Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 198
________________ ભદ્ર-મુમુક્ષુ, આ પવિત્ર સોપાનને ભક્તિથી નમન કર અને આ સ્થાનની ઉચ્ચ ભાવના ભાવી. તારા અંતરાત્માને અખંડાનંદનો અધિકારી બનાવ. મહાનુભાવ આનંદસૂરિના આ વચન સાંભળી મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઇ ગયો. તેણે તે સોપાનને અંજલિ જોડી પ્રણામ કર્યો અને પછી ઉભા થઇ મહાત્મા આનંદસૂરિને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી અને ક્ષણવાર સુધી તે આનંદમુર્તિ મહાત્માનું એકાગ્રતાથી ધ્યાન કર્યું. ક્ષણવારે મુમુક્ષુએ હૃદયમાં વિચાર કરી પ્રશ્ન કર્યો – “ભગવન્, આપ મહાનુભાવે આ મોક્ષપદ સોપાનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. હું સર્વ રીતે કૃતાર્થ થયો છું, તથાપિ આ છેવટના સોપાન ઉપર થતી શિવરૂપ સિદ્ધગતિને યથાર્થ જાણવાને માટે અંતરમાં ઇચ્છા પ્રગટ થાય છે.” આનદર્ષિ આનંદ સહિત બોલ્યા- “વત્સ, જે ઇચ્છા હોય તે પુછ અને તારી જિજ્ઞાસા તૃપ્ત. કર.” જિજ્ઞાસુ મુમુક્ષએ અંજલિ જોડી પુછયું, “ભગવન, અહીં કર્મ રહિત થયેલો આત્મા તે સમયે લોકાંતમાં કેવી રીતે જતો હશે, અયોગી આત્માની ઉર્ધ્વગતિ શી રીતે થતી હશે ?” આનંદસૂરિએ કહ્યું ભદ્રલોકાંતમાં આત્માની ઉર્ધ્વગતિને માટે ચાર પ્રકારના હેતુઓ દર્શાવેલા છે, પ્રથમ ઉપાંત્ય બે સમયમાં અચિંત્ય આત્મવીર્યથી પંચાશીકર્મ પ્રકૃતિ ક્ષય કરવા માટે જે વ્યાપારનો આરંભ કર્યો હતો, તેનાથી આત્માની ઉર્ધ્વગતિ થાય છે એ પ્રથમ હેતુ છે. આત્મા કર્મના સંગથી રહિત થવાથી તેની ઊર્ધ્વગતિ થાય છે, એ બીજો હેતુ છે. આત્મા અતિ ગાઢ બંધનોથી રહિત થવાથી ઊર્ધ્વગતિ કરી શકે છે, એ ત્રીજો હેતુ છે. અને કર્મ રહિત થયેલા જીવનો ઊર્ધ્વ ગમન કરવાનો સ્વભાવ છે, એ ચોથો હેતુ છે. ચાર હેતુ ઉપર ચાર દ્રષ્ટાંતો આપેલા છે. પ્રથમ હેતુમાં કુંભારના ચક્રનું દ્રષ્ટાંત છે. જેમ કુંભારનું ચક્ર પૂર્વ પ્રયોગથી ક્ષ્ય કરે છે, તેમ આત્માની પૂર્વ પ્રયોગથી ઊર્ધ્વગતિ થાય છે. બીજા હેતુમાં તુંબિકાનું દ્રષ્ટાંત છે. જેમ તુંબડાની માટીના લેપથી રહિત થતાં ધમસ્તિકાયરૂપ જલથી તેની ઊર્ધ્વગતિ થાય છે. ત્રીજા હેતુમાં એરંડળનું દ્રષ્ટાંત છે. જેમ એરંડળ બીજાદિ બંધનોથી છૂટું થતાં ઉર્ધ્વગમન કરે છે. તેમ આત્માને કર્મરૂપ બીજાદિનો બંધ વિચ્છેદ થતાં તે ઉર્ધ્વગમન કરે છે, ચોથા હેતુમાં અગ્નિનું દ્રષ્ટાંત છે જેમ અગ્નિનો ઉર્ધ્વજવલન સ્વભાવ છે, તેમ આત્માનો પણ ઉર્ધ્વગમન સ્વભાવ છે. ભદ્ર, વળી અહિં કોઇ શંકા કરે કે, આત્માની અધોગતિ કે તિર્થી ગતિ કેમ થતી નથી ? ઉત્તરમાં એટલું જ કહેવાનું કે, સિદ્ધ આત્મા કર્મના ગૌરવ-ભારના અભાવથી અધોગમન કરતા નથી, તેમ પ્રેરણા કરનાર પ્રેરક કર્મના અભાવથી તિર્થીગતિ પણ કરતા નથી. તે સાથે તેમજ ધમસ્તિકાયના અભાવથી તે લોકની ઉપર પણ ગમન કરી શકતો નથી કારણ કે, ધર્માસ્તિકાય લોકમાંજ હોવાથી તે મત્સ્યને જલની જેમ જીવ તથા પુદગલની ગતિનો હેતુરૂપ છે. ધમસ્તિ આલોકમાં ન હોવાથી સિદ્ધ અલોકમાં જઇ શકતા નથી.” મુમુક્ષુએ સવિનય જણાવ્યું- “ભગવન, આપની આ વાણી સાંભળી અંતર આનંદમય બની ગયું છે હવે માત્ર એક પ્રાર્થના છે કે, લોકાંતરમાં રહેનારા સિદ્ધનું સ્વરુપ કહી સંભળાવો કે જે સાંભળી હું મારા કર્ણને અને જીવનને સફળ કરી આત્માનંદનો અનુભવી બનું.” આનંદ મૂર્તિ આનંદસૂરિઆત્માનંદ દર્શાવતા બોલ્યા- “ભદ્ર, જે આ ચૌદમાં સોપાન ઉપર જ્યોતિનો તેજસ્વી ગોળો દેખાય છે, તે સિદ્ધશિલાની સૂચના છે. આ ચૌદ રાજલોકના મસ્તક ઉપર ઇષત પ્રાગભારા નામની સિદ્ધિશિલા રહેલી છે. સિદ્ધના જીવો તેનાથી પાસે હોવાથી તે સિદ્ધશિલા Page 198 of 211

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211