Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 191
________________ અથવા ન પણ કરે ત્યારબાદ યોગ નિરોધ કરે છે. યોગ નિરોધનું સ્વરૂપ - બાદરકાય યોગથી બાદર યોગોનો રોલ કર્યા પછી સુક્ષ્મથી સુક્ષ્મનો રોધ કરે છે. આમાં વિર્યાણનાં સ્થિતિઘાત-રસઘાત આદિ સ્પર્ધકો તેમજ અપૂર્વ સ્પર્ધકો તેમજ કિટ્ટી વગેરે કરીને યોગા નિરોધ કરે છે છેવટે સુક્ષ્મકાયયોગની ક્રિયાને કરતો સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ત્રીજા પાયા પર આરૂઢ થાય છે. આ ધ્યાનના બળથી વદન-ઉદર-આદિનો પોલાણભાગ આત્મપ્રદેશો વડે પૂરાઇ જાય છે. પોલાણ ભાગ પૂરાઇ જવાથી અવગાહનાની હાનિ થઇ ને ૨/૩ ભાગમાં આત્મપ્રદેશો રહ્યા હોય તેવો થાય છે. પછી સુક્ષ્મ વચન અને મનોયોગનો પણ રોધ કરે છે. ત્યારબાદ કિટ્ટીરૂપ સુક્ષ્મકાય યોગ જ હોય છે. તેનો રોધ કરતાં સર્વ પર્યાયઅનુગત સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાત્તી ધ્યાન (શુક્લધ્યાનનો ૩જો પાયો)માં આરૂઢ થયેલો સમયે સમયે કિટ્ટીઓરૂપ સુક્ષ્મ કાયયોગનો વિરોધ કરતાં ચરમ સમય પર્યત આવે છે અને અહિં જે કર્મોની સ્થિતિ હોય છે તે ૧૪માં ગુણસ્થાનક જેટલી કરે છે. ત્યાં શુક્લધ્યાનનો ૩જો પાયો કિટ્ટીઓ-શાતાનો બંધ-નામ અને ગોત્રની ઉદીરણા-ચોગ-શુક્લલેશ્યા-સ્થિતિઘાત અને રસઘાત આ સાતવાના એક સાથે નાશ પામે છે. કેવળી સમદઘાત પછી શુક્લધ્યાનનો ૩જો પાયો પણ હોય છે તે પહેલા ધ્યાનાંતરીય દશા હોય છે અને જે કેવળી ભગવંતો કેવળી સમઘાત કરતા નથી તેઓને આયોજીકરણ પછી ૩જો પાયો હોય છે. ઉપર કહેલા 9 વાના નાશ પામતા જીવ અયોગી કેવળી નામના ૧૪માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્રયોદશ સોપાન (સયોગી કેવલી ગુણસ્થાન) જેમના હૃદયમાં પંચપરમેષ્ટીના મહામંત્રનું સ્મરણ થયા કરે છે, જેમની ભાવનાઓ આ વિશ્વના કલ્યાણની સાથે સંયોજિત થાય છે, અને જેઓનું હદયસદા શુભધ્યાનમાં આરૂઢ છે, એવા મહાત્મા આનંદસૂરિ પરમાનંદના પ્રભાવને દર્શાવતા બોલ્યા- “ભદ્ર, આ તેરમા સોપાન ઉપર દ્રષ્ટિ પ્રસાર. આ સંદર સોપાન સયોગીકેવલીના નામથી ઓળખાય છે. એ નામનોજ કોઇ દિવ્ય પ્રભાવ છે. જો, આ પગથીઆ ઉપર મહાન પ્રકાશમાન બે રત્નો ચળકી રહ્યા છે. તેની આસપાસ તેજની પ્રભાનો સમુહ સૂર્યની જેમ ઝળકે છે. આ દખાવ આ તેરમા સયોગીકેવલીના સોપાનનો મહિમા દર્શાવે છે. આ ગુણસ્થાન ઉપર કેવળી ભગવંત હોઇ શકે છે. તે કેવળી ભગવંતના આત્માને અહિં ક્ષાયિક શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. તેથી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક સમ્યકત્ત્વ અને યથાખ્યાત ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. આ બે તેજસ્વી રત્નો પણ એજ વાત સૂચવે છે. અહીં ઉપશમ અને ક્ષયોપશમ આ બે ભાવ રહેતા નથી. ભદ્ર, આ તેરમા સોપાનના શિખર ઉપર એક દિવ્ય જ્યોતિ પ્રકાશે છે, તેનું અવલોકન કર. એ જ્યોતિ અહીં આરૂઢ થયેલા આત્માના કેવળજ્ઞાનને સૂચવે છે. આ કેવલજ્ઞાનરૂપી સૂર્ય કેવો Page 191 of 211

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211