________________
જ પરિણામ ભૂતકાળમાં અનંતા જીવો એ સમયના અધ્યવસાયને પામેલા હતા અને ભવિષ્યમાં જે આત્માઓ આ ગુણસ્થાનકના એ સમયના અધ્યવસાયને પામશે એ બધાના અધ્યવસાયો એટલે પરિણામો એક સરખા જ હોય છે. આ સમય સમય ના અધ્યવસાયમાં એક એક કરતાં અનંત ગુણ અનંત ગુણ વિશુધ્ધિ પ્રાપ્ત થતી જાય છે અને એ પરિણામની વિશુધ્ધિથી જે જે સમયે જે પ્રકૃતિઓનો નાશ થતો હોય તે પ્રમાણે નાશ થતો જ જાય છે અને અનંત ગુણ વિશુધ્ધિ વધતી જાય છે. આ ગુણસ્થાનકમાં કષાય સ્થુલ રૂપે ઉદયમાં રહેતો હોવાથી બાદર રૂપે રહેતો હોય છે. આ ગુણસ્થાનકનું બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે, સંપરાય = કષાય.
નવમ સોપાન (અનિવૃત્તિ ગુણસ્થાન)
જેમની મનોવૃત્તિ સર્વાત્મભાવમાં લીન થયેલી છે, જેમના હૃદયમાં આ જગા જીવોના કલ્યાણના ચિંતવનનો પ્રવાહ વહન થયા કરે છે અને જેઓ સર્વદા કરૂણાના મહાસાગરમાં મગ્ન થયેલા છે, એવા મહાત્મા આનંદસૂરિ પોતાના ભક્ત, અને ધર્મ પ્રેમી મુમુક્ષુને વિશેષ બોધ આપવાની ઇચ્છાથી બોલ્યા, ભદ્ર “આ તત્ત્વમય સૂચનાઓથી ભરપૂર એવી આ નીસરણીના નવમા પગથીઆ ઉપર દ્રષ્ટિ કર. આ સુંદર સોપાન અનિવૃત્તિબાદર નામના નવમા સ્થાનથી ઓળખાય છે. તે પગથીઆની અંદર નવ રેખાઓ દેખાય છે,તે તેના નવ ભાગને સૂચવે છે. તેની આસપાસ બાવીશ ઝાંખા તિલકો દેખાય છે અને આ સોપાનમાંથી બાવીશ, છાસઠ, અને પાંત્રીસ અંશુઓ સ્ફુરણાયમાન થાય છે અને તે એકંદર એકસોત્રણની સંખ્યાએ દેખાય છે. ભદ્ર, તે સર્વની ગણના કરવી હોય તો ધ્યાન આપીને ગણી લેજે.”
આ નવમા સોપાનનો સંબંધ આઠમા સોપાનની સાથે હોવાથી તે બંનેની ઘટના મળતી આવે છે. આ સોપાનના દેખાવોની સૂચના ધ્યાનપૂર્વક સાંભળજે.
મુમુક્ષુ આનંદપૂર્વક બોલ્યો - “ભગવન્, હૃદયમાં જીજ્ઞાસા પ્રબળતાને ધારણ કરે છે અને આપની વાણી સાંભળવાને નવ નવ ભાવનાઓ પ્રગટ થાય છે. કૃપા કરી આ સોપાનની ઉત્તમ સૂચનાઓ દર્શાવો.”
આનંદર્ષિ ઉત્સાહથી બોલ્યા - “ભદ્ર, આ નવમા સોપાનનું નામ અનિવૃત્તિબાદર છે. આ સંસારના જે ભોગવિલાસ જોયાં હોય, સાંભળ્યા હોય તેમજ અનુભવ્યા હોય, તેની આકાંક્ષા કે તેમને માટેના સંકલ્પ વિકલ્પોનો આ સ્થાને અભાવ છે, તેથી આસ્થાનમાં નિશ્ચય પ્રધાન પરિણતિરૂપ પરમાત્માના એકત્વ રૂપ ભાવની નિવૃત્તિ થતી નથી, તેથી આ સ્થાન અનિવૃત્તિ છે, અને અપ્રત્યાખ્યાન વગેરે બાર કષાય તથા નવ નોકષાયને ઉપશમાવવા તેમજ તેમનો ક્ષય કરવા માટે
ઘણો જ ઉધમ થાય છે તેથી તેમાં બાદર પદ વધારેલું છે. તે સર્વ સંદર્ભિત અર્થને લઇને આ નવમું સોપાન અનિવૃત્તિબાદર નામથી ઓળખાય છે. આ ગુણસ્થાન પર ક્ષપક આત્મા પોતાનામાં યોગ્યતા પ્રાપ્ત કરી આરોહણ કરે છે. આ પગથીઆની અંદર જે નવ ભાગને દર્શાવતી નવ રેખાઓ દેખાય છે, તે આ નવમા ગુણસ્થાનના નવ વિભાગ સૂચવેલા છે. ક્ષપક આત્મા જ્યારે આ સોપાન ઉપર આરૂઢ થાય છે, ત્યારે તે કર્મની પ્રકૃતિઓનો નવ પ્રકારે ક્ષય કરે છે. (૧) નરકગતિ, (૨) નરકાનુપૂર્વી, (૩) તિર્થંગ્ગતિ, (૪) તિર્યંચાનુપૂર્વી, (૫) સાધારણનામ, (૬) ઉદ્યોત નામ, (૭) સૂક્ષ્મ, (૮)
Page 178 of 211