Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 184
________________ આનંદમુનિ બોલ્યા- “વત્સ, આ પગથીઆ ઉપર જે ઉપર જવાની નાની નાની સીડીઓ છે, તે એમ સૂચવે છે કે, અહિં આવેલો જીવ ચડે છે અને પડે છે. જેને માટે મેં તને પ્રથમ સમજાવ્યું છે. ભદ્ર, જો, જે આ રત્નમય એક ગ્રંથિ દેખાય છે, તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલો ઉપશમક જીવ શાતા વેદનીયરૂપ એકજ પ્રકૃતિનો બંધ કરે છે; જે તેની પાસે આ ઓગણસાઠ કિરણો પ્રકાશ છે, તે એવું સૂચવે છે કે, અહિં વર્તતો જીવ ઓગણસાઠ પ્રકૃતિ વેદે છે. તેની આસપાસ જે એકસો અડતાળીશ સૂક્ષ્મ કિરણોનું જાળ ફુરે છે, તે એમ દર્શાવે છે કે, અહિં એકંદરે એકસો અડતાળીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટિ સત્તા છે. વત્સ, આ પ્રમાણે આસોપાનનો દેખાવ હેતુપૂર્વક છે અને હૃદયથી મનન કરવા યોગ્ય છે.” આનંદસૂરિની વાણી સાંભળી મુમુક્ષુ પ્રસન્ન થઇ ગયો અને તેણે તે મહાત્માને પુનઃ ભક્તિપૂર્વક વંદના કરી. ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ક્ષયોપશમ સમકિતિ જીવો ૪ થી ૭ ગુણસ્થાનકે રહેલા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરવા માટે ઉપશમ સમકિત પામવાની શરૂ આત કરે છે તથા આયુષ્ય અબંધક-આયુષ્યબંધક ક્ષાયિક સમકિતિ જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છ આ જીવો ઉપશમ સમકિત પામવાની શરૂઆત કરે તેમાં અનંતાનુબંધી ૪ કષાયની. વિસંયોજના (ક્ષપના) કરે છે તે આ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયનો નાશ, ૩ કરણપૂર્વક (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ) કરે છે. ૨ તથા ૩ જા કરણમાં ઉદૃવનાવિદ્ધ યુક્ત ગુણ સંક્રમ વડે ૧ ઉદયાવલિકા સિવાયના બાકીના સર્વ દલિકોનો નાશ કરે છે. ઉદયાવલિકાને કોઇ કરણ લાગતું નથી જેથી તિબુકસંક્રમ વડે સ્વજાતિય વેધમાન પ્રકૃતિમાં સંક્રમીને દૂર થાય છે ત્યારબાદ અંતર્મુહર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષકર્મમાં પણ સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણી થતાં નથી કારણકે પછી મોહનીયની ૨૪ની સત્તાવાળો થતો સ્વભાવસ્થ રહે છે. કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરે છે તે આ પ્રમાણે - અનંતાનુબંધીની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં ૩ કરણ અને ૪થી ઉપશમઅધ્ધા એટલે કે અંતઃકરણ પૂર્વક થાય છે. સ્થિતિઘાતાદિ પાંચે વાના અનંતાનુબંધીના કરે છે. અનંતાનુબંધીનો ઉદય નહિ હોવથી નીચેની ૧ આવલિકા રાખીને અંતઃકરણના પ્રદેશોને બધ્યમાન સજાતિય પ્રકૃતિમાં સંક્રમીને નાશ કરે છે. અંત:કરણના દલિકોને સંક્રમાવતાં સ્થિતિઘાત જેટલો વખત લાગે છે. અંત:કરણની ક્રિયા શરૂ થાય તેના બીજા સમયથી અંત:કરણની ઉપરની સ્થિતિ (દ્વિતીય) ગત અનંતાનુબંધીના દલિકોને સમયે સમયે અસંખ્યાતગુણા ઉપશમાવીને અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ ઉદય સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તના-નિદ્વતિ-નિકાચના અને ઉદિરણાને અયોગ્ય કરે છે પ્રદેશોય પણ થતો નથી. - આ રીતે ૪ની ઉપશમના કરીને દર્શન મોહનીયની ૩ પ્રકૃતિઓની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરે છે. મતાંતર (શ્રમણપણામાં જ કરે છે) ત્રણેકરણ કરવાપૂર્વક અંત:કરણ કરે છે. અંતઃકરણ નીચેની પહેલી સ્થિતિ- તેમાં મિથ્યાત્વ-મિશ્રમોહનીયના દલિકોને આવલિકા પ્રમાણ કરે છે. અને Page 184 of 211

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211