Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 201
________________ કરતાં તેમણે પોતાના પૂર્વજોના શુદ્ધ માર્ગને અનુસરી ચાલવું જોઇએ. ચાલતા કાલના પ્રભાવને લઇને ગૃહસ્થ અને યતિ બંને વર્ગમાં અવ્યવસ્થાએ સ્થાન કરેલું છે, આચાર, અનાચાર અને અત્યાચારની મિશ્ર પ્રવૃત્તિ પણ કેટલેક સ્થળે જોવામાં આવે છે, તે સર્વનો ઉચ્છદ થાઓ. અને આ મોક્ષપદ સોપાનની સુંદર સીડીપર ક્રમારોહણ કરવાની ઇચ્છા રાખનારા ધર્મગુરૂઓ અને ધર્મબંધુઓના મનોરથો સિદ્ધ થાઓ અને આવા વિષમ કાલમાં પણ ચારિત્ર ધર્મની ધ્વજાને કાવી નિર્દોષ ધર્મ ધરનારા, આત્માને આરામ આપનારા અને વિઘ્નોનો વિજય કરી આનંદને પ્રસારનારા મહોપકારી મુનિવરોનો સદા વિજય થાઓ. એજ અમારી પ્રભુ પાસે અંતરની અભ્યર્થના છે. સમાપ્ત ૧૪ ગુણસ્થાન ના કાળમાનનું વર્ણન (૧) પહેલા ગુણસ્થાનકનો કાળ ૪ વિકલ્પથી હોય છે. ૧. અનાદિઅનંત ૨. અનાદિસાંત ૩. સાદિઅનંત ૪. સાદિસાંતા (૨) બીજા ગુણસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાનો હોય છે. (૩) ત્રીજા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૪) ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૩૩ સાગરોપમ હોય છે. (૫) પાંચમા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનું પૂર્વક્રોડ વર્ષ (૮ વરસ ન્યુન) હોય છે. (૬) છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત મતાંતરે દેશોનું પૂર્વક્રોડવર્ષ Page 201 of 211

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211