________________
આનંદમુનિ બોલ્યા- “ભદ્ર, કેવલી સમુઠ્ઠાતથી નિવૃત્ત થઇ મન, વચન અને કાયાના યોગને નિરોધવા માટે અહિં કેવલી ભગવાન શુક્લ ધ્યાનના ત્રીજા પાયાનું ધ્યાન કરે છે એ શુક્લધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મક્રિયા નિવૃત્તિના નામથી ઓળખાય છે, કારણ કે, તેમાં યોગની કંપનરૂપ ક્રિયાને સૂક્ષ્મ કરવામાં આવે છે.”
મુમુક્ષુ બોલ્યો “મહાનુભાવ, એ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ વિષે વિશેષ સમજુતી આપો. યોગની ક્રિયા ને કેવી રીતે સૂક્ષ્મ કરવામાં આવે છે ?”
આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, એ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા પાયામાં ધ્યાતા કેવલી મન, વચન અને કાયાના યોગને સૂક્ષ્મ કરે છે. તે કેવી રીતે કરે છે ? તે સાવધાન થઇ શ્રવણ કર. એ ધ્યાનના ધ્યાતા કેવલી આત્મવીર્યની અચિંત્ય શક્તિથી બાદરકાયયોગના સ્વભાવમાં સ્થિત થઇ, બાદરવચનયોગ તથા બાદરમનોયોગના પગલોને સૂક્ષ્મ કરે છે, તે પછી બાદરકાયયોગને સૂક્ષ્મ કરે છે, ત્યાર બાદ સૂક્ષ્મકાયયોગમાં ક્ષણમાત્ર રહીને તત્કાળ સૂક્ષ્મ વચનયોગ તથા મનોયોગના પુદગલોનો અપચય કરે છે, તે પછી ક્ષણ માત્ર સુક્ષ્મકાયયોગમાં રહી તે કેવળી મહાત્મા પ્રગટ નિજ આત્માનુભવની સૂક્ષ્મ ક્રિયાનો એટલે પોતે જ પોતાના ચિતૂપ સ્વરુપનો અનુભવ કરે છે.
વત્સ, અહિં જે સૂક્ષ્મ ક્રિયાવાળા શરીરની સ્થિતિ તેજ કેવળીનું ધ્યાન છે. તે જાણવા જેવું છે. જે પ્રકારે છઘWયોગીઓના મનની સ્થિરતાને જેમ ધ્યાન કહેવામાં આવે છે, તે પ્રકારે કેવળજ્ઞાનીઓના શરીરની નિશ્ચલતાને ધ્યાન કહેવામાં આવે છે. તેઓ પર્વતની જેમ સ્થિર રહી ધ્યાન કરવાને સમર્થ બને છે. તેમની તે ક્રિયા શૈલેશીકરણના નામથી ઓળખાય છે. તે શેલેશીકરણને આરંભ કરનારા સૂક્ષ્મ કાય યોગવાળા મહાત્મા પાંચ હસ્તાક્ષર ઉચ્ચારતાં જેટલો કાલ લાગે, તેટલું આયુષ્ય જ્યારે બાકી રહે ત્યારે શરીરને શેલવત નિશ્ચલ કરવા માટે તેને અપરિપાકરૂપ ચોથું શુક્લ ધ્યાન કે જે શૈલેશીકરણ રૂપ કહેવાય છે, તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે કેવળી શેલેશીકરણારંભી સૂક્ષ્મકાયયોગમાં રહેતાં તત્કાળ ઉપરના સોપાન પર જવાની ઇચ્છા કરે છે.
ભદ્ર, જો, આ તેરમા સોપાનની પાસે ત્રીશ બેંતાળીશ અને પંચાશી કિરણોની શલાકાઓ માલમ પડે છે. તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલો જીવ અંતસમયમાં ઔદારિકદ્વિક, અસ્થિરદ્ધિક, વિહાયોગતિદ્વિક, પ્રત્યેકનિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, ચારવર્ણાદિ, નિર્માણ, તેજસ, કાર્મણ, પ્રથમસંહનન, બે સ્વર અને એક વેદનીય આ ત્રીશ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ કરે છે. અહિં અંગોપાંગનો ઉદય વ્યવચ્છેદ થવાથી અત્યંત અંગ સંસ્થાનની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના કરે છે. એટલે પોતાના આત્મપ્રદેશોને ધનરૂપ કરવાથી ચરમ શરીરના અંગોપાંગમાં જે નાસિકાદિ છિદ્રો છે, તેઓને પૂર્ણ કરે છે, તેથી આત્મપ્રદેશો ધનરૂપ થઇ જાય છે. અને અવગાહના ત્રીજો ભાગ ન્યુન થાય છે.”
આ ગુણસ્થાનમાં રહેલો જીવ એક વિધ બંધ, ઉપાંત્ય સમય સુધી અને જ્ઞાનાંતરાય પાંચ તથા ચાર દર્શનનો ઉદય વ્યવચ્છેદ થવાથી બેંતાળીશ પ્રકૃતિ વેદે છે. નિદ્રા, પ્રચલા, જ્ઞાનાંતરાયદશક અને ચાર દર્શન આ સોળ પ્રકૃતિની સત્તા વ્યવચ્છેદ થવાથી અહિં પંચાશી પ્રકૃતિની સત્તા હોય છે.
Page 194 of 211