________________
આ વિષયમાં એવા પ્રકારની વ્યાખ્યા પણ કરાય છે કે-સમ્યકત્વયુક્ત બાર વ્રતને ધરનારા ભાવશ્રાવકોને “વ્રત-શ્રાવકો' તરીકે ઓળખવા અને જે આત્માઓ. સમ્યક્ત્વયુક્ત બાર વ્રતોને ધરનારા હોવા ઉપરાન્ત સર્વ સચિત્તના ત્યાગી હોય, એકાસણું કરનારા હોય, ચોથા વ્રતને એટલે સર્વથા બ્રહ્મચર્યના નિયમને માવજીવને માટે ધરનારા હોય, ભૂમિશયન કરનારા હોય તેમજ શ્રાવકની પ્રતિમાદિકનું વહન કરવાવાળા તથા બીજા પણ વિશેષ અભિગ્રહોને ધારનારા હોય, એવા ભાવ શ્રાવકોને “ઉત્તરગુણ-શ્રાવકો' તરીકે ઓળખવા. ભાવ શ્રાવકપણાની શરૂઆત સમ્યગ્દર્શન ગુણથી થાય છે અને તેનો વધુમાં વધુ વિકાસ ‘ઉત્તરગુણ-શ્રાવક' પણા સુધીનો હોય છે. એનાથી આગળ તો સર્વવિરતિ-ધર્મ છે. ઉત્તરગુણ-શ્રાવક' માં પોતાનાં વિશેષ લક્ષણો હોવા સાથે “વ્રત-શ્રાવક” અને “દર્શન-શ્રાવક' નાં લક્ષણો પણ હોય છે અને વ્રત-શ્રાવક' માં પોતાનાં વિશેષ લક્ષણો હોવા સાથે “દર્શન-શ્રાવક' નાં લક્ષણો પણ હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિએ આ ત્રણેય પ્રકારના ભાવશ્રાવકોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિએ દશમી વિંશિકા દ્વારા શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું વર્ણન કર્યું છે, એટલે એમ પણ કહી શકાય કે-શાસ્ત્રકાર પરમર્ષિએ આ નવમી વિંશિકામાં “દર્શન-શ્રાવક' તથા “વ્રત-શ્રાવક' એ બે પ્રકારનાં ભાવ શ્રાવકોનું વર્ણન કર્યું છે અને દશમી વિંશિકામાં “ઉત્તરગુણ-શ્રાવક' નામના ભાવ શ્રાવકના ત્રીજા પ્રકારનું વર્ણન કર્યું છે. નવમી વિંશિકાની પહેલી ગાથામાં “દર્શન-શ્રાવક' તરીકે ઓળખાતા ભાવ શ્રાવકની વાત છે. એ શ્રાવક કેવો હોય છે ? એ દર્શાવતાં શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કેધર્મોપગ્રહદાનાદિને આચરનારો હોય છે, ભાવથી શુદ્ધિ ચિત્તને ધરનારો હોય છે અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિવાળો હોય છે.
શ્રાવકોમાં આ ત્રણની ઉપેક્ષા ન હોય
ઉત્તમ શ્રાવક બનવાને માટે આ ત્રણેય વસ્તુઓ આવશ્યક છે. ધર્મોપગ્રહદાનાદિનું આચરણ, ભાવ દ્વારા ચિત્તની શુદ્ધિ અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિ, -આ ત્રણ વસ્તુઓમાં અપ્રાપ્ત ગુણોને પમાડવાનું અને પ્રાપ્ત ગુણોને નિર્મળ બનાવવા સાથે તેમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરવાનું અદ્ભુત સામર્થ્ય છે. આ ત્રણ વસ્તુઓ, સમ્યગ્દર્શન ગુણને પામેલા શ્રાવકોમાં સામગ્રીના યોગે અવશ્ય હોય છે. આ ત્રણ વસ્તુઓ, ભવ્ય આત્માઓને સમ્યગ્દર્શન ગુણ પમાડવાનું સામર્થ્ય પણ ધરાવે છે. એ જ રીતિએ, આ ત્રણ વસ્તુઓ દર્શન-શ્રાવકને વ્રત-શ્રાવક બનાવે છે, વ્રત-શ્રાવકને ઉત્તરગુણ-શ્રાવક બનાવે છે અને ઉત્તરગુણ-શ્રાવકને પ્રતિમાના ક્રમે કરીને સાધુધર્મને પમાડે છે. આ કારણે, આ શ્રાવકધર્મ-વિંશિકામાં આ વાતને પહેલી ગાથામાં જ લેવામાં આવી છે. ભાવ શ્રાવકપણાને પામવાની ઇચ્છાવાળા પુણ્યાત્માઓએ તેમજ ભાવ શ્રાવકપણાને પામેલા પુણ્યાત્માઓએ, આ ત્રણેય વસ્તુઓ પ્રત્યે ખૂબ જ આદરવાળા બનવું જોઇએ. જે આત્માઓ આ ત્રણ ઉત્તમ વસ્તુઓની ઉપેક્ષા કરે છે, તેઓ કાં તો ગુણને પામ્યા નથી અને જો ગુણને પામ્યા છે, તો તેઓ પોતાના ગુણનો વિનાશ કરી રહ્યા છે. જેઓ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવે છે, તેઓ જો આ ત્રણ ઉત્તમ વસ્તુઓની ઉપેક્ષા કરનારા હોય, તો તેઓ નામના શ્રાવકો છે અથવા તો નામના શ્રાવકો બની જવાય તેવું તેમનું વર્તન છે. આ ત્રણ ગુણો પ્રત્યે ઉપેક્ષાભાવને ધરનારાઓ, વસ્તુતઃ પોતાને શ્રાવક તરીકે
Page 51 of 211