Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 202
________________ એટલે કે છટ્ટ ગુણસ્થાનકે ૧ અંતર્મુહુર્ત રહે પછી સાતમે જાય પાછો છટ્ટે આવે અને પછી સાતમે જાય આમ દેશોનુપૂર્વક્રોડ વર્ષ સુધી ચાલ્યા કરે છે. (9) 9માં ગુણસ્થાનકનો સમય જઘન્ય તથા ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૮) ૮ થી ૧૧ ગુણસ્થાનકનો કાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૯) ૧૨માં ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્તનો હોય છે. (૧૦) ૧૩માં ગુણસ્થાનકનો કાળ જઘન્ય ૧ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વક્રોડ વર્ષ હોય છે. (૧૧) ૧૪માં ગુણસ્થાનકનો કાળ પાંચ સ્વાક્ષરના જેટલો હોય છે. (૧) પહેલું-બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનકોમાંથી કોઇપણ ૧ ગુણસ્થાનક લઇને જીવા પરભવમાં જઇ શકે છે. (૨) ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ અને ૧૪ આ અગિયાર ગુણસ્થાનકને વિષે જીવો મરણ પામી શકે છે. (૩) ૩-૧૨-૧૩ આ ત્રણ ગુણસ્થાનકમાં જીવો મરણ પામતા જ નથી. (૪) ૧-૪-૫-૬-૭-૧૩ આ છ ગુણસ્થાનકોને વિષે જીવો સદાકાળ હોય છે. (૫) ૨-૩-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪ આ ૮ ગુણસ્થાનકોને વિષે કોઇ વખતે કોઇ પણ જીવ ન હોય એમ પણ બન અને કોઇ વખત કદાચ હોય તો ૧ જીવ કે અનેક જીવો પણ હોઇ શકે છે. (૬) ઉપશમ શ્રેણી ચડનારો ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં તથા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ૧૧ થી ક્રમસર નીચે ઉતરતાં ૮ થી ૧૧ ગુણસ્થાનકને વિષે મરણ પામી શકે છે. ક્ષપશ્રેણીનું સ્વરૂપ વર્ણન અનંતાનુબંધી ૪ કષાય અને દર્શનસિક આ સાત પ્રકૃતિઓની ક્ષપના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. આ ક્ષપકશ્રેણી ૧લા સંઘયણવાળા જીવો કરે છે. ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓને ખપાવવા માટેનું ૭મું ગુણસ્થાનક તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. અમું ગુણસ્થાનક તે અપૂર્વકરણ કહેવાય છે. ૯મું ગુણસ્થાનક તે અનિવૃત્તિરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ત્રણે કરણો જીવ પુરૂષાર્થથી કરે છે. સ્થિતિઘાતાદિ પાંચવાના કરણ અનુસાર હોય છે. ઉદ્ગલના સંક્રમ સહિત ગુણસંક્રમવડે સત્તાનો નાશ કરે છે. ક્ષપકશ્રેણીવાળા ૧૦મેથી ૧૨મેજ જાય છે ત્યારબાદ ૧૩-૧૪મે થઇ એજ ભાવે સિદ્ધિગતિમાં જાય છે. ક્ષપકશ્રેણીમાં એક સાથે ૧૦૮ જીવો પ્રવેશ કરે છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) હોય છે. અને જઘન્યથી કોઇવાર ૬ માસ સુધી એકપણ ન હોય એમ પણ બને છે. ક્ષપકશ્રેણીમાં નીચેના ક્રમે પ્રકૃતિઓનો નાશ થાય છે. ) અનંતાનુબંધી ૪ કષાય (૨) મિથ્યાત્વ મોહનીય (3) મિશ્ર મોહનીય (૪) સમ્યક્ત્વ મોહનીય (૫) નરક-તિર્યંચ-દેવાયુષ્ય (૬) એકૅન્દ્રિયાદિ ૪ જાતિ-નરક,દ્ધિક-તિર્યચદ્ધિક-આતપ-ઉધોત-સ્થાવર-સુક્ષ્મ-સાધારણ અને થીણધ્વિત્રિક એમ ૧૬ પ્રકૃતિઓ (૭) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય - પ્રત્યાખ્યાનીય - ૪ કષાય તેમ ૮ કષાય (૮) નપુંસકવેદ (૯) સ્ત્રીવેદ (૧૦) હાસ્યષક (૧૧) પુરૂષવેદ (૧૨) સંજ્વલન ક્રોધ (૧૩) સંજ્વલન માન (૧૪) Page 202 of 211

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211