Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 163
________________ મુમુક્ષએ મનમાં તર્ક કરીને પ્રશ્ન કર્યો - “ભગવન, અહિં કદિ મુનિ નિરાલંબન ધર્મધ્યાનનો આશ્રય કરે તો તેથી શી હાનિ થાય ?” આનંદમુનિએ ઉત્તર આપ્યો- “ભદ્ર, જો મુનિ પ્રમાદી થઇને સામાયિક વગેરે ષડાવશ્યકનો ત્યાગ કરી નિશ્ચલ નિરાલંબન ધર્મધ્યાનનો આશ્રય કરે તો તે મિથ્યાત્વ મોહિત ભાવથી મૂઢ થઇ જાય છે, તેથી સર્વજ્ઞ પ્રણીત જેનાગમનું રહસ્ય તેના જાણવામાં આવતું નથી, એથી વ્યવહારને દૂર કરી બેઠો છે અને તે નિશ્ચયન પ્રાપ્ત કરી શક્યો નથી. કારણ કે, જૈન સિદ્ધાંતના જ્ઞાન વિના વ્યવહારપૂર્વક નિશ્ચયને સાધી શકાતો નથી. તેને માટે શાસ્ત્રમાં ખાસ લખે છે કે, “જો જૈન મતને અંગીકાર કરતા હો, તેમજ જૈન મતના સાધુ થતા હોતો વ્યવહાર અને નિશ્ચયનો ત્યાગ કરો નહીં. જે વ્યવહારનો ત્યાગ કરશો તો તીર્થનો ઉચ્છેદ થઇ જશે.” આ ઉપરથી સમજવાનું છે કે, વ્યવહાર અને નિશ્ચય સર્વદા ધારણીય અને આદરણીય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે. જેમ કોઇ ગૃહસ્થ હંમેશાં પગે ચાલીને ફ્રે છે, તેને કોઇવાર કોઇ અધિકારી અથવા ધનવાન ગૃહસ્થ પોતાની સુંદર ઘોડા ગાડીમાં બેસારી વ્યો, આથી તેને વાનો આનંદ પ્રાપ્ત થયો, પછી તેને પગે વું રૂચિકર થયું નહીં; તેથી તે હંમેશાં પેલા ગાડીવાલા ગૃહસ્થની ગાડીમાં ક્રવાની. અભિલાષા કરી રહ્યો છે; આથી તે પગે ચાલી વા નીકળતો નથી તેમ પેલો ગાડી વાળો ગૃહસ્થ ફ્રીવાર તેને પોતાની ગાડીમાં વા લઇ જતો નથી. આથી ગાડીનો આનંદ તેને મળતો નથી, અને તે પગે ચાલી વા નીકળતો નથી, તેથી તે ઉભયભ્રષ્ટ થઇ સંદા ચિંતાના દુ:ખમાં મગ્ન રહે છે. તેવીજ રીતે (આ જીવ) સાધુ કદાગ્રહરૂપ ભૂત વળગી જવાથી આ પ્રમત્ત ગુણસ્થાનવડે સાધ્ય અને સ્કૂલ રીતે પુણ્યની પુષ્ટિના કારણરૂપ ષડાવશ્યકાદિ કષ્ટ ક્રિયા કરતો નથી, તેને પગે ચાલવા જેવું ગણે છે, અને પ્રમત્ત ગુણસ્થાનમાં જેનો લાભ કદાચિત થઇ શકે છે, એવું નિર્વિકલ્પ, મનોજનિત, સમાધિરુપ નિરાલંબન ધ્યાનના અંશને કે જે પરમાનંદ સુખના સ્વાદદરૂપ છે, તેને ઘોડા ગાડીમાં બેસી વા જેવું ચિત્તમાં રહેવાથી તેને અભિલાષા રહેતાં પ્રમત્ત ગુણસ્થાન ગતષડાવશ્યકાદિ કષ્ટ ક્રિયા કર્મનું સમ્યફ રીતે આરાધન કરતો નથી. અને નિરાલંબન ધ્યાનાંશતો પ્રથમ સંવનનના અભાવથી પ્રાપ્ત થઇ શકતું નથી, તેથી ઉભય ભ્રષ્ટ થાય છે. તેથી સાધુએ આવશ્યકાદિ ક્રિયા અવશ્ય કરવી જોઇએ. આવશ્યક ક્રિયાનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનનો પ્રયત્ન કરવો એ અનુચિત છે. મુમુક્ષુએ શંકા લાવી પુછયું, “મહાનુભાવ, આપ નિરાલંબન ધ્યાનની ભારે પ્રશંસા કરો છો તેથી તે ધ્યાન સર્વોત્તમ છે, તો તે ધ્યાન કરવાનો પ્રયત્ન શા માટે ન કરવો ?” આનંદસૂરિ બોલ્યા - “ભદ્ર આ પંચમકાલમાં એ ધ્યાન પ્રાપ્ત કરી શકાતું નથી, તેથી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી તેને માટે પ્રયત્ન કરવો અનુચિત છે, તેને માટે તો હૃદયમાં સતત મનોરથો કરવાના છે. આપણા આહત ધર્મના મહર્ષિઓએ તેને માટે મહાન મનોરથો કરેલા છે. જે મનોરથો સાંભળતા આપણને હૃદયમાં મહાનંદ પ્રાપ્ત થાય છે. તે મહાનુભાવો કહેતા હતા કે, “ચિત્ત વૃત્તિનો વિરોધ કરી, ઇંદ્રિયોનો સમૂહ તથા તેના વિષયોને દૂર કરી શ્વાસોચ્છવાસની ગત્યાગતિનું રોધન કરી, ધૈર્ય ધારણ કરી, પદ્માસનવાળી કલ્યાણ કરવા નિમિત્તે, વિધિયુક્ત કોઇ પર્વતની કંદરામાં બેસી અને એક વસ્તુ પર દ્રષ્ટિ સ્થિર કરી એકાંતે અંતર્મુખ રહેવાનો લાભ ક્યારે પ્રાપ્ત થશે. ?” ચિત્ત નિશ્ચલ થતાં, રાગ, દ્વેષ, કષાય, નિદ્રા અને મદ શાંત થતાં, ઇંદ્રિયોના વિકારો દૂર Page 163 of 211

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211