Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 7
________________ ઇત્યાદિ બાબતમાં તો નૈગમ-સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયો જ વિશદ્ધ છે. (વિશેષ સ્પષ્ટાથી વ્યવહારસૂત્રની વૃત્તિ તથા મૂળથી જાણવો) અહિં (અહિંસા વિગેરેના) પરિણામનો દેશથી ભંગ હોય પણ સર્વથા ભંગ ન હોય (એક અપેક્ષાએ ભંગ અને એક અપેક્ષાએ અભંગ) એ પ્રમાણે ભંગ અને અભંગ (એ ઉભયમિશ્ર પરિણામ) તે અતિચારનું લક્ષણ છે એમ જાણવું. જે ઉત્કૃષ્ટ આરોગ્ય, અસ્તુલિત આજ્ઞા, પ્રગટ ઠકુરાઇ, અપ્રતિરૂપ (બીજા કોઇનુ નહિં એવું અસાધારણ) રૂપ, ઉજવલ કીર્તિ, ધન, યુવાની, દીર્ધ આયુષ્ય, અવંચક (સરળ પરિણામી) પરિવાર, હંમેશાં વિનયવાન પુત્રો એ સર્વ આ સચરાચર (જંગમ અને સ્થાવરમય) જગતને વિષે નિશ્ચયે દયાનું-અહિંસાનું ફળ છે. ધાન્યોના અને ધનના રક્ષણ અર્થે જમ વાડા વાડા વિગેરે કરાય છે તેમ અહિં સર્વે વ્રતો (મૃષાવાદવિરમણાદિ સર્વ વ્રતો) પ્રથમ વ્રતના રક્ષણ માટે કરાય છે. પલાલ સરખાં (તૃણવત્ નિ:સાર એવાં ક્રોડોગમે પદ ભણી ગયા તેથી શું, કે જે ભણવાથી “પરને પીડા ન કરવી” એટલું પણ ન જાણ્યું ? મેરૂ પર્વતથી મોટું કોણ છે ? સમુદ્રથી અધિક ગંભીર શું છે ? અને આકાશથી વિશાલ કોણ છે? તેમ અહિંસાધર્મથી બીજો મોટો ધર્મ કોણ છે ? || હરિ રઘુભ પ્રાતિપાત વિરમણવ્રતમ 1199-9ll ll ૨ ચૂલમૃષાવાઃ વિરમણવ્રત || અલિક-અસત્ય વચન ન બોલવું, અને (અહિતકારી એવં) સત્યવચન હોય તોપણ ન બોલવું, કારણ કે જે પરને પીડકારી વચન સત્ય હોય તો પણ તે સત્ય ન જાણવું. મૃષાવાદ સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે, ત્યાં અહિં હાસ્યાદિકથી ઉત્પન્ન થયેલ હોય તે સૂક્ષ્મમૃશાવાદું, અને તીવ્ર સંકલેશથી ઉત્પન્ન થયેલ હોય તે રટ્યૂનમૃષાવાદું જાણવો.કન્યાનું ગ્રહણ ત દ્વીપદનું સૂચક છે, ગોનું વચન તે ચતુષ્પદોનું સૂચક છે, અને ભૂમિવચન તે સર્વ અપદનું અને ધન ધાન્યાદિકનું સૂચક છે. સહસા કલંક દેવું, રહસ્યદૂષણ, સ્વદારમ–ભેદ, કુટલેખકરણ અને મૃષાઉપદેશ એ પાંચ મૃષાવાદવિરમણવ્રતના અતિચાર છે. જેમ લાઉયનું (કડવી તુંબડાનું) એક બીજ ૧ ભાર જેટલા ગોળનો શીઘ્ર નાશ કરે છે,(ગળપણ તોડી કડવાશ કરે છે, તેમ અસત્ય વચન સમસ્ત ગુણ સમૂહનો નાશ કરે છે. લાખો સામુદ્રિલક્ષણો શ્રેષ્ઠ હોય પરન્તુ એક કાગડાના પગનું લક્ષણ પડતાં જેમ તે સર્વ લક્ષણો નકામાં થાય છે, તેમ અસત્યવચન સમગ્ર ગુણસમૂહને અપ્રમાણ કરે છે. સર્વ વિષમાં તાલપુટ નામનું વિષ અને સર્વ વ્યાધિઓમાં જેમ ક્ષેત્ર,વ્યાધિ (ગાંડાપણાનો વ્યાધિ) અવિચિકિત્સાવાળો (એટલે અસાધ્ય) છે, તેમ સમગ્ર દોષોમાં મૃષાવાદ દોષ મહા અસાધ્ય છે. અપ્રિયવાદી (એટલે અસત્યવાદી) જે જે જાતિમાં જાય-ઉત્પન્ન થાય છે તે જાતિમાં તે અપ્રિયવાદી થાય, સુંદર શબ્દો સાંભળે નહિ પરન્તુ નહિ સાંભળવા યોગ્ય બિભત્સ અને ભયંકર શબ્દો સાંભળે (એવા સંયોગોમાં ઉત્પન્ન થાય) અસત્ય વચન બોલવાથી (પરભવમાં) દુર્ગધી શરીરવાળો, દુર્ગધી મુખવાળો, અનિષ્ઠ વચનવાળો અનાદેયવચનવાળો તથા કઠોર વચનવાળો, જડ, એડક (બધિર), મૂક (મૂંગો), અને મન્સન (તોતડો) એટલા દાષવાળો થાય છે. તથા આ લોકમાં નિશ્ચયે અસત્યવાદી જીવો અસત્ય વચન બોલવાથી જીવ્હાછેદ વધ-બન્ધન-અપયશ-ધનનો નાશ ઇત્યાદિ દોષો પામે છે. ll તિ મૃષાવાદ વિરમણવ્રતમ્ II 9-૨૭ll (આ ગાથાના અર્થનું તાત્પર્ય એ છે કે-મૃષાવાદ પાંચ પ્રકારે છે તેમાં પ્રથમ ન્યાભિ એ Page 7 of 211

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 211