Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 182
________________ સ્વભાવબલથી સર્વ મોહકર્મને અહિં ઉપશાંત કરે છે, તેથી આ ગુણસ્થાનનું નામ ઉપશાંતમોહ કહેવાય છે. વત્સ, આ સોપાનના દેખાવોનું બારીકપણે અવલોકન કર. આ પગથીઆની અંદર નીચે પડતો ઢાળ રહેલો છે, તેની પાસે બીજી ઉપર જવાની નાની નાની સીડીઓ આવેલી છે. આ સોપાનની પાસે એક રત્નમયગ્રંથિ દેખાય છે, અને તેમાંથી ઓગણસાઠ કિરણો નીકળે છે, અને ઉપર જોતાં એકસો ઉડતાલીશ સૂક્ષ્મ કિરણોનું એક વૃંદ સ્ફુરી રહ્યું છે, તે ઘણુંજ મનોહર લાગે છે. મુમુક્ષુ સસ્મિતવદને બોલ્યો – “ભગવન્, આ સોપાનની શોભા જોઇ મારા હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉછળે છે. આ દેખાવ ઉપરથી અને નામ ઉપરથી મને ખાત્રી થાય છે કે, આ સોપાનની ખુબી કોઇ વિલક્ષણજ હશે. તેનો દેખાવ જોતાંજ આ સંસારનો મોહ નિર્મૂલ થતો હોય, તેવો આભાસ થાય છે. તે સાથે મારૂં હૃદય સાક્ષી પૂરે છે કે, અહિંથી મને કોઇ ઉત્કૃષ્ટ બોધનો લાભ થશે. મહાનુભાવ, આપ કૃપા કરી આ દેખાવનું વિવેચન મને સત્વર કહી સંભળાવો. તે સાંભળવાને મારૂં હૃદય અતિ ઉત્સુક થાય છે.” આનંદમુનિ અંગપર ઉમંગ લાવીને બોલ્યા- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં જે જીવ ઉપશમક હોય તે આવે છે. પ્રથમ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જે બે શ્રેણીઓ વિષે કહેવામાં આવ્યું હતું, તેમાં ક્ષપકશ્રેણીને માટે તે સ્થળે યોગ્યતા કહી હતી, અને જે બીજી ઉપશમશ્રેણી છે, તેનો ઉપયોગ અહિં થાય છે.” ઉપશમશ્રેણી કેવા મુનિ કરે છે ? તેને માટે મેં તને આગળ કહેલ છે. આ પગથીઆની અંદર જે ઢાલ દેખાય છે, તે અવું સૂચવે છે કે, આ ઉપશાંતમોહ સોપાન ઉપરથી કોઇવાર નીચે પડી જવાય છે. અહીં વર્તનાર ઉપશાંત મુનિને જ્યારે ચારિત્ર મોહનીયનો તીવ્ર ઉદય થાય છે, ત્યારે તે અહિંથી નીચે પડી જાય છે, એટલે પુનઃ મોહજનિત પ્રમાદથી તે પતિત થઇ જાય છે. કોઇ અનુભવી મહાત્માએ તે ઉપરથી આ ગુણસ્થાનને જળનીસાથે સરખાવ્યું છે. જેમ પાણીમાં મલ નીચે બેસી જવાથી પાણી નિર્મળ થાય છે, પણ પુનઃ કોઇ નિમિત્ત કારણથી પાછું મલિન બની જાય છે, તેવી રીતે આ ગુણસ્થાનપર વર્તનારા જીવને બને છે. શ્રુત કેવળી, આહારક શરીરી, ૠજુમતિ-મન:પર્યવજ્ઞાની અને ઉપશાંત મોહીઆ સર્વે પ્રમાદને વશ થઇ અનંત ભવ કરે છે ચાર ગતિમાં વાસ કરે છે. એવી વાત એક મહાત્માએ જણાવેલી છે. મુમુક્ષુએ હૃદયમાં દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યો- “મહાત્મન, આ ઉપશાંત મોહ ગુણસ્થાનમાં આત્માને લગતા કયા કયા ગુણો હોય અને અહિં વર્તનારા ઉપશમક જીવો ગુણસ્થાનોમાં કેવી રીતે ચડે છે ? અને કેવો રીતે પડે છે ? તે કૃપા કરી સમજાવો.” મુમુક્ષુના મુખથી આ ઉભય પ્રશ્નો સાંભળી આનંદર્ષિ હૃદયમાં આનંદિત થઇ ગયાં. એટલે મુમુક્ષુની બુદ્ધિમાં બોધના બળથી પ્રશ્ન કરવાની આવી શક્તિ જોઇ, તેઓ અત્યંત ખુશી થઇ ગયા. તે સસ્મિત વદને બોલ્યા :- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનમાં ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમચારિત્ર અને ઉપશમજનિતભાવ હોય છે, માત્ર ક્ષાયિક તેમજ ક્ષાયોપશમિક ભાવ હોતો નથી. એટલે અહીં ચડનારો આત્મા ઉપશમ સહિત સમ્યક્ત્વ, ચારિત્ર અને ઊપશમ જનિત ભાવ પ્રાપ્ત કરી શકે છે. ભદ્ર, ઊપશમકજીવો ગુણસ્થાનકોમાં કેવી રીતે ચડે છે અને પડે છે ? તે સાવધાન થઇને સાંભળ. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી નવમા અનિવૃત્તિબાદર ગુણસ્થાનમાં જાય છે, અને ત્યાંથી દશમા સૂક્ષ્મ સંપરાયમાં જાય છે અને તેમાંથી આ અગીયારમા ઊપશાંતમોહ ગુણસ્થાનમાં જાય છે. જો આઠમાઅપૂર્વકરણ વગેરે ચારે ગુણસ્થાનોમાં લથડે છે, તો તે પડતાં પડતાં (ઊપશમ Page 182 of 211

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211