________________
આવી ફ્રોથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને મોહનીય કર્મનો સર્વથા નાશ કરી ૧૨મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી 9 લવ આયુષ્યના કારણે ૧૩માં ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અંતગડકેવળી થઇને મોક્ષે જઇ શકે છે.
ઉપશમ શ્રેણીમાં ઉત્કૃષ્ટ ૧ સમયે ૫૪ જીવો પ્રવેશ કરી શકે છે.
૮ થી ૧૧ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સમૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) જીવો હોય છે અને જઘન્યથી કોઇ વખતે એક પણ ન હોય એમ પણ બને છે.
કાર્મગ્રંથીકમતના અભિપ્રાયે ૧ ભવમાં ઉપશમ શ્રેણી ૨ વાર પ્રાપ્ત કરી શકાય. જે જીવોએ ૨ વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો તે ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકતા જ નથી. પણ એક વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય અને બીજીવાર ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવી હોય તો કરી શકે છે.
૪ થી ૭ એમ ૪ ગુણસ્થાનક પૈકીના કોઇપણ ગુણસ્થાનકે વર્તતો જીવ અનંતાનુબંધી ૪ કષાયને ઉપશમાવીને સર્વવિરતી ભાવમાં દર્શનલિકને ઉપશમાવે છે. સિદ્વાંતકારના અભિપ્રાયે જે જીવોએ એ ભવમાં ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો એ ભવમાં બીજીવાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકતા નથી તેમજ ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે એક ભવમાં બેમાંથી કોઇપણ એક જ શ્રેણી પ્રાપ્ત થઇ શકે.
ઉપશમશ્રેણીના પ્રારંભિક જીવ ૭માં ગુણસ્થાનકથી હોય છે. બન્ને આચાર્યોના મતે આખા ભવચક્યાં ૪ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત થાઇ શકે.
લોકપ્રકાશની ટિપ્પણીમાં ઉપશમશ્રેણી ચડતો કે પડતો કાળ કરે તો અનુત્તરમાં જ જાય એમાં કહ્યું છે ગુણસ્થાનક ક્રમારોહમાં ઉપશમશ્રેણીએ ચડતો મુની જો કાળ કરે તો અનુત્તરમાં જ જાય. એમ કહ્યું છે.
અલ્પ આયુષ્યવાળો ઉપશમશ્રેણીએ ચડેલો કાળધર્મ પામે તો અનુત્તરમાં જ જાય એટલે સર્વાર્થસિધ્ધ આદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે પ્રથમ સંઘયણવાળો હોય તે જ જાણવો. કારણ કે બીજા, ત્રીજા સંઘયણવાળા અનુત્તરમાં જઇ શકતા નથી માટે તેઓ કાળ કરીને અનુત્તર સિવાયના. વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ' ઉપશમ શ્રેણીમાં નીચેના ક્રમ મુજબ મોહનીય કર્મની પ્રકૃતિઓની ઉપશમના કરે છે. (૧) અનંતાનુબંધી ૪ કષાય (૨) ત્રણ દર્શન મોહનીય (૩) નપુંસકવેદ (૪) સ્ત્રીવેદ (૫) હાસ્યષક (૬) પુરૂષવેદ (૭) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધ (૮) સંજવલન ક્રોધ (૯) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માન (૧૦) સંજ્વલન માન (૧૧) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માયા (૧૨) સંજ્વલન માયા (૧૩) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ (૧૪) સંજવલન લોભ.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાનક
આ ગુણસ્થાનકમાં દશમાં ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે એ જીવો આવે છે. આ ગુણસ્થાનક વિશ્રાંતિ રૂપે ગણાય છે.
દશમાં ગુણસ્થાનકમાં સંવલન લોભનો ક્ષય કરતાં જેટલો થાક લાગ્યો હતો. તે થાક ઉતારવા માટે વિશ્રાંતિ રૂપે આ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ દર્શનાવરણીય છ પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એટલે ત્રણ ઘાતી કર્મો એક
Page 187 of 211