આઘા રાખવા ઇચ્છે છે. આથી અકલ્યાણકારી એવી પણ વસ્તુઓને તેઓ પોતાને માટે પરિગ્રહ રૂપ બનાવે છે. પાંચમા મહાવ્રતની રક્ષા માટે આ ભાવનાને પણ અમલના રૂપમાં જીવવી, એ ઘણી જ જરૂરી વસ્તુ છે. સાધુ અને પ્રશંસા સાંભળવાનો શોખી તથા નિંદા સાંભળવાને નારાજ, એ નહિ બનવા યોગ્ય વસ્તુ પણ આ ભાવનાનો અભાવ બનાવી આપે છે. આ ભાવના વિનાના આત્માઓને જે કોઇ પ્રશંસા કરનારા ન મળે, તો તેઓ પોતે જ પોતાની પ્રશંસા કરીને પોતાના જ શબ્દોના શ્રવણથી પોતે આનંદ અનુભવે છે. એ જ રીતિએ, તેઓ પોતે પોતાની મેળે જ અન્યોની નિન્દાદિ કરી, પોતાના તે શબ્દોના શ્રવણથી આનંદ અનુભવે છે. આથી તેઓ અનેકવિધ અનર્થોને પામે છે : એટલે અહિતથી બચવા માટે અને હિતને સારી રીતિએ સાધવા માટે, આ ભાવનાનેય જીવનમાં અમલ રૂપે ઉતારવી એ આવશ્યક છે. પરિગ્રહ વિનાય રીબામણ -
સ્પશદિ પાચે વિષયોની સુંદરતામાં ફ્લાવું અને અસુંદરતાથી દ્વેષાવિત બનવું, એ પાંચમાં મહાવ્રતને દૂષિત બનાવવા સાથે ઘણા ઘણા દોષો આત્મામાં પેદા કરવા રૂપ છે. એવા અનેકાનેક દોષોથી બચવા માટે “સુંદર એવા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ' –આ પ્રમાણેના પાંચ જે ઇંદ્રિયોના અર્થો, એમાં જે ગાઢ રાગ, એનું વર્જન અને અમનોહર એવા એ પાંચમાંથી સર્વ પ્રકારે દ્વેષનું વર્જન ખૂબ ખૂબ આવશ્યક છે. પાંચ વિષયોની આસક્તિ આત્માને પરિગ્રહરહિત છતાં પરિગ્રહધારી. બનાવવાની ઘણી ઘણી અનિષ્ટ કાર્યવાહીઓ કરાવનાર છે. ખરેખર, બહારથી પરિગ્રહના ત્યાગી. હોવાના સ્વાંગમાં હાવા છતાં પણ, પાંચ પ્રકારના વિષયોની આસક્તિના પ્રતાપે આત્મા પરિગ્રહ નહિ છતાં પણ પરિગ્રહધારી કરતાંય ઘણું ઘણું રીબાય છે. આ સઘળીય રીબામણથી બચવા માટે આ પાંચે ભાવનાઓને આત્મસાત કરવા આત્માને ખૂબ જ બળવાન બનાવવો પડશે. પાંચે વિષયોનું અસ્તિત્વ સારા-નરસા ઉભય રૂપમાં હતું, છે અને રહેવાનું છેઃ એના નાશ માટેનો પ્રયત્ન, એ તો પાગલનું કામ છે. માત્ર આપણે તો એની હયાતિમાં પણ અને એ ઇંદ્રિયોના વિષયમાં આવવા છતાં પણ, આ. પાંચ ભાવનાઓના પ્રતાપે એના પ્રતિના સારામાં રાગથી અને ખોટામાં દ્વેષથી બચવાનું છે. એ રીતિએ બચવું એ અતિશય આવશ્યક છે: કારણ કે-એ વિના મુક્તિની પ્રાપ્તિ નથી. પરિશીલનની જરૂર :
આ પચીસે ભાવનાઓથી ભાવિત થયા વિના પાંચ મહાવ્રતો રૂપ પર્વતો, એનો જે મહાભાર, તેનું સારી રીતિએ વહન કરવામાં આત્મા પ્રવણ બની શકતો નથી. એવી પ્રવણતા આત્મામાં લાવવા માટે, આ પચીસે ભાવનાઓને આત્મસાતુ બનાવવાની અનિવાર્ય જરૂર છે. એ જ કારણે ઉપકારિઓ ક્રમાવે છે કે
“માવનામíવિતાન, પમ: પમ: ગ્રંથમાત ! महाव्रतानि नो कस्य, साधयन्त्यव्ययं पदम् ।।१।।"
Page 102 of 211
Page #103
--------------------------------------------------------------------------
________________
જેઓ દ્વારા મહાવ્રતો ભાવિત કરાય છે, એટલે કે ગુણવિશેષવાળાં બનાવાય છે, તે ભાવનાઓ છે. ક્રમે કરીને પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલાં મહાવ્રત કોને અવ્યય પદ નથી
સાધી આપતાં ? અર્થાત્ - આ પાંચેય મહાવ્રતો પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયાં થકાં કોઇને પણ શ્રી સિદ્વિપદ સાધી આપે છે. મહાવ્રતો સારી રીતિએ વહન કરાય તો જ શ્રી સિદ્ધિપદને આપનારાં થાય અને એ માટે આ ભાવનાઓ જરૂરી છે, માટે આ ભાવનાઓ દ્વારા પાંચે મહાવ્રતો રૂપ પર્વતોના મહાભારને સારી રીતિએ વહન કરવામાં આત્માને પ્રવણ બનાવવાની જરૂર છે. એ વિના બે પ્રકારના ધર્મમાં પ્રથમનો જે ‘ સુસાધુધર્મ’ તેનું પાલન શક્ય નથી, માટે આત્માને તેવો બનાવવા આ ભાવનાઓનું ખૂબ ખૂબ પરિશીલન કરવું એય જરૂરી છે. દશવિધ સામાચારી સંબંધી સમજણ ઃ
દશવિધ સામાચારી કોને કહેવાય છે ?
૧-ઇચ્છાકાર, ૨-મિચ્છાકાર, ૩-તથાકાર, ૪-આવશ્યકી, ૫-નૈષધિકી, ૬-આપ્રચ્છના, ૭-પ્રતિ×ચ્છના, ૮-છંદના, ૯-નિમંત્રણા અને ૧૦-ઉપસમ્પદ્ -આ દશ પ્રકારે સામાચારી કહેવાય છે. કરણીય પ્રવૃત્તિ આજ્ઞાદિના યોગે કરવી અને સ્વતઃ કરવાની ઇચ્છા જન્મે એથી કરવી, એ બે વચ્ચે ભેદ છે. કરણીય પ્રવૃત્તિમાં સ્વતઃ ઇચ્છાથી જ પ્રવૃત્ત થવું, એનું નામ છે- ‘ઇચ્છાકાર’ અન્ય કોઇ મહાત્મા પાસેથી કામ લેવું હોય ત્યારે આજ્ઞા નહિ કરતાં એમ કહેવું કે- ‘તમારી ઇચ્છા હોય તા કરી આપો' –એનું નામ પણ ઇચ્છાકાર કહેવાય છે.
સાધુજીવનમાં અતિજરૂરી
દશવિધ સામાચારી
સ.
સાધુજીવનમાં હંમેશા દશ પ્રકારની સામાચારીનું પાલન કરવા તરફ ખૂબજ લક્ષ રાખવાનું હોય છે. તે દશ પ્રકાર આ પ્રમાણે છે
ઇચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષેધિકી, આપ્રચ્છના, પ્રતિપ્રચ્છના, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા.
(૧) ઇચ્છાકાર- મુનિ-જીવનમાં મુખ્યપણે પોતાના કાર્ય પોતેજ બજાવવાનાં છે. પરંતુ જો (૧) અમુક કાર્ય માટે પોતે અશક્ત હોય, અથવા
(૨) એની આવડત ન હોય, અથવા
(૩) શક્તિ અને આવડત બન્ને હોવા છતાં કોઇ ગ્લાનની સેવા આદિ કાર્યમાં પોતે રોકાયેલ
હોય.
તો પોતાનું કાર્ય બીજા પાસે કરાવવાનું રહે. તેમ જો બીજાની એ સ્થિતિ હોય, તો પોતે એનું કાર્ય કરી શકે, પરંતુ નહિકે ગમે તેમ. કેમ કે કારણ વિના કરવા-કરાવવામાં સુખશીલતા, પ્રમાદ, ધિઠ્ઠાઇ, વગેરે દોષ પોષાવાનો સંભવ છે. હવે બીજાનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં તેને પૂછવું જોઇએ કે ‘તમારી ઇચ્છા હોય તો હું આ કાર્ય કરૂં.' જો સામો અનિચ્છા બતાવે તો એના કાર્યમાં બલાત્કારે હાથ ન ઘલાય. આનું નામ ઇચ્છાકાર સામાચારીનું પાલન કહેવાય. ઇચ્છાકાર સુહ રાઇથી ઇચ્છાકારેણ સંદિસહ વગેરે સુત્રમાં પણ પહેલી ઇચ્છા પૂછવાનું કરાય છે, એ આ સામાચારીનું
Page 103 of 211
Page #104
--------------------------------------------------------------------------
________________
પાલન છે.
પોતાને પણ ઉપરોક્ત કારણ ઉપસ્થિત થયું હોય અને બીજા પાસે પોતાનું કાર્ય કરાવવું પડે, તો ત્યાં પણ બીજાને આમ કહેવાનું કે તમારી ઇચ્છા હોય તો આટલું મારું કાર્ય કરી આપો.” આમાં બીજા પાસે એની ઇચ્છા પૂર્વક જ કાર્ય કરાવાય પણ આજ્ઞા કે બલાત્કારથી નહિ. એવો આપ્ત પુરૂષોનો આદેશ છે. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને તે કાર્ય કરવા માટે પ્રાર્થના નહિ કરવાની કેમકે સાધુએ વીર્યને ગોપવવું ન જોઇએ. અલબત કોઇ વિશિષ્ટ નિર્જરાના કાર્યમાં રોકાવું પડ્યું હોય તો જુદી વાત.
જો કોઇ સાધુ ડાંડ જેવો હોય તો ગુરુ એને ઇચ્છા ન પુછતાં આજ્ઞા કરીને પણ એની પાસે કાર્ય કરાવી શકે, અલબત ત્યાં પણ એ સહેજ પણ “પ્રજ્ઞાપનીય' અર્થાત કહ્યું ઝીલે તેવો હોય તોજ આજ્ઞા થાય, પણ જો ગાઢ અયોગ્ય હોય તો તેવાને આજ્ઞા પણ ન કરે.
(૨) મધ્યાકાર- સમિતિ ગુપ્તિ વગેરે સંયમના યોગમાં પ્રવર્તતા મુનિને સહેજ પણ સ્કૂલના થાય, અર્થાત સંયમને બાધક લેશ પણ કાંઇ આચરાઇ જાય તો ત્યાં તરત “મિચ્છા મિ દુક્ક” કહેવાનું. અર્થાત્ “આ મારૂં મિથ્યા ચારણ એ દુષ્કૃત્ય છે.” અથવા “આ મારૂં દુષ્કૃત્ મિથ્યા થાઓ. હું એનાથી પડિક્કામું છું.” આમ કરવું એને મિચ્છાકાર-મિથ્યાકાર સામાચારીનું પાલન કહેવાય.
એમાં શુદ્ધ અધ્યવસાય જોઇએ. અર્થાત્ સંવેગ એટલે કે શુદ્ધ સંયમનો રાગ જોઇએ, વળી એવી ભૂલ ીથી ન કરવાનો ભાવ પણ સાથે જોઇએ. એવા શુદ્ધ ‘મિથ્યા દુષ્કતાથી મિથ્યાચરણનું પાપ ધોવાઇ જાય છે. આમાં ભાવની શુદ્ધતા-તીવ્રતા લાવવા “મિચ્છા મિ દુક્કડં' પદના દરેક અક્ષરમાં આગમમાં બતાવલ ભાવ હદયમાં ઉભા કરવા જોઇએ. જેમ કે, “મિ' થી મુદતા; “ચ્છા'થી દોષનું આચ્છાદન અથતિ ફ્રી ઉભો ન થાય તેમ કરવું તે; બીજા “મિ' થી ચારિત્રરૂપી મર્યાદામાં પોતાની વ્યવસ્થિતતા; “દુ' થી દુષ્કૃતકારી પોતાના આત્માની દુર્ગછા, “ક્ક’ થી કરેલી ખલનાનું ‘' થી ઉપશાન્ત બની કરાતું ડેવન અર્થાત ઉલ્લંઘન; તે પાપ-દોષના ભાવને લંઘી આરાધનાના ભાવમાં આવવું.
કોઇ અકૃત્ય થઇ જાય ત્યારે, તેનો ખ્યાલ આવતાંની સાથે જ- “આ મેં ખોટું કર્યું -એમ થવું અને એ રીતિએ અસક્રિયાથી નિવૃત્ત થવું, મિચ્છા મિ દુક્કડં દેવું, એનું નામ છે- “મિચ્છાકાર.”
(3) તથાકાર- તથાકાર એટલે વચનને શંકા રહિત પણે કે કોઇપણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના તિહરિ' કરવું તે. સૂત્રની વાચના સાંભળતાં કે બીજો સામાચારી ર અથવા સ્વાર્થ લેતાં “આપ જેમ કહો છો તેમ જ છે, “તહત્તિ' “તર્થવ” “મારે તે નિ:સંદેહ માન્ય છે'; આવું વચન બોલવું તે તથાકાર. અહીં કહ્યું છે કે જો ગુરુ કલવ્ય શું? અકલવ્ય શું, એને બરાબર સમજતા ન હોય તો ત્યાં તથાકાર સામાચારી નથી.
સૂકવ્યાખ્યાનાદિ ચાલુ હોય તેવા સમયે ગુરૂ કોઇ પણ વચન કહે, ત્યારે- “આપ જે માવો છો તે તેમજ છે' -એમ કહેવું, એટલે કે-ગુરૂની આજ્ઞાને કોઇ પણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના જ સ્વીકારી લેવી, એનું નામ છે- ‘તથાકાર.”
(૪) આવકી -(૧) જ્ઞાનાદી કાર્ય અંગે, (૨) ગુરુની આજ્ઞાથી, (૩) ઇર્ષા સમિતિ આદિ આગમ રીતિનું પાલન કરવાપૂર્વક બહાર જવાના પ્રસંગે “આવસ્યહી' કહીને મકાન બહાર નીકળવાનું, તે “આવશ્યકી” અહીં ત્રણ વિશેષણથી સૂચવ્યું કે
Page 104 of 211
Page #105
--------------------------------------------------------------------------
________________
(૧) જ્ઞાનાદિ કાર્ય વિના નિષ્કારણ જવાનું કે હરવા ક્રવાનું હોય નહિ; કેમ કે એમાં રાગ અને પ્રમાદની વૃદ્ધિ તથા પોતાના સ્વાધ્યાયાદિ કર્તવ્યમાં હાનિ,..યાવત બહિર્ભાવિ વગેરે પોષાય માટે જ આવસ્યહી બોલવામાં આ ઉપયોગ છે કે હું સંયમ-જીવનના આવશ્યક કાર્યાર્થેિ બહાર જઉં છું. જ્ઞાન-દર્શન-ચારિત્રને અપોષક કાર્ય સાધુએ કરવાના હોય જ નહિ.
(૨) બીજું “ગુરુ-આજ્ઞાથી' કહ્યું; એ. સાધુ જીવનમાં ગુર્વાજ્ઞા પૂર્વક જ બધું કરવાનું એમાં સૂચવે છે.
(૩) ત્રીજું, આગમની રીતે ગમન કહ્યું, તે સમિતિ-પાલન સાથે, પણ દોડાદોડ નહિ, સંભ્રમ કે મૂચ્છ નહિ, વગેરે સાચવવાનું સૂચવે છે. કેમકે દોડાદોડમાં સમિતિ ન સચવાય, યા કદાચ ઠોકર Iઇ જવાય; સંભમમાં કોઇ સાથે અથડાઇ પડે, તથા મચ્છ-મમતામાં ગોચરી દોષિત ઉપાડે,..આવા બધા દોષોનો સંભવ છે. આવશ્યકી એ સાધુજીવનના પ્રતિક્રમણાદિ આવશ્યકોથી યુક્ત સાધુની જ સાચી ગણાય; તેમજ બહાર જતાં પહેલાં લઘુનીતિ-વડીનીતિની સંજ્ઞા ટાળીને પછી આવરૂહી' કહી બહાર નીકળવાનું.
જ્ઞાનાદિના કારણે ઉપાશ્રયની બહાર ગયા વિના ચાલે તેમ ન હોય, એવો પ્રસંગ આવી લાગે ત્યારે- “આ અવશ્ય કરવા યોગ્ય છે તેથી હું જાઉં છું.' -આ પ્રમાણે ગુરૂ પ્રતિ નિવેદન કરવું, એનું નામ છે- “આવશ્યકી.'
(૫) નેBધિકી- બહારથી આવી મુકામમાં પેસતાં નિસીહી કહેવી જોઇએ. એ નિષેધના નિષેધ માટે કહેવી જોઇએ ગુરુની અવગ્રહ ભૂમિનો ઉપભોગ યતનાપૂર્વક અર્થાત્ અસત્ પ્રવૃત્તિનો ત્યાગ કરીને જ થાય, તો જ તે ઇષ્ટ ફ્લ સાધક બની શકે. મકાન માંથી નીકળતા પેસતાં આવસ્યહી. નિસીહી બોલવાનું ખાસ લક્ષ જોઇએ.
ઉપાશ્રયની બહાર કરવા યોગ્ય વ્યાપારો પૂર્ણ થઇ જાય એટલે સાધુ ફ્ર ઉપાશ્રયમાં આવી. જાય. એ વખતે ઉપાશ્રયમાં પેસતાં સાધુ નિસિહી બોલે છે. અર્થાત-બહારના વ્યાપારના નિષેધ દ્વારા ઉપાશ્રયપ્રવેશની જે સૂચના, એનું નામ છે- “મૈષેલિકી.”
(૬) આકરછના - જ્ઞાનાદિની સાધના કરતાં કાંઇ પ્રયોજન ઉપસ્થિત થયે ગુરુને યા ગરુસંમત સ્થવિરાદિને તે માટે પૂછવું, રજા માગવી, એ આકચ્છના. એથી (૧) કાર્ય શ્રેયસ્કર બને છે. પ્રશંસાઈ થાય છે, (૨) ગીતાર્થ પાસેથી કાર્યવિધિનું જ્ઞાન મળે છે; (૩) જૈન દર્શનની વિશિષ્ટ વસ્તુ પર બહુમાન વધે છે, “અહો સંકલ જીવહિતકારી આ કેવી સુંદર વસ્તુ જૈન મતમાં બતાવી છે !' ને (૪) ગુરુ અને જિનેશ્વર દેવ પર શ્રદ્ધા વધે છે. (૫) આ શુભ અધ્યવસાય રૂપ હોવાથી મહાન મંગળ છે તેથી જે કાર્ય માટે પૂછવા ગયા તે કાર્યની આડેના વિપ્ન એથી દૂર થાય છે, તેમજ (૬) શુભ અનુબંધ યાને લાભોનો પ્રવાહ ઊભો થાય છે. આવા વિશિષ્ટ લાભ હોવાથી સામાન્ય, વિશેષ બંને જાતના કાર્યમાં પૃચ્છા કરવાનું સાસ્ત્રનું માન છે.
અમુક પ્રવૃત્તિ કરતાં પહેલાં- “હે ભગવન્! હું આ કરૂં છું.' -આ પ્રકારે ગુરૂને પૂછવું, એનું નામ છે- “પ્રચ્છના.”
(0) પ્રતિકૃચ્છા - ગુરુએ શિષ્યને કોઇ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય તેને બનાવવાના અવસરે શિષ્ય ક્રીથી ગુરુને પૂછવું કે “આપે માવેલ કાર્ય માટે જાઊં છું અગર કાર્ય શરૂ કરું છું આને પ્રતિપૃચ્છા કહેવાય. આ કરવાનું કારણ એ છે કે કદાચ તેવી જરૂર ન હોય અગર બીજી રીતે
Page 105 of 211
Page #106
--------------------------------------------------------------------------
________________
કે બીજું કાર્ય કરવાનું હોય તો, ગુરુ પૂછવા ગયેલા શિષ્યને તે પ્રમાણે માવી શકે.
બીજી રીતે પ્રતિકૃચ્છા શાસ્ત્ર એમ બતાવે છે કે કાર્ય કરવા નીકળતાં કોઇ અપશુકન યા અનિષ્ટ શબ્દનું શ્રવણ વગેરે દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો આઠ શ્વાસોચ્છવાસ-પ્રમાણ અર્થાત્ એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી નીકળતાં ફરી દુર્નિમિત્ત ઊભું થાય તો દ્વિગુણ પ્રમાણ કાઉસ્સગ્ગ કરવો. તે પછી પણ નીકળતાં દુર્નિમિત્ત ઊભું થાય તો સંઘાટકમાં નાનાને આગળ કરી મોટાએ પાછળ રહેવું. ત્યાં ગુરુને ફરી પૂછવું તે પ્રતિપૃચ્છા.
હવે શિષ્ય એક વાર પૂછ્યું તો ખરૂં, પણ એમેય બને કે-ગુરૂ તે વખતે તે પ્રવૃત્તિને કરવાનો નિષેધ પણ કરે : ‘ આ કરવા જેવું નથી’ -અમેય કહી દેઃ આમ છતાં પણ, શિષ્યને કોઇ એવો પ્રસંગ હોય તો એમ પણ લાગે કે- ‘ગુરૂએ નિષેધ તો કર્યો, પણ અમૂક કારણો એવાં છે કે-આ કરવું જ જોઇએ. આવા પ્રસંગે શિષ્ય શું કરે ? ગુરૂ એક વાર નિષેધે એટલે ચૂપ તો થઇ જાય, પણ પછી થોડો સમય જવા દઇને, ફેર ગુરૂની પાસે તે કાર્ય કેમ કરવા જેવું છે-એનાં કારણો રજૂ કરે અને કારણો રજૂ કરીને શિષ્ય કહે કે ‘આ આ કારણોસર આ કૃત્ય કરવું છે : એટલે જો આપ પૂજ્ય આજ્ઞા માવતા હો તો હું કરૂં.' આ પ્રમાણે પુનઃ પૂછવું તે અથવા તો ગ્રામાદિએ જવાની આજ્ઞા પામેલા શિષ્યે ગમનકાળે પુનઃ પૂછવું તે, આનું નામ છે- ‘પ્રતિપ્રચ્છના.’
(૮) છંદના - વહોરી લાવેલ આહારાદિનો લાભ આપવા, ગુરૂની આજ્ઞા મેળવીને ગ્લાન, બાળ આદિને નિમંત્રણ કરવું તે છંદના.
અહીં ગુરુ આજ્ઞાથી કહ્યું એ સૂચવે છે કે સ્વતંત્રતાથી કે સામાન્ય રત્નાધિકના આદેશથી નહિ. બીજું લેનારને પણ નિર્જરા છે, અને સામાએ ન લીધું તો પણ વિનંતી કરનારને નિર્જરા છે,
માત્ર મનના પરિણામ નિર્મળ જોઇએ.
સાધુએ આહાર-પાણીની સામગ્રી લાવ્યા પછીથી- ‘મારી ઉપર અનુગ્રહ કરો અને આપ આ વાપરો' -આ પ્રકારની બીજા સાધુઓને વિનંતિ કરવા દ્વારા, પોતે પૂર્વે આણેલા અશનાદિનો પરિભોગ કરવાને માટે અન્ય સાધુઓને ઉત્સાહિત કરવા, આનું નામ છે- ‘છંદના.’
(૯) નિમંત્રણા- સ્વાધ્યાય-ધ્યાન કરી લીધા પછી રત્નાધિકની સેવા વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો ગુરુની રજા માગે કે હું મુનિઓ માટે આહારપાણી લાવું ? જો રજા મળે તો પછી મુનિઓને વિનંતિ કરે ‘હું તમારા માટે શું લાવું ?' આને નિમંત્રણા કહેવાય. આનો લાભ દરિદ્ર માણસને રત્નાકરનું રત્ન મળી જવા જેવો છે. આથી ભાવી મોક્ષ સુધીનો લાભ અને અનિત્ય દેહાદિનો ઉત્તમ સદુપયોગ થાય છે.
પોતે જે વસ્તુ લાવ્યા નથી એવી પણ અશનાદિની વસ્તુને માટે- ‘હું તે વસ્તુ મેળવીને આપને આપીશ.' -આ પ્રમાણે કહીને સાધુઓને તે વસ્તુને માટે નિમન્ત્રણ કરવું, આનું નામ છે ‘નિમન્ત્રણા.’
દશમી છે ઉપસંપર્ ! શ્રુતાદિના કારણે ‘હું આપનો છું.' -એમ કહીને અન્ય આચાર્ય મહારાજ આદિનો સ્વીકાર કરવો, આનું નામ છે- ‘ - ‘ઉપસંપર્.’ સામાચારીપાલનની આવશ્યક્તા ઃ
આ દશેય પ્રકારની સામાચારી સાધુઓને માટે છે અને સાધુઓ જે જે અવસરે જે જે
Page 106 of 211
Page #107
--------------------------------------------------------------------------
________________
સામાચારી આચરવી જરૂરી હોય, તે તે સમયે તે તે સામાચારીને આચરવામાં પ્રયત્નશીલ હોય છે. સાધુજીવન, એ કેવું આજ્ઞાંકિત જીવન હોવું જોઇએ, એનો આના ઉપરથી પણ ઘણો જ સુન્દર ખ્યાલ આવી શકે તેમ છે. સાધુપણાને માટે સામાચારીપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે : અને સામાચારીની આચરણા શક્ય અને આવશ્યક હોવા છતાં પણ જે સાધુઓ સામાચારીના પાલનથી બેદરકાર રહે છે, તેઓ પોતાના હિતને હણનારા જ નિવડે છે, એ નિ:સંશય વાત છે : પણ આપણી. ચાલુ વાત તો એ છે કે-જ્યાં સામાચારીની આચરણા ન હોય ત્યાં સર્વવિરતિના પરિણામ ન જ હોય, સર્વવિરતિનું ગુણસ્થાનક ન જ હોય, એવું તો કોઇ પણ શાસ્ત્રાનુસારિથી કહી શકાય જ નહિ.
(૧૦) ઉપસંપદા - ગુરુની આજ્ઞા લઇ, જ્ઞાન, દર્શન કે ચારિત્ર માટે બીજા સમુદાયમાં ગુરુએ ચીંધેલ આચાર્ય પાસે જઇ, “હું આ માટે અમારા આચાર્ય મહારાજની આજ્ઞા લઇ આપની પાસે આવ્યો છું, તો મને સ્વીકારો,” એવું આત્મનિવેદન કરવું તેને ઉપસંપદા કહેવાય. એ સ્વીકારે તો ત્યાં રહે એ ઉપસંપદા લીધી ગણાય, આમાં જ્ઞાન માટેની ઉપસંપદામાં સૂત્ર અર્થ કે બંનેની પુનરાવૃત્તિ, અથવા કંઇક ખંડિત-વિસ્મૃત થયું હોય તેનું અનુસંધાન, અથવા નવું ગ્રહણ જે પોતાના ગચ્છમાં અશક્ય હોયતે કરવાનો ઉદેશ હોય. દર્શન-ઉપસંપદા સમ્યગ્દર્શનને નિર્મળ કરનાર સન્મતિતર્ક, અનેકાંત જયપતાકા વગેરે શાસ્ત્ર ભણવા માટે હોય. ચારિત્ર ઉપસંપદા અઢમાદિ વિશિષ્ટ તપસ્યા, અથવા વિશિષ્ટ વિનય-વૈયાવચ્ચ માટે હોવા અગર પોતાના ગચ્છમાં ચારિત્રની શિથિલતા-સીદામણ હોય તો તેમાંથી બચવા માટે હોય.
સામાચારીના પાલનમાં ગુર્વાજ્ઞા મુખ્ય રાખવાની છે, કેમકે પરિણામની શુદ્ધિ ગુવંજ્ઞા-પ્રતિબદ્ધ રહેવામાં જ છે, પણ ગુજ્ઞા નિરપેક્ષ બનવામાં નહિ.
આ સામાચારીના પાલનનું ળમાં, શાસ્ત્ર કહે છે કે, અનેક ભવોના સંચિત કર્મોનો નાશ થાય છે,
પ્રશસ્ત-અપ્રશસ્ત સંલ્પો : સંક્લેશ
ચિત્તમાં સંકલ્પ વિકલ્પ ઉઠે છે, તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે જાતના હોય છે. પ્રશસ્ત સંકલ્પથી ચિત્ત નિર્મળ બને છે, અને બંધ શુભ કર્મનો થાય છે. નિર્મળ ચિત્તની સુંદર અસર ધર્મયોગોની આરાધના પર પડે છે, અને ભાવી શુભ પરંપરાનું સર્જન થાય છે. ત્યારે અપ્રશસ્ત સંકલ્પોથી ચિત્ત મલિન, સંકિલષ્ટ બને છે, અને અશુભ કર્મબંધ થાય છે. બંનેની આગામી અસરો દુ:ખદ હોય છે. તેથી અશુભ-અપ્રશસ્ત સંકલ્પો ત્યજી શુભ-પ્રશસ્ત સંકલ્પમાં રમતા રહેવું જરૂરી છે.
પંચકલ્પ ભાષ્યમાં કહ્યું છે -
દર્શન, જ્ઞાન, ચારિત્રના પાલનની પ્રાર્થના એ પ્રશસ્ત સંકલ્પ છે, જ્યારે ઇન્દ્રિયના વિષયો અને કષાયોના સંકલ્પ એ અપ્રશસ્ત સંકલ્પ છે,
દર્શનના સંકલ્પમાં દા.ત. એમ થાય કે “હું કેમ દર્શનપ્રભાવક શાસ્ત્ર ભણું ! જેથી મારૂં સમ્યગ્દર્શન નિર્મળ થાય.” “કેમ મારામાં ઉપબૃહણા (સાધર્મિકના ગુણની પ્રશંસા-પ્રોત્સાહન) વગેરે દર્શનના આચાર ખીલે !'
જ્ઞાનના સંકલ્પમાં દા.ત. “કેમ હું જ્ઞાનના અતિચારોથી બચું ! ગુરુવિનયાદિ જ્ઞાનાચાર કેમ વધુ ને વધુ વિકસ્વર થાય ! કેમ મારામાં અધિકાધિકા સમ્યજ્ઞાન વૃદ્ધિ પામે !'
Page 107 of 211
Page #108
--------------------------------------------------------------------------
________________
ચારિત્રના સંકલ્પમાં દા.ત. મનને એમ થાય કે ‘કેમ હું શુદ્ધ ચારિત્રી બનું ! કેમ મારામાં પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણોની વિશેષ પ્રાપ્તિ થાય ! હું સમિતિ-ગુપ્તિનો પ્રતિપળ નિરતિચાર પાળનારો બનું !'
દર્શન-જ્ઞાન-ચારિત્રના સંકલ્પો ચિત્તમાં રમતા રાખવાથી ઇન્દ્રિયોના વિષયો તથા કષાયોના સંકલ્પ-વિકલ્પોથી ઘણું બચી જવાય છે, ચિત્ત-અધ્યવસાય વિશુદ્ધ બને છે, ઉત્તમ સંગીન શુભ સંસ્કરણ ઊભું થાય છે, વગેરે અમૂલ્ય લાભો છે.
સંક્લેશ :
આત્મામાં પરિણામ બે જાતના, (૧) કષાય અર્થાત્ સંકલેશના; (૨) વિશુધ્ધિના. આત્મા, કામ, ક્રોધ, લોભ વગેરેની લાગણીમાં તણાયો હોય તો કષાયના પરિણામવાળો, સંકલેશવાળો કહેવાય. એમાંથી પાછો વળે, બ્રહ્મચર્ય, ક્ષમા, નિસ્પૃહતા વગેરેના ભાવમાં ચડે તો તે વિશુદ્ધિમાં વર્તતો કહેવાય.
અહીં ઝોક મુખ્ય છે. જીવનો ઝોક કઇ તરફ છે, કષાય તરફ ? કે ક્ષમાદિ તરફ ? એક જ ગુણઠાણે અમુક સમયે બે આત્મા વર્તતા હોય. પરંતુ એક ઉપર ચઢી રહ્યો હોય ને બીજો નીચે ઉતરતો હોય; તો આમ તો ત્યાં અધ્યવસાયનું સ્થાનક બંનેને સમાન છે, છતાં ઉપર ચઢી રહેલો વિશુદ્ધિમાં છે, અને નીચે ઉતરી રહેલા સંકલેશમાં છે. આ પરથી સૂચિત થાય છે કે વિશુદ્ધિ જાળવવી હોય અને સંકલેશથી બચવું હોય તો મનના પરિણામ ક્ષમાદિ યતિધર્મ, પંચાચાર સમિતિ-ગુપ્તિ, પરીસહસહન, અને બાહ્ય-આભ્યન્તર તપના તો અવશ્ય રાખવા જ, ઉપરાંત મનનો ઝોક ઉપર ચઢવા તરફ રાખવો.
સંકલેશનો અર્થ અસમાધિ પણ કર્યાં છે; અને એના ૧૦ પ્રકાર આવે છે. એમાં ૩ પ્રકારનાં મન:સંકલેશ, વચન સંકલેશ, અને કાયસંકલેશ છે. મન:સંકલેશ એટલે મનની, વિચારોની અસ્વસ્થતા, વિહવળતા, ઉગ્રતા, અવિચારીપણું પ્રમાદ વગેરે. કાયસંકલેશ એટલે કાયા-ઇન્દ્રિયો-અવયવોની અસ્વસ્થતા, ઉકળાટ, મદમત્તતા, પ્રમાદ વગેરે.
બીજા 3 પ્રકારમાં જ્ઞાનાદિ ત્રણનો સંકલેશ છે. એ જ્ઞાનાદિ વિશુદ્ધિથી તદ્દન વિપરીત છે. જ્ઞાનસંકલેશ એટલે જ્ઞાન અને જ્ઞાનના આઠ આચારોની વિરાધના, જ્ઞાનનો મદ, જ્ઞાન પર અરુચિ વગેરે. દર્શન સંકલેશમાં દર્શન અને એના આચારોની વિરાધના આવે; દા.ત. શંકા, કાંક્ષા વગેરે. ચારિત્ર સંકલેશમાં ચારિત્ર અને એના વિવિધ અંગ, વિવિધ આચારની વિરાધના આવે,
બાકી ૪ પ્રકારમાં, ઉપધિસંકલેશ, ઉપાશ્રયસંકલેશ, ભક્ત સંકલેશ અને કષાયસંકલેશ છે. ઉપધિ સંકલેશ વસ્ત્ર, પાત્રાદિ ચારિત્રજીવનના ઉપયોગી ઉપકરણ અંગે ચિત્તસંકલેશ, વ્યગ્રતા-વ્યાકુળતા, રગડો-ઝગડો આવે. ઉપાશ્રયસંકલેશમાં જે મુકામમાં ઉતર્યા કે ઉતરવાનું હોય તે અંતે ચિતવિહવળતા વગેરે આવે. દા.ત.‘આવી બહુ ધામવાળી કે ઠંડી લાગે એવી વસતિ ક્યાં મળી !' એમ મુકામ સંબંધમાં કલેશ-કલહ વગેરે થાય તે. ભક્તસંકલેશ, એટલે આહાર-પાણી અંગે સંકલ્પ-વિકલ્પ કરવામાં આવે, વ્યગ્રતા-વિહવળતા, રગડો-ઝગડો કરાય વગેરે. કષાયસંકલેશ એટલે કોઇ ને કોઇ કષાય-નોકષાયનો સ્વભાવ બન્યો રખાય, એમજ તેવા વિચારો કરી કરી મનમાં કષાયની ઉદીરણા કરાય....વગેરે.
Page 108 of 211
Page #109
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રસંકલેશ બે રીતે થવાનું કહે છે, “સનિમિત્તક અને અનિમિત્તક અર્થાત નિમિત્ત પામીને અને નિમિત્ત પામ્યા વિના.
પ્ર. - નિમિત્ત એટલે તો કારણ; કારણ વિના કાર્ય કેમ બને ?
અહીં‘નિમિત્ત’ નો અર્થ છે બાહ્ય કારણ. સંકલેશ ઉત્પન્ન થવામાં આભ્યન્તર કારણ કર્મનો
ઉદય તો હોય જ છે, પરંતુ કેટલીક વાર બાહ્ય નિમિત્ત હાજર ન હોય તો પણ સંકલેશ લઇ આવે છે,
અને કેટલીક વાર બાહ્ય કારણ ઊભાં થયા પછી જ સંકલેશ જાગે છે.
સંકલેશ થવામાં બાહ્ય નિમિત્ત તરીકે (૧) ઇન્દ્રિયોનો વિષય સંપર્ક બને છે. દા.ત. વિજાતીયનું રૂપ જોતાં કે વિષયવિલાસનાં ગીત સાંભળતાં ચિત્તમાં રાગાદિ સંકલેશ જાગે છે. તેમ, (૨) પૂર્વ ભુક્તનું સ્મરણ કરાય તે પણ સંકલેશનું નિમિત્ત બને છે. પૂર્વે ભોગવેલા વિષયો યાદ કરવા જતાં સંકલેશ જાગે છે. વળી, (૩) દૂધ દહીં-ઘી વગેરે રસોના આહાર અથવા લુખ્ખો પણ વધુ પડતો આહાર શરીરમાં વિકાર જગાડી સંકલેશ પેદા કરે છે. તેમજ, (૪) તેવા સંકિલષ્ટ સાધુ વગેરેના સંસર્ગમાં રહેવાથી પણ સંકલેશ જાગે છે...વગેરે.
આ સૂચવે છે કે સંકલેશથી બચવા માટે આ નિમિત્તોથી દૂર રહેવું જોઇએ, નિમિત્તો સેવવાં
જોઇએ નહિ.
પ્રીતિ-ભક્તિ-વચન -અસંગ અનુષ્ઠાન.
ધર્મના અનુષ્ઠાન ચાર પ્રકારે કરાય છે, - (૧) પ્રીતિથી, (૨) ભક્તિથી, (૩) શાસ્રવચનથી અને (૪) અસંગપણે. માટે તેની ઓળખ પણ પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન. ઇત્યાદિ તરીકે થાય છે. આ ચાર કક્ષા ક્રમિક છે. આરાધક જીવ પહેલાં પ્રીતિ-અનુષ્ઠાનથી શરૂઆત કરે છે, અને આગળ વધતાં ભક્તિઅનુષ્ઠાન વગેરેની કક્ષાએ ચઢે છે. આ ચારે ય અનુષ્ઠાન ઉપાદેય છે, આત્મવિશુદ્ધિને કરનારા છે, માટે તેનું આરાધન, બીજો કોઇ ભૌતિક સ્વાર્થ લેશ પણ રાખ્યા વિના, અત્યંત ઉપાદેય બુદ્ધિથી થવું જોઇએ, તેમજ એનાં એનાં લક્ષણ-સ્વરૂપ સાચવીને થવું જોઇએ. ચારેયના લક્ષણ-સ્વરૂપ આ પ્રકારે છે ઃ
(૧) પ્રીતિ-અનુષ્ઠાન - જે અનુષ્ઠાન (ક્રિયામાં) (૧) આદર એટલે કે અતિશય પ્રયત્ન હોય လူ અને (૨) પ્રીતિ, અભિરુચિ હોય, તેમજ તે ક્રિયા વખતે (૩) બીજા પ્રયોજનોનો ત્યાગ રાખે, અને (૪) એટલી બધી તે ક્રિયામાં એકનિષ્ઠતા હોય તે, પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. એથી ક્રિયાકારકનો કલ્યાણકારી ઉદય થાય છે.
(૨) ભક્તિ-અનુષ્ઠાન - જે અનુષ્ઠાનમાં (૧) પૂજ્યભાવનો અધિક સંબંધ થયો હોય, જે અનુષ્ઠાન કરનાર (૨) વિશેષ સમજ ધરાવતો હોય, અને (૩) ક્રિયારૂપે પ્રીતિ-અનુષ્ઠાનને સમાન હોય; છતાં એના કરતાં (૪) જે અધિક વિશિષ્ટ વિશેષતાવાળી પ્રવૃત્તિવાળું હોય, તેને ભક્તિ-અનુષ્ઠાન જાણવું.
(૩) વાનાનુષ્ઠાન - (૧) જિનાગમકથિત આદેશને જરાય ન ભૂલવાપૂર્વક જે ક્રિયા થતી હોય, તેમજ જ્યાં (૨) સમસ્ત ક્ષમાદિ યતિધર્મનું નિરતિચાર પાલન હોય, અને (3) પડિલેહણ (સૂક્ષ્મપણ જીવની હિંસા ન થાય એની કાળજીવાળું વસ્ત્ર પાત્ર ભૂમિ વગેરેનું નિરીક્ષણ-પ્રમાર્જન) વગેરે ધર્મયોગોમાં દેશ-કાળ-પુરુષ-વ્યવહારાદિનું ઔચિત્ય અર્થાત્ એને અનુકૂળ ભાવ જળવાતો
Page 109 of 211
Page #110
--------------------------------------------------------------------------
________________
હોય, એ ક્રિયા વચનાનુષ્ઠાન છે. એ નિશ્ચયનયની દ્રષ્ટિએ ચારિત્રવાન સાધુને જ હોય છે. કેમકે એમનું ગુણસ્થાનક છઠ્ઠ સર્વ વિરતિનું હોવાથી ત્યાં લોકસંજ્ઞાનું બંધન નથી હોતું અને એ જ સંસારરૂપી કિલ્લાને ઓળંગી જાય છે. ત્યારે વ્યવહારનયની દ્રષ્ટિએ મુનિ નહિ એવા બીજા પણ જિનાજ્ઞા પ્રધાન કરીને પ્રવર્તમાન માર્ગાનુસારી જીવને એ વચનાનુષ્ઠાન અંશે હોય છે.
૪ અસંગાનુષ્ઠાન - જે અનુષ્ઠાન, એના વારંવારના આસેવનથી ઊભા થયેલ વિશિષ્ટ સંસ્કારના બળે, જેમ ચંદનમાં સુવાસ, તેમ જીવની સાથે આત્મસાત્ થઇ ગયું હોય એ રીતે જિન કલ્પિકાદિ સપુરુષો વડે સેવવામાં આવે છે. તેને “અસંગાનુષ્ઠાન” કહે છે. એ જિનાગમના મૌલિક સંસ્કારમાંથી જન્મે છે.
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં ક એ છે કે કેવી રીતે ચાકડો પહેલાં કુંભારના દંડા પરના પ્રયત્નથી ચાલે છે, અને દંડો લઇ લીધા પછી એના સંસ્કાર ઉભા હોવાથી એમને એમ જાણે સહજ ભાવે ચાલે છે, તેવી રીતે પહેલાં જિનાગમના આદેશોના પૂરા સ્મરણ, પૂરા લક્ષ અને પાલન સાથે વચનાનુષ્ઠાન પ્રવર્તે છે, અને પછી એ આગમદેશો અને બહુસંખ્યક વચનાનુષ્ઠાનોના સંસ્કારબળે આગમ નિરપક્ષ અર્થાત આગમાદેશોનું સ્મરણ થયા વિના જ સહજભાવે અસંગાનુષ્ઠાન પ્રવર્તે છે. અસંગ એટલે સંગ નહિ, નહિ શાસ્ત્રનો, કે નહિ મોક્ષની તાલાવેલીનો. સુખ-દુઃખ અને સંસાર-મોક્ષ પ્રત્યે એ અસંગ સમભાવ યાને નિસ્પૃહભાવ રખાવે છે. ક્રિયા થાય છે તે પણ ઇચ્છા કર્યા વિના, સૂર્યના પ્રકાશદાનની જેમ સહજભાવે થાય છે. ક્રિયા થઇ જાય ખરી, પણ ક્રિયાનો રાગ નહિ.
પ્રીતિ-ભક્તિ-અનુષ્ઠાન માટે દ્રષ્ટાન્ત પત્ની પ્રત્યેનાં કર્તવ્ય અને માતા પ્રત્યેનાં કર્તવ્યનાં નનું અપાય છે. ગૃહસ્થ માણસને પત્ની અત્યન્ત વલ્લભ હોય છે, તેમ માતા પણ હિતકારિણી હોવાથી અત્યંત પ્રિય ઉપરાંત પૂજ્ય હોય છે. બંનેને ભાજન, વસ્ત્ર, ઔષધ વગેરે કરાવવાનાં કાર્ય સમાન હોય છે. છતાં પત્નીનાં કાર્ય પ્રીતિથી થાય છે, અને માતાનાં કાર્ય ભક્તિથી થાય છે. આમાં કાર્ય કરતી વખતે દિલના અમુક ભાવમાં ક પડે છે. બન્નેનું કાર્ય કરતી વખતે બીજાં કાર્યનાં ત્યાગ રખાવે એવી દિલની એકનિષ્ઠા સમાન, છતાં માતાનાં કાર્યમાં પ્રેમ ઉપરાંત વિશેષ સમજ સાથે એની પ્રત્યે ગૌરવ, પૂજ્યભાવ, અને એ ઉપકારક તરીકે ભારે કૃતજ્ઞભાવ હૈયે ઝળહળતો હોય છે. માનવતા અહીં જીવંત રહે છે. આજની જડવાદી કેળવણી આ કશું શિખવતી નથી.
પ્રભુ અને પ્રભુએ આદેશેલ અનુષ્ઠાનો પ્રત્યે આ પ્રીતિ અને ભક્તિ બંનેના ભાવ એટલે કે હયે પ્રીતિ, વિશેષ સમજ, પૂજ્યભાવનું ગૌરવ, અતિશય પ્રયત્ન અને એકનિષ્ઠતા ઝગમગતા રાખવાના છે. હજય શ્રદ્ધાનો ખપ કરાય છે. પણ ત્યાં મંદ પ્રયત્નવાળી ક્રિયા થાય છે. અને બીજી ક્રિયા અગર તેના ચિંતનનો શંભુમેળો કરાય છે. ત્યારે દિલમાં પ્રીતિ-ભક્તિના ભાવ જીવતા-જાગતા રાખવાનું કે ઉછળતા કરવાનું વિસરી જવાય છે. વીતરાગ બનવું છે તો પરમાત્માનો અનંત ઉપકાર, એમના અનંત ગુણો, અને એમનો અચિંત્ય પ્રભાવ જરાય વિસર્યા વિના. એટલે ? દરેક શુભ પ્રાપ્તિમાં એ યાદ કરીને, અને અશુભ પ્રાપ્તિમાં ય પૂર્વે એને આપણે ન ઝીલ્યાનું આ પરિણામ છે- એ ધ્યાન પર લાવી લાવીને, હવે હૃદયે પ્રીતિ-ભક્તિના મોજાં ઉછાળવાનાં. કૃતજ્ઞતા એ પાયાનો ગુણ છે. એ હૈયે વિલશતી રહે એટલે આ શક્ય છે. સાથે એમ થાય કે વીતરાગ બનવા માટે સતીના સુશીલ અને પ્રેમાળ પતિ પ્રત્યેના પ્રેમની જેમ વીતરાગ પ્રત્યે અથાગ રાગ પહેલાં કરું તો જ દુન્યવી રાગ છૂટશે. તો જ વીતરાગની આજ્ઞાને જીવનના પ્રાણ બનાવવાનું સત્ત્વ વિકસશે, અને ખીલેલું સત્તા
Page 110 of 211
Page #111
--------------------------------------------------------------------------
________________
ક્રોધાદિ આંતર શત્રુનો નાશ કરશે. બસ, ડગલે ને પગલે આવાં સ્મરણ કે- “અહો ! આ જગત પર વીતરાગ અરિહંત પ્રભુ એ કેવીક અકથ્ય વિભૂતિ ! કેવું એમનું અનુપમ શાસન ! અહાહા, અમારા પર કેટલો ગજબ ઉપકાર !'
પછી વચનાનુષ્ઠાન માટે શાસ્ત્રની વિધિનું સચોટ પાલન, અતિચારોનો સર્વથા ત્યાગ, ઉચ્ચ નું ઔચિત્ય વગેરે જાળવવા સાવધાની જરૂરી છે. વધુમાં, સંયમનો મહિમા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરૂષોએ શ્રી વિજયને માવ્યું કે
“કોઇ માણસ દરમહિને હજાર હજાર ગાયોનું દાન કરે અને કોઇ માણસ કાંઇ જ નહિ આપવા છતાં એક માત્ર સંયમની ઉપાસનામાં જ રત રહે, તો મહિને મહિને હજાર હજાર ગાયોનું દાન કરનાર આદમીના કરતાં પણ, કશું જ દાન નહિ કરતા એવા પણ સંયમી આત્માનો સંયમ શ્રેયસ્કર છે.” ધર્મદેશના અને અભયદાનની મહત્તા દર્શાવ્યા બાદ, ઉપકારિઓએ સંયમનો મહિમા પણ આ રીતિએ દર્શાવ્યો. સંયમનો મહિમા દર્શાવતાં મહાપુરૂષોએ લોકોની માન્યતા સમજાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અન્યથા, ગાયોનું દાન એ તો વાસ્તવિક રીતિએ દાન જ નથી. પાપપોષક દાનોનું દાનપણું જ નથી, પણ અજ્ઞાનોમાં જે માન્યતા રૂઢ હોય, તેને પણ આગળ કરીને તેવા આત્માને સમજાવવું પડે છે. આવાં વચનોથી અજ્ઞાનો ગાયોના દાનને પણ સમ્યગ્દાન ન માની લે, એ માટે જ આટલો ખૂલાસો કરવો પડે છે. આવા આવા કારણે ગીતાર્થની નિશ્રાએ જ ભણવાનો આદેશ છે. સ્વતંત્રપણે વાંચનારાઓ એમ પણ કહે કે- “શ્રી જૈનશસાનમાં પણ ગાયોના દાનનું વિધાન છે.” એવા શ્રી જૈનશાસનના નામે સ્વ-પરનું અહિત કરનારા નિવડે છે. વસ્તુના મર્મને સમજનારાઓજ વસ્તુના પરમાર્થને સમજી શકે છે. ઉત્તમ કોટિના શાસ્ત્રવિહિત દાનો અને પરમ કલ્યાણકારી શ્રી જિનમંદિરોનાં નિર્માણ આદિ અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ સંયમની આગળ યત્કિંચિત બની જાય છે. અનંત ઉપકારિઓએ ક્રમાવેલા સંયમનું પાલન કરનારો આત્મા, જે આત્મહિત સાથે અન્યોનું પણ હિત સાધી શકે છે, તે હિત દાનાદિ ક્રિયાઓથી તેટલી સહેલાઇથી નથી સાધી શકાતું. સાચો સંયમી જ સંપૂર્ણ અભયદાનનો દાતા બની શકે છે અને ધર્મદેશના પણ ધર્મદેશના રૂપે તે જ મુખ્યતયા કરી શકે છે. આ બધી વાતો યથાસ્થિતપણે સમજવા માટે કલ્યાણકામિઆએ ઉજમાળ બનવું જ જોઇએ.
મુનિવરો દ્વારા “દીક્ષા જ ઉપકારનું સાચું સાધન છે.” –એ પ્રમાણે જાણીને, શ્રી વિજય પ્રતિબોધ પામ્યા. પ્રતિબોધ પામવાથી સંવેગરંગથી રંગમય બનેલા શ્રી વિજયે, એક દિવસે આચાર્ય ભગવાન શ્રીમદ્ વિમલસૂરીશ્વરજી મહારાજાની પાસે તરત જ નિરવધ એવી પ્રવજ્યાને-દીક્ષાને ગ્રહણ કરી. આવા પુણ્યાત્મા જેવા ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરે છે, એવા અથવા એથી પણ અધિક ઉલ્લાસથી સંયમના પાલક બને છે. સુંદર સંયમના પાલનથી શ્રી વિજય સ્વ-પરના સાચા હિતસાધક બન્યા, શ્રી વિજય નામના તે મહર્ષિએ ઘણાં વર્ષો પર્યત શ્રમણપણું પાડ્યું. ઘણાં વર્ષો પર્યત શ્રમણપણું સુંદરમાં સુંદર રીતિએ પાળવા છતાં, પરમ પુણ્યશાળી એવા શ્રી વિજયનું શરીર પટુતાવાળું જ હતું. ઘણાં વર્ષો પર્યત શ્રમણપણું પાળીને તથા આયુષ્ય પૂર્ણ થયે પંડિત મરણ દ્વારા પટુતાયુક્ત દેહને તજીને, શ્રી વિજય નામના તે મહર્ષિ દેવલોકને પામ્યા અને ક્રમે કરીને તે શ્રી સિદ્વિપદને પણ પ્રાપ્ત કરશે. ખરેખર, આવા આત્માઓ ચિરકાલના સંસારના મહેમાન હોતા જ નથી. ઇર્ષાસમિતિ :
Page 111 of 211
Page #112
--------------------------------------------------------------------------
________________
પાંચ સમિતિઓમાં પહેલી સમિતિનું નામ છે- “ઇર્યાસમિતિ.” “ઇર્યા' નો અર્થ થાય છે-ગતિ. ગતિ એટલે ગમન કરવું. મુનિઓ, એ બસ જીવો કે સ્થાવર જીવો અથ જીવ માત્રને અભયદાન આપવા માટે જ દીક્ષિત થયેલા છે. તેઓ વિના પ્રયોજને તો ચાલતા પણ નથી : પરન્તુ સંયમના પાલનને માટે ચાલવું એ પણ આવશ્યક છે. એવી આવશ્યક્તા જ્યારે જ્યારે ઉભી થાય, ત્યારે ત્યારે શાસ્ત્રવિધિ મુજબ ઉપયોગપૂર્વક ચાલવું-એનું નામ “ઇર્યાસમિતિ' કહેવાય છે. જીવોની રક્ષા, એ તો મુનિઓનું વ્રત જ છે. મુનિઓ પોતાના કારણે કોઇ પણ જીવને હાનિ ન પહોંચે, એની કાળજીવાળા હોય છે અને એથી સંયમપાલન માટે આવશ્યક પ્રયોજને પણ ગમનાગમન કરતાં, સાચા યતિઓ જીવરક્ષાની કાળજી ધરાવે છે. આવા વ્રતધારી મુનિઓનું શરીર એ ધર્મશરીર છે અને એ ધર્મશરીરની રક્ષા એ પણ વિહિત છે. આ હેતુથી આવશ્યક પ્રયોજન પડયે પણ ચાલતા મુનિઓએ, જીવોની રક્ષાના નિમિત્તે અને પોતાના શરીરની રક્ષાના નિમિત્તે પગના અગ્રભાગથી આરમ્ભીને યુગ માત્ર ક્ષેત્ર એટલે ગાડાની ધુંસરી પ્રમાણ ક્ષેત્ર સુધી બરાબર જોઇને ચાલવાનો વિધિ છે. આ વિધિનો અમલ કરનારને ઇર્ષાસમિતિના પાલક કહેવાય છે.
સ, જીવદયાના પાલન માટે આ પણ ઘણી જ જરૂરી વસ્તુ છે.
આ વસ્તુના જાણ ચાલવામાં કેવા વિવેકી હોય, એ જ વિચારવાનું છે. ઇર્યાસમિતિના પાલક મનિઓ, આગળ ઘૂસરા પ્રમાણ જગ્યાનું નિરીક્ષણ કરતા ચાલે. માર્ગમાં આવતાં જીવવાળાં અનાજ વિગેરે બીજો, નાના પ્રકારની વનસ્પતિ, પાણીનાં સ્થાનો, માટી અને અન્ય જીવો આદિ ઉપર પગ ન આવી જાય-એની સાવચેતી તો એવા મહાપુરૂષોમાં પૂરેપૂરી હોય જ. ખાડા આદિને પણ ચાલે ત્યાં સુધી મુનિઓ લંઘે જ નહિ. આ સમિતિના પાલક મુનિઓ, તેવા કોઇ આવશ્યક પ્રયોજને ચાલવું પડે ત્યારે પણ કેવા માર્ગે ચાલે, એ માટેય ઉપકારિઓએ સુંદર વિધાન કર્યું છે. ઉપકારિઓ ક્રમાવે છે કે-મુનિઓ તે જ માર્ગે ચાલે, કે જે માર્ગ લોકોથી ખૂબ ખૂંદાયેલો હોય લોકો જે માર્ગે ન ચાલતા હોય, તે માર્ગે ચાલવું એ પણ મુનિઓ માટે ઉન્માર્ગ કહેવાય છે. લોકો જે પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા માને છે કે- “આ પ્રમાણેના સુંદર સમતાની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા ઉદાર અને અનુત્તર શ્રી વિજયના વૃત્તને એકતાનતા પૂર્વક સાંભળીને, હે ગુણશાલી ભવ્યજનો ! જન્મના છેદ માટે, એટલે કે-મુક્તિને માટે તમે “પ્રકૃતિસૌમ્ય' નામના ગુણને ધારણ કરો !” આ કથન દ્વારા શ્રી વિજયના ચરિતના હેતુને સ્પષ્ટ કરવા સાથે, ભવ્ય જીવોને જન્મ છેદવાનું જ ઉપકારી માવે છે. જન્મ જ દુ:ખનું આશ્રયસ્થાન છે : કારણ કે-સુંદર જીવન દ્વારા જો મરતાં આવડે, તો એ મુક્તિ માટે થાય છે. જન્મેલાને મુક્ત થવા માટે મરણની જરૂર છે, પણ કર્મક્ષય સાધ્યા પછી મરેલાને મુક્ત થવા માટે જન્મની જરૂર નથી, માટે ઉપકારી જન્મના છેદ માટે જ આ “પ્રકૃતિસૌમ્ય' ગુણનો આશ્રય કરવાનું માને છે.
જે માર્ગે લોકો ખૂબ ચાલતા હોય, તે માર્ગે છએ કાયના જીવો હોવા સંભવિત નથી : એ કારણે લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય તેવા માર્ગે મુનિઓએ ચાલવું, કે જેથી છ કાયના જીવોની વિરાધના થાય નહિ. એવા પણ માર્ગે જો રાત્રિના ચાલવામાં આવે, તો રાત્રિના સમયે ઉત્પન્ન થઇ થઇને પડેલા જે સમ્પતિમ ત્રસ જીવો, તેની વિરાધના થાય : એ કારણે ઉપકારિઓએ માવ્યું છે કે-એવા પણ માર્ગે રાત્રિના વખતે મુનિઓએ ચાલવું નહિ. લોકો દ્વારા અત્યન્ત ખૂંદાએલા માર્ગે પણ
Page 112 of 211
Page #113
--------------------------------------------------------------------------
________________
યતિઓએ રાત્રિનાસમયે નહિ ચાલવું જોઇએ, પરન્તુ જ્યારે તે માર્ગ સૂર્યના કિરણોથી સ્પર્શાય, ત્યાર બાદ જ તેવા પણ માર્ગે જરૂર મુજબ ઉપયોગથી ચાલવું જોઇએ. સૂર્યનાં કિરણોનો સ્પર્શ થવાથી, સંપાતિમ જીવોનો નાશ થઇ જ જાય છે, એટલે સૂર્યનાં કિરણોના યોગે સમ્માતિમ જીવોનો અભાવ હોય છે અને લોકો ખૂબ ચાલતા હોવાથી, અન્ય જીવોનો પણ અભાવ હોય છે : એથી એવે રસ્તે, દિવસના અને તે પણ જરૂરી કારણે, ઉપયોગપૂર્વક ચાલતા મુનિઓ પોતાના અહિંસાધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરી શકે છે.
સ, જીવદયાના પાલન માટે અજબ જેવી કાળજી રાખવામાં આવી છે.
અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ધર્મને જે અજોડ કહેવામાં આવે છે. તે વિના. કારણે નથી. યોગ્ય આત્માઓ વિવેકપૂર્વક અભ્યાસ કરે, તો તેમને શ્રી જૈનશાસન અજોડ લાગ્યા વિના રહે જ નહિ. તેમને અવશ્ય ખાત્રી થાય કે સ્વપરના કલ્યાણનો આ જ એક વાસ્તવિક માર્ગ છે. સુન્દર ભવિતવ્યતા તથા લઘુકર્મિતાના યોગે મોક્ષનું અર્થિપણું હોય, એ માટે સદ્ધર્મને શોધવાની તીવ્ર વૃત્તિ હોય અને આગ્રહરહિતપણું આદિ હોય, તો આ શાસનની યથાર્થવાદિતા સમજાવી મુશ્કેલ નથી. હવે આ રીતિએ જન્તુઓની કાળજી ધરાવનાર આ શાસને, જન્તુઓને અભયદાન દેવા માટે જ દીક્ષિત થયેલા મુનિઓનું શરીર, કે જે ધર્મશરીર છે, તેની રક્ષા માટે ખૂબ જ કાળજી કરી છે. માં જેમ પોતાના બચ્ચાને ખાડા-ટેકરા કુદવાની મના કરે, તેમ ઉપકારિઓએ પણ મુનિઓને ખાડા-ટેકરાવાળા વિષમ માગને નહિ લંઘતાં, થોડું અધિક ચાલવું પડે તો તેમ કરીને પણ, એવા પ્રદેશોને નહિ લંઘવા એમ માવ્યું છે : કારણ ક-એવા લંઘન આદિ કરવામાં ધર્મશરીરને હાનિ પહોંચવાનો સંભવ છે. એને હાનિ પહોંચવાથી મોક્ષમાર્ગ રૂપ રત્નત્રયીની આરાધનામાં આવવાનો પણ સંભવ છે. વળી તેવી રીતિએ લંઘવામાં જીવદયાના હેતુને પણ નુક્શાન પહોંચે, તો તે અસંભવિત નથી. આરીતિએ જન્તુઓની અને સંયમ સાધક શરીરની પણ રક્ષા માટે આ પ્રથમ સમિતિ અતિશય જરૂરી છે, એમાં શંકાને અવકાશ છે ?
સ, જરા પણ નહિ ! હવે ઉપકાર આદિના નામે, કેટલાકો રેલવિહાર આદિની જે વાતો કરે છે, તે કેવી લાગે છે
?
સ. આવા ઉત્તમ આચારના પાલનનું જ્યાં વિધાન છે, ત્યાં એ વસ્તુઓનો વિચાર પણ ભયંકર છે.
ઉત્તમ આચારને માનનારા આમ જ માને છે અને વર્તે છે, પણ પાપાત્માઓ આવા માર્ગની પણ અવગણના કરીને ઉન્માર્ગે ચાલે છે અને એનો પ્રચાર કરવાનું પણ કારમું પાપ આચરે છે. રાત્રિના સમયે ભટકનારા અને રેલવિહાર આદિના કરનારા વેષ ધારિઓ જ્યારે સન્માર્ગનો પણ વિરોધ કરે છે, ત્યારે તેઆ ધ્યાના પરિણામથી પણ પરવરેલા હોય એવા લાગે છે. એવાઓને આ સમિતિનું વર્ણન પણ ખટકે એ સ્વાભાવિક જ છે.
સ. તેવા પાપી આત્માઓને ખટકે, કેમકે તેમનું પાપ ઉઘાડું પડી જાય ને ? મારા જેવાને તો આ બહુ જ ગમે છે.
જે આત્માઓ કોઇ પણ કુલમાં ઉત્પન્ન થવા છતાં પણ, તથા પ્રકારની યોગ્યતાને ધરનારા હોય છે અને સમ્યગ્દર્શનને પામેલા નહિ હોવા છતાં પણ, ભદ્રિક્તા આદિ ગુણોને ધરનારા હોય છે,
Page 113 of 211
Page #114
--------------------------------------------------------------------------
________________
તે આત્માઓને આવાં વિધાનો રૂચિકર નિવડે તે સ્વાભાવિક જ છે. ઘોર મિથ્યાત્વમાં સબડતા વેષધારિઓને અને તેવા બીજા પણ અયોગ્ય આત્માઓને આવાં વિધાનો ન રૂચે. અવા પામરોની તો કોઇ દશા જ જૂદી હોય છે. કેટલાકો તો દેવ-ગુરૂ-ધર્મની સાથે કુટીલ રમત રમવાને ટેવાઇ ગયેલા હોય છે અને તમે કહ્યું તેમ પોતાનું પાપ ઢાંકવા આદિના ઇરાદે પણ સદ્ગુરૂઓની સત્પ્રવૃત્તિઓને નિન્દનારા હોય છે. બાકી સાચું યતિજીવન જીવવાને માટે આ સમિતિના પાલનનો પણ આવશ્યક્તા છે એ નિર્વિવાદ વાત છે. આ વિધાન મુનિઓને માટે છે, છતાં ગૃહસ્થોને ય બોધપાઠ રૂપ છે. પૌષધમાં તો પાંચેય સમિતિના પાલનનું જ ગૃહસ્થોને માટે ય વિધાન છે, પરન્તુ તે સિવાય પણ ગૃહસ્થોએ ચાલતી વેળાએ ઉપયોગ રાખવો એ કલ્યાણકર છે. ઉત્તમ ગૃહસ્થો પણ નીચી દ્રષ્ટિએ ચાલનારા હોય છે. નીચી દ્રષ્ટિએ ચાલવામાં શીલને પણ લાભ છે અને ઉપયોગ રાખવામાં આવે તો જીવદયાનું પાલન પણ છે. આથી ગૃહસ્થોએ પણ આનો શક્ય અમલ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. હવે શાસ્ત્રવિધિ મુજબ એવા પ્રકારના ઉપયોગ પૂર્વક ચાલતા પણ મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ થઇ જવો, એ અસંભવિત વસ્તુ નથી : પરન્તુ ઉપકારિઓ માવે છે કે-એવા પ્રકારના ઉપયોગ પૂર્વક ચાલતા મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ થઇ જાય, તો પણ તેમને તે પ્રાણિના વધનું પાપ લાગતું નથી. જીવદયાના પરિણામમાં રમતા અને કોઇ પણ પ્રાણિને ઇજા સરખી પણ ન થાઓ-એ હેતુથી ઉપયોગ પૂર્વક અને શાસ્ત્રવિહિત માર્ગે શાસ્ત્રવિહિત વિધિથી ચાલતા મહાત્માને, કદાચિત્ થઇ જતી હિંસાથી પાપ લાગતું નથી. એવાઉપયોગશીલ મહાત્મા સર્વ ભાવથી શુદ્ધ હોવાના કારણે, તેઓના કાયયોગને પામીને કોઇ જીવનો નાશ થઇ જાય તો પણ, તે મહાત્માને તે નિમિત્તનો સૂક્ષ્મ પણ બંધ આગમમાં કહ્યો નથો. જીવ મરે કે ન મરે, છતાં પણ અસદ્ આચાર કરનારને નિશ્ચયથી હિંસા માની છે, જ્યારે સમિતિથી સમિત એવા પ્રયત્નશીલ મહાત્માને માટે હિંસા માત્રથી બંધ માનવામાં આવ્યો નથી. ઉપયોગહીનપણે ચાલનારો, તેનાથી પ્રાણિવધ કદાચ ન પણ થાય, તોય હિંસક જ છે ઃ કારણ કે-તે સમયે તેને પ્રાણિવધ ન થાય એની કાળજી નથી. આજ્ઞાનુસારી મહાત્મામાં તે કાળજી હોય છે અને તેથીજ તેઓને હિંસામાત્રથી બન્ધ થતો નથી. આવા હિંસા-અહિંસાના માર્ગને પણ કોઇ ભાગ્યશાળી આત્માઓ જ પામી શકે છે. પૌદ્ગલિક લાલસામાં ખૂંચેલા અને ધર્મશાસ્ત્રોને શરણે નહિ રહેતા, પોતાની સ્વચ્છન્દી કલ્પનાઆને જ પ્રમાણભૂત માની તેમ મનાવવા મથનારા હિંસા-અહિંસાની ગમે તેટલી વાતો કરે, પણ હિંસા-અહિંસાના આ જાતિના વિવેકને તેઓ પામી શકે, એ શક્ય જ નથી.
24. આવાં ઉત્તમ શાસ્ત્રોના આ જાતિના પરમાર્થને પામનારાઓ ખરેખર ધન્યવાદના પાત્ર
છે.
બીજી ભાષા-સમિતિ ઃ
હવે બીજી સમિતિનું નામ છે- ‘ભાષાસમિતિ.' બોલવામાં સમ્યક્ પ્રકારની પ્રવૃત્તિને ભાષાસમિતિ કહેવાય છે. ભાષા જેમ કલ્યાણકારિણી છે, તેમ અકલ્યાણકારિણી પણ છે. ભાષાસમિતિનું પાલન કરવા ઇચ્છનારે, ભાષાના દોષો અને ગુણો સમજવા જ જોઇએ. ઉપકારિઓ ભાષામાં કયા કયા દોષો છે, એ માટે પણ ઘણું ઘણું ફરમાવી ગયા છે : પણ દોષોથી નિર્ભીક્ બનેલા આત્માઓ એના અભ્યાસ અને અમલથી વંચિત રહે એ સહજ છે. આવા સુંદર શાસનને પામવા છતાં
Page 114 of 211
Page #115
--------------------------------------------------------------------------
________________
પણ, જેઓ ભાષાના દોષથી બચતા નથી, તેઓ ખરે જ કમનસિબ છે. દાત્મિક્તાથી મધુર બોલવું, એ પણ ભાષાસમિતિ નથી. દુર્જનોની ભાષામાં મધુરતા હોય છે, પણ તે દમ્મથી હોય છે. દુર્જનોની. જીભના અગ્રભાગમાંથી ભલે સાકર ખરતી હોય, પણ તેઓના પ્રત્યેક રોમે હાલાહલ વિષ હોય છે. સજ્જનોની વાણીમાં કદી કદી કટુતા દેખાય છે, છતાં તે સારા પરિણામ માટે જ હોય છે. સજ્જન પુરૂષોની કટુતાની ટીકા કરનારા દુર્જનો જ હોય છે. હિતકારિણી કટુતા પણ મધુરતા જ છે. ભાષાના દોષોનો ત્યાગ કરનારા અને ધૂર્તો, કામુકો, હિંસકો, ચોટ્ટાઓ અને નાસ્તિકો આદિની ભાષાનો ત્યાગ કરનારા પુણ્યાત્માઓની વાણી સૌ કોઇનું હિત કરનારી જ હોય છે. હિતકારિણી ભાષાને પણ કટુ ભાષા કહેનારા ખરે જ અજ્ઞાનો છે. ભાષાના દોષો અને ધૂર્ત આદિના ભાષિતોને તજીને હિતકારી બોલનારા મહાત્માઓ પરિમિત જ બોલનારા હોય. આ જ કારણે, ઉપકારિઓ ક્રમાવે છે કે-ઉત્તમ આત્માઓ મધુર, યુક્તિયુક્ત, થોડું, કાર્ય માટે જરૂરી, ગર્વ વિનાનું, અતુચ્છ અને બોલવા પૂર્વે શુદ્ધ મતિથી વિચાર કરીને જે ધર્મસંયુક્ત હોય છે તે જ બોલે છે. પંડિત પુરૂષો જેમ અસત્ય અગર સત્યાસત્ય વાણીને નથી ઉચ્ચારતા, તેમ કેટલીક એવી પણ તથ્ય વાણીને નથી ઉચ્ચારતા, કે જે વાણી તથ્ય હોવા છતાં પણ હિતઘાતકતા આદિવાળી હોય. તથ્ય પણ વાણી પ્રિય અને હિતકારી હોવી જોઇએ. આથી જ ઉપકારિઓ માને છે ક-પંડિત પુરૂષોએ જે વાણીનો સ્વીકાર કર્યો નથી, તેવી વાણીનો બુદ્ધિશાળી આત્માએ ત્યાગ કરવો જોઇએ. જેમ હિંસા-અહિંસાના સંબંધમાં ઘણું સમજવા જેવું છે, તેમ વાસ્તવિક રીતિએ સત્ય કોને કહેવાય અને અસત્ય કોને કહેવાય, એ પણ સમજવાની જરૂર છે. એને નહિ સમજનારાઓ અહિંસાના નામ હિંસાના ઉપાસક બનવાની જેમ, સત્યના નામે પણ અસત્યને જ બોલનારા બને છે. ત્રીજી એષણા-સમિતિ :
હવે ત્રીજી સમિતિનું નામ છે- “એષણાસમિતિ” અણાહારી પદના અર્થી મુનિવરો અનશન આદિ તપોની આચરણાના રસીયા હોય છે : છતાં સંયમયાત્રાના નિર્વાહ માટે તપસ્વી પણ મુનિવરોને આહાર નથી જ લેવો પડતો એમ નહિ :પરન્ત શ્રી જૈનશાસનના મુનિવરો સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારના લેનારા હોવાના કારણે, આહાર કરવા છતાં પણ, તે મહાત્માઓને ઉપવાસી કહેવાય છે. સંયમાદિની રક્ષા માટે જ આહારના ગ્રહણ કરનારા પણ મુનિવરોને માટે, અનંત ઉપકારિઓએ બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર લેવાનું વિધાન કર્યું છે. બેંતાલીશા દોષોના વર્જનપૂર્વક મેળવેલા પણ તે આહારનો, પાંચ દોષોથી રહિતપણે જ ઉપયોગ કરવાનું ઉપકારિઓએ ક્રમાવ્યું છે. એ પ્રમાણે વર્તનારા મહાત્માઓ જ એષણા-સમિતિના પાલક કહેવાય. છે. બેંતાલીશ દોષથી અદૂષિત એવો આહાર મેળવવો અને પાંચ દોષોથી રહિતપણે એ આહારનો ઉપયોગ કરવો, એનું નામ “એષણાસમિતિ” છે. રસનાના ગુલામો અને ખાવામાં જ આનંદ માનનારાઓ, એ સમિતિના પાલનમાં પંગુ બને, એ સ્વાભાવિક વસ્તુ જ છે. મુનિપણાના આસ્વાદને પામેલા આત્માઓ રસનાને આધીન બની આહારમાં લખ્યુટ બને એ શક્ય નથી અને એવા જ આત્માઓ આ સમિતિનું પાલન કરી શકે છે. આહારલપેટતા, એ પણ અત્યન્ત ભયંકર વસ્તુ છે. પરિણામે મુનિપણાની તે ઘાતક પણ નિવડે છે, માટે કલ્યાણકામી મુનિઓ એને આધીન બનતા જ નથી. એવા મુનિઓ પ્રથમની બે સમિતિઓનું જેમ સુંદરમાં સુંદર પાલન કરે છે, તેમ આ ત્રીજી
Page 115 of 211
Page #116
--------------------------------------------------------------------------
________________
સમિતિનું પણ સુંદરમાં સુંદર પાલન કરે છે. ચોથી અદાનનિક્ષેપ-સમિતિ:
ચોથી સમિતિનું નામ- ‘આદાનનિક્ષેપ સમિતિ” છે. મુનિઓને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ગ્રહણ કરેલાં ધર્મોપકરણોને લેવાં પણ પડે અને મૂકવાં પણ પડે. “આદાન’ એટલે લેવું અને નિક્ષેપ' એટલે મૂકવું : એમાં સખ્ય પ્રવૃત્તિ, એનું નામ “આદાનનિક્ષેપ સમિતિ” છે. આસન, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણોને લેતાં અને મૂકતાં, જોવાની અને પ્રમાર્જિવાની આજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરનારા આ ચોથી સમિતિના પાલક બને છે. કોઇ પણ વસ્તુને લેતાં અને તે વસ્તુને મૂકતાં જમીન આદિને બરાબર ચક્ષુથી જોવી જોઇએ અને ચક્ષુથી જોયા પછી રજોહરણ આદિથી એટલે કે પૂજવાને લાયક વસ્તુથી ઉપયોગપૂર્વક પૂજીને લેવી અને મૂકવી જોઇએ. ઉપયોગપૂર્વક નહિ જોનારા અને નહિ પૂજનારા મુનિઓ, આ સમિતિનો ભંગ જ કરે છે, જીવદયાનો પાલક કોઇ પણ મુનિ આ સમિતિનો ઉપેક્ષા કરી શકે નહિ. ભૂમિને જોયા કે પ્રમજ્યા વિના જેઓ ભૂમિ ઉપર ધર્મનાં ઉપકરણોને મૂકે છે અને ઉપકરણોને જોયાં કે પ્રમાર્યા વિના જેઓ લે છે, તેઓ ખરે જ આ સમિતિ પ્રત્યે કારમી બેદરકારી કરનારા છે. આ બેદરકારી વધે, તો તે પરિણામે મુનિપણાને હતપ્રહત કરી નાખનારી છે. જોવું એ ચક્ષુથી પ્રતિલેખના છે અને પૂજવું એ રજોહરણાદિ પૂજવાની વસ્તુથી પ્રતિલેખના છે. આ પ્રતિલેખના પણ મુનિઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, પણ અનેક નિમિત્તોથી કેટલાકો આની ઉપેક્ષા કરનારા બન્યા છે અને તેઓએ પ્રતિલેખનાને એક નિરૂપયોગી જેવી ચીજ બનાવી દીધી છે. ચક્ષ કામ આપી શકે એવા સમયે કરવાની પ્રતિલેખના ન કરે અને ચક્ષ કામ ના આપી શકે એવાં સમયે પ્રતિલેખના કરવાનો ચાળો કરે, એવાઓ પ્રતિલેખના કરે છે કે પ્રતિલેખનાની મશ્કરી કરે છે, એ એક કારમો પ્રશ્ન છે. પ્રતિલેખના, એ એક ઉથલ-પાથલ કરવાની યા તો વસ્ત્ર આદિ ઉપર પડેલી ધૂળ ખંખેરવાની ક્રિયા નથી. પ્રતિલેખના, એ પણ એક ઉત્તમમાં ઉત્તમ જીવદયાની કરણી છે. જીવદયાની આવી ઉત્તમમાં ઉત્તમ કરણી તરફ બેદરકાર બની જેઓ વિદ્વાન બનવા ઇચ્છતા હોય, તેઓ સાચા વિદ્વાન બને એ શક્ય નથી. અનંતજ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિયાઓની બેદરકારી, એ કારમી કમનશિબીને જ સૂચવે છે અને એવી કારમો કમનશિબીથી તેને જાણ્યા છતાંયા નહિ કમ્પનારા, એ ભારેમાં ભારે અજ્ઞાનિઓ છે. વળી એક સુંદરમાં સુંદર જીવરક્ષા કરવાની પ્રતિલેખના રૂપ ક્રિયાને જ્યારે જીવઘાતનું જ કારણ બનાવતા કેટલાકો જોવાય છે, ત્યારે તો કોઇ પણ વિવેકિને કારમી ગ્લાની થાય એ સહજ છે. એ ગ્લાનિ એમ બોલાવે કે- “આ ઉથલપાથલ કરનારાઓનું શું થશે?” -તો તે અસ્વાભાવિક નથી. કેવલ દ્રવ્યક્રિયામાં રાચનારાઓની સઘળી જ ક્રિયાઓ આવી હોય છે. પરના દોષો જોવામાં કુશળ બનેલાઓ, પોતાના દોષો કદી જ જોઇ શકતા નથી. એવાઓએ અનેક ક્રિયાઓની માફ્ટ આ પ્રતિલેખનાની પણ કારમી. દુર્દશા કરી છે. એવામાં જો થોડી પણ માર્ગરૂચિ હોય, તો ઉપકારિઓએ એવાઓ જાગૃત થાય એવું માવ્યું છે. ઉપકારિઓના એ માનને પ્રત્યેક મુનિ પ્રેમપૂર્વક વાંચે, વિચારે અને ખૂબ જ જાગૃત બને તથા જો પોતામાં એવી જાતિની બેદરકારી આદિ દેખાય તો તેને ખંખેરી નાખવા માટે સજ્જ થાય, એ કલ્યાણકારી છે. પ્રતિલેખનામાં પ્રમત્ત બનેલા મુનિને અનંત ઉપકારિઓએ જીએ કાયોનો વિરાધક ગણ્યો છે. ષટકાયની પોતાનાથી વિરાધના થાય છે, એ જાણતાં જ ભવભીરૂઓને
Page 116 of 211
Page #117
--------------------------------------------------------------------------
________________
કમ્પારી છૂટવી જોઇએ. મુનિઓને તો ષડજીવનિકાયના રક્ષક ગણવામાં આવ્યા છે. તેઓ જ જો પ્રતિલેખનાના વિધિ પ્રતિ બેદરકાર બને, તો એ રક્ષકપણું રહ્યું ક્યાં ? પ્રતિલેખનામાં પ્રમત્ત નહિ બનવાનો ઉપદેશ આપતાં પરમ ઉપકારી મહાપુરૂષો સ્પષ્ટ રીતિએ માવે છે કે
“पडिलेहणं कुणंता मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। १ ।।" _ “पुढवीआउक्काए तेऊवाऊवणस्सइतसाणं ।
પડદાપમરો, કદંપિ વિરાણો મામો || ૨ ||” ઉપકારી મહાપુરૂષોના આ કથનનો એ ભાવ છે કે-પડિલેહણને કરતો જે પરસ્પર કથા કરે છે, દેશની કથાને કરે છે અથવા પચ્ચખ્ખાણ આપે છે, સ્વયં વાચના આપે છે અથવા તો અન્ય પાસે સ્વયં વાચના અંગીકાર કરે છે, તે પડિલેહણમાં પ્રમાદી ગણાય છે : પડિલેહણમાં એવા પ્રમત્ત બનેલાને પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ છએ પણ કાયોનો વિરાધક અનંત ઉપકારિઓએ કહેલો છે. અનન્ત ઉપકારિઓના આ માનથી સમજી શકાશે કે-પચ્ચખાણ લેવા-દેવાની ક્રિયા અને શાસ્ત્રની વાચના લેવા-દેવાની ક્રિયા, કે જે કલ્યાણકારિણી છે, તેનો પણ પડિલેહણમાં નિષેધ કર્યો છે : કારણ કે-એથી પડિલેહણનો હેતુ જે જીવરક્ષા છે, તે માર્યો જાય છે. જે કાલમાં જે ક્રિયા કરવાની હોય, તે ક્રિયા જ કરવાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા છે. આ આજ્ઞાને નહિ સમજનારાઓ ગડબડ કરે એ જૂદી વાત છે, પણ સમજનારાઓએ તો આ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરવું જ જોઇએ. પડિલેહણ જેવી જીવરક્ષાની સર્વોત્તમ ક્રિયામાં પ્રમાદી બનવું અને એ કરતાં કરતાં પડિલેહણમાં ઉપયોગશૂન્ય થવાય એવું કરવું, એ પણ પ્રમાદ છે. એવા પ્રમાદમાં પડવું, એ પડિલેહણ કરવા છતાં પણ વિરાધક બનવાનો ધંધો છે. આ પડિલેહણને શુદ્ધ રીતિએ કરનારો અને ધર્મોપકરણને લેવામૂકવામાં ઉપયોગપૂર્વક જોઇને અને પૂંજીને લેનારો અને મૂકનારો જ, આ ચોથી સમિતિનો પાલક બને છે. પાંચમી ઉત્સર્ગ સમિતિ :
હવે પાંચમી સમિતિ છે- “ઉત્સર્ગ સમિતિ” આને “પારિષ્ઠાપનિકા સમિતિ” પણ કહેવાય છે. પરિષ્ઠાપના યોગ્ય એટલે તજવા યોગ્ય જે વસ્તુઓ, તેનો ત્યાગ એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગ અથવા તો “પરિષ્ઠાપના.” એમાં સમ્યક્ પ્રકારે વિધિપૂર્વકની પ્રવૃત્તિ કરવી-એનું નામ કહેવાય છેઉત્સર્ગ-સમિતિ” અથવા તો “પારિષ્ઠાપનિકા-સમિતિ' કફ, મૂત્ર અને મલ તો તજવા લાયક તરીકે પ્રસિદ્ધ છે. કફ એટલે શ્લેખ, કે જે મુખ અને નાકમાં સંચરણ કરનારો હોય છે અને મૂત્ર તથા મલ એ તો સૌ કોઇને જ્ઞાત છે, તેનો ત્યાગ તથા નિરૂપયોગી બનેલ વસ્ત્ર અને પાત્ર તથા દોષ આદિના. કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભક્ત-પાન વિગેરે વસ્તુઓનો ત્યાગ આવશ્યક છે : પણ એનો ત્યાગ બસ-સ્થાવર જીવોથી રહિત એવી જે પૃથ્વી, તેના તલ ઉપર, અર્થા–શુદ્ધ સ્થંડિલ એટલે જતુરહિત જગ્યાએ ઉપયોગપૂર્વક કરવો, એનું નામ “ઉત્સર્ગ-સમિતિ' કહેવાય છે. કફ આદિનો અને ત્યાજ્ય બનેલ વસ્ત્ર તથા પાત્રાદિનો જેઓ ઉપયોગપૂર્વક શુદ્ધ બસ-સ્થાવર જીવોથી રહિત એવી. ભૂમિ ઉપર ત્યાગ કરે છે, તેઓ જ આ સમિતિના પાલક બને છે. સાધુઓને માટે ગમે ત્યાં થુંકવું અગર ગમે તેમ ગળફો નાંખવો, એ પણ અનુચિત જ છે. જીવરક્ષા કરવાના અભિલાષી મુનિવરો
Page 117 of 211
Page #118
--------------------------------------------------------------------------
________________
ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ પણ એવી રીતિએ અને એવી જગ્યાએ કરે, કે જેથી બસ-સ્થાવર જીવાની વિરાધનાથી બચી શકાય. સમિતિની બેદરક્ષરીને તજો :
આ પાંચ સમિતિઓ વિના સાચા મુનિપણાના આચારોનું પાલન શક્ય નથી અને રેલવિહાર આદિ કરનારાઓ આનું પરિપાલન કરતા જ નથી, એમાં વિવાદને સ્થાન નથી. એવાઓને જ્યાં મનિપણાની દરકાર નથી, અનન્તજ્ઞાનિઓની આજ્ઞાની દરકાર નથી, ત્યાં ગમે તેમ વર્તે એથી નવાઇ પામવા જેવું કાંઇ જ નથી : પરન્તુ એવાઓને ઉત્તમ પાત્ર તરીકે માની લેનારાઓએ ખાસ ચેતવા જેવું છે : કારણ કે તેઓ ઉત્તમ પાત્રની ભક્તિ કરવાને ઇચ્છે છે, છતાં તેવા નાલાયકોને અજ્ઞાનાદિથી ઉત્તમ પાત્ર માને છે. જેઓ પદ્ગલિક હેતુથી, મત્ર-તત્ર આદિના કારણે જ એવાઓને માને છે અને પૂજે છે, તેઓ દયા ખાવા લાયક જ છે : પણ મોક્ષના અર્થિઓએ તો એવાઓનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ : કારણ કે-ઉત્તમ પાત્ર રૂપ યતિઓ તેઓ જ છે, કે જેઓ પાંચ સમિતિઓને પણ ધરનારા હોય. યતિઓ ગુપ્તિશાલી પણ હોવા જોઇએ :
- યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત જોઇએ, તેમ આપણે જેનું સંક્ષેપથી વર્ણન કરી આવ્યા એ પાંચ સમિતિઓના ધારક પણ જોઇએ અને “ત્રણ ગુપ્તિઓથી શોભતા' પણ હોવા જોઇએ. આત્માના સંરક્ષણને અથવા તો મુમુક્ષુના યોગનિગ્રહને ગુપ્તિ કહેવાયા છે. દેહના સંરક્ષણને છોડીને આત્માના સંરક્ષણને કરવું, એનું નામ ગુપ્તિ છે. મન-વચન-કાયાનો નિગ્રહ કરવો અને એ દ્વારા આત્માનું સંરક્ષણ કરવું, એ ઘણું જ આવશ્યક છે. સખ્ય પ્રવૃત્તિને
જ્યારે સમિતિ કહેવાય છે, ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ લક્ષણ ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ કેમ છે ? -એ વાત હવે આપણે હમણાં ગુપ્તિનું સંક્ષેપથી વર્ણન વિચારીએ છીએ, એથી સમજાશે. મનોગતિના ત્રણ પ્રકારો -
ગુણિઓ ત્રણ છે એક મનોગુપ્તિ, બીજી વાગૂતિ અને ત્રીજી કાયમુર્તિ. આ ત્રણમાં પ્રથમ જે મનોગુપ્તિ છે, એ ત્રણ પ્રકારની છે :
(૧) ત્રણમાં પ્રથમ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ વર્ણવતાં ઉપકારિઓ ક્રમાવે છે કે-આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અનુબન્ધ કરનારી જે કલ્પનાઓ, તેની જે જાલ, તેનો વિયોગ એનું નામ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ સંસારને વધારનારાં અને
ને આપનારાં ધ્યાનો છે. દુનિયા સંબંધી સઘળાય સારા-ખરાબ વિચારો, આ બે ધ્યાનોમાં સમાઇ જાય છે. આ બે ધ્યાનોના સંબંધમાં ઘણું ઘણું કહેવા જેવું છે, પણ હાલ આટલું ટૂંકું જ આ બે ધ્યાનના સમ્બન્ધમાં સમજાવીને આગળ ચાલવું પડે તેમ છે. પાપવર્ધક વિચારોથી મનને દૂર કરવું, એનું નામ પ્રથમ પ્રકારની મનોગુક્તિ છે. મન ઉપર એવો કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જેથી તે દુનિયાદારીની કોઇ પણ વિચારણામાં જોડાય નહિ. દુન્યવી સુખની ઇચ્છા, એ જ આ દુર્ગાનોનું મૂળ છે. એ ઇચ્છા ઉપર જેટલે અંશે કાબૂ આવી જાય, તેટલે અંશે દુર્ગાનથી બચી
Page 118 of 211
Page #119
--------------------------------------------------------------------------
________________
શકાય. ઇષ્ટ વસ્તુ પણ દુન્યવી સુખ માટે ઇચ્છવી, એ ખરાબ જ છે. વળી મુનિઓ તા નિર્જરાના જ અર્થી હોય, એટલે મુનિઓએ તો દુન્યવી વિચાર માત્રથી મનને રોકવું જોઇએ અને એ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે.
(૨) બીજા પ્રકારની મનોગુપ્તિનું વર્ણન કરતાં પણ ઉપકારિઓએ માવ્યું છે કે-શાસ્ત્રોને અનુસરનારી, પરલોકને સારા રૂપમાં સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી એવી જે માનસિક માધ્યસ્થ પરિણતિ, એ બીજા પ્રકારની મનોગુપ્તિ છે. શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓ આ મનોતિને પામ્યા નથી અને પામશે પણ નહિ. ધર્મધ્યાન, એ એક એવી વસ્તુ છે કે-સઘળાય આત્મકલ્યાણના વિચારો એમાં સમાવિષ્ટ થાય છે. આ માધ્યચ્ચ પરિણતિ પણ અનુપમ કોટિની હોય છે. સાચા-ખોટાનો શંભુમેળો કરાવનારી મૂર્ખતા રૂપ આ માધ્યચ્ચ પરિણતિ નથી. એવી માધ્યચ્ચ પરિણતિ તો અજ્ઞાનોએ માનેલી હોય છે. આવી મનોગુપ્તિ, કે જે પરમ શુદ્ધ માધ્યચ્ચ પરિણતિ રૂપ છે અને જેમાં સત્ય સત્ય રૂપે અને અસત્ય અસત્ય રૂપે સ્પષ્ટતયા ભાસમાન થાય છે, તે જ આદરણીય છે. માધ્યચ્ચ પરિણતિ વસ્તુને શુદ્ધ સ્વરૂપે ઓળખાવા માટે શુદ્ધ આરિસા જેવી છે. એવી માધ્યચ્ચ પરિણતિ શાસ્ત્રાનુસારિણી જ હોય, એ જ કારણે એ સુદર એવો જે પરલોક તેને સાધનારી હોય અને એથી જ એ ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી હોય : આ રીતિએ જોતાં સઘળાય કલ્યાણ વિચારો જેમાં સમાય છે, એવા સુંદર પ્રકારના ધ્યાનની એ જડ નાખનારી છે. આ કારણે મુનિઓ આ બીજા પ્રકારની મનોગતિથી પણ શોભતા જ હોય.
(૩) ત્રીજા પ્રકારની મનોગુપ્તિ તો યોગ-નિરોધાવસ્થામાં હોય છે. એ ત્રીજા પ્રકારની મનોગતિમાં કુશલ અને અકશલ મનોવૃત્તિનો નિરોધ હોય છે. એ ઉભય પ્રકારનો મનો નિરોધ દ્વારા કેવળ સંપૂર્ણ આત્મરમણતા જેમાં હોય, એવી એ ગુપ્તિ છે. આ ગુક્તિ પામવા માટે પ્રથમની બે પ્રકારની મેનું આસેવન ખૂબ જ આવશ્યક છે. પુગલના રસિઆ અને પુગલના સંગમાં આનન્દ માનતા આત્માઓ માટે આ પ્રકારની મનોગુપ્તિ સદાને માટે અત્તેય જ છે. ત્રીજી ગુપ્તિો પામ્યા પછી આત્મા મુક્તપ્રાય: જ ગણાય છે. એવા આત્માનો સંસારકાલ ઘણો જ અલ્પ હોય છે. આ દશા પામવા માટે જ પ્રથમની બે ગુપ્તિઓ આવશ્યક છે અને આ દશા પામવાના ધ્યેય સિવાય પ્રથમની બે ગુક્તિઓ આવવી, એ પણ શક્ય નથી. કેવું મન મનોસુમિ ?
- આ ત્રણેય પ્રકારની મનોગુપ્તિનું અર્થિપણું કલ્યાણકામી એવા દરેકને માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનોગુણિને ધ્યેય રૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કલ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુવેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોગુપ્તિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોકુતિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે
“विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
Page 119 of 211
Page #120
--------------------------------------------------------------------------
________________
आत्मारामं मनस्तज्झै-मनोगुप्तिरुदाहता ।। १ ।।" અર્થાત્ - મનોગુપ્તિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએ-કલ્પના જાલની વિમુક્તિ, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં સ્મરણ કરતું આવા પ્રકારનું જે મન, તેને મનોગુપ્તિ માવી છે.
આર્ત અને રૌદ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી કલ્પનાઓની જાળથી મુક્ત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ: શાસ્ત્રાનુસારિણી, પરલોકને સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધા કરનારી માધ્યચ્ચ પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનતું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોગુપ્તિ : અને કુશલ તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુપ્તિ છે. બે પ્રકારની વાગૂતિ :
હવે બીજી છે-વાગ્રુતિ. એના પ્રકાર બે છે.
(૧) મુખ, નેત્રો, ભૃકુટિનો વિકાર, અંગુલિઓથી વગાડવામાં આવતી ચપેટિકા તથા પત્થરનું ફ્લવું, ઉંચા થવું, બગાસું ખાવું અને હુંકાર-આ આદિ ચેષ્ટાઓના ત્યાગપૂર્વક મીના રહેવાનો અભિગ્રહ કરવો, એ પહેલા પ્રકારની વચનગુપ્તિ છે. જેઓ મૌનની પ્રતિજ્ઞા કરવા છતાં પણ, ચેષ્ટા આદિથી પોતાનાં પ્રયોજનોને સૂચવે છે, તેઓનું મૌન નિળજ છે : કારણ કે-મૌનનો જે હેત છે તે ચેષ્ટા આદિ દ્વારા પ્રયોજનોને સચવવાથી શરતો નથી. વાણીથી થતાં કામો ચેષ્ટા આદિથી કરનારાઓનું મૌન, એ નામનું જ મૌન છે. પ્રથમ પ્રકારની વાન્ગતિ રૂપ મોન, સંસારની પ્રવૃત્તિઓમાં મગ્દલ બનેલાઓ માટે શક્ય નથી. આત્મકલ્યાણમાં હેતુભૂત એવું ઉમદા જાતિનું મૌન તો, સાંસારિક પ્રવૃત્તિઓથી પર રહેલા આત્માઓ માટે જ શક્ય છે. આત્મહિતમાં બાધક એવી પૌગલિક પ્રવૃત્તિઓમાં પોતાને અને બને તેટલા પ્રમાણમાં બીજાઓને પણ જોડનારા આત્માઓ, આવા મૌનના ભાવને સમજવા માટે પણ નાલાયક છે.
(૨) હવે બીજા પ્રકારની વાગૃપ્તિ. તત્ત્વજ્ઞાનની વાચના દેવામાં, તત્ત્વજ્ઞાનના સમ્બન્ધમાં પ્રશ્ન કરવામાં અને કોઇએ કરેલા પ્રશ્નનો ઉત્તર દેવામાં, લોક અને આગમનો વિરોધ ન આવે એ રીતિએ મુખવસ્ત્રિકાથી મુખનું આચ્છાદન કરીને બોલતા એવા પણ મહાત્મા, વાણીના નિય—ણવાળા જ મનાય છે. આત્મકલ્યાણ કરનારી વાણી વિધિ મુજબ બોલવી, એ પણ વચનગુપ્તિ છે. પહેલી વચનગુપ્તિ એ છે કે-બોલવું જ નહિ અને બીજી વચનગુપ્તિ એ છે કે-બોલવું પણ તે તાત્ત્વિક જ અને તે પણ લોક તથા આગમનો વિરોધ ન આવે એ રીતિએ તથા મુખવસ્ત્રિકાથી મુખનું આચ્છાદન કરીને જ. અર્થાત્ નહિ બોલવું એ જેમ વચનગુતિ છે, તેમ હિતકર એવું વચન અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ બોલવું એ પણ વચનગુપ્તિ છે. અવસરે બોલવું જ જોઇએ:
આ બન્નેય પ્રકારની વચનગુપ્તિઓને જાણ્યા પછી સમજાશે કે-વાગુપ્તિનું સ્વરૂપ એકલું ના બોલવું એ જ નથી, પણ સર્વથા વાણીનો નિરોધ એ જેમ વાગુપ્તિનું સ્વરૂપ છે, તેમ સમ્યભાષણ કરવું એ પણ વાગૃતિનું જ સ્વરૂપ છે. આથી ભાષાસમિતિ અને વાગૂFિઆ બેમાં ફ્રેક શો છે, તે પણ સમજાઇ જશે. ભાષા સમિતિમાં સમ્યફ પ્રકારની વાણીની પ્રવૃત્તિ જ માત્ર આવે છે, ત્યારે
Page 120 of 211
Page #121
--------------------------------------------------------------------------
________________
વાગુપ્તિમાં સર્વથા વાણીનો નિરોધ પણ આવે છે અને સમ્યફપ્રકારે વાણીની પ્રવૃત્તિ પણ આવે છે. શાસ્ત્રવિધિ મુજબ સારી રીતિએ બોલનારા ભાષાસમિતિના પણ પાલક છે અને વાગ્ગતિના પણ પાલક છે. શાસ્ત્રજ્ઞા મુજબ બોલવાને સ્થાને પણ જેઓ મૌન રહી પોતાના આત્માને વચનગુપ્તિના ઉપાસક મનાવવા ઇચ્છે છે, તેઓ શ્રી વીતરાગપરમાત્માના શાસનને સાચી રીતિએ સમજ્યા હોય એમ માનવું, એ પણ ઠીક નથી. ઉપકારિઓ તો સાફ શબ્દોમાં ક્રમાવે છે કે-શાસ્ત્રવિહિત બોલનાર પણ ગુપ્તિના ઉપાસક જ છે. એ જ કારણે ઉપકારિઓએ માવ્યું છે કે
“समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो ।
कुसलवयमुईरंतो, जं वइगुत्तो वि समिआ वि ।। १ ।।" અર્થાત - સમિતિના આસેવક નિયમા ગુપ્તિના આસેવક છે, જ્યારે ગુપ્તિના આસેવક સમિતિના આસેવક હોય પણ ખરા અને ન પણ હોય : કારણ કે-કુશલ વાણીના બોલનારા મહર્ષિ વાગુપ્તિથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સમિત પણ છે.
આવા સ્પષ્ટ માનને જાણવા છતાંય જેઓ જરૂરી પ્રસંગે પણ કુશલ વાણી બોલવાના અખાડા કરી, પોતાની જાતને વચનગુપ્તિના ધારક તરીકે ઓળખાવતા હોય, તેઓ અસત્યવાદી હોવા સાથે દમ્પના પણ પૂજારી છે, એ તદન સ્પષ્ટ થઇ જાય છે. બે પ્રકારે કયગુતિ
હવે કાયમુર્તિ પણ બે પ્રકારની છે : એક કાયાની ચેષ્ટાઓના સર્વ પ્રકારે નિરોધ રૂપ અને બીજી સ્ત્ર મુજબ ચેષ્ટાના નિયમ રૂપ : એટલે કે-સ્વછંદ ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ અને જરૂરી ચેષ્ટા પણ સૂત્રના માવેલ વિધિ મુજબ કરવી જોઇએ.
(૧) બે પ્રકારની કામગુણિમાં જે પહેલા પ્રકારની કામગુણિ છે, તે “ચેષ્ટાનિવૃત્તિલક્ષણા' કહેવાય છે. દેવો, મનુષ્યો અને તિર્યંચો તરફ્લી કરવામાં આવતા ઉપદ્રવો રૂપી ઉપસર્ગો અને સુધા, પિપાસા આદિ પરિષહોના યોગે અથવા તો એ ઉપસર્ગો અને પરિષદો-તેના અભાવમાં પણ પોતાની કાયાના નિરપેક્ષતાલક્ષણ ત્યાગને ભજતા મહાત્માની જે સ્થિરીભાવ રૂપી નિશ્ચલતા અથવા તો યોગનિરોધ કરતા મહર્ષિએ કરેલો સર્વ પ્રકારે શરીરની ચેષ્ટાનો પરિહાર, આ પ્રથમ પ્રકારની કાયમુર્તિ છે. ઘણાએ મહર્ષિઓ ઉપસર્ગો અને પરિષહોના પ્રસંગમાં કાયોત્સર્ગમાં રહી કાયાને નિશ્ચલ રાખી આરાધનામાં રક્ત બને છે, એ પણ કાયમુર્તિ છે અને યોગનિરોધ કરતા પરમર્ષિ સર્વથા ચેષ્ટાનો પરિહાર કરે એ પણ કાયમુર્તિ છે. ટૂંકમાં આ પ્રથમ પ્રકારની કાયમુર્તિમાં કાયાની પ્રવૃત્તિના સર્વથા ત્યાગ હોય છે.
(૨) બીજા પ્રકારની કાયમુર્તિમાં શરીરની સ્વચ્છદ ચેષ્ટાનો જ પરિહાર હોય છે અને આવશ્યક ચેષ્ટા શાસ્ત્રની આજ્ઞા મુજબની હોય છે. મુનિઓએ સૂવું ક્યારે અને કેવી રીતિએ તેમજ ચાલવું ક્યારે અને કેવી રીતિએ ? –આ બધી બાબતોમાં પરમોપકારિઓએ વિધિ ઉપદેશ્યો છે. એ વિધિ મુજબ સુનારા, બેસનારા અને ચાલનારા મુનિઓ પણ કાયમુર્તિના પાલકો જ છે. ગ્લાનપણું માર્ગનો થાક અને વૃદ્ધાવસ્થાની શિથિલતા આદિ કારણ સિવાય, દિવસે નિદ્રાનો નિષેધ છે. એ મુજબ દિવસના નિદ્રા નહિ લેનારા અને રાત્રિએ પણ પ્રથમ પ્રહર આજ્ઞા મુજબની આરાધનામાં વીતાવ્યા બાદ, ગુરૂને પૂછીને, પ્રમાણયુક્ત વસતિમાં વિધિ મુજબની સઘળીય ક્રિયાઓ કરી વિધિ
Page 121 of 211
Page #122
--------------------------------------------------------------------------
________________
મુજબ નિદ્રાના લેનારા પણ કાયપ્તિના પાલક જ છે. વળી એ રીતિએ, ચાલવા અને બેસવા તથા વસ્તુઓને મૂકવા-લેવાના વિધિ મુજબ વર્તનારા મહાત્માઓ પણ કાયગુપ્તિના પાલક ગણાય છે.
આ પ્રકારના ગુપ્તિના વર્ણનથી તમે સમજી શકશો કે-મન, વચન અને કાયાના નિરોધને ધ્યેય રૂપ રાખી, મન, વચન અને કાયાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી, એ મન, વચન અને કાયાની ગુપ્તિ છે. સ્વચ્છદચારી આત્માઓને તો આ ગુતિઓનું સ્વપ્ર પણ શક્યા નથી. મુનિઓની આઠ માતાઓ :
આ પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓ, એ તો મુનિઓની માતાઓ છે, એમ અનંત ઉપકારિઓ માવે છે. દુનિયાના પ્રાણિઓ એક જ માતાથી પાલન-પોષણ પામે છે. ત્યારે શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ આઠ આઠ માતાઓથી પાલન-પોષણ પામે છે. શરીરને પેદા કરનારી, તેનું પરિપાલન કરનારી અને વારંવાર તેનું સંશોધન પણ કરનારી માતા કહેવાય છે. આ આઠ માતાઓ પણ મુનિઓના શરીરને પેદા કરે છે, તેનું પાલન કરે છે અને તેને શોધનપૂર્વક નિર્મલ બનાવે છે. સંસારિઓ ગુગલના પિંડને પોતાનું શરીર માને છે, ત્યારે એ શરીરને જેલ રૂપ માનતા. મહર્ષિઓ ચારિત્રને જ પોતાનું શરીર માન છે. પુદગલપિંડ રૂપ શરીરને પેદા કરનારી માતા એક જ હોય અને અપવાદ સિવાયના લોકોના એ શરીરને પાળનારી તથા સાફ્યુફ રાખનારી પણ એક જ માતા હોય છે : જ્યારે દરેકે દરેક મુનિઓના ચારિત્ર રૂપ અંગને જણનારી, તેનું પોષણ કરનારી અને એ શરીર ઉપર લાગતા અતિચાર રૂપ મલોને શોધનારી આઠ આઠ માતાઓ છે. એ માતાઓ મુનિઓના ચારિત્રગાનનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરેલા એ ગાત્રનું સર્વ પ્રકારના ઉપદ્રવોનું નિવારણ કરવા દ્વારા તથા પોષણ દ્વારા વૃદ્ધિ પમાડીને પરિપાલન કરે છે : અને અતિચાર રૂપ મલથી મલિન થયેલા એ ગાલને સાફૂંફ બનાવીને નિર્મલ કરે છે. આવી આઠ આઠ માતાઓ જે મુનિઓને મળી છે અને જેઓ એ માતાઓના ભક્ત છે, એ મુનિઓના સુખનો કોઇ પાર જ નથી. મુનિઓએ માતૃભક્ત બનવું જોઇએ -
માતા વિનાનાં બાળકો જગતમાં જેવી હાલત ભોગવે છે, તેના કરતાં પણ આ આઠ માતાઓ વિનાના બનેલા વેષધારી મુનિઓની ખરાબ હાલત થાય છે. આ આઠ માતાઓના જ તનને સ્વચ્છદપણે ફેંકી દેનારા વેષ ધારિઓ ઉભય લોકથી કારમી રીતિએ ભ્રષ્ટ થાય છે. દુનિયામાં તો માતા વિનાના બનેલાં બાળકોના પણ અન્ય પાલકો પુણ્યોદય હોય તો મળી આવે છે, પણ આ આઠ માતા વિનાના બની ગયેલા મુનિઓને તો તેમના ચારિત્રગાત્રનું કોઇ પણ પાલક મળતું નથી. દુનિયાનાં બાળકો માતાનાં ભક્ત ન હોય એ છતાં પણ, દુન્યવી માતાઓ મોહાંધ હોવાથી, એવાં નાલાયક બાળકોની પણ સંભાળ લે છે : જ્યારે આ માતાઓ એવી નહિ હોવાથી, મુનિઓ જો માતૃભક્ત હોય તો જ તેઓ માતાઓ તરફ્ટી પાલન આદિને પામ છે. વધુમાં, દુન્યવી માતાઓ ધારે તો પણ પોતાના બાળકનું ધાર્યું પાલન કરવાને અસમર્થ છે, જ્યારે આ માતાઓ પોતાના ભક્ત પુત્રોનું ધાર્યું પાલન-પોષણ આદિ કરીને તેઓને અનંત સુખના ભોગી બનાવી શકે છે. અનન્ત ઉપકારી મહાપુરૂષોએ માવેલી આવી ઉત્તમ જાતિની માતાઓના અભક્ત બનેલા સાધુઓ,
Page 122 of 211
Page #123
--------------------------------------------------------------------------
________________
સાધુના સ્વાંગમાં હોવા છતાં પણ, સ્વચ્છન્દચારી જેવા હોઇ, સ્વ-પરનું ધાર્યું શ્રેય સાધી શકતા નથી. પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓ રૂપ આઠ માતાઓ પ્રતિ જેઓ બેદરકાર બન્યા હોય, તેઓએ પોતાના શ્રેય માટે પણ દરકારવાળા બનવું એ જરૂરી છે. અન્યથા, અમુક કષ્ટો સહવા છતાં પણ, સંસારપરિભ્રમણ ઉભું જ રહે છે એમ નહિ, પણ વધેય છે. ચારિત્રગાનને પેદા કરનારી, એનું પાલન-પોષણ કરી એને વૃદ્ધિને પમાડનારી અને અતિચાર મલના સંશોધન દ્વારા તેને નિર્મલ કરનારી એવી પણ માતાઓ પ્રત્યે, ચારિત્રધર હોવાનો દાવો કરનારાઓને પણ ભક્તિ ન જાગે, તો એ ખરેખર તેઓની કારમી કમનશિબી જ છે. એ કમનશિબી સંસારમાં લાવનારી છે. સાધુવેષને પામેલા આત્માઓએ પણ સમજવું જોઇએ કે-ઉત્તમ પાત્ર તરીકે વર્ણવતા યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અન્વિત જોઇએ, તેમ તેઓ ઇર્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાનનિક્ષેપ-સમિતિ અને પારિષ્ટાપનિકા-સમિતિ –આ પાંચ સમિતિઓને ધારણ કરનારા તેમજ મનોગુપ્તિ, વાગૂતિ અને કાયમુર્તિથી શોભતા હોવા જોઇએ. પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓને આઠ માતાઓ તરીકે જણાવીને, ઉપકારિઓએ સાધુઓને સાચા માતૃભક્ત બનવાનો ઉપદેશ આપ્યો છે. દુનિયામાં પણ માતૃભક્ત જ શોભાને પામે છે, તેમ ચારિત્રધરની સાચી શોભા આ. માતાઓની ભક્તિથી જ છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી પવિત્ર એવી જે યતિઓની ચેષ્ટા, એને ઉપકારી મહાપુરૂષો સમ્યફચારિત્ર કહે છે : આથી સ્પષષ્ટ જ છે કે-એથી હીન એવી જે ચેષ્ટાઓ તે દુષ્યરિત્ર છે અને ભાવવૃદ્વિનું કારણ છે. જેના યોગે ચારિત્રનું જનત, પરિપાલન અને સંશોધન છે, એવી આ આઠ માતાઓ પ્રત્યે ચારિત્રનો અર્થી બેદરકાર રહી શકે જ નહિ. આમ છતાં આજે ભામટાની જેમ ભમનારાઓ પણ પોતાને ઉત્તમ પાત્રની કક્ષામાં ગણાવી, પૂજાવાને ઇચ્છે છે, એ તેઓની પણ કમ હીનતા નથી.
સ, આ વર્ણન થવાથી રેલવિહાર વિગેરે કરનારા અને રાત્રે પણ જ્યાં-ત્યાં ભટકનારા તથા ખાવા-પીવા વિગેરેમાંય વિવેકહીન બનેલા યતિઓને જેઓ માનતા હશે, તેમને પોતાની ભૂલ સમજાશે.
ભૂલ સમજાય અને સુધારાય એ ઉત્તમ જ છે : પરન્તુ એય ઉત્તમ આત્માઓને માટે જ શક્ય છે. અયોગ્ય આત્માઓને તો રોષ ન ઉપજે તોય ઘણું કહેવાય. જે લોકોને કેવળ દુન્યવી કલ્યાણની જ કાંક્ષા છે અને દેવ-ગુરૂ-ધર્મ આદિ જે આવે તેને જેઓ પોતાના દુન્યવી કલ્યાણનું જ કારણ બનાવવા મથ્યા કરે છે, તેઓ ઉત્તમ પાત્ર રૂપ મુનિઓના સાચા ઉપાસક બની શકે એ શક્ય નથી. એવાઓ તો મંત્ર-તંત્રાદિ કરનારા અને દાત્મિક્તાથી વર્તનારાઓના સહજમાં શિકાર બની જાય છે. આમ છતાં આવા વર્ણનથી યોગ્ય આત્માઓને લાભ થવાનો ય ઘણો સંભવ છે અને આ પરિશ્રમ પણ મુખ્યત્વે સ્વહિત સાથે તેઓના હિતની દ્રષ્ટિએ જ છે. શ્રી જિનોપદિષ્ટ ધર્મ વિના પરમ કલ્યાણનું બીજું એક પણ સાધન નથી. આટલી સામગ્રી પામવા છતાં પણ શ્રી જિનોપદિષ્ટ ધર્મની શક્ય આરાધનાથી વંચિત રહેવાય, એ ઘણું જ દુઃખદ લાગવું જોઇએ. દુન્યવી લાલસાઓને વશ બનીને વેષધારિઓને પૂજવા અને સુસાધુઓની સેવાથી વંચિત રહેવું, એ તો અતિશય ભયંકર છે. આ વસ્તુને સમજવા માટે જરાય બેદરકાર રહેવું જોઇએ નહિ.
ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા
Page 123 of 211
Page #124
--------------------------------------------------------------------------
________________
સાધુજીવન સ્વીકાર્યા પછી દીક્ષિતે ગુરૂ પાસેથી બે જાતનું શિક્ષણ યાને શિક્ષા,-ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા-લેવીજ જોઇએ એમ શાસ્ત્રો માવે છે. શિક્ષણ વિનાના કોઇપણ નવા જીવનની કિંમત નથી, કેમકે એમાં ન તો તે જીવનને યોગ્ય વર્તવાનું આવડે, કે ન તો તે જીવનના આદર્શ તરફ પહોંચવા મનોમંથન જાગે. સાધુ જીવનમાં જો આવું થાય તો માત્ર વેશ પાસે રહી જાય, પરંતુ સાધુતા યોગ્ય કરણીમાં મોટી ખામી આવે; તેમજ શિક્ષણના અભાવે મન બીજી ત્રીજી પ્રવાદી, સાવધ અને પૌદ્ગલિક વિચારોમાં અટવાયું રહે તેથી સાધુ જીવનના ઊંચા આદર્શ તરીકે સમભાવ, નિસ્યંગદશા અને શુદ્ધ આત્મરમણતા તરફ પ્રયાણ થાય નહિ. માટે સંયમમાં ઊંચી ભૂમિકાએ નહિ પહોંચેલ અને સંયમભાવને સ્થિર નહિ કરેલ સાધુ-સાધ્વીની આ અનિવાર્ય જ છે કે એમણે ગ્રહણ
શિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરવામાં સદા કટીબદ્ધ રહી પ્રયત્ન કરવો.
ગ્રહણશિક્ષા એટલે સૂત્ર-અર્થનું ગ્રહણ કરવું; સૂત્રજ્ઞાન અને અર્થજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસેથી શિક્ષણ લેવું તે.
આસેવનશિક્ષા એટલે સાધુચર્યા-સાધુને સેવવાના આચાર અનુષ્ઠાનો અંગેનું શિક્ષણ લેવું
તે.
ચક્રવર્તીથી ચઢિયાતાં સુખ :
આ બંને શિક્ષાનું ‘વિંશિકા’માં ઉચ્ચ મહત્વ બતાવતાં કહ્યું છે કે ‘જેવી રીતે ચક્રવર્તીપણું પામ્યા પછી ક્ષુદ્ર ક્રિયા કરવાનું મન જ થતું નથી એમ આ બે શિક્ષાનું જીવન પામ્યા પછી ક્ષુદ્ર પ્રવૃત્તિ મનમાં જ ઉઠતી નથી; અને જેમ ચક્રવર્તીપણાનો કાળ અત્યંત સુખમાં જ પસાર થાય છે એમ આ શિક્ષાદિનો જીવનકાળ અનુપમ સુખમાં જ પસાર થઇ જાય છે.' જ્ઞાન ધ્યાન કિરિયા સાધતા કાઢે પુરવના કાળ. વધુને વધુ સૂત્રાર્થ પરિવર્તનમાં નવા નવા રસ છૂટે છે, અનુષ્ઠાનમાં સમભાવ વૃદ્વિગત બને છે. એથી જ ચક્રવર્તીપણા કરતાં આ શિક્ષાદિનું પાલન પ્રધાન છે. કેમકે ચક્રવર્તીને તો સામ્રાજ્ય ભોગવવામાં ઔદયિક સુખ છે, શાતાવેદનીયાદિ કર્મના ઉદયનું એટલે કે પરાધીન સુખ છે, ત્યારે મુનિને શિક્ષાદિના પાલનમાં વિષયાસક્તિ કષાયોના ઉપશમનું યાને સ્વાધીન-નિરપેક્ષ-નિરવધિ સુખ છે. દેખાવમાં કષ્ટમય છતાં રોગીને કષ્ટમય ચિકિત્સાની જેમ ભવરોગથી મુક્ત થવાની ઇચ્છાવાળા શ્રમણને આ સુખકર જ લાગે છે. એને પોતાના કૃત્યોમાં જે અનહદ આનંદ છે એવો ચક્રવર્તીને નથી. શ્રમણસિંહને એક્દારો આનંદ :
ગ્રહણ અને આસેવન શિક્ષાથી જ્ઞાન-ધ્યાન અને આચાર અનુષ્ઠાનોમાં જ નિરંતર તત્પર રહેનાર મુનિ શ્રમણસિંહ બને છે. મોટા મોટા કર્મરૂપી હાથીઓનો વિધ્વંસ કરે છે. અને એકધારા આત્મિક આનંદમાં રહે છે. ચક્રવર્તી તો હજી ક્યારેક કંટાળે, પરંતુ મુનિને કંટાળો નથી, કેમકે શ્રુતજ્ઞાનના નવા નવા રસ અને ઇસમિતિ વગેરે અને ગુપ્તિના પાલનના ઊંડા રહસ્યનું સંવેદન આગળને આગળ આનંદની વૃદ્ધિ કરાવે છે. ઉભયશિક્ષા એ પરમમંત્ર ઃ
Page 124 of 211
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રહણશિક્ષામાં સૂવાર્થનું જ્ઞાન લેવાનું છે, એને કંઠસ્થ કરવાના છે, તથા એનું પારાયણ ને ચિંતન-મનન કરતા રહેવાનું છે. એ પરમ મંત્રરૂપ છે, એથી મોહનાં કારણમાં ઝેર ઉતરી જાય છે. નહિતર જગતના ઝેરીમાં ઝેરી નાગના ઝેર કે તાલપુટ યા કાલકૂટ ઝેર કરતાંય અનંતગુણ ભયંકર આ મોહનાં ઝેર ચડ્યા તો અનંત ભવનાં સંસારભ્રમણ ઊભાં કરે છે. સુત્રાર્થ ગ્રહણ અને આસેવન વિના નવરાં પડેલાં મનમાં એક યા બીજા રૂપે મોહને, રાગ-દ્વેષાદિ ઝેરને વ્યાપ્ત થઇ જવાનો અવસર મળે છે; કેમકે જીવને એના અનાદિના અભ્યાસ છે અને એને યોગ્ય જગતની વાત-વસ્તુ સામે જ પડેલી છે. એટલે જેમ ચક્રવર્તીને ફણિધર ડરતાં સારીય ઠકુરાઇ ડૂલ થઇ જાય તેમ અહીં સંયમની બધીય ઠકુરાઇ, મોહનાં ઝેર ચઢતાં, રાગ-દ્વેષાદિનું સામ્રાજ્ય જામતાં, નષ્ટભ્રષ્ટ થઇ જાય છે, અને મુનિ વિષમ-કષાયનો એક રાંકડો કંગાલ ગુલામ બની જાય છે. માટે જ મુનિજીવન એટલે માત્ર સૂત્રાર્થગ્રહણ અને સાધ્વાચારપાલનથી જ ભર્યું ભર્યું રાખવું જોઇએ. એ પરમ મંત્રરૂપ હોઇ એથી અસંખ્ય જન્મોનાં કર્મઝર અને અનંત જન્મોનાં વાસનાવિષને નાબૂદ કરી નાખે છે. પરમસંપત્તિ :
આ ગ્રહણ-આસેવન શિક્ષા એ લોકોત્તર કલ્પવૃક્ષનાં બીજ છે. એમાંથી કઇ કઇ પ્રકારની લબ્ધિઓ યાને આત્મશક્તિઓરૂપી પત્રપુષ્પની પ્રાપ્તિ થાય છે, અને અનુત્તર દેવલોક સુધીના. સદ્ગતિનાં સુખ તથા કેવળજ્ઞાન અને મોક્ષ સુધીનાં શાશ્વત સુખ રૂપી ળ નીપજે છે. વિધિગ્રહણનું મહત્વ -
ગ્રહણશિક્ષા વિધિપૂર્વક લેવાની છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે, સર્વજ્ઞશાસનના સૂત્ર-અર્થ અને એનું વિધિપૂર્વક ગ્રહણ એ સર્વોત્તમ બીજ સાથે મીઠાં પાણીનો યોગ છે. એમાંથી મનોરમ પાક નીપજે છે. એકલું બીજ શું કરી શકે ? અગર અવિધિ ગ્રહણરૂપી ખારાં પાણીથી કેવું
ળ આવે ? મહા બુદ્વિનિધાન પૂર્વાચાર્યો પણ વિધિપૂર્વક સૂત્રાર્થગ્રહણ કરીને પછી શાસનપ્રભાવક અને શાસ્ત્રસર્જક બન્યા છે. માટે વિધિપૂર્વક ગ્રહણ કરવામાં પ્રમાદ ન જોઇએ. ગ્રહણવિધિ :
સૂત્રાર્થ ગ્રહણ કરવાની વિધિ એ છે કે તે તે સૂત્રને ભણવા માટે શાએ બતાવેલ ચારિત્રપર્યાય. પ્રાપ્ત થવો જોઇએ. પછી જો એ કાલિકસૂત્ર હોય તો એની કાલગ્રહણ આદિ ક્રિયા કરવી જોઇએ. પછી ગુરુ આગળ એની વાચના લેવા માટે ગુરુનું આસન પધરાવવું, સ્થાપનાચાર્યજી પધરાવવા તથા મુનિઓએ મંડલિબદ્ધ બેસવાનું જેથી દરેકને સીધુ ગુરુમુખ દેખી શકાય. તેમાં પણ પોતપોતાના વડિલનો ક્રમ સાચવીને બેસવાનું, અને ગુરુને તથા વડિલને વંદન કરીને બેસવાનું. ત્યાં સૂત્રનો અનુયોગ આઢવાનો કાયોત્સર્ગ કરવાનો; તથા વાચના લેવાના આદેશ માગી ગુરુને વાચનાપ્રસાદ કરવાની વિનંતી કરવાની. પછી ગુરુ સૂત્રાર્થની વાચના આપે તે બહુ એકાગ્ર બની અત્યંત બહુમાન-સંવેગ અને સંભમ સાથે ઝીલવાની. એકગ્રતા-બહમાન-સંવેગ-સંભ્રમ :
Page 125 of 211
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧) અહીં એકાગ્રતા- પ્રણિધાન (પ્રકૃષ્ટપણે મનનું નિધાન-સ્થાપન) એટલા માટે જરૂરી છે કે જો મન ચંચળ રહે અને વચમાં વચમાં ક્યાં ક્યાં વા નીકળી જાય તો વાચના સાંગોપાંગ મનમાં જામે નહિ, બીજને ખેતરમાં સ્થળે સ્થળે વવા જેવું થાય. એ તો એકાગ્ર ચિત્તે તન્મય થઇ વાચનાના સૂત્ર-અર્થને કડીબદ્ધ અનેસાંગોપાંગ ગ્રહણ કરવામાં આવે તો જ ફળ નીપજે. માટે ચિત્તના કોઇ જ વિક્ષેપ ન થવા દેવા.
(૨) બહુમાન -વાચનાચાર્ય અને સ્વાર્થ પર દાતા અને રત્નનિધાનવત્ અત્યંત બહુમાન પણ જરૂરી છે. “અહો, આ કેવા મહાન નિ:સ્વાર્થ ઉપકારી છે, કેવા મારા ભવભ્રામક અજ્ઞાનને ટાળી રહ્યા છે, એ ઉપકારનાં મૂલ્ય ન આંકી શકાય....!” બહુમાન રહેવાથી સ્વાર્થ હૈયામાં સોંસરા ઉતરી 1ય છે, અને કેટલો કર્મક્ષય થાય છે. એના બદલે અનાદર, કચકચ વગેરે હોય તો ઉર્દુ ભારે કર્મબંધ થાય.
(૩) સંવેગ -પણ જરૂરી છે. સંવેગ એટલે ધર્મરાગ-ધર્મશ્રદ્ધા-ધર્મરંગ, પ્રસ્તુતમાં વાચના અને સૂત્ર-અર્થ પર પણ ઉછળે તો રાગ, શ્રદ્ધા તથા રંગ જોઇએ. શુદ્ધ ધર્મરાગ પહેલો જરૂરી છે કેમકે એ નહિ હોય તો ય એકાગ્ર ભાવે બહુમાનથી વાચના તો લેવાશે પણ માનપાનાદિની આકાંક્ષાથી, “સારું ભણું તો વિદ્વાન થઇ લોકમાં પૂજાઉં.' આ ઝેર છે, વિષક્રિયા બને છે. એથી આત્મરોગ વધે છે. શુદ્ધ ધર્મરંગ હોય તો તો પવિત્ર જીવનનું એક મહાન કર્તવ્ય સમજીને અને આત્મવિશુદ્ધિકારક માનીને વાચના ગ્રહણ થશે. વછી વાચના પર શ્રદ્ધા હશે તો જે લેવાશે તે શ્રદ્ધાથી; તેથી પરિણતિ જ્ઞાન પ્રાપ્ત થશે; નહિતર અભવીના જેવું પ્રતિભાસ જ્ઞાન; કોઇના ચોપડ કોઇની રકમ, લખવા જેવું !પોતાને લેવાદેવા નહિ. માટે પરમ શ્રદ્ધાથી લેવાનું.
(૪) સંભમ - સંભમ એટલે અપૂર્વ પ્રાપ્તિનો ઉછળતો હર્ષ. જેમ કોઇને એકાએક લાખો રૂપિયાનો અણધાર્યો વારસો મળી જાય, કે હાથ ખંખેરી નાખેલ રોગમાં પણ કિમિયાગર વૈદ મળી. જાય, યા ગુંડાના ઘેરાવના ભયંકર ભયમાં એકાએક રક્ષક મીલીટરી. પોલિસપાર્ટી મળી જાય તો કેવો અપૂર્વ હર્ષ થાય ? એ સંભ્રમ.
એવો સંભ્રમ વાચના લેતાં લેતાં જેમ જેમ નવું સૂત્ર, નવાં શાસ્ત્ર-અક્ષર તથા નવા નવા પદાર્થ જાણવાના મળતા જાય તેમ તેમ ઉલસતો જાય. આત્મસંપત્તિ વિનાની અત્યંત ગરીબી, કર્મનો ભયંકર રોગ, અને રાગ-દ્વેષ-કામ-મોહમદ વગેરે ગુંડાઓનો ઘેરાવો જો નજર સામે તરવરે અને એનો ભારે ખેદ તથા ભય હોય તો આ સંભ્રમ થવો સહજ છે. મનને એમ થાય કે- “અહો આ જગતમાં ક્યાંય જોવા ન મળે એવો અપૂર્વ સૂત્ર-અર્થ મને મળ્યો ! કેવા કેવા અસાધારણ ઊંચા હિતવચન ! કેવા કેવા ઊંડા તત્ત્વ !' વાચનાના પ્રારંભથી ઠેઠ અંત સુધી અને તે પછી પણ સૂત્ર-અર્થ ગોખતાં-વિચારતાં એ પરાવર્તન કરતાં સંભ્રમ બન્યો રહે, નવો નવો આલ્હાદ થયા કરે. સમ્યગ જ્ઞાન અને ગુરુપ્રત્યે હદયની સ્નિગ્ધતા, ભિનાશ, ગગડતા વગેરે હોય તો એ શક્ય છે. અવિધિની ભયંક્રતા -
આ બધી વિધિપૂર્વક સૂત્રાર્થગ્રહણ કરતા રહેવાનું છે. વિધિ વિના દુનિયામાં ક્યાં ચાલે છે ? એક દવા પણ વિધિથી લેવાય તો લાભ કરે છે. રસોઇ વિધિસર બને તો સારી થાય; ક્યાંક ઉપેક્ષા કરે ધૂળધાણી થાય. ઇમારત વિધિસર તૈયાર થાય છે. વિશિષ્ટ મેમાનની વિધિપૂર્વક સરભરા થાય
Page 126 of 211
Page #127
--------------------------------------------------------------------------
________________
છે. તો “આ મૃત દન્વયી વસ્તુ કરતાં કેટલું અદ્ભુત વિશિષ્ટ !' એમ સમજી એને વિધિસર સત્કારવું જોઇએ. ‘વિધિની શી બહુ જરૂર છે એમ કરી એની ઉપેક્ષા કરે તો, શાસ્ત્રકાર કહે છે કે, એ યોગની ઉપેક્ષા છે, જિનાજ્ઞાના અનાદરનું મહાપાપ કરે છે. એનો વિપાક દારુણ છે.
પ્ર. તો તો એના કરતાં શાસ્ત્ર ન ભણવા સારાં !
ઉ. ના, એમાં તો પેલા કરતાં સર્વ ઉપેક્ષાનું મહાપાપ ઊભું થાય-માટે ભણવાનું તો બહુ જ, ક્રિયા અવશ્ય કરવાની, એમાં શક્ય બધી વિધિ જાળવવાની, અને અશક્ય બદલ ખેદ, દિલડંખ, રાખવાનો, ભાવવાનું કે ક્યારે થોડી પણ અવિધિ ટળે!” બાકી આરાધના તદન છોડી દેવામાં અથવા શક્ય વિધિની ઉપેક્ષા કરવામાં તો જિનાજ્ઞા પ્રત્યે સૂત્ર-અર્થ અનુષ્ઠાન પ્રત્યે દિલ ગુમાવ્યું, અને દિલ ગુમાવ્યું એણે બધું ગુમાવ્યું. આસેવનશિક્ષા -
ગ્રહણશિક્ષામાં તત્ત્વ અને માર્ગનો બોધ મળ્યો એને અમલમાં ઉતારવો જોઇએ. સદગુરુએ આસેવનશિક્ષામાં જે વસ્તુ જે જે રીતે આચરવાની તાલીમ આપો તે તે રીતે આચરતાં રહેવું જોઇએ. નહિતર તો સુવર્ણવિઘા તા મળ પણ થતા આ
વિધા તો મળી પણ સુવર્ણ બનાવવાના પરિશ્રમ વિના નિર્ધન ગરીબડા રહેવા જેવું થાય-એકલું જ્ઞાન શું કામ લાગે ? રોગી ઔષધના જ્ઞાનમાત્રથી સાજો ન થાય; ઔષધ ચિકિત્સા કરવી પડે. તરવાની વિધા જાણવા માત્રથી ન તરાય હાથપગ હલાવવા પડે; નહિતર ડૂબે ! આચરણા વિનાના જ્ઞાનની કંઇ કિંમત ન રહે, ભલેને આખાં ને આખાં શાસ્ત્ર મોઢે કરી લીધાં !
આચરણમાં મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું પાલન, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિનું પાલન, ઇચ્છાકાર-મિથ્યાકાર વગેરે દશવિધ સામાચારીનું પાલન, ષટકાયરક્ષા, અકલય-અષણીયનો ત્યાગ, આવશ્યક સ્વાધ્યાય-પડિલેહણાદિનું પાલન, પરીસહસહન, ક્ષમાદિ દશવિધ યતિધર્મપાલન, બાર ભાવના, તપસ્યા, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અભિગ્રહ પૂર્વક વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, લોચ-વિહારાદિ કષ્ટસહન, વિનય-વૈયાવચ્ચ ભક્તિ, વગેરે વગેરેનું આસેવન કરવાનું. અને દરેકે દરેક અતિચાર દોષની ગુરુ આગળ આલોચના તથા પ્રાયશ્ચિત વહન...આ બધા સાધ્વાચારનું આસેવન કરતા રહેવું જોઇએ.
આ આચાર સહિત બંને શિક્ષાનું આસેવન અંતરના આત્મશુદ્ધિકરણના પરિણામ જાગ્રત કરીને કરવાનું. જેથી બીજું કોઇપણ માનાકાંક્ષાદિ પદ્ગલિક આશય ન આવી જાય, તેમજ થોડું કરી સંતોષ ન પકડી લેવાય. નહિતર આ બનવું સંભવિત છે કે અમુક અધ્યયન યા તપસ્યાદિ કર્યા પછી મન માની લે છે કે “મારે આટલું થયું બસ છે, હવે નિરાંત રાખું.' આ બનવાનું કારણ એ, કે ઉદેશ અમુક પ્રમાણમાં આસેવન કરવાનો બાંધી લીધો હતો. ખરી રીતે વિચારવું તો એ જોઇએ કે
એ પણ શા માટે ? જીવનમાં ધર્મની આ સાધના એ પણ કાંઇ અંતિમ ધ્યેય નથી. ધ્યેય તો અંતરાત્માની પરિણતિનું વીતરાગભાવ સુધીનું શુદ્ધિકરણ છે.” આ ધ્યેય નિશ્ચિત કર્યું હોય તો તો. ગમે તેટલી સાધના કરી છતાં જો હજી બીજી શક્ય છે તો અધિકાધિક શુદ્ધિકરણને માટે એ કરાતી રહેશે. સાથે સચોટ જોવાનું રહેશે કે આ ધ્યેય-પરિણતિ શુદ્ધિ પળેપળ થતી આવે છે ને ?
લોદત્તર ભાવો અને પાપવિશે
Page 127 of 211
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રમણપણું એ ઊંચા છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થા છે, એમાં નીચેના ચોથા ગુણસ્થાનકની સમ્યકત્વ-અવસ્થા અંતર્મિલિત છે. માટે એ સુરક્ષિત હોય તો જ શ્રમણપણું ટકી શકે છે. હવે એ સમ્યકત્વ અવસ્થાને ખરેખર ગુણરૂપે ઊભી કરવો હોય તો એ માટે શાસ્ત્ર કેટકેટલી પૂર્વભૂમિકા જરૂરી બતાવે છે એનો અહીં વિચાર કરીએ.
“નમુલુણં' પ્રણિપાતદંડક સૂત્રમાં અભયદયાણ. ચકખદયાણ, વગેરે પાંચ પદોથી ક્રમ બતાવ્યો છે કે પહેલાં અભય= ચિત્તસ્વાથ્ય આવે પછી જ ચક્ષુ = ધર્મઆકર્ષણ ઊભું થાય. તે પછીથી જ માર્ગ = વિશિષ્ટ ક્ષયોપશમ થાય એટલે શરણ = સાચી તત્ત્વબોધની ઝંખના ઊભી થાય; તે પછી જ બોધિ = સમ્યગ્દર્શન મળે.
અહીં શ્રી લલિતવિસ્તરા માં બતાવવામાં આવ્યું છે કે આ પાંચ અપુનબંધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. “અપુનબંધક’ એટલે હવે ફ્રીથી કદી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધે છે. એમનામાં જ યોગ્યતા છે; અને યોગ્યતા એવી ચીજ છે કે સાધનાના પ્રારંભથી માંડી સિદ્ધિ સુધી ઉત્તરોત્તર મોહનીય કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ કર્યું જાય. વળી કહ્યું છે કે આ બધું થતું હોય એમાં લોકોત્તર ભાવોનો અમૃત સ્વાદ અનુભવાય છે, અને વિષયતૃષ્ણાદિ પાપવિકારોની શાન્તિ થાય છે. આ લોકોત્તર ભાવો” અને “પાપવિકારો કયા કયા” એ અંગે શ્રી ષોડશક શાસ્ત્રમાં બહુ સુંદર ખ્યાલ આપ્યો છે. જો સમ્યકત્વના આંગણે જરૂરી, તો પછી સાધુજીવનના આંગણે તો તે અતિ જરૂરી હોય જ. તેથી અહીં એની ટૂંકી વિચારણા આપવામાં આવે છે.
લલિતવિસ્તરાકાર મહર્ષિએ અહીં સામાન્યરૂપે અને ષોડશક ગ્રંથમાં વિશેષરૂપે લોકોત્તરભાવો અને પાપવિકારોનું વર્ણન કરી એ સૂચવ્યું છે કે જીવન ઉત્થાન, આત્મોત્થાન કરવા ચાહતા હો તો આ જ પ્રાથમિક અને સુંદર ઉપાય છે કે લોકોત્તર ભાવોને આદરી ભાવનું આરોગ્ય મેળવો. અને પાપવિકારો છોડો. આનું કારણ એ છે કે જીવન યા આત્માની અધોગતિ અવનતિ આંતરિક ભાવ-આરોગ્યના અભાવે છે, ભાવના રોગથી નીપજતા પાપવિકારોને લીધે છે. આમાંથી ઊંચે આવવા માટે, ઉત્થાન કરવા માટે, ભાવનું આરોગ્ય અને પાપવિકારોનો નાશ કરવો જોઇએ.
ભાવનું આરોગ્ય તોજ થાય કે લૌકિક અશુભ ભાવો પડતાં મૂકી લોકોત્તર શુભ ભાવ અપનાવવામાં આવે. દ્રતા-કૃતજ્ઞતા-અનુચિતવર્તન, સ્વાર્થ-સ્વછંદતા, પાપરતિ, અજ્ઞાનતા-મૂઢતા અને નિષ્ફરતા એ લોકિક ભાવો છે. એની સામે ઔદાર્ય-દાક્ષિણ્યાદિ એ લોકોત્તર ભાવો છે.
(૧) ઔદાર્ય માટે - પહેલું તો તુચ્છપણું છોડવું પડે. જીવનો અનાદિનો ચાલી આવતા તુચ્છ
સ્વભાવ હવે પડતો મૂકવો પડે. પ્રસંગ પ્રસંગ પર હલકા વિચારો ઝટ ફ્રી આવે છે. અડધી રાતે બારણું ખખડ્યું ત્યાં ઝટ મનને થાય છે કે- “કોણ હરામી છે ?' અત્યારે વળી કોણ આ પજવવા આવ્યું છે ? હરામી અને પજવનારની કલ્પના એ ક્ષદ્ર મનના ઘરની છે. પછી ભલેને આવનાર સારો શાહુકાર અને લાભ કરાવવા આવ્યો હોય ? નોકર જરા મોડો આવ્યો, વેપારીએ જરા ભાવ વધુ લીધો, ત્યાં સીધા લુચ્ચા, હરામખોર વગેરે ટાઇટલ આપી બબડાટ શરૂ થઇ જાય છે. સ્વાર્થ દેખાય ત્યાં અધમ ઉપાયનો પણ સંકોચ નથી રહેતો ! આ બધી સહ સિદ્ધ તુચ્છતા ક્ષુદ્ર હૃદયનું પરિણામ છે. ઓદાર્ય લાવવા માટે હવે એને અટકાવી ઉમદા સૌમ્ય વાણી, ઉમદા વિચાર અને ઉદાર વર્તાવ કરવો જોઇએ. ‘બારણું ખખડ્યું ઓ. “અહો ! કોણ ભાગ્યશાળી છે ?' વેપારીએ ભાવ જરા વધુ લીધો તો
Page 128 of 211
Page #129
--------------------------------------------------------------------------
________________
ભલે બીચારો રળે. આપણે કાંઇ આટલામાં તૂટી જવાના નથી અથવા બીચારો !ઠગાઇમાં કમાયો શું બહુ ? અને પાપ કેટલું બધું બંધાયું ! મનમાં આવી દયા ઉઠે. એમ સ્વાર્થ માટે પણ હલકા ઉપાયની સુગ ચઢે.નિંદા, વિકથા, ચુગલી, હલકટવાંચન અધમના સંસર્ગ વગેરે ટાળવા પડે. કેમકે એ ક્ષુદ્રતા લાવનારા છે. એ ટાળી ઉત્તમ સત્સંગ સર્વાંચન, ગુણ કથા. ઉત્તમ ઉપાયો વગેરેના સેવનથી દિલમાં ઉદાર વૃત્તિ ઘડાય છે.
ઔદાર્ય માટે વળી ઔચિત્યની બહુ જરૂર છે. વડિલ જનો અને દીન, હીન, દુખીયારા પ્રત્યે ઉચિત વર્તાવ. વડીલ જનોમાં ઉપકારી પણ હોય તેમના પ્રત્યે કૃતજ્ઞતાના પાલન રૂપે ઉચિત સેવા જરૂર જોઇએ. કૃતજ્ઞ માણસમાં ધર્મનો પાયો જ નથી જાગતો.
ક્યાં વાત ? ઉપકારી સિવાય પણ બીજા વડિલો પ્રત્યે બોલચાલનો ઉચિત વ્યવહાર જોઇએ. ઉપરાંત દીન-અનાથ-નિરાધાર-તેમજ દુખગ્રસ્ત પ્રત્યે પણ અવસરોચિત શક્ય ઉપાયે ઉચિત પ્રવૃત્તિો જાળવવી જરૂરી છે. આ બધું સાચવવામાં દિલમાં ઉદાર પરિણામ, ઉદાર વૃત્તિ, ઔદાર્ય કેળવાય છે.
(ર) દાક્ષિણ્ય માટે - બીજાનું કાર્ય કરવા તરફ ઉત્સાહ-સેવાનો ઉત્સાહ બન્યો રાખવો જોઇએ. એ રખાય તોજ અવસર મળે ઝટ બીજાનું કાર્ય કરવામાં પાછી પાની નહિ થાય. અને સામા પ્રત્યે દાક્ષિણ્ય વ્યક્ત થશે, બેશરમ માણસ તો તેવા અવસરે આંખ મીંચામણા કરવાનો. “આપણે તે કેટલે પહોંચીએ ?' અને શું નવરા બેઠા છીએ તે બધાનું કરતા ક્રીએ ? આવા હલકા ધોરણમાં અટવાવાનો. વિચારવું તો એ જોઇએ કે સ્વાર્થરક્ત તો કોણ નથી હોતું ? કૂતરા-બિલાડાય જાતનું તો સંભાળવામાં શૂરા હોય છે.
માનવભવ એટલે ઊંચા સ્તર પર બેઠક. ત્યાં પોતાનો સ્વાર્થ ગૌણ કરી બીજાની સેવા કરવાની ધગશ હોવી જોઇએ, જગતમાં સેવા કરનારા મહાન પુરૂષો બની ગયા. વળી આપણને આપણાં પ્રત્યે બીજા કેવું વર્તે તો ગમે ? માટે જ સેવામાં ઉત્સાહી રહેવું જોઇએ. પહેલાં મન મારીને પણ એ કરતાં કરતાં પછી તો એનો રસ જાગશે. પરનાં કાર્ય કરવામાં વિશિષ્ટ આનંદ આવે છે.
દાક્ષિણ્ય માટે બીજું જરૂરી એ છે કે ગંભીર, ધીર અને સ્થિર બનવું. ગંભીરતા એટલે બીજાના ગુણદોષ પચાવી જાણવા. ગુણ પચાવવા એટલે એની કદર કરવી, દોષ પચાવવા એટલે એને સહી લેવા. પણ ઉકળી ન ઉઠવું બહાર બા નહિ. એ જો ન હોય તો બીજાનું કાર્ય કરવાનો અવસર આવ્યું દાક્ષિણ્યથી પણ એ કરવાનું એના દોષથી ઉકળી ઉઠેલું મન ના પાડશે. અન્યોન્ય વસ્તુ છે; કોઇનું દાક્ષિણ્ય શરમ જાળવે તો એની રહસ્યમય બાબત અંગે ગાંભીર્ય જાળવી શકે. અને ગંભીર રહેવાની ટેવ પાડી હોય તો બીજાની ગુપ્તવાત બહાર ન પ્રકાશે, એનું દાક્ષિણ્ય જાળવી શકે. ગંભીર માણસ વસ્તુનો કે પ્રસંગનો ઉંડાણથી વિચાર કરનારો પણ બનશે. અને એ જરૂરી પણ છે. ઉપલકિયો વિચાર અનર્થ કરે એવો સંભવ છે. ધીરતા એટલે આપત્તિ-પ્રતિકૂળતા-અગવડ કે અણગમાનું આવે ત્યાં ખળભળી ન ઉઠવું પરંતુ એને શાંતિથી સહન કરી લેવું તે. આકુળ વ્યાકુળ થવું એ તો અધિરાઇ-અવૈર્ય છે. શા માટે તેમ કરવું ? કેમકે વસ્તુ બનવાની બને જ છે; યા બનવાનું બની ગયું છે. હવે તો શાંતિ રાખી એને વેઠી લેવું, પસાર કરવું. તો જ ઉપકારીઓ ગુણીયલ કે બીજાઓ તરફથી એવું કાંઇ આપણું પ્રતિકૂળ કે અણગમાનું થતું હોય તો એમના પ્રત્યેનું દાક્ષિણ્યા ઉડી નહિ જાય. એમનું કાર્ય કરવાનો આપણો ઉત્સાહ મરી જશે નહિ.
ગાંભીર્ય અને ધૈર્યની જેમ ધ્યેય પણ જરૂરી છે; અર્થાત આપણાં કર્તવ્ય, આપણી પ્રવૃત્તિ,
Page 129 of 211
Page #130
--------------------------------------------------------------------------
________________
આપણા ગુણો એમાં સ્થિર રહેવું. પરંતુ ચંચળ બની આઘાપાછા ન થવું. એક કાર્ય હાથમાં લીધું તો. મનનો ઉપયોગ એમાં જ. એમ આપણા માથે જે જવાબદારી હોય આપણું જે સ્થાન હોય એને યોગ્ય. વર્તાવ, મર્યાદા, કર્તવ્યનું કંઇક વિપરીત બનતાં માથેથી ઉલાળીયું ન કરવું-ઉતારી ન નાખવું. વારંવાર વિસ્મરણ ન કરવું. પરંતુ એમાં સ્થિર, સ્થિતપ્રજ્ઞ રહેવું. એમ પ્રવૃત્તિમાં સ્થિરતા, કોઇની સાથે વાત કરીએ ત્યારે ચિત્ત બીજે ભટકતું રહે તો કંઇને બદલે કંઇ બોલાઇ જાય, એમ બીજી કાર્યવાહીમાં અસ્થિરતાથી ભલીવાર ન આવે. માટે સ્થિરતાથી બોલવું, ચાલવું, વર્તવું. સ્થિરતા નહિ હોય અને પરનું કાર્ય લઇને બેઠા. પણ વચમાં આપણો સ્વાર્થ યાદ આવ્યો કે ઝટ ચંચળ બનાશે અને પરકાર્ય રખડશે.
આત્માની ઉન્નતિ માટે આ ગાંભીર્ય, ધૈર્ય, અને ધૈર્ય બહુ જરૂરી છે. એ દ્વારા દાક્ષિણ્ય ગુણનું ઘડતર પણ અતિ જરૂરી.
(૩) પાપ જગુપ્તા - એ ત્રીજો લોકોત્તર ભાવ, એ પણ પાયામાં જોઇએ. સમ્યકત્વની પરિણતિમાં તો મન મોક્ષ અને તન સંસારમાં ની સ્થિતિ છે. ત્યાં જવલંત ધર્મરૂચિ હોય, અને એ જુગજુની પાપ પ્રવૃત્તિ હટે તોજ બને. માટે પાપજુગુપ્સા કરી કરીને તેને હટાવવી પડે. એમાં શું કરવાનું ? આ જ કે પૂર્વભવોમાં અને આ ભવમાં જે કોઇ પાપ આપણાથી આચરાઇ ગયાં, તેનો વિશુદ્ધ દિલથી અત્યંત ખેદ-પશ્ચાતાપ-પ્રાયશ્ચિત પૂર્વક પાપ અને પાપી સ્વાત્મા પર જુગુપ્સા, ધૃણા, સૂગ, તિરસ્કાર. (વિશુદ્ધ દિલે = બીજાની શાબાશી લેવા વગેરે આશયથી નહિ, કિંતુ પાપ ખરેખર
દ લાગે છે, સ્વાત્માના વિકાસ બગાડનાર લાગે છે માટે.) આતો અતિત પાપ અંગેનું થયું. વર્તમાન પાપ પ્રસંગને પહેલેથી જ ઓળખી જઇ પાપથી દૂર રહેવાનું. અને ભાવિ માટે “ભવિષ્યમાં હું પાપ કરીશ એવી ચિંતા નહિ કરવાની. કેમકે ભવિષ્ય માટે પણ પાપની કોઇ યોજના વિચારે તો ત્યાં પાપ જુગુપ્સા શાની કહેવાય ? ધૃણા એટલે ધૃણા. ભવિષ્યમાંય ધૃણાની વસ્તુ ન જોઇએ. એવી. પાપઘણા હોય તોજ હૃદય સ્વચ્છ, પવિત્ર અને ધર્મયોગ્ય રહી શકે.'
(૪) નિર્મળ બોધ નામના - ચોથા લોકોત્તર ભાવને સિદ્ધ કરવા માટે પહેલાં તો પોતાની મોહમૂઢ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનભરી દશા બદલ ભારે શરમ આવે, એનો ઉદ્વેગ થાય, કંટાળો આવે અને તેથી જ વિશુદ્ધ દિલે અર્થાત કેવળ સ્વાત્મહિતાર્થે તત્ત્વ અને યથાર્થ મોક્ષમાર્ગ જાણવાની અને તે માટે ગુરુ પાસે જઇ સાંભળવાની અતીવ ઝંખના થાય. પછી યોગ્ય ગુરુમહારાજની પાસે એજ પવિત્ર આશયથી ઉપશમપ્રધાન શાસ્ત્રો સાંભળે. ઉપશમપ્રધાન શાસ્ત્ર એટલે એવા શાસ્ત્રો કે જેમાં તત્ત્વ અને માર્ગનો બધો જ ઉપદેશ મિથ્યામતિ, વિષયાસક્તિ તથા કષાય-રાગદ્વેષાદિ દોષ દુર્ગુણો-દુર્ભાવોને શમાવવાના એક માત્ર લક્ષ્ય તરફ લઇ જવાનો હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો અને ઉડામાં ઉંડા રહસ્યમય સિદ્ધાંતો ઉપદેશીને પણ સરવાળે એ અશુભ આત્મભાવોને ઉપશમ તરફ મરે એવા શાસ્ત્રનું શ્રદ્ધા, સંભ્રમ (અપૂર્વ પ્રાપ્તિનો હર્ષ) અને એકાગ્રતા સાથે શ્રવણ કરે, અક્ષરશઃ ગ્રહણ કરે, ધારણા અને ચિંતન મનનથી હૃદયસ્થ કરે, ત્યારે નિર્મળ બોધ થાય.
(૫) જનપ્રિયતા નામનો પાંચમો લોકોત્તર ભાવ પ્રાપ્ત કરવા માટે એવી સાવધાની રાખવાની કે કોઇને પણ શુદ્ધધર્મ, ધર્માત્મા અને ધર્મસ્થાન પ્રત્યે અરુચિ ન થાય, બલ્ક આકર્ષણ થાય, શુદ્ધ ધર્મની પ્રશંસા કરે. આથી એનામાં ધર્મબીજનું વાવેતર થયું ગણાય છે. એ પછી પણ પોતાના વર્તન વ્યવહારની એવી સાવધાની રાખવાની કે પોતાને અને બીજાને ધર્મની પ્રેરણા, પૂર્તિ અને વૃદ્ધિ જ
Page 130 of 211
Page #131
--------------------------------------------------------------------------
________________
નીપજે યાવત્ ધર્મ સિદ્ધ થાય. જો આ લાકાપેક્ષા નહિ હોય અને લોકને ગમે તે લાગે એની પરવા કર્યા વિના નિષ્કર સ્વચ્છેદ અને સ્વાર્થોધ વર્તાવ કરશે તો બીજાને શુદ્ધ ધર્મ પ્રત્યે અરુચિ જન્માવવાનું થશે; એમ પોતાની એ કઠોરતા-નિષ્ફરતાથી સ્વધર્મ પણ ઘવાશે. પાંચેય લોકોત્તર ભાવોની ટૂંકી સમજ આ પ્રમાણે : -
(૧) ઔદાર્ય એટલે તુચ્છ હલકટ વૃત્તિનો ત્યાગ કરી વિશાલ દિલ, ઉદાર ભાવ રાખવા અને ગુરુજન તથા દીન-નિરાધાર જન પ્રત્યે ઉચિત વર્તન રાખવું તે.
(૨) દાક્ષિણ્ય એટલે પણ એવો શુભ અધ્યવસાય કે જેમાં બીજાના કાર્ય કરવા તરફ ઉત્સાહ રહે અને જે ગંભીરતા તથા ધીરતા-સ્થિરતાથી યુક્ત હોય તથા ઈષ્ય-અસૂયા (પરપ્રશંસાની અસહિષ્ણુતા)થી રહિત હોય.
(૩) પાપજુગુપ્સા એટલે થઇ ગએલ પાપો બદલ સમ્યગ્ર વિશુદ્ધ ચિત્તથી ખેદ. ઉદ્વિગ્નતા, તથા નવાં પાપ ન કરવા અને ભાવી કાળે કરવાનું ચિંતન ન કરવું તે.
(૪) નિર્મળ બોધ એટલે શુશ્રષાના ઉલ્લાસિત ભાવથી ઉપશમપ્રધાન શાસ્ત્રદ્વારા ઉત્પન્ન થતું શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપ જ્ઞાન, અર્થાત વાક્યાર્થ-મહાવાક્યાર્થ-જમ્પર્ધાર્થનું જ્ઞાન.
(૫) જનપ્રિયત્વ એટલે એવી નિર્દોષ લોકપ્રિયતા કે જે બીજાઓમાં ધર્મપ્રશંસા રુચિપ્રવૃત્તિ આદિ રૂપ ધર્મબીજાધાન વગેરે પ્રેરવા દ્વારા સ્વ-પરમાં ધર્મપ્રેરક-ધર્મપૂરક-ધર્મવર્ધક બને, અને ધર્મસિદ્ધિ સુધી પહોંચાડે. પાંચનો સંક્ષેપ આ રીતે -
ઔદાર્ય દાક્ષિણ્ય પાપજુગુપ્સા નિર્મળબોધ જનપ્રિયત્ન તુચ્છ- પરકાર્યનો અતીત પાપ- શુશ્રુષાપૂર્વક પરમાં બીજા વૃત્તિનો ઉત્સાહ નો ખેદ
ધાનાદિની ત્યાગ
પ્રેરક અને ઉદારવૃત્તિ ગંભીર- વર્તમાનમાં શમપ્રધાન સ્વપનમાં
ધીર- પાપાકરણ શાસ્ત્રોનું ધર્મ સિદ્ધિ સ્થિરતા
શ્રવણ ને
પહોંચાડે
એવી ઔચિત્ય ઇષ્ય- ભાવી પાપનું મૃત-ચિંતન લોકપ્રિયતા
અસૂયાનો અચિંતન ભાવના
ત્યાગ પાપવિમરો -
સુધી
અહીં યોગ્યતાને લોકોત્તર ભાવો ઔદાર્યાદિના આસ્વાદરૂપ કહીને વિષયાભિલાષથી વિમુખતા કરાવનારી કહીં; એથી ધર્મ-આરોગ્ય અને પાપવિકાર શમનનો નિર્દેશ કર્યો.
Page 131 of 211
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી ષોડકશાસ્ત્રમાં પણ એક વાત કહી છે. –જેમ આરોગ્ય પ્રાપ્ત થતાં વ્યાધિવિકારો હવે પ્રવર્યા રહેતા નથી, એવી રીતે ધર્મઆરોગ્ય પ્રાપ્ત થતાં પાપ-વિકારો હવે પ્રવર્તતા નથી. (લોકોત્તર ભાવો ઔદાર્યાદિઓ ધર્મ-આરોગ્યની અવસ્થા છે એ પ્રાપ્ત થતાં) અતિ વિષયતૃષ્ણા, દ્રષ્ટિસંમોહ, ધર્મપથ્યમાં અરુચિ અને ક્રોધની ખણજરૂપી પાપવિકારો શાંત થઇ જાય છે.
પાપવિકારો : વિષયતૃષ્ણા-દ્રષ્ટિસંમોહ-ધર્મપથ્યની અરુચિ-ક્રોધખણજ :
(૧) અતિવિષયતૃષ્ણા - એ આત્માનો એક એવો પાપી વિકાર છે કે જેથી જીવ ગમ્ય-અગમ્ય, ભોગ્ય-અભોગ્ય, વિષયનો વિવેક ભૂલીને શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શને વિષે બધે જ અત્યંત અણધરાએલો રહે છે.
(૨) દ્રષ્ટિસંમોહ - એવો અધમ વિકાર છે કે જેથી ળને આશ્રીને સમાન એવી પણ બે પ્રવૃત્તિમાં નામભેદે વીપરીત દ્રષ્ટિ રખાય છે, અને તે દ્રષ્ટિને પાછી આગમમાન્ય તરીકે સમજવામાં આવે છે. દા.ત. સ્વૈચ્છિક હિંસા અને યજ્ઞસંબંધી હિંસા, બંનેમાં ળ સ્વયં માંસભક્ષણ સમાન છે. પરંતુ યજ્ઞીયહિંસાની પ્રવૃત્તિને વિધિપ્રવૃત્તિ તરીકે જુદા જુદા નામથી સંબોધી, એમાં નિષિદ્ધ એવી સ્વૈચ્છિક હિંસાથી વીપરીતદ્રષ્ટિ વેદવિહિત તરીકેની દ્રષ્ટિ એમાં રાખે છે, (અને લેશપણ પાપરૂપ ન માનતાં એ હિંસા આચરે છે.) આ દ્રષ્ટિનો સંમોહ છે. અથવા દ્રષ્ટિસંમોહ એટલે આંતરિક ભાવને આશ્રીને સમાનતા છતાં બે પ્રવૃત્તિમાં નામ જૂદા અને બે પૈકી એક કરતા બીજામાં શાસ્ત્રદ્રષ્ટિએ વિપરીતદ્રષ્ટિ રાખવી તે. દા.ત. ઉપરોક્ત જ યજ્ઞહિંસામાં હાર્દિક ભાવતો સ્વૈચ્છિક હિંસાની જેમ સંકલિષ્ટ જ છે, કષાયકલુષિત જ છે. પરંતુ નામ વિધિવાવિહિત સમજી આ યજ્ઞવાળી હિંસાને વીપરીત દ્રષ્ટિ યાને વેદનિષિદ્ધ નહિ પણ વેદવિહિત તરીકેની દ્રષ્ટિથી જુએ છે. આ દ્રષ્ટિસંમોહ છે. પરંતુ જીન મંદિરાદિ સંબંધી કોઇ ક્ષેત્ર-ધન વગેરેનો આરંભ કરતો હોય એમાં સાંસારિક સ્વાર્થના ક્ષેત્ર-ધનાદિના આરંભ કરતો હોય એમાં સાંસારિક સ્વાર્થના ક્ષેત્ર-ધનાદિના આરંભ કરતા હાર્દિક ભાવ જૂદો છે. સમાન નથી. ભાવ આમાં શુભ છે કેમકે એમાં દેવદ્રવ્યની રક્ષાવૃદ્ધિથી સ્વપરની ભાવ-આપત્તિ આત્મિક દુ:ખ નિવારવાનો અધ્યવસાય પ્રવર્તમાન છે, તેથી જ જો કે સાંસારિક આરંભ કરતાં આ આરંભને વીપરીત દ્રષ્ટિએ જુએ, અર્થાત્ ત્યાજ્ય નહિ પણ ઉપાદેય સમજે છતાં એમાં દ્રષ્ટિસંમોહ નથી. આમાં ળની પણ સમાનતા નથી. સાંસારિક આરંભનું ફળ તો સ્વભોગ્ય છે, ત્યારે મંદિરના આરંભનું ફળ તો સ્વભોગ્ય નથી. એટલે ભાવથી ફળને આશ્રીને પણ સમાનતા ન હોવાથી અહીં દ્રષ્ટિસંમોહ નથી.
(૩) ધર્મપથ્યની અરુચિ - એવી છે કે એમાં ધર્મશ્રવણ તરફ અવજ્ઞા-બેપરવાઇ હોય છે. તત્ત્વ-પારમાર્થિક પદાર્થના રસાસ્વાદથી વિમુખતા હોય છે. અને ધાર્મિક આત્માઓ સાથે સંપર્ક હોતો. નથી.
(૪) ક્રોધની ખણજ - નું લક્ષણ એ છે કે સાચા-ખોટા દોષને સાંભળીને વસુરહસ્ય વિચાર્યા વિના તરત જ અંદર બહાર ઉકળાટ ઉછળી આવે.
અસમાધિ સ્થાન સામાન્યથો ઘરખટલામાં ક્સેલા શ્રાવકને પણ અસમાધિથી બચવાનું કહ્યું છે, તેથી જ અસમાધિકારક કેટલાય પ્રસંગોમાં શ્રાવકે આવવાનું નથી, તો પછી વિશ્વમાં અતિ ઉચ્ચ કોટિના ચારિત્ર જીવન પામેલાએ અસમાધિથી બચવા માટેનું તો પૂછવું જ શું ? અસમાધિમાં અપ્રશસ્ત
Page 132 of 211
Page #133
--------------------------------------------------------------------------
________________
હર્ષ-ખેદ થાય છે, રાગદ્વેષ ભભૂકે છે, ચિત્તને ખોટાં કૌતુક-આતુરતા અને આર્તધ્યાન થાય છે. એ એક બાજુ અનાદિના કુસંસ્કારને કામ કરવાની વાત તો દૂર, ઉર્દુ દ્રઢ કરે છે, ને બીજી બાજુ થોબંધ પાપ કર્મ બંધાવે છે. માટે સાધુ-સાધ્વીએ અસમાધિ કરાવનાર પ્રસંગથી જ દૂર રહેવું જોઇએ, જેથી અસમાધિ થાય નહિ.
આવશ્યક સૂત્રમાં અસમાધિ કરાવનારાં ૨૦ સ્થાન કહ્યાં છે, તેનાથી દૂર રહેવા માટે પહેલાં એ સમજી લેવા જોઇએ. એ સહેલાઇથી યાદ રાખવા માટે તેને આ પ્રમાણે વહેંચી શકાય –ગમનાદિ પ્રવૃત્તિના પ+સંગ્રહ ભોજનના 3+જ્ઞાનાચાર ભંગના ૩ + ભાષાના-૪ + કષાયના ૫ = ૨૦ તેનાં છૂટક નામ :(૧) શીઘગમન (૨-૩) અપ્રતિ દુષ્પતિ લેખિત બેસવું (૪) જીવઘાતક અજતના પ્રવૃત્તિ (૫) સચિત રજધિરા ધના (૬) અધિક ઉપકરણ (૭) અતિભોજન (૮) એષણાદોષો (૯) રત્નાધિક અવિનય (૧૦) જ્ઞાનવૃદ્વાદિ ઉપધાન (૧૧) અકાલ સ્વાધ્યાય (૧૨) સાવધભાષાદિ (૧૩) નિશ્ચયભાષા (૧૪) ભેદકારીભાષા (૧૫) નિંદા (૧૬) ચિડીયો સ્વભાવ (૧૭) જેની તેની સાથે કષાય (૧૮) આગંતુક સાથે કલહ (૧૯) જુનું યાદ કરી કષાય-ઉદીરણા (૨૦) ક્રોધપરંપરા. આની સમજૂતી :
(૧) શીધ્ર ગમન એટલે જલ્દી જલ્દી ચાલવું. આમ ચાલવામાં સહેજે મનમાં કોઇ એવી અસમાધિકારક ઝંખના-આતુરતા હોય છે કે જલ્દી પહોંચી જાઉં. વળી ઇરિયા સમિતિ પણ બરાબર સચવાય નહિ, એ ઉપેક્ષા પણ અસમાધિકારક બને છે. તાત્પર્ય ચિત્તની સમાધિ જાળવવામાં આ ઉતાવળ બાધક બને છે.
(૨-૩) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત સ્થાને બેસવું અર્થાત્ બેસતાં પહેલાં તથા નીચેની જગા કે આસન પર દ્રષ્ટિ જ ન નાખે તેમજ પૂજે પ્રમાર્જ નહિ અથવા બરાબર વિધિપૂર્વક નહિ કિન્તુ જેમ તેમ અડધું પડધું જુએ અને પૂજે-પ્રમાર્જે ત્યાં એવી બેદરકારીમાં ચિત્ત અસમાધિમાં પડે. દ્રષ્ટિથી પ્રતિલેખન (નિરીક્ષણ) અને રજોહરણથી પૂજવા પ્રમાર્જવામાં ચોક્કસ ઉપયોગ એ એક આવશ્યક ધર્મયોગ છે અવશ્ય કર્તવ્ય ધર્મયોગમાં બેદરકારી એ અસમાધિવાળા ચિત્તનું લક્ષણ છે.
(૪) જીવઘાતક અજતના પ્રવૃત્તિ-અજતના અનુયોગથી પ્રવૃત્તિ કરવામાં જીવની વિરાધના થાય છે અને દશવૈકાલિકસૂત્ર તો ત્યાં સુધી કહે છે કે “અજય ચરમાણોય પાણભૂયા ઇહિંસઇ' અર્થાત્ અજતનાથી ચાલવા વગેરેમાં કદાચ જીવ ઘાત ન પણ થાય તોય એ ભાવથી હિંસક બને છે. એટલે આ ઉપયોગશૂન્યતા એ અધર્મરૂપ છે એમાં ચિત્ત સમાધિરહિત કહેવાય.
(૫) સચિત્ત રજ વિરાધના - ગામમાં પેસતા નિકળતા અગર વિહારમાં સુવાળી રેતીમાંથી કર્કશ રેતીમાં, લાલ માટીમાંથી કાળી માટીમાં જતાં પગ પૂંજી લેવા જોઇએ. તે ન પૂછે તો પરસ્પર વિજાતિય પૃથ્વિકાયરજનો ઘાત થાય. એમ સચિત્તરજવાળા પગથી આસન પર બેસે યા સચિત્તરજવાળાના હાથેથી ભીક્ષા લે. ઇત્યાદિમાં ચિત્તની બેદરકારી હોઇ અસમાધિ વર્તતી ગણાય.
(૬) અધિક ઉપકરણ – સંયમને માટે ખાસ જરૂરી ન હોય તેવા ઉપકરણ વસ્ત્ર પાનાદિ, પાટપાટલાદિ, અથવા વધારે પડતાં ઉપકરણ રાખે, વાપરે ત્યાં ચિત્ત મોહમૂઢ બને એ અસમાધિનું સ્થાન છે.
(૭) ભોજન - એટલે ઘણું ભોજન કરે જેથી ગોચરીના દોષ તથા સંયમની ઉપેક્ષા થાય વળી.
Page 133 of 211
Page #134
--------------------------------------------------------------------------
________________
આખો દિવસ ખૂલ્લા મોઢે રહી વધારે ટંક કરે, અથવા પ્રમાદ, લોભ ઇત્યાદિ વશ દેવદ્રવ્યાદિનું સીધું યા આડકતરી રીતે (દેવદ્રવ્ય ખાનારના ત્યાંથી ભિક્ષા લાવીને) ભક્ષણ કરે આ બધામાં ચિત્તમાં ખૂબ જ અસમાધિ પોષાય છે.
(૮) એષણાદોષ - ગોચરી પાણી આદિમાં એક યા બીજે ગવેષણાનો દોષ લગાડે, પણ દોષ ટાળવાનો પ્રયત્ન ન રાખે
એમ ? ગ્રાસેષણામાં રાગાદિ દોષ લગાડે ત્યાં બધે ચિત્ત અસમાધિવાળું બને છે.
(૯) રત્નાધિકનો અવિનય - ચારિત્રપર્યાય અધિકના સાથે અવિનયથી બોલે તે પણ અસમાધિસ્થાન છે.
(૧૦) જ્ઞાનવૃદ્ધાદિકનો ઉપઘાત - એટલે જ્ઞાનવૃદ્ધ-વયોવૃદ્ધ વગેરેનો ઉપઘાત કરે, એમને ઉદ્વેગ પમાડે તે પણ અસમાધિસ્થાન છે.
(૧૧) અકાલ સ્વાધ્યાય - કાળે સ્વાધ્યાયના જ્ઞાનાચારની કે એ ક્રમાવનાર જનાજ્ઞાની ઉપર અથવા શ્રુતજ્ઞાન ઉપર ભક્તિ બહુમાન ન હોવાથી અગર ૨ હોવાથી અકાળે સ્વાધ્યાય કરવાનું બને છે તેથી ત્યાં ચિત્ત સ્પષ્ટપણે અસમાધિમાં છે.
(૧૨) સાવધભાષાદિ - જીવની અજતનાને અથવા બીજા સંસારી પાપને પ્રેરે એવી ભાષા તે સાવધભાષા; તેમજ સાચા જૂઠાના ખ્યાલ વિનાની ભાષા એય સાવધભાષા તથા વિકાળે એટલે પાછલી રાત્રે પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે ઊંચા સ્વરે બોલે જેથી આજુબાજુના મનુષ્ય-તિર્યંચ જાગી જઇ અસંયમમાં પ્રવર્તમાન થાય; આ બધું પણ અસમાધિસ્થાન છે. કેમકે ચિત્તની તેમાં જીવ રક્ષા અને સંયમ પ્રત્યે બેદરકારી છે અથવા ગૃહસ્થની ભાષા બોલે.
(૧૩) નિશ્ચયભાષા - સાધુ-સાધ્વી જેમાં સંદેહ હોય અગર ખબર જ ન હોય ત્યાં “આ આમાં છે,-આમ થશે' એવી નિશ્ચયાત્મભાષા ન બોલે, પરંતુ પૂરી સંભવિત હોવાની ખબર હોય એવી બાબતમાં પણ નિર્ણયાત્મક “જ'કારવાળી ભાષા પણ ન બોલે, કેમકે વિચિત્ર ભવિતવ્યતાથી બીજું જ બની જાય તો અસત્ય લાગે. નિશ્ચયાત્મક ભાષા બોલવી એ અસમાધિસ્થાન છે.
(૧૪) ભેદકારી ભાષા - પોતાના સ્વાર્થવશ અગર ઇર્ષ્યાથી સમુદાયમાં એકને કાંઇ ને બીજાને બીજે ભળાવે જેથી એમને પરસ્પરમાં વૈમનસ્ય થાય-દિલ ઊંચા થાય; એવી ભેદકારી ભાષા પણ અસત્રાધિજન્મ અને અસમાધિપ્રેરક છે.
(૧૫) નિંદા - અન્ય સાધુ-સાધ્વી આ શ્રાવક શ્રાવિકાની હલકાઇ ગાય, ઘસાતું બોલે વગેરે નિંદા કરવીએ ભારે અસમાધિનું સ્થાન છે.
(૧૬) ચિડીયો સ્વભાવ - એમાં વાતવાતમાં ચિડાઇ જાય, રિસાઇ જાય. આવેશ, ક્રોધ આવી. જાય એ પણ અસમાધિ સ્થાન છે.
(૧૭) જેની તેની સાથે કષાય માંડે - ગુસ્સો કરે, અભિમાન દેખાડે, પ્રપંચ રમે, હરામશ્કરી કરે એ અસમાધિસ્થાન છે.
(૧૮) આગંતુક સાથે કલહ - ટંડો, ઝગડો, રગડો કરે, નવા આવેલ સાધુ-સાધ્વી ખમાય નહિ. આ પણ અસમાધિ સ્થાન છે. ' (૧૯) જૂનું યાદ કરી કષાયની દીરણા કરે - અત્યારે એ યાદ કરવાનું કોઇ નથી, છતાં યાદ કરી કરી પણ કષાયમાં ચઢે, આવું યાદ કરવું એ પણ અસમાધિનું સ્થાન થયું.
Page 134 of 211
Page #135
--------------------------------------------------------------------------
________________
(૨૦) ક્રોધની પરંપરા - એટલે કે ક્યાંક ગુસ્સો થઇ ગયો, પણ પછી એને ન ખમાવતાં ગાંઠ વાળે ક્રોધ પર વ્યાજબી હોવાનો સિક્કો મારે, તો ક્રોધની પરંપરા ચાલે. એ અસમાધિ સ્થાન છે.
આ ૨૦ અસમાધિસ્થાનો સૂચવે છે કે તે તે બાબત ચિત્તમાં અસમાધિને પોષનારી છે. માટે એ વીસેય બાબત જ અટકાવી દેવી; કેમકે આખીય જીવનભરની ધર્મસાધનાઓનો, સાર ચિત્તની સમાધિમાં લાવવાનો છે, તે અસમાધિનાં સ્થળ સેવીએ તો સમાધિ ક્યાંથી આવે, રહે કે ટકે ? તપ વગેરે ઘણી આરાધનાઓ કરનારાની પણ અસમાધિથી ગતિ બગડી ગઇ છે. અસમાધિથી આત્મામાં સંસ્કરણ બગડે છે, અને ચાલુ અસમાધિ રહેવાથી શલ્યના પણ ભોગ બનવું પડે છે, કેટલાક સ્થાનોમાં વૈરાદિના અનુબંધ પડે છે. વગેરે મહા અનર્થ સમજી અસમાધિ સ્થાનોનો ત્યાગ કરી દેવો.
મન ક્ષમાશ્રમણ ડેમ ૧ -૧૦ ચરિધમ
મુનિનું નામ ક્ષમાશ્રમણ કેમ ? તપ:શ્રમણ વગેરે કેમ નહિ ? એનો ઉત્તર એ છે કે ૧૦ પ્રકારના મુનિધર્મમાં ક્ષમાગુણને પહેલો મૂક્યો છે, માટે જ મુનિને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાયુક્તા શ્રમણ, ક્ષમાપ્રધાન શ્રમણ, અથવા ક્ષમાથી શ્રમે-આત્માને કસે તે ક્ષમાશ્રમણ. અહીં પ્રશ્ન થાય છે કે શું ક્ષમા સિવાય બીજા ગુણો શ્રમણમાં નથી ? છે જ, તો તે હિસાબે મૃદુશ્રમણ તપશ્રમણ, બ્રહ્મચર્યશ્રમણ એવું કોઇ નામ ન કહેતાં ક્ષમાશ્રમણ કેમ કહ્યું?
૧ - ક્ષમા
આનો ઉત્તર જ એ છે કે બધા ગુણોમાં ક્ષમાનો પ્રથમ નંબર છે. કારણ એ છે કે ક્ષમાથી ઉપશમ આવે છે, અને “ઉપસમસારં ખ સામણં' ઉપશમ એ શ્રમણપણાનો સાર છે. ઉપશમ હોય તો જ બીજા ગુણ ટકી શકે છે. માટે ઉપશમ લાવનાર ક્ષમા અતિ આવશ્યક છે; તમ ક્ષમા બહાર જણાયા આવે છે; વગેરે કારણોએ એ ગુણ લઇને ક્ષમાશ્રમણ કહ્યું.
ચારિત્ર માટે ક્ષમા બહુ જરૂરી છે, એ વાત “ક્રોધે ક્રોડ પૂરવતણું સંજમળ જાય' એ વચનથી બરાબર સમજાય છે. ક્ષમાના નાશથી બીજા ગુણોને નાશ પામતા વાર નથી લાગતી. એનું એક કારણ છે કે ક્ષમાના નાશથી અર્થાત ક્રોધના ઉદયથી પછીના ભાવજ એવા મળે છે કે જેમાં બીજા ય. ગુણો રહેવા ન પામે. દા.ત. સાધુના ભવે ક્રોધ કર્યાથી પછી એ ચંડકૌશિક તાપસ થયો કે નાગ થયો. ત્યાં મૃદુતા, તપ, સંયમ વગેરે ગુણો રહેવા પામ્યા હતા ? ક્ષમા તો ગુણોની માતા છે, ગુણોની સરદાર છે. કર્મના વિપાકને સમજનારને ક્ષમા રાખવી કઠિન નથી. આપણું વાંકુ જો આપણા જ કર્મ કરે છે તો પછી બીજા પર શા સારું ગુસ્સો કરવો ? ક્ષમા જ રાખવી. વળી ગુસ્સો કરવાથી નવીન કર્મબંધ થાય છે; આત્મસત્ત્વ હણાય છે, વૈર વધે છે, નુક્સાની પાછી વળતી નથી, લોહી તપી ઉઠે છે...એમ ઘણા અનર્થ હોવાથી ક્રોધને ત્યજી ક્ષમા ધરવી. ખમી ખાધેલું લાભ માટે છે, સામનો કરેલો નુક્સાન વાટે નીવડે છે.
૨ - મૃદુતા
બીજો ગુણ ગર્વ ત્યાગ. એ માટેની છ વિચારણા - બીજા યતિ ધર્મ “મૃદુતા' માં માનનો ત્યાગ
Page 135 of 211
Page #136
--------------------------------------------------------------------------
________________
અને વિનય, નમ્રતાનું પાલન કરવાનું હોય છે. આ માટે વિચારવું કે (૧) પૂર્વના પુરુષસિંહોની આગળ જ્ઞાનમાં, તપસ્યામાં, ચારિત્રમાં, વિધામંત્રશક્તિમાં આપણે તે કોણ માત્ર છીએ કે ગુમાન કરીએ ?
(૨) ત્યારે એવી આપણામાં કઇ મોટી યોગ્યતા આવી ગઇ છે કે કયા મોટા સુકૃત કર્યા છે કે ગર્વ કરીએ ?
(૩) આપણી કઇ દોષરહિત યા મૃત્યુરહિત સ્થિતિ બની છે કે જેથી માનનો દાવો રાખીએ ? (૪) તેમ જ ગર્વ કરવાથી કયો આત્મગુણ પોષાય કે વધે છે ?
(૫) અભિમાનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પૈકી કોનો પર્યાય વધે છે કે પુષ્ટ થાય છે ? કોઇનો નહિ.
(૬) કર્મ ખપાવવા હતા તેથી આપણા પ્યારા પ્રભુએ અનંત બળ છતાં સંગમ ગોવાળિયા આગળ ક્યાં જરાય ગુમાન દાખવ્યું હતું ? ઉલટું મૌનપણે એનો ત્રાસ સહ્યો હતો. ઇત્યાદિ વિચારી ગર્વ અકડાશ ત્યજી બહુ જ નમ્ર અને મૃદુ બનવાની જરૂર છે. મૃદુતામાં હૃદય કોમળ હોવાથી અનેક ગુણો આવે છે, ગુરુઆદિ પાસેથી વિદ્યા વગેરે મળે છે, સૌનો પ્રેમ જીતાય છે “વિનય વૈરીને વશ કરે છે” નવો કર્મબંધ થતો નથી પાછળથી પસ્તાવું પડતું નથી; વગેરે લાભો પણ અનેક મળે છે. માટે મહાજ્ઞાની, મહાપ્રભાવક, મહાતપસ્વી વગેરે પૂર્વમહર્ષિઓને યાદ કરી ગર્વ જરાય નહિ રાખવાનો.
3 - ઋજુતા
ત્રીજા યતિધર્મ “હજુતા'માં માયા-કપટનો ત્યાગ અને હૃદયની સરળતા આવે, આ લાવવા અહિં ધ્યાનમાં લેવાનું છે કે (૧) પ્રપંચ અને દાવપેચથી હૈયું બગડે છે આત્માના સુસંસ્કાર બગડે છે એથી ભવિષ્ય બગડે છે.
(૨) પૂર્વ જન્મોમાં સેવેલી માયાનું ફળ ગીરોળી, બીલાડી, વગેરેના જીવનમાં દેખાય છે. એનું આખું જીવન છળ પ્રપંચથી અંધારામાં કે ઓથે છૂપાઇ રહી શિકારને ઝંખ્યા કરે, અને અવસર આવે શિકારને જાનથી મારે, એ જ ને ? લગભગ ચોવિસ કલાક એજ વેશ્યા, વિચારો પાપકર્મના કેવા થોકનાથોક ઉપાતા હશે. આ માયાથી એનું ભાવિ ભયંકર છે.
(૩) અહિં કેટલો કાળ જીવવું છે ? ભાવી અસંખ્ય કાળની અપેક્ષાએ બહુ થોડાને ? એવા અતિથોડા કાળમાં માયા સેવી શા માટે ભાવી અસંખ્યકાળ બગાડવો ?
(૪) માયાથી લોકનો વિશ્વાસ ગુમાવવો પડે છે, હૈયામાં શલ્ય રહે છે, બહુકાળ ચિંતા અને દુર્ગાનમાં જાય છે, અને હલકાં, તિર્યંચ વગેરેના અવતાર અને ત્યાં ઘોર પાપ સેવવાનું નક્કી થાય
(૫) માયા કરવાથી કંઇક દુન્યવી લાભ મળ્યો એમ લાગતા એ માયા પર કર્તવ્યની મહોરછાપ અને સારાપણાનો સિક્કો લગાડી મિથ્યાત્વના ખાડામાં ગબડી પડાય છે.
(૬) માયા તો સંસારની માતા કહી છે.
ઇત્યાદિ અનેક અનર્થો માયાના જાણી તેનો સત્વર સદાને માટે ત્યાગ કરી સરળતા, ભદ્રકતા, બાજુતાનો જ સ્વભાવ બનાવી દેવો જોઇએ. માયા તજવાથી અને સરળ હૃદયી પણે
Page 136 of 211
Page #137
--------------------------------------------------------------------------
________________
રહેવાથી, સાચી દેવગુરુની ભક્તિ, ઉપકારીની કૃતજ્ઞતા, શુદ્ધ ધર્મસાધના, પરમાર્થ વૃત્તિ વગેરે ઉમદા ગુણો ખીલે છે. સરળતાથી અનુપમ આત્મશાંતિનો અહીં જ અનુભવ થાય છે.
8 - - મુક્તિ
યતિધર્મમાં ચોથું છે મુક્તિ. મુક્તિ એટલે લોભથી મુક્તિ. તૃષ્ણાથી મુક્તિ, મુક્તિ જે મોક્ષને કહેવાય છે, તે આ (ઇચ્છા, તૃષ્ણા, મમતાથી) મુક્તિ મળ્યા પછી દૂર નથી અરે ! એટલું જ નહિ પણ એ મોક્ષરૂપી મુક્તિનો સ્વાદ, લોભમુક્તિ કરવાથી જાણે અહિં જ અનુભવાય છે. આજે કેટલાક માણસો એમજ પૂછે છે કે “મોક્ષમાં શું સુખ ?” તે પ્રશ્નનું કારણ એ છે કે એ લોકોને તૃષ્ણા-મમતા-લોભ એટલા બધા વળગેલા છે, કે તેઓ એને જ જીવન માને છે. એમાંથી જ્યાં સુધી મુક્તિ એટલે છૂટકારો ન લે, ત્યાં સુધી મોક્ષસુખની એ કલ્પના નહિ કરી શકે. એવા બહુ તૃષ્ણાવાળાના મનમાં તે નહિ જ ઉતરે કે મોક્ષમાં અનંતસુખ છે. જેમ ખરજવાના દર્દીને ‘નહિ ખણવાના આરોગ્યમાં સુખ છે.' એ સમજાતું નથી, જેમ તાવવાળી જીભે સારી વસ્તુનો સ્વાદ સમજાતો નથી, તેમ લોભમાં રક્ત માનવીને મોક્ષનું સુખ સમજાતું નથી. માટે જ નિર્લોભતા-નિસ્પૃહતા, કેળવવાની જરૂર છે તૃષ્ણા નાશ, મમતા-ત્યાગ સિદ્ધ કરવાની જરૂર છે. એ કેળવાય, એ સિદ્ધ થાય એટલે તો પછી એવો આંતરસુખનો અનુભવ થશે કે જગત કુછ વિસાતમાં નહિ લાગે, ‘નિસ્પૃહસ્ય તૃણં નમત્ ।' એને એમ થશે કે થોડી ઘણી પણ જગતના પદાર્થોની આકાંક્ષા મૂકી તો એ તૃષ્ણાના કાપથી કલેજે અદ્ભુત ઠંડકનો અનુભવ થાય છે, અપૂર્વ શાંતિ ચિત્તભૂમિમાં પથરાઇ જાય છે, અને હૈયું આત્માનંદથી ઉભરાઇ જાય છે, તો પછી જગતનું બધું મુકાઇ જાય તો કેવી અનંત શાંતિ, અનંત આનંદ, અને અનંત ઠંડક અનુભવવા મળે ?
જ્યાં મોક્ષમાં શરીરજ નથી તેથીજ શરીરના ધર્મો ઓછામાં ઓછી રીતે બજાવવા જેટલી પણ ઇચ્છા કે ફ્કિરનું નામ નિશાન નથી, ત્યાં અનુપમ સુખ હોય એમાં નવાઇ નથી. ઇચ્છામાં, લોભમાં, ને મમતામાં તો પાર વિનાના દુઃખ છે : કારણ કે,
(૧) એને સંતોષવાની સળગતી ચિંતાઓમાં મહા સંતાપ છે.
(૨) એના ઉધમમાં અઢળક વેઠ છે.
(૩) એક ઇચ્છા તૃપ્ત થઇ ન થઇ ત્યાં તો પાછી બીજી ઇચ્છા આવીને ઊભીજ છે. ખાવાની ઇચ્છા થઇ અને મહામજુરી કરી સંતોષી, તો હવે ખાધું એટલે વાની કે આરામ કરવાની ઇચ્છા થઇ; એને પૂરી, ત્યાં તો નવું કમાવવાની ઇચ્છા થઇ, અથવા પાસે ભરપૂર છે તો કોઇ સંગીત, વાર્તાવિનોદ વગેરેની ઇચ્છા થઇ. આમ ઇચ્છાના રવાડે ચઢવામાં ઇચ્છાઓની સાયકલ ચાલ્યા કરે છે. એ પુરવામાં કેટકેટલી ચિંતા, હાડમારી, પરિશ્રમ વગેરે ઉઠાવવા પડે છે, એ તો નજરે દેખાય છે.
(૪) એમાં ક્યાંક અપમાન તિરસ્કાર, ટોણાં પણ વરસે છે ને ?
(૫) ત્યારે નિરાશ થઇ.‘ આના કરતાં તો એના વિના ચલાવ્યું હોત તો સારૂં.’ એવું કેટલીય વાર, ખેદ-પશ્ચાતાપ વગેરે થયું છે ને ? કેમ આ બધું ? કઇ ઇચ્છાના પાપે, લોભના વાંકે. (૬) લોભથી ભાઇ ભાઇમાં ઝઘડા અને માબાપથી જુદાઇ થાય છે. તેમજ (૭) ધર્મમાં અખાડા, ગુરૂથી ડરી ડરીને છેટા ભાગવાનું, એવું એવુંય ખરૂં ને ?
Page 137 of 211
Page #138
--------------------------------------------------------------------------
________________
(૮) તૃષ્ણાને વશપડી કાળાં કામ, છેતરપીંડી, પાપધંધા, ઉપકારીનો દ્રોહ, ગુણી ઉપર દ્વેષ-એવું એવું પણ બને છે.
લોભવશ કનકરથ રાજા પોતાના જન્મતા પુત્રના અંગછેદ કરાવતો જેથી એ રાજ્યગાદીને લાયક ન રહે. ચલણીએ પોતાના જ પુત્ર બ્રહ્મદત્તને લાખના ઘરમાં રાખી ઘર સળગાવ્યું. કોણિકે ઉપકારી પિતા શ્રેણિકને કેદમાં પુરી ફ્ટકા મરાવ્યા, વિનયરને ધર્મી ગુણીયલ અને પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું ખૂન કર્યું ! લોભ-તૃષ્ણા-મમતા શું શું અકાર્ય નથી કરાવતા ! કહો કે બધું કરાવે છે, એથી ભયંકર પાપો થાય છે, અને સર્વગુણો નાશ પામે છે, “પાપનો બાપ લોભ છે.'
(૯) સર્વગુણ વિનાશoો ભોમ: એમ પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે. (૧૦) લોભમાં પૂર્વના મહામૂલા પુણ્ય ઘસાઇ જાય છે.
(૧૧) લોભ મમતાના પાપોથી ભયંકર કર્મબંધ અને અનેક દુર્ગતિના ભવોમાં ભટકવાનું થાય છે.
માટે તો પૂર્વના પુણ્યનો નાશ, ગુણનાશ, પાપબંધ, અને બીજા ચિંતા-રાસ-નકામી વેઠ વગેરેના દુઃખોથી બચવા ઇચ્છનાર મુનિએ બધાના મૂળભૂત લોભથી પાછા ફ્રી નિર્લોભ, નિરીચ્છ, નિસ્પૃહ બનવાનું છે. એથો આત્માનંદ ઉપરાંત જગતના સન્માન મળે છે. “ન માગે દોડતું આવે? મોટા સમ્રાટ રાજાના પણ પૂજ્ય બનાય છે. આ લોભમુક્તિ ખૂબ અનુભવવી જોઇએ. તેમાં જેટલો કાપ તેટલું નક્કર સુખ.
૫ - તપ
યતિધર્મમાં પાંચમો છે તપ, તપ એ તો સંયમી સાધુનું આભૂષણ છે. મહાવ્રતો એ મુનિનું નિર્મળ શરીર. પરંતુ એના પર શોભાકારી અલંકાર છે તપ. તપ વિશાલ અર્થમાં-છ બાહ્ય અને છ અત્યંતર. એમ બાર પ્રકારે છે. બાહીમાં -
(૧) ખાવાના ટંકના ત્યાગ. (૨) ભૂખ છતાં થોડા કોળીયાનો ત્યાગ. (૩) ખાવાની કેટલીક વસ્તુઓના ત્યાગ. (૪) રસનો ત્યાગ. (૫) કાયાને કષ્ટિ. (૬) મન-વચન-કાયાનું સંગોપન. અભ્યત્તર તપમાં -
(૧) પ્રગટ કે છૂપા ગુનાના એકરારપૂર્વક ગુરૂ પાસેથી પ્રાયશ્ચિતનું ગ્રહણ અને સેવન. (૨) વિનય. (૩) વૈયાવચ્ચ. (૪) સ્વાધ્યાય. (૫) ધ્યાન. (૬) કાયોત્સર્ગ.
આ બધોય તપ ખાસ સેવવા યોગ્ય છે. તપના લાભ -
(૧) તપથી મન ખૂબજ કાબુમાં આવે છે. (૨) તપ ચીકણાં કર્મને પણ તપાવી નાશ પમાડી દે છે. (૩) ઇન્દ્રિયો શાંત થાય છે. (૪) આત્મા ભવિષ્ય માટે આશ્વાસન અનુભવે છે. (૫) તપથી અનેક વિધાશક્તિ અને લબ્ધિઓ પ્રગટ થાય છે.
Page 138 of 211
Page #139
--------------------------------------------------------------------------
________________
(૬) અનાદિની આહારાદિ સંજ્ઞાઓ તપથી તૂટે છે. (૭) તપથી કુસંસ્કારો વિચ્છેદ પામે છે.
(૮) તપથી મહાવિષ્ણો પણ શમી જાય છે, તેથી તપ એ શ્રેષ્ઠ મંગળ છે. તપ દ્વારા કાયામાંથી ક્સ ખેંચવો :
શ્રી તીર્થકર દેવ જેવા પણ જે તેજ ભાવે પોતે મુક્તિ જવાનું જાણે છે, તેઓશ્રી પણ ચારિત્રા લઇને ઘોર તપ આદરે છે. એમની પાછળ મહામુનિઓ મેઘકુમાર, શાલિભદ્ર, ધનાજી, કાકંદીનો ધન્નો, વગેરે એ મહાસુકામળ છતાં ગજબનો તપ આદરી કાયાને સુક્કી ભુખી અને લુખ્ખી હાડપિંજર જેવી કરી દીધી ! તે આ સમજથી કે આ માનવની મહાપુણ્ય ખરીદેલી કાયા તપ રૂપી. કોલુમાં પીલવાથી જ પાપક્ષય અને પુણ્યના મધુર રસ આપે; માટે લોહીના છેલ્લા બુંદ અને માંસના છેલ્લા કણ સુધી કાયામાંથી તપ દ્વારા કસ ખંચવો જોઇએ. તપ દ્વારા મહાન પુણ્યાનુબંધી પુણ્ય અને કર્મક્ષયનો કસ ખેંચવામાં કાયાનું જેટલું માંસ લોહી બાકી રહી જશે તે તો અગ્નિમાં જશે. માંસ લોહી એવું શા માટે વેડફી નાંખવું ? ફ્રી ફ્રીને આવી કાયા ક્યાં મળશે ? એ તો હજીય મળે, પરંતુ તપ દ્વારા એને ઘસવાની કરામત શીખવનારું શ્રી જિનેશ્વર દેવનું શાસન ફ્રી ફ્રીને ક્યાં મળશે ?
લોચ વગેરે કાયકલેશ છે. વગેરેમાં બાવીસ પરિષહ અને મારણાન્વિક ઉપસર્ગો આવે. એ તથા મન-વચન-કાયાનું સંગોપન, આ બે દ્વારા તો આત્મા અકલવ્ય લાભ આપે છે. એમાં સાથે વિનયાદિ, અને શાસ્ત્રોનું ચોવીસે કલાક પારાયણ-એ તો જીવને જગત ભૂલાવી દે છે. ત્યારે ધ્યાન એ તો અપૂર્વ સાધના છે.
(૧) અહીં જન્મીને શ્રાવક માતાની કુક્ષિ રત્નકુક્ષિ કરવી હોય, (૨) શ્રી મહાવીર પ્રભુનું શાસન પામ્યા તે સાર્થક કરવું હોય, અને (૩) ભાવિ અનંતકાળને ઉજ્જવળ કરવો હોય....તો બીજી આળપંપાળ શું કરવી હતી ? એક માત્ર મહાકલ્યાણ તપની પેઠે લાગી જવું જોઇએ. ૬ - સંયમ
છઠ્ઠો યતિધર્મ-સંયમ એમાં જીવવિરાધનાથી અને અસત્યાદિ આશ્રવોથી બચવાનો તીવ્ર ઉપયોગ આવે. શાસ્ત્રમાં પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ વગેરે કહ્યાં છે. પ્રેક્ષાસંયમમાં મુનિને કોઇ પણ વસ્તુ ઉપયોગમાં લેતાં પહેલાં ખૂબ સારી રીતે સૂર્યના પ્રકાશમાં જોવાની તપાસવાની હોય છે; ને પ્રમાર્જના સંયમમાં મૃદુ ઉનના રજોહરણથી પ્રમાર્જવાની હોય છે. “કોઇ જીવ બિચારો અહીં ભૂલો તો નથી પડ્યો ને ?' એ પડિલેહણમાં, ઇર્યાસમિતિમાં, વસ્તુના આદાન નિક્ષેપ કે પારિષ્ઠાપનિકામાં જોવું પડે. આ જોવાનું પ્રમાદદોષ પર સંયમ કેળવવાથી થાય માટે આને સંયમ કહેવાય.
સંયમ માટે વિચારવું કે, “જીવે અનેક ભવોમાં બીજી ત્રીજી ઘણી ઘણી કાળજીઓ કરી છે, પણ એનું ળ શું? સંસાર ભ્રમણ ! ત્યારે આ કાળજી, આ સંયમનું ળ ? સદ્ગતિ અને મોક્ષ પણ તે આચરવાનું તો પછી, કિંતુ પળે પળે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસાથી બચવાની કાળજી અન સંયમ જાણવા-સમજવાનું પણ બીજે ક્યાં મળે ? અનંતજ્ઞાની અરિહંત દેવોએ સ્વયં આરાધેલું અને જગતને ભાખેલું એ સંયમ મને મહાપુણ્ય સમજવા મળ્યું, તો એને હું જરૂર આરાધી લઉ” આવી ધગશ રહેવી જોઇએ; અને સાથે સંયમનો ઉગ્ર પુરૂષાર્થ જોઇએ; સંયમમાં ઇન્દ્રિય સંયમ મન:સંયમ વગેરે પણ કેળવવાના છે.
Page 139 of 211
Page #140
--------------------------------------------------------------------------
________________
૭િ - સત્ય
યતિધર્મમાં સાતમો ધર્મ સત્ય છે. સત્ય આમ તો પ્રસિધ્ધ ગુણ છે. પરંતુ સાધુ જે સત્ય આદરે છે, તે સૂક્ષ્મ કોટિનું હોય છે. સાધુને માત્ર વાચિક અસત્ય જ ત્યાજ્ય હોય છે એમ નહિ, પણ માનસિક અસત્ય પણ ત્યાજ્ય હોય છે. તેમજ કોઇ અસત્ય બોલે એમાં સંમતિ કે રાજીપો રાખવાનું પણ ત્યાજ્ય હોય છે. ક્રોધાદિ કષાયથી, ભયથી કે હાસ્યાદિથી જૂઠ બોલવાનો મુનિને ત્યાગ હોય. છે. ત્યારે સાચું પણ વચન જો સાવધ હોય, જીવઘાતક હોય કે સામાને અપ્રિય લાગે તેવું હોય તો તેયા બોલવાનું હોતું નથી.
મેતારક મુનિએ, ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયું છે એ સત્ય હોવા છતાં, એ વચન જીવઘાતક હોવાથી સોનીને ન કહ્યું. જો કહે તો પક્ષીને કદાચ સોની મારી પણ નાંખે. તેમજ એ પણ વાત છે સોનીના વલાની વાત સાવધ છે, સાંસારિક છે. મુનિ સાંસારિક બાબતમાં પડે નહિ. આમ મેતારજ મુનિએ કાંઇ ન બોલતાં મૌન રાખ્યું.
આમ સાચું હોવા છતાં જો અપ્રિય લાગે એમ હોય તો ન બોલી શકાય. દા.ત. કાણાને કાણો કે આંધળાને આંધળો ન કહેવાય, આવી રીતની મર્યાદાઓ સાચવીને મુનિવરો સત્યને વળગી રહે છે. જીવનભર સત્યને છોડતા નથી. સત્યનું મહત્વ - સત્ય એક મહાન ગુણ છે, જીભનો અલંકાર છે, પ્રતિષ્ઠાનો હેતુ છે, પાપથી બચાવનાર છે, તેમજ સત્યવાદીનો સૌ કોઇ વિશ્વાસ કરે છે.
જૂઠનાં નુક્શાન :- અસત્ય બોલવાથી (૧) લોકોના વિશ્વાસ ગુમાવાય છે. (૨) અવસરે સાચું બોલેલું પણ “વાઘ આવ્યો રે વાઘ” ની જેમ અસત્યમાં ખપે છે (૩) મન બગડે છે, મનમાં બીજી અનેક પાપ વિચારણા જાગે છે. (૪) પાછળથી પશ્ચાતાપ થાય છે.
(૫) કેટલીકવાર એક અસત્યનો બચાવ કરવા માણસ બીજા અનેક અસત્ય બોલવા માંડે છે. અથવા બોલવાનો પ્રસંગ કદાચ ન આવે તો પણ મનમાં ગોઠવી રાખે છે.
(૬) અસત્યથી ઘણાં માઠાં કર્મ બંધાય છે. જેનાં ળરૂપે ભવાંતરમાં જીભ જ નથી મળતી, અથવા મળે છે તો સડેલી મળે છે, ક તોડતા બોબડાપણું મળે છે.
(૭) નરક સુધીના ભયંકર દુ:ખો મળે છે. વસુરાજા અસત્યથી નરકમાં ગયો.
આ જીવે આજ સુધી પૂર્વના બહુ ભવોમાં અસત્યની મહાકુટેવો પાડી છે, તેથી સ્વાર્થ ઊભો થતાં અસત્ય બોલવાનું મન થઇ જાય છે. એ કુટેવ જો અહીં તાજી કરી તો આગળ પરિણામ ખતરનાક આવે છે, અને આ ભવની ભૂલના ગુણાકાર થાય છે. માટે અહીં તો અસત્યને સ્વપ્રમાંથી પણ દૂર કરવું જોઇએ. ગમે તેવા કષ્ટમાં પણ સત્ય વચનની સચોટ ટેવ પાડવી જોઇએ. એકવાર હિંમત કેળવી સત્ય સાચવતા થઇ ગયા પછી તો સત્યનો સ્વભાવ થઇ જાય છે. માટે “ભલે કષ્ટ આવો પણ સત્ય ન જાઓ. ભલે આક્ત આવો, પણ અસત્ય ન જ ખપે.” આ નિર્ધાર જોઇએ.
૮ - શો)
Page 140 of 211
Page #141
--------------------------------------------------------------------------
________________
આઠમો યતિધર્મ શૌચ છે. શૌચ એટલે પવિતવ્યા. તે અહીં માનસિક પવિત્રતા, આત્મિક પવિત્રતા લેવાની છે. મુનિ સાવધ યોગમાત્રના ત્યાગી હોય છે. એટલે કે ઝીણામાં ઝીણી હિંસા, જૂઠા વગેરેના સવશે ત્યાગી હોય છે, તેથી એજ એમની મહાન સાચી પવિત્રતા છે. તેથી શારીરિક કે વસ્ત્રાદિ સંબંધી ઉજ્જવલતાની એની આગળ કાંઇ કિંમત આંકતા નથી તેમ એમને એની કાંઇ જરૂર પણ નથી હોતી. શોચના લાભ -
(૧) મન પવિત્ર રાખવાથી ઘણી સારી તત્વવિચારણા કરી શકાય છે. (૨) તત્વ વિચારણાને આત્મસ્પર્શી બનાવી શકાય છે.
(૩) પવિત્ર મનમાં જ પરમાત્માનો વાસ રહે છે. એટલે કે પરમાત્માનું ધ્યાન સચોટ અને સતત જાગતું રહે છે.
(૪) પવિત્ર મનવાળાને પોતાનો આત્મા બહુ ફોરો-હલકો ફૂલ જેવો લાગે છે. (૫) મૈત્રી આદિ ઉચ્ચ ભાવનાઓ ભાવવી સહેલી પડે છે. (૬) મહાપુરુષોના ઉપદેશ સારી રીતે ઝિલાય છે. (૭) આખુંય જીવન પવિત્ર અને ઉજળું બને છે.
(૮) મોહની ગાંઠો તૂટી જાય છે, અને અવસર મળતાં કેવળજ્ઞાન લેવામાં વાર લાગતી નથી. સાધ્વી ચંદનબાળાના શિષ્યા મૃગાવતીજી પવિત્ર મનવાળા હતા તો સમવસરણેથી સહેજ મોડા આવ્યા બદલ મળેલા ગુણીના ઠપકા ઉપર એમણે કેવળજ્ઞાન લીધું. મન મેલું હોત તો ?
અપવિત્ર મનના અપરંપાર નક્શાન -(૧) તંદુલિયો મચ્છ અપવિત્ર મનથી મરીને નરકે જાય, છે. (૨) પ્રસન્નચંદ્ર વાષિએ મન બગાડ્યું તો સાતમી નરકના દળીયાં ભેગા કર્યા. (૩) સારા સંયોગમાં પણ મન જો અપવિત્ર રહે તો લાભને બદલે નુક્શાન વહોરાય છે. ત્યારે (૪) બગડેલા મનવાળાનો ખરાબ સંયોગમાં તો ડૂચો જ નીકળી જાય છે.
પવિત્રતાના ઉપાયો (૧) મન પવિત્ર રાખવા માટે શ્રદ્ધા સંવેગથી યુક્ત તત્વજ્ઞાન, અર્થાત શેય-હેય ઉપાદેયનું સચોટ ભાન બહુ સહાયક નીવડે છે. કેમકે એમાંથી દરેક દુન્યવી પ્રસંગોના આગળ પાછળના સાચા રહસ્ય જાણવા મળે છે, તેથી એના પર મન બગાડવાનું રહેતું નથી. મન કેમ બગડે છે ? પૂર્વના શુભાશુભ કર્મ આપણે જોતા નથી. તેમ વર્તમાન પ્રવૃત્તિ કે પ્રસંગથી ભવિષ્યમાં કેવા પાપ કે પુણ્ય ઊભાં થવાના છે તેનો વિચાર નથી કરતા તેથી મન બગડે છે. આ જરા ઊંડા ઉતરીને વિચારતાં સમજાય એવું છે.
(૨) બીજો ઉપાય એ છે કે મનમાં સદા તીર્થકર દેવો વગેરેના ચારિત્ર પ્રસંગો રમતા રાખવા. જોઇએ. સાથે એ પ્રસંગોના હેતુ, એનાં ળ વગેરે પણ ખ્યાલમાં રાખવું જોઇએ.
(૩) ત્રીજો ઉપાય - એ છે કે આત્માના અસલી શુદ્ધ સ્વરૂપનો ખૂબ ખૂબ વિચાર કેળવી એ સ્વરૂપ પર ખૂબ રાગ અને મમત્વ કેળવવું જોઇએ.તેથી કર્મલિત આત્માની કોઇપણ સુખી અવસ્થાની કિંમત ન લાગે. પછી તેના અંગે મન જે બગડતું હતું તે નહિ બગડે.
આ ત્રણ સચોટ ઉપાયો છે. જબરજસ્ત ઉપાયો છે માટે તેનો જીવનમાં ખૂબ અભ્યાસ કરી મનને પવિત્રતાના સરોવરમાં ઝીલતું રાખવું.
Page 141 of 211
Page #142
--------------------------------------------------------------------------
________________
૯- આગ્નિન્ય (અપરિગ્રહ)
નવમો યતિધર્મ છે આકિંચન્ય. આકિંચને એટલે અપરિગ્રહ. પરિમિત ધર્મ-ઉપકરણ સિવાય પાસે કાંઇપણ ન રાખે તે અકિંચન, અને ન રાખવાપણું ને આકિંચન-પરિગ્રહિતપણું કહેવાય. આ ગુણ કેળવવા વિચારો કે, (૧) પરિગ્રહ એ આત્માને માટે ભારરૂપ છે. તે ભાર જેટલો વધારે તેટલો જીવ વધુ નીચે દુર્ગતિમાં જાય છે. માટે કહ્યું છે કે મહાપરિગ્રહી નરકે જાય છે. સંસારનું મૂળ આરંભ સમારંભ છે અને એનું મૂળ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ હોય તો આરંભના પાપ થાય છે. સામગ્રી જ ન હોય તો શું કરે ? માટે જગતનું મોટું પાપ પરિગ્રહ છે. જેને મુદલ પાપ જોઇતું નથી, એણે પરિગ્રહનો ગ્રહ છોડ્યું જ છૂટકો.
(૨) જેમ શનિ-રાહુ વગેરે ગ્રહોની દશા માણસને ભારે પીડે છે. તેમ આ પરિગ્રહની દશા પણ જીવને ભારે પીડે છે. ઘરમાં રહીને સંપૂર્ણ ધર્મ શક્ય નથી કેમકે ઘરવાસ એટલે પરિગ્રહ રહે જ છે.
(૩) પરિગ્રહ ભયંકરચીજ છે, એ હૃદયનો એવો કબજો કરે છે કે પછી એ હૃદયમાં બીજું સારું સુઝતું નથી, વૈરાગ્ય ટકતો કે ખીલતો નથી.
(૪) પરિગ્રહ સાચવવાની રામાયણ તો વળી એવી છે કે એમાં કેટલીકવાર તો રૌદ્ર ધ્યાન પણ આવી જાય છે. અને રૌદ્ર ધ્યાન નરકનો દરવાજો છે; પછી ભલે આ પરિગ્રહ નાનો હોય કે મોટો. મમ્મણ શેઠ પરિગ્રહના પાપે સાતમી નરકે ગયો.
(૫) પરિગ્રહ એ બલા છે. “આવ બલા, પકડ ગળા” એમ એકવાર સંઘર્યા પછી એ છૂટવી કે છોડવી મુશ્કેલ પડે છે.
(૬) પરિગ્રહ એ જીવને દુર્ગતિ સાથે લગ્ન કરાવી આપનાર ગોર છે. માટે મુનિને એ પરિગ્રહથી બચાવી લેવા ભોજનની વસ્તુમાં પણ કુક્ષિશંબળ કહ્યા અર્થાત મુનિ પાસે ખાવાનું ભાતુ કેટલું ? કુક્ષિમાં હોય એટલ. બાકી સંગ્રહખાનામાં કાંઇ ન મળે.
(૭) પરિગ્રહ એ પિશાચ છે. ધીમે ધીમે પોતાનું સ્વરૂપ વધારી મૂકે છે. તેથી કલ્યાણકામી આત્માએ પહેલેથીજ ચેતી જઇ અભ આરંભ-પરિગ્રહનું જીવનસૂત્ર રાખવું જોઇએ. મુનિ તો પરિગ્રહ માત્રથી દૂર જ રહે.
૧૦ - બ્રહ્મચર્ય
દશમો યતિધર્મ બ્રહ્મચર્ય છે. બહ્મચર્ય એ તો વ્રતોમાં દીવો છે. એ હોય તો બીજા વ્રતો. ઉજળા-પ્રકાશિત રહે છે. બ્રહ્મચર્ય વ્રત બીજા વ્રતોમાં મુગ સમાન છે. ઇન્દ્રો સભામાં બેસતાં પહેલાં વિરતિધરને પ્રણામ કરે છે. વિરતિધરમાંથી બ્રહ્મચર્ય ચાલ્યું ગયું તો કાંઇ ઇન્દ્રો નમે કરે નહિ.
બ્રહ્મચર્યના લાભ - બ્રહ્મચર્યના લાભ અગણિત છે. એનાથી શરીરના રાજા સમાન વીર્યનું સંરક્ષણ થાય છે. જે પછી ઇન્દ્રિયોને વધુ તેજસ્વી અને દીર્ધકાળ સુધી સશક્ત રાખે છે. મોંની કાન્તિ વધે છે. ખોટી વાસનાઓ થતી નથી, તેથી મન પવિત્ર તેમજ સ્વસ્થ રહી શકે છે. એવા પવિત્ર અને સ્વસ્થ મનમાં સારી સારી તત્વ વિચારણાઓ ક્રે છે. પવિત્ર મહાવ્રતોની ભાવનાઓ જાગ્રત રહે છે. બ્રહ્મચારીનું ધાર્યું સફ્ટ થાય છે. કીર્તિ વધે છે. ગુણ વધે છે. કામરાગના પાત્ર પરથી રાગ ઉઠી જાય
Page 142 of 211
Page #143
--------------------------------------------------------------------------
________________
અબ્રહ્મના નુક્શાન - અબ્રહાચારીને સહેજે કામપાત્રનું ખેંચાણ રહે છે, એટલા પ્રમાણમાં દેવગુરુની ભક્તિમાં વાંધો પડે છે. ધ્યાનમાં સ્કૂલના પડ છે. અબ્રહ્મચારીનું વીર્ય હણાય છે, ઇન્દ્રિયો નબળી પડે છે, ઓજસ હૃાસ પામે છે, પાપવૃત્તિ હૃદયમાં ઘર કરે છે. હિંસાદિરૂપ પાપો કરતાં અબ્રહ્મનું પાપ એટલા માટે ભયંકર છે કે હજી કારણવશાત રાગ વિના પણ હિંસાદિ થઇ જાય. પરંતુ અબ્રહ્મ તો રાગ વિનાનું સેવાતું જ નથી. એક વખતના અબ્રહ્મના સેવનમાં બે થી નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય જીવોનો અને બીજા કેટલાક સંમૂરિચ્છમ જીવોનો નાશ થવાનું શાસ્ત્ર કહે છે.
બ્રહ્મચર્ય પાલનનો ઉપાય - વિચારવું તો એ જોઇએ છે કે અબ્રહ્મ સેવવામાં શું આજ સુધીના અનંત ભવોમાં બાકી રાખ્યું છે ? એકજ દેવતાના ભવમાં કરોડો દેવીઓના ભોગ મળ છે, કેમ કે દેવીનું આયુષ્ય દેવની અપેક્ષાએ બહુ થોડું હોય છે. તે દેવીઓ પાછી કાળી કુબડી નહિ, પણ સદા યૌવનવયની, ગોરી ગુલાબી રૂપસુંદરીઓ હોય છે. એવા દેવના ભાવ પણ પૂર્વે અનંતા થઇ ગયા, તો કેટલી દેવીઓનો ભોગ થયો ? અનંત ! તો પણ હજુ તૃપ્તિ નથી થઇ. આટલા બધા અબ્રહ્મના સેવનથી જે તૃપ્તિ ન થઇ તે અહીંના અલ્પ કાળના તુચ્છ વિષયભોગથી થશે ? ના તૃપ્તિ નહિ, પણ અતૃપ્તિ વધશે. માટે જ જ્ઞાની માવે છે કે બ્રહ્મચર્યનું જ શરણ લો. જીવનભરના બ્રહ્મચારી બની સ્વ-પરને મંગળરૂપ બનો.
બ્રહ્મચારી નવ ક્લિાની વચ્ચે વસે - બ્રહ્મચર્યના પાલન માટે ખાસ નવ વાડનું પાલન કરવાનું માવ્યું છે. દો.ત.પુરુષે (૧) સ્ત્રીવાળી વસ્તીમાં ન રહેવું.(૨) સ્ત્રીની કથા ન કરવી. (૩) સ્ત્રીનાં આસન પર ન બેસવું.(૪) સ્ત્રીના અંગોપાંગ ન નિરખવાં. (૫) ભીંતના આંતરે થતા સ્ત્રી-પુરુષના આલાપ-સંલાપ પણ સાંભળવા નહિ. (૬) પૂર્વે કરેલી ક્રીડાઓનું બિલકુલ સ્મરણ ન કરવું. (9) પ્રણીત એટલે ઘી-દૂધ વગેરેથી ઘચબચતો આહાર ન વાપરવો. (૮) | ખૂબ આહાર પણ ન વાપરવો. (૯) શરીરે શોભા-વિભૂષા કરવી નહિ.
જંબુસ્વામી, સ્થૂળભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ, વિજયા શેઠાણી વગેરેના દ્રષ્ટાન્તો આંખ આગળ રાખી વિશુદ્ધ બ્રહાચર્યના પાલનમાં સદા સાવધાન રહેવું.
ભાષા વિશક્તિ
સુખમય અને સલૂ જીવન જીવવા માટે જેમ મનઃશુદ્ધિ, અન્નશુદ્ધિ, ધનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપયોગમાં આવતા જેમ ધન અન્ન અને વસ્ત્રાદિ બાહ્ય પદાર્થ છે, તેમ વિવેક વિચાર અને વચનાદિ અંતરંગ પદાર્થો પણ છે. ધનાદિ બાહ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલી શકતું નથી, તેમ વચનાદિ અત્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. કવિઓએ ગાયું છે કે- “ક્ષીયન્ત પ્રભુ મૂષviાન સતત, વાભૂષvi ભૂષણમ્ I” બીજાં ભૂષણો ખરેખર ખૂટી જાય છે, જ્યારે વાણીરૂપી. ભૂષણ માણસને સતત્ શોભાવે છે.
એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે :“દુનિયામાં વધારેમાં વધારે ભલું કે વધારેમાં વધારે ભૂંડું કરવાનું સાધન જીહા છે.” દુનિયાનું ભલું કે ભૂરું કરવાનું સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એનો કોનાથી ઇન્કાર
Page 143 of 211
Page #144
--------------------------------------------------------------------------
________________
થઇ શકે તેમ છે ? વિશ્વાપકારી શ્રી જિનેશ્વરદેવો સત્ય તત્ત્વોનો ઉપદેશ કરી વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે, તે તેમના વચનાતિશયનો જ પ્રતાપ છે; કુતીર્થિકો અસત્ય વસ્તુઓ બતાવી મિથ્યા માન્યતાઓના અંધ કૂવામાં ઉતારી વિશ્વ ઉપર જે અપકાર કરે છે, તે પણ તેમની વચનશક્તિને જ આભારી છે. વચનસામર્થ્યનો આ પ્રતાપ સર્વ ક્ષેત્રોમાં જણાઇ આવે છે. શરીરથી તનતોડ મજૂરી કરનાર મજૂર જે કમાણી જીવનભર મજૂરી કરીને નથી કરી શકતો તે કમાણી વચનશક્તિને પ્રાપ્ત થયેલ એક કુશળ વક્તા કે વકીલ એક દિવસમાં પણ કરી લે છે, વચનશ્રવણથી માણસ ધર્મી બને છે, અને વચનશ્રવણથી જ માણસ અધર્મી બને છે. માણસના અંતરમાં રહેલી સારી કે નરસી વૃત્તિઓને એકદમ ઉત્તેજિત કરીને બહાર લાવવાનું સામર્થ્ય જેટલું વચનવર્ગણામાં રહેલું છે તેવું પ્રાયઃ બીજા કશામાં દેખાતું નથી. આજની કેળવણીમાં અક્ષરજ્ઞાનને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, તથા શાસ્ત્રોમાં કેવળજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોમાં શ્રુતજ્ઞાનને જે મુખ્ય પદ આપવામાં આવ્યું છે, તેની પાછળ પણ એક યા બીજી રીતે વચનસામર્થ્યનો જ સ્વીકાર રહેલો છે. સચેતન મનુષ્યના મુખમાંથી નિકળેલું સીધું વચન તો અસર નિપજાવનારું થાય છે જ, પરન્તુ અચેતન ચિત્રપટો, ફોનોગ્રાફો કે રેડીઓમાંથી સંભળાતા શબ્દોની પણ ચમત્કારિક અસર થતી આજના માનવીઓના જીવન ઉપર પ્રત્યક્ષ અનુભવાય છે.
વચનશક્તિનો પ્રભાવ એક અપેક્ષાએ જ્ઞાનશક્તિથી પણ વધી જાય છે. વચનમાં રહેતું જ્ઞાન બીજા આત્મા સુધી પહોંચાડવા માટે જ્ઞાનના વાહન તરીકેનું કાર્ય કરનાર વચન સિવાય બીજી કઇ ચીજ છે ? જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, સંસ્કારિત બનાવનાર, તથા સર્વત્ર ફ્લાવનાર વચનશક્તિ જ છે, એ વાત સર્વ વાદિઓને સમ્મત છે.
પરન્તુ એ વચનશક્તિથી આ દુનિયામાં જેટલું ભલું થાય છે તેનાથી ભૂંડું ઘણું થાય છે, એ કદીપણ ભૂલવું જોઇએ નહિ. વચનથી ભલા કરતાં કૂંડું અધિક થાય છે, એ જ કારણે કેટલાક અનુભવીઓને કહેવું પડ્યું છે :
તારા કાન બધાને આપ, પણ જીભ કોઇને પણ ન આપ. ઘણું સાંભળ પણ થોડું બોલ, વગેરે
કુદરતે પણ જીભ ઉપર અધિક સંયમ રાખવાની યોજના કરેલી છે. કાન અને આંખ બે બે છે અને જીભ એક જ છે, છતાં બે કાન અને બે આંખોને કામ એક જ સોંપાયેલું છે, જ્યારે એક જીભને કામ બે સાંપાએલાં છે. એક બોલવાનું અને બીજ ખાવાનું -આ બેકામ કરનાર એક જીભ, અને એક જ કામ કરનાર બે કાન અને બે આંખની રચના જ જીભ ઉપર અધિક સંયમ રાખવા માટે માણસને શિખવે છે. છતાં દુનિયામાં જોઇએ તો માણસ બે કાન વાટે જેટલું સાંભળે છે, અને બે આંખ વડે જેટલું જુએ છે, તેનાથી પણ અધિક બોલવાને ટેવાયેલો છે. જીન્દ્રિય ઉપરનો એ અસંયમ મનુષ્ય જાતને વધારેમાં વધારે અપકાર કરનાર નિવડે છે. જ્યાં ત્યાં નિરર્થક કજિયાઓ અને હદયનો સંતાપ, અપ્રીતિની વૃદ્ધિ અને પ્રીતિનો વિનાશ, વૈર વૃદ્ધિ અને વિરોધના દાવાનળ વગેરે દેખાય છે એ મોટા ભાગે વાણીના દુરુપયોગનાં જ કટુ ળો હોય છે. જો મનુષ્ય બોલવાનું ઓછું કરી નાંખે, જેટલું સાંભળે અને જૂએ છે, તે બધું જ હૃદયમાં રાખતાં શીખે, જરૂર પડે ત્યારે પણ વિચારીને જ કોઇને પણ નુક્શાન ન થાય તેની કાળજી પૂર્વક બોલે, તો ઘણી આપત્તિઓનો અંત આપોઆપ આવી જાય તેમ છે અને એ માટે જ ભાષાવિશુદ્ધિના શિક્ષણની ભારે અગત્ય છે. જૈન શાસ્ત્રોમાં એ
Page 144 of 211
Page #145
--------------------------------------------------------------------------
________________
શિક્ષણ સંગીન રીતે આપવામાં આવ્યું છે. મુનિઓની વાગુપ્તિ તથા ભાષાસમિતિ એ શિક્ષણનું જ સુમધુર ળ છે. એ શિક્ષણથી સુશિક્ષિત થયેલો મુનિ સતત ભાષણ કરે તો પણ કોઇને અપકાર કરનાર થતો નથી, અને એ શિક્ષણને નહિ પામેલો આત્મા સતત મૌન ધારણ કરે તો પણ ફાયદો કરવાને બદલે નુક્સાન કરનારો થાય છે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટ પ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે, વચનગુપ્તિ અને ભાષાસમિતિ એ અષ્ટ પ્રવચનમાતાની અંતર્ગત છે અને એ બંને ભાષા વિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ રીતે પરંપરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે.
જૈન શાસ્ત્રોએ મુનિઓને સર્વથા મૌન ધારણ કરવાને ઉપદેશ્ય નથી, સર્વથા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગનો ઉચ્છેદ થાય છે, અને બીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુર્ગુણો પોષાય છે, એ કારણે મુનિને જ્યારે જ્યારે બોલવાની જરૂર ઊભી થાય ત્યારે ત્યારે શાસ્ત્ર બતાવેલા નિયમાનુસાર તેને બોલવાનું હોય છે, અને એ રીતે શાસ્ત્રાનુસારી વચન-વિન્યાસમાં કુશળ બનેલો મુનિ ચિરકાલ સુધી બોલે તો પણ અન્યને ધર્મદાનાદિ કરવા વડે ગુણ કરનારો જ થાય છે.
વચનવિન્યાસમાં મુનિને કુશળ બનાવવા માટે જૈન શાસ્ત્રોમાં બોલવા લાયક ભાષાના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે; તેમાં બોલવા લાયક સઘળી ભાષાઓનો સમાવેશ થઇ જાય છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભવ છે. મિશ્ર અને અનુભવ એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે, જેમકે અશોકવન, શ્રમણસંઘ, એ મિશ્ર ભાષાના પ્રયોગ છે.
તેને અશોકપ્રધાન વન, શ્રમણપ્રધાન સંઘ, એ અપેક્ષાથી બોલે તો સત્ય છે, અને અશોકનું જ વન, શ્રમણનો જ સંઘ, એ રીતે અવધારણ યુક્ત બોલે તો અસત્ય છે. અનુભવ ભાષા પણ વિપ્રતારણા કે અવિનીતતાદિ 0 ર્વક બોલે તો અસત્ય છે, અન્યથા સત્ય છે. શાસ્ત્રોમાં ઉપયોગી પૂર્વક બોલનારની ચારે ભાષા આરાધક માની છે, અને અનુપયોગ પૂર્વક બોલનારની ચારે ભાષા અનારાધક માનેલી છે. જૈન દ્રષ્ટિએ ભાષાનિમિત્તક શુભાશુભ સંકલ્પ એ જ આરાધકપણા કે વિરાધકપણાનું તત્ત્વ છે. તેથી શુભ સંકલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે, અને અશુભ સંકલ્પપૂર્વક સત્યભાષા પણ પરમાર્થ દ્રષ્ટિએ અસત્ય છે. સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય એ ચાર પ્રકારની ભાષામાં પ્રથમ સત્ય ભાષાના દશ પ્રકાર પાડી બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે
સત્યભાષાના દશ પ્રાર
(૧) જનપદસત્ય - પાણીને કોઇ દેશમાં “જલ’ અને કોઇ દેશમાં “ઉદક' કહે છે તે બધા. જનપદસત્યના પ્રકાર છે. અહીં એક જ અર્થ માટે ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ કરવામાં દુષ્ટ વિવક્ષા કે ઠગવાની બુદ્ધિ રહેલી નથી. તેથી તે બધા શબ્દપ્રયોગો સત્ય છે.
(ર) સમતસત્ય -પંકજ શબ્દ અરવિંદમાં જ રૂઢ છે, પણ કાદવમાંથી ઉત્પન્ન થતા કીટાદિમાં કે કુમુદકુવલયાદિમાં રૂઢ નથી તે સમ્મતસત્ય છે.
(૩) સ્થાપનાસ - જિનપ્રતિમામાં જિન શબ્દ “જિન” શબ્દ જેમ ભાવજિનમાં પ્રવર્તે છે. તેમ
Page 145 of 211
Page #146
--------------------------------------------------------------------------
________________
સ્થાપનાજિનમાં પણ પ્રવર્તે છે. જિનપ્રતિમામાં “જિન” શબ્દનો પ્રયોગ એ મિથ્યાત્વ છે એમ કેટલાકો કહે છે, તેઓ સ્થાપનાસત્યનું પ્રતિપાદન કરનાર સૂત્રનું ઉન્મલ કરવા દ્વારા અનંતા અરિહન્તોની આશાતના કરનારા તથા અનંત સંસારીપણાને ઉપાર્જન કરનારા થાય છે. શબ્દશક્તિ એકલી વ્યક્તિ કે જાતિમાં જ નહિ પણ વ્યક્તિ જાતિ અને આકૃતિ ત્રણેમાં પ્રવર્તે છે, એમ નૈયાયિકોએ પણ સ્વીકાર્યું છે. અંકવિન્યાસ, અક્ષરવિન્યાસ, મુદ્રાવિન્યાસ ઇત્યાદિ સ્થાપના સત્ય છે.
(૪) નામસત્ય - ધનરહિતને “ધનવર્ધન” અને કુલવિહીનને “કુલવર્ધન' ઇત્યાદિ ભાવાર્થવિહીન નામ આપવાં તે નામસત્ય છે.
(૫) રૂપસત્ય - લિંગધારી સાધુમાં “સાધુ અને વેષધારી યતિમાં “યતિ' શબ્દનો પ્રયોગ એ રૂપસત્ય છે. નાટકીયા રાજા મંત્રી ઇત્યાદિ પણ રૂપસત્ય છે. (સ્થાપના'ની પ્રવૃત્તિ તજ્જાતીય અને સદોષમાં હોતી નથી અને “રૂપ' ની હોય છે, આટલો સ્થાપના સત્ય અને રૂપસત્યમાં ફ્ર છે.)
(૬) પ્રતીત્યસત્ય – અણું મહત્વ સ્વ દીર્ધ ઇત્યાદિ પરસાપેક્ષ પદાર્થોનું પ્રતિપાદન એ પ્રતીત્યસત્ય છે, અણત્વ મહત્વાદિ પરાપેક્ષ ધર્મો સર્વથા અસત્ છે; એમ ન કહેવું. કપૂર ગન્ધસ્વભાવથી જ અને શરાવ ગબ્ધજલસંપર્કથી જ છે તેથી અસંત કે તુચ્છ ગણાય નહિ. અવલંબન વિના જ્ઞાન પણ કાંઇ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે, અને બીજાને ગ્રહણ કરાવવા માટે પણ વચનની જરૂર પડે છે. એક આત્મામાં
(0) વ્યવહારસત્ય - “પીવતો નહી” “હીંતે ગિરિ:” “ભતિ માનનમ્” “ઉભુરા ન્યા' “ઊભોમા ઈડ' નદીનું નીર પીવાય છે, ગિરિનાં તૃણ બળે છે, ભાજન ગત જલ ગળે છે, કન્યાને સંભોગજ-બીજ-પ્રભવ ઉદરનો અભાવ છે, બકરાંને લવન કરવા યોગ્ય-કાપવા યોગ્ય લોમનો અભાવ છે, ઇત્યાદિ પ્રયોગ એ વ્યવહારસ છે.
(૮) ભાવસલ્ય - સદભિપ્રાય પૂર્વક બોલાયેલી, પારમાર્થિક ભાવને જણાવનારી અથવા શાસ્ત્રીય વ્યવહારને નિયંત્રિત કરનારી ભાષા એ ભાવસત્ય છે, જેમ કે કુંભને જ કુંભ કહેવો, બલાકાને શ્વેત જ કહેવી, ઇત્યાદિ ભાવસત્ય એટલે પરમાર્થસત્ય છે.
(૯) યોગસત્ય - છત્રના યોગથી છત્રી, દંડના યોગથી દંડી, કુંડલના યોગથી કુંડલી, ઇત્યાદિ યોગસત્ય છે.
(૧૦) ઉપમાસત્ય - ઉપમા, ઉપમાન, ઉદાહરણ, જ્ઞાત, દ્રષ્ટાંત, નિદર્શન ઇત્યાદિ ઉપમાસત્ય છે. ઉપમા બે પ્રકારની છે: એક ચરિત અને બીજી કલ્પિત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નરકગમન ઇત્યાદિ ચરિત છે, સંસારસાગર, ભવઅટવી, મુક્તિકન્યા, ઇત્યાદિ કલ્પિત છે. અનિત્યતા માટે પિપલપત્ર અને જડતા માટે મુગશેલ-પાષાણાદિનાં દ્રષ્ટાંતો પણ કલ્પિત છે. કલ્પિત દ્રષ્ટાંતો પણ ઇષ્ટાર્થના. સાધક છે, તેથી આદરણીય છે. સાધારણ ધર્મથી ઉપમા ન હોય કિન્તુ અસાધારણ ધર્મોથી જ હોય, જેમ કે ચન્દ્રમુખી-એમાં ચંદ્રના આલ્હાદકત્વાદિ અસાધારણ ધર્મથી ઉપમાં છે, કિન્તુ શેયત્વ અભિધેયવાદિ સાધારણ ધર્મોથી નહિ.
અસત્ય ભાષાના દશ પ્રકાર
(૧) ક્રોધનિઃસૃત -ક્રોધાવિષ્ટની અસત્ય ભાષા-જેમકે ક્રોધાવેશમાં પોતાના પુત્રને જ
Page 146 of 211
Page #147
--------------------------------------------------------------------------
________________
તું મારો પુત્ર નથી' મિત્રને કહેવું કે “તું મારો મિત્ર નથી' ઇત્યાદિ. અથવા ક્રોધાવિષ્ટનું સત્ય વચન પણ અસત્ય છે, વ્યવહારથી સત્ય હોવા છતાં ફ્લોપયોગી સત્યત્વ તેમાં નથી, કારણ કે સંકિલષ્ટાચરણને શાસ્ત્ર નિળ જ માનેલું છે, અથવા સ્થિતિબન્ધ કે રસબન્ડમાં કારણ યોગ્ય નથી, કિન્તુ કષાય છે. ક્રોધાવિષ્ટને ક્રોધથી કિલષ્ટ કર્મબન્ધ થાય છે, પણ સત્યથી તેને સ્વતંત્રપણે શુભબન્ધ થતો નથી, કિન્તુ અશુભ ફ્લજનક થાય છે.
(૨) માનનિઃસૃત - અભધનવાળો કહે છે કે હું બહુ ધનવાળો' છું અને અલ્પ જ્ઞાનવાળો કહે કે હું “મહાજ્ઞાની છું-ઇત્યાદિ અથવા માનાવિષ્ટ જે બોલે છે તે બધું અસત્ય જ છે, કારણ કે નિફ્લા અને મહાબલ્વનું કારણ છે. સત્યનું કાર્ય (શુભ બન્ધરૂપ) થતું નથી અને અસત્યનું કાર્ય (કર્મબન્ધા રૂપ) થાય છે તેથી પરમાર્થથી તે અસત્ય જ છે.
(૩) માયા નિઃસૃત - ઐન્દ્રજાલિક કહે કે “હું દેવેન્દ્ર છું' અથવા માયાવિષ્ટની સઘળી ભાષા અસત્ય છે કારણ કે તેથી સત્યનું કાર્ય શુભ બન્ધ થતો નથી, અને અસત્યનું કાર્ય કર્મબન્ધ થાય
છે.
(૪) લોભનિઃસૃત - ખોટા તોલાંને સાચાં તોલાં કહેવાં, ખોટાં માપાં ને સાચાં માપાં કહેવાં, અથવા લોભાવિષ્ટની સઘળી વાણી અસત્ય જ છે, સત્યનું કાર્ય શુભ બન્ધ છે નહિ અને અસત્યનું કાય અશુભ બન્ધ રહેલો છે.
(૫) પ્રેમનિઃસૃત – પ્રિયતમનું પ્રિયતમાની આગળ કહેવું કે હું તારો દાસ છું. પ્રેમ મોહોદયજનિત પરિણામ વિશેષ હોવાથી અશુભ કર્મબન્ધનો હેતુ છે, તેથી અસત્ય છે.
) ટ્રેનિ:સત - દ્વેષાવિષ્ટનું સઘળું વચન અસત્ય છે જેમકે “જિનેશ્વર કૃતકૃત્ય નથી” જિનેશ્વરનું ઐશ્વર્ય ઐન્દ્રજાલિક છે, ઇન્દ્ર જાલિયા વગેરે વિધાતિશય વડે પણ ઐશ્વર્ય બતાવે છે, તેમ જિનેશ્વર ઇન્દ્રજાલિક છે પણ કર્મક્ષય કરવા વડે કૃતાર્થ થયેલ નથી, એ પ્રમાણે ભગવદ્ગુણમત્સરિનું વચન અસત્ય છે. (પરગુણ અસહન રૂપ માત્સર્ય તે દ્વેષ છે અને તે સિવાયનો અપ્રીતિ રૂપ પરિણામ તે ક્રોધ છે. એટલો ક્રોધ અને દ્વેષમાં ક છે.)
(0) હાસ્યનિઃસૃત - હાસ્યમોહોદયજનિત પરિણામ વિશેષથી બાધિત અર્થવાળું મૃષા બોલે તે હાસ્યનિઃસૃત અસત્ય છે, જેમકે- “જોયેલી વસ્તુ પણ મેં જોયેલી નથી' આદિ કહેવું તે.
(૮) ભયનિઃસૃત - ભયથી વિપરીત કહેવું-ચોરી કરી હોય છતાં રાજ્યની આગળ ચોરી કરી નથી એમ કહેવું તે.
(૯) આખ્યાયિકાનિ:સૂત -રામાયણ મહાભારતાદિ ગ્રન્થોમાં જે અસબંધ્ધ વચનો કહ્યાં છે તે આખ્યાયિકાનિઃસૃત અસત્ય છે. વેદાદિ શાસ્ત્રોમાં જે વચનો કહ્યાં છે તે કાલાસુરાદિએ લોકોને ઠગવા માટે કહ્યાં છે માટે તે આખ્યાયિકાનિઃસૃતમાં નહિ પણ માયાનિઃસૃતમાં અતભવ પામે છે.
(૧૦) ઉપઘાતનિઃસૃત -પર અશુભ ચિન્તન પરિણત અભ્યાખ્યાનાદિ “અચોરને ચોર કહેવો.' ઇત્યાદિ ઉપઘાતનિઃસૃત અસત્ય છે.
અસત્ય પણ પ્રશસ્ત પરિણામથી બોલાય તો સત્ય છે, જેમકે પ્રવચનદ્રષ્ટિ રાજાદિકને લબ્ધિધર સાધુ ક્રોધથી કહે કે “તું રાજા નથી' અથવા કામાતુર સ્ત્રીની પ્રપંચ જાળમાંથી બચવા માટે શીલધુરંધર પુરુષ માયાથી કહે કે “હું પુરુષ નથી' તે અસત્ય નથી. અહીં નૃપપદની પ્રશસ્ત નૃપમાં કે પુરુષપદની અપ્રશસ્ત પુરુષમાં લક્ષણા થઇ શકે નહિ, અન્યથા બધે જ લક્ષણા કરવાથી કોઇ પણ
Page 147 of 211
Page #148
--------------------------------------------------------------------------
________________
વચન અસત્ય રહે જ નહિ.
અસત્ય બોલવાનાં મુખ્ય કારણ ત્રણ છે ઃ
(૧) રાગ - માયાદિ કયાય અને હાસ્યાદિ નોકષાય. (૨) દ્વેષ - ક્રોધાદિ કાય અને મયાદિ નોકષાય. (૩) મોહ - ત્રણ પ્રકારનો છે ઃ
૧.
ભ્રમ - અંતમાં તો અધ્યવસાય.
૨. પ્રમાદ - ચિત્તાનવધાનતા (અનુપયોગ). કરણાપાવ - ઇન્દ્રિય સામર્થ્ય
3.
અસત્ય બોલવાનાં દશ કારોનો ' સંગ્રહ નયન' ના અભિપ્રાયથી ત્રણમાં સમાવેશ થઇ શકે છે. તો પણ વ્યવહારસિદ્ધિ માટે દશ વિભાગનો પ્રયોગ પણ તે તે જીવોને માટે ઉપકારક છે. અસત્યના ચાર પ્રકાર બીજી રીતે પણ થાય છે.
(૧)
( ૧ ) સભાવપ્રતિષ્ઠા - જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી, ઇત્યાદિ.
(૨) ભૂત ભવન - જીવ છે પણ અણુ છે અથવા વ્યાપક છે, અથવા શ્યામાક તંદુલ માત્ર છે, ઇત્યાદિ.
,
(૩) જાત્તેર - ગાયને ઘોડો, ધોડાને ગાય, ઇત્યાદિ,
(૪) હર્ટ્ઝ - નિન્દવાના અભિપ્રાયથી નીચત્વભંજક કાર્યો, અન્ધો, બહેરો ઇત્યાદિ શબ્દો બોલવા તે.
સત્ય અસત્ય ઉભયના મિશ્રણ રૂપ મિશ્ર ભાષાના પણ દશ પ્રકાર છે. જે ભાષાનો વિષય અંશે બાધિત છે, અને અંશે અબાધિત છે, તે મિશ્ર કહેવાય છે. છીપને વિષે હું ખતમ્ ।' 'મૃતમ્ ધવત્ ।' ઇત્યાદિ અસત્ય અંશે સત્ય છે.' રજત' અંશમાં અસત્ય છતાં ઇદ અંશમાં સત્ય છે.' ઘટ’ અંશમાં અસત્ય છતાં ' ભૂતલ' અંશમાં સત્ય છે.
મિશ્ર ભાષાના દશ પ્રકાર
(૧) ઉત્પન્નમ - - આજે દશ બાળક જન્મ્યા છે.' વસ્તુતઃ દશ નહિ પણ દશથી અધિક અથવા ઓછા જન્મ્યા છે. અથવા હું દશ રૂપિયા આપીશ એમ કહીને દશ નહિ આપતાં પંદર કે પાંચ આપવા એમાં આપવાની ક્રિયા થઇ તે સત્ય છે, પણ દશ નહિ આપતાં ઓછા અધિક આપવા તે અસત્ય છે. એ રીતે કોઇ પણ ક્રિયામાં ન્યૂનાધિક કરવા છતાં ક્થન મુજબ ક્રિયા કરવી તે ઉત્પન્નમિશ્ર ભાષા છે.
(૨) અિતમિત્ર - ઓછા અધિક મરવા છતાં આજે દશ વૃદ્ધો મરી ગયા એમ કહેવું તે વિગતમિશ્ર છે.
(૩) ઉત્સવ-ઋત્તમ - જૂનાધિક જન્મવા અને મરવા છતાં દશ જન્મ્યા અને દશ મર્યા એમ કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્ર છે.
(૪) જીવામિશ્ર - બહુ જીવ અને થોડા જીવી મિશ્ર સમુદાયને જીવ તરીકે કહેવો. (૫) અઝમિશ્ર - બહુ મરેલા અને થોડા જીવતાને અજીવ સમુદાય કહેવો.
Page 148 of 211
Page #149
--------------------------------------------------------------------------
________________
(૬) જીવાજીવમિશ્ન - ન્યૂનાધિક જીવાજીવ હોવા છતાં જીવાજીવ રાશિ છે એમ કહેવું તે. (o) અનંતમિશ્ર - પ્રત્યેક અને સાધારણ બંને હોવા છતાં અનંતકાય કહેવું. (૮) પ્રત્યેક - અનંતકાયથી યુક્તને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે ઓળખાવવા.
(૯) અધ્યામિશ્ર - રાત ન પડી હોય તોપણ રાત પડી એમ કહેવું, સૂર્યોદય ન થયો હોય તો પણ સૂર્યોદય થયો એમ કહેવું ઇત્યાદિ.
(૧) અલ્લાઅલ્લામિશ્ર - રાત કે દિવસના પ્રહરાદિ અન્ય પ્રહરાદિ સાથે મિશ્રિત કરીને બોલવા, જેમકે પ્રથમ પોરિસી વખતે મક્ય દિન કહેવો, છેલ્લા પ્રહર વખતે સંધ્યા સમય કહેવો ઇત્યાદિ.
અનુભય-અસત્યામૃષા અથવા વ્યવહારભાષાના બાર પ્રકાર છે :
સત્ય, અસત્ય અને મિશ્ર એ ત્રણ ભાષાથી વિપરીત લક્ષણવાળી ભાષાને શાસ્ત્રમાં “અસત્યામૃષા’ અપરનામ “વ્યવહારભાષા' કહે છે. સત્યાદિ ભાષાની જેમ તે પ્રવર્તક નિવર્તક નથી, કિન્તુ વ્યવહાર ચલાવવાના સાધન માત્રરૂપ છે.
“સદ્રયો હિd સત્યમ્' એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે, સત્ એટલે સજ્જન પુરુષો, સુંદર (મૂલોત્તર) ગુણો અથવા જીવાજીવાદિ વિધમાન પદાર્થો તેને હિતકારી તે સત્ય કહેવાય છે. સજ્જન પુરુષો એટલે ઉત્તમ મુનિઓને હિતકારી, જેમકે આત્મા છે, કર્મ છે, પરલોક છે, ઇત્યાદિ-મુનિમાર્ગને અનુકુલ વચનો તે સત્ય છે.
સુંદર મુલોત્તર ગુણો તેને હિતકર એટલે તેની આરાધનામાં ઉપકારી, જેમકે અહિંસા-સંયમ-બ્રહ્મચર્ય ઇત્યાદિ ફ્લદાયી છે. હિંસા, અસંયમ, અબ્રહ્મ ઇત્યાદિ દુર્ગતિદાયક છે. જીવાજીવાદિ સત્ પદાર્થો તેને હિતકારી-વ્યથાસ્થિત પ્રત્યાયન કરાવવા દ્વારા ઉપકારી-જેમકે આત્મા દેહવ્યાપી છે, લોક ચૌદ રજૂપ્રમાણ છે.
એથી વિપરીત તે અસત્ય-આત્મા નથી, કર્મ નથી, પરલોક નથી; અહિંસા, સંયમ, તપ, બ્રહ્મચર્ય આદિ ફ્લદાયી નથી; આત્મા સર્વ વ્યાપી છે; લોક સાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે; ઇત્યાદિ મોક્ષમાર્ગને પ્રતિકૂળ, આરાધનાને અટકાવનાર, તથા પદાર્થોનો વિપરીત બોધ કરાવનારાં વચનો અસત્ય છે.
અશોકવન, આમ્રવન, ખરાબ ગામ ઇત્યાદિ મિશ્રભાષા છે. અશોક વનમાં અશોકના વૃક્ષો છે તે અંશમાં સત્ય, અને અશોક સિવાયનાં પણ વૃક્ષો છે તે અંશમાં સત્ય નથી. તે જ રીતે આમ્રવન, ખરાબ ગામ ઇત્યાદિ વાક્યોમાં પણ સત્યાસત્યનું મિશ્રણ હોવાથી મિશ્ર છે. ગામ ખરાબ છે એમ કહેવાથી ગામના પ્રત્યેક માણસ ખરાબ છે એમ નહિ, પણ ઘણાખરાં ખરાબ છે, એટલો જ એનો અર્થ
વ્યવહાર ચલાવવા માટે કે સ્વરૂપમાનનું પ્રતિપાદન કરવા માટે હે ! અરે ! ઇત્યાદિ સંબોધન; આવ ! જા ! ઇત્યાદિ આજ્ઞા; આમ કરવું જોઇએ, આમ ન કરવું જોઇએ ઇત્યાદિ વિધિદર્શાવનાર વાક્યો વ્યવહારભાષા છે. એમાં કોઇ પણ વસ્તુનું પ્રતિષ્ઠાપન, ઉમૂલન કે તે બંનેને કરવાનો ભાવા નથી, કિન્તુ તે સિવાય વ્યવહાર માત્ર ચલાવવાનો એક વિલક્ષણ ભાવ છે.
અનુભય-અસત્યામૃષા ભાષાના બાર પ્રાર
Page 149 of 211
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧) આમંત્રણ - શ્રોતૃઅવધાનજનક હે ! અમે ! ભો ! ઇત્યાદિ. (૨) આજ્ઞાપની - કરવા નહિ કરવા સંબંધી આજ્ઞાવચન. (૩) યાયની - ઇચ્છિત પદાર્થની પ્રાર્થના પરક વચન.
(૪) પૂછની - ક્યાંથી આવ્યો ? ક્યાં જઇશ ? જીવ કેટલા ? અજીવ કેટલા ? ઇત્યાદિ પ્રસ્નાત્મક વચન.
(૫) પ્રજ્ઞાપની - વિનીતને કર્તવ્યનું પ્રતિપાદન કરનાર વિધિવચન. (૬) પ્રત્યાખ્યાની - “પાપ નહિ કરું' ઇત્યાદિ નિષેધ પ્રતિજ્ઞાવચન.
(0) ઇરછાનુલોમાં – “આ કરું છું” “આ કરો” “વિલંબ ન કરો” “પ્રતિબંધ ન કરો” “જહાસુહં દેવાણુપ્રિયા' ઇત્યાદિ ઇચ્છાનુકુળ વર્તવા માટે કહેવામાં આવતાં વચનો.
(૮) અનભિગ્રહિતા - કોઇ એકનું પણ અવધારણ નહિ કરનાર યદચ્છમાત્ર મૂલક “ડિત્ય' પવિત્યાદિ' પદો.
(૯) અભિગૃહિતા - કોઇ એકનું પણ અવધારણ કરાવનાર ઘટાદિ પદો.
(૧૦) સંશયકરણી – સૈઘવમાનય | સેન્ડવને લાવ. સેન્ડવ એટલે લવણ પણ થાય અને ઘોડો પણ થાય-બેમાંથી એકનો નિશ્ચય નહિ કરાવનાર અનેક અર્થ અભિધાયક પદો.
(૧૧) વ્યાકૂતા -પ્રકટાર્થવાળી ભાષા છે-જેમકે આ દેવદત્તનો ભાઇ છે અને યજ્ઞદત્તનો જમાઇ
છે.
(૧ર) અધ્યાક્તા - અતિ ગંભીર અને મહાન અથવાલી જેનો તાત્પયથિ સહેલાઇથી ન સમજી શકાય તેવી ભાષા, અથવા સ્પષ્ટ જ્ઞાન કરાવનારી મોટા માણસોની ભાષા તે “વ્યાકૃતા' કહેવાય છે. અને અસ્પષ્ટ જ્ઞાન કરાવનારી બાલકાદિની ભાષાને “અવ્યાકૃતા' કહેવાય છે.
ઉપર્યુક્ત ચારે પ્રકારની ભાષા દેવ, નારકી અને મનુષ્યને તથા શિક્ષા અને લબ્ધિ સહિત સારિકાદિ તિર્યંચોને સંભવે છે. શિક્ષા એટલે સંસ્કાર-વિશેષ-જનક પાઠ અને લબ્ધિ એટલે જાતિસ્મરણ અથવા વ્યવહાર-કૌશલ્ય-જનક ક્ષયોપશમ વિશેષ. વિકલેન્દ્રિયાને માત્ર ચોથી. વ્યવહારભાષા હોય છે. તેમનો સખ્યપરિજ્ઞાનભૂષિત કે પરવચનાદિદૂષિત અભિપ્રાય હોતો નથી તેથી સત્ય, અસત્ય, કે તે બેના સંમિશ્રણરૂપ મિશ્ર ભાષા હોતી નથી. વળી વિકલેન્દ્રિય તથા શિક્ષા અને લબ્ધિ રહિત પંચેન્દ્રિય તિર્યંચોને અવ્યક્ત ભાષા હોય છે, તથા વિલક્ષણ ભાષા વર્ગણાના દલિકથી જન્ય હોય છે, તેથી પણ તેમને ક્રોધ-નિ:સૂતાદિ ભાષાઓ ઘટતી નથી.
ભાષાવણાના લો
જૈનદર્શન ભાષાને ઇતર દર્શનોની જેમ આકાશના ગુણાદિ સ્વરૂપ નહિ પણ પીગલિક દ્રવ્ય સ્વરૂપ માને છે. આઠ પ્રકારની જીવને ગ્રહણ યોગ્ય પૌગલિક વર્ગણાઓ છે, તેમાં “ભાષા” એ પણ એક વર્ગણા છે. તે જીવને ગ્રહણ યોગ્ય અને સૂક્ષ્મ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શવાલા અનંત પ્રદેશી ઢંધોથી બનેલી ભાષાવર્ગણાઓ લોકમાં ઠાંસીને ભરેલી હોય છે. તે ભાષાવર્ગણાના અનંતપ્રદેશી ઢંધો આત્મશક્તિ દ્વારા પ્રેરિત થઇને વચનરૂપમાં પરણિત થાય છે. ભાષાવર્ગણાના દ્રવ્યોને આત્મા કાયયોગવડે ગ્રહણ કરે છે, વાયોગરૂપે પરિણત કરે છે, અને ઉર:
Page 150 of 211
Page #151
--------------------------------------------------------------------------
________________
કંઠાદિ સ્થાનોના પ્રયત્નપૂર્વક વિસર્જન કરે છે. ભાષાના આ ગ્રહણ, પરિણમન અને વિસર્જનનું યથાતથ્ય સુવિસ્તૃત સ્વરૂપ જેનાગમ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલું છે. પ્રથમ સમયે ભાષાદ્રવ્યનું ગ્રહણ થાય છે અને દ્વિતીય સમયે પરિણમન તથા નિસર્જન થાય છે. નિસર્જન થયેલાં તે ભાષાદ્રવ્યોવડે અન્ય ભાષા દ્રવ્યો વાસિત થાય છે, તેને પરાઘાત કહેવામાં આવે છે. નિસગનુકૂળ કાયસંરંભને વસોયોગ કહેવાય છે.
ગ્રહણ કરાતાં ભાષા દ્રવ્યો સ્થિર, દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યય પ્રદેશાવગાઢ, કાલથી એક સમય સ્થિતિકથી માંડી અસંખ્યય સમય સ્થિતિક અને ભાવથી પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, બે ત્રણ યા ચાર સ્પર્શવાલા હોય છે. એકગુણ શીતથી યાવત્ અનંતગુણ શીત સ્પર્શ હોય છે. એ રીતે એકગુણ શ્યામથી યાવત અનંતગુણ શ્યામ હોય છે. એમ ભાવથી સર્વ ગુણોમાં સમજી લેવું.
નિસર્જન બે રીતે થાય છે : તીવ્ર પ્રયત્નથી અને મંદ પ્રયત્નથી તીવ્ર પ્રયત્નથી. ભાષાવર્ગણાનાં દ્રવ્યો ભેદાય છે, અને એ ભિન્ન દ્રવ્યો છએ દિશાએ લોકાન્ત સુધી જાય છે. સૂક્ષ્મ અને બહુ હોવાથી, તથા અન્ય દ્રવ્યોને વાસક હોવાથી અનંતગુણ વૃદ્ધિયુક્ત બને છે. મન્દ પ્રયત્નથી ભદાતા નથી અને એ અભિન્ન દ્રવ્યો સંખ્યાતા યોજન જઇને વિલય પામે છે- શબ્દ પરિણામને છોડી દે છે. ભાષાદ્રવ્યોનો ભેદ પાંચ પ્રકારે થાય છે : ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકાભેદ અને ઉકારિકાભેદ.
(૧) ખંડભેદ - સોનું, રૂપું, સીસું ઇત્યાદિની જેમ. (૨) પ્રતરભેદ - વાંસ, વેબ, નલ, અભ્રક, કદલી ઇત્યાદિની જેમ. (૩) ચર્ણિકાભેદ - તલ, મગ, અડદ, મરી ઇત્યાદિની જેમ. (૪) અનુકટિકાભેદ - દ્રહ, નદી, વાવડી, પુષ્કરી, દીર્ધકા, સરોવર ઇત્યાદિની જેમ. (૫) ઉકારિકાભેદ - તલસીંગ, મગસીંગ, એરંડબીજ ઇત્યાદિની જેમ.
સર્વ સ્તોક ઉત્કારિકા ભેદ હોય છે, તેથી પશ્ચાનુપુર્વી ક્રમે અનંતગુણ અધિક હોય છે, તાલુ આદિના પ્રયત્નપૂર્વક ઉચ્ચરિત ભાષાદ્રવ્યો ભાષાપ્રાયોગ્ય અન્ય દ્રવ્યોને વાસિતપરાઘાતક કરે છે. વિશ્રેણિમાં રહેતા શ્રોતા વાસિતને જ સાંભળે છે, સમશ્રેણીમાં રહેલ મિશ્રને સાંભળે છે; વાસિત અને મિશ્ર સિવાયનાં કેવળ શુદ્ધ ભાષાદ્રવ્યો શ્રવણ કરાતાં નથી. કહ્યું છે કે,
_ 'पुढे सुणेइ सदं , रुवं पुण पासइ अपुढे तु ।
गंध रसं च फासं बध्धपटुं वियागरे ।। १।।' શબ્દ સ્પર્શ કરાયેલો સંભળાય છે, રૂપ, સ્પર્શ કરાયા વિના દેખાય છે, તથા ગબ્ધ રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ થાય છે. શબ્દના પગલો સૂક્ષ્મ, ભાવુક અને ઘણા હોય છે, તેથી સ્પષ્ટમાત્રથી સંભળાય છે. ગંધ, રસ અને સ્પર્શના પગલો બાદર, અભાવુક અને અલ્પ હોય છે તેથી પૃષ્ટ અને બદ્ધ થયેલા જ ગ્રહણ થાય છે. ધૃષ્ટ એટલે અડેલાં અને બદ્વ એટલે ગાઢ રીતે મળેલાં. શ્રોબેન્દ્રિય અને ચઇન્દ્રિય પટુ છે, બીજી ઇન્દ્રિયો અપટું છે. શ્રોબેન્દ્રિય ઉત્કૃષ્ટ ૧૨ યોજનથી આવેલા શબ્દોને સાંભળે છે, ભાસુરરૂપ ૨૩ લાખ યોજન દૂરથી ગ્રહણ થાય છે, ગંધ, રસ અને સ્પર્શ યાવત્ ૯ યોજન દૂરથી આવેલાં ગ્રહણ કરાય છે.
ઉપસંહાર
Page 151 of 211
Page #152
--------------------------------------------------------------------------
________________
ભાષાની સત્યાસત્યતા, સાવધનિરવધતા, સદોષનિર્દોષતા, અને વ્યવહારમિશ્રતા ઇત્યાદિને જે જાણતો નથી તેવા અગીતાર્થને જૈન શાસ્ત્રો બોલવાનો પણ નિષધ કરે છે, તો પછી ઉપદેશાદિ કરવાની તો વાત જ ક્યાં ? શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્તની અંદર મુનિઓના વાક્યની શુદ્ધિ માટે વિસ્તૃત વિવેચન કરેલું છે. વાતચીતના વિષયમાં આવનારા મનુષ્યની તિર્યંચ પર્યત અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત, પદાર્થો સંબંધી બોલવામાં સંભાળભરી કાળજી રાખવામાં ન આવે તો કેવો મોટો અનર્થ ઉત્પન્ન થાય છે અને બોલનારને તેના કેવા કર્ક વિપાકો અનુભવવા પડે છે, એ સૂક્ષ્મ અભ્યાસથી સમજવા યોગ્ય છે. અહીં તો માત્ર તેનું સ્થૂલ દિગદર્શન કરાવવામાં આવે છે.
જે પંચેન્દ્રિય પશુઓના સ્ત્રીત્વ પુરુષત્વનો નિર્ણય ન હોય તેને માટે સામાન્ય વાચક શબ્દ પ્રયોગ કરવો જોઇએ, પણ સ્ત્રી-પુરુષ વાચક નહિ. જેમકે દૂર રહેલ ગાય કે બળદનો નિર્ણય ન હોય તો તેને ગાય કે બળદ નહિ કહેતાં ઢોર શબ્દથી ઓળખવા જોઇએ, અન્યથા અસત્યનો સંભવ છે.
૨. મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ આદિને “આ મનુષ્ય સ્થૂલ છે. આ ગાય વધ્ય છે. આ બોકડો પાચ્ય છે, ‘આ સર્પ અમેદૂર છે' ઇત્યાદિ વચનો કહેવા નહિ. એથી મનુષ્યને અપ્રીતિ, તથા પશુ પક્ષી ઇત્યાદિને આપત્તિ અને વિનાશના દોષનો પ્રસંગ છે.
૩. આ ગાયો દો'વા લાયક છે, આ બળદો જોડવાલાયક છે, આ આખલાઓ દમવા લાયક છે, ઇત્યાદિ બોલવાથી અધિકરણ અને લઘુતાદિ દોષનો સંભવ છે.
૪. આ વૃક્ષ પ્રાસાદ એટલે મહેલને યોગ્ય છે, આ સ્થંભને યોગ્ય છે, આ ઘરને યોગ્ય છે, અને આ તોરણને યોગ્ય છે, ઇત્યાદિ ન કહે. જરૂર પડે ત્યારે “આ દર્શનીય છે, આ દીધું છે, આ વૃત્ત છે, આ ઉત્તમ જાતિવાળું છે,' ઇત્યાદિ શબ્દથી બોલે.
૫. ફ્લ ઔષધિ આદિ પકવ છે, વેલોચિત છે લવન અને ભર્જન યોગ્ય છે, ઇત્યાદિ ન કહે, માર્ગદર્શનાદિ પ્રયોજને આ આમ ભાર ઉઠાવવાને અસમર્થ છે, આ વૃક્ષ બહુ ફળવાળું છે ઇત્યાદિ કહે. જે વાક્ય બોલવાથી સાક્ષાત્ અધિકરણત્વાદિ પ્રવૃત્તિનું જનક બની જાય, તે વાક્યો બોલવાનો નિષેધ છે.
૬. જમણવારને જમણ ન કહે પણ સખડી કહે, નદીને સારા કિનારાવાળી ન કહે પણ જરૂર પડે તો બહુ કિનારાવાળી કહે, નદી ભરેલી છે, તરી શકાય એવી છે ઇત્યાદિ ન કહે, પણ પ્રયોજન પડે તો પ્રાયઃ ભરેલી, પ્રાય: ઊંડી ઇત્યાદિ કહે.
૭. આ કન્યા સુંદર છે, આ સભા સારી છે, આ રસોઇ સારી છે, ઇત્યાદિ ન કહે, એથી. અનુમતિનો દોષ લાગે. આ અભિમાનીને ઠીક ફ્લ મલ્યું, આ પ્રત્યેનીક મરી ગયો તે ઠીક થયું ઇત્યાદિ પણ ન કહે, એથી પણ અનુમતિનો દોષ લાગે. અસંયમીને આવ ! જા ! બસ ! ઊઠ ! કર ! જાણ ! ઇત્યાદિ ન કહે. એથી પણ અનુમતિનો દોષ લાગે.
૮. બોટિક (દિગમ્બર), નિમવ (પ્રતિમાલ્પક) ઇત્યાદિ સદોષનો પ્રશંસા ન કરે, દેવ, અસુર, મનુષ્ય, તિર્યંચ આદિના યુદ્ધમાંથી અમુકનો જય થાઓ અને અમુકનો પરાજય થાઓ ઇત્યાદિ ન કહે, એથી અધિકરણ અને દ્વેષાદિનો પ્રસંગ થાય. વાત, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, સુભિક્ષ, ભિક્ષ ઇત્યાદિને જાણે તો પણ ન કહે. મેઘને દેવ, મનુષ્યને રાજા, કે આકાશને બ્રહ્મ ઇત્યાદિ ન કહે, એથી અધિકરણ અસત્ય આદિ દોષોનો પ્રસંગ થાય.
Page 152 of 211
Page #153
--------------------------------------------------------------------------
________________
૯. નિરવલ સુકૃતની પ્રશંસા કરે, જેમકે બ્રહ્મચર્ય સુંદર છે, વૈરાગ્ય સારો છે, વૈયાવચ્ચ અપ્રતિપાતી છે, ઉપસર્ગસહનથી નિર્જરા છે, પંડિતમરણ સદ્ગતિનું કારણ છે, સાધુ સદ્ગતિનું કારણ છે, સાધુક્રિયા નિરવધ છે, ઇત્યાદિ પ્રશંસાનાં વાક્યોથી ધર્મની વૃદ્ધિ થાય છે.
એ રીતે ભાષાના ગુણ-દોષોને જાણી જેમ ગુણ વધે અને દોષ ઘટે તેમજ બોલવું જોઇએ. ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિને કરે છે, અને ચારિત્રની વિશુદ્ધિ વિપુલ નિર્જરાને કરાવે છે. ચારિત્રની વિશુદ્ધિથી (૨૮) પ્રકારનો મોહ ક્ષય પામે છે. મોહક્ષયથી કૈવલ્ય, કૈવલ્યથી શેલેશીકરણ, શેલેશીકરણથી સર્વસંવર અને સર્વસંવરથી અનુત્તર મુક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. મુક્તિનું સુખ સકલા સાંસારિક સુખસમૂહથી અનંતગણું છે, દુઃખ લેશથી પણ અસંગૃક્ત અને અવિનાશી છે. વિશુદ્ધ ચારિત્રના પાલન વિના એ સુખ શક્ય નથી, વિશુદ્ધ ચારિત્રપાલનનો ઉપાય ભાષાવિશુદ્ધિ છે. ભાષાવિશુદ્ધિનો ઉપાય હિત, મિત, સ્તોક અને અવસરોચિત ભાષાવડે ગુણકર વાક્યોને બોલવાં, તે છે. ટૂંકમાં જે બોલવાથી રાગદ્વેષાદિ દોષો ઘટે, અને સમ્યગ્રજ્ઞાનાદિ ગુણો વધે તે જ બોલવું મુનિને અગર વિવેકીને યોગ્ય છે, એવો સર્વજ્ઞોનો ઉપદેશ છે.
સાય સાળોએ સમજી લેવાની
ચાર જાતની ભાષા
શ્રમણ જીવનમાં ભાષાશુદ્ધિ એક મહત્વનું અંગ છે. જીવમાં ભાષાની શક્તિ બહુ થોડાને મળે છે. જગતમાં જેટલાને એ મળી છે એના કરતાં અનંતગુણા જીવોને એ નથી મળી. એવી ભાષાશક્તિનો જો ગેરઉપયોગ થાય તો અનર્થ પણ એટલો જ કરે છે ! ત્યારે સદુપયોગ કરવાથી લાભ પણ મહાન થાય છે !
પહેલાં ભાષા શી વસ્તુ છે એ જોઇએ.
ભાષા એ પાંચમી ભાષાવર્ગણાના પુદગલમાંથી બને છે. જીવ પોતાના કાયયોગથી એ પુદગલો. ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનયોગથી છોડે છે તેનું નામ ભાષા છે. એ જીવ જ કરી શકે છે. ફોનોગ્રાફ વગરેમાં સંભળાય છે તે તો શબ્દમાત્ર છે, ભાષા નથી. એ શબ્દ પણ મૂળમાં જીવના પ્રયોગ વિના બની શકતા નથી.
ભાષાવર્ગણાના પુદ્ગલ લેવા દૂર જવું પડતું નથી, જીવ જ્યાં રહ્યો છે તે જ આકાશ ભાગમાંથી તે મળે છે. જઘન્ય એક સમયથી માંડી ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા તે હોય છે. એને લઇને ભાષારૂપે છોડ્યા પછી એ બહાર જતાં બીજાં પુગલોને વાસિત કરે છે. એમ કરતાં તિર્જી ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી જઇ શકે છે.
આ ભાષા ૪ પ્રકારની હોય છે, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર (સત્યાસત્ય) ભાષા. વ્યવહાર ભાષા. સત્યભાષાનો મુખ્ય આધાર જીવદયા અને પોતાના વ્રતરક્ષાના શુદ્ધ પરિણામ ઉપર છે. માટે કેટલીક વાર દેખીતું અસત્ય ખરેખર સત્યભાષારૂપ હોય છે, અને દેખીતું સત્યવચન પણ અસત્યરૂપ નીવડે છે. એટલે જ મેતારક મહામુનિએ પક્ષી જવલા ચણી ગયાનું કદાચ દેખ્યું હશે છતાં એનું નામ ન આપ્યું, કેમકે એથી પેલો સોની કદાચ પંખીને હણે તો ? યાવત્ પોતાની પાસે નથી એમ પણ ન બોલ્યા, કેમકે એથી પણ કદાચ પેલાનું ધ્યાન ત્યારે બીજી બાજુ જતાં પંખી પર જાય તો ? તાત્પર્ય, બોલવામાં જીવદયા, વ્રતરક્ષા અને વિશુદ્ધ પરિણામ પર લક્ષ રાખવું જોઇએ.
Page 153 of 211
Page #154
--------------------------------------------------------------------------
________________
સામાન્ય રીતે ચાર પ્રકારની ભાષામાંથી ભાષા સત્ય બોલવી જોઇએ, તેમજ વ્યવહારભાષા પણ નિરવધ જ બોલાય. અસત્ય અને મિશ્રભાષા તથા સાવધ વ્યવહાર ભાષા ન બોલવી.
સત્ય ભાષા ૧૦ પ્રારે હોય છે
(૧) જે શબ્દ કે વાક્યપ્રયોગ જે દેશમાં જે અર્થમાં માન્ય હોય તે દેશમાં તે અર્થમાં તે શબ્દ બોલવો એ જનપદ સત્ય કહેવાય. દા.ત. દક્ષિણમાં ઘણીને નવરો કહે છે, તો ત્યાં તે અર્થમાં તે બોલાય.
(૨) સ્થાપના સત્ય - દા.ત. મૂર્તિને ઉદેશીને કહેવાય આ મહાવીરસ્વામી છે. નકશામાં કહેવાય છે, આ અમેરિકા છે. કરન્સી નોટને લઇ કહેવાય આ લો ૧૦ રૂ.
(૩) નામસત્ય :- નામ પૂરતું સત્ય, દા.ત. કુળને ન વધારનાર છતાં તે નામવાળા ભાઇને માટે કહેવાય છે કે આ “કુલવર્ધન' છે. એમ આ કેશરીસિંહ છે; પછી ભલે તે મનુષ્ય છે, ને ડરપોકે ય હોય.
(૪) રૂપસત્ય - કોઇનું રૂપ બનાવ્યું હોય. દા.ત. નાટકમાં રાજા ભર્તૃહરિનું રૂપ કર્યું, ત્યાં જે કહેવાય “હવે આ ભર્તુહરિ આવે છે.” અથવા વેષધારીને આ સાધુ છે એમ કહેવાય.
(૫) અપેક્ષાસત્ય :- તે તે સાચી અપેક્ષાએ તેવો તેવો વ્યપદેશ થાય. દા.ત. રામ દશરથની અપેક્ષાએ પુત્ર કહેવાય, પરંતુ લવણઅંકુશની અપેક્ષાએ પિતા કહેવાય. ૫૦ કરતાં ૧૦૦ “મોટી' સંખ્યા પણ ૨૦૦ કરતાં નાની' સંખ્યા કહેવાય.
(૬) સંમત સત્ય - કાદવમાં ઉત્પન્ન થનાર તો કીડા પણ છે, ઘાસ પણ છે, કિન્તુ કમળને જ પંક્સ' કહેવાય કે તે જનસંમત છે.
(૭) વ્યવહાર સત્ય - લોકવ્યવહાર તેવો પડી ગયો હોયતેથી તેવો ભાષાપ્રયોગ થાય; દા.ત. આ માર્ગ દિલ્હી જાય છે, ખરી રીતે તો માર્ગ તો ત્યાંનો ત્યાં સ્થિર છે છતાં આ વ્યવહાર થાય તે અસત્ય ન કહેવાય. એમ કૂંડી મળે છે, પર્વત બળે છે.
(૮) ભાવસત્ય – શરીર પુદ્ગલમાં ચારે વર્ણ છે, છતાં કહેવાય કે “બગલાં સફેદ હોય છે. ભાવ, તાત્પર્ય, મુખ્યતાની દ્રષ્ટિએ સત્ય.'
(૯) યોગસત્ય - વસ્તુના યોગથી તેવો વ્યવહાર થાય. દા.ત. ધન હોવાથી ધની કહેવાય.
(૧૦) ઉપમા સત્ય – અમુક અપેક્ષાએ ઉપમા પૂરતું સત્ય; દા.ત. આ પુરુષવાઘ છે, નરસિંહ છે, પાંદડે પાણીનાં બિંદુ મોતી જેવા લાગે છે, સરોવર સમુદ્ર જેવું છે.
આ પ્રકારો ધ્યાનમાં રાખી એને અનુસરીને સત્ય ભાષાપ્રયોગ કરવો જોઇએ. અસત્ય ભાષા ૧૦ પ્રકારની છે:
(૧) ક્રોધથી બોલાય છે, દા.ત. બાપ ગુસ્સામાં પુત્રને કહે “તું મારો દિકરો નથી.' અથવા ક્રોધના આવેશમાં બોલાય તે આશયના બિગાડાને કારણે અસત્ય છે.
(૨) માનથી બોલાય તે; દા.ત. પાસે થોડું ધન છે પણ અભિમાનથી કહે “હું ધનવાન છું.” (૩) માયાથી બોલાય તે, દા.. દાન ન દેવું હોય એટલે કહે “મારી પાસે પૈસા નથી.”
Page 154 of 211
Page #155
--------------------------------------------------------------------------
________________
(૪) લોભથી - દા.ત. વેપારી ભેળસેળિયા માલ માટે કહે “આ માલ ચોખ્ખો છે.” (૫) પ્રેમથી - દા.ત. અતિ રાગી કહે કે “હું તારો દાસ છું.” (૬) દ્વેષથી - દા.ત. ઇર્ષ્યાળુ ગુણવાન માટે કહે કે “આ નિર્ગુણી છે.' (૭) હાસ્યથી - દા.ત. મશ્કરો કોઇકનું આવું પાછું કરી કહે “મને શી ખબર ?' (૮) ભયથી – દા.ત. ચોર વગેરેથી પકડાયેલો બોલવામાં લોચા વાળે તે. (૯) કથા કહેતાં - એમાં અસત્રલાપ કરે, અસત્ય ગવડાવે તે.
(૧૦) ઉપઘાતકારી - વચન, આળ; દા.ત. ચોર ન હોય તેને માટે કહે “આ ચોર છે' અથવા કોઇને દુઃખ-પીડા થાય એવું બોલે; દા.ત. ચોર માટે પણ કહે “આવાને તો મારવા જ જોઇએ આંધળાને કહે “એ આંધળા!' અથવા તૈયાર પાકેલા ખેતર માટે કહે “હવે આ લણવા યોગ્ય છે.” આ પ્રકારો ધ્યાનમાં રાખી અસત્ય ન બોલાઇ જાય એની કાળજી રાખવી.
મિશ્ર (સત્યાસત્ય) ભાષા ૧૦ પ્રકારની
ભાષા મિશ્ર તરીકે તો વ્યવહારથી ગણાય છે, બાકી નિશ્ચયથી તો તે અસત્ય જ છે. વ્યવહારથી કહેવાય કે થોડો સાચો અંશ હોય ને થોડો જૂઠો અંશ; એવી ભાષા એ મિશ્ર. એમાં,
(૧) ઉત્પન્ન સંબંધી - દા.ત. “આ નગરમાં ૧૦ છોકરા જન્મ્યા,” એમ બોલે, પણ ખરેખર ઓછા વધુ જગ્યા હોય.
(૨) વિનષ્ટ સંબંધી - દા.ત. “અહીં આજે આટલા મરી ગયા.' ખરેખર ઓછાવધુ મર્યા હોય. (૩) ઉત્પન્ન વિનષ્ટ ઉભય સંબંધી - દા.ત. “આ શહેરમાં દશ જમ્યા. દશ મર્યા.” (૪) જીવમિશ્ર - દા.ત. જીવતા-મરેલા કીડાના સમૂહને માટે કહે “આ જીવસમૂહ છે.'
(૫) અજીવમિશ્ર - ઉપરોક્ત સમૂહમાં બધા નહિ પણ ઘણા મરેલા હોય છતાં કહે “આ મરેલા. કીડાનો ઢગ છે.'
(૬) જીવાજીવમિશ્ર - દા.ત. એ જ સમૂહ માટે કહેવું કે “આટલા જીવતા છે કે આટલા મરેલા. છે.' ખરેખર તેજ પ્રમાણે ન હોય.
(૭) અનંતમિશ્ર - દા.ત. પાંદડાદિ પ્રત્યેક જીવ સહિત કંદમૂળ માટે કહે “આ અનંતકાય છે.”
(૮) પ્રત્યેકમિશ્ર - દા.ત. અનંતકાયના લેશવાળી પ્રત્યેક વનસ્પતિ માટે કહે કે “આ પ્રત્યેક જીવો છે.”
(૯) અદ્વામિશ્ર એટલે કે કાળમિશ્ર - દા.ત. જવાની ઉતાવળ હોય અને દિવસ પૂરો થવા. આવ્યો હોય ને કહે “ચલો ચલો રાત પડી.”
(૧૦) અર્ધકાળમિશ્ર અર્થાત દિવસ કે રાતના એક ભાગ સંબંધી મિશ્ર, દા.ત. “પહોર દિવસ ચડ્યો હોય ને કહે અડધો દિવસ તો થયો, કેમ બેસી રહ્યા છો ?'
આ પ્રકારો ધ્યાનમાં રાખી બોલવામાં ખૂબ ચોક્સાઇ રાખવાની છે.
વ્યવહારભાષાના ૧૨ પ્રકાર છે; એમાં સત્ય કે અસત્ય જેવું નથી; માટે એને અસત્યામૃષા પણ કહે છે. એમાં,
(૧) આમંત્રણી - (૧) આમંત્રણ, સંબોધન કરતી ભાષા દા.ત. “હે વીર !” “હે પુત્ર !' (૨) આજ્ઞાપની - નિર્દોષ વિવક્ષાપૂર્વક આજ્ઞાકારિણી, દા.ત. “આ કર.'
Page 155 of 211
Page #156
--------------------------------------------------------------------------
________________
(૩) યાચની - યાચનાકારી, દા.ત.‘ ભિક્ષા આપો.’
(૪) પ્રચ્છની - પ્રશ્નકારી, દા.ત.‘ એ કેવી રીતે ?'
(૫) પ્રજ્ઞાપની - વસ્તુતત્ત્વનિર્દેશક, ‘હિંસામાં પ્રવર્તે તો દુ:ખી થાય.'
(૬) પ્રત્યાખ્યાતીય - પચ્ચક્ખાણના શબ્દ, અથવા નિષેધ સૂચક ભાષા, દા.ત. ‘મારે
આપવાની ઇચ્છા નથી.’
(૭) ઇચ્છાનુલોમા - અન્યની ઇચ્છામાં સંમતિના શબ્દ, દા.ત. કોઇએ કહ્યું કે અમે સાધુદર્શને જઇએ છીએ, તો એના ઉત્તરમાં કહે ‘સારૂં’ ‘જહાસુખ’
(૮) અનભિગૃહીતા - અર્થના ઉપયોગ વિના ‘ડિત્ય’ ‘ડવિત્થ’, શબ્દની જેમ બોલાય તે. (૯) અભિગૃહીતા - ઘડો વસ્ર વગેરે શબ્દની માફ્ક ઉપયોગ પૂર્વક બોલાય તે.
(૧૦) સંશયકરણી - સંશયમાં મૂકી દે એવી અનેક અર્થવાળી ભાષા બોલાય તે. દા.ત. કહે, મીઠું ખાઓ, આમાં શંકા પડે કે મીઠું એટલે લૂણ કે ગળ્યું ગળ્યું ?
(૧૧) વ્યાકૃતા=સ્પષ્ટા - દા.ત.‘ આ સુશીલનો ભાઇ છે.’
(૧૨) અવ્યાકૃતા - દા.ત. બાળકની અસ્પષ્ટ ભાષા.
ઉપરોક્ત ભાષાના ચાર પ્રકાર વ્યવહારનય માને છે, ત્યારે નિશ્ચયનય માત્ર સત્ય અને મૃષા બે જ પ્રકાર માને છે. કેમકે એ કહે છે કે જે પરિણામે મૃષાવત્ પરિણમે તે મૃષા જ છે. દા.ત. અર્ધમૃષા પણ મૃષાવત્ પાપબંધકારી જ છે, એમ પાપપ્રેરક વ્યવહારભાષા જેમકે ‘શાક સમાર' એ પણ પાપબંધકારો છે તેથી નિશ્ચયથી મૃષા જ છે. એટલે સાધુસાધ્વીએ ભાષામાં ખાસ કરીને નિર્દોષતા, નિરવધતા અને સત્યતાનું લક્ષ રાખવું જોઇએ.
ધર્મક્રિયામાાંથી ટાળવાના ૮ કોષ
ધર્મક્રિયામાંથી ટાળવાના આઠ દોષો આ પ્રમાણે શ્રી ષોડશ શાસ્ત્રમાં કહ્યા છે. ક્રિયાના ખેદ, ઉદ્વેગ વગેરે આઠ દોષ.
(૧) ખેદ :- એટલે થાકેલાપણું, જેમ લાંબો માર્ગ કાપીને મનુષ્ય થાકી જાય, અને હવે આગળ ચાલવા માટે ઉત્સાહી ન રહે, તેમ પૂર્વ ક્રિયાની પ્રવૃત્તિથી થાક લાગતાં પછીની ક્રિયામાં પ્રવૃત્તિ કરવાને આત્મામાં ઉત્સાહ ન હોય ખેદ હોય. ખિન્નતા હોય. આ ખેદમાં પડેલું ચિત્ત પછીથી ક્રિયામાં દ્રઢ જ બની શકતું નથી, તેવી ક્રિયામાં સુંદર પ્રણિધાન અર્થાત્ એકાગ્રભાવ તનમયભાવ થઇ શકતો નથી. ત્યારે પ્રણિધાન વિના તો ચાલી શકે એમ પણ નથી. કેમકે પ્રણિધાન એ, જેમ ખેતીમાં પાણી જરૂરી, તેમ જરૂરી છે. ખેદના લીધે એ તન્મયતાનો રંગ આવે નહિ. તો ભલે ક્રિયા કરશે, પણ શુભ અધ્યવસાય ક્યાંથી વિકસ્તર થઇ શકવાના ? જો ભક્તિ હોય તો, જેમ વેપારી લાભ કરાવનાર આડતિયાની સરભરા બરાબર રંગથી કરે છે, તેમ મહાન શુભ અધ્યવસાયનો લાભ કરાવનારી ક્રિયાની ઉપાસના બરાબર રંગથી કરાય.
(૨) ઉદ્વેગ :- એટલે ક્રિયા કષ્ટસાધ્ય છે, એવી બુદ્ધિથી ચાલુ ક્રિયા કરવામાં થતી અરતિ, આળસ. એ આળસને લઇને, જો કે ખેદની જેમ કાયાને થાક છે એવું નથી. છતાં, સ્થાને બેઠાં બેઠાં ક્રિયા કરવામાં ઉત્સાહ નથી હોતો. એટલે ક્રિયા તો કરે. પરન્તુ ક્રિયામાં કોઇ ધન ખર્ચ અથવા સમય બહુ લાગવાનો અથવા શારીરિક વગેરે કષ્ટ લાગવા-કરવાનો ઉદ્વેગ રહ્યા કરે છે. તેથી
Page 156 of 211
Page #157
--------------------------------------------------------------------------
________________
ચિત્તમાં આનંદ નથી પ્રગટતો. પછી અંતરમાં શુભ ભાવોલ્લાસ ક્યાંથી વધે ? ભક્તિથી એ ઉદ્વેગ દોષને ટાળી શકાય છે. પત્ની પ્રત્યે પ્રીતિ હોવાથી એના માટે કષ્ટસાધ્ય ક્રિયા પણ ઉદ્વેગ વિના. કરાય છે ને ? તો અહીં પ્રભુની પ્રીતિભક્તિદ્વારા ઉદ્વેગને ટાળીને ધર્મક્રિયા ઉલ્લાસથી ન કરાવી જોઇએ ?
(૩) ક્ષેપ :- એટલે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા. આ ક્ષિપ્તાવસ્થામાં ખેદ-ઉદ્વેગ નથી. છતાં ચિત્ત ક્રિયાની વચમાં વચમાં બીજે બીજે ચાલ્યું જાય છે, બીજા ત્રીજા વિચારમાં ચઢી જાય છે, જેવી રીતે ડાંગરના રોપાને (છોડને) વચમાં વચમાં એક ક્યારામાંથી ઉખેડીને બીજા ક્યારામાં રોપે, અને બીજામાંથી ઉખેડી બીજામાં રોપે, તો એ રોપા પર ળ બેસતું નથી. એવી રીતે ચાલુ ક્રિયામાંથી ચિત્તને બીજે બીજે ક્રવ્યા કરવાથી ક્રિયામાં સળંગ ચિત્તધારા અથવા તે ક્રિયાના શુભ અધ્યવસાયની એક સરખી ધારા ચાલી શકતી નથી. પછી ભલે વચમાં વચમાં બીજા વિચારમાંથી ચિત્તને પ્રસ્તુત ક્રિયામાં લઇ આવવામાં આવે. તો પણ પૂર્વના તે અનુપયોગી વિચારની અસર આ. ક્રિયા પર રહે છે. તેને લીધે પ્રસ્તુત ક્રિયાના શુભ ભાવોલ્લાસમાં મન તરત ચઢી શકતું નથી. કે દ્રઢ બની શકતું નથી. જો અંતરમાં ભક્તિ જાગૃત હોય તો ક્રિયામાં રસ ભરપૂર રહે છે ને ક્રિયામાં ભરપૂર રસ રહે એટલે ચિત્તનો ઉપયોગ સળંગ ટકી શકે છે, ક્રિયા સમ્યફ થાય છે. શુભ ભાવોલ્લાસ જાગૃત રહે છે.
(૪) ઉત્થાન :- એટલે ચિત્તની અપ્રશાન્ત વાહિતા ? અસ્વસ્થતાભર્યું; ચિત્ત, જેમ મદોન્મત્ત પુરુષનું ચિત્ત શાંત નથી હોતું. તેમ અહીં ક્રિયામાં ચિત્ત સ્વસ્થ ન રહે. અલબત પ્રસ્તુત ક્રિયા અંગે ખેદ-ઉદ્વેગ-ક્ષેપ એ ત્રણ દોષો ઉભા ન થવા દીધા હોય, છતાં ગમે તે કારણે જો ચિત્ત અશાંત-અસ્વસ્થ રહે છે; તો એ સ્થિતિમાં કરેલી ક્રિયા પણ શુભ અધ્યવસાયના સુંદર ળને જન્માવી શકતી નથી. તેથી તે કરેલી ક્રિયા સમ્યકકરણ નથી બનતી. દા.ત. કોઇએ સાધુ દીક્ષા લીધી; દીક્ષા પ્રત્યે અંતરનો સદ્ભાવ પણ પૂરો છે. પરંતુ મોહના ઉદયે કે અશક્તિના કારણે સંયમ સાધનામાં દોષ લાગે છે, ત્યાં એ પોતે જો સમજે કે આ સ્થિતિમાં મારામાં સાધુપણું કેવી રીતે કહી શકાય ? માટે એ સંવિજ્ઞ પાક્ષિક એટલે કે સંવેગ વૈરાગ્યશીલ સાધુના એક પક્ષપાતી તરીકે જીવન જીવે તો તે જીવનમાં વ્રતની અપેક્ષા હોવાનો ગુણ છતાં ખુલનાઓને લીધે દોષ લાગે છે. એટલે અંતરના તેવા પ્રકારના ભાવના હિસાબે ગુણ અને દોષ બંને રહે છે. અથવા મુળગુણ ઉત્તરગુણ સર્વથા ન પાળી શકતાં દંભ ટાળવા કોઇ અજાણ્યા પ્રદેશમાં જવા વગેરેની વિધિ સાચવીને સાધુપણું છોડી શ્રાવકના આચાર પાળે છે. બંને સ્થિતિમાં ચિત્ત ચારિત્ર પાલનની ક્રિયા વખતે અસ્વસ્થ-અશાંત બન્યું ગણાય, ઊઠી ગયું ગણાય; તેથી ચારિત્ર-ક્રિયાના શુભ અધ્યવસાય જન્મી ન શકે. જો અહીં હૃદયમાં અભૂત ભક્તિભાવ હોય તો આ ઉત્થાન દોષથી બચી શકાય. માટે ભક્તિ જગાડી મનની બીજી ત્રીજી અસ્વસ્થતા, ઉકળાટ દૂર કરવા ઘટે.
(૫) ભ્રાન્તિ :- એટલે ક્રિયાનો અમુક ભાગ કર્યા ન કર્યાની, અમૂક સૂત્ર બોલ્યા ના બોલ્યાની, ચિંતવ્યો ન ચિંતવાની ભ્રમણા દા.ત. વન્દન, મુહપતિ-પડિલેહણ કર્યાને ન કર્યું-માની બેસે. નમોથુણં સૂત્ર બોલ્યાને ન બોલ્યું માની બેસે અથવા કર્યા-બોલ્યાને કે કાઉસ્સગ્ગમાં ચિંતવ્યા ને નથી કર્યું ઓછું બોલ્યા અગર નથી બોલ્યા કે નથી ચિંતવ્યું એમ માની બેસે. આવા ભ્રાન્તિ દોષથી ચિત્તમાં ક્રિયાના સંસ્કાર નથી પડતા. શુદ્ધ ક્રિયા તો આટલું કર્યું, બોલ્યા, કે ચિંતવ્યું આટલું
Page 157 of 211
Page #158
--------------------------------------------------------------------------
________________
નથી કર્યું નથી બોલ્યા કે નથી ચિંતવ્યું, એના સંસ્કારવાળી, ખ્યાલવાળી જોઇએ. એ ભ્રાન્તિથી અગર ઉપેક્ષાથી એ ન હોય તો શુભ અધ્યવસાય વિસ્તરતા નથી અને એથી ક્રિયા સમ્યકુકરણ નથી. બનતી.
(૬) અન્યમુદ્ :- એટલે જે ક્રિયા ચાલી રહી છે, તેના બદલે અન્ય ક્રિયાદિમાં આનંદ, વધારે રાગ, આતુરતા વગેરે. આ પણ ચિત્તનો દોષ છે, અને તેથી ક્રિયાનો દોષ છે. એથી ફ્લત: પ્રસ્તુત ક્રિયામાં આદરની ખામી પડે છે અનાદર સિદ્ધ થાય છે. ક્રિયા પ્રત્યે લેશ પણ અનાદર એ તો દુ:ખદ સંસારનું કારણ બને છે. અનાદરને તો અંગારવૃષ્ટિ સમાન કહ્યો છે. એથી ક્રિયામાં અતિ જરૂરી પ્રમોદભાવ હર્ષોલ્લાસ બળી જાય છે, અને તેનું મોટું નુક્શાન છે. દા.ત. કોઇને સ્વાધ્યાય ઉપર બહુ રાગ છે. તેથી ચૈત્યવન્દનાદિનો સમય થયો હોવા છતાં એ કરવામાં અવગણના કરે, ઢીલ કરે, અથવા કરવા બેસે તો ચિત્તમાં ચૈત્યવન્દનાદિનો હર્ષ-આદર ન રાખતાં સ્વાધ્યાયનો હર્ષ, સ્વાધ્યાયની મજા, આતુરતા રાખે, તો અહીં અન્યમુદ્ દોષ લાગે. આ ખોટું છે. એથી ળનો ઘાત થાય છે. શાસ્ત્ર કહેલા વિવિધ અનુષ્ઠાનોમાં એવું નથી કે એકના ઉપર આદર રાખવો અને બીજા પર ન રાખવો. એકમાં આસક્ત થવું ને બીજામાં ન થવું. બીજું અનુષ્ઠાન ભલે સુંદર હોય પરંતુ એકના-રાગ આદરના ભોગે બીજાના ઊપર આદરભાવ રાખવો એ શુભભાવ નથી. હૃદયમાં જો તે તે દરેક ક્રિયા પ્રત્યે અને ઉપદેશક શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે પૂર્ણ ભક્તિ જાગ્રત હોય તો આ દોષથી બચી શકાય, અને સમ્યકરણ દ્વારા શુભ અધ્યવસાયનું ફળ પામી શકાય.
(૭) રોગ :- એટલે ચિત્તની પીડા અથવા ચિત્તભંગ એ પણ ક્રિયાનો દોષ છે. એનાથી ક્રિયા શદ્ધપણે સળંગ ધારાબદ્ધ વહેતી નથી. પ્રબળ કર્મોદયથી ચિત્ત પીડા હોય તો જુદી વાત; બાકી તો સાધકે શક્તિ ફોરવીને એ ચિત્તની પીડા ટાળવી જોઇએ. ચિત્તભંગ ન થવા દેવો જોઇએ. ભક્તિના આવેગથી ચિત્તોત્સાહ, ચિત્તની પ્રફુલ્લિતા જાળવી શકાય છે. અને આ દોષ ટાળી શકાય છે. તેથી સમ્યકકરણ બને છે. જેના પરિણામે સુંદર શુભ અધ્યવસય પ્રાપ્ત થાય છે.
(૮) આસંગ :- એટલે આસક્તિ અ આસક્તિથી એમ લાગ્યા કરે કે “આજ ક્રિયા સુંદર છે, ને' તેથી એમાં જ વારંવાર પ્રવર્તવાનું મન થાય. અલબત અમુક અવસ્થા સુધી ધર્મક્રિયા પર અથાગ રાગ જોઇએ જ, તો જ પાપ પ્રવૃત્તિના રાગ છૂટી શકે, છતાં ઉપરની અવસ્થામાં એ રાગ અર્થાત આસંગ દોષરૂપ છે. કેમકે એ વીતરાગ બનવા દેતો નથી. બહુ તો નિયત ગુણસ્થાનમાં અટકાવી રાખે છે. અરિહંત પ્રભુ અને સર્વ ક્રિયાઓ પ્રત્યેની પ્રીતિ-ભક્તિ, આ દોષનું પણ ક્રમશ:નિવારણ કરી શકે છે. આ સંગ દોષ ખરેખર ત્યારે ટળે કે જ્યારે અસંગ અનુષ્ઠાન સિદ્ધ થાય. અલબત્ત તે પૂર્વે ક્રિયાનો એવી આસક્તિ ન જોઇએ કે જેથી એમાં જ લીન થઇ બીજા યોગને બાધ પહોંચાડવાનું થાય.
સંયમ અને સંયમઝુશળ
સાધુજીવન એ સંયમજીવન કહેવાય છે. “સંયમ’ શબ્દના શાસ્ત્રમાં આ અર્થે આવે છે :સંયમ એટલે -
(૧) સંયમન કરવું તે, અર્થાત્ સાવધ (પાપ) વ્યાપારોથી વિરમવું તે;
Page 158 of 211
Page #159
--------------------------------------------------------------------------
________________
(૨) પાપ વ્યાપારના ભારથી આત્માને સંયમિત કરવો, બચાવી લેવો તે; (૩) સમ્યમ્ મંત્રો અર્થાત્ અહિંસાદિ છે જેમાં તે; (૪) મન-વચન, કાયશુદ્ધિથી સર્વ હિંસાથી વિરામ; (૫) પંચ આશ્રવથી વિરમણ; (૬) ઇન્દ્રિય- કષાયનો નિગ્રહ; (૭) સમ્યગું અનુષ્ઠાન; ચારિત્રસામાયિક, દયા, લા...
સંયમ ૪ પ્રકારે પણ કહ્યું છે, મન:સંયમ, વાસંયમ, કાયસંયમ, અને ઉપકરણસંયમ અર્થાત મહામૂલ્યવાળા વસ્ત્રપાત્રાદિનો ત્યાગ.
સંયમ 9 પ્રકારે આ રીતે -૧ થી ૬ ષકાયસંયમ, અને ૭મું અજીવસંયમ. જીવસંયમમાં જીવને સંઘટ્ટનાદિ કોઇ ન કરવું; અજીવસંયમમાં પુસ્તકાદિનાં ગ્રહણ-પરિભોગથી વિરામ પામવો.
સંયમ ૧૦ પ્રકારે:-૧-૫. પાંચ સ્થાવરકાયસંયમ, ૬-૯, બેઇદ્રિયાદિથી પંચેદ્રિય સુધીનાનો સંયમ ૧૦મું અજીવસંયમ.
સંયમ ૧૭ પ્રકારે આ રીતે - ઉપરોક્ત ૯ જીવસંયમ, ૧૦મું અજીવસંયમ. ૧૧-૧૨-૧૩મું મન-વચન-કાયસંયમ, ૧૪થી ૧૭મું પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિષ્ઠાપનાસંયમ.
જીવસંયમમાં મન-વચન-કાયાથી જીવોનો સંઘટ્ટો વગેરે વિરાધના કરવા-કરાવવા-અનુમોદવાનો ત્યાગ. આમાં કાયાથી કરવું સમજાય એવું છે. કાયાથી કરાવવું એ રીતે બને કે આપણા હાથે બીજાને ધક્કો લાગવાથી એનાથી કોઇ જીવને સંઘટ્ટો વગેરે વિરાધના થઇ
. કાયાથી અનુમોદન એ રીતે કે બીજાએ કરેલ જીવવિરાધનમાં આપણા મુખ પર હર્ષની રેખા કે આંખમાં પ્રશંસા-ચમત્કારનો ચમકારો થઇ આવે. વચનથી જીવવિરાધના કરવારૂપે એ, કે બીજાને સીધું સંઘટ્ટો આદિ કરવા કહેવું તે; અનુમોદના એ કે બીજાએ કરેલ જીવવિરાધના પર એને “ઠીક કર્યું' એમ શાબાસી આપવી, એની પ્રશંસા કરવી “સારો કારીગર ?' વગેરે. મનથી જીવવિરાધના કરવાનું એ રીતે બને કે “હું આ રીતે સંઘટ્ટો આદિ કરૂં' એવો વિચાર આવે; મનથી કરાવવાનું છે, કે “બીજા પાસે આ સંઘટ્ટો આદિ કરાવું' એવો આશય થાય. મનથી અનુમોદવાનું એ, કે બીજાએ કરેલ જીવવિરાધના પર મનમાં ખુશી થાય, એને માનસિક શાબાશી આપે. “આણે આ ઠીક ઠીક કર્યું; આ સારો હોશિયાર..' વગેરે વિચાર આવે તે.
સંયમના, અહિંસા-દયાના ખપીએ આ બરાબર ખ્યાલમાં રાખી ચોક્સાઇપૂર્વક બચવાનું છે. જીવની વિરાધનાવાળા રસોઇ વગેરે કાર્યની પણ અનુમોદના ય ન થઇ જાય. દા.ત.“આ ચીજ સારી બનાવી છે.' વગેરે વિચાર પણ ન આવે એ ધ્યાન રાખવાનું છે.
અજીવ-સંયમમાં જે પુસ્તક, વ્રણ, ચર્મ અને વસ્ત્ર રાખવા-વાપરવાથી અસંયમ થાય, જીવવિરાધના થાય તેનો ત્યાગ કરવાનું આવે. જીવન ટૂંકું છે, સગવડ ઓછી હોય તે નભાવી લેવી સારી, પરંતુ અસંયમમાં નહિ પડવું; કેમકે અસંયમથી મળેલો મહાદુર્લભ ઉત્તમ આરાધનાકાળા વેડફાઇ જાય છે.
મન-વચન-સંયમ એટલે અશુભ વિચાર-વાણી રોકી શુભ વિચાર વાણી પ્રવર્તાવવા. દા.ત. વિજાતીયને જોઇને વિચાર આવ્યા કરે કે આ યુવાન છે, સુંદર છે, વગેરે, એ અશુભ વિચાર છે. પરંતુ એ જ વખતે કાં તો એવા તત્કાલ શુભ વિચારમાં જોડી દેવાય કે “અરે ! આ એક ચિત્તને
Page 159 of 211
Page #160
--------------------------------------------------------------------------
________________
બિચારો કેટલાય કર્મથી પીડિત સંસારે ભ્રમણ કરતો જીવ છે ! કરુણાપાત્ર છે ! એના ભવદુઃખ દૂર થાઓ.” અથવા વિશેષ સારૂં તો એ, કે બીજા જ કોઇ તત્ત્વવિચાર, સાધનાવિચાર, દેવ-ગુરુ વિચાર, કે અહીં સૌંદર્ય તરફ જો ચિત્ત ખેંચાય છે તો અરિહંત ભગવાનમાં અનુપમ સુંદર રૂપ વગેરે ૩૪ અતિશય કયા કયા અને કેવા કેવા એના વિચાર ચાલુ કરી દેવાય. આ વિચાર-સંયમ થયો. એમ વાણી સંયમમાં પણ અશુભ ટાળી શુભ બોલવું તે આવે.
કાયસંયમમાં, આવશ્યક કાર્યો માટે ગમનાગમનાદિ જે થાય તેમાં અહિંસાના ખ્યાલવાળા રહેવું. બાકી તે સિવાયના સમયમાં હાથ પગ વગેરે અવયવોને કાચબાની જેમ સારી રીતે સાવધાનપણે સંગોપી રાખવા તે પણ કાયસંયમ છે.
પ્રેક્ષાસંયમ એટલે ચાલવા-ઉભવા-બેસવાની ભૂમિ નિર્જીવ છે, ને, તે બરાબર જોવું. એમાં ઉપકરણ અંગે બરાબર નિરીક્ષણ.
પ્રમાર્જના-સંયમ એટલે ઉપરોક્તમાં રજોહરણથી બરાબર પ્રમાજી લેવું તે. અહીં એક વિશેષ એ છે કે ગામમાં પેસતાં અગર નીકળતાં સાગાહિક જોતાં હોય તો પગ ન પ્રમાર્જવા તે પણ સંયમ છે.
ઉપેક્ષા સંયમમાં બે પ્રકાર - ગૃહસ્થ એનાં કામોમાં સીદાતો હોય છતાં એને પ્રેરણા ન કરતાં ઉપેક્ષા કરવી તે અવ્યાપાર-ઉપેક્ષા સંયમ, અને સાંભોગિક (જેની સાથે વંદનાદિ વ્યવહાર હોય તેવા) સાધુ સાધનામાં સીદાતા હોય તેને પ્રેરણા-પ્રોત્સાહન કરવા તે વ્યાપાર ઉપેક્ષાસંયમ.
પરિષ્ઠાપના સંયમ એટલે વધારાની ઉપધિ કે અશુદ્ધ આહારાદિ, અથવા જીવસંસક્ત આહારાદિ દા.ત. કાચાં ગોરસ સાથે સંયુક્ત થયેલ વિદળ (કઠોળ), તેમજ મળમૂત્ર વગેરે નિર્દોષ અને નિર્જીવ ભૂમિ પર વિધિસર પરઠવવું તે સંયમકુશળ
શાસ્ત્ર ૧૭ પ્રકારે સંયમના પાલનમાં બરાબર ઉપયોગવાળાને સંયમકુશળ કહે છે. ઉપરાંત બીજી રીતે પણ સંયમકુશળ આમ કહ્યો છે :
(૧) વસતિ (મુકામ), આસન, ઉપધિ અને આહારને લેવા-વાપરવા-મુકવામાં ઉપયોગ-ચતના રાખે; જોઇ-પ્રમાજીને લે યા મૂકે. ઉત્પાદનમાં ૪૨ દોષ ન લગાડે; અને ભોગવટામાં સંયોજનાદિ દોષ લાગવા દે નહિ. આ બધા સંયમ કર્તવ્યોમાં પોતાના મહાવ્રતાદિનાં સ્મરણવાળો હોય તે સંયમકુશળ કહ્યું છે. “મૃતિમૂલ મનુષ્ઠામવિતયમ્' સ્મરણપૂર્વકનું અનુષ્ઠાન એ સાચું અનુષ્ઠાન છે.
(૨) અશુભ મન-વચન-કાયવ્યાપારોને રોકી શુભ મન-વચન-કાયવ્યાપારોને પ્રવર્તાવે તે સંયમકુશળ છે.
(3) ઇન્દ્રિયોને એના ઇષ્ટ વિષયોમાં જતી રોકે, તથા કષાયોને અટકાવે; સહેજે શ્રોત્રાદિ ઇન્દ્રિયોના સંપર્કમાં આવી ગયેલા ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરે, ક્રોધાદિ કષાય ઉઠવા પહેલેથી ન ઉઠે તેવી ક્ષમાદિ ભાવના વગેરેની જાગૃતિ રાખે, અને અંતરમાં ઉદયપ્રાપ્ત ક્રોધાદિનું ળ ન બેસવા દે, એને નિષ્ફળ કરે, તે સંયમકુશળ ગણાય.
(૪) પ્રાણાતિપાત વગેરે આશ્રવને બંધ કરે તે સંયમકુશળ.
(૫) યોગ અને ધ્યાનમાં લીન રહે તે સંયમકુશળ કહેવાય. આમાં અશુભ વાણી. વિચાર-વર્તાવરૂપી યોગ અને આર્ત-રૌદ્ર ધ્યાનને અટકાવી શુભયોગ અને શુભધ્યાનમાં,
Page 160 of 211
Page #161
--------------------------------------------------------------------------
________________
બળ-વીર્યનો સંપૂર્ણ ઉપયોગ કરી, તન્મય રહેવાનું આવે.
આ સંયમકુશળતા સંયમીને યોગ્ય ગુણોથી સંભન્ન બની, ત્રિકરણ શુદ્ધ થઇ અર્થાત્ મન-વચન-કાયાથી લેશ પણ અસંયમ કરવાનો વિચાર પણ ન આવે એ રીતે વિશુદ્ધ પરિણામવાળા બન્યા રહી, તેમજ ભાવશુદ્વ એટલે કે લોકાદિ-આશંસા લેશ પણ રાખ્યા વિના કરવાની.
ષષ્ટ સોપાન (પ્રમત્ત સંયત ગુણસ્થાન)
અનંત, અક્ષય, અવિનાશી, અવ્યાબાધ, અજરામર, અને અગુરુલઘુ એવા આત્મસ્વરૂપને જાણનારા, અને તેમાંજ રમણ કરનારા મહાનુભાવ આનંદસૂરિ હૃદયમાં ક્ષણવાર ધ્યાન કરી અને આત્મસ્વરૂપના દર્શન કરી મેઘના જેવી ગંભીર વાણીથી બોલ્યા - “ભદ્ર મુમુક્ષ, આ ચૌદ પગથીઆવાળી નીસરણીના છઠ્ઠા સોપાન ઉપર દ્રષ્ટિ નાંખ અને સૂક્ષ્મ રીતે તેનું અવલોકન કર. પ્રાયે કરીને આ છઠ્ઠા સોપાન ઉપર સાધુઓનું જ સ્થાન હોય છે. સર્વ વિરતિપણે અલંકૃત એવા સાધુઓ આ પગથીયા ઉપર આવે છે. આ સોપાનનું નામ પ્રમત્તસંયત ગુણસ્થાન કહેવાય છે. ભદ્ર, જો, આ પગથીઆની પાસે ચાર ટેકા મુકેલા છે અને તેની નીચે પડી જવાય તેવો ઢાળ ઉતાર્યો છે. તેની આસપાસ ત્રેસઠ ચાંદલાઓ છે અને તેમાંથી એકાશી કિરણો નીકળે છે. જેનો સુંદર દેખાવ પ્રેક્ષકને જુદી જ ભાવનામાં આકર્ષી લઇ જાય છે.” સૂરિવરના આ વચન સાંભળી મુમુક્ષએ પોતાની તીવ્ર દ્રષ્ટિ તે તરફ પ્રસારી અને સૂક્ષ્મતાથી તે તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. ક્ષણવાર નિરીક્ષણ કર્યા પછી તે સાનંદ વદને બોલ્યો. “ભગવન, અહો ! શો સુંદર દેખાવ છે ? જેમ વિશેષ અવલોકન કરું છું, તેમ તેમ વિશેષ ચમત્કારી આનંદ આવતો જાય છે. મારીપર કૃપાવલ્લી પ્રસારી આ દેખાવની સૂચનાઓ પ્રગટ કરો અને મારા આત્માને પ્રબોધમય આનંદના મહાન સાગરમાં મગ્ન કરાવો.” આનંદસૂરિ ઉંચે સ્વરે બોલ્યા- “ભદ્ર, આ છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણ સ્થાનવાળા સર્વ વિરતિ સાધુઓ કહેવાય છે. જો કે સાધુ પંચમહાવ્રતના ધારક હોય છે, તથાપિ પ્રમાદના સેવનથી તેઓ પ્રમત્ત થઇ જાય છે, તેથી કરીને તેઓ આ સ્થાનમાં વર્તે છે.” મુમુક્ષુએ વચ્ચે પ્રશ્ન કર્યો- “ભગવદ્, પંચમહાવ્રતને ધારણ કરનારા અને સર્વદા ઉપયોગમાં રહેનારા સાધુઓ પ્રમત્ત શી રીતે થાય ? તે વિષે મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે.”
આનંદસૂરિએ ઉમંગથી ઉત્તર આપ્યો – “ભદ્ર, તારી શંકા યોગ્ય છે. સાધુઓ પણ કોઇવાર પ્રમાદના શંસામાં સપડાઇ જાય છે. અને તેથી તેઓ પ્રમત્ત કહેવાય છે. આ જગતમાં પાંચ પ્રકારના પ્રમાદ છે. (૧) મધ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા અને વિકથા. એ પ્રમાદ જીવને સંસારમાં નાખે છે અને અનેક જાતની ઉપાધિઓમાં પાડે છે સાધુ પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય પણ જો એ પાંચમાંથી કોઇ એક પ્રમાદનું સેવન કરે તો તે પ્રમત્ત થઇ જાય છે. જે સાધુ એ પંચવિધ પ્રમાદમાંથી એક પ્રમાદથી યુક્ત હોય અને જો ચોથો કષાય સંજવલનનો ઉદય હોયતો તે સાધુ પણ અંતર્મુહૂર્ત સુધી પ્રમત્ત થાય છે. જો અંતર્મુહૂર્તથી વધારે પ્રમાદસહિત વર્તે તો તે આ પ્રમત્ત ગુણસ્થાન નામના છઠ્ઠા પગથીઆની નીચે પડી જાય છે. અને અંતર્મુહૂર્તમાં પાછો પ્રમાદરહિત થઇ જાય તો તે ફ્રી ઉપરના અપ્રમત્ત ગુણસ્થાન ઉપર ચડી જાય છે.
ભદ્ર, જે આ છઠ્ઠા પગથીઆની નીચે ઢાળ દેખાય છે, તે એવું સૂચવે છે કે, સાધુ વધારેવાર
Page 161 of 211
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રમત્ત રહે તો તે અહિંથી નીચે ખસી પડે છે. જે આ સોપાનનીપાસે ચાર ટેકા મુકેલા છે તે ધર્મધ્યાનના ચાર પાયા છે. જે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એવા નામથી ઓળખાય છે. તે
આ ગુણસ્થાનમાં ધર્મધ્યાનનો સંભવ છે એમ દેખાડે છે જે આ દેખાવ ઘણી જ ઉત્તમ પ્રકારની | સૂચના
કરે છે.
મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યાં – “ભગવન્, આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસંયત છે. તો અહિં ધર્મધ્યાન શી રીતે સંભવે ? અહિં તો આર્ત્ત તથા રૌદ્ર ધ્યાન હોવા જોઇએ. મારી આ શંકાને કૃપા કરી દૂર કરો.”
આનંદસૂરિ આનંદ ધરીને બોલ્યા- “ભદ્ર, તારી શંકા યોગ્ય છે. તેનું સમાધાન એકાગ્રચિત્તે સાંભળ.” આ છઠ્ઠા ગુણસ્થાનમાં મુખ્ય તો આર્ત્ત ધ્યાનજ છે અને તેને લઇને રૌદ્ર ધ્યાનનો પણ સંભવ છે. કારણકે, પ્રમત્તપણાને લઇને અહિં હાસ્ય વગેરે છ નોકષાય પ્રવર્તે છે તથાપિ ગૌણપણે અહીં ધર્મધ્યાન પણ રહેલું છે. પરંતુ તે આજ્ઞાદિ સાલંબન ધર્મધ્યાન છે, નિરાલંબન ધર્મધ્યાન નથી. મુમુક્ષુએ પુનઃ પ્રશ્ન કર્યો - “ભગવન્, એ ધર્મ ધ્યાનના ચાર પાયાનું યથાર્થ સ્વરૂપ મને સમજાવો.”
આનંદસૂરિ બોલ્યા- ભદ્ર, ધર્મધ્યાનનો પ્રથમ પાયો આજ્ઞાચિંતન છે. ભવ્ય આત્મા એવું ચિંતવન કરે કે, “સર્વજ્ઞ અર્હત પ્રભુએ પ્રવચનદ્વારા જે કાંઇ આજ્ઞા અથવા કથન કરેલ છે તે સત્ય છે. જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવતું નથી, તે મારી બુદ્ધિની મંદતા છે, અથવા દુષમકાળનો પ્રભાવ, તેમજ સંશય છેદનાર ગુરૂનો અભાવ ઇત્યાદિ છે, તેમજ અર્હત પ્રભુ નિઃસ્વાર્થ, એકાંત હિતકારી અને અમૃષાવાદી છે. તેમણે જે કથન કરેલું છે, તે યથાર્થ છે.” આ પ્રમાણે ચિંતવન કરવું, તે ધર્મધ્યાનનો આજ્ઞાવિચય નામે પહેલો પાયો છે. ધર્મધ્યાનનો બીજો પાયો અપાયવિચય નામે છે. તેમાં ભવ્ય જીવ એવું ચિતંવન કરે કે, “આ લોકમાં રાગ, દ્વેષ, કષાય વગેરે આશ્રવોથી ઇહલોક પરલોકમાં અપાય (કષ્ટ) ઉત્પન્ન થાય છે અને તે મહાન્ અનર્થના હેતરૂપ છે.” ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ વિપાક વિચય છે. તેમાં જીવ આ પ્રમાણે ચિંતવન કરે છે. “ક્ષણે ક્ષણે કર્મના ફ્લનો વિચિત્ર રૂપે ઉદય થાય છે; તેનાથી જીવને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, તેથી સુખદુ:ખ ભોગવતાં હર્ષશોક કરવો નહી, અને એ પૂર્વકૃત કર્મનો વિપાક છે, એમ સમજવું.” ધર્મધ્યાનનો ચોથો ભેદ સંસ્થાન વિચય છે. તેમાં જીવ એવું ચિંતવન કરે કે, “આ લોક સંસ્થાન પુરૂષાકારે છે તે અનાદિ અને અનંત છે. તેની અંદર રહેલા સર્વ પદાથા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રૂપ છે.” આ પ્રમાણે ચાર પાયાવાળું આલંબન યુક્ત ધર્મધ્યાન છટ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનમાં ગૌણ રૂપે છે. પરંતુ સપ્રમાદ હોવાથી મુખ્યતા નથી. મુમુક્ષુએ કહ્યું, “મહાનુભાવ, સાલંબન અને નિરાલંબન ધ્યાન વિષે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિ બોલ્યા - “જે ધ્યાનમાં કાંઇ પણ આલંબન હોય એટલે ધ્યેય વસ્તુને આલંબન સહિત ચિંતવવામાં આવે તે સાલંબન ધ્યાન કહેવાય છે. અને જેમાં કોઇ જાતનું આલંબન ન હોય શુદ્ધ રીતે ધ્યેય વસ્તુનું ચિંતવન થતું હોયતે નિરાલંબન ધ્યાન કહેવાય છે. એ નિરાલંબન ધ્યાન જ્યાંસુધી પ્રમાદ હોય ત્યાંસુધી હોતું નથી. કારણ, પ્રમત્ત ગુણસ્થાનમાં મધ્યમ ધર્મ ધ્યાનની પણ ગૌણતા કહેલી છે, મુખ્યતા કહેલી નથી; એટલે આ પ્રમત્તગુણસ્થાનમાં નિરાલંબન ધર્મ ધ્યાનનો
સંભવજ નથી.”
Page 162 of 211
Page #163
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષએ મનમાં તર્ક કરીને પ્રશ્ન કર્યો - “ભગવન, અહિં કદિ મુનિ નિરાલંબન ધર્મધ્યાનનો આશ્રય કરે તો તેથી શી હાનિ થાય ?” આનંદમુનિએ ઉત્તર આપ્યો- “ભદ્ર, જો મુનિ પ્રમાદી થઇને સામાયિક વગેરે ષડાવશ્યકનો ત્યાગ કરી નિશ્ચલ નિરાલંબન ધર્મધ્યાનનો આશ્રય કરે તો તે મિથ્યાત્વ મોહિત ભાવથી મૂઢ થઇ જાય છે, તેથી સર્વજ્ઞ પ્રણીત જેનાગમનું રહસ્ય તેના જાણવામાં આવતું નથી, એથી વ્યવહારને દૂર કરી બેઠો છે અને તે નિશ્ચયન પ્રાપ્ત કરી શક્યો નથી. કારણ કે, જૈન સિદ્ધાંતના જ્ઞાન વિના વ્યવહારપૂર્વક નિશ્ચયને સાધી શકાતો નથી. તેને માટે શાસ્ત્રમાં ખાસ લખે છે કે, “જો જૈન મતને અંગીકાર કરતા હો, તેમજ જૈન મતના સાધુ થતા હોતો વ્યવહાર અને નિશ્ચયનો ત્યાગ કરો નહીં. જે વ્યવહારનો ત્યાગ કરશો તો તીર્થનો ઉચ્છેદ થઇ જશે.” આ ઉપરથી સમજવાનું છે કે, વ્યવહાર અને નિશ્ચય સર્વદા ધારણીય અને આદરણીય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે. જેમ કોઇ ગૃહસ્થ હંમેશાં પગે ચાલીને ફ્રે છે, તેને કોઇવાર કોઇ અધિકારી અથવા ધનવાન ગૃહસ્થ પોતાની સુંદર ઘોડા ગાડીમાં બેસારી વ્યો, આથી તેને વાનો આનંદ પ્રાપ્ત થયો, પછી તેને પગે વું રૂચિકર થયું નહીં; તેથી તે હંમેશાં પેલા ગાડીવાલા ગૃહસ્થની ગાડીમાં ક્રવાની. અભિલાષા કરી રહ્યો છે; આથી તે પગે ચાલી વા નીકળતો નથી તેમ પેલો ગાડી વાળો ગૃહસ્થ ફ્રીવાર તેને પોતાની ગાડીમાં વા લઇ જતો નથી. આથી ગાડીનો આનંદ તેને મળતો નથી, અને તે પગે ચાલી વા નીકળતો નથી, તેથી તે ઉભયભ્રષ્ટ થઇ સંદા ચિંતાના દુ:ખમાં મગ્ન રહે છે. તેવીજ રીતે (આ જીવ) સાધુ કદાગ્રહરૂપ ભૂત વળગી જવાથી આ પ્રમત્ત ગુણસ્થાનવડે સાધ્ય અને સ્કૂલ રીતે પુણ્યની પુષ્ટિના કારણરૂપ ષડાવશ્યકાદિ કષ્ટ ક્રિયા કરતો નથી, તેને પગે ચાલવા જેવું ગણે છે, અને પ્રમત્ત ગુણસ્થાનમાં જેનો લાભ કદાચિત થઇ શકે છે, એવું નિર્વિકલ્પ, મનોજનિત, સમાધિરુપ નિરાલંબન ધ્યાનના અંશને કે જે પરમાનંદ સુખના સ્વાદદરૂપ છે, તેને ઘોડા ગાડીમાં બેસી વા જેવું ચિત્તમાં રહેવાથી તેને અભિલાષા રહેતાં પ્રમત્ત ગુણસ્થાન ગતષડાવશ્યકાદિ કષ્ટ ક્રિયા કર્મનું સમ્યફ રીતે આરાધન કરતો નથી. અને નિરાલંબન ધ્યાનાંશતો પ્રથમ સંવનનના અભાવથી પ્રાપ્ત થઇ શકતું નથી, તેથી ઉભય ભ્રષ્ટ થાય છે. તેથી સાધુએ આવશ્યકાદિ ક્રિયા અવશ્ય કરવી જોઇએ. આવશ્યક ક્રિયાનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનનો પ્રયત્ન કરવો એ અનુચિત છે.
મુમુક્ષુએ શંકા લાવી પુછયું, “મહાનુભાવ, આપ નિરાલંબન ધ્યાનની ભારે પ્રશંસા કરો છો તેથી તે ધ્યાન સર્વોત્તમ છે, તો તે ધ્યાન કરવાનો પ્રયત્ન શા માટે ન કરવો ?”
આનંદસૂરિ બોલ્યા - “ભદ્ર આ પંચમકાલમાં એ ધ્યાન પ્રાપ્ત કરી શકાતું નથી, તેથી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી તેને માટે પ્રયત્ન કરવો અનુચિત છે, તેને માટે તો હૃદયમાં સતત મનોરથો કરવાના છે. આપણા આહત ધર્મના મહર્ષિઓએ તેને માટે મહાન મનોરથો કરેલા છે. જે મનોરથો સાંભળતા આપણને હૃદયમાં મહાનંદ પ્રાપ્ત થાય છે. તે મહાનુભાવો કહેતા હતા કે, “ચિત્ત વૃત્તિનો વિરોધ કરી, ઇંદ્રિયોનો સમૂહ તથા તેના વિષયોને દૂર કરી શ્વાસોચ્છવાસની ગત્યાગતિનું રોધન કરી, ધૈર્ય ધારણ કરી, પદ્માસનવાળી કલ્યાણ કરવા નિમિત્તે, વિધિયુક્ત કોઇ પર્વતની કંદરામાં બેસી અને એક વસ્તુ પર દ્રષ્ટિ સ્થિર કરી એકાંતે અંતર્મુખ રહેવાનો લાભ ક્યારે પ્રાપ્ત થશે.
?”
ચિત્ત નિશ્ચલ થતાં, રાગ, દ્વેષ, કષાય, નિદ્રા અને મદ શાંત થતાં, ઇંદ્રિયોના વિકારો દૂર
Page 163 of 211
Page #164
--------------------------------------------------------------------------
________________
થતાં, “મારંભક અંધકાર પ્રલય થતાં, જ્ઞાનનો પ્રકાશ થતાં અને આનંદ પ્રગટ થઇ વૃદ્ધિ પામતા. આત્મ અવસ્થામાં રહેલા મારા જીવની વનના ક્રૂર સિંહો ક્યારે રક્ષા કરશે ? વળી એક સૂરપ્રભ નામના આચાર્ય કહે છે કે, હે ભગવન, તમારા આગમરૂપો ભેષજથી, રાગરૂપ રોગ નિવર્તવાથી નિર્મળ ચિત્ત યુક્ત થયે, ક્યારે એવો દિવસ આવશે કે જે દિવસે હું સમાધિરૂપ લક્ષ્મીનું દર્શન કરીશ ? ઇત્યાદિ. વળી મહાત્મા શ્રી હેમચંદ્રસૂરિ કહે છે કે, વનમાં પદ્માસનથી બેઠા થકાં મારા ખોળામાં મૃગનું બચ્ચું આવી બેસે, અને હરણનો સ્વામી કાળીયાર મારા મુખને સુંઘે તે વખતે હું મારી સમાધિમાં નિશ્ચલ રહું ? તેમજ શત્રુમાં, મિત્રમાં, તૃણમાં, સ્ત્રીયોમાં, સુવર્ણમાં તેમજ પાષાણમાં, મણિમાં તેમજ માટીમાં અને મોક્ષમાં તેમજ સંસારમાં એક સરખી બુદ્ધિવાળો હં ક્યારે થઇશ ?
તેવીજ રીતે મંત્રી વસ્તુપાળ, તથા પરમતમાં ભર્તૃહરિએ પણ મનોરથો કરેલા છે. અને જે મનોરથ જે કરે છે, તે દુધ્રાય વસ્તુનો જ કરે છે, પરંતુ જે વસ્તુ કષ્ટવિના સુખે મળતી હોય તેનો મનોરથ કોઇ કરતું પણ નથી. જેથી હે મુમુક્ષુ? પ્રમત્ત ગુણસ્થ વિવેકી પુરૂષોએ પરમ સંવેગ ભાવથી અપ્રમત્ત ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હોય તો પણ સર્વ પ્રકારે પરમ શુદ્ધ પરમાત્મતત્ત્વ સંવિત્તિનો મનોરથ કરવો. પરંતુ ષટ્કર્મ, ષડાવશ્યકાદિ વ્યવહાર ક્રિયાનો પરિહાર કરવો નહીં.
ભદ્ર, આવા આવા ધ્યાનના મનોરથો કરી આપણા પંચમ કાળના પૂર્વાચાર્યો ભવ્ય ભાવનાઓ કરતા હતા, પણ પોતાના નિત્યાનુષ્ઠાનથી તદ્દન વિમુખ થતા નહતા. આ ઉપરથી સાધુઓએ સમજવાનું છે કે, રાત્રિદિવસ લાગેલા દૂષણોનો ઉચ્છેદ કરવાને અવશ્ય ષડાવશ્યાદિક ક્રિયાઓ જ્યાંસુધી ઉપરના ગુણસ્થાનોથી સાધ્યને નિરાલંબન ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કરવી જોઇએ.”
મુમુક્ષએ પ્રસન્નતાથી કહ્યું, “ભગવન, આપની આ વાણીએ મારા અંતરાત્માને પ્રસન્ન કર્યો છે, હવે આ પગથીઆ ઉપર જે ત્રેસઠ ચાંદલાઓ છે, અને તેમાંથી જે એકાશી કિરણો નીકળે છે, તે દેખાવની સૂચના સમજાવો.”
આનંદ મુનિએ કહ્યું, “ભદ્ર, આ પ્રમત્ત ગુણસ્થાન રૂપ છઠ્ઠા પગથીઆપર વર્તનારા જીવને ચાર પ્રત્યાખ્યાનનો બંધ-વ્યવચ્છેદ હોવાથી તે બેશઠ પ્રકૃતિનો બંધ કરે છે, એ સૂચવવાને માટે આ બેશઠ ચાંદલાનો દેખાવ છે અને અહિં તિર્યગ્ગતિ, તિર્યગાનુપૂર્વી નીચ ગોત્ર, ઉદ્યોત તથા ચાર પ્રત્યાખ્યાન, એ આઠ પ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી તેમજ આહારક શરીર અને આહારક અંગોપાંગનો ઉદય હોવાથી તે એકાશી પ્રકૃતિ વેદે છે, એ વાત સૂચવવાને આ એકાશી કિરણોનો દેખાવ આપેલો છે. સર્વ મળીને એકસો આડત્રીશ પ્રકૃતિની સત્તા આ સ્થળે દર્શાવી છે.
ભદ્ર, આ સૂચનાનું મનન કરી તું તારા આત્માની સ્થિતિનો વિચાર કરજે. તે વિચાર કરવાથી તું તારા શુદ્ધ સ્વરૂપને ઓળખી શકીશ. અને છેવટે તારા ચિદાનંદ સ્વરૂપનો આનંદ મેળવી. શકીશ. આ માનવ જીવનની મહત્તાનો પરમલાભ મેળવવાને માટે એજ પરમ અને શ્રેય સાધક કર્તવ્ય
છે.
ચોથા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓને ત્રણ સમકીત હોય છે. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ અને (૩) ક્ષાયિક સમકીત.
(૧) ઉપશમ સમકીત - અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમ સમકીતને પામે છે તેમાં અનંતાનુબંધિ ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિનો ઉપશમ હોય છે એવા ઉપશમ
Page 164 of 211
Page #165
--------------------------------------------------------------------------
________________
સમકીતી જીવો હોય છે.
કેટલાક જીવો ક્ષયોપશમ સમકીત પામીને પુરૂષાર્થ કરીને ઉપશમશ્રેણિનું ઉપશમ સમકીત પામે છે એવા પણ ઉપશમ સમકીતી જીવો હોય છે કે જે જીવોને અનંતાનુબંધિ ચાર કષાય મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ સાત પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે એવા જીવો હોય છે અથવા અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરી મોહનીય કર્મની ચોવીશ પ્રકૃતિઓની સત્તાવાળા ત્રણ દર્શન મોહનીયના સર્વથા ઉપશમવાળા જીવો પણ હોય છે કે જે જીવો આ ઉપશમ સમકીતથી ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરશે.
કેટલાક જીવા ઉપશમ શ્રેણિથી પતન પામી ઉપશમ સમકીત સાથે ચોથા ગુણસ્થાનકે આવેલા હોય છે તેમાં દર્શન સપ્તક એ સાતની ઉપશમના કરેલી હોય એવા હોય છે અને કેટલાક અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરેલા ચોવીશની સત્તાવાળા હોય છે જેમાં દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છ. આ રીતે ઉપશમ સમકીતી જીવો ત્રણ રીતવાળા હોય છે.
(૨) ક્ષયોપશમ સમકીતિ જીવો :- કેટલાક અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ક્ષયોપશમ સમકીત પામ્યા હોય એવા હોય છે.
કેટલાક જીવો ઉપશમ સમકીત પામી અને ક્ષયોપશમ સમકીત પામેલા હોય એવા હોય છે. કેટલાક જીવો ક્ષયોપશમ સમકીતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી મોહનીય કર્મની ચોવીશની સત્તા પ્રાપ્ત કરેલા જીવો હોય છે.
કેટલાક જીવો ક્ષયોપશમ સમકીતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કર્યા પછી વિશુધ્ધિના બળે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કરી ત્રેવીશ મોહનીયની પ્રકૃતિઓની સત્તાવાળા જીવો હોય છે.
કટલાક ક્ષયોપશમ સમકીતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયો-મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ છ પ્રકૃતિઓનો ક્ષય કરીને મોહનીય કર્મની બાવીશ પ્રકૃતિઓની સત્તાવાળા પણ ક્ષયોપશમ સમકીતી જીવો હોય છે. આ રીતે ક્ષયોપશમ સમકીતી જીવો પણ ભિન્ન ભિન્ન વિશુધ્ધિવાળા હોય છે.
આ જ રોતે પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનકે ઉપશમ સમકીતી જીવો તથા ક્ષયોપશમ સમકીતી જીવો રહેલા હોય છે.
(૩) ક્ષાયિક સમકીતી જીવો :- જે જીવોએ ક્ષયોપશમ સમકીતના કાળમાં દર્શન સપ્તક એટલે અનંતાનુબંધિ ચાર કષાય મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ સાત પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરી મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓની સત્તા પ્રાપ્ત કરી હોય છે તે ક્ષાયિક સમકીતી જીવો કહેવાય છે. આ ક્ષાયિક સમકીતી જીવો ચારથી ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. છટ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનના ૩૭૫૦૦ ભાંગા વિક્સ્પો ઇરીતે થાય છે તે
પ્રમાદનાં ૩૭૫૦૦ ભાંગા થાય તે આ પ્રમાણે :
=
૫ ઇન્દ્રિય ૧મન = ૬ ઇન્દ્રિય X ૨૫ કષાય X ૨૫ વિકથા X ૫ નિદ્રા × ૨ રાગ અને દ્વેષ ૩૭૫૦૦ ભાંગા થાય.
Page 165 of 211
Page #166
--------------------------------------------------------------------------
________________
૨૫ વિકથાઓનાં નામો આ પ્રમાણે (૧) સ્ત્રીકથા (૨) અર્થકથા (3) ભોજનકથા (૪) રાજકથા (૫) ચોરકથા (૬) વૈરકથા (૭) પરપાખંડકથા (૮) દેશકથા (૯) ભાષાકથા (૧૦) ગુણબંધકકથા (૧૧) દેવીકથા (૧૨) નિષ્ફરકથા (૧૩) પરપેશુન્યકથા (૧૪) કંદર્પકથા (૧૫) દેશકાલાનુચિતકથા (૧૬) ભંડકકથા (૧૭) મુર્મકથા (૧૮) આત્મપ્રશંસાકથા (૧૯) પર પરિવાદકથા (૨૦) પરજુગુપ્સાકથા (૨૧) પરપીડાકથા (૨૨) કલહકથા (૨૩) પરિગ્રહકથા (૨૪) કૃષ્ણાધારંભકથા અને (૨૫) સંગીતવાદ્યકથા ગણાય છે.
મિથ્યાત્વ-અવિરતિના ઉદય સિવાય છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રમાદ હોવાથી એટલે પ્રમાદ થવાની સંભાવના હોવાથી પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક ગણાય છે. તેના ૩૭૫oo ભાંગામાંથી કોઇપણ ભાંગાના વિકલ્પમાં જીવ રહેલો હોય તો તે પ્રમત્ત ગણાય છે.
ચોથા ગુણસ્થાનકમાં સાત કર્મોની જે સ્થિતિ સત્તા હોય છે તેનાથી સંખ્યાતા પલ્યોપમ સ્થિતિ સત્તા ઘટે ત્યારે પાંચમાં ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી. સ્થિતિ સત્તા સાતે કર્મોની ઓછી થાય ત્યારે જીવને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
સાતમું આપ્રમત્ત સર્વવિવિ ગુણસ્થાનક
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સાતે કર્મોની સ્થિતિ સત્તા જેટલી હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવને સાતમાં ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહીને જીવ વિશુધ્ધ અધ્યવસાયને પ્રાપ્ત કરતો સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભ કષાયોને મંદ કરતો કરતો સંયમની વિચારણામાં-સ્વાધ્યાયમાં સ્થિર થતો થતો જ્યારે એકાકાર પરિણામ વાળો બને એટલે કે જેટલું જાણે છે એટલું આદરે છે અને એટલાનું પાલન કરે છે. અર્થાત જ્ઞાન-દર્શન-ચારિત્રના પરિણામની એકાકારતા શ્રધ્ધા-સ્થિરતા (વૈરાગ્યતા) અને આચરણા એક સરખા પરિણામવાળી બને ત્યારે જીવ અપ્રમત્ત સર્વવિરતિગુણસ્થાનકવાળો કહેવાય છે.
જ્યારે જીવને આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે ત્યારે આ જીવને કોઇપણ ક્રિયા કરવી-રસ્તવના કરવી-ભગવાનનું નામ સ્મરણ યાદ કરવું-વ્રત-નિયમ પચ્ચકખાણ કરવા તેમજ સાધુપણાની જે ક્રિયાઓ કહલી છે પ્રતિક્રમણ કરવું-વૈયાવચ્ચ કરવી ઇત્યાદિ વ્યવહાર જન્ય કોઇ ક્રિયા કરવાની હોતી નથી માત્ર જે વિચારધારાની પરિણતિ પેદા થયેલ છે તે પરિણતિની વિચારણામાં જ સ્થિર રહીને ભગવાનના ગુણગાનની જે અનુભૂતિ પેદા થઇ એ અનુભૂતિના આસ્વાદમાં જ રહેવાનું હોય છે. સિધ્ધ પરમાત્માના જીવો ક્ષાયિક ભાવે જે સુખની અનુભૂતિ કરે છે એજ સુખની આંશિક અનુભૂતિ ક્ષયોપશમ ભાવે આ જીવોને પેદા થયેલી હોય છે આથી આ ગુણસ્થાનકમાં રહેલા જીવોને સંસાર પ્રત્યે દ્વેષ પણ હોતો નથી અને મોક્ષ પ્રત્યે રાગ પણ હોતો નથી.
જે પદાર્થ જોઇતો હોય-ગમતો હોય-તેની ઇચ્છાઓ અંતરમાં રહ્યા કરતી હોય-સતાવતી હોય ક્યાં સુધી ? એ પદાર્થ ન મળે ત્યાં સુધી. એ પદાર્થની અનુભૂતિ જીવના અંતરમાં પેદા થાય કે તરત
Page 166 of 211
Page #167
--------------------------------------------------------------------------
________________
જ જીવને એ પદાર્થની ઇચ્છાઓ શમી જાય છે-નાશ પામી જાય છે. એમ અહીંયા મોક્ષનો અભિલાષ-મોક્ષની રૂચિ-મોક્ષની ઇચ્છા જીવને છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે. સાતમા ગુણસ્થાનકમાં એની આંશિક અનુભૂતિ ક્ષયોપશમ ભાવે પેદા થઇ એટલે એ જીવોને સંસાર પ્રત્યેનો અણગમો અને મોક્ષ પ્રત્યેનો ગમો રહેતો નથી.
ક્ષાયિક ભાવના ગુણોની ક્ષયોપશમ ભાવે અનુભૂતિ પેદા થતાં આત્માની વિશુધ્ધિ અનંત ગુણ અધિક પ્રાપ્ત થાય છે. આ અનુભૂતિના કારણ આયુષ્ય બંધની અયોગ્યતા પ્રાપ્ત થાય છે એટલે આયુષ્ય બંધમાં જે પરિણામની વિશુધ્ધિ જોઇએ એના કરતાં અધિક વિશુધ્ધિની પ્રાપ્તિ થઇ પરંતુ વિશેષ એ છે કે જે જીવો છઠ્ઠા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા બાંધતા આ વિશુધ્ધિને પામે તો બંધાતું આયુષ્ય પૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી બંધાયા કરે છે.
આ જીવોને આવી વિશુધ્ધિની સ્થિરતાના કારણે ધર્મધ્યાન ની શરૂઆત થાય છે એટલે આજ્ઞા વિચય, વિપાક વિચય, અપાય વિચય અને સંસ્થાન વિચય આ ચાર પ્રકારના ધર્મ ધ્યાનનાં વિચારોની એકાગ્રતામાંથી કોઇ એકની વિચારણામાં જીવ સ્થિરતાને પામે છે અને એ સ્થિરતાની વિશુધ્ધિ વધતી જાય તો જીવ શુકલ ધ્યાનની એટલે શુકલ ધ્યાનનાં પહેલા પાયાની વિચારણાની સ્થિરતાને પામે છે.
આ ગુણસ્થાનકમાં રહેલા જીવો અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતાં સારોકાળ હોય અને આયુષ્યનો બંધ કરેલ ન હોય તો ક્ષાયિક સમકીત પામવાની શરૂઆત પણ કરે છે.
આ ગુણસ્થાનકે ઉપશમ સમકીતી જીવો-ક્ષયોપશમ સમકીતી જીવો અને ક્ષાયિક સમકીતી જીવો એમ ત્રણે પ્રકારના જીવો હોય છે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમ સમકીત પામે છે એ ઉપશમ સમકીતની સાથે સાતમા ગુણસ્થાનકને પણ પામી શકે છે માટે જે જીવો એ રીતે સાતમા ગુણસ્થાનકને પામતા હોય તેઓને આશ્રયીને ઉપશમ સમકીત હોય છ.
કેટલાક જીવો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરનારા હોય તેવા જીવો પણ ઉપશમ સમકીત પામેલા અથવા પામતા હોય છે અથવા કેટલાક ઉપશમ શ્રેણિથી પતન પામી આ ગુણસ્થાનકે આવેલા ઉપશમ સમકીતી જીવો હોય છે.
ક્ષયોપશમ સમકીત ચારથી સાત ગુણસ્થાનક સુધી રહેતું હોવાથી અહીંપણ હોય છે. ક્ષાયિક સમકીતી જીવો ચોથે-પાંચમે-છઠ્ઠ ક્ષાયિક સમકીત પામી આ ગુણસ્થાનકે આવેલા હોય છે અને કેટલાક ક્ષયોપશમ સમકીતી જીવો અહીં નવું ક્ષાયિક સમકીત પણ પામી શકે છે. આ ગુણસ્થાનકે ક્ષાયિક સમકીતી જીવો, જેઓએ નરકાયુષ્યનો બંધ કરેલો હોય-તિર્યંચાયુષ્યનો બંધ કરેલો હોય પરભવના મનુષ્યાયુષ્યનો બંધ કરેલો હોય એવા જીવો હોઇ શકે છે.
આ જીવો આ ગુણસ્થાનકથી આગળ જઇ શકતા નથી જ્યારે જે ક્ષાયિક સમકીતી જીવોએ દેવાયુષ્ય બાંધેલું હોય તેઓ ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનક સુધી જઇ શકે છે. અને જે જીવોએ એકેય આયુષ્યનો બંધ કરેલ ન હોય એવા ક્ષાયિક સમકીતી જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે અને ક્ષપક શ્રેણિપણ પ્રાપ્ત કરી શકે છે.
જે જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરવાના હોય તેઓ એકથી ત્રણ સંઘયણમાંથી કોઇપણ સંઘયણના ઉદયવાળા હોઇ શકે છે એટલે કે એકથી ત્રણ સંઘયણના ઉદયવાળા જીવો જ ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે ક્ષપક શ્રણિ પહેલા સંઘયણવાળા જીવો જ પ્રાપ્ત કરી શકે છે. આથી Page 167 of 211
Page #168
--------------------------------------------------------------------------
________________
સાતમું ગુણસ્થાનક ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરનારા જીવો માટે આ યથાપ્રવૃત્તકરણ રૂપ ગુણસ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત કાળ ગણાય છે.
સપ્તમ સોપાન
(અપ્રમત્ત ગુણસ્થાન) મહાનુભાવ આનંદ સૂરિ હૃદયમાં ધર્મધ્યાન કરી અને આત્મસ્વરૂપનું ચિંતવન કરી મધુર વાણીથી બોલ્યા - “ભદ્ર, હવે તને તારા સ્વાનુભવનો ખ્યાલ થયો હશે. આ સુંદર નિસરણીના દેખાવો તારા હૃદયમાં વિશેષ પ્રકાશ પાડતા જાય છે. તારી દિવ્ય અને જ્ઞાનમય દ્રષ્ટિ પદ્ગલિક અને આત્મિક ઘડીઓનું યથાર્થ નિરીક્ષણ કરવાને સમર્થ થઇ છે. બાહ્ય અને આંતર પદાર્થોનું પૃથકકરણ કરવાની અગાધ શક્તિ તને પ્રાપ્ત થતી આવે છે.
વત્સ, હવે આ નીસરણીના સાતમાં પગથીઆ ઉપર દ્રષ્ટિ કર. એ સુંદર સોપાનની અંદર જે દેખાવો આપેલા છે, તે દર્શનીય અને બોધનીય છે. આ સુંદર સોપાનના દેખાવો ખરેખર ચમત્કારી છે. તેમનું સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કર અને તેનો બુદ્ધિ તત્ત્વથી વિચાર કર.”
મુમુક્ષુ બોલ્યો - “મહાનુભાવ, આ સુંદર સોપાન મારા દ્રષ્ટિમાર્ગમાં આવેલ છે, પરંતુ તેના ચમત્કારી દેખાવોની સૂચનાઓ મારા ધ્યાનમાં આવતી નથી, તે કૃપા કરી સમજાવો.”
સાનંદ વદને બોલ્યા- “ભદ્ર આ સોપાનની અપૂર્વ શોભા જોવા જેવી છે. તેની આસપાસ ચાર જ્યોતિના દીવાઓ પ્રકાશી રહ્યા છે. તેની બાહેર થોડે છેટે છ રત્નમય પેટીઓ પડેલી. છે, પગથીઆની કોર ઉપર સાત ચાંદલાઓ છે અને તેમાંથી અઠ્ઠાવન, ઓગણસાઠ અને છોંતેર એમ જૂદા જૂદા કિરણો નીકળે છે, જે એકંદર એકસો આડત્રીશની સંખ્યાએ પહોંચે છે. આ દેખાવોની અંદર એવું મનોહર રહસ્ય રહેલું છે કે, જે ઉપરથી ભવ્યઆત્મા પોતાની આત્મિકસ્થિતિનું સ્વરૂપ સમજી શકે છે.
ભાઇ મુમુક્ષ, આ સાતમા પગથીઆનું સ્વરૂપ જાણવા જેવું છે. આ સોપાન અપ્રમત્તા ગુણસ્થાનના નામથી ઓળખાય છે. પંચમહાવ્રતને ધારણ કરનાર મુનિ પાંચ પ્રકારના પ્રમાદને અભાવે આ પગથી ઉપર આરોહણ કરનારા થાય છે. આ સ્થાનપર વર્તનારા જીવને સંજવલના ચાર કષાય તેમજ નોકષાયનો ઉદય જેમ જેમ મંદ થતો જાય છે, તેમ તેમ તે અપ્રમત્ત થતો જાય છે. આ ગુણસ્થાન પર આવેલા જીવો મોહનીય કર્મનો ઉપશમ કરવામાં તેમજ ક્ષય કરવામાં નિપુણ થતાં જાય છે. અને તેમ થવાથી તેઓ સધ્યાનનો આરંભ કરે છે, અને તેમાંથી અનેક જાતના આત્મિક લાભો મેળવે છે.”
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો – “ભગવદ્, મોહનીય કર્મ કેવું હશે ? અને તેનો ઉપશમ કે ક્ષય કરવાથી શો લાભ થતા હશે ?”
આનંદના ઉદધિમાં મગ્ન થયેલા આનંદ મુનિ મધુર સ્વરથી બોલ્યા - “ભદ્ર, જેમાંથી જીવને મોહ ઉત્પન્ન થાય છે, તે મોહનીય કર્મ કહેવાય છે. તે મોહનીયકર્મની સમ્યકત્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વ મોહ, અને અનંતાનુબંધીચાર-આ સાત પ્રકૃતિ વિના એકવીશ પ્રકૃતિ રૂપ મોહનીય કર્મને ઉપશમ કરવામાં તેમજ ક્ષય કરવામાં જ્યારે પવિત્ર મુનિ સન્મુખ થાય છે, ત્યારે તે મહા મુનિ
Page 168 of 211
Page #169
--------------------------------------------------------------------------
________________
સાલંબન ધ્યાનનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાનો આરંભ કરે છે. આ મહાન્ લાભ મોહનીયકર્મના ઉપશમથી તેમજ ક્ષયથી મહા મુનિ મેળવી શકે છે.”
મુમુક્ષુ બોલ્યો - “એ મહા મુનિ કેવા હોવા જોઇએ ? તે કૃપા કરી સમજાવો.” આનંદ મુનિએ કહ્યું, - “ભદ્ર, જે મહાત્મા પંચમહાવ્રતને ધારણ કરે છે, અઢાર હજાર શીલાંગના લક્ષણો યુક્ત છે, જે સર્વદા આગમનો સ્વાધ્યાય કરનારા છે, જેની પવિત્ર મનોવૃત્તિમાં જ્ઞાનનો પ્રકાશ પડેલો છે, જેઓ એકાગ્ર ધ્યાનવાન્ અને માનવાન્ છે, તે મહા મુનિ પૂર્વોક્ત મોહનીયકર્મનો ઉપશમ તેમજ ક્ષય કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાનો આરંભ કરે છે. અને તે ધ્યાનનો આરંભ પણ આ સોપાન ઉપર થાય છે.”
મુમુક્ષુએ ઉત્સુક થઇને પ્રશ્ન કર્યો - “ભગવન્, અહિં ધ્યાન કરનારા યોગીઓ કેવા હોય છે ? તેમનું કાંઇક સ્વરૂ સમજાવો તો મારી શભ ભાવનામાં વૃદ્ધિ થશે.”
મહાનુભાવ બોલ્યા - “ભદ્ર, સાલંબન ધ્યાનનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનારા યોગીઓ ત્રણ પ્રકારના કહેવાય છે.(૧)પ્રારંભક, (૨) તન્નિષ્ઠ, અને (૩) નિષ્પન્નયોગ જે યોગીઓ સ્વાભાવિક રીતે અથવા કોઇના સંસર્ગથી વિરતિની પરિણતિ પ્રાપ્ત કરી કોઇ એકાંત બેસી પોતાના મર્કટ જેવા ચપળ મનને રોકવાને માટે પોતાની દ્રષ્ટિને નાસિકાના અગ્ર ભાગે રાખી અને વીરાસનપર બેસી વિધિવડે સમાધિનો આરંભ કરે તેઓ પ્રારંભક જાતના યોગીઓ કહેવાય છે.
પ્રાણ-વાયુ, આસન, ઇંદ્રિયો, મન, ક્ષુધા, તૃષા અને નિદ્રાનો જય કરી, અંતરમાં તત્ત્વનું ચિંતન કરે અન સર્વ પ્રાણી ઉપર પ્રમોદ, કરૂણા અને મૈત્રી ભાવના ધારણ કરે તે તન્નિષ્ઠ યોગીઓ કહેવાય છે. જેમાં અંદર અને બાહેર સંકલ્પ-વિકલ્પના કલ્લોલ ઉદ્ભવતા નથી, અને જેમાં સંપૂર્ણ શુદ્ધ વિધારૂપ કમલિની ખાલી રહી છે, એવા જેમના માનસ-મનની અંદર નિર્લેપ એવો હંસ-આત્મા સતત અમૃતનું પાન કરે છે, તે નિષ્પન્ન યોગી કહેવાય છે. આવા યોગીઓ આ સોપાન ઉપર નિરાલંબન ધર્મધ્યાનના અધિકારી બને છે.”
મુમુક્ષુ સાનંદ થઇને બોલ્યો - “ભગવન્, અહા ! આપની આ વાણી સાંભળી મારા હૃદયને
અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે. અહા ! આર્દતધર્મની યોગવિદ્યા કેવી ચમત્કારી છે ? જૈન યોગીઓએ એ વિધાને માટે કેવો પ્રયત્ન કરેલો છે ? પ્રારંભક, તન્નિષ્ઠ અને નિષ્પન્ન યોગીઓનો ક્રમ કેવો ઉત્તમ છે ? આવી યોગ વિધાનો મારા હૃદયમાં આવીર્ભાવ થજો, અને યોગવિદ્યાના પ્રભાવથી આસ્તિક આત્મા અલંકૃત થજો.” ભગવન્, હવે કૃપા કરી આ સોપાનનું સ્વરૂપ સમજાવો. હું પણ અપ્રમત્ત થઇ તે સાંભળવાની ઇચ્છા રાખું છું.
મુમુક્ષુની આવી ભાવનામય વાણી સાંભળી આનંદસૂરિ હૃદયમાં સંતુષ્ટ થઇ વિચારવા લાગ્યા. અહા ! ઉપદેશનો પ્રભાવ કેવો દિવ્ય છે ? આ આસ્તિક આત્મા અનુક્રમે કેવી ઉન્નતિપર આવતો જાય છે. આ નીસરણીનો દેખાવ તેના હૃદયને નિર્મળ બનાવતો જાય છે, અને તેના આત્માને ગણોનું પોષણ કરતો જાય છે. હવે આ ભદ્રિક જીવ આત્મસ્વરૂપનો પ્રેમી બન્યો છે. તેણે બાહ્યવસ્તુની પ્રીતિ છોડી છે, આત્મિકકલા પ્રગટ કરવા નિશ્ચય કર્યો છે, આત્મવિચારણામાં તે તત્પર થયો છે. આત્માનુભવ રૂપ રસનું પાન કરવા અને અવિચલ કલાને પ્રાપ્ત કરવા આ ઉજમાળ થયો છે, હવે અલ્પ સમયમાં આ ધીર પુરૂષ શિવમાર્ગની સન્મુખ આવી શકશે.
આ પ્રમાણે વિચારી તે મહાત્મા મધુર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી પવિત્ર પરિણતિ જોઇ હું
Page 169 of 211
Page #170
--------------------------------------------------------------------------
________________
અત્યંત પ્રસન્ન થયો છું હવે આ સોપાનના દેખાવની સૂચનાઓ વિષે જે કાંઇ સમજુતી આપું, તે ધ્યાનમાં રાખજે. આ સુંદર સોપાન કે જે અપ્રમત્ત ગુણસ્થાનના નામથી ઓળખાય છે, તેની અંદર નિરાલંબન ધ્યાનનો પૂર્ણ રીતે સંભવ છે. જે આ પગથીઆની આસપાસ જ્યોતિના ચાર દિવાઓ છે, તે ચાર પ્રકારના ધ્યાનને સૂચવે છે. આ સ્થાનમાં વર્તનાર આત્માને મુખ્યપણે ચતુર્વિધ ધર્મધ્યાન હોઇ શકે છે. ધર્મધ્યાનના મંત્રી પ્રમુખ, આજ્ઞાવિચય પ્રમુખ અને રૂપસ્થ પ્રમુખ ચાર ચાર ભેદ દર્શાવેલ છે. સર્વ જીવ સાથે પ્રેમભાવ ચિંતવવો. સર્વ જીવનું ભલું ચહાવું, સર્વ જીવ ઉપર હિતબુદ્ધિ રાખવી તે મૈત્રી. ગુણિજનનું તેમજ જ્ઞાનિ જનનું તેમજ જ્ઞાની પ્રમુખ ઉત્તમ જીવોના શુભકાર્યોથી તેઓનું બહુમાન કરવું, તેમને જોઇ હર્ષ ધરવો એ પ્રમોદ દીન, તથા દુ:ખી પ્રાણીઓ તરફદયા લાવવી તેનું શુભ ચિંતવન કરી તેઓનું દુઃખ દૂર કરવું અને અધર્મીને ધર્મ પમાડવાની અભિલાષા એ કરૂણા. અને હિંસાથી અધર્મ કરનારા પ્રાણી તરફ તેમજ દેવગુરૂધર્મની નિંદા કરનારા દુષ્ટ આશયવાળા. જીવોનું બુરું નહિ ચાહતાં, તેઓ પોતપોતાને કર્મને વશ છે એમ વિચારી તેઓના ઉપર રાગદ્વેષ નહિ રાખતા મધ્યમ પરિણામે વર્તવું તે માધ્યચ્યું. એ ચાર ભાવનાનો ધર્મધ્યાનમાં સમાવેશ થઇ જાય છે. બીજા આજ્ઞાવિચય વગેરે ચાર ભેદ છઠ્ઠા ગુણસ્થાનને પ્રસંગે કહેવામાં આવ્યા છે. ખાસ કરીને આ સોપાનના ઉપર ચાર પ્રકારનું ધ્યાન ઉપાદેય છે, તે સાવધાન થઇને સાંભળવા જેવું છે. પહલું રૂપસ્થ ધ્યાન કહેવાય છે, જેની અંદર રૂપમાં રહ્યા છતાં પણ આ પ્રમાણે ચિંતવન કરાય છે- “આ મારો જીવ અરૂપી, અને અનંતગુણી છે; પરંતુ તે શ્રી અરિહંતના અતિશયોનું અવલંબન કરી તે સ્વરૂપની સાથે આત્મ સ્વરૂપની એકતા કરવાનો અધિકારી છે.” આવું ચિંતવન કરનારું ધ્યાન તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે.
બીજા ધ્યાનનું નામ પિંડસ્થ ધ્યાન છે તેની અંદર પોતાના શરીરધારી જીવમાં પંચ પરમેષ્ઠીના ગુણોની ધારણા કરવામાં આવે છે. ગુણીના ગુણરૂપ પિંડનું તેમાં ચિંતવન થાય છે તેથી તે પિંડસ્થા ધ્યાન કહેવાય છે.
ત્રીજા ધ્યાનનું નામ પદસ્થ ધ્યાન છે. તેની અંદર પંચપરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરી તેમની વાણી વ્યાપારરૂપ ધ્યાન કરવામાં આવે છે.
ચોથું રૂપાતીત ધ્યાન છે એ સર્વમાં ઉત્કૃષ્ટ ધ્યાન છે. નિરંજન, નિર્મળ, નિર્વિકલ્પ, (સંકલ્પ વિકલ્પ રહિત) અભેદ, એક શુદ્ધ સત્તા સ્વરૂપ, ચિદાનંદ, તત્ત્વામૃત રૂપ, અસંગ, અખંડ અને અનંતગુણ પર્યાય રૂપ આત્મસ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે.
ભાઇ મુમુક્ષુ, આ ચતુર્વિધ ધર્મધ્યાન આ સોપાનની અંદર મુખ્યપણે હોય છે. તેમાં જે રૂપાતીતા ધ્યાન છે, તે શુકલ ધ્યાનરૂપ હોવાથી અંશ માત્ર ગૌણપણે રહે છે. મુમુક્ષ હર્ષના આવેશથી બોલ્યો“મહાશય, આપના કહેવાથી મને આ સોપાન વિશેષ રૂચિકર લાગે છે. આ સ્થાને વર્તનારા આત્માઓને હું પૂર્ણ ધન્યવાદ આપું છું. અને આ સોપાનના સંગને માટે ઉચ્ચ ભાવના ભાવું છું. હવે કૃપા કરી આ દેખાવોની હેતુ ભરેલી સૂચનાઓ સમજાવો.” - આનંદસૂરિ બોલ્યા - “ભદ્ર, જો, આ સાતમા સોપાનની બાહેર થોડે છેટે રત્નોની છ પેટીઓ દેખાય છે, તેની સૂચના જાણવા જેવી છે. આ ગુણસ્થાનમાં સામાયિક વગેરે ષડાવશ્યક ક્રિયાઓ હોતી નથી. તે વ્યવહાર ક્રિયા રૂપે નથી. પરંતુ નિશ્ચય ક્રિયા રૂપે છે. એટલે સામાયિક વગેરે ક્રિયાનો સંબંધ આત્માની સાથે છે, તે આત્માનાજ ગુણ છે. આહત સિદ્ધાંતમાં સામાયિકનો અર્થ આત્માજ
Page 170 of 211
Page #171
--------------------------------------------------------------------------
________________
કહ્યો છે. આ જે રત્નોની છ પેટીઓ સોપાનની બાહેર જરા દૂર રાખવામાં આવી છે તે “સામાયિક વગેરે ષડાવશ્યક ક્રિયાઓ રત્નરૂપ છે, પણ તે વ્યવહારરૂપે આ સ્થાનમાં નથી' એમ સૂચવે છે. આ સૂચના ખરેખર અવધારણા કરવા યોગ્ય છે.”
મુમુક્ષુ ઇંતેજારીથી બોલ્યો- “ભગવદ્, આ સૂચના જાણી મારા હૃદયમાં પ્રબોધનો ભારે પ્રકાશ પડ્યો છે, તથાપિ એક સૂક્ષ્મ શંકા ઉત્પન્ન થાય છે. તે આપ મહાનુભાવ દયા લાવી દૂર કરશો.”
આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, ખુશીથી તારી શંકા પ્રગટ કર. હું યથા મતિ તેનો પરિહાર કરીશ.”
મુમુક્ષુ મગ્ન થઇને બોલ્યો- “મહાનુભાવ, વ્યવહાર ક્રિયારૂપ ષડાવશ્યકક્રિયા આ ગુણસ્થાના ઉપર શા માટે ન હોય ? તે કૃપા કરી દર્શાવો.”
મહાત્માએ ઉત્તર આપ્યો - “ભદ્ર, આ અપ્રમત્ત ગુણસ્થાનમાં સત્ ધ્યાનના યોગથી. નિરંતર ધ્યાનમાં જ પ્રવૃત્તિ રહે છે, અને તેથી આત્મા સ્વાભાવિકી, સહજ, નિત્ય એવી પોતાની સંકલ્પ-વિકલ્પ રૂપ માલાનો ત્યાગ કરે છે, તેથી તે (આત્મા) અહિં નિર્મળ એક સ્વભાવ રૂપે રહે છે. અને આ સોપાનપર વર્તનાર જીવ ભાવતીર્થમાં સ્નાન કરીને પરમ શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને અનુક્રમે ધ્યાનાવલંબી થઇ પરમાનંદરૂપ સમુદ્રમાં પ્રવેશ કરે છે; તેથી આ ગુણસ્થાનમાં વ્યવહાર ક્રિયા રૂપ ષડાવશ્યકક્રિયા કરવાની જરૂર રહેતી નથી.”
મુમુક્ષ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવન, તમારા વચનાએ મારી શંકાનો ઉચ્છેદ કર્યો છે. હવે આ સોપાનને લગતી બીજી સૂચનાઓ સમજાવો.”
આનંદ મુનિ બોલ્યા- “ભદ્ર, આ સાતમા સોપાનની કોર ઉપર જે સાત ચાંદલાઓ ચળકે છે, તે એવું સચવે છે કે, આસ્થાનપર આરૂઢ થયેલો જીવ (૧) શોક, (૨) રતિ, (૩) અર અસ્થિર, (૫) અશુભ, (૬) અયશ, (૭) અશાતા વેદનીય. આ સાત પ્રકૃતિનો બંધ-વ્યવચ્છેદ કરે છે, તેની ઉપર જે અઠાવન અને ઓગણસાઠ કિરણો દેખાય છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આહારક, આહારક ઉપાંગ અને જો દેવાયુ ન બાંધે તો તે જીવ અઠાવન પ્રકૃતિનો બંધ કરે છે અને દેવતાનું આયુષ્ય બાંધે તો ઓગણસાઠ પ્રકૃતિનો બંધ કરે છે. અને ત્યાનદ્વિત્રિક અને આહારકદ્વિકનો ઉદયવ્યવચ્છેદ કરે તો છોંતેર પ્રકૃતિનું ફળ વેદે છે, જે આ કિરણોની સંખ્યા તે વાતને સચવે છે. આ તે કિરણોની એકંદર એકસો આડત્રીશની સંખ્યા છે, તે તેટલી પ્રકૃતિની સત્તાની વાત દર્શાવે છે. ભદ્ર, આ પ્રમાણે આ સોપાનના દેખાવોની સૂચના મનન કરવા જેવી છે અને તેથી પવિત્ર અને ભવ્ય આત્મા પોતાની આત્મિકઉન્નતિમાં આગળ વધે છે.”
આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષ આનંદ સાગરમાં મગ્ન થઇ ગયો. તેના મુખ મંડલ ઉપર આનંદના કિરણો પ્રસરી ગયા. તે સમિત વદને બોલ્યો- “ભગવન, આ સોપાનનો વૃત્તાંત જાણી મારા આંતર બોધમાં વધારો થયો છે. અપ્રમત્ત ગુણસ્થાનનું શુદ્ધ સ્વરૂપ મારા મસ્તિષ્કમાં ી રહ્યું છે અને તેને માટે ઉપરા ઉપર ભવ્ય ભાવનાઓ પ્રગટ થયા કરે છે.”
આઠમું અપૂર્વશરણ ગુણરસ્થાન
આ ગુણસ્થાનકમાં રહેલા જીવો સમયે સમયે અનંત ગુણ અનંત ગુણ વિશુદ્ધિને ક્રમસર પ્રાપ્ત કરતાં જાય છે. પહેલા ગુણસ્થાનકે અપૂર્વકરણ નામનો અધ્યવસાય જીવને જે પેદા થાય છે તે ગ્રંથી ભેદ માટે થાય છે અને અત્યાર સુધી સંસારમાં રખડતાં રખડતાં અનંતીવાર મનુષ્ય જન્મ પામીને
Page 171 of 211
Page #172
--------------------------------------------------------------------------
________________
ધર્મની આરાધના કરી પણ એ ઔદયિક ભાવની થતી હતી તે અપુ વકરણથી ક્ષયોપશમ ભાવે ધર્મની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત બને છે અને અતાત્વિક યોગ રૂપે ગણાય છે. જ્યારે આ આઠમા ગુણસ્થાનકના અપૂર્વકરણ અધ્યવસાયથી જીવની અનંતગુણ વિશુદ્ધિ વધતી જતી હોવાથી એને પોતાને અંતરમાં એવા ભાવ આવે છે કે ગમે તેમ તોય ક્ષયોપશમ ભાવે જે ધર્મ થાય છે તે મોહનીયા કર્મના ક્ષયોપશમ ભાવના કારણે થાય છે જો એ સહાય ન આપે અને હું સાવધ ન રહું તો એ ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ પણ થઇ શકે છે તો આવી રીતે બીજાની સહાયથી ધર્મ ક્યાં સુધી કરવો. જે મારો પોતાનો ક્ષાયિક ભાવે ધર્મ રહેલો છે તેના બદલે આ ક્ષયોપશમ ભાવની સહાયથી
ક્યાં સુધી જીવવું આવી વિચારણા કરીને સામર્થ્ય રૂપ બલ પેદા કરીને ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કેમ થાય એ રીતે પ્રયત્ન કરે છે અને મારો પોતાનો ક્ષાયિક ભાવનો ધર્મ પેદા કેવી રીતે કરી શકાય એની વિચારણામાં જ કાળ પસાર કરતો જાય છે અને અનંત ગુણ વિશુદ્ધિની પ્રાપ્તિ કરતો જાય છે. આ વિશુધ્ધિના બળે જીવ અપૂર્વ પાંચ વસ્તુઓ પેદા કરે છે. (૧) અપૂર્વ સ્થિતિ બંધ (૨) અપૂર્વ સ્થિતિ ઘાત (૩) અપૂર્વ રસઘાત (૪) ગુણ શ્રેણિ અને (૫) ગુણ સંક્રમ.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ૭૦-૩૦ અને ૨૦ કોટાકોટી સાગરોપમની અનુક્રમે કરે છે એ સિવાય જઘન્ય સ્થિતિબંધ સન્ની જીવો અંતઃ કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. એ જે જઘન્ય સ્થિતિબંધ રૂપે થતો જે અંતઃ કોટાકોટી સાગરોપમનો બંધ સૌથી વધારે પહેલા ગુણસ્થાનકમાં અભવ્ય જીવો કરતાં હોય છે. એનાથી ઓછો ઓછો અંતઃ કોટાકોટી સાગરોપમનો સ્થિતિ બંધ પહેલા ગુણસ્થાનકમાં અનિવૃત્તિકરણના છેલ્લા સમયે થાય છે એમ ક્રમસર ઓછો ઓછો કરતાં કરતાં સૌથી ઓછો અંત:કોટાકોટી સાગરોપમનો. સ્થિતિ બંધ આઠમા ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. ત્યાર પછી અપૂર્વ સ્થિતિઘાત આદિ પેદા થતાં નવમાં ગુણસ્થાનકથી જીવોને કર્મનો સ્થિતિ બંધ આઠ વર્ષ ઇત્યાદિ રૂપે થાય છે.
અપૂર્વીસ્થિતિ ઘાતાદિનું વર્ણન
અપૂર્વ સ્થિતિશત - સત્તામાં રહેલી સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ ખંડનો અંતર્મુહૂર્તમાં વાત કરે છે. એટલે જેનો ઘાત થવાનો નથી તે નીચેની સ્થિતિના દલિકોને વિષે આ દલિકો ભેગા નાંખે છે એટલે કે તેના ભેગા ભોગવાઇ જાય તેવા કરે છે. ફ્રીથી પાછો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડને ઉપાડે છે. અને અંતર્મુહુર્તમાં ઘાત કરે છે આ પ્રમાણે આ અપૂર્વકરણના કાળમાં હજારોવાર ઘાત કરે છે. આ કારણે અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિ હતી તેના કરતાં સંખ્યાતમાં ભાગની સ્થિતિ ચરમ સમયે કરે છે.
અપૂર્વ રસધાત - અશુભ પ્રકૃતિઓનો જે રસ સત્તામાં હોય છે તેનો અનંતમો ભાગ રાખી બાકીના સર્વ રસનો, પહેલા સમયે અમુક પ્રમાણ રસને, બીજા સમયે અમુક પ્રમાણ રસને એમ સમયે સમયે કરીને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. ફ્રી પાછો રહેલ અનંતમા ભાગમાંથી તેનો અનંતમો ભાગ રાખીને બાકીના બધાનો અંતર્મુહૂર્તમાં નાશ કરે છે ફ્રી પાછો તેજ પ્રમાણે ક્રિયા કરે છે. એક સ્થિતિઘાત નાશ થાય તેટલા કાળમાં હજારો રસઘાત થાય છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી. ઉત્તરોત્તર અN રસવાળા દલિકો નીચે ઉતરે છે. જેથી અધ્યવસાયની નિર્મળતા વધતી જાય છે.
| Page 172 of 211
Page #173
--------------------------------------------------------------------------
________________
ગુણશ્રેણી :- જે સ્થિતિનો સ્થિતિઘાત કરે છે તેમાંથી દલિકો ગ્રહણ કરીને ઉદય સમયથી આરંભીને સમયે સમયે અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા (ભોગવાય તેમ) ગોઠવે છે. સમયે સમયે અસંખ્યાતગુણા ઉપાડે છે. અને અસંખ્ય-અસંખ્યગુણા ગોઠવે છે. પહેલે સમયે જે દલિકો ઉપાડ્યા તે આખી શ્રેણીમાં ગોઠવાઇ જાય છે. બીજે સમયે જે અસંખ્યાતગુણા ઉપાડ્યા તે પણ આખી શ્રેણીમાં ગોઠવાઇ જાય છે. પણ પહેલો સમય ભોગવાઇ ગયો જેથી ગોઠવવાનું એક સ્થાન ઘટ્યું તેમ એક સમયે ભોગવાતો સમય ગોઠવવાના સ્થાનમાં ઘટે જવાનો, કારણ ઉદય સમયે ભોગવાય તેમ ઘટતો જાય. તેમ શ્રેણીના ઉપરના સમય વધતા નથી આ શ્રેણીની રચના અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી પણ થોડા સમય સુધી ઉદય આવે ત્યાં સુધી દલિકો ગોઠવવાની શ્રેણીની રચના થાય છે આ ગુણશ્રેણી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોની હોય છે.
અપૂર્વ સ્થિતિબંધ :- એક સરખો સ્થિતિઘાત જેટલા સમય રહે તેટલા કાળને બંધ કાળાધ્ધ
બંધકાળ કહે છે. સ્થિતિબંધ અને સ્થિતિઘાત બન્નેનો કાળ એક સરખો છે જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા સ્થિતિબંધ કાલાધ્ધા થાય છે. જે પ્રમાણે સ્થિતિનો ઘાત થાય છે તેજ પ્રમાણે સ્થિતિબંધ પણ ઓછો થાય છે. આવા સ્થિતિબંધ કાલાદ્વા અપૂર્વકરણમાં હજારો થાય છે જેથી અપૂર્વકરણના પ્રથમ સમય કરતાં ચરમ સમયે સંખ્યાતમોભાગ સ્થિતિબંધ થાય છે.
આ ગુણસ્થાનક નિવૃત્તિ રૂપે હોવાથી અનિવૃત્તિ રૂપે કહેવાતું નથી. નિવૃત્તિ એટલે ફેરારી. એ ફેરારીના કારણે અધ્યવસાય એક સરખો રહેતો નથી માટે છ સ્થાન વૃધ્ધિનાં અને છ સ્થાન હાનિના પ્રાપ્ત થઇ શકે છે. તે છ સ્થાનોનાં નામો :
વૃદ્ધિના છ સ્થાનોના નામ :
(૧) અનંતભાગ વૃદ્ધિ
(૩) સંખ્યાતભાગ વૃદ્ધિ (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ
(૨) અસંખ્યાતભાગ વૃદ્ધિ (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ એજ રીતે હાનીના ૬ સ્થાનોના નામ :
(૧) અનંતભાગહીન (૩) સંખ્યાતભાગહીન
(૫) અસંખ્યાતગુણહીન
આ ગુણસ્થાનકમાં બે સમકીતી જીવો હોય છે.
(૧) ઉપશમ સમકીતી જીવો (૨) ક્ષાયિક સમકીતી જીવો
(૨) અસંખ્યાતભાગહીન (૪) સંખ્યાતગુણહીન (૬) અનંતગુણહીન
(૧) ઉપશમ સમકીતી જીવો - જે જીવોએ ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરી હોય એ ક્ષયોપશમ સમકીતના કાળમાં ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરવાનું ઉપશમ સમીત પામેલા હોય એ જીવો જ આ ગુણસ્થાનકને પામી શકે છે. અને કેટલાક જીવો અગ્યારમા ગુણસ્થાનકથી પાછા ફરી ઉપશમ સમકીત લઇને આવેલા હોય એ જીવો હોય છે. આ ઉપશમ સમકીતી જીવો આ ગુણસ્થાનકમાં ચારિત્ર મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓ હવે જે ઉપશમાવવાની છે એટલે સંપૂર્ણ ઉપશમ કરવાનો છે એની પૂર્વ તૈયારી કરે છે એટલે કે આગળના
Page 173 of 211
Page #174
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં કયા ક્રમથી ઉપશમ કરવી એની ગોઠવણ આ ગુણસ્થાનકમાં રહીને જીવકરે છે. એવી જ રીતે ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને જે જીવો ક્ષાયિક સમકીત પામ્યા હોય અને પૂર્વ એટલે પરભવનું આયુષ્ય બાંધેલું ન હોય તથા તીર્થકર નામકર્મ નિકાચીત કરેલ ન હોય તો એ ક્ષાયિક સમીકીતી જીવો આ આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને આ ગુણસ્થાનકમાં, આગળના ગુણસ્થાનકોમાં મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓનો જે ક્ષય કરવાનો હોય છે તે કયા ક્રમે ક્ષય કરવો એની ગોઠવણ રૂપ પૂર્વ તૈયારી કરે છે માટે આ ગુણસ્થાનકને અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ પૂર્વ તૈયારી કરતાં અપૂર્વ સ્થિતિઘાત આદિ પાંચ વાના કરતો અંતઃ કોટાકોટી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ બાંધે છે.
આ ક્ષપકશ્રેણીની શરૂઆત કહેવાય છે.
જે જીવો ધર્મધ્યાનથી ક્ષપકશ્રેણી શરૂ કરે એ જીવોને આ ગુણસ્થાનકે ચૌદ પૂર્વનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી પણ જ્યારે બારમા ગુણસ્થાનકે શુક્લ ધ્યાનને પામે ત્યારે ચૌદપૂર્વનો ક્ષયોપશમ થાય છે. જ્યારે જે જીવો શુક્લધ્યાનથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે એટલે શરૂ કરે એ જીવોને આ ગુણસ્થાનકથી ચૌદ પૂર્વનો ક્ષયોપશમ ભાવ પેદા થઇ જાય છે. આ ગુણસ્થાનકનો કાળ નિયમાં એક અંતર્મુહૂર્તનો હોય છે.
અષ્ટમ સોપાન અપૂર્વકરણ ગુણસ્થાન
આત્મિક કાર્ય કરવામાં તત્પર બનેલા, સર્વ વિશ્વનું સમદ્રષ્ટિથી નિરીક્ષણ કરનારા, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંયોગ, વિયોગ જન્ય અનંત દુઃખાનલમાં પચાતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની ઉત્તમ ઇચ્છા રાખનારા અને પરહિતમાં આત્મહિત સમજનારા મહાનુભાવ આનંદસૂરિ મુમુક્ષુને ઉદેશીને બોલ્યા- “ભદ્ર, આ નીસરણી તરફ દ્રષ્ટિ કરી આઠમા પગથીઆનું અવલોકન કર. એ સુંદર સોપાનની આસપાસ જે દેખાવો આપેલા છે, તેમની સૂચનાઓ ઘણી જ ગંભીર અને વિચારણીય છે.
- ભદ્ર, આ આઠમું સોપાન અપૂર્વકરણ ગુણસ્થાનના નામથી ઓળખાય છે. આ ગુણસ્થાન પર આવેલા જીવને અપૂર્વ એવા આત્મગુણની પ્રાપ્તિ થાય છે, તેથી આ સ્થાનનું નામ અપૂર્વકરણ પડેલું છે. આ પગથીઆની આસપાસ પાંચ હીરાઓ ચળકી રહ્યા છે, અને તેની બંને બાજુ બે પ્રકાશમય પંક્તિઓ દેખાય છે. આ દેખાવો આ ગુણસ્થાનના શુદ્ધસ્વરૂપને બતાવી આપે છે. અને તેની અંતરંગ ખુબી દર્શાવે છે. જે આ પગથીઆની આસપાસ પાંચ હીરાઓ ચલકે છે, તે એવી સૂચના આપે છે કે અહીં આવેલાં જીવને રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ. વિષયનો લાભ થાય છે. જ્યારે ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિ ઉપશમાવવા તેમજ ક્ષય કરવા વાતે અત્યંત શુદ્વ અધ્યવસાયથી વીર્ય વિશેષ ઉલ્લસિત થવાથી એ પાંચ પ્રકારના મહાત્ લાભો સંપાદન થાય છે,” અને આ ગુણસ્થાનમાં અપૂર્વ આત્મગુણની પ્રાપ્તિ થવાથી તેનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન આપવામાં આવ્યું છે. મુમુક્ષુઅ પ્રશ્ન કર્યો. “ભગવદ્, આપે જે આ પાંચ હીરાની સૂચના બતાવી તેમાં ગુણશ્રેણી અને ગુણસંક્રમ વિષે વધારે સમજુતી આપવાની કૃપા કરો.” આનંદ મુનિએ આનંદ પૂર્વક જણાવ્યું વત્સ, અપૂર્વ કરણાદિ અંશથીજ બે પ્રકારની શ્રેણી પર આરોહણ થઇ શકે છે.
Page 174 of 211
Page #175
--------------------------------------------------------------------------
________________
જે આ પગથીઆની બંને બાજુ બે પ્રકાશમય પંક્તિઓ છે, તે બે પ્રકારની ગુણશ્રેણીને સૂચવે છે. એક શ્રેણીનું નામ ઉપશમશ્રેણી છે. અને બીજીનું નામ ક્ષપકશ્રેણી છે. જ્યારે આ અપૂર્વકરણ સોપાનમાં જીવ આરોહણ કરે છે. ત્યારે તે સમયે અપૂર્વકરણના પ્રથમ અંશથીજ જે ઉપશમક હોય તે ઉપશમાં શ્રેણીએ ચડે છે અને જે ક્ષેપક હોય તે ક્ષપકશ્રેણીએ ચડે છે.
મુમુક્ષએ શંકા લાવી પ્રશ્ન કર્યો - “ભગવન, ઉપશમક કોણ કહેવાય ? અને તેની યોગ્યતા કેવી રીતે થાય ? તે કૃપા કરી સમજાવો.”
આનંદ મુનિએ ઉત્તર આપ્યો. “વત્સ, સાંભળ, જે ઉપશમક મુનિ શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું ધ્યાન કરે છે, તે ઉપશમક કહેવાય છે અને તે ઉપશમશ્રેણીને અંગિકાર કરે છે. જે મુનિ પૂર્વગત મૃતના ધારણ કરનારા, નિરતિચાર ચારિત્રવાળા અને પ્રથમના ત્રણ સંતાનનથી યુક્ત એવા મુનિ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરે છે. તે ઉપશમ શ્રેણીવાળા મુનિ જો અલ્પ આયુષ્યવાળા હોય તો કાળધર્મને પામ્યા પછી તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, પરંતુ જેમને પ્રથમ સંતનન હોય તેજ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને જે બીજા સંતનનવાલા હોય છે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી. જેઓ સેવાર્ત સંહનનવાળા હોય છે, તેઓ ચોથા મહેંદ્ર દેવલોક સુધી જઇ શકે છે. એટલે ત્યાં સુધી ઉત્પન્ન થાય છે.
બાકીના કીલિકાદિ ચાર સંહનનવાલા બબે દેવલોક ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં ત્યાંસુધી ગમન કરી શકે છે. પ્રથમ સંહનનવાલા મોક્ષ સુધી ગમન કરી શકે છે, અને જેનું આયુષ્ય સાતલવ અધિક હોત તો તે અવશ્ય મોક્ષે જાત, તેજ સ્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.”
મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવદ્, આપની વાણીએ મારા હૃદયની શંકા પરાસ્ત કરી છે, હવે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહેવાની કૃપા કરો.”
મુનિવર્ય મગ્ન થઇને બોલ્યા- “વત્સ, ચરમશરીરી એટલે જેનું છેલ્લું શરીર છે, અને જેણે આયુષ્ય બાંધેલ નથી એવા અલ્પ કર્મી ક્ષેપકમુનિને ચોથા ગુણસ્થાનમાં નરકાયુનો ક્ષય થઇ જવાથી અને પાંચમા ગુણસ્થાનમાં તિર્યંચના આયુષ્યના ક્ષય થઇ જવાથી તેને સાતમાં ગુણસ્થાનમાં દેવાયુનો ક્ષય થઇ જાય છે, તે સાથે દર્શન મોહના સપ્તકનો પણ ક્ષય થઇ જાય છે. ત્યાર પછી તે પુકમુનિને એકસો આડત્રીસ કર્મપ્રકૃતિની સત્તા રહે છે, ત્યારે તે આઠમાં ગુણસ્થાનના પગથીઆપર ચડે છે. આ સ્થાન ઉપર ઉત્કૃષ્ટ રૂપાતીત નામના ધર્મધ્યાનનું તે વારંવાર સેવન કરતાં અભ્યાસરૂપ થઇ જાય છે, તેથી તેને અહિં તત્ત્વ પ્રાપ્તિ થાય છે.
વત્સ, આ આઠમાં સોપાન ઉપર આવેલો આત્મા-જીવ પૃથકત્વ વિતર્ક સપ્રવિચાર નામના શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું ધ્યાન કરે છે, તેનું ધ્યાન કરનાર મુનિ વજનદષભનારાજ નામના પ્રથમ સંવનન યુક્ત હોય છે. જે સંવનન તેની આત્મિક ઉન્નતિમાં ઉપયોગી થઇ પડે છે.”
મુમુક્ષએ પ્રશ્ન કર્યો – “ભગવદ્, આ સોપાન ઉપર યોગીંદ્ર ક્ષપક કેવી રીતે ધ્યાન કરે છે, તે કૃપા કરી કહો.”
આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, આ સોપાન ઉપર રહેલ ક્ષેપક મુનિ વ્યવહાર અપેક્ષ્ય ધ્યાન કરવાને યોગ્ય થાય છે. તે નિબિડ હઠપર્યકાસન કરે છે. નીશ્ચલ આસન કરીને. કારણકે આસન જયજ ધ્યાનના પ્રથમ પ્રાણ છે. જે પર્યકાસન જંઘાના અધો ભાગમાં પગ ઉપર કરવાથી થાય છે. તેમ કેટલાએક સિદ્ધાસન પણ કરે છે. વળી આસનનો કાંઇ નિયમ નથી એમ પણ કહેલું છે. જે આસનથી.
Page 175 of 211
Page #176
--------------------------------------------------------------------------
________________
ચિત્તની સ્થિરતા થાય એવું ગમે તે પ્રકારનું આસન તે વાસ્તવિક છે.
જ્યારે તે ક્ષપકયોગી ધ્યાનસ્થ થાય છે, ત્યારે તેણે નાસિકાના અગ્ર ભાગમાં જેણે નેત્રની દ્રષ્ટિ સ્થાપન કરેલી છે એવા પ્રસન્ન નેત્રવાળા હોય છે, તેમજ તેના નેત્રો અર્ધ વિકસીત રહે છે. તે સમયે તેના મન, ચિત્ત અને અંત:કરણના સંકલ્પ-વિકલ્પરૂપ વ્યાપાર બંધ થાય છે. તે કાલે તેનામાં કોઇ જાતની ઇચ્છા હોતી નથી. માત્ર આ સંસારનો ઉચ્છેદ કરવાનો જ તેનો ઉધમ હોય છે. કારણકે ભવને ઉચ્છેદ કરવાની અભિલાષાવાળા ધ્યાનવાનને જ યોગની સિદ્ધિ થાય છે. તે મહાન યોગી પ્રાણાયામ દ્વારા પોતાના પ્રાણનો રોધ કરે છે. તે પ્રાણાયામના પૂરક, રેચક અને કુંભક એવા ત્રણ પ્રકાર બને છે. શ્વાસોશ્વાસને પૂરે તે પૂરક, તેને બહાર ખાલી કરે તે રેચક અને અંદર નિરોધ (ઘડા રૂપે અતિશયે કરી સ્થિર કરે) તે કુંભક કહેવાય છે. પૂરકમાં બાર આંગળ સુધીના બાહરના પવનને આકર્ષવામાં આવે છે. રેચકમાં નાભિકમલના ઉદરથી હલવે હળવે પવનને બાહર કાઢવામાં આવે છે અને કુંભકમાં પવનને ઘડારૂપે અતિશય સ્થિર કરવામાં આવે છે. વત્સ, આ પ્રમાણે ત્રિવિધ પ્રકારે પવનને જીતવાથી મનનો નિરોધ (વશ) થઇ શકે છે, કારણ કે, જ્યાં મન છે ત્યાં પવન અને જ્યાં પવન ત્યાં મન રહેલું હોય છે. તેવી રીતે પવનના જયથી આકુંચન તથા નિર્ગમન સાધીને વાયુનો સંગ્રહ અને ચિત્તનું એકાગ્રપણું સાધી (ચિંતન કરીને) સમાધિને વિષે નિશ્ચલતા પ્રાપ્ત થાય છે.”
મુમુક્ષુએ શંકા લાવી કહ્યું – “ભગવદ્ ત્યારે તો એમ સિદ્ધ થયું કે, ક્ષપકશ્રેણી પર આરોહણ કરતાં પ્રાણાયામનો ક્રમ અવશ્ય રાખવો જોઇએ. પ્રાણાયામના ક્રમ સિવાય ક્ષપકશ્રેણી પર આરોહણ થઇ શકે નહીં, એમ સમજવું.”
આનંદમનિ બોલ્યા- “વત્સ, એમ સમજવાનું નથી.દ્રવ્ય અને ભાવમાં ભાવનીજ પ્રધાનતા છે. પ્રાણાયામ કરે તો જ ક્ષપકશ્રેણીએ ચડી શકાય એવો કાંઇ નિયમ નથી. એ દ્રવ્ય છે. ક્ષપક પુરૂષનો ભાવ જ ક્ષપકશ્રેણીનું કારણ છે. પ્રાણાયામ વગેરે તો તેના આડંબર છે. તત્ત્વથી તો ભાવ જ પ્રધાન છે. મરૂદેવા વગેરે ઘણાં આત્માઓ કેવળ ભાવથી જ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા છે.”
મુમુક્ષુ સાનંદ વદને બોલ્યો- “ભગવન્, તે વિષે હવે હું નિઃશંક થયો છું. કૃપા કરી શુકલ ધ્યાનના પ્રથમ પાયાનું સ્વરૂપ સમજાવો.”
આનંદમુનિ હર્ષિત વદને બોલ્યા- “ભદ્ર, શુકલધ્યાનના પ્રથમ પાયાનું નામ સપૃથકત્વ, સવિતર્ક, સવિચાર છે. તેમાં વિતર્ક સહિત વત્તે તે સવિતર્ક, તેમજ વિચાર સહિત વર્તે તે સવિચાર અને પૃથd સહિત વત્તે તે સપૃથત્વ. આ ત્રણ વિશેષણ યુક્ત હોવાથી તેનું તે નામ સાર્થક છે. તેમાં મૃત શાસ્ત્રની ચિંતા રહે છે, તેથી તે સવિતર્ક છે. શબ્દ અર્થ તથા યોગાંતરમાં સંક્રમણ કરવાના તેમાં વિચાર થાય છે, તેથી તે વિચાર છે, અને દ્રવ્યગુણ પર્યાયાદિથી તેમાં અન્યપણું છે, તેથી તે સપૃથફત્વ છે. એટલે તે ધ્યાન ધરતાં અંતરંગ ધ્વનિરૂપ વિતર્ક થાય છે, કારણકે સ્વકીય નિર્મળ પરમાત્મ તત્ત્વ અનુભવમય અંતરંગ ભાવગત આગમના અવલંબનથી આ સવિતર્ક ધ્યાન છે. અને તેથી જે ધ્યાનમાં પૂર્વોક્ત વિતર્ક વિચારણા રૂપ અર્થથી અથતિરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી યોગાંતરમાં સંક્રમણ હોવાથી તે સવિચાર સંક્રમણ છે, તેમજ જે ધ્યાનમાં પૂર્વોક્ત તે વિતર્ક અને સવિચાર અર્થ વ્યંજન યોગાંતર સંક્રમણ રૂપ પણ શુદ્ધાત્માની પેઠે દ્રવ્યથી દ્રવ્યાંતરમાં અથવા ગુણોથી ગુણાંતરમાં અથવા પર્યાયોથી પર્યાવરમાં જાય છે, તેમાં સહભાવી તે ગુણ છે અને ક્રમભાવી તે પર્યાય છે.) તે દ્રવ્યગુણ પર્યાયાંતરોમાં જે ધ્યાનમાં અન્યત્વ પૃથકત્વ છે તે સપૃથકત્વ છે. આવા
Page 176 of 211
Page #177
--------------------------------------------------------------------------
________________
શુકલ ધ્યાનના પ્રથમ પાયાથી ધ્યાતા જીવ ઉત્તમ પ્રકારનો લાભ મેળવવાને ભાગ્યશાળી થાય છે. પ્રથમ તો તેનામાં એવા પ્રકારની કોઇ આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે કે જેથી તે શુદ્ધિ મુક્તિરૂપી લક્ષ્મીના મખને બતાવનારી થઇ પડે છે; કારણ કે, સવિતર્ક સવિચાર પૃથકુત્વ નામના શુક્લ ધ્યાનનો ધ્યાતા યોગીંદ્ર સમાધિનો શુદ્ધ ઉપાસક હોય છે.
ભદ્ર મુમુક્ષુ, અહિં એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે. જે એ શુકલ ધ્યાનનો પ્રથમ પાયો છે, તે પ્રતિપાતી કહેવાય છે, એટલે તે પતનશીલ ઉત્પન્ન થાય છે, તથાપિ તે એટલો બધો અતિ નિર્મળ છે કે, તેના પ્રભાવથી આ સોપાનપર રહેલા જીવને ઉપરના સોપાન ઉપર આરોહણ કરવાની ચાહના રહ્યા કરે છે. ભાઇ મુમુક્ષ, જો, આ સોપાન ઉપર છવીશ રત્નો પ્રકાશી રહ્યા છે, તેમાંથી બત્રીશ, બોંતેર અને એકસો આડત્રીશ કિરણોના જાળ નીકળે છે. આ દેખાવ ઉપરથી એવી સૂચના થાય છે કે, આ આઠમા સોપાનપર આવેલા જીવને નિદ્રાદ્વિક, (બે જાતની નિદ્રા) દેવદ્વિક, (બે દેવ જાતિ) પંચેન્દ્રિય જાતિ, પ્રશસ્ત વિહાયોગતિ બનવક (નવ જાતના બસ) વૈક્રિય, આહારક, તેજસ, કામણ, વૈક્રિયઉપાંગ, આહારક ઉપાંગ, આધ સંસ્થાન, નિર્માણ નામ, તીર્થંકર નામ, વર્ણ ચતુષ્ક (ચારવર્ણ), અગુરુલઘુ, ઉપઘાત અને ઉચ્છવાસ આ બત્રીસ કર્મ પ્રકૃતિનો બંધ-વ્યવચ્છેદ થવાથી છવીશ કર્મપ્રકૃતિનો બંધ કરે છે. અને છેલ્લા ત્રણ સંહનન અને સમ્યકત્વ મોહ આ ચારનો ઉદય વ્યવચ્છેદ થવાથી તે બોંતેર કર્મપ્રકૃતિ વેદે છે, એકંદર અહિં એકસોઆડત્રીસ કર્મપ્રકૃતિની સત્તા રહેલી છે. આ દેખાવ ઉપરથી આ વાત સિદ્ધ થાય છે. વત્સ, આ આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાનનું સ્વરૂપ હૃદયમાં રાખી તેનું મનન કરજે. જે ભવિષ્યમાં તારા આત્માને ઉપયોગી થઇ પડશે.”
આનંદર્ષિના આ વચનો સાંભળી મુમુક્ષુ અત્યંત ખુશી ખુશી થઇ ગયો. તેણે તે મહાત્માના ચરણમાં પ્રણામ કરી જણાવ્યું, “ભગવદ્, આ સોપાનના વૃત્તાંતે મારા હૃદયપર ઉંડી છાપ પાડી છે. શુક્લ ધ્યાન ધ્યાવાને માટે હૃદયભાવના ભાવે છે, અને એ ઉચ્ચ સ્થિતિની અભિલાષા કરે છે. આપ મહાનુભાવનો પ્રસાદ મારી એ ભાવના અને અભિલાષાને સફળ કરો.”
નવમું અંતિવૃત્તિકરણ ગુણસ્થાનક
આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય સુધી એક અંતર્મુહૂર્તનો હોય છે.
- આ ગુણસ્થાનકનાં પરિણામને-અધ્યવસાયને પ્રાપ્ત થયેલો જીવ પાછો તો નથી. નિવૃત્તિ એટલે પાછું વું અને અનિવૃત્તિ એટલે પાછું નહિ વું તે.
આ ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણિવાળા જીવો ઉપશમ સમકીતિ અને ક્ષાયિક સમકીતિ બન્ને પ્રકારના હોય છે અને ક્ષપક શ્રેણિવાળા જીવો ક્ષાયિક સમકતી હોય છે.
આ ગુણસ્થાનકમાં રહીને ઉપશમ શ્રેણિવાળા જીવો મોહનીય કર્મની વીશ પ્રકૃતિઓને જે ક્રમ કહેલો છે તે ક્રમ મુજબ ઉપશમાવે છે અને ક્ષપક શ્રેણિવાળા જીવો જે ક્રમ જણાવાશે એ ક્રમ મુજબ મોહનીય કર્મની વીશ પ્રકૃતિઓનો ક્ષય કરે છે તેની સાથે ને સાથે બીજા કર્મોની એટલે દર્શનાવરણીય કર્મની અને નામ કર્મની થઇને ૧૬ પ્રકૃતિઓનો પણ ક્ષય કરે છે. આ ગુણસ્થાનકના અસંખ્યાતા સમયોમાં જે જીવો જે સમયને પ્રાપ્ત કરે એટલે જે સમયમાં ચઢે છે તે સમયમાં જેવા પરિણામ એટલે અધ્યવસાય હોય છે. અર્થાત શુક્લધ્યાનનો પહેલો પાયો ધ્યાન રૂપે હોય છે. એવા
Page 177 of 211
Page #178
--------------------------------------------------------------------------
________________
જ પરિણામ ભૂતકાળમાં અનંતા જીવો એ સમયના અધ્યવસાયને પામેલા હતા અને ભવિષ્યમાં જે આત્માઓ આ ગુણસ્થાનકના એ સમયના અધ્યવસાયને પામશે એ બધાના અધ્યવસાયો એટલે પરિણામો એક સરખા જ હોય છે. આ સમય સમય ના અધ્યવસાયમાં એક એક કરતાં અનંત ગુણ અનંત ગુણ વિશુધ્ધિ પ્રાપ્ત થતી જાય છે અને એ પરિણામની વિશુધ્ધિથી જે જે સમયે જે પ્રકૃતિઓનો નાશ થતો હોય તે પ્રમાણે નાશ થતો જ જાય છે અને અનંત ગુણ વિશુધ્ધિ વધતી જાય છે. આ ગુણસ્થાનકમાં કષાય સ્થુલ રૂપે ઉદયમાં રહેતો હોવાથી બાદર રૂપે રહેતો હોય છે. આ ગુણસ્થાનકનું બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે, સંપરાય = કષાય.
નવમ સોપાન (અનિવૃત્તિ ગુણસ્થાન)
જેમની મનોવૃત્તિ સર્વાત્મભાવમાં લીન થયેલી છે, જેમના હૃદયમાં આ જગા જીવોના કલ્યાણના ચિંતવનનો પ્રવાહ વહન થયા કરે છે અને જેઓ સર્વદા કરૂણાના મહાસાગરમાં મગ્ન થયેલા છે, એવા મહાત્મા આનંદસૂરિ પોતાના ભક્ત, અને ધર્મ પ્રેમી મુમુક્ષુને વિશેષ બોધ આપવાની ઇચ્છાથી બોલ્યા, ભદ્ર “આ તત્ત્વમય સૂચનાઓથી ભરપૂર એવી આ નીસરણીના નવમા પગથીઆ ઉપર દ્રષ્ટિ કર. આ સુંદર સોપાન અનિવૃત્તિબાદર નામના નવમા સ્થાનથી ઓળખાય છે. તે પગથીઆની અંદર નવ રેખાઓ દેખાય છે,તે તેના નવ ભાગને સૂચવે છે. તેની આસપાસ બાવીશ ઝાંખા તિલકો દેખાય છે અને આ સોપાનમાંથી બાવીશ, છાસઠ, અને પાંત્રીસ અંશુઓ સ્ફુરણાયમાન થાય છે અને તે એકંદર એકસોત્રણની સંખ્યાએ દેખાય છે. ભદ્ર, તે સર્વની ગણના કરવી હોય તો ધ્યાન આપીને ગણી લેજે.”
આ નવમા સોપાનનો સંબંધ આઠમા સોપાનની સાથે હોવાથી તે બંનેની ઘટના મળતી આવે છે. આ સોપાનના દેખાવોની સૂચના ધ્યાનપૂર્વક સાંભળજે.
મુમુક્ષુ આનંદપૂર્વક બોલ્યો - “ભગવન્, હૃદયમાં જીજ્ઞાસા પ્રબળતાને ધારણ કરે છે અને આપની વાણી સાંભળવાને નવ નવ ભાવનાઓ પ્રગટ થાય છે. કૃપા કરી આ સોપાનની ઉત્તમ સૂચનાઓ દર્શાવો.”
આનંદર્ષિ ઉત્સાહથી બોલ્યા - “ભદ્ર, આ નવમા સોપાનનું નામ અનિવૃત્તિબાદર છે. આ સંસારના જે ભોગવિલાસ જોયાં હોય, સાંભળ્યા હોય તેમજ અનુભવ્યા હોય, તેની આકાંક્ષા કે તેમને માટેના સંકલ્પ વિકલ્પોનો આ સ્થાને અભાવ છે, તેથી આસ્થાનમાં નિશ્ચય પ્રધાન પરિણતિરૂપ પરમાત્માના એકત્વ રૂપ ભાવની નિવૃત્તિ થતી નથી, તેથી આ સ્થાન અનિવૃત્તિ છે, અને અપ્રત્યાખ્યાન વગેરે બાર કષાય તથા નવ નોકષાયને ઉપશમાવવા તેમજ તેમનો ક્ષય કરવા માટે
ઘણો જ ઉધમ થાય છે તેથી તેમાં બાદર પદ વધારેલું છે. તે સર્વ સંદર્ભિત અર્થને લઇને આ નવમું સોપાન અનિવૃત્તિબાદર નામથી ઓળખાય છે. આ ગુણસ્થાન પર ક્ષપક આત્મા પોતાનામાં યોગ્યતા પ્રાપ્ત કરી આરોહણ કરે છે. આ પગથીઆની અંદર જે નવ ભાગને દર્શાવતી નવ રેખાઓ દેખાય છે, તે આ નવમા ગુણસ્થાનના નવ વિભાગ સૂચવેલા છે. ક્ષપક આત્મા જ્યારે આ સોપાન ઉપર આરૂઢ થાય છે, ત્યારે તે કર્મની પ્રકૃતિઓનો નવ પ્રકારે ક્ષય કરે છે. (૧) નરકગતિ, (૨) નરકાનુપૂર્વી, (૩) તિર્થંગ્ગતિ, (૪) તિર્યંચાનુપૂર્વી, (૫) સાધારણનામ, (૬) ઉદ્યોત નામ, (૭) સૂક્ષ્મ, (૮)
Page 178 of 211
Page #179
--------------------------------------------------------------------------
________________
દ્વીંદ્રિયજાતિ, (૯) ટીંદ્રિય જાતિ, (૧૦) ચતુરિંદ્રિય જાતિ, (૧૧) એકેંદ્રિય જાતિ, (૧૨) આતપનામ, (૧૫) ત્રણ સત્યાનદ્ધિ અને (૧૬) સ્થાવર ત્યાનધિં નામ-આ કર્મની સોળ પ્રકૃતિનો ક્ષય પ્રથમ ભાગમાં કરે છે. બીજા ભાગમાં અપ્રત્યાખ્યાન કષાય તથા પ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો ક્ષય કરે છે. ત્રીજા ભાગમાં નપુંસક વેદનો ક્ષય કરે છે. ચોથા ભાગમાં સ્ત્રીવેદનો ક્ષય કરે છે. પાંચમાં ભાગમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા -એ નોકષાયનો ક્ષય કરે છે. છઠ્ઠા ભાગમાં અતિ નિર્મળ ધ્યાનના પ્રભાવથી પુરૂષ વેદનો ક્ષય કરે છે. સાતમા ભાગમાં સંજ્વલન ક્રોધનો ક્ષય કરે છે અને આઠમા ભાગમાં સંજ્વલન માનનો અને નવમા ભાગમાં સંજ્વલન માયાનો ક્ષય કરે છે. વત્સ, એ ઉત્તમ સૂચના દર્શાવાને માટે નવ રેખાઓનો દેખાય કેવો મનોહર આપેલો છે ? તેની ઉપર જે બાવીશ ઝાંખા તિલકો દેખાય છે, તે એવું સૂચવે છે કે, આ ગુણસ્થાનમાં વર્ણનારો જીવ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા આ ચારનો વ્યવચ્છદ હોવાથી બાવીશ પ્રકૃતિનો બંધ કરે છે. જે છાસઠ અને પાત્રીશ અંશુઓ ભાયમાન થાય છે, તે ઉપરથી એવી સૂચના દર્શાવી છે કે, એ સોપાન પર રહેલા મુનિને છ પ્રકારના હાસ્યનો ઉદય વચ્છેદ થવાથી તે છાસઠ પ્રકૃતિને વેદે છે અને નવમા અંશમાં (ભાગમાં) માયા પર્યત પ્રકૃતિઓનો ક્ષય કરવાથી પાંત્રીશ પ્રકૃતિનો વ્યવચ્છેદ થાય છે. અને જેથી એકંદર એકસોકસની સંખ્યા દેખાય છે, તે એવું સૂચવે છે કે, પેલી જે પાંત્રીશ પ્રકૃતિનો વ્યવચ્છેદ થવાથી અહિં એકસો ત્રણ પ્રકૃતિની સત્તા છે.
વત્સ, આ પ્રમાણે આ સોપાનની ચમત્કારી બીના છે. અહીં વર્તનારા ક્ષેપકને એવો કોઇ ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે કે, જેને માટે અનુભવી મહાત્માઓ ઉત્તમ આશય દર્શાવે છે.”
મમક્ષએ મગ્ન થઇને જણાવ્યું - “ભગવન, આપની વાણી યથાર્થ છે. આ સોપાનની સમદ્ધિ પ્રાપ્ત કરવાને હૃદયમાં ઉત્તમ ભાવનાઓ પ્રગટ થાય છે અને હૃદયના પરિણામ
ત્યની પુષ્ટિને ધારણ કરે છે. જે જીવો આ પવિત્ર પગથીઆના પ્રદેશને પ્રાપ્ત થયેલા હોય, તેમને ધન્યવાદ ઘટે છે, અને તેમણે પ્રાપ્ત કરેલ મનુષ્ય જન્મ સર્વ રીતે કૃતાર્થ થયેલું છે. હું પણ મારા હૃદયમાં આશા રાખું છું કે, આ આત્મા તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાને સદા ભાગ્યશાળી થાય.”
દશમું સૂનમ સપરાય ગુણસ્થાન
નવમાં ગુણસ્થાનકમાં બાદર કષાયોને ઉદયથી ભોગવી એનો સંપૂર્ણ નાશ કરે છે અને સંવલન લોભ કષાયનો પણ બાદર એટલે સ્થલ રૂપે રહેલા યુગલોને પણ ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરી જ્યારે સૂક્ષ્મ કીટ્ટી રૂપે સંજ્વલન કષાય ઉદયમાં ભોગવવાનો બાકી રહે ત્યારે નવમું ગુણસ્થાનક સમાપ્ત થાય છે અને જીવ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના અધ્યવસાયને પામે છે.
આ ગુણસ્થાનકમાં રહેલો જીવ ક્ષપકશ્રેણિવાળો જે હોય તે સંજ્વલન લોભનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરી રહેલો તે સંજ્વલન લોભનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરી રહેલો હોય છે એ પુરૂષાર્થમાં એક એક સમયે સંજ્વલન લોભ કષાયનો જે રસ હોય છે તે રસ કીટ્ટીઓનાં અનંતા અનંતા ટુકડા કરીને તેમાંથી એક ટુકડો રાખીને બાકીના અનંતા ટુકડાઓને ભોગવીને નાશ કરે છે બાકી રહેલા એક ટુકડાના પાછા અનંતા ટુકડા કીટ્ટીઓ રૂપે કરે છે અને તેમાંથી એક ટુકડો રાખીને અનંતાનો નાશ કરે છે એ રીતે હજારો વાર સુધી સમયે સમયે અનંતા અનંતા ટુકડાઓ
Page 179 of 211
Page #180
--------------------------------------------------------------------------
________________
કરી કરીને એક એક ટુકડો રાખી રાખીને સંપૂર્ણ લોભનો નાશ કરે છે. આ પુરૂષાર્થ કરવામાં જીવને જે પરિશ્રમ (થાન) પડે છે તેમાં જ્ઞાની ભગવંતોએ લખ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા કોટાકોટી યોજનનો રહેલો છે કે જે એક યોજન = ૩૨૦૦ માઇલ એવા સમુદ્રને કોઇ જીવ બે ભુજાથી. તરીને સામે કાંઠે જાય એટલે એ સમુદ્રને સંપૂર્ણ તરતા જેટલો થાક લાગે એટલો થાક આ લોભને કાઢવામાં લાગે છે. અને જ્યારે એ સંજ્વલન લોભ આ રીતે ઉદયમાંથી સંપૂર્ણ નાશ પામે કે તરત જ સત્તામાંથી પણ નાશ પામે છે અને દશમા ગણસ્થાનકનો કાળ પૂર્ણ થાય છે.
શમ સોપાનો (સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન)
શાંતિના મહાન સાગરમાં સદા મગ્ન રહેનારા. પરોપકારના મહાન વ્રતને ધારણ કરનારા અને વિશ્વજનોના ઉદ્ધારને માટે નિરંતર નિર્દોષ પ્રવૃત્તિ કરનારા મહાનુભાવ આનંદસૂરિ આનંદ સાગરમાં તરતા આ પ્રમાણે બોલ્યા - “ભદ્ર મુમુક્ષ, હવે આ નીસરીણીના દશમાં સોપાન તરફ દ્રષ્ટિપાત કર. એ સોપાનની આસપાસ જે દેખાવ આવેલો છે, તેને સૂક્ષ્મતાથી અવલોકન કર. આ સોપાન દર્શનીય અને બોધનીય છે, તે સાથે આત્માની ઉત્કૃષ્ટ સ્થિતિને દર્શાવનાર અને શાંતિરૂપ સુધાને વર્ષાવનાર છે.
વત્સ, આ સોપાનનું નામ સુમપરાય ગુણસ્થાન છે, સૂક્ષ્મ રહેલો છે. સંપરાય એટલે કષાય જેમાં તે સુક્ષ્મ સંપરાય કહેવાય છે. અહીં સુક્ષ્મ પરમાત્મતત્ત્વ ભાવના બળથી સત્તાવીશ પ્રકૃતિરૂપ મોહ ઉપશાંત થતાં અને ક્ષય થતાં એક સૂક્ષ્મ અંડરૂપ લોભનું અસ્તિત્વ જ્યાં છે, તેથી આ દશમા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સંપરાય પડેલું છે. નવમા પગથીઆ ઉપર આવેલો ક્ષપકગુણી ત્યાંથી. આગળ વધી આ દશમાં સૂક્ષ્મ સંપરામ સોપાન ઉપર આવે છે. જ્યારે તે અહીં ચઢે છે, ત્યારે ક્ષણમાત્રમાં સંજવલનના સ્થલ લોભનો ક્ષય કરતાં આરોહ કરે છે. વત્સ, જો આ સોપાનની આસપાસ સત્તર રત્નમય ગ્રંથિઓ દેખાય છે અને તેમાંથી સાઠ કિરણા નીકળે છે. જેની આસપાસ બીજો એકસો બે કિરણોનું વૃંદ ફુરી રહ્યું છે.”
મુમુક્ષુએ હૃદયમાં આનંદ પામીને કહ્યું, ભગવન્, આ દેખાવ ઘણો રમણીય લાગે છે, તેમાંથી જે સૂચના ઉદ્ભવતી હોય તે કૃપા કરી સમજાવો.
આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, જે આ સત્તર રત્નમય ગ્રંથિઓ છે, તે એવું સૂચવે છે કે, આ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન પર આરૂઢ થયેલો જીવ સત્તર પ્રકૃતિનો બંધ કરે છે. કારણ કે, આ સ્થાનપર આવેલા જીવને પુરૂષવેદ તથા ચાર સંજ્વલનનો બંધ વ્યવચ્છેદ થવાથી તે સત્તર પ્રકૃતિનો બંધ થાય છે, અને અહિં ત્રણ વેદ તથા ત્રણ કષાયનો ઉદ વ્યવચ્છેદ થવાથી તે સાઠ પ્રકૃતિ વેદે છે. તે આ સાઠ કિરણોથી સૂચવાય છે. અને જે આ એકસો બે કિરણોનું વૃંદ Úરી રહ્યું છે, તે એવી સૂચના કરે છે કે, આ સ્થાને માયાની સત્તાનો વ્યવચ્છેદ થવાથી એકસો બે પ્રકૃતિની સત્તા છે, વત્સ, આ વાત નિરંતર લક્ષમાં રાખવાની છે. આ પગથીઆને માટે અધિકારી થયલા ક્ષેપક મુનિઓ આત્માની ઉચ્ચ સ્થિતિના પૂર્ણ અનુભવી બને છે અને પોતાના ગુણોના ગૌરવને વધારે છે.” | મુમુક્ષુ આનંદ વદને બોલ્યો – “ભગવદ્, આપની આ વાણી સાંભળી મારા અંતરમાં આનંદનો મહાસાગર ઉછળે છે અને શરીર રોમાંચિત્ત થઇ જાય છે, તથાપિ હૃદયના એક પ્રદેશમાં
Page 180 of 211
Page #181
--------------------------------------------------------------------------
________________
જરા શંકાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને દયા લાવીદૂર કરો.”
આનંદસૂરિ બોલ્યા, “ભદ્ર, શી શંકા છે ? તે ખુશીથી પ્રગટ કર.”
મુમુક્ષુ બોલ્યો- ભગવન્, આપે કહ્યું કે, આ દશમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ ખંડરૂપ લોભનું અસ્તિત્વ રહે છે, તો તેનું શું કારણ છે ? તે સમજાવો.
આનંદમુનિએ ઉત્સાહથો જણાવ્યું, ભદ્ર, એ વાતનું સ્પષ્ટીકરણ આગળ થઇ શકશે; કારણકે, આઠમા, નવમા, દશમા, અગીયારમા અને બારમા ગુણસ્થાનોને એક બીજાની સાથે પરસ્પર સંબંધ રહેલો છે, તેથી બારમા સોપાન સુધી સામાન્ય વિવેચન કરી પછી તને બધી સમજુતી આપીશ, એટલે તારી શંકા તદન પરાસ્ત થઇ જશે.
મમક્ષએ પ્રાંજલિ થઇને કહ્યું, “ભગવન, આપનો મારીપર અનુગ્રહ છે. તેથી હું આપની પાસેથી નિઃશંક થઇ ઉત્તમ લાભ સંપાદન કરીશ. હવે આગળની સૂચનાઓ કૃપા કરી દર્શાવો અને સમજાવો.”
અગ્યારમું ઉપશાંત મોહ ગુણસ્થાન
આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણિવાળા જીવોજ આવી શકે છે. ઉપશમ સમકીતી જીવો અથવા ક્ષાયિક સમકીતી જીવો હોય છે.
પહેલા ત્રણ સંઘયણવાળા જીવો આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. આ ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પતન પામે છે એટલે જે રીતે મોહનીય કર્મનો ઉપશમ કરીને ચઢયા હોય એ રીતે પાછા ઉતરે છે અને ઉપશમ સમકીતી જીવો ચોથા ગુણસ્થાનકે આવી બીજ ગુણસ્થાનકે જઇ પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત થઇ શકે છે અને યાવત્ નિગોદમાં પણ જાય છે.
હાલ નરકમાં અગ્યારમેથી પડેલા અસંખ્યાતા છે. નિગોદમાં અનંતા રહેલા છે.
જે જીવોનું આયુષ્ય અગ્યારમાં ગુણસ્થાનકે પૂર્ણ થઇ જાય તે જો પહેલા સંઘયણવાળા જીવો. હોય છે તે મરણ પામી અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જે બીજા, ત્રીજા સંઘયણવાળા જીવો હોય છે તે મરણ પામીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે પણ અનુત્તરમાં ઉત્પન્ન થતાં નથી.
આ જીવોને મોહનીય કર્મની અટ્ટાવીશ પ્રકૃતિઓમાંથી એકેય પ્રકૃતિનો ઉદય હોતો નથી પણ સત્તામાં કેટલાક જીવોને મોહનીયની ર૮ હોય છે. કેટલાક જીવોને અનંતાનબંધિ ૪ કષાય વિના ૨૪ની સત્તા હોય છે અને કેટલાક જીવોને દર્શન સપ્તક વિના એકવીશ પ્રકૃતિઓની સત્તા હોય છે.
દર્શન મોહનીયની-સમ્યકત્વ મોહનીય-મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય આ ત્રણની સર્વથા ઉપશમના હોવા છતાં એટલે ઉપશમ હોવા છતાં ત્રણેયનો અંદરો અંદર સંક્રમ ચાલુ હોય છે.
એડાશ સોપાના (ઉપશાંતમોહ ગુણસ્થાન)
શુદ્ધ હૃદયમાં પરમાત્માનું જ ચિંતવન કરનારા અને આ વિશ્વની ક્ષણિક સ્થિતિને માનનારા મહાનુભાવ આનંદસૂરિ મેઘના જેવી વાણીથી બોલ્યા-ભદ્ર, આ અગીયારમાં સોપાન ઉપર દ્રષ્ટિ કર. આ સોપાન ઉપશાંતમોહ નામના ગુણસ્થાનથી ઓળખાય છે. ઉપશમકજ મુનિ ઉપશમ મુર્તિરૂપ સહજ
Page 181 of 211
Page #182
--------------------------------------------------------------------------
________________
સ્વભાવબલથી સર્વ મોહકર્મને અહિં ઉપશાંત કરે છે, તેથી આ ગુણસ્થાનનું નામ ઉપશાંતમોહ કહેવાય છે. વત્સ, આ સોપાનના દેખાવોનું બારીકપણે અવલોકન કર. આ પગથીઆની અંદર નીચે પડતો ઢાળ રહેલો છે, તેની પાસે બીજી ઉપર જવાની નાની નાની સીડીઓ આવેલી છે. આ સોપાનની પાસે એક રત્નમયગ્રંથિ દેખાય છે, અને તેમાંથી ઓગણસાઠ કિરણો નીકળે છે, અને ઉપર જોતાં એકસો ઉડતાલીશ સૂક્ષ્મ કિરણોનું એક વૃંદ સ્ફુરી રહ્યું છે, તે ઘણુંજ મનોહર લાગે છે. મુમુક્ષુ સસ્મિતવદને બોલ્યો – “ભગવન્, આ સોપાનની શોભા જોઇ મારા હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉછળે છે. આ દેખાવ ઉપરથી અને નામ ઉપરથી મને ખાત્રી થાય છે કે, આ સોપાનની ખુબી કોઇ વિલક્ષણજ હશે. તેનો દેખાવ જોતાંજ આ સંસારનો મોહ નિર્મૂલ થતો હોય, તેવો આભાસ થાય છે. તે સાથે મારૂં હૃદય સાક્ષી પૂરે છે કે, અહિંથી મને કોઇ ઉત્કૃષ્ટ બોધનો લાભ થશે. મહાનુભાવ, આપ કૃપા કરી આ દેખાવનું વિવેચન મને સત્વર કહી સંભળાવો. તે સાંભળવાને મારૂં હૃદય અતિ ઉત્સુક થાય છે.”
આનંદમુનિ અંગપર ઉમંગ લાવીને બોલ્યા- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં જે જીવ ઉપશમક હોય તે આવે છે. પ્રથમ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જે બે શ્રેણીઓ વિષે કહેવામાં આવ્યું હતું, તેમાં ક્ષપકશ્રેણીને માટે તે સ્થળે યોગ્યતા કહી હતી, અને જે બીજી ઉપશમશ્રેણી છે, તેનો ઉપયોગ અહિં થાય છે.”
ઉપશમશ્રેણી કેવા મુનિ કરે છે ? તેને માટે મેં તને આગળ કહેલ છે. આ પગથીઆની અંદર જે ઢાલ દેખાય છે, તે અવું સૂચવે છે કે, આ ઉપશાંતમોહ સોપાન ઉપરથી કોઇવાર નીચે પડી જવાય છે. અહીં વર્તનાર ઉપશાંત મુનિને જ્યારે ચારિત્ર મોહનીયનો તીવ્ર ઉદય થાય છે, ત્યારે તે અહિંથી નીચે પડી જાય છે, એટલે પુનઃ મોહજનિત પ્રમાદથી તે પતિત થઇ જાય છે. કોઇ અનુભવી મહાત્માએ તે ઉપરથી આ ગુણસ્થાનને જળનીસાથે સરખાવ્યું છે. જેમ પાણીમાં મલ નીચે બેસી જવાથી પાણી નિર્મળ થાય છે, પણ પુનઃ કોઇ નિમિત્ત કારણથી પાછું મલિન બની જાય છે, તેવી રીતે આ ગુણસ્થાનપર વર્તનારા જીવને બને છે. શ્રુત કેવળી, આહારક શરીરી, ૠજુમતિ-મન:પર્યવજ્ઞાની અને ઉપશાંત મોહીઆ સર્વે પ્રમાદને વશ થઇ અનંત ભવ કરે છે ચાર ગતિમાં વાસ કરે છે. એવી વાત એક મહાત્માએ જણાવેલી છે. મુમુક્ષુએ હૃદયમાં દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યો- “મહાત્મન, આ ઉપશાંત મોહ ગુણસ્થાનમાં આત્માને લગતા કયા કયા ગુણો હોય અને અહિં વર્તનારા ઉપશમક જીવો ગુણસ્થાનોમાં કેવી રીતે ચડે છે ? અને કેવો રીતે પડે છે ? તે કૃપા કરી સમજાવો.” મુમુક્ષુના મુખથી આ ઉભય પ્રશ્નો સાંભળી આનંદર્ષિ હૃદયમાં આનંદિત થઇ ગયાં. એટલે મુમુક્ષુની બુદ્ધિમાં બોધના બળથી પ્રશ્ન કરવાની આવી શક્તિ જોઇ, તેઓ અત્યંત ખુશી થઇ ગયા. તે સસ્મિત વદને બોલ્યા :- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનમાં ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમચારિત્ર અને ઉપશમજનિતભાવ હોય છે, માત્ર ક્ષાયિક તેમજ ક્ષાયોપશમિક ભાવ હોતો નથી. એટલે અહીં ચડનારો આત્મા ઉપશમ સહિત સમ્યક્ત્વ, ચારિત્ર અને ઊપશમ જનિત ભાવ પ્રાપ્ત કરી શકે છે. ભદ્ર, ઊપશમકજીવો ગુણસ્થાનકોમાં કેવી રીતે ચડે છે અને પડે છે ? તે સાવધાન થઇને સાંભળ. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી નવમા અનિવૃત્તિબાદર ગુણસ્થાનમાં જાય છે, અને ત્યાંથી દશમા સૂક્ષ્મ સંપરાયમાં જાય છે અને તેમાંથી આ અગીયારમા ઊપશાંતમોહ ગુણસ્થાનમાં જાય છે. જો આઠમાઅપૂર્વકરણ વગેરે ચારે ગુણસ્થાનોમાં લથડે છે, તો તે પડતાં પડતાં (ઊપશમ
Page 182 of 211
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રેણીવાળા) મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી જાય છે. આ સ્થળે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે કે, જો તે જીવ ચરમ શરીરી હોય તો તે સાતમા ગુણસ્થાન સુધી આવીને ફરીવાર તે સાતમા ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી કરવા માંડે છે પરંતુ જેણે એકવાર ઊપશમ શ્રેણી કરી હોય તેજ ક્ષપક શ્રેણી કરી શકે છે અને જેણે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી કરી હોય તે તેજ ભવમાં ક્ષપકશ્રેણી કરી શકતા નથી. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે.”
મુમુક્ષુ સાનંદ થઇને બોલ્યો. “ભગવન્, હું નિઃશંક થયો છું તથાપિ એક પ્રશ્ન કરવાની ઇચ્છા થાય છે. આપે જે ક્ષપક અને ઉપશમ શ્રેણી કરવાના સંબંધમાં કહ્યું, તે મારા લક્ષમાં આવ્યું છે; પરંતુ ઉપશમ શ્રેણીવાળા જીવોને કેટલા ભવ થતા હશે ? તે જાણવાની ઇચ્છા છે, તો કૃપા કરી તે સમજાવો.” આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા- “વત્સ, આ સંસારમાં એક જીવને આશ્રી અનેક ભવમાં થઇ ચારવાર ઉપશમ શ્રેણી થાય છે અને એક ભવમાં બેવાર ઉપશમ શ્રેણી થાય છે.” મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો, ભગવન્, મારી શંકા પરાસ્ત થઇ ગઇ છે, તથાપિ એક બીજી જિજ્ઞાસા પ્રગટ થઇ આવી છે. ઉપશમશ્રેણીમાં જીવ કેવી રીતે ઉપશમ કરે છે ? તે જાણવાને હૃદય આતુર બન્યું છે. આનંદર્ષિ બોલ્યા, “ભદ્ર, તારી આ જિજ્ઞાસા યથાર્થ છે. સાંભળ, પ્રથમ જીવ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ઉપશમ કરે છે, પછી મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વ મોહને ઉપશમભાવે છે, પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, છ નોકષાયને ઉપશમાવે છે. પછી અનુક્રમે પુરૂષવેદ, અપ્રત્યાખ્યાનીક્રોધ, પ્રત્યાખ્યાનીક્રોધ, સંજ્વલન ક્રોધ, અપ્રત્યાખ્યાનીમાન, પ્રત્યાખ્યાનીમાન, સંજ્વલનમાન, અપ્રત્યાખ્યાનીમાયા, પ્રત્યાખ્યાનીમાયા, સંજ્વલનમાયા અને તે પછી અપ્રત્યાખ્યાનીલોભ પ્રત્યાખ્યાનીલોભ અને સંજ્વલનલોભ -એમ અનુક્રમે ઉપશાંત કરે છે.”
મુમુક્ષુ પ્રસન્નવદને બોલ્યો, મહાનુભાવ, ઉપશમશ્રેણીમાં જીવ કેવી રીતે ઉપશમ કરે છે તે વાત સમજ્યો, પરંતુ હવે એક પ્રશ્ન માત્ર કરવાની ઇચ્છા થાય છે, તે એકે ઉપશમશ્રેણીવાળા મોક્ષ યોગ્ય કેવી રીતે થઇ શકે છે ? અને ઉપશમજ અપૂર્વાદિ ગુણસ્થાનોમાં શું કરે છે તે જાણવાની જીજ્ઞાસા છે, તો તે જણાવી કૃપામાં વધારો કરશો ? આનંદસૂરિ ઘણાજ આનંદ સાથે બોલ્યા, હે ભદ્ર, સાત લવ, એક મુહુર્તનો અગીયારમો ભાગ છે, તેવા સાત લવ આયુષ્ય જેને બાકી રહ્યું છે, એવા ઉપશમશ્રેણી ખંડિત કરનારા પરાંઙમુખ થયેલા, સાતમા ગુણસ્થાનમાં આવીને ફ્રી ક્ષપકશ્રેણી માંડીને સાત લવની વચમાં ક્ષીણમોહ ગુણસ્થાન પ્રાપ્ત કરી અંતઃકૃત કેવળી થઇ મોક્ષગમન કરે છે, તેકારણથી દુષણ નથી. તથા જે પુષ્ટાયુવાલા ઉપશમશ્રેણી કરે છે, તે અખંડિતશ્રેણીથી ચારિત્ર મોહનીયનો ઉપશમ કરીને અગીયારમા ગુણસ્થાને પહોંચી ઉપશમશ્રેણી સમાપ્ત કરી નીચે પડે છે. હવે ઉપશમકજ અપૂર્વાદિ ગુણસ્થાનોમાં સંજ્વલન લોભ વર્જિને બાકીની મોહનીય કર્મની વીશ પ્રકૃતિ, અપૂર્વ કરણ તથા અનિવૃત્તિ બાદર, આ બે ગુણસ્થાનમાં ઉપશમાવે છે; ત્યાર પછી અનુક્રમે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં સંજ્વલન લોભને સૂક્ષ્મ કરે છે, ત્યાર પછી અનુક્રમે ઉપશાંત મોહ ગુણસ્થાનમાં તે સુક્ષ્મલોભને સર્વથા ઉપશમાવે છે.
મુમુક્ષુ, અંતરંગ આનંદને દર્શાવતો બોલ્યો- “ભગવન્, હું સર્વ પ્રકારે નિઃશંક થયો છું. આ ઉપશાંત મોહનો પ્રભાવ સાંભળી મારો આત્મા ઉપશાંતમોહ થવાની ભાવના ભાવે છે. હવે આ મનોહર દેખાવની સૂચનાનું સ્પષ્ટીકરણ કરી મારા બોધમાં વૃદ્ધિ કરવાની કૃપા કરો.”
Page 183 of 211
Page #184
--------------------------------------------------------------------------
________________
આનંદમુનિ બોલ્યા- “વત્સ, આ પગથીઆ ઉપર જે ઉપર જવાની નાની નાની સીડીઓ છે, તે એમ સૂચવે છે કે, અહિં આવેલો જીવ ચડે છે અને પડે છે. જેને માટે મેં તને પ્રથમ સમજાવ્યું છે. ભદ્ર, જો, જે આ રત્નમય એક ગ્રંથિ દેખાય છે, તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલો ઉપશમક જીવ શાતા વેદનીયરૂપ એકજ પ્રકૃતિનો બંધ કરે છે; જે તેની પાસે આ ઓગણસાઠ કિરણો પ્રકાશ છે, તે એવું સૂચવે છે કે, અહિં વર્તતો જીવ ઓગણસાઠ પ્રકૃતિ વેદે છે. તેની આસપાસ જે એકસો અડતાળીશ સૂક્ષ્મ કિરણોનું જાળ ફુરે છે, તે એમ દર્શાવે છે કે, અહિં એકંદરે એકસો અડતાળીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટિ સત્તા છે. વત્સ, આ પ્રમાણે આસોપાનનો દેખાવ હેતુપૂર્વક છે અને હૃદયથી મનન કરવા યોગ્ય છે.”
આનંદસૂરિની વાણી સાંભળી મુમુક્ષુ પ્રસન્ન થઇ ગયો અને તેણે તે મહાત્માને પુનઃ ભક્તિપૂર્વક વંદના કરી.
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ
ક્ષયોપશમ સમકિતિ જીવો ૪ થી ૭ ગુણસ્થાનકે રહેલા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરવા માટે ઉપશમ સમકિત પામવાની શરૂ આત કરે છે તથા આયુષ્ય અબંધક-આયુષ્યબંધક ક્ષાયિક સમકિતિ જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છ આ જીવો ઉપશમ સમકિત પામવાની શરૂઆત કરે તેમાં અનંતાનુબંધી ૪ કષાયની. વિસંયોજના (ક્ષપના) કરે છે તે આ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયનો નાશ, ૩ કરણપૂર્વક (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ) કરે છે. ૨ તથા ૩ જા કરણમાં ઉદૃવનાવિદ્ધ યુક્ત ગુણ સંક્રમ વડે ૧ ઉદયાવલિકા સિવાયના બાકીના સર્વ દલિકોનો નાશ કરે છે. ઉદયાવલિકાને કોઇ કરણ લાગતું નથી જેથી તિબુકસંક્રમ વડે સ્વજાતિય વેધમાન પ્રકૃતિમાં સંક્રમીને દૂર થાય છે ત્યારબાદ અંતર્મુહર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષકર્મમાં પણ સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણી થતાં નથી કારણકે પછી મોહનીયની ૨૪ની સત્તાવાળો થતો સ્વભાવસ્થ રહે છે.
કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરે છે તે આ પ્રમાણે - અનંતાનુબંધીની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં ૩ કરણ અને ૪થી ઉપશમઅધ્ધા એટલે કે અંતઃકરણ પૂર્વક થાય છે. સ્થિતિઘાતાદિ પાંચે વાના અનંતાનુબંધીના કરે છે. અનંતાનુબંધીનો ઉદય નહિ હોવથી નીચેની ૧ આવલિકા રાખીને અંતઃકરણના પ્રદેશોને બધ્યમાન સજાતિય પ્રકૃતિમાં સંક્રમીને નાશ કરે છે. અંત:કરણના દલિકોને સંક્રમાવતાં સ્થિતિઘાત જેટલો વખત લાગે છે. અંત:કરણની ક્રિયા શરૂ થાય તેના બીજા સમયથી અંત:કરણની ઉપરની સ્થિતિ (દ્વિતીય) ગત અનંતાનુબંધીના દલિકોને સમયે સમયે અસંખ્યાતગુણા ઉપશમાવીને અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ ઉદય સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તના-નિદ્વતિ-નિકાચના અને ઉદિરણાને અયોગ્ય કરે છે પ્રદેશોય પણ થતો નથી.
- આ રીતે ૪ની ઉપશમના કરીને દર્શન મોહનીયની ૩ પ્રકૃતિઓની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરે છે.
મતાંતર (શ્રમણપણામાં જ કરે છે) ત્રણેકરણ કરવાપૂર્વક અંત:કરણ કરે છે. અંતઃકરણ નીચેની પહેલી સ્થિતિ- તેમાં મિથ્યાત્વ-મિશ્રમોહનીયના દલિકોને આવલિકા પ્રમાણ કરે છે. અને
Page 184 of 211
Page #185
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ મોહનીયના દલિકો અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે મિથ્યાત્વ-મિશ્રમોહનીયના દલિકો અનુદિત છે અને સમક્તિ મોહનીય ઉદય પ્રાપ્ત છે.
અંતઃકરણના ત્રણે જાતના દલિકોને સમકિતમાં એટલે પહેલી સ્થિતિમાં નાંખે છે અને પહેલી સ્થિતિના મિથ્યાત્વ મિશ્રને સ્તિબુક સંક્રમથી સમકિતની ઉદયાવલિકામાં સંક્રમાવે છે અને સમકિતને વિપાકોદયદ્વારા અનુભવતો ક્ષીણ કરે છે અને ઉપશમ સમ્યદ્રષ્ટિ થાય છે.
અંતઃકરણ ઉપરની જે બે સ્થિતિ છે તેના ત્રણે પ્રકારના દલિકોને અનંતાનુબંધીની માફ્ક ઉપશમાવે છે. બાકીના વિગત ઉપશમસમકિતની પ્રાપ્તિમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં-મિથ્યાત્વને મિશ્ર તથા સમકિતમાં તથા મિશ્રને સમકિતમાં ગુણસંક્રમ થાય છે. ગુણ સંક્રમના અંતવિધાત સંક્રમવડે તેજ પ્રમાણે સંક્રમ થાય છે.
આ પ્રમાણે દર્શન-ત્રિકની ઉપશમના કરી સંકલેશ અને વિશુદ્ધિ વશથી પ્રમત્તપણાને અને અપ્રમત્તપણાને અનુભવી છેલ્લા સમયનું જે અપ્રમત્તપણું (9મા ગુણસ્થાનક સંબંધી) તે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉપશમ કરવા માટેનું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. પછી ૮મા ગુણસ્થાનકને પ્રાપ્ત થાય. આ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા જીવને ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓ ઉપશમાવવા માટેનું બીજું અપૂર્વકરણ કહેવાય છે. ત્યારબાદ જીવ મા ગુણસ્થાનકને પામે છે. આ ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે.
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળમાં સ્થિતિઘાતાદિ પાંચેવાના કરે છે અને મા ગુણસ્થાનકે અનંતાનુબંધી ૪ કષાય સિવાયના ૧૨ કષાય અને ૯ નોકષાય મળીને ૨૧ પ્રકૃતિનું અંતઃકરણ કરે છે.
આ વખતે સંજ્વલન ૪ કષાયમાંથી ૧ કષાયનો અને ૧ વેદનો ઉદય હોય છે. જેથી તે બે પ્રકૃત્તિઓની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી કરે અને ૧૯ પ્રકૃતિઓની સ્થિતિ ૧ આવલિકા પ્રમાણે કરે છે.
સ્ત્રીવેદ અને નપુસકવેદનો (સ્થિતિ) ઉદયકાળ તુલ્ય છે એટલે કે અલ્પ છે. તેનાથી સંખ્યાતગુણો અધિક પુરૂષવેદનો, તેનાથી વિશેષઅધિક-વિશેષઅધિક ક્રમે કરીને સંજ્વલનના ક્રોધ-માન-માયા લોભનો ઉદય હોય છે.
સંજ્વલન ક્રોધે શ્રેણી માંડનાર જીવને સંજ્વલન ક્રોધનો ઉદય, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યાંસુધી જ ક્રોધનો ઉદય રહે છે તેજ પ્રમાણે સંજ્વલન માન-માયા-લોભમાં સમજી લેવું.
આ રીતે ક્રિયા કરતો કરતો બાદર લોભને શાંત કરીને ૧૦મા ગુણસ્થાનકે આવે છે. ૨૧ પ્રકૃતિના અંતઃકરણની શરૂઆત સાથે કરે છે પણ પૂર્ણતા ક્રમસર કરે છે. અંતઃકરણની ક્રિયા કરતાં ૧ સ્થિતિઘાત જેટલો કાળ લાગે છે.
અંતઃકરણના દલિકોને, જેનો બંધ ઉદય ચાલુ છે તેના દલિકો બન્ને સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો ઉદય છે પણ બંધ નથી તેને પ્રથમ સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય નથી તે પ્રકૃતિઓના દલિકો સ્વજાતીય બંધાતી પર પ્રકૃત્તિમાં નાંખે છ. અંતઃકરણના દલિકોને શરૂ કરેલ પર પ્રકૃત્તિમાં નાંખે છે. આ પ્રક્રિયા ચાલુ થતાં બીજા જ સમયે એકી સાથે ૭ કાર્યો શરૂ થાય છે. (૧) મોહનીય કર્મનો એક સ્થાનીયરસ બંધ (૨) સંખ્યાતવર્ષ પ્રમાણની સત્તા (3) સંખ્યાતવર્ષ પ્રમાણ
Page 185 of 211
Page #186
--------------------------------------------------------------------------
________________
સ્થિતિબંધ (૪) સંખ્યાતવર્ષની ઉદીરણા (૫) ક્રમપૂર્વક સંક્રમણ (૬) લોભના સંક્રમનો અભાવ (9) બંધાયેલા દલિકોની ૧ આવલીકા ગયાબાદ ઉદીરણા થાય છે અને તે વખતે નપુંસકવેદનો પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણાકારે ઉપશમ કરે છે.
અંતઃકરણમાં પ્રવેશ કર્યા પછી મોહનીય કર્મનો બંધ સંખ્યાતગુણ હીન થાય છે અને બીજા કર્મોનો બંધ ક્રમસર અસંખ્યગુણહીન થાય છે. પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદને શમાવે છે.
પછી સ્ત્રીવેદનો સંખ્યાતમો ભાગ ઉપશમ પામે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય આ ત્રણે ઘાતી કર્મોનો બંધ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય છે ત્યાર બાદ સંખ્યાતગુણહીનપણે બાંધે છે.
ત્યારબાદ કેવળજ્ઞાનાવરણીય સિવાયની જ્ઞાનાવરણીય ૪ પ્રકૃતિ, કેવળ દર્શનાવરણીય સિવાયની દર્શનાવરણીયની ૩ પ્રકૃતિ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ ૧૨ પ્રકૃતિઓનો ૧ સ્થાનીય રસબંધ કરે છે. આ પ્રકૃતિઓનો રસ સર્વઘાતી કરે છે પણ ક્ષેણીએ ચડેલા જીવો દેશઘાતી રૂપે બાંધે છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત કર્યાપછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારપછી હાસ્યાદિક ૬ અને પુરૂષવેદની સાથે ઉપશમના શરૂ કરીને ક્રમસર ઉપશમાવે છે. પછી ક્રોધ-માન-માયા અને બાદર લોભને ઉપશમાવે છે.
બાદરલોભને ઉપશમાવતાં ઉપશમાવતાં લોભવેદન કાળના ત્રણ ભાગ કરે છે. (૧) અશ્વકરણ અદ્ધા : એટલે કે આમા અપૂર્વ સ્પર્ધકો કરે છે અને અત્યંત હિનરસવાળા બનાવે છે.(૨) કિટ્ટીકરણ અધ્ધા : આમાં પ્રવેશ કરીને કિટ્ટી કરે છે અને અત્યંત હીન રસ કરે છે તથા વર્ગણાઓમાં મોટું અંતર પાડે છે એટલે રસાણુઓ ૧-૧ ક્રમથી વધતા હોય તેમ ન કરતાં રસાણુઓ સંબંધી મોટું અંતર પાડે છે.
આ બે ભાગ મા ગુણસ્થાનકે હોય છે. આ બે ભાગનો કાળ પૂર્ણ થયે ૯મું ગુણસ્થાનક સમાપ્ત થાય છે ત્યારે ટ્ટિીરૂપ લોભ ઉપશમાવ્યા વગરનો રહે છે અને જીવ ૧૦મા સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. (૩) કિટ્ટી વેદન-અધ્ધા : જે કિટ્ટીઓ બનાવેલી છે એના હજારોવાર અનંતા અનંતા ટુકડા કરીને વેદે છે અનુભવે છે અને દશમા ગુણસ્થાનકના છેલ્લા સમય ઉપશમાવે છે. આ ઉપશમ થતો હોય ત્યારે ઘાતી કર્મનો બંધ એટલે જ્ઞાન-દર્શન અંતરાય કર્મનો બંધ ૧ અંતર્મુહૂર્તનો થાય છે. વેદનીય કર્મનો ૨૪ મુહૂર્તનો થાય છે. નામ તથા ગોત્ર કર્મનો ૧૬ મૂહૂર્તનો થાય છે.
ત્યાર પછી જીવ ૧૧મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહિં મોહનીયકર્મની બધી પ્રકૃતિઓ શાંત થાય છે. જેના કારણે સંક્રમણ ઉર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્વત, નિકાચના તથા ઉદયપ્રવર્તના નથી પણ ફ્ક્ત દર્શનત્રીકમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનું સંક્રમણ અને અપવર્તના ચાલુ હોય છે.
પાછો
જો કાળ ન કરે તો ૧૧મું ગુણસ્થાનક પૂર્ણ થયે જે ક્રમથી જીવ ચડ્યો છે તેજ ક્રમથી નિયમા છે એ પડતાં પડતાં છટ્ટે-૫મે-૪થે ગુણસ્થાનકે પણ અટકી શકે છે અને જો કદાચ ન અટકે તો પડતો પડતો ૨જે ગુણસ્થાનકે જઇને નિયમા પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
કોઇક જીવ ૭ લવ આયુષ્ય બાકી રહે ત્યારે અધૂરી શ્રેણીએ પાછો ફરી ક્રમસર પડતો ૭મે
Page 186 of 211
Page #187
--------------------------------------------------------------------------
________________
આવી ફ્રોથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને મોહનીય કર્મનો સર્વથા નાશ કરી ૧૨મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી 9 લવ આયુષ્યના કારણે ૧૩માં ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અંતગડકેવળી થઇને મોક્ષે જઇ શકે છે.
ઉપશમ શ્રેણીમાં ઉત્કૃષ્ટ ૧ સમયે ૫૪ જીવો પ્રવેશ કરી શકે છે.
૮ થી ૧૧ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સમૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) જીવો હોય છે અને જઘન્યથી કોઇ વખતે એક પણ ન હોય એમ પણ બને છે.
કાર્મગ્રંથીકમતના અભિપ્રાયે ૧ ભવમાં ઉપશમ શ્રેણી ૨ વાર પ્રાપ્ત કરી શકાય. જે જીવોએ ૨ વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો તે ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકતા જ નથી. પણ એક વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય અને બીજીવાર ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવી હોય તો કરી શકે છે.
૪ થી ૭ એમ ૪ ગુણસ્થાનક પૈકીના કોઇપણ ગુણસ્થાનકે વર્તતો જીવ અનંતાનુબંધી ૪ કષાયને ઉપશમાવીને સર્વવિરતી ભાવમાં દર્શનલિકને ઉપશમાવે છે. સિદ્વાંતકારના અભિપ્રાયે જે જીવોએ એ ભવમાં ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો એ ભવમાં બીજીવાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકતા નથી તેમજ ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે એક ભવમાં બેમાંથી કોઇપણ એક જ શ્રેણી પ્રાપ્ત થઇ શકે.
ઉપશમશ્રેણીના પ્રારંભિક જીવ ૭માં ગુણસ્થાનકથી હોય છે. બન્ને આચાર્યોના મતે આખા ભવચક્યાં ૪ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત થાઇ શકે.
લોકપ્રકાશની ટિપ્પણીમાં ઉપશમશ્રેણી ચડતો કે પડતો કાળ કરે તો અનુત્તરમાં જ જાય એમાં કહ્યું છે ગુણસ્થાનક ક્રમારોહમાં ઉપશમશ્રેણીએ ચડતો મુની જો કાળ કરે તો અનુત્તરમાં જ જાય. એમ કહ્યું છે.
અલ્પ આયુષ્યવાળો ઉપશમશ્રેણીએ ચડેલો કાળધર્મ પામે તો અનુત્તરમાં જ જાય એટલે સર્વાર્થસિધ્ધ આદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે પ્રથમ સંઘયણવાળો હોય તે જ જાણવો. કારણ કે બીજા, ત્રીજા સંઘયણવાળા અનુત્તરમાં જઇ શકતા નથી માટે તેઓ કાળ કરીને અનુત્તર સિવાયના. વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ' ઉપશમ શ્રેણીમાં નીચેના ક્રમ મુજબ મોહનીય કર્મની પ્રકૃતિઓની ઉપશમના કરે છે. (૧) અનંતાનુબંધી ૪ કષાય (૨) ત્રણ દર્શન મોહનીય (૩) નપુંસકવેદ (૪) સ્ત્રીવેદ (૫) હાસ્યષક (૬) પુરૂષવેદ (૭) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધ (૮) સંજવલન ક્રોધ (૯) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માન (૧૦) સંજ્વલન માન (૧૧) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માયા (૧૨) સંજ્વલન માયા (૧૩) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ (૧૪) સંજવલન લોભ.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાનક
આ ગુણસ્થાનકમાં દશમાં ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે એ જીવો આવે છે. આ ગુણસ્થાનક વિશ્રાંતિ રૂપે ગણાય છે.
દશમાં ગુણસ્થાનકમાં સંવલન લોભનો ક્ષય કરતાં જેટલો થાક લાગ્યો હતો. તે થાક ઉતારવા માટે વિશ્રાંતિ રૂપે આ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ દર્શનાવરણીય છ પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એટલે ત્રણ ઘાતી કર્મો એક
Page 187 of 211
Page #188
--------------------------------------------------------------------------
________________
સાથે નાશ પામે છે. કવિએ કલ્પના કરીને કહ્યું છે કે દેશમાં ગુણસ્થાનકમાં સંજ્વલન લોભનાં ટુકડા ટુકડા કરી કરીને નાશ કર્યો છે. તે જોઇને જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ આ ત્રણ ભેગા થઇને વિચાર કરે છે કે જો આપણે સાવધ રહીને તૈયાર ન રહીએ તો આપણને પણ આ રીતે ટુકડા ટુકડા કરીને મારશે માટે જો માર ન ખાવો હોય તો આપણા બીસ્મા પોટલા બાંધીને તૈયાર રહો એમ વિચારણા કરીને તૈયાર થઇને બેઠલા હોય છે. જેવો જીવ ગુણસ્થાનકમાં આવે એટલે કહે છે કે ભાઇ અમોને મારતા નહિ અમે જવાતૈયાર છીએ અને અમે જઇએ છીએ.
આ ગુણસ્થાનકમાં પ્રતિભજ્ઞાન જીવને પેદા થાય છે. જ્યારે ત્રણ ઘાતી કર્મોનો નાશ થાય. ત્યારે જીવો તેરમા સયોગિ કેવલી ગુણસ્થાનકને પામે છે અને તેના પહેલા સમયે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
દ્વાદશ સોપાન (ક્ષીણમોહ ગુણસ્થાન)
શુદ્ધ ચેતન્યરૂપ, અપૂર્વ શક્તિ ધારણ કરનાર અને સર્વ ગુણ સંપન્ન પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરનારા, કર્મોના વિચિત્ર અને વિલક્ષણ સ્વરૂપને સમજનારા, અન આ વિશ્વની અગણિત સૂચનાઓને ઓળખનારા મહાનુભાવ આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ નિર્મલ તત્ત્વબોધક નીસરણીના બારમા પગથીઆ ઉપર તારી દ્રષ્ટિ પ્રસાર.”
આ સંદર સોપાન ક્ષીણમોહ નામના બારમા ગણસ્થાનથી ઓળખાય છે. અહિં સકલ મોહનો ક્ષય થાય છે, તેથી આ સ્થાનનું નામ ક્ષીણમોહ પડેલું છે. ઉપશમક જીવ ઉપશમ મુર્તિરૂપ સહજ સ્વભાવબલથી સર્વ મોહકર્મ ઉપશાંત કરવાથી અગીયારમાં ગુણસ્થાનકથી અને ક્ષપક થઇ ક્ષપકશ્રેણીના માર્ગવડે દશમાં ગુણસ્થાનથીજ નિ:કષાય શુદ્ધ આત્મભાવનું બળ પ્રાપ્ત થાય છે, તેથી અહિં સર્વ મોહનો ક્ષય થાય છે, માટે આ ગુણસ્થાન ક્ષીણમોહના નામથી ઓળખાય છે.
વત્સ, જો આ પગથીઆની સાથે એક પ્રકાશમય દોરી દેખાય છે, તેને દશમા પગથીઆની સાથે બાંધેલી છે, આ સુચના જાણવા જેવી છે. આ ઉપરથી એવું સુચન થાય છે કે, ક્ષેપકમુનિને અગીયારમું ગુણસ્થાન પ્રાપ્ત થતું નથી પરંતુ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનથી લોભના સૂક્ષ્મ અંશોના સૂક્ષ્મ ખંડ કરતાં કરતાં તે ક્ષપક આ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવે છે. આ વખતે તે જીવ અહિં ક્ષપકશ્રેણી સમાપ્ત કરે છે. તે સમાપ્ત કરવાનો અનુક્રમ આ પ્રમાણે છે. પ્રથમ તે અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય કરે છે. પછી મિથ્યાત્વમોહનીય, પછી મિશ્રમોહનીય, અને પછી સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે. તે પછી અપ્રત્યાખ્યાન ચાર કષાય, પછી પ્રત્યાખ્યાન ચાર કષાયનો, પછી નપુંસક વેદનો, અને પછી હાસ્ય ષકનો ક્ષય કરે છે. તે પછી પુરૂષ વેદનો, પછી સંજ્વલન ક્રોધનો, પછી સંજ્વલન માનનો, સંજ્વલન માયાનો, અને છેવટે સંજ્વલન લોભનો ક્ષય કરે છે. આ અનુક્રમે શુદ્ધ થયેલો જીવ આ બારમા સોપાન ઉપર રહે છે.
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “ભગવદ્, આપના કહેવા ઉપરથી આ ક્ષીણ મોહ ગુણસ્થાનનો પ્રભાવ મહાનું દેખાય છે, તો અહિં કોઇ જાતનું ધ્યાન થતું હશે કે નહીં”
આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, આ બારમા ક્ષીણ મોહ ઉપર આવેલા જીવને શુક્લ ધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. ક્ષીણ મોહી ક્ષેપકમુનિ આ બારમા ગુણસ્થાનમાં શુદ્ધ પરિણતિવાલો થાય છે,
| Page 188 of 211
Page #189
--------------------------------------------------------------------------
________________
એટલે પ્રથમ કહેલા શુક્લ ધ્યાનની રીતિ પ્રમાણે શુક્લ ધ્યાનના બીજા પાયાનો (વીતરાગ થઇ જવાથી) આશ્રય કરે છે. અને તે બીજા શુક્લ ધ્યાનને એક યોગથી ધ્યાય છે. કારણ કે, તે ક્ષપકમુનિ વીતરાગ અવરથાને પ્રાપ્ત કરનારા, યથાખ્યાત ચારિત્રવાલા, અને શુદ્ધતરભાવયુક્ત મહામતિ બને છે. તે શુક્લ ધ્યાનનો બીજો પાયો અપૃથકત્ત્વ, અવિચાર અને સવિતર્ક ગુણ સંયુક્ત એવા નામથી કહેવાય છે. જેનું ધ્યાન કરતા ક્ષીણમોહી મહાત્મા આત્મિક આનંદને અનુભવે છે.”
મુમુક્ષુ અંજલિ જોડી બોલ્યો- “ભગવદ્ એ શુક્લ ધ્યાનના બીજા પાયાનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરો.” આનંદ મુનિ આનંદપૂર્વક બોલ્યા- “વત્સ, એ ધ્યાનમાં તત્ત્વજ્ઞાતા અપૃથકત્વ જ્ઞાનને-એકત્વને ધારણ કરે છે. કેવળ જે વિશુદ્ધ પરમાત્મ દ્રવ્ય છે, તેજ અથવા તેજ પરમાત્મા દ્રવ્યનો કેવળ એક પર્યાય અથવા કેવળ એક ગુણ છે. એ અપૃથકત્વ -એકત્વ કહેવાય છે. એવી રીતે એક દ્રવ્ય એક ગુણ, એક પયય નિશ્ચલ-ચલન રહિત છે. એમ જ્યાં એકત્વનું ધ્યાન કરવામાં આવે છે, તે અપૃથકત્વ કહેવાય છે.”
જે અવિચાર છે એટલે જેમાં (પૂર્વોક્ત સ્વરૂપોમાં) શબ્દાર્થયોગ રૂપોમાં પરાવર્ત વિવર્જિત એટલે શબ્દથી શબ્દાંતર અને અર્થથી અર્થાતર ઇત્યાદિ ક્રમથી રહિત એવું માત્ર શ્રતને અનુસારેજ ચિંતન કરવામાં આવે છે, તેથી તે અવિચાર છે. આ કાલમાં શુક્લ ધ્યાનના જેઓ જ્ઞાતા છે, તેઓ પૂર્વ મુનિ પ્રણીત શાસ્ત્ર આમ્નાય વિશેષથી છે; પરંતુ આ કાલમાં શુક્લ ધ્યાનના કોઇ અનુભવી નથી. જે ધ્યાન સવિતર્ક ગુણ સંયુક્ત છે, એટલે જે ધ્યાન માત્ર ભાવ શ્રુતના આલંબનથી થાય છે. સૂક્ષ્મ અંતર્લભ ભાવગત અવલંબન માત્રથી ચિંતવન થાય છે, તેથી તે સવિતર્ક ગુણ સંયુક્ત છે.
આ પ્રમાણે શુક્લ ધ્યાનના બીજા પાયાનું અવલંબન કરી ક્ષીણમોહી મહાત્મા આ ગુણસ્થાન પર વર્તે છે અને તે સર્વદા શુદ્ધ પરિણતિના પ્રકાશથી પ્રકાશિત થાય છે.
વત્સ, આ સોપાન ઉપર પુનઃ દ્રષ્ટિ કર. તેના શિખર ઉપર અમૃતની ધારાનો દેખાવ છે. તેની નીચે એક અગ્નિની જ્વાલાનો દેખાવ છે, તેની અંદર ચૌદ ઇંધણાઓ બળતા દેખાય છે. તેની બાહેર સોળ, અને સત્તાવન મોટી કિરણો અને એકસો એક સૂક્ષ્મ કિરણોનું મંડળ દેખાય છે. આ દેખાવા ઉપરથો અદ્ભુત સૂચના પ્રગટ થાય છે. મુમુક્ષુએ કહ્યું. “ભગવદ્, આ દેખાવ મારા દ્રષ્ટિ માર્ગમાં આવ્યો છે, તે કૃપા કરી સમજાવો.” આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા “ભદ્ર, સાંભળ, જે આ સોપાન ઉપર અમૃતની ધારા દેખાય છે, તે સમરસીભાવ છે. અહિં પ્રાપ્ત થયેલ મહાત્મા બીજા શુક્લ ધ્યાનમાં વર્તવાથી ધ્યાનસ્થ થઇ સમરસીભાવને (તદેક શરણતા) ધારણ કરે છે. ધ્યાનવડે પોતાના આત્માને અપૃથકન્વભાવે પરમાત્માની અંદર લીન કરવામાં આવે ત્યારે જ સમરસીભાવ ધારણ થાય છે. આ સમરસીભાવની સ્થિતિ આત્માના અનુભવથી થઇ શકે છે.
વત્સ, જે આ સોપાનની નીચે અગ્નિની જ્વાળાનો દેખાવ છે તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આ સ્થાને બીજા શુક્લ ધ્યાનના યોગથી યોગીંદ્ર મુનિ પોતાના કર્મરૂપી ઇંધણાને દહન કરે છે. વળી આ બારમા ગુણસ્થાનકના બીજા ચરમ સમયમાં અંતના પ્રથમ સમયે નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિનો ક્ષય કરે છે. ભદ્ર, જે આ ચૌદ ઇંધણાઓ બળતા દેખાય છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આ ક્ષીણમોહ ગુણસ્થાનના અંત સમયમાં (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવળદર્શન, આ ચાર દર્શનાવરણીય, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, અને પાંચ પ્રકારના અંતરાય એ ચૌદ પ્રકૃતિનો અહિં ક્ષય થાય છે, તેનો ક્ષય કરી તે યોગી ક્ષીણ મોહાંશ થઇ
Page 189 of 211
Page #190
--------------------------------------------------------------------------
________________
કેવળ સ્વરૂપી બની જાય છે.
ભદ્ર, તેની બાહર આ સોળ અને સત્તાવન મોટી કિરણો અને એકસોએક સૂક્ષ્મ કિરણોનું મંડળ જે દેખાય છે, તે એવું સૂચવે છે કે, આ ક્ષીણ મોહ ગુણસ્થાનપર આરૂઢ થયેલો જીવ ચાર દર્શન, જ્ઞાનાંતરાય દશક, ઉચ્ચગોત્ર અને યશનામ એ સોળ પ્રકૃતિનો બંધ વિચ્છેદ કરે છે અને તે બંધ વ્યવચ્છેદ થવાથી એક શાતા વેદનીયનો બંધ કરે છે. તેમ સંજ્વલન લોભ તથા ઋષભ નારાચ સંહનન-એ બે પ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી સત્તાવન પ્રકૃતિ વેદે છે. અને સંજ્વલન લોભની સત્તા દૂર થવાથી તેને અહીં એકસો એક પ્રકૃતિની સત્તા છે. ભદ્ર, આ સૂચના મનન કરવા જેવી છે અને સર્વદા લક્ષમાં રાખવા યોગ્ય છે. મુમુક્ષુએ વિચારપૂર્વક પ્રશ્ન કર્યો- “ભગવન્, આ ગુણસ્થાનમાં એકંદર પ્રકૃતિઓની કેટલી સંખ્યા હશે ?” આનંદ મુનિ બોલ્યા- “ભદ્ર, અહિં એકંદર ભેંસઠ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તે પ્રકૃતિઓના ક્ષયનો આરંભ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. તે આ બારમા ગુણસ્થાનમાં સંપૂર્ણ ક્ષીણ થઇ જાય છે. ચોથા ગુણસ્થાનમાં એક પ્રકૃતિ, પાંચમા ગુણ સ્થાનમાં એક, સાતમા ગુણ સ્થાનમાં આઠ, નવમામાં છત્રીશ, અને બારમામાં સત્તર-એમ સર્વ મળી ભેંસઠ પ્રકૃતિઓનો ક્ષય અહિં સંપૂર્ણ થાય છે.
ભદ્ર, અહિં ઉત્તમ ભાવના ભાવજે. તારો આત્મા ક્ષીણ મોહ થઇ. આ સ્થિતિનો અધિકારી બને અને નિરૂપાધિ અવસ્થાનો અનુભવ કરે. એવી ઇચ્છા ધારણ કરજે.”
મુમુક્ષુ આનંદાશ્રુ વર્ષાવતો બોલ્યો- “ભગવન્, આપના આશીર્વાદથી એજ ભાવના ભાવવાને હૃદય ઉત્સુક થાય છે. હવે આ આત્મા ક્ષીણ મોહાવસ્થાને ક્યારે પ્રાપ્ત કરશે ? એવી રાહ જોઉં છું અને એ સમયની પ્રતિક્ષા કરી અંતરની તે આશાઓને પુષ્ટિ કર્યા કરૂં છું. શ્રી વીર પ્રભુ, એ આશા પૂર્ણ કરો. ”
સયોગી કેવળી ગુણસ્થાન
ચારે ઘાતીકર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. પહેલા સમયે કેવળજ્ઞાન-બીજા સમયે કેવળદર્શન એમ સમયે સમયે ઉપયોગનું પરાવર્તન ચાલ્યા જ કરે છે. મન-વચન-કાયા વડે યોગની પ્રવૃત્તિ થતી હોય તે સયોગી કહેવાય છે. આ ગુણસ્થાનક સામાન્ય કેવળી ભગવંતોને તથા તિર્થંકર કેવળી ભગવંતોને હોય છે.
આ ગુણસ્થાનકનો કાળ ૧ અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જીવ આયોજીકાકરણ કરે છે.
કેવળીની દ્રષ્ટિરુપ મર્યાદા વડે મન-વચન કાયાનો જે અત્યંત પ્રશસ્ત વ્યાપાર તે આયોજિકાકરણ કહેવાય છે. કેટલાક આ કરણને આવર્જિતકરણ કહે છે અને કેટલાક અવશ્યકરણ પણ કહે છે. આ કરણ કર્યા બાદ આયુષ્ય કરતાં વેદનીય નામ અને ગોત્ર આ ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તેને સરખી કરવા કેવળીસમુદ્ઘાત કરે છે. આ સમુદ્દાત ૮ સમયનો હોય છે. વેદનીય-નામ-ગોત્ર કર્મોની સ્થિતિધાત દ્વારા, રસધાત દ્વારા ઘણી સ્થિતિ ખપાવીને બાકીની આયુષ્યકર્મ જેટલી સ્થિતિ સરખી કરે છે, જેને વેદનીય આદિની સ્થિતિ વધુ હોતી નથી તેઓ કેવળી સમુદ્ઘાત કરતા નથી.
જે કેવળી ભગવંતોને ૬ માસથી અધિક આયુષ્ય બાકી હોય તે નિયમા કેવળી સમુદ્ધાત કરે છે. પણ જે કેવળી ભગવંતોને ૬ માસથી ઓછું આયુષ્ય હોય તેઓ કેવળી સમુદ્ઘાત કરે પણ ખરા
Page 190 of 211
Page #191
--------------------------------------------------------------------------
________________
અથવા ન પણ કરે ત્યારબાદ યોગ નિરોધ કરે છે. યોગ નિરોધનું સ્વરૂપ -
બાદરકાય યોગથી બાદર યોગોનો રોલ કર્યા પછી સુક્ષ્મથી સુક્ષ્મનો રોધ કરે છે. આમાં વિર્યાણનાં સ્થિતિઘાત-રસઘાત આદિ સ્પર્ધકો તેમજ અપૂર્વ સ્પર્ધકો તેમજ કિટ્ટી વગેરે કરીને યોગા નિરોધ કરે છે છેવટે સુક્ષ્મકાયયોગની ક્રિયાને કરતો સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ત્રીજા પાયા પર આરૂઢ થાય છે. આ ધ્યાનના બળથી વદન-ઉદર-આદિનો પોલાણભાગ આત્મપ્રદેશો વડે પૂરાઇ જાય છે. પોલાણ ભાગ પૂરાઇ જવાથી અવગાહનાની હાનિ થઇ ને ૨/૩ ભાગમાં આત્મપ્રદેશો રહ્યા હોય તેવો થાય છે. પછી સુક્ષ્મ વચન અને મનોયોગનો પણ રોધ કરે છે. ત્યારબાદ કિટ્ટીરૂપ સુક્ષ્મકાય યોગ જ હોય છે. તેનો રોધ કરતાં સર્વ પર્યાયઅનુગત સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાત્તી ધ્યાન (શુક્લધ્યાનનો ૩જો પાયો)માં આરૂઢ થયેલો સમયે સમયે કિટ્ટીઓરૂપ સુક્ષ્મ કાયયોગનો વિરોધ કરતાં ચરમ સમય પર્યત આવે છે અને અહિં જે કર્મોની સ્થિતિ હોય છે તે ૧૪માં ગુણસ્થાનક જેટલી કરે છે. ત્યાં શુક્લધ્યાનનો ૩જો પાયો કિટ્ટીઓ-શાતાનો બંધ-નામ અને ગોત્રની ઉદીરણા-ચોગ-શુક્લલેશ્યા-સ્થિતિઘાત અને રસઘાત આ સાતવાના એક સાથે નાશ પામે છે.
કેવળી સમદઘાત પછી શુક્લધ્યાનનો ૩જો પાયો પણ હોય છે તે પહેલા ધ્યાનાંતરીય દશા હોય છે અને જે કેવળી ભગવંતો કેવળી સમઘાત કરતા નથી તેઓને આયોજીકરણ પછી ૩જો પાયો હોય છે.
ઉપર કહેલા 9 વાના નાશ પામતા જીવ અયોગી કેવળી નામના ૧૪માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
ત્રયોદશ સોપાન (સયોગી કેવલી ગુણસ્થાન)
જેમના હૃદયમાં પંચપરમેષ્ટીના મહામંત્રનું સ્મરણ થયા કરે છે, જેમની ભાવનાઓ આ વિશ્વના કલ્યાણની સાથે સંયોજિત થાય છે, અને જેઓનું હદયસદા શુભધ્યાનમાં આરૂઢ છે, એવા મહાત્મા આનંદસૂરિ પરમાનંદના પ્રભાવને દર્શાવતા બોલ્યા- “ભદ્ર, આ તેરમા સોપાન ઉપર દ્રષ્ટિ પ્રસાર. આ સંદર સોપાન સયોગીકેવલીના નામથી ઓળખાય છે. એ નામનોજ કોઇ દિવ્ય પ્રભાવ છે. જો, આ પગથીઆ ઉપર મહાન પ્રકાશમાન બે રત્નો ચળકી રહ્યા છે. તેની આસપાસ તેજની પ્રભાનો સમુહ સૂર્યની જેમ ઝળકે છે.
આ દખાવ આ તેરમા સયોગીકેવલીના સોપાનનો મહિમા દર્શાવે છે. આ ગુણસ્થાન ઉપર કેવળી ભગવંત હોઇ શકે છે. તે કેવળી ભગવંતના આત્માને અહિં ક્ષાયિક શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. તેથી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક સમ્યકત્ત્વ અને યથાખ્યાત ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. આ બે તેજસ્વી રત્નો પણ એજ વાત સૂચવે છે. અહીં ઉપશમ અને ક્ષયોપશમ આ બે ભાવ રહેતા નથી.
ભદ્ર, આ તેરમા સોપાનના શિખર ઉપર એક દિવ્ય જ્યોતિ પ્રકાશે છે, તેનું અવલોકન કર. એ જ્યોતિ અહીં આરૂઢ થયેલા આત્માના કેવળજ્ઞાનને સૂચવે છે. આ કેવલજ્ઞાનરૂપી સૂર્ય કેવો
Page 191 of 211
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકાશે છે ? એ મહાન્ સૂર્યના પ્રકાશથી કેવળજ્ઞાનીને આ ચરાચર જગત્ હસ્તામલકવત્ પ્રત્યક્ષ ભાષિત થાય છે, અહીં આરૂઢ થયેલો આત્મા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે, અને તે કર્મના ઉદયથી તે પોતાના આત્માને કેવળી જિનેંદ્ર તરીકે ઓળખાવે છે.”
મુમુક્ષુ હર્ષાશ્રુને ધારણ કરતો બોલ્યો- “ભગવન્, આ સુંદર સોપાનને હૃદયથી પ્રણામ કરું છું. આ પુણ્યરૂપ સ્થાનના દર્શનથી હું મારા આત્માને કૃતાર્થ જાણું છું અને મારા અહો ભાગ્ય સમજું છું. સ્વામિન્, કૃપા કરી આ પુણ્ય સ્વરૂપ સોપાનના સહચારી જિનપતિના પ્રભાવનું શ્રવણ કરાવો. અને મારા શ્રવણને પવિત્ર કરાવો.”
આનંદસૂરિ સાનંદ થઇને બોલ્યા- “ભદ્ર, અહંત ભક્તિ પ્રમુખ વીશ પુણ્ય સ્થાનકોનું જે આત્માઓ વિશેષ આરાધન કરે છે તેઓ તીર્થંકર નામ કર્મઉપાર્જન કરે છે. વળી આ ગુણસ્થાનમાં તીર્થંકર નામ કર્મના ઉદયથી તે કેવળી ત્રિભુવન પતિ જિતેંદ્ર થાય છે. વળી આ સ્થાને ચોવીશ અતિશય યુક્ત, સર્વ દેવ તથા મનુષ્યોને પૂજ્ય, સર્વોત્તમ, અને સર્વ શાસનોમાં પ્રધાન એવા તીર્થને પ્રવર્તાવનારા ભગવાન તીર્થંકર પ્રગટે છે, તે ઉત્કૃષ્ટથી દેશે ઉણાપૂર્વ કોટી સુધી વિધમાન રહે છે.”
| મમક્ષએ પ્રસન્નતાથી પ્રશ્ન કર્યો. “ભગવન, તીર્થકર નામ કર્મ કેવી રીતે વેદવામાં આવતું હશે ? તે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિએ ઉત્સાહથી ઉત્તર આપ્યો. “ભદ્ર, પૃથ્વી મંડલમાં વિહાર કરતાં ભવ્યજીવોને પ્રતિબોધી તેઓને સર્વવિરતિ તેમજ દેશ વિરતિ કરવાથી તીર્થંકર નામકર્મ વેદવામાં આવે છે. તે તીર્થંકર નામ કર્મને વેદવા માટે ભગવાન ઉપદેશ આપે છે. અને જે વખતે તેઓ ઉપદેશ આપે છે, તે વખતે તેઓ દેહધારી હોય છે. તે કેવલી મહાત્મા આ પૃથ્વી મડલમાં ઉત્કૃષ્ટ આઠ વર્ષે ન્યૂન એવા. એક કોટિ પૂર્વ પ્રમાણ વિચરે છે. તેઓ દેવતાઓએ રચેલા સુવર્ણ કમળ ઉપર પગ રાખી ચાલે છે. આઠ પ્રાતિહાર્ય યુક્ત અને અનેક સુરાસુર કોટિથી સેવિત થઇ વિહાર કરે છે. સામાન્ય પ્રકારે કેવલજ્ઞાનીની આવી સ્થિતિ કહેલી છે. ભગવાન જિનેંદ્ર તો મધ્ય સ્થિતિવાળા હોય છે.
ભદ્ર- “જો, આ તેરમા પગથી ઉપર આઠ કંડાલા જોવામાં આવે છે, અને તે કંડાલાની. નીચે એક રત્નમય જ્યોતિનો પંજ ઝલકે છે, જેમાંથી મહાન તેજસ્વી સાત કિરણો બહાર નીકળે
મુમુક્ષુએ ઇંતેજારીથી પ્રશ્ન કર્યો. “ભગવદ્, આ દેખાવની સૂચનાઓ મને સમજાવો. આની અંદર મહાન્ તત્ત્વો રહેલા હોય, એમ લાગે છે.”
આનંદસૂરિ બોલ્યા- “વત્સ, જે આઠ કુંડાલા જોવામાં આવે છે, તે આઠ સમય છે અને તેની નીચે જે જ્યોતિનો પુંજ છે, તે કેવલિ સમુદ્દાત કહેવાય છે. જે ઉપર આ ગુણસ્થાનનો સર્વ મહિમા રહેલો છે.”
મુમુક્ષુ બોલ્યો- “મહાનુભાવ, એ ચાર સમય અને કેવલિ સમુદ્યાત વિષે કૃપા કરી સમજાવો.”
આનંદર્ષિ આનંદિત થઇને બોલ્યા- “વત્સ કેવલિ સમુદ્યાત શું કહેવાય? તે સાવધાન થઇને સાંભળ. કેવલી ભગવાન જ્યારે વેદનીય કર્મની સ્થિતિથી આયુ:કર્મની સ્થિતિ અલ્પ જાણે છે, ત્યારે તે બંને સ્થિતિઓને સમાન કરવા માટે તે કેવલિ સમુઘાત કરે છે. યથા સ્વભાવસ્થિત આત્માના પ્રદેશોને વેદનાદિ સાત કારણોથી સમુદ્યતન કરવું, એટલે સ્વભાવથી અન્ય ભાવપણે પરિણમના
Page 192 of 211
Page #193
--------------------------------------------------------------------------
________________
કરવું-સ્વભાવનું અન્ય ભાવમાં રૂપાંતર કરવું, તે સમુદ્દાત કહેવાય છે. જે આ જ્યોતિનો પુંજ છે, તે સમુદ્ઘાતનો દેખાવ છે અને તેમાંથી જે આ સાત કિરણો નીકળે છે, તે સમુદ્ઘાતના સાત પ્રકારને દર્શાવે છે. તે સાત પ્રકારના (૧) વેદના સમુદ્ઘાત, (૨) કષાય સમુદ્ઘાત, (૩) મરણ સમુદ્ઘાત, (૪) વૈક્રિય સમુદ્ઘાત, (૫) તેજઃ સમુદ્ઘાત, (૬) આહારક સમુદ્ઘાત અને (૭) કેવલિ સમુદ્ઘાત. એવા નામ છે. એ સાત પ્રકારના સમુદ્દાત માંહની અહિં કેવલી સમુદ્દાત ગ્રહણ કરાય છે.”
વત્સ, જે આ આઠ સમયને સૂચવનારા આઠ કુંડાળા છે, તે સમયનો બોધ જાણવા જેવો છે. આ સોપાન ઉપર આરૂઢ થયેલા કેવલી ભગવાન જ્યારે કેવલિસમુદ્ઘાત કરે છે, ત્યારે તે કરતાં પ્રથમ સમયમાં વેદનીય આયુ:કર્મને સમાન કરવા માટે આત્મ પ્રદેશોથી ઉર્ધ્વલોકાંતસુધી દંડાકાર આત્મપ્રદેશને લંબાવે છે, બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં આત્મ પ્રદેશોથી તેનો કપાટના જેવો આકાર કરે છે, ત્રીજા સમયમાં ઉત્તર-દક્ષિણ આત્મપ્રદેશોનો મંથનાકાર કરે છે અને ચોથા સમયમાં
આંતરો પૂર્ણ કરવાથી તે સર્વલોક વ્યાપી થઇ જાય છે. આ ચોથે સમયે એ કેવલી ભગવાન્ વિશ્વવ્યાપી થઇ જાય છે.
વત્સ, અહીંથી પાછા તે નિવૃત્તિ કરે છે. એટલે એ પ્રમાણે કેવલી ભગવાન આત્મપ્રદેશોનો વિસ્તાર કરવાના પ્રયોગથી કર્મલેશને સરખા કરે છે, અને સરખા કર્યા પછી સમુદ્ઘાતથી પાછા નિવૃત્ત કરે છે, એટલે પાંચમા સમયમાં જગત્ પૂર્ણતાના અંતરોથી નિવર્તે છે, છઠે સમયે મંથાનાકાર દૂર કરે છે, સાતમે સમયે કપાટાકાર દૂર કરે છે અને આઠમે સમયે દંડાકાર સંકેલી પોતાના સ્વસ્વભાવમાં આવે છે-સ્વભાવસ્થ થાય છે.
મુમુક્ષુ સાનંદાશ્ચર્ય થઇ બોલ્યા- “ભગવન્, અહિં કેવલી કેવા યોગવાલા અને અનાહારક શી રીતે થાય છે ? તે દયા લાવી દર્શાવો.”
આનંદ મુનિ બોલ્યા- “વત્સ, અહિં સમુદ્ઘાત કરતાં કેવલી ભગવાન્ પ્રથમ અને અંત સમયે ઔદારિક કાયયોગવાલા થાય છે, બીજા અને છઠા સમયમાં મિશ્ર ઔદારિક કાયયોગી થાય છે. (અહિં કાર્મણ સાથે ઔદારિકનું મિશ્રપણું છે.) ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કેવલ કાર્યણ કાયયોગવાલા થાય છે. તે કેવલી જે સમયોમાં માત્ર કાર્મણ કાય યોગવાલા હોય છે, તે સમયોમાં તેઓ અનાહારક હોય છે.”
મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી કહ્યું, “ભગવાન્, આપના વચનો એ મારી શંકાને પરાસ્ત કરી છે, તથાપિ એક જિજ્ઞાસા ઉત્પન્ન થઇ છે, તે પા કરી તૃપ્ત કરો.”
આનંદમુનિએ કહ્યું, “ભદ્ર, તારી શી જિજ્ઞાસા છે ? જે હોય તે પ્રગટ કર.”
મુમુક્ષુ બોલ્યો- “ભગવન્, , કેવલી સમુદ્ઘાત કરનારા દરેક કેવળી હશે કે કોઇ ન પણ હોય
?”
આનંદમુનિએ ઊલટથી કહ્યું, ભદ્ર, તારી જિજ્ઞાસા યોગ્ય છે. સાંભળ ? જેમને છ માસથી અધિક આયુષ્ય વિધમાન છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેઓ અવશ્ય સમુદ્ઘાત કરે છે. અને જેમનું આયુષ્ય છ માસની અંદરનું હોય તે વખતે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેઓની સમુદ્દાતની બાબતમાં ભજના છે-વિકલ્પ છે. અર્થાત્ તેઓ સમુદ્ઘાત કરે અથવા ન પણ કરે.
મુમુક્ષુએ બીજી જિજ્ઞાસા પ્રગટ કરી. “ભગવન્, સમુદ્ઘાતને કરનારા એ કેવલી મહાત્માઓ અહિં કેવું ધ્યાન કરતા હશે ? તે કૃપા કરી કહો.”
Page 193 of 211
Page #194
--------------------------------------------------------------------------
________________
આનંદમુનિ બોલ્યા- “ભદ્ર, કેવલી સમુઠ્ઠાતથી નિવૃત્ત થઇ મન, વચન અને કાયાના યોગને નિરોધવા માટે અહિં કેવલી ભગવાન શુક્લ ધ્યાનના ત્રીજા પાયાનું ધ્યાન કરે છે એ શુક્લધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મક્રિયા નિવૃત્તિના નામથી ઓળખાય છે, કારણ કે, તેમાં યોગની કંપનરૂપ ક્રિયાને સૂક્ષ્મ કરવામાં આવે છે.”
મુમુક્ષુ બોલ્યો “મહાનુભાવ, એ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ વિષે વિશેષ સમજુતી આપો. યોગની ક્રિયા ને કેવી રીતે સૂક્ષ્મ કરવામાં આવે છે ?”
આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, એ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા પાયામાં ધ્યાતા કેવલી મન, વચન અને કાયાના યોગને સૂક્ષ્મ કરે છે. તે કેવી રીતે કરે છે ? તે સાવધાન થઇ શ્રવણ કર. એ ધ્યાનના ધ્યાતા કેવલી આત્મવીર્યની અચિંત્ય શક્તિથી બાદરકાયયોગના સ્વભાવમાં સ્થિત થઇ, બાદરવચનયોગ તથા બાદરમનોયોગના પગલોને સૂક્ષ્મ કરે છે, તે પછી બાદરકાયયોગને સૂક્ષ્મ કરે છે, ત્યાર બાદ સૂક્ષ્મકાયયોગમાં ક્ષણમાત્ર રહીને તત્કાળ સૂક્ષ્મ વચનયોગ તથા મનોયોગના પુદગલોનો અપચય કરે છે, તે પછી ક્ષણ માત્ર સુક્ષ્મકાયયોગમાં રહી તે કેવળી મહાત્મા પ્રગટ નિજ આત્માનુભવની સૂક્ષ્મ ક્રિયાનો એટલે પોતે જ પોતાના ચિતૂપ સ્વરુપનો અનુભવ કરે છે.
વત્સ, અહિં જે સૂક્ષ્મ ક્રિયાવાળા શરીરની સ્થિતિ તેજ કેવળીનું ધ્યાન છે. તે જાણવા જેવું છે. જે પ્રકારે છઘWયોગીઓના મનની સ્થિરતાને જેમ ધ્યાન કહેવામાં આવે છે, તે પ્રકારે કેવળજ્ઞાનીઓના શરીરની નિશ્ચલતાને ધ્યાન કહેવામાં આવે છે. તેઓ પર્વતની જેમ સ્થિર રહી ધ્યાન કરવાને સમર્થ બને છે. તેમની તે ક્રિયા શૈલેશીકરણના નામથી ઓળખાય છે. તે શેલેશીકરણને આરંભ કરનારા સૂક્ષ્મ કાય યોગવાળા મહાત્મા પાંચ હસ્તાક્ષર ઉચ્ચારતાં જેટલો કાલ લાગે, તેટલું આયુષ્ય જ્યારે બાકી રહે ત્યારે શરીરને શેલવત નિશ્ચલ કરવા માટે તેને અપરિપાકરૂપ ચોથું શુક્લ ધ્યાન કે જે શૈલેશીકરણ રૂપ કહેવાય છે, તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે કેવળી શેલેશીકરણારંભી સૂક્ષ્મકાયયોગમાં રહેતાં તત્કાળ ઉપરના સોપાન પર જવાની ઇચ્છા કરે છે.
ભદ્ર, જો, આ તેરમા સોપાનની પાસે ત્રીશ બેંતાળીશ અને પંચાશી કિરણોની શલાકાઓ માલમ પડે છે. તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલો જીવ અંતસમયમાં ઔદારિકદ્વિક, અસ્થિરદ્ધિક, વિહાયોગતિદ્વિક, પ્રત્યેકનિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, ચારવર્ણાદિ, નિર્માણ, તેજસ, કાર્મણ, પ્રથમસંહનન, બે સ્વર અને એક વેદનીય આ ત્રીશ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ કરે છે. અહિં અંગોપાંગનો ઉદય વ્યવચ્છેદ થવાથી અત્યંત અંગ સંસ્થાનની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના કરે છે. એટલે પોતાના આત્મપ્રદેશોને ધનરૂપ કરવાથી ચરમ શરીરના અંગોપાંગમાં જે નાસિકાદિ છિદ્રો છે, તેઓને પૂર્ણ કરે છે, તેથી આત્મપ્રદેશો ધનરૂપ થઇ જાય છે. અને અવગાહના ત્રીજો ભાગ ન્યુન થાય છે.”
આ ગુણસ્થાનમાં રહેલો જીવ એક વિધ બંધ, ઉપાંત્ય સમય સુધી અને જ્ઞાનાંતરાય પાંચ તથા ચાર દર્શનનો ઉદય વ્યવચ્છેદ થવાથી બેંતાળીશ પ્રકૃતિ વેદે છે. નિદ્રા, પ્રચલા, જ્ઞાનાંતરાયદશક અને ચાર દર્શન આ સોળ પ્રકૃતિની સત્તા વ્યવચ્છેદ થવાથી અહિં પંચાશી પ્રકૃતિની સત્તા હોય છે.
Page 194 of 211
Page #195
--------------------------------------------------------------------------
________________
ભદ્ર, મુમુક્ષુ, આ સોપાનના દેખાવ ઉપરથી જે આ સૂચનાઓ દર્શાવી છે, તે હદયથી. વિચારણીય છે. આ સર્વની વિચારણા કરી તારા આત્માને ઉત્તમ ભાવનાના શિખર પર આરૂઢ કરજે.
મુમુક્ષએ પ્રસન્ન થઇને કહ્યું, “ભગવન, હવે કૃતાર્થ થયો છું. આ સુંદર અને શિવરૂપ સોપાનના શિખરની સમીપે આવી પહોંચ્યો છું. મારા ઉપર પરમ ઉપકાર કરી જેણે આ રચના કરી છે, તે અભુત અને શિવમાર્ગની સાધક હોઇ મારા મહાન્ ઉપકારની સાધનભૂત થઇ છે.”
આ પ્રમાણે કહી મુમુક્ષુએ મહાનુભાવ આનંદસૂરિના ચરણમાં વંદના કરી અને તે ક્ષણવાર તે પવિત્ર મૂર્તિનું ધ્યાન ધરી રહ્યો હતો.
અયોગી વળી ગુણરસ્થાન
સુક્ષ્મ કે બાદર કોઇપણ પ્રકારના યોગ વિનાના કેવળી ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી કેવળી ગુણસ્થાનક કહેવાય છે. કર્મોનો નાશ કરવા સુપરતક્રિયા અનિવૃત્તિ નામના શુક્લધ્યાનના ૪થા પાયા ઉપર આરૂઢ થાય છે. (સર્વ વસ્તુગત સમુછિન્ન ક્રિયા અનિવૃત્તિ) પછી કોઇપણ પ્રયત્ન વિના ઉદય આવેલ કર્મોનો ભોગવવા વડે ક્ષય કરે છે અને જેનો ઉદય નથી તને વેધમાન પ્રકૃતિમાં સ્તીબુકસંક્રમ વડે સંક્રમાવતો ને વેધમાન અનુભવતો આ ગુણસ્થાનકના ઉપાંત્યસમયે સત્તામાં રહેલી ૮૫ પ્રકૃતિઓમાંથી ૭૨ અથવા ૭૩ પ્રકૃતિઓનો નાશ કરે છે. વેદનીય - ૧, ગોત્ર -૧, નામ - ૭૦ = ૭૨
૭૧ = 93 શાતા અથવા અશાતા વેદનીય-નીચગોત્ર-દેવગતિ-પાંચ શરીર-૩ અંગોપાંગ-૫ બંધન-૫ સંઘાતન-૬ સંઘયણ-૬ સંસ્થાન-૫ વર્ણ-૨ ગંધ-૫ રસ-૮ સ્પર્શ-દેવાનુપૂર્વિ-૨ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુર-અપર્યાપ્તા અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય અને અશય આ ૭ર પ્રકૃતિઓ તેમાં મનુષ્યાનુપૂર્વી દાખલા કરતાં 93 પ્રકૃતિઓ થાય છે. આ પ્રકૃતિઓનો નાશ થયે છેલ્લે સમયે જેનો ઉદય વિધમાન છે એવી ૧૨ અગર ૧૩ પ્રકૃતિઓનો (શાતા અથવા અશાતા વેદનીય-ઉચ્ચગોત્ર-મનુષ્ય આયુષ્ય-મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-જિનનામકર્મ-કસ-બાદર-પર્યાપ્ત-શુભગ-આદેય અને યશ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૧૩) સત્તામાંથી નાશ કરે છે.
ત્યાર પછીના સમયે હજુગતિએ બીજા સમયને નહિં સ્પર્શતો તે જ સમયે જેટલા આકાશ પ્રદેશની અવગાહના છે તેટલા જ આકાશ પ્રદેશને અવગાહતો સિદ્ધ અવસ્થાના પહેલા સમયે લોકાંતે જાય છે અને ત્યાં શાશ્વતકાળપર્યત તેજ સ્થિતિમાં રહે છે.
ઉર્ધ્વગતિ સ્વભાવ વડે, પૂર્વ પ્રયોગ વડે, બંધન છેદ વડે આનંગ તજવા વડે આ ચાર દ્રષ્ટાંતે લોકાંતે જાય છે.
જીવ અસ્પૃશ્યગતિએ સિદ્ધ થાય છે એટલે માર્ગમાં જે આકાશપ્રદેશો આવે તેને સ્પર્શ કર્યા વિના ચાલ્યો જાય છે. જો સ્પર્શ કરતો જાય તો તે એજ એક સમયે પહોંચે નહિ આ વાત ઉવવાય સૂત્ર નિવૃત્તિમાં છે. મહાભાષ્યની વૃત્તિમાં જીવ અવગાઢ કરેલા પ્રદેશો સિવાયના બીજા પ્રદેશોને સ્પશ્ય વિના જાય છે. આવા શબ્દો લખેલા છે.
પંચસંગ્રહની વૃત્તિમાં કહેવું છે કે જેટલા પ્રદેશોને અવગાહીને રહેલો છે તેટલા જ પ્રદેશોને
Page 195 of 211
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉર્ધ્વ જતો અવગાહતો જાય છે.
લોકપ્રકાશમાં, જીવ જે સમયે કર્મથી મૂકાય છે એજ સમયે લોકાંતે પહોંચે છે તેમ કહેલ છે.
તત્ત્વ કેવળી ગમ્ય.
ગુણસ્થાનક ક્રમારોહમાં તો ૧૪મા ગુણસ્થાનકે પણ સુક્ષ્મ કાયયોગ માન્યો છે.
૧૪મે શુક્લધ્યાનનો ૪થો પાયો ધ્યાતો છતો કાળથી ૫ વાક્ષર પ્રમાણના ઉચ્ચાર જેટલા કાળ પ્રમાણવાળા શૈલેશીકરણમાં જાય અને અનુક્રમે મોક્ષ પામે છે. શૈલેશ એટલે મેરૂ જેવી નિશ્ચલ અવસ્થા તે શૈલેશીકરણ-શીલ એટલે સંવર ભાવ એથી થતું ચારિત્ર તે શૈલ. તેનો ઇશ તે શૈલેશ. એટલે કે સર્વ સંવરભાવ અબાધકદશાનું યશાખ્યાત ચારિત્ર તે શૈલેશ કહેવાય છે. અથવા અપ્રાપ્તનું પ્રાપ્ત કરવું તે શૈલેશ કહેવાય છે.
ચતુર્દશ સોપાન (અયોગિ કેવલી ગુણસ્થાન)
શુદ્ધ, પરમાત્માના ચિદાનંદ રૂપનું સદા ધ્યાન કરનારા, જ્ઞાનજ્યોતિના પ્રકાશથી પ્રકાશિત થયેલા, નિર્મલ, નિરાબાધ અને અખંડ-અવિનાશી પરમાત્મરૂપને ચિંતવનારા અને પંચપરમેષ્ટીના પ્રભાવને જાણનારા શ્રીમાન્ આનંદસૂરિ અપાર આનંદને ધારણ કરતા બોલ્યા- “ભદ્ર મુમુક્ષુ, આ નીસરણીના છેલ્લા સોપાન ઉપર દ્રષ્ટિ કર. આ મહાન્ અદ્ભુત અને શિવરૂપ સોપાન છે. આ સંસારમાંથી મુક્ત થઇ વિશ્રાંતિ લેવાનું આ સ્થાન છે. શ્રી શિવસ્વરૂપ જિવેંદ્ર ભગવાનનું આનંદરૂપે નિવાસ કરવાનું આ સ્થલ છે. ભદ્ર, આ સોપાનને સાવધાન થઇ વિલોકજે. આ ચૌદમું સોપાન અયોગિ ગુણસ્થાનના નામથી ઓળખાય છે. અહિં કાયાદિનો પણ યોગ ન હોવાથી તે અયોગિ કહેવાય છે. જુવો, આ સોપાન ઉપર પાંચ વર્ણોના આકાર દેખાય છે. તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલ જિવેંદ્રનો આત્મા પાંચ હસ્વ અક્ષરો (જ્ઞ નુ ૠ લૂ) બોલતાં જેટલો વખત લાગે તેટલા વખત સુધી સ્થિતિ કરે છે. આ ગુણસ્થાનમાં શુક્લધ્યાનનો અનિવૃત્તિ નામનો ચોથો પાયો છે, તેમાં સમુચ્છિન્નક્રિયા નામે શુક્લધ્યાનનું ચોથું ધ્યાન છે. જે ધ્યાનમાં સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ ઉચ્છિન્ન (સર્વથા નિવૃત્ત) થઇ જાય છે. આથી મહાત્માઓ એ ધ્યાનને મુક્તિરૂપી મહેલનું દ્વાર કહે છે.”
મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યો- “ભગવન્, મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થાય છે, કૃપા કરી તેનું નિરાકરણ કરો. જ્યાંસુધી દેહ વિધમાન છે, ત્યાંસુધી અયોગી શી રીતે કહેવાય ? અને જ્યારે કાયયોગનો સર્વથા અભાવ થયો તો પછી દેહનો અભાવ થયો, તો દેહ વિના ધ્યાન કેવી રીતે ધરે ?”
આનંદર્ષિ હાસ્ય કરીને બોલ્યા- “વત્સ, આ અયોગી ગુણસ્થાનનો કોઇ અદ્ભુત પ્રભાવ છે. અહિં કાયયોગથી જે ક્રિયા થાય છે, તે અતિ સૂક્ષ્મરૂપ છે. તેમ વળી તે કાયયોગ સત્વર ક્ષય પામી જાય છે, વળી કાયાનું કાર્ય કરવામાં તે અસમર્થ હોય છે, એ કારણથી કાયા હોવા છતાં પણ તે અયોગી કહેવાય છે. તેમ વળી શરીરનો આશ્રય હોવાથી તેને ધ્યાન પણ ઘટે છે. આથી કરીને આ ચૌદમા અયોગી ગુણસ્થાન વર્તી એવા પરમેષ્ટી ભગવંતને તે વિષે કાંઇ પણ વિરોધ આવતો નથી. કારણ કે, પરમેષ્ટી ભગવંત નિજ શુદ્ધાત્મા ચિદ્રુપ તન્મયપણે ઉત્પન્ન થયેલ, નિર્ભર અને પરમાનંદરૂપ છે. વત્સ, આ સર્વોત્તમ ધ્યાનમાં નિશ્ચયનયથી આત્માજ ધ્યાતા છે, આત્માજ કરણરૂપ
Page 196 of 211
Page #197
--------------------------------------------------------------------------
________________
છે, આત્માન કર્મ રૂપતાપન્ન એવા નિજ સ્વરૂપને ધ્યાય છે, તેનાથી બીજું ઉપચારરૂપ, અષ્ટાંગયોગ પ્રવૃત્તિ લક્ષણ ધ્યાન તે સર્વ વ્યવહારનયથી જાણવું.
વત્સ, આ સોપાન ઉપર આવેલા મહાનુભાવના ઉપાંત્ય સમયમાં શું બને છે ? તે જાણવા જેવું છે. કેવલ ચિતૂપ, આત્મસ્વરૂપને ધારણ કરનાર યોગી અયોગી ગુણસ્થાનવર્તી રુ પ્રગટ ઉપાંત્યા સમયમાં એકી સાથે (શીઘ્રયુગપત સમ કાળે) કર્મપ્રકૃત્તિનો ક્ષય કરે છે.”
મુમુક્ષુ વચ્ચે પ્રશ્ન કર્યો - “ભગવદ્, ઉપાંત્ય સમય એ શું છે અને કર્મની બહોંતેર પ્રકૃતિ કઇ છે ? તે સમજાવો.”
મહાનુભાવ આનંદસૂરિએ ઉત્તર આપ્યો – “ભદ્ર, બે ચરમ (છેલ્લા) સમયને ઉપાંત્ય સમય કહે છે. પાંચ શરીર, પાંચ બંધન, પાંચ સંઘાત, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, પાંચ વર્ણ, પાંચ રસ, છ સંહનન, છ અસ્થિર, આઠ સ્પર્શ, બે ગંધ, નીચ ગોત્ર, ચાર અગુરુલઘુ, દેવગતિ, દેવાનુપૂર્વી, બે વિહાયોગતિ, ત્રણ પ્રત્યેક, સુસ્વર, અપર્યાપ્તિનામ, નિર્માણનામ અને બેમાંથી એક વેદનીય એ બાહેર કર્મપ્રકૃતિઓ કહેવાય છે. તે બોંતેર કર્મપ્રકૃતિ મુક્તિ નગરીના દ્વારની અર્ગલા રૂપ છે, તે કર્મ પ્રકૃતિને આ સોપાન ઉપર આવેલો આત્મા ઉપાય સમયમાં ક્ષય કરે છે.”
મુમુક્ષુ બોલ્યો- “ભગવદ્ , હવે એ વાત મારા સમજવામાં આવી છે, આ સોપાનને માટે જે વિશેષ જાણવાનું હોય તે કરૂણા કરી સમજાવો.”
આનંદમુનિ બોલ્યા- “વત્સ આ સોપાન ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિ કર. તેની બાહર સુકાઇ ગયેલા તેર પુષ્પો પડેલા છે. તેની આસપાસ બાર-પંચાશી અને તેર કિરણો ચલકતા દેખાય છે, પણ ઉપર જાતાં તેઓ તદન અદ્રશ્ય થયેલા માલમ પડે છે. જો આ સોપાનના શિખર ઉપર એક જ્યોતિનો મહાન ગોળા દેખાય છે. આ દેખાવની સૂચના એટલી બધી મનોહર અને સુબોધક છે કે, જે જાણવાથી તારો આત્મા આનંદસાગરમાં મગ્ન થઇ જશે.”
મુમુક્ષુએ કહ્યું, “મહાત્મન્ , તે સૂચનાઓ મને સત્વર સમજાવો તે જાણવાને હૃદય ઉત્કંઠિત બને છે.”
આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, આ સોપાનપર આરૂઢ થયેલા અયોગો પરમાત્મા પોતાના અંતસમયે એકવેદની, આદેયનામ, પર્યાપ્તિનામ, બસનામ, બાદરનામ, મનુષ્યાયુ, ચશનામ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, સૌભાગ્ય, ઉચ્ચગોત્ર, પંચેદ્રિયત્વ, અને તીર્થંકર નામ આ તેર પ્રકૃતિનો ક્ષય કરી તે જ સમયે સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થાય છે. તે સિદ્ધ પરમેષ્ટી સનાતન ભગવાન શાશ્વત લોકાત પર્યત જાય છે. જે આ સુકાઇ ગયેલા તેર પુષ્પો પડેલા છે, તેમાંથી એ તેર પ્રકૃતિની સૂચના થાય છે.”
વત્સ, જે આ બાર ચળકતા કિરણો દેખાય છે. તે આ સોપાન પર આવેલા અયોગી મહાત્મા બાર પ્રકૃતિ વેદે છે, તેની સૂચના છે. આ સોપાન ઉપર આવેલ જીવ પોતે અબંધક છે, તે એક વેદની, આદેય, યશ, સુભગ, ત્રણ બસ, પંચેદ્રિયન્ત, મનુષ્ય ગતિ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર અને તીર્થંકર નામ આ બાર પ્રકૃતિ વેદે છે. જે આ તેર અને પંચાશી કિરણોનો દેખાવ છે. તે એવું સૂચવે છે કે, અહીં અંતના બે સમય પહેલાં પંચાશીની સત્તા રહે છે અને ઉપાંત્ય સમયમાં તેર પ્રકૃતિની સત્તા રહે છે. અને છેવટે અંત સમયે તે સત્તા રહિત થાય છે. જેમાં અયોગી સિદ્ધ ભગવાન ચિદાનંદમય બની અખંડાનંદના ભોક્તા થાય છે.
Page 197 of 211
Page #198
--------------------------------------------------------------------------
________________
ભદ્ર-મુમુક્ષુ, આ પવિત્ર સોપાનને ભક્તિથી નમન કર અને આ સ્થાનની ઉચ્ચ ભાવના ભાવી. તારા અંતરાત્માને અખંડાનંદનો અધિકારી બનાવ. મહાનુભાવ આનંદસૂરિના આ વચન સાંભળી મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઇ ગયો. તેણે તે સોપાનને અંજલિ જોડી પ્રણામ કર્યો અને પછી ઉભા થઇ મહાત્મા આનંદસૂરિને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી અને ક્ષણવાર સુધી તે આનંદમુર્તિ મહાત્માનું એકાગ્રતાથી ધ્યાન કર્યું.
ક્ષણવારે મુમુક્ષુએ હૃદયમાં વિચાર કરી પ્રશ્ન કર્યો – “ભગવન્, આપ મહાનુભાવે આ મોક્ષપદ સોપાનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. હું સર્વ રીતે કૃતાર્થ થયો છું, તથાપિ આ છેવટના સોપાન ઉપર થતી શિવરૂપ સિદ્ધગતિને યથાર્થ જાણવાને માટે અંતરમાં ઇચ્છા પ્રગટ થાય છે.”
આનદર્ષિ આનંદ સહિત બોલ્યા- “વત્સ, જે ઇચ્છા હોય તે પુછ અને તારી જિજ્ઞાસા તૃપ્ત.
કર.”
જિજ્ઞાસુ મુમુક્ષએ અંજલિ જોડી પુછયું, “ભગવન, અહીં કર્મ રહિત થયેલો આત્મા તે સમયે લોકાંતમાં કેવી રીતે જતો હશે, અયોગી આત્માની ઉર્ધ્વગતિ શી રીતે થતી હશે ?” આનંદસૂરિએ કહ્યું ભદ્રલોકાંતમાં આત્માની ઉર્ધ્વગતિને માટે ચાર પ્રકારના હેતુઓ દર્શાવેલા છે, પ્રથમ ઉપાંત્ય બે સમયમાં અચિંત્ય આત્મવીર્યથી પંચાશીકર્મ પ્રકૃતિ ક્ષય કરવા માટે જે વ્યાપારનો આરંભ કર્યો હતો, તેનાથી આત્માની ઉર્ધ્વગતિ થાય છે એ પ્રથમ હેતુ છે. આત્મા કર્મના સંગથી રહિત થવાથી તેની ઊર્ધ્વગતિ થાય છે, એ બીજો હેતુ છે. આત્મા અતિ ગાઢ બંધનોથી રહિત થવાથી ઊર્ધ્વગતિ કરી શકે છે, એ ત્રીજો હેતુ છે. અને કર્મ રહિત થયેલા જીવનો ઊર્ધ્વ ગમન કરવાનો સ્વભાવ છે, એ ચોથો હેતુ છે. ચાર હેતુ ઉપર ચાર દ્રષ્ટાંતો આપેલા છે. પ્રથમ હેતુમાં કુંભારના ચક્રનું દ્રષ્ટાંત છે. જેમ કુંભારનું ચક્ર પૂર્વ પ્રયોગથી ક્ષ્ય કરે છે, તેમ આત્માની પૂર્વ પ્રયોગથી ઊર્ધ્વગતિ થાય છે. બીજા હેતુમાં તુંબિકાનું દ્રષ્ટાંત છે. જેમ તુંબડાની માટીના લેપથી રહિત થતાં ધમસ્તિકાયરૂપ જલથી તેની ઊર્ધ્વગતિ થાય છે. ત્રીજા હેતુમાં એરંડળનું દ્રષ્ટાંત છે. જેમ એરંડળ બીજાદિ બંધનોથી છૂટું થતાં ઉર્ધ્વગમન કરે છે. તેમ આત્માને કર્મરૂપ બીજાદિનો બંધ વિચ્છેદ થતાં તે ઉર્ધ્વગમન કરે છે, ચોથા હેતુમાં અગ્નિનું દ્રષ્ટાંત છે જેમ અગ્નિનો ઉર્ધ્વજવલન સ્વભાવ છે, તેમ આત્માનો પણ ઉર્ધ્વગમન સ્વભાવ છે. ભદ્ર, વળી અહિં કોઇ શંકા કરે કે, આત્માની અધોગતિ કે તિર્થી ગતિ કેમ થતી નથી ? ઉત્તરમાં એટલું જ કહેવાનું કે, સિદ્ધ આત્મા કર્મના ગૌરવ-ભારના અભાવથી અધોગમન કરતા નથી, તેમ પ્રેરણા કરનાર પ્રેરક કર્મના અભાવથી તિર્થીગતિ પણ કરતા નથી. તે સાથે તેમજ ધમસ્તિકાયના અભાવથી તે લોકની ઉપર પણ ગમન કરી શકતો નથી કારણ કે, ધર્માસ્તિકાય લોકમાંજ હોવાથી તે મત્સ્યને જલની જેમ જીવ તથા પુદગલની ગતિનો હેતુરૂપ છે. ધમસ્તિ આલોકમાં ન હોવાથી સિદ્ધ અલોકમાં જઇ શકતા નથી.”
મુમુક્ષુએ સવિનય જણાવ્યું- “ભગવન, આપની આ વાણી સાંભળી અંતર આનંદમય બની ગયું છે હવે માત્ર એક પ્રાર્થના છે કે, લોકાંતરમાં રહેનારા સિદ્ધનું સ્વરુપ કહી સંભળાવો કે જે સાંભળી હું મારા કર્ણને અને જીવનને સફળ કરી આત્માનંદનો અનુભવી બનું.”
આનંદ મૂર્તિ આનંદસૂરિઆત્માનંદ દર્શાવતા બોલ્યા- “ભદ્ર, જે આ ચૌદમાં સોપાન ઉપર જ્યોતિનો તેજસ્વી ગોળો દેખાય છે, તે સિદ્ધશિલાની સૂચના છે. આ ચૌદ રાજલોકના મસ્તક ઉપર ઇષત પ્રાગભારા નામની સિદ્ધિશિલા રહેલી છે. સિદ્ધના જીવો તેનાથી પાસે હોવાથી તે સિદ્ધશિલા
Page 198 of 211
Page #199
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. જો કે તે શિલા ઉપર સિદ્ધ પરમાત્મા બેસતા નથી, સિદ્ધ પરમાત્મા તો તેનાથી ઉંચે લોકાંતરમાં બીરાજમાન છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર એ સુંદર સિદ્ધશિલા આવેલી. છે. સૂરભિ, કપૂરથી અધિક સુગંધવાળી, કોમલ, સૂક્ષ્મ અવયવવાળી, પવિત્ર અને ઘણી તેજસ્વી છે. મનુષ્ય ક્ષેત્ર સમાન ત લાંબી પહોળી અને ઉત્તાન શ્વેત છત્રના જેવી આકૃતિવાળી છે અત્યંત શુભરૂપ છે. તે પૃથ્વી મધ્યભાગે આઠ યોજન જાડી છે, અને પ્રાંતમાં ઘટતી ઘટતી માંખીની પાંખ જેવી પાતળી છે તે ઉપર એક યોજન પર આવેલ લોકાંત કે જે એક યોજનાનો જે ચોથો કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધ આત્માઓની અવગાહના છે. એટલે બે હજાર ધનુષ પ્રમાણ કોશના છઠ્ઠા ભાગમાં (ત્રણસો તેત્રીસ ધનુષ અને બત્રીશ આંગળમાં) સિધ્ધોના આત્મપ્રદેશોની અવગાહના છે. જેમ કલડીમાં મીણ ભરીને ગાળતાં તે ગળી જવાથી જેવો આકાશનો આકાર થાય તેવો સિદ્ધનો આકાર
છે.
ભદ્ર મુમુક્ષ, તે સ્થળે રહેલા સિદ્ધ આત્માઓ મોટું જ્ઞાન ધરાવે છે. આ ત્રણ લોકની અંદર આવેલ ચૌદ રાજલોકમાં ગુણપર્યાય સંયુક્ત જે જે જીવાજીવાદિ સર્વ વસ્તુઓ છે, તે સર્વ વસ્તુઓને તેઓ સામાન્ય રૂપે દેખે છે અને વિશેષ રૂપે જાણે છે કારણકે વસ્તુ માત્ર સામાન્ય વિશેષાત્મક છે.(૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) દર્શનચારિત્ર મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય -એ આઠ કર્મોનો ક્ષય થવાથી તે સિદ્ધ આત્માઓમાં (૧) કેવળજ્ઞાન, (૨) કેવળદર્શન, (૩) અવ્યાબાધ અનંતસુખ, (૪) શુદ્ધ સમ્યકત્વ ક્ષાયક રૂપ ચારિત્ર, (૫)
પયગતિ, (૬) અમૂર્તતા, (૭) અનંત અવગાહના અને (૮) અનંતવીર્ય –આ આઠ ગુણો પ્રગટ થયેલા છે; અને ચક્રવર્તી અને ઇંદ્રની પદવીના સુખથી તે સિધ્ધો અનંતગણુ સુખ ભોગવે છે. જે સુખ, કલેશ રહિત અને અવ્યય છે.
વત્સ મુમુક્ષુ? તે સિદ્ધ ભગવંતે પ્રાપ્ત કરેલા પરમપદના આનંદનું સુખ અનિર્વચનીય છે, તે પરમાનંદનું વર્ણન કરવાને મારામાં શક્તિ નથી, તથાપિ શાસ્ત્રદ્વારા જે કાંઇ જાણેલું છે, તે સંક્ષેપમાં કહું છું. તે મહાનું પરમ પદ આરાધકોને આરાધ્ય, સાધકોને સાધ્ય અને ધ્યાયકોએ ધ્યેય છે. તે પદ અભવ્ય જીવોને સદા દુર્લભ છે, એટલું જ નહિ પણ કેટલાક ભવ્ય જીવોને પણ દુર્લભ છે અને દુર્ભવ્યોને કષ્ટ સાધ્ય છે. ટુંકમાં કહેવાનું કે, તે ચિદ્રુપ ચિદાનંદમય અને પરમાનંદ રૂપ છે.”
ભદ્ર મુમુક્ષ, એ પરમપદની ભાવના કરી તારા આત્માને તે તરફ પ્રવતવિજે. અને તે માટે આ મોક્ષપદ સોપાનનો ચિતાર હદયમાં રાખી તેનું મનન કર્યા કરજે. આ મોક્ષપદ સોપાનના ચૌદ પગથીઆની નિર્મળ નીસરણી પર આરૂઢ થવાની ઉત્કંઠા ધારણ કરી અનુક્રમે ઉચ્ચ સોપાનપર આરૂઢ થવાની અભિલાષામાં તારા હૃદયને પ્રતિબદ્ધ કરજે. જેથી તારું જીવન સફળ થશે અને પૂર્વ પૂણ્યના યોગથી પ્રાપ્ત થયેલી પવિત્ર આહંત ધર્મની શીતળ છાયા તને આ સોપાન પર વિશ્રાંતિ આપશે.
મહાનુભાવ આનંદસૂરિની આ વાણી સાંભળી તે મુમુક્ષુ આનંદ મગ્ન થઇ ગયો. તેના શરીર પર રોમાંચ પ્રગટ થઇ આવ્યા અને ઉત્તમ ભાવનાઓથી તેની મનોવૃત્તિ આત્મારામ બની ગઇ. તેણે આત્માને વિષે પરમ આરામ અને આનંદ પ્રાપ્ત કર્યો.
મુક્ષુએ મધુર વાણીથી જણાવ્યું, “હે મહોપકારી ભગવન્, આ સમયે આપના ઉપકારનું નિરવધિ વર્ણન કરવાને મારી વાણી અસમર્થ છે. હું આનંદ ઉદધિમાં મગ્ન થઇ ગયો છું. આ મોક્ષપદ
Page 199 of 211
Page #200
--------------------------------------------------------------------------
________________
સોપાનની છબી મારા હૃદયમાં મુદ્રિત થઇ ગઇ છે. મારા મન, વચન અને કાયાના યોગ એજ સદ્વિચારમાં સ્ફુરી રહ્યા છે. આપે આપેલા આ અવલંબનથી હું આ સંસાર સાગરમાંથી બચ્યો છું.”
આ પ્રમાણે કહી મુમુક્ષુએ મહાત્મા આનંદસૂરિના ચરણમાં દંડવત્ પ્રણામ કર્યાં, અને વિધિ સહિત વંદના કરી તે મહાત્માની સ્તુતિ કરી- “ભગવન્, આપ ખરેખર આનંદસૂરિ છો. આત્માને આરામ આપનારા આત્મારામ છો, અને આ સંસારમાં યુદ્ધ કરવા સજ્જ થયેલા મોહાદિ શત્રુઓનો વિજયકરાવી આનંદ આપનારા વિજયાનંદ છો, અને મારા સાચા મિત્ર વીરભક્ત છો.”
આ સ્તુતિના શબ્દો મુમુક્ષુના મુખમાંથી નીકલતા હતા, તેવામાં ચૌદ પગથીઆવાલી મોક્ષપદ સોપાનની નીસરણી અદ્રશ્ય થઇ ગઇ. અને તે સાથે મુમુક્ષુની સાંસારિક ભાવની વૃત્તિ પણ અદ્રશ્ય
થઇ ગઇ.
ઉપસંહાર
પ્રથમ મનોહર અને રમણીય પ્રદેશમાં આવેલા દિવ્ય આત્મા મહાનુભાવ આનંદસૂરિના માક્ષપદ સોપાનના પ્રત્યક્ષ ઉપદેશથી મુમુક્ષુ પ્રતિબુદ્વ થયો હતો. સંસારના પરિતાપમાંથી મુક્ત થવા માટે આત્માના ઉચ્ચ ગુણોનું સ્વરૂપ જાણવાની તેની પ્રબળ ઇચ્છા પાર પડી હતી. જે મહાત્માએ તેને આ પવિત્ર પ્રદેશનો માર્ગ બતાવ્યો હતો, તેમને અને મહાનુભાવ આનંદસૂરિનો હૃદયથી આભાર માની તે મુમુક્ષુએ આનંદ મૂર્તિ આનંદસૂરિની સમીપ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હતો. અને તે પછી તેણે જે ચતુર્દશ સોપાનની શ્રેણી પ્રત્યક્ષ જોયેલ તેના સ્વરૂપનું મનન કરી તે પર ક્રમારોહણ કરી પોતાના સાધુ જીવનની સાર્થકતા કરી હતી, અને અયોગી કેવલીના સોપાન પર આરૂઢ થવાની યોગ્યતા મેળવવાને તે પૂર્ણ ઉમેદવાર બન્યો હતો. શ્રી અરિહંત પરમાત્મા તેની એ ઉમેદ પાર પાડો. પવિત્ર મહાશય ધર્મ બંધુઓ, આ મોક્ષપદ સોપાનના સ્વરૂપનું હૃદયથી મનન કરજો. ભગવાન્ તીર્થંકરોએ આ જગતના જીવોના ઉદ્ધારને માટે મોક્ષરૂપ મહેલમાં ચડવાને આ સોપાનની સીધી સીડી દર્શાવી છે, જો એ સોપાનના સીધા માર્ગને ભુલી જશો તો તમારે અનેક ભ્રમણોમાં ભમવું પડશે.
આ પ્રસંગે કહેવું જોઇએ કે, આ સુંદર સોપાનનો માર્ગ ચારિત્રના સુકાનને લઇ જગત્ સાગરમાં વિચરનારા મુનિઓને માટે સુગમ છે. વિરત, નિગ્રંથ, નિર્મમ અને નિર્દોષ વૃત્તિને ધારણ કરનારા અનગાર આત્માઓ આ સોપાનપર આરોહણ કરવાને જેટલા અધિકારી છે, તેટલા અવિરતિ આચારને ધરનારા ગૃહસ્થ શ્રાવકો નથી, તે છતાં જે મુનિવરો આ સોપાનના સ્વરૂપને ઓળખતાં છતાં તે પ્રમાણે વર્તવાને પ્રમત્ત થાય છે. તેઓ ચારિત્રરૂપ રત્નને એક કોડીને મૂલ્યે વેચી ભવિષ્યની વિપત્તિઓને વ્હોરી લે છે. તે પવિત્ર મુનિઓએ પોતાના જીવન જેને માટે સમર્પણ કરેલ છે, તેને પ્રમાદથી ભૂલી જઇ પોતાના સાધુ જીવન કઇ દિશાએ દોરાય છે અને અમૂલ્ય સમયનો ઉપયોગ કેવા કાર્યમાં થાય છે, તે મુખ્યત્વે વિચાર કરવાનો છે. જે ભ્રમણાથી પોતે પોતાનો લક્ષ્ય સ્થલનો ખરો, અને સીધો માર્ગ ભૂલી ગયા છે, તે માર્ગને તેમણે શોધી કાઢવો જોઇએ. પોતાના પૂર્વજો જે માર્ગે ચાલી સ્વ અને પરના જીવનને આત્મિક ઉન્નતિમાં મુકી ગયેલા છે. તે ખરા માર્ગમાં એક બીજાની ગતિમાં અવરોધ કર્યા વગર સતત્ ગતિમાન થવાને માટે સતત્ પ્રયત્ન કરવો જોઇએ. અને મિથ્યા દંભ અને આત્મગૌરવની ખાતર બીજાની ગતિમાં અવરોધ કરવામાં કાલ વ્યતીત ન
Page 200 of 211
Page #201
--------------------------------------------------------------------------
________________
કરતાં તેમણે પોતાના પૂર્વજોના શુદ્ધ માર્ગને અનુસરી ચાલવું જોઇએ.
ચાલતા કાલના પ્રભાવને લઇને ગૃહસ્થ અને યતિ બંને વર્ગમાં અવ્યવસ્થાએ સ્થાન કરેલું છે, આચાર, અનાચાર અને અત્યાચારની મિશ્ર પ્રવૃત્તિ પણ કેટલેક સ્થળે જોવામાં આવે છે, તે સર્વનો ઉચ્છદ થાઓ. અને આ મોક્ષપદ સોપાનની સુંદર સીડીપર ક્રમારોહણ કરવાની ઇચ્છા રાખનારા ધર્મગુરૂઓ અને ધર્મબંધુઓના મનોરથો સિદ્ધ થાઓ અને આવા વિષમ કાલમાં પણ ચારિત્ર ધર્મની ધ્વજાને કાવી નિર્દોષ ધર્મ ધરનારા, આત્માને આરામ આપનારા અને વિઘ્નોનો વિજય કરી આનંદને પ્રસારનારા મહોપકારી મુનિવરોનો સદા વિજય થાઓ. એજ અમારી પ્રભુ પાસે અંતરની અભ્યર્થના છે.
સમાપ્ત
૧૪ ગુણસ્થાન ના કાળમાનનું વર્ણન
(૧) પહેલા ગુણસ્થાનકનો કાળ ૪ વિકલ્પથી હોય છે. ૧. અનાદિઅનંત ૨. અનાદિસાંત ૩. સાદિઅનંત ૪. સાદિસાંતા (૨) બીજા ગુણસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાનો હોય છે. (૩) ત્રીજા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૪) ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૩૩ સાગરોપમ હોય છે.
(૫) પાંચમા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનું પૂર્વક્રોડ વર્ષ (૮ વરસ ન્યુન) હોય છે.
(૬) છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત મતાંતરે દેશોનું પૂર્વક્રોડવર્ષ
Page 201 of 211
Page #202
--------------------------------------------------------------------------
________________
એટલે કે છટ્ટ ગુણસ્થાનકે ૧ અંતર્મુહુર્ત રહે પછી સાતમે જાય પાછો છટ્ટે આવે અને પછી સાતમે જાય આમ દેશોનુપૂર્વક્રોડ વર્ષ સુધી ચાલ્યા કરે છે.
(9) 9માં ગુણસ્થાનકનો સમય જઘન્ય તથા ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૮) ૮ થી ૧૧ ગુણસ્થાનકનો કાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૯) ૧૨માં ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્તનો હોય છે. (૧૦) ૧૩માં ગુણસ્થાનકનો કાળ જઘન્ય ૧ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વક્રોડ વર્ષ હોય
છે.
(૧૧) ૧૪માં ગુણસ્થાનકનો કાળ પાંચ સ્વાક્ષરના જેટલો હોય છે.
(૧) પહેલું-બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનકોમાંથી કોઇપણ ૧ ગુણસ્થાનક લઇને જીવા પરભવમાં જઇ શકે છે.
(૨) ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ અને ૧૪ આ અગિયાર ગુણસ્થાનકને વિષે જીવો મરણ પામી શકે છે.
(૩) ૩-૧૨-૧૩ આ ત્રણ ગુણસ્થાનકમાં જીવો મરણ પામતા જ નથી. (૪) ૧-૪-૫-૬-૭-૧૩ આ છ ગુણસ્થાનકોને વિષે જીવો સદાકાળ હોય છે.
(૫) ૨-૩-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪ આ ૮ ગુણસ્થાનકોને વિષે કોઇ વખતે કોઇ પણ જીવ ન હોય એમ પણ બન અને કોઇ વખત કદાચ હોય તો ૧ જીવ કે અનેક જીવો પણ હોઇ શકે છે.
(૬) ઉપશમ શ્રેણી ચડનારો ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં તથા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ૧૧ થી ક્રમસર નીચે ઉતરતાં ૮ થી ૧૧ ગુણસ્થાનકને વિષે મરણ પામી શકે છે.
ક્ષપશ્રેણીનું સ્વરૂપ વર્ણન
અનંતાનુબંધી ૪ કષાય અને દર્શનસિક આ સાત પ્રકૃતિઓની ક્ષપના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. આ ક્ષપકશ્રેણી ૧લા સંઘયણવાળા જીવો કરે છે. ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓને ખપાવવા માટેનું ૭મું ગુણસ્થાનક તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. અમું ગુણસ્થાનક તે અપૂર્વકરણ કહેવાય છે. ૯મું ગુણસ્થાનક તે અનિવૃત્તિરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ત્રણે કરણો જીવ પુરૂષાર્થથી કરે છે. સ્થિતિઘાતાદિ પાંચવાના કરણ અનુસાર હોય છે. ઉદ્ગલના સંક્રમ સહિત ગુણસંક્રમવડે સત્તાનો નાશ કરે છે. ક્ષપકશ્રેણીવાળા ૧૦મેથી ૧૨મેજ જાય છે ત્યારબાદ ૧૩-૧૪મે થઇ એજ ભાવે સિદ્ધિગતિમાં જાય છે.
ક્ષપકશ્રેણીમાં એક સાથે ૧૦૮ જીવો પ્રવેશ કરે છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) હોય છે. અને જઘન્યથી કોઇવાર ૬ માસ સુધી એકપણ ન હોય એમ પણ બને છે. ક્ષપકશ્રેણીમાં નીચેના ક્રમે પ્રકૃતિઓનો નાશ થાય છે.
) અનંતાનુબંધી ૪ કષાય (૨) મિથ્યાત્વ મોહનીય (3) મિશ્ર મોહનીય (૪) સમ્યક્ત્વ મોહનીય (૫) નરક-તિર્યંચ-દેવાયુષ્ય (૬) એકૅન્દ્રિયાદિ ૪ જાતિ-નરક,દ્ધિક-તિર્યચદ્ધિક-આતપ-ઉધોત-સ્થાવર-સુક્ષ્મ-સાધારણ અને થીણધ્વિત્રિક એમ ૧૬ પ્રકૃતિઓ (૭) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય - પ્રત્યાખ્યાનીય - ૪ કષાય તેમ ૮ કષાય (૮) નપુંસકવેદ (૯) સ્ત્રીવેદ (૧૦) હાસ્યષક (૧૧) પુરૂષવેદ (૧૨) સંજ્વલન ક્રોધ (૧૩) સંજ્વલન માન (૧૪)
Page 202 of 211
Page #203
--------------------------------------------------------------------------
________________
સંજ્વલન માયા (૧૫) સંજ્વલન લોભ (૧૬) નિદ્રાદ્રિક (૧૭) જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય -૪, અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓ (૧૮) ૧૪મા ના ઉપાત્ય સમયે અઘાતી કર્મોની ૭ર અથવા ૭૩ પ્રકૃતિઓ (૧૯) ૧૪માં ગુણસ્થાનકના અંત સમયે ૧૨ અથવા ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરતાં જીવો. સિદ્ધિગતીને પામે છે.
ક્ષપકશ્રેણીએ ચડતાં ૯ અને ૧૦ ગુણસ્થાનકે જીવોને જે સ્થિતિબંધ હોય એ જ સ્થાને ઉપશમશ્રેણી ચડતા જીવોને તે સ્થિતિબંધ બમણો હોય છે તથા રસબંધ અનંતગુણ હીન શુભ પ્રકૃતિઓનો હોય છે. અને અશુભ પ્રકૃતિઓનો અનંતગુણ અધિક રસબંધ હોય છે તથા ઉપશમશ્રેણીથી પાછા લા જીવને આ ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણીવાળા કરતાં ૪ ઘણો બંધ જાણવો અને ઉપશમ શ્રેણી એ ચડતાં જીવોની અપેક્ષાએ બમણો સ્થિતિબંધ જાણવો. | સર્વ મોહનીય કર્મનો ક્ષય કરે તે જીવોને સર્વશ્રેપક જીવો કહેવાય છે.
વિસંયોજનાનો અર્થ : જે પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થયા પછી ફ્રીથી બંધ થવા સંભવ હોય એવી પ્રકૃતિઓનો ક્ષય થાય તેને વિસંયોજના કહેવાય છે. માત્ર અનંતાનુબંધી ૪ કષાયની જ વિસંયોજના થાય છે.
ક્ષપક્મણી વર્ણન સમાપ્ત
૧. એક સંયોગી આઠ ભાંગા થાય.
૧ = સાસ્વાદન, ૨ = મિશ્ર, ૩ = અપૂર્વકરણ, ૪ = અનિવૃત્તિકરણ, ૫ = સૂક્ષ્મjપરાય, ૬ = ઉપશાંત મોહ, ૭ = ક્ષીણ મોહ, ૮ = અયોગી કેવલી ગુણસ્થાનક
હવે આગળના દ્વિક સંયોગી આદિ ભાંગા ઉપર જણાવેલ અંક સંજ્ઞા મુજબ અંકમાં જણાવાશે તો ઉપરના અંક મુજબ ગુણસ્થાનકના નામો જાણવા.
- ૨. દ્વિક સંયોગી ભાંગા ૨૮ થાય છે. ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ ૪.૫ ૪.૬ ૪.૭ ૪.૮ ૫.૬ ૫.૭ ૫.૮ ૬.૭ ૬.૮ ૭.૮
૩. ત્રિક સંયોગી ૫૬ ભાંગા થાય છે. ૧.૨.૩ ૧.૨.૪ ૧.૨.૫ ૧.૨.૬ ૧.૨.૭ ૧.૨.૮ ૧.૩.૪ ૧.૩.૫ ૧.૩.૬ ૧.૩.૭ ૧.૩.૮ ૧.૪.૫ ૧.૪.૬ ૧.૪.૭ ૧.૪.૮ ૧.૫.૬ ૧.૫.૭ ૧.૫.૮ ૧.૬.૭ ૧.૬.૮ ૧.૭.૮ ૨.૩.૪ ૨.૩.૫ ૨.૩.૬ ૨.૩.૭ ૨.૩.૮ ૨.૪.૫ ૨.૪.૬ ૨.૪.૭ ૨.૪.૮ ૨.૫.૬ ૨.૫.૭ ૨.૫.૮ ૨.૬.૭ ૨.૬.૮ ૨.૭.૮ ૩.૪.૫ ૩.૪.૬ ૩.૪.૭ ૩.૪.૮ ૩.૫.૬ ૩.૫.9 ૩.૫.૮ ૩.૬૭ ૩.૬.૮ ૩.૭.૮ ૪.૫.૬ ૪.૫.૭
Page 203 of 211
Page #204
--------------------------------------------------------------------------
________________
૪.૫.૮ ૪.૬.૭ ૪.૬.૮ ૪.૭.૮ ૫.૬.૭ ૫.૬.૮ ૫.૭.૮ ૬.૭.૮
૪. ચતુઃ સંયોગી 90 ભાંગા થાય. ૧.૨.૩.૪ ૧.૨.૩.૫ ૧.૨.૩.૬ ૧.૨.૩.૭ ૧.૨.૩.૮ ૧.૨.૪.૫ ૧.૨.૪.૬ ૧.૨.૪.૭ ૧.૨.૪.૮ ૧.૨.૫.૬ ૧.૨.૫.૭ ૧.૨.૫.૮ ૧.૨.૬.૭ ૧.૨.૬.૮ ૧.૨.૭.૮ ૧.૩.૪.૫ ૧.3.૪.૬ ૧.૩.૪.૭ ૧.૩.૪.૮ ૧.૩.૫.૬ ૧.૩.૫.૭ ૧.૩.૫.૮ ૧.૩.૬.૭ ૧.૩.૬.૮ ૧.૩.૭.૮ ૧.૪.૫.૬ ૧.૪.૫.૭ ૧.૪.૫.૮ ૧.૪.૬.૭
૧.૪.૬.૮ ૧.૪.૭.૮ ૧.૫.૬.૭ ૧.૫.૬.૮ ૧.૫.૭.૮ ૧૬.૭.૮ ૨.૩.૪.૫ ૨.૩.૪.૬ ૨.૩.૪.૭ ૨.૩.૪.૮ ૨.૩.૫.૬ ૨.૩.૫.૭ ૨.૩.૫.૮ ૨.૩.૬.૭ ૨.૩.૬.૮ ૨.૩.૭.૮ ૨.૪.૫.૬ ૨.૪.૫.૭ ૨.૪.૫.૮ ૨.૪.૬.૭ ૨.૪.૬.૮ ૨.૪.૭.૮ ૨.૫.૬.૭ ૨.૫.૬.૮ ૨.૫.૭.૮ ૨.૬.૭.૮ ૩.૪.૫.૬ 3.૪.૫.૭ ૩.૪.૫.૮ .૪.૬.૭ ૩.૪.૬.૮ ૩.૪.૭.૮ ૩.૫.૬.૭ 3.૫.૬.૮ ૩.૫ ૭.૮ ૩.૬.૭.૮ ૪.૫.૬.૭ ૪.૫.૬.૮ ૪.૫.૭.૮ ૪.૬.૭.૮ ૫.૬.૭.૮
૫. પંચ સંયોગી ૫૬ ભાંગા થાય છે. ૧.૨.૩.૪.૫
૧.૨.૩.૪.૬ ૧.૨.૩.૪.૭ ૧.૨.૩.૪.૮
૧.૨.૩.૫.૬ ૧.૨.૩.૫.૭ ૧.૨.૩.૫.૮
૧.૨.૩.૬૭ ૧.૨.૩.૬.૮ ૧.૨.૩.૭.૮ ૧.૨.૪.૫.૬
૧.૨.૪.૫.૭ ૧.૨.૪.૫.૮
૧.૨.૪.૬.૭ ૧.૨.૪.૬.૮ ૧.૨.૪.૭.૮
૧.૨.૫.૬.૭ ૧.૨.૫૬.૮ ૧.૨.૫.૭.૮ ૧.૨૬.૭.૮ ૧.૩.૪.૫.૬ ૧.૩.૪.૫.૭ ૧.૩.૪.૫.૮ ૧.૩.૪.૬.૭ ૧.૩.૪.૬.૮
૧.૩.૪.૭.૮ ૧.૩.૫.૬.૭ ૧.૩.૫.૬.૮
૧.૩.૬.૭.૮ ૧.૪.૫.૬૭ ૧.૪.૫.૬.૮ ૧.૪.૫.૭.૮ ૧.૪.૬૭.૮ ૧.૫.૬૭.૮ ૨.૩.૪.૫.૬
૨.૩.૪ ૫.૭
Page 204 of 211
Page #205
--------------------------------------------------------------------------
________________
૨.૩.૪.૫.૮
૨.૩.૪.૭.૮
૨.૩.૫.૭.૮
૨૪.૫.૬ ૮
૨.૫.૬ ૬.૮
૩.૪.૫.૭.૮
૪.૫૬૬૮
૧.૨.૩.૪.૫.૬
૧.૨.૩.૪.૬૭
૧.૨.૩.૫.૬૩
૧.૨.૩.૬.૭.૮
૧.૨.૪.૫.૭.૮
૧.૩.૪.૫.૬.૭
૧.૩.૪.૬.૭.૮
૨.૩.૪.૫.૬.૭
૨.૩.૪.૬ ૩.૮ 3.8.4.9.4
૧,૨,૩,૪,૫,૬,૩
૧.૨.૩.૪.૬.૭.૮
૧.૩.૪ ૫.૬ ૩.૮
૨.૩.૪.૬.૭
૨.૩.૫.૬.૭
૨.૩.૬૭,૮
૨.૪.૫.૭.૮
એક- અનેક એક-એક
૩.૪.૫.૬ ૩
૩.૪,૬૭,૮
૧.૩.૫.૭.૮
૬. છ સંયોગી ૨૮ ભાંગા હોય છે.
૧.૨.૩.૪.૫.૭
૧.૨.૩.૪.૬ -
૧૨.૩.૫.૬૪
૧.૨૪.૫.૬ ૭
૧૨૪૬૭૨
૧.૩,૪,૫,૬૮
૧.૩.૫.૬.૭.૮
૨.૩.૪ ૫.૬ ૨.૩.૫.૬૭૮
૧.૧
૨.૩.૪.૬.૮
૨.૩.૫.૬૮
૨.૪.૫.૬૭
૨.૪.૬.૭.૮
૩૪.૫.૬૮
૩.૫.૬.૭.૮
૧.૨.૩.૪.૫.૮
૧.૨.૩.૪.૭.૮
૧.૨.૩.૫.૭.૮
૧.૨.૪.૫.૬.૮
૧.૨.૫.૬.૭.૮
૧.૩.૪.૫.૭.૮
૧૪૫૬૭૮
૨.૩.૪.૫.૭.૮
૨૪.૫.૬૭૮
૭. સંયોગી ૮ ભાંગા હોય.
૧.૨.૩.૪.૫,૬,૮
૧.૨.૩.૪.૫.૭.૮
૧.૨.૩.૫.૬.૭.૮ ૧.૨.૪.૫૬.૭.૮ ૨.૩.૪.૫.૬૭.૮
૧.૨.૩.૪.૫.૬.૭.૮
આ રીતે કુલ ૨૫૫ ભાંગા થાય.
૮ + ૨૮ + ૫૬ + ૭૦ + ૫૬ + ૨૮ + ૮ + ૧ = ૨૫૫
હવે એક અનેક આશ્રયી માંગા કરાય છે.
૮ આઠ સંયોગી ૧ ભાંગો હોય.
૧ = એક ૨ = અનેક સંજ્ઞા જાણવી.
૧. એક સંયોગી એક અનેકાશ્રયી ૨ ભાંગા થાય.
૧ = એક અને ૨ = અનેક = ૨ ભાંગા થાય.
અનેક - એક
અનેક - અનેક
૨.૧
૨. દ્વિક સંયોગી ૪ ભાંગા થાય.
Page 205 of 211
Page #206
--------------------------------------------------------------------------
________________
૧.૧.૧
૨.૧.૧
૧.૧
૧.૧.૧.૧
૧.૨.૧.૧
૨.૧.૧.૧
૨.૨.૧.૧
૩. ગ્રીક સંયોગી માંગા ૮ થાય છે.
૧.૨.૧
૧.૨.૨
૨.૨.૧
૨.૨.૨
૪. ચતુઃસંયોગી ૧૬ ભાંગા થાય છે.
૧.૧.૨.૧
૧.૧.૨.૨
૧.૨.૨.૧
૧.૨.૨.૨
૨.૧.૨.૧
૨.૧.૨.૨
૨.૨.૨.૧
૨.૨.૨.૨
૫. પંચ સંયોગી ૩૨ ભાંગા થાય છે.
૧.૧.૧.૧.૧ ૧.૧.૧.૧.૨ ૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૨.૨
૧.૧.૨.૧.૧ ૧.૧.૨.૧.૨ ૧.૧.૨.૨.૧ ૧.૧.૨.૨.૨ ૧.૨.૧.૧.૧ ૧.૨.૧.૧.૨ ૧.૨.૧.૨.૧ ૧.૨.૧.૨.૨ ૧.૨.૨.૧.૧ ૧.૨.૨.૧.૨ ૧.૨.૨.૨.૧ ૧.૨.૨.૨.૨
૨.૧.૧.૧.૧ ૨.૧.૧.૧.૨ ૨.૧.૧.૨.૧
૨.૧.૧.૨.૨
૨.૧.૨.૧.૧ ૨.૧.૨.૧.૨ ૨.૧.૨.૨.૧
૨.૧.૨.૨.૨
૨.૨.૧.૧.૧ ૨.૨.૧.૧.૨ ૨.૨.૧.૨.૧
૨.૨.૧.૨.૨
૨.૨.૨.૧.૧ ૨.૨.૨.૧.૨ ૨.૨.૨.૨.૧ ૨.૨.૨.૨.૨
૬. છ સંયોગી ૬૪ ભાંગા થાય છે.
૨.૨ = ૪ ભાંગા થાય.
૧.૧.૧.૧.૧.૧
૧.૧.૧.૧.૨.૨
૧.૧.૧.૨.૨.૧
૧.૧.૨.૧.૧.૨
૧.૧.૨.૨.૧.૧
૧.૧.૨.૨.૨.૨
૧.૨.૧.૧.૨.૧
૧.૨.૧૨.૧.૨
૧.૨.૨.૧.૧.૧
૧.૨.૨.૧.૨.૨
૧.૨.૨.૨.૨.૧
૨.૧.૧.૧.૧.૨
૨.૧.૧.૨.૧.૧
૨.૧.૧.૨.૨.૨
૨.૧.૨.૧.૨.૧
૧.૧.૨
૨.૧.૨
૧.૧.૧.૨
૧.૨.૧.૨
૨.૧.૧.૨
૨.૨.૧.૨
૧.૧.૧.૧.૧.૨
૧.૧.૧.૨.૧.૧
૧.૧.૧.૨.૨.૨
૧.૧.૨.૧.૨.૧
૧.૧.૨.૨.૧.૨
૧.૨.૧.૧.૧.૧
૧.૨.૧.૧.૨.૨
૧.૨.૧.૨.૨.૧
૧.૨.૨.૧.૧.૨
૧.૨.૨.૨.૧.૧
૧.૨.૨.૨.૨.૨
૨.૧.૧.૧.૨.૧
૨.૧.૧.૨.૧.૨
૨.૧.૨.૧.૧.૧
૨.૧.૨.૧.૨.૨
૧.૧.૧.૧.૨.૧
૧.૧.૧.૨.૧.૨
૫.૧૨.૧.૧.૧
૧.૧.૨.૧.૨.૨
૧.૧.૨.૨.૨.૧
૧.૨.૧.૧.૧.૨
૧.૨.૧.૨.૧.૧
૧.૨.૧૨.૨.૨
૧.૨.૨૧.૨.૧
૧.૨.૨.૨.૧.ર
૨.૧.૧.૧.૧.૧
૨.૧.૧.૧.૨.૨
૨.૧.૧.૧.૨.૧
૨.૧.૨.૧.૧.૨
૨.૧.૨.૨.૧.૧
Page 206 of 211
Page #207
--------------------------------------------------------------------------
________________
૨.૧.૨.૨.૧૨ ૨.૨.૧.૧.૧.૧ ૨.૨.૧.૧.૨.૨ ૨.૨.૧.૨.૨.૧ ૨.૨.૨.૧.૧.૨ ૨.૨.૨.૨.૧.૧ ૨.૨.૨.૨.૨.૨
૨.૧.૨.૨.૨.૧ ૨.૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૨.૧.૧ ૨.૨.૧.૨.૨.૨ ૨.૨.૨.૧.૨.૧ ૨.૨.૨.૨.૧.૨
૨.૧.૨.૨.૨.૨ ૨.૨.૧.૧.૨.૧ ૨.૨.૧.૨.૧.૨ ૨.૨.૨.૧.૧.૧ ૨.૨.૨.૧.૨.૨ ૨.૨.૨.૨.૨.૧
૧.૧.૧.૧.૧.૧.૧ ૧.૧.૧.૧.૧.૨.૨ ૧.૧.૧.૧.૨.૨.૧ ૧.૧.૧.૨.૧.૧.૨ ૧.૧.૧.૨.૨.૧.૧ ૧.૧.૧.૨.૨ ૨.૨ ૧.૧.૨.૧.૧.૨.૧ ૧.૧.૨.૧.૨.૧.૨ ૧.૧.૨.૨.૧.૧.૧ ૧.૧.૨.૨.૧.૨.૨ ૧.૧.૨.૨.૨.૨.૧ ૧.૨.૧.૧.૧.૧.૨ ૧.૨.૧.૧.૨.૧.૧ ૧.૨.૧.૧.૨.૨.૨ ૧.૨.૧.૨.૧.૨.૧ ૧.૨.૧.૨.૨.૧.૨ ૧.૨.૨.૧.૧.૧.૧ ૧.૨.૨.૧.૧.૨.૨ ૧.૨.૨.૧.૨.૨.૧ ૧.૨.૨.૨.૧.૧.૨ ૧.૨.૨.૨.૨.૧.૧ ૧.૨.૨.૨.૨.૨.૨ ૨.૧.૧.૧.૧.૨.૧ ૨.૧.૧.૧.૨.૧.૨ ૨.૧.૧.૨.૧.૧.૧ ૨.૧.૧.૨.૧.૨.૨.
૭ સાત સંયોગી ૧૨૮ ભાંગા થાય છે. ૧.૧.૧.૧.૧.૧.૨ ૧.૧.૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૧.૨.૧.૧ ૧.૧.૧.૧.૨.૧.૨ ૧.૧.૧.૧.૨.૨.૨ ૧.૧.૧.૨.૧.૧.૧ ૧.૧.૧.૨.૧.૨.૧ ૧.૧.૧.૨.૧.૨.૨ ૧.૧.૧.૨.૨ ૧.૨ ૧.૧ ૧.૨.૨.૨.૧ ૧.૧.૨.૧.૧.૧.૧ ૧.૧.૨.૧.૧.૧.૨ ૧.૧.૨.૧.૧.૨.૨ ૧.૧.૨.૧.૨.૧.૧ ૧.૧.૨.૧.૨.૨.૧ ૧.૧.૨.૧.૨.૨.૨ ૧.૧.૨.૨.૧.૧.૨ ૧.૧.૨.૨.૧.૨.૧ ૧.૧.૨.૨.૨.૧.૧ ૧.૧.૨.૨.૨.૧.૨ ૧.૧.૨.૨.૨.૨.૨ ૧.૨.૧.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧.૨.૧ ૧.૨.૧.૧.૧.૨.૨ ૧.૨.૧.૧.૨.૧.૨ ૧.૨.૧.૧.૨.૨.૧ ૧.૨.૧.૨.૧.૧.૧ ૧.૨.૧.૨.૧.૧.૨ ૧.૨ ૧.૨ ૧.૨.૨ ૧.૨.૧.૨.૨.૧.૧ ૧.૨.૧.૨.૨.૨.૧ ૧.૨.૧.૨.૨.૨.૨ ૧.૨.૨.૧.૧.૧.૨ ૧.૨.૨.૧.૧.૨.૧ ૧.૨.૨.૧.૨.૧.૧ ૧.૨.૨.૧.૨.૧.૨ ૧.૨.૨.૧.૨.૨.૨ ૧.૨.૨.૨.૧.૧.૧ ૧.૨.૨.૨.૧.૨.૧ ૧.૨.૨.૨.૧.૨.૨ ૧.૨.૨.૨.૨.૧.૨ ૧.૨.૨.૨.૨.૨.૧ ૨.૧.૧.૧.૧.૧.૧ ૨.૧.૧.૧.૧.૧.૨ ૨.૧.૧.૧.૧.૨.૨ ૨.૧.૧.૧.૨.૧.૧ ૨.૧.૧.૧.૨.૨.૧ ૨.૧.૧.૧.૨.૨.૨ ૨.૧.૧.૨.૧.૧.૨ ૨.૧.૧.૨.૧.૨.૧ ૨.૧.૧.૨.૨.૧.૧ ૨.૧.૧.૨.૨.૧.૨
Page 207 of 211
Page #208
--------------------------------------------------------------------------
________________
૨.૧.૧.૨.૨.૨.૧ ૨.૧.૧.૨.૨.૨.૨ ૨.૧.૨.૧.૧.૧.૧ ૨.૧.૨.૧.૧.૧.૨ ૨.૧.૨.૧.૧.૨.૧ ૨.૧.૨.૧.૧.૨.૨ ૨.૧.૨.૧.૨.૧.૧ ૨.૧.૨.૧.૨.૧.૨ ૨.૧.૨.૧.૨.૨.૧ ૨.૧.૨.૧.૨.૨.૨ ૨.૧.૨.૨.૧.૧.૧ ૨.૧.૨.૨૧.૧.૨ ૨.૧.૨.૨.૧.૨.૧ ૨.૧.૨.૨.૧.૨.૨ ૨.૧.૨.૨.૨.૧.૧ ૨.૧.૨.૨.૨.૧.૨ ૨.૧.૨.૨.૨.૨.૧ ૨.૧.૨.૨.૨.૨.૨ ૨.૨.૧.૧.૧.૧.૧ ૨.૨.૧.૧.૧.૧.૨ ૨.૨.૧.૧.૧.૨.૧ ૨.૨.૧.૧.૧.૨.૨ ૨.૨.૧.૧.૨.૧.૧ ૨.૨.૧.૧.૨.૧.૨ ૨.૨.૧.૧.૨.૨.૧ ૨.૨.૧.૧.૨.૨.૨ ૨.૨.૧.૨.૧.૧.૧ ૨.૨.૧.૨.૧.૧.૨ ૨.૨.૧.૨.૧.૨.૧ ૨.૨.૧.૨.૧.૨.૨ ૨.૨.૧.૨.૨.૧૧ ૨.૨.૧.૨.૨.૧.૨ ૨.૨.૧.૨.૨.૨.૧ ૨.૨.૧.૨.૨.૨.૨ ૨.૨.૨.૧.૧.૧.૧ ૨.૨.૨.૧.૧.૧.૨ ૨.૨.૨.૧.૧.૨.૧ ૨.૨.૨.૧.૧.૨.૨ ૨.૨.૨.૧.૨.૧.૧ ૨.૨.૨.૧.૨.૧.૨ ૨.૨.૨.૧.૨.૨.૧ ૨.૨.૨.૧.૨.૨.૨ ૨.૨.૨.૨.૧૧.૧ ૨.૨.૨.૨.૧૧.૨ ૨.૨.૨.૨.૧.૨.૧ ૨.૨.૨.૨.૨.૧.૨
૨.૨.૨.૨.૧.૨.૨ ૨.૨.૨.૨.૨.૧.૧
૨.૨.૨.૨.૨.૨.૧
૨.૨.૨.૨.૨.૨.૨
૮ આઠ સંયોગી ૨૫૬ ભાંગા થાય.
૧.૧.૧.૧.૧.૧.૧.૧ ૧.૧.૧.૧.૧.૧.૧.૨ ૧.૧.૧.૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૧.૧.૧.૨.૨ ૧.૧.૧.૧.૧.૨.૧.૧ ૧.૧.૧.૧.૧.૨.૧.૨ ૧.૧.૧.૧.૧.૨.૨.૧ ૧.૧.૧.૧.૧.૨.૨.૨ ૧.૧.૧.૧.૨.૧.૧.૧ ૧.૧.૧.૧.૨.૧૧.૨ ૧૧.૧.૧.૨.૧.૨.૧ ૧.૧.૧.૧.૨.૧.૨.૨ ૧.૧.૧.૧.૨.૨.૧.૧ ૧.૧.૧.૧.૨.૨.૧.૨ ૧.૧.૧.૧.૨.૨.૨.૧ ૧.૧.૧.૧.૨.૨.૨.૨ ૧.૧.૧.૨.૧.૧.૧.૧ ૧.૧.૧.૨.૧.૧.૧.૨ ૧.૧.૧.૨.૧.૧.૨૧ ૧.૧.૧.૨.૧૧.૨.૨ ૧.૧.૧.૨.૧.૨.૧.૧ ૧.૧.૧.૨.૧.૨.૧.૨ ૧.૧.૧.૨.૧.૨.૨.૧ ૧.૧.૧.૨.૧.૨.૨.૨ ૧.૧.૧.૨.૨.૧.૧.૧ ૧.૧.૧.૨.૨૧.૧.૨ ૧.૧.૧.૨.૨.૧.૨.૧ ૧.૧.૧.૨.૨.૧.૨.૨ ૧.૧.૧.૨.૨.૨.૧.૧ ૧.૧.૧.૨.૨.૨.૧.૨ ૧.૧.૧.૨.૨.૨.૨૧ ૧.૧.૧.૨.૨.૨.૨.૨ ૧.૧.૨.૧૧.૧.૧.૧ ૧.૧.૨.૧.૧.૧.૧.૨ ૧.૧.૨.૧.૧.૧.૨.૧ ૧.૧.૨.૧.૧.૧.૨.૨ ૧.૧.૨.૧.૧.૨.૧.૧ ૧.૧.૨.૧.૧.૨.૧.૨ ૧.૧.૨.૧.૧.૨.૨.૧ ૧.૧.૨.૧.૧.૨.૨.૨ ૧.૧.૨.૧.૨.૧૧.૧ ૧૧.૨.૧.૨.૧.૧.૨ ૧.૧.૨.૧.૨.૧.૨.૧ ૧.૧.૨.૧.૨.૧.૨.૨ ૧.૧.૨.૧.૨.૨.૧.૧ ૧.૧.૨.૧.૨.૨.૧.૨ ૧.૧.૨.૧.૨.૨.૨.૧ ૧.૧.૨.૧.૨.૨.૨.૨
Page 208 of 211
Page #209
--------------------------------------------------------------------------
________________
૧.૧.૨.૨.૧૧.૧.૧ ૧.૧.૨.૨.૧.૧.૧.૨ ૧.૧.૨.૨૧.૧.૨.૧ ૧.૧.૨.૨.૧.૧.૨.૨ ૧.૧.૨.૨.૧.૨.૧.૧ ૧.૧.૨.૨.૧.૨.૧.૨ ૧.૧.૨.૨.૧.૨.૨.૧ ૧.૧.૨.૨.૧.૨.૨.૨ ૧.૧.૨.૨.૨.૧.૧.૧ ૧.૧.૨.૨.૨.૧.૧.૨ ૧.૧.૨.૨.૨.૧.૨.૧ ૧.૧.૨.૨.૨.૧.૨.૨ ૧.૧.૨.૨.૨.૨.૧.૧ ૧.૧.૨.૨.૨.૨.૧.૨ ૧.૧.૨.૨.૨.૨.૨.૧ ૧.૧.૨.૨.૨.૨.૨.૨ ૧.૨.૧.૧.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧.૧.૧.૨ ૧.૨.૧.૧.૧.૧.૨૧ ૧.૧.૧.૧.૧.૧.૨.૨ ૧.૨.૧.૧.૧.૨.૧.૧ ૧.૨.૧.૧.૧.૨.૧.૨ ૧.૨.૧.૧.૧.૨.૨.૧ ૧.૨.૧.૧.૧.૨.૨.૨ ૧.૨.૧.૧.૨.૧.૧.૧ ૧.૨.૧.૧.૨.૧.૧.૨ ૧.૨.૧.૧.૨.૧.૨.૧ ૧.૨.૧.૧.૨.૧.૨.૨ ૧.૨.૧.૧.૨.૨.૧.૧ ૧.૨૧.૧.૨.૨.૧.૨ ૧.૨.૧.૧.૨.૨.૨.૧ ૧.૨.૧.૧.૨.૨.૨.૨ ૧.૨.૧.૨.૧.૧.૧.૧ ૧.૨.૧.૨.૧.૧.૧.૨ ૧.૨.૧.૨.૧.૧.૨.૧ ૧.૨.૧.૨.૧.૧.૨.૨ ૧.૨.૧.૨.૧.૨.૧.૧ ૧.૨.૧.૨.૧.૨.૧.૨ ૧.૨.૧.૨.૧.૨.૨.૧ ૧.૨.૧.૨.૧.૨.૨.૨ ૧.૨.૧.૨.૨.૧.૧.૧ ૧.૨.૧.૨.૨.૧.૧.૨ ૧.૨.૧.૨.૨૧.૨.૧ ૧.૨.૧.૨.૨.૧.૨.૨ ૧.૨.૧.૨.૨.૨.૧.૧ ૧.૨.૧૨.૨.૨.૧.૨ ૧.૨.૧.૨.૨.૨.૨.૧ ૧.૨.૧.૨.૨.૨.૨.૨ ૧.૨.૨.૧.૧.૧.૧.૧ ૧.૨.૨.૧.૧.૧.૧.૨ ૧.૨.૨.૧.૧.૧.૨.૧ ૧.૨.૨.૧.૧.૧.૨.૨ ૧.૨.૨.૧.૧.૨.૧.૧ ૧.૨.૨.૧.૧.૨.૧.૨ ૧.૨.૨.૧.૧.૨.૨.૧ ૧.૨.૨.૧.૧.૨.૨.૨ ૧.૨.૨.૧.૨.૧.૧.૧ ૧.૨.૨૧.૨.૧.૧.૨ ૧.૨.૨૧.૨.૧૨.૧ ૧.૨.૨.૧.૨.૧.૨.૨ ૧.૨.૨.૧.૨.૨.૧.૧ ૧.૨.૨.૧૨.૨.૧.૨ ૧.૨.૨.૧.૨.૨.૨.૧ ૧.૨.૨.૧.૨.૨.૨.૨ ૧.૨.૨.૨.૧.૧.૧.૧ ૧.૨.૨.૨૧.૧.૧.૨ ૧.૨.૨.૨.૧.૧.૨.૧ ૧.૨.૨.૨.૧.૧.૨.૨ ૧.૨.૨.૨.૧.૨.૧.૧ ૧.૨.૨.૨.૧.૨.૧.૨ ૧.૨.૨.૨.૧.૨.૨.૧ ૧.૨.૨.૨.૧.૨.૨.૨ ૧.૨.૨.૨.૨.૧.૧.૧ ૧.૨.૨.૨.૨૧.૧.૨ ૧.૨.૨.૨.૨.૧.૨.૧ ૧.૨.૨.૨.૨.૧.૨.૨ ૧.૨.૨.૨.૨.૨.૧.૧ ૧.૨.૨.૨.૨.૨.૧.૨ ૧.૨.૨.૨.૨.૨.૨.૧ ૧.૨.૨.૨.૨.૨.૨.૨ ૨.૧.૧.૧.૧.૧.૧.૧ ૨.૧.૧.૧.૧.૧.૧.૨ ૨૧.૧.૧.૧.૧.૨.૧ ૨.૧.૧.૧.૧.૧.૨.૨ ૨.૧.૧.૧.૧.૨.૧.૧ ૨.૧.૧.૧.૧.૨.૧.૨ ૨.૧.૧.૧.૧.૨.૨.૧ ૨.૧.૧.૧.૧.૨.૨.૨ ૨.૧.૧.૧.૨.૧.૧.૧ ૨.૧.૧.૧.૨.૧.૧.૨ ૨.૧.૧.૧.૨.૧.૨.૧ ૨.૧.૧.૧.૨.૧.૨.૨ ૨.૧.૧.૧.૨.૨.૧.૧ ૨.૧.૧.૧.૨.૨.૧.૨ ૨.૧.૧.૧.૨.૨.૨.૧ ૨.૧.૧.૧.૨.૨.૨.૨ ૨.૧.૧.૨.૧.૧.૧.૧ ૨.૧.૧.૨.૧.૧.૧.૨ ૨૧.૧.૨.૧.૧.૨.૧ ૨.૧.૧.૨.૧.૧.૨.૨ ૨.૧.૧.૨.૧.૨.૧.૧ ૨.૧.૧.૨.૧.૨.૧.૨ ૨.૧.૧.૨.૧.૨.૨.૧ ૨.૧.૧.૨.૧.૨.૨.૨ ૨.૧.૧.૨.૨.૧.૧.૧
Page 209 of 211
Page #210
--------------------------------------------------------------------------
________________
૨.૧.૧.૨.૨.૧.૧.૨ ૨.૧.૧.૨.૨.૨.૧.૧ ૨.૧.૧.૨.૨.૨.૨.૨ ૨.૧.૨.૧.૧.૧.૨.૧ ૨.૧.૨.૧.૧.૨.૧.૨ ૨.૧.૨.૧.૨.૧.૧.૧ ૨.૧.૨.૧.૨.૧.૨.૨ ૨.૧.૨.૧.૨.૨.૨.૧ ૨.૧.૨.૨.૧.૧.૧.૨ ૨.૧.૨.૨ ૧.૨.૧.૧ ૨.૧.૨.૨.૧.૨.૨.૨ ૨.૧.૨.૨.૨.૧.૨.૧ ૨.૧.૨.૨.૨.૨.૧.૨ ૨.૨.૧.૧.૧.૧.૧.૧ ૨.૨.૧.૧.૧.૧.૨.૨ ૨.૨.૧.૧.૧.૨.૨.૧ ૨.૨.૧.૧.૨.૧.૧.૨ ૨.૨.૧.૧.૨.૨ ૧.૧ ૨.૨.૧.૧.૨.૨.૨.૨ ૨.૨.૧.૨.૧.૧.૨.૧ ૨.૨.૧.૨.૧.૨.૧.૨ ૨.૨.૧.૨.૨.૧.૧.૧ ૨.૨.૧.૨.૨.૧.૨.૨ ૨.૨.૧.૨.૨.૨.૨.૧ ૨.૨.૨.૧.૧.૧.૧.૨ ૨.૨.૨.૧.૧.૨.૧.૧ ૨.૨.૨.૧.૧.૨.૨.૨ ૨.૨.૨.૧.૨.૧.૨.૧ ૨.૨.૨.૧.૨.૨.૧.૨ ૨.૨.૨.૨.૧.૧.૧.૧ ૨.૨.૨.૨.૧.૧.૨.૨ ૨.૨.૨.૨.૧.૨.૨.૧ ૨.૨.૨.૨.૨.૧.૧.૨ ૨.૨.૨.૨.૨.૨.૧.૧ ૨.૨.૨.૨ ૨.૨ ૨.૨
૨.૧.૧.૨.૨.૧.૨.૧ ૨.૧.૧.૨.૨.૨.૧.૨ ૨.૧.૨.૧.૧.૧.૧.૧ ૨.૧.૨.૧.૧.૧.૨.૨ ૨.૧.૨.૧.૧.૨.૨.૧ ૨.૧.૨.૧.૨.૧.૧.૨ ૨.૧.૨.૧.૨.૨.૧.૧ ૨.૧.૨.૧.૨.૨.૨.૨ ૨.૧.૨.૨.૧.૧.૨.૧ ૨.૧.૨.૨ ૧.૨ ૧.૨ ૨.૧.૨.૨.૨.૧.૧.૧ ૨.૧.૨.૨ ૨.૧.૨.૨ ૨.૧.૨.૨.૨.૨.૨.૧ ૨.૨.૧.૧.૧.૧.૧.૨ ૨.૨.૧.૧.૧.૨.૧.૧ ૨.૨.૧.૧.૧.૨.૨૨ ૨.૨.૧.૧.૨.૧.૨.૧ ૨.૨.૧.૧.૨.૨ ૧.૨ ૨.૨.૧.૨.૧.૧.૧.૧ ૨.૨.૧.૨.૧.૧.૨.૨ ૨.૨.૧.૨.૧.૨.૨.૧ ૨.૨.૧.૨.૨.૧.૧.૨ ૨.૨.૧.૨.૨.૨.૧.૧ ૨.૨.૧.૨.૨.૨.૨.૨ ૨.૨.૨.૧.૧.૧.૨.૧ ૨.૨.૨.૧.૧.૨.૧.૨ ૨.૨.૨.૧.૨.૧.૧.૧ ૨.૨.૨.૧.૨.૧.૨.૨ ૨.૨.૨.૧.૨.૨.૨.૧ ૨.૨.૨.૨.૧.૧.૧.૨ ૨.૨.૨.૨.૧.૨.૧.૧ ૨.૨.૨.૨.૧.૨.૨.૨ ૨.૨.૨.૨.૨.૧.૨.૧ ૨.૨.૨.૨ ૨.૨ ૧.૨
૨.૧.૧.૨.૨.૧.૨.૨ ૨.૧.૧.૨.૨.૨.૨.૧ ૨.૧.૨.૧.૧.૧.૧.૨ ૨.૧.૨.૧.૧.૨.૧.૧ ૨.૧.૨.૧.૧.૨.૨.૨ ૨.૧.૨.૧.૨.૧.૨.૧ ૨.૧.૨.૧.૨.૨.૧.૨ ૨.૧.૨.૨.૧.૧.૧.૧ ૨.૧.૨.૨.૧.૧.૨.૨ ૨.૧.૨.૨.૧.૨.૨.૧ ૨.૧.૨.૨ ૨.૧.૧.૨ ૨.૧.૨.૨.૨.૨.૧.૧ ૨.૧.૨.૨.૨.૨.૨.૨ ૨.૨.૧.૧.૧.૧.૨.૧ ૨.૨.૧.૧.૧.૨.૧.૨ ૨.૨.૧.૧.૨.૧.૧.૧ ૨.૨.૧.૧.૨.૧.૨.૨ ૨.૨.૧.૧.૨.૨.૨.૧ ૨.૨.૧.૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૨.૧.૨.૧.૧ ૨.૨.૧.૨.૧.૨.૨.૨ ૨.૨.૧.૨.૨.૧.૨.૧ ૨.૨.૧.૨.૨.૨.૧.૨ ૨.૨.૨.૧.૧.૧.૧.૧ ૨.૨.૨.૧.૧.૧.૨.૨ ૨.૨.૨.૧.૧.૨.૨.૧ ૨.૨.૨.૧.૨.૧.૧.૨ ૨.૨.૨.૧.૨.૨.૧.૧ ૨.૨.૨.૧.૨.૨.૨.૨ ૨.૨.૨.૨.૧.૧.૨.૧ ૨.૨.૨.૨.૧.૨.૧.૨ ૨.૨.૨.૨.૨.૧.૧.૧ ૨.૨.૨.૨.૨.૧.૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨.૨.૧
Page 210 of 211
Page #211
--------------------------------------------------------------------------
________________ = = એકાદિ સંયોગાદિ એક-અનેક કુલ સંખ્યા સંયોગાદિ સંખ્યા. એક 8 X એક 2 દ્વિક 28 X દ્વિક 4 ત્રિક 56 X ત્રિક 70 X ચતુઃ 16 પંચ પ૬ X પંચા 32 28 X છ 64 = સાત 8 X સાત 128 આઠ 1 X આઠ 256 X ચતુ 16 112 448 = 1120 = 1792 1792 1024 256 510 = 6560 255 આઠેય ગુણમાં ન હોય 6561 ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ક્ષયોપશમ સમકિતી જીવો જ કરે છે. 1. મનુષ્યગતિ, પંચેન્દ્રિય પૂર્ણતા, આઠ વર્ષ ઉપરની ઊંમર, પહેલું સંઘયણ તથા જિનનો કાળ-ક્ષાયિક સમકિત પામવા માટે જોઇએ. 2. જે જીવોએ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધેલ હોય તે ક્ષાયિક સમકિત પામવાની યોગ્યતા ધરાવે. 3. નરક-દેવાયુષ્ય બાંધેલ હોય તે પણ પામી શકે. 4. ક્ષાયિક સમકિત પામતાં અનંતાનુબંધિ 4 કષાય-મિથ્યાત્વ-મિશ્ર મોહનોયનો ક્ષય કર્યા બાદ સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરતાં કરતાં મરણ પામે તો ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે. ત્યાં સમ્યકત્વ મોહનીયના દલિકોને ભોગવી ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકે છે. ક્ષાયિક સમકિતી જીવોનાં ત્રણ ભવ અથવા ચાર ભવ સંસારના હોય મતાંતરે પાંચ ભવ પણ હોય છે. સાયિક સમકિત લઇને જીવ ત્રણ નરક સુધી જઇ શકે છે. આયુષ્ય સબંધક જીવ ક્ષાયિકસમકિત પ્રાપ્ત કરે અને જિનનામ કર્મ નિકાચીત કરેલ ન હોય તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પામી મોક્ષે જ જાય છે. [ti,,wYMUttTMf dyoTM E {to Page 211 of 211