Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 1
________________ પાંચમું – દેશવિવિ ગુણસ્થાનક મુનિ શ્રી નરવાહનવિજયજી અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ઉપશમ પામે છે તે ઉપશમ સમકીતની સાથે જ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકને પામી શકે છે. આથી જે જીવો ઉપશમ સમીકીત પામી ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકે અટકી જવાના હોય એ જીવોને પહેલા ગુણસ્થાનકે સાતે કર્મોની સ્થિતિ સત્તા અંતઃ કોટાકોટી સાગરોપમની હોય છે તેના કરતાં જે જીવો ઉપશમ સમકીતની સાથે જ દેશવિરતિના પરિણામને પામનારા હોય છે તે જીવોને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા સાતે કર્મોની ઓછી થાય ત્યારે જ તે જીવો દેશવિરતિ રૂપે પાંચમાં ગુણસ્થાનકને પામી શકે છે. એવી જ રીતે કર્મગ્રંથના મતના અભિપ્રાયે કે સિધ્ધાંતના મતના અભિપ્રાયે ચોથા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકીતને પામેલા હોય છે તે જીવો વિશુધ્ધિમાં વધતાં વધતાં જ્યારે સાતે કર્મોની સ્થિતિ સત્તા સંખ્યાતા પલ્યોપમ જેટલી ઓછી. કરે ત્યારે એ જીવો દેશવિરતિના પરિણામને પામી શકે છે. એવી જ રીતે ચોથા ગુણસ્થાનકે કોઇ જીવ (કેટલાક જીવો) ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરીને સત્તામાં રહેલા સાતે કર્મો જે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિવાળા રહેલા છે તેમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી ન થાય ત્યાં સુધી એ જીવો પણ દેશ વિરતિના પરિણામને પામી શકતા નથી. આ દેશવિરતિનો પરિણામ મનુષ્યો અને સન્ની પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા હોય તેઓ જ પામી શકે છે. સદા માટે જગતમાં દેશવિરતિ વાળા તિર્યંચો અસંખ્યાતા. વિધમાન હોય છે. આ તિર્યંચો મોટા ભાગે અઢી દ્વીપની બહારના ભાગમાં રહેલા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને વિષે હોય છે. જ્યારે દેશવિરતિ પરિણામવાળા મનુષ્યો નિયમાં સંખ્યાતા હોય છે અને તે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં હોય છે. પાંચ ભરત ક્ષેત્રો-પાંચ એરવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ પંદર ક્ષેત્રોમાં હોય છે. દર પંદર દિવસે ઓછામાં ઓછો એક જીવ દેશવિરતિના પરિણામને પામતો હોય છે. દેશવિરતિ એટલે દેશથી વિરતિ. બાર પ્રકારની અવિરતિમાંથી પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાયનો વધ અને પાંચ ઇન્દ્રિયો અને છ મન આ છને પોત પોતાના વિષયમાં જોડવી એમ અગ્યાર અવિરતિનું પચ્ચકખાણ હોતું નથી. એક માત્ર ત્રસકાયનો જે વધ એની સંપૂર્ણ વિરતિ હોતી નથી પણ જાણી બુઝીને નિરપરાધી એવા ત્રસ જીવોને મારે પોતે હણવા નહિ એટલે મારવા નહિ અને કોઇની પાસે હણાવવા નહિ એટલે મરાવવા નહિ આટલી જ વિરતિ હોય છે. બાકીનાં જીવોની વિરતિ ગૃહસ્થને હોતી નથી માટે દેશથી વિરતિ રૂપ પચ્ચક્ખાણ હોવાથી દેશવિરતિ કહેવાય છે. આટલા વિરતિના પચ્ચકખાણ પણ સંખ્યાતા. પલ્યોપમ જેટલા કર્મનો ક્ષય થાય ત્યારે જ જીવને પેદા થાય છે. શંકા (કચ્છ:)- સાગરોપમના આયુષ્યવાળા જે દેવો હોય છે તે દેવોને સંખ્યાના પલ્યોપમ જેટલી સ્થિતિ સાતે કર્મોની ભોગવીને તો નાશ પામી શકે છે તો એટલી સ્થિતિ ઓછી થાય ત્યારે એ Page 1 of 211

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 211