________________
એટલે પ્રથમ કહેલા શુક્લ ધ્યાનની રીતિ પ્રમાણે શુક્લ ધ્યાનના બીજા પાયાનો (વીતરાગ થઇ જવાથી) આશ્રય કરે છે. અને તે બીજા શુક્લ ધ્યાનને એક યોગથી ધ્યાય છે. કારણ કે, તે ક્ષપકમુનિ વીતરાગ અવરથાને પ્રાપ્ત કરનારા, યથાખ્યાત ચારિત્રવાલા, અને શુદ્ધતરભાવયુક્ત મહામતિ બને છે. તે શુક્લ ધ્યાનનો બીજો પાયો અપૃથકત્ત્વ, અવિચાર અને સવિતર્ક ગુણ સંયુક્ત એવા નામથી કહેવાય છે. જેનું ધ્યાન કરતા ક્ષીણમોહી મહાત્મા આત્મિક આનંદને અનુભવે છે.”
મુમુક્ષુ અંજલિ જોડી બોલ્યો- “ભગવદ્ એ શુક્લ ધ્યાનના બીજા પાયાનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરો.” આનંદ મુનિ આનંદપૂર્વક બોલ્યા- “વત્સ, એ ધ્યાનમાં તત્ત્વજ્ઞાતા અપૃથકત્વ જ્ઞાનને-એકત્વને ધારણ કરે છે. કેવળ જે વિશુદ્ધ પરમાત્મ દ્રવ્ય છે, તેજ અથવા તેજ પરમાત્મા દ્રવ્યનો કેવળ એક પર્યાય અથવા કેવળ એક ગુણ છે. એ અપૃથકત્વ -એકત્વ કહેવાય છે. એવી રીતે એક દ્રવ્ય એક ગુણ, એક પયય નિશ્ચલ-ચલન રહિત છે. એમ જ્યાં એકત્વનું ધ્યાન કરવામાં આવે છે, તે અપૃથકત્વ કહેવાય છે.”
જે અવિચાર છે એટલે જેમાં (પૂર્વોક્ત સ્વરૂપોમાં) શબ્દાર્થયોગ રૂપોમાં પરાવર્ત વિવર્જિત એટલે શબ્દથી શબ્દાંતર અને અર્થથી અર્થાતર ઇત્યાદિ ક્રમથી રહિત એવું માત્ર શ્રતને અનુસારેજ ચિંતન કરવામાં આવે છે, તેથી તે અવિચાર છે. આ કાલમાં શુક્લ ધ્યાનના જેઓ જ્ઞાતા છે, તેઓ પૂર્વ મુનિ પ્રણીત શાસ્ત્ર આમ્નાય વિશેષથી છે; પરંતુ આ કાલમાં શુક્લ ધ્યાનના કોઇ અનુભવી નથી. જે ધ્યાન સવિતર્ક ગુણ સંયુક્ત છે, એટલે જે ધ્યાન માત્ર ભાવ શ્રુતના આલંબનથી થાય છે. સૂક્ષ્મ અંતર્લભ ભાવગત અવલંબન માત્રથી ચિંતવન થાય છે, તેથી તે સવિતર્ક ગુણ સંયુક્ત છે.
આ પ્રમાણે શુક્લ ધ્યાનના બીજા પાયાનું અવલંબન કરી ક્ષીણમોહી મહાત્મા આ ગુણસ્થાન પર વર્તે છે અને તે સર્વદા શુદ્ધ પરિણતિના પ્રકાશથી પ્રકાશિત થાય છે.
વત્સ, આ સોપાન ઉપર પુનઃ દ્રષ્ટિ કર. તેના શિખર ઉપર અમૃતની ધારાનો દેખાવ છે. તેની નીચે એક અગ્નિની જ્વાલાનો દેખાવ છે, તેની અંદર ચૌદ ઇંધણાઓ બળતા દેખાય છે. તેની બાહેર સોળ, અને સત્તાવન મોટી કિરણો અને એકસો એક સૂક્ષ્મ કિરણોનું મંડળ દેખાય છે. આ દેખાવા ઉપરથો અદ્ભુત સૂચના પ્રગટ થાય છે. મુમુક્ષુએ કહ્યું. “ભગવદ્, આ દેખાવ મારા દ્રષ્ટિ માર્ગમાં આવ્યો છે, તે કૃપા કરી સમજાવો.” આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા “ભદ્ર, સાંભળ, જે આ સોપાન ઉપર અમૃતની ધારા દેખાય છે, તે સમરસીભાવ છે. અહિં પ્રાપ્ત થયેલ મહાત્મા બીજા શુક્લ ધ્યાનમાં વર્તવાથી ધ્યાનસ્થ થઇ સમરસીભાવને (તદેક શરણતા) ધારણ કરે છે. ધ્યાનવડે પોતાના આત્માને અપૃથકન્વભાવે પરમાત્માની અંદર લીન કરવામાં આવે ત્યારે જ સમરસીભાવ ધારણ થાય છે. આ સમરસીભાવની સ્થિતિ આત્માના અનુભવથી થઇ શકે છે.
વત્સ, જે આ સોપાનની નીચે અગ્નિની જ્વાળાનો દેખાવ છે તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આ સ્થાને બીજા શુક્લ ધ્યાનના યોગથી યોગીંદ્ર મુનિ પોતાના કર્મરૂપી ઇંધણાને દહન કરે છે. વળી આ બારમા ગુણસ્થાનકના બીજા ચરમ સમયમાં અંતના પ્રથમ સમયે નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિનો ક્ષય કરે છે. ભદ્ર, જે આ ચૌદ ઇંધણાઓ બળતા દેખાય છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આ ક્ષીણમોહ ગુણસ્થાનના અંત સમયમાં (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવળદર્શન, આ ચાર દર્શનાવરણીય, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, અને પાંચ પ્રકારના અંતરાય એ ચૌદ પ્રકૃતિનો અહિં ક્ષય થાય છે, તેનો ક્ષય કરી તે યોગી ક્ષીણ મોહાંશ થઇ
Page 189 of 211