Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 197
________________ છે, આત્માન કર્મ રૂપતાપન્ન એવા નિજ સ્વરૂપને ધ્યાય છે, તેનાથી બીજું ઉપચારરૂપ, અષ્ટાંગયોગ પ્રવૃત્તિ લક્ષણ ધ્યાન તે સર્વ વ્યવહારનયથી જાણવું. વત્સ, આ સોપાન ઉપર આવેલા મહાનુભાવના ઉપાંત્ય સમયમાં શું બને છે ? તે જાણવા જેવું છે. કેવલ ચિતૂપ, આત્મસ્વરૂપને ધારણ કરનાર યોગી અયોગી ગુણસ્થાનવર્તી રુ પ્રગટ ઉપાંત્યા સમયમાં એકી સાથે (શીઘ્રયુગપત સમ કાળે) કર્મપ્રકૃત્તિનો ક્ષય કરે છે.” મુમુક્ષુ વચ્ચે પ્રશ્ન કર્યો - “ભગવદ્, ઉપાંત્ય સમય એ શું છે અને કર્મની બહોંતેર પ્રકૃતિ કઇ છે ? તે સમજાવો.” મહાનુભાવ આનંદસૂરિએ ઉત્તર આપ્યો – “ભદ્ર, બે ચરમ (છેલ્લા) સમયને ઉપાંત્ય સમય કહે છે. પાંચ શરીર, પાંચ બંધન, પાંચ સંઘાત, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, પાંચ વર્ણ, પાંચ રસ, છ સંહનન, છ અસ્થિર, આઠ સ્પર્શ, બે ગંધ, નીચ ગોત્ર, ચાર અગુરુલઘુ, દેવગતિ, દેવાનુપૂર્વી, બે વિહાયોગતિ, ત્રણ પ્રત્યેક, સુસ્વર, અપર્યાપ્તિનામ, નિર્માણનામ અને બેમાંથી એક વેદનીય એ બાહેર કર્મપ્રકૃતિઓ કહેવાય છે. તે બોંતેર કર્મપ્રકૃતિ મુક્તિ નગરીના દ્વારની અર્ગલા રૂપ છે, તે કર્મ પ્રકૃતિને આ સોપાન ઉપર આવેલો આત્મા ઉપાય સમયમાં ક્ષય કરે છે.” મુમુક્ષુ બોલ્યો- “ભગવદ્ , હવે એ વાત મારા સમજવામાં આવી છે, આ સોપાનને માટે જે વિશેષ જાણવાનું હોય તે કરૂણા કરી સમજાવો.” આનંદમુનિ બોલ્યા- “વત્સ આ સોપાન ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિ કર. તેની બાહર સુકાઇ ગયેલા તેર પુષ્પો પડેલા છે. તેની આસપાસ બાર-પંચાશી અને તેર કિરણો ચલકતા દેખાય છે, પણ ઉપર જાતાં તેઓ તદન અદ્રશ્ય થયેલા માલમ પડે છે. જો આ સોપાનના શિખર ઉપર એક જ્યોતિનો મહાન ગોળા દેખાય છે. આ દેખાવની સૂચના એટલી બધી મનોહર અને સુબોધક છે કે, જે જાણવાથી તારો આત્મા આનંદસાગરમાં મગ્ન થઇ જશે.” મુમુક્ષુએ કહ્યું, “મહાત્મન્ , તે સૂચનાઓ મને સત્વર સમજાવો તે જાણવાને હૃદય ઉત્કંઠિત બને છે.” આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, આ સોપાનપર આરૂઢ થયેલા અયોગો પરમાત્મા પોતાના અંતસમયે એકવેદની, આદેયનામ, પર્યાપ્તિનામ, બસનામ, બાદરનામ, મનુષ્યાયુ, ચશનામ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, સૌભાગ્ય, ઉચ્ચગોત્ર, પંચેદ્રિયત્વ, અને તીર્થંકર નામ આ તેર પ્રકૃતિનો ક્ષય કરી તે જ સમયે સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થાય છે. તે સિદ્ધ પરમેષ્ટી સનાતન ભગવાન શાશ્વત લોકાત પર્યત જાય છે. જે આ સુકાઇ ગયેલા તેર પુષ્પો પડેલા છે, તેમાંથી એ તેર પ્રકૃતિની સૂચના થાય છે.” વત્સ, જે આ બાર ચળકતા કિરણો દેખાય છે. તે આ સોપાન પર આવેલા અયોગી મહાત્મા બાર પ્રકૃતિ વેદે છે, તેની સૂચના છે. આ સોપાન ઉપર આવેલ જીવ પોતે અબંધક છે, તે એક વેદની, આદેય, યશ, સુભગ, ત્રણ બસ, પંચેદ્રિયન્ત, મનુષ્ય ગતિ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર અને તીર્થંકર નામ આ બાર પ્રકૃતિ વેદે છે. જે આ તેર અને પંચાશી કિરણોનો દેખાવ છે. તે એવું સૂચવે છે કે, અહીં અંતના બે સમય પહેલાં પંચાશીની સત્તા રહે છે અને ઉપાંત્ય સમયમાં તેર પ્રકૃતિની સત્તા રહે છે. અને છેવટે અંત સમયે તે સત્તા રહિત થાય છે. જેમાં અયોગી સિદ્ધ ભગવાન ચિદાનંદમય બની અખંડાનંદના ભોક્તા થાય છે. Page 197 of 211

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211