________________
૨૫ વિકથાઓનાં નામો આ પ્રમાણે (૧) સ્ત્રીકથા (૨) અર્થકથા (3) ભોજનકથા (૪) રાજકથા (૫) ચોરકથા (૬) વૈરકથા (૭) પરપાખંડકથા (૮) દેશકથા (૯) ભાષાકથા (૧૦) ગુણબંધકકથા (૧૧) દેવીકથા (૧૨) નિષ્ફરકથા (૧૩) પરપેશુન્યકથા (૧૪) કંદર્પકથા (૧૫) દેશકાલાનુચિતકથા (૧૬) ભંડકકથા (૧૭) મુર્મકથા (૧૮) આત્મપ્રશંસાકથા (૧૯) પર પરિવાદકથા (૨૦) પરજુગુપ્સાકથા (૨૧) પરપીડાકથા (૨૨) કલહકથા (૨૩) પરિગ્રહકથા (૨૪) કૃષ્ણાધારંભકથા અને (૨૫) સંગીતવાદ્યકથા ગણાય છે.
મિથ્યાત્વ-અવિરતિના ઉદય સિવાય છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રમાદ હોવાથી એટલે પ્રમાદ થવાની સંભાવના હોવાથી પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક ગણાય છે. તેના ૩૭૫oo ભાંગામાંથી કોઇપણ ભાંગાના વિકલ્પમાં જીવ રહેલો હોય તો તે પ્રમત્ત ગણાય છે.
ચોથા ગુણસ્થાનકમાં સાત કર્મોની જે સ્થિતિ સત્તા હોય છે તેનાથી સંખ્યાતા પલ્યોપમ સ્થિતિ સત્તા ઘટે ત્યારે પાંચમાં ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી. સ્થિતિ સત્તા સાતે કર્મોની ઓછી થાય ત્યારે જીવને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
સાતમું આપ્રમત્ત સર્વવિવિ ગુણસ્થાનક
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સાતે કર્મોની સ્થિતિ સત્તા જેટલી હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવને સાતમાં ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહીને જીવ વિશુધ્ધ અધ્યવસાયને પ્રાપ્ત કરતો સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભ કષાયોને મંદ કરતો કરતો સંયમની વિચારણામાં-સ્વાધ્યાયમાં સ્થિર થતો થતો જ્યારે એકાકાર પરિણામ વાળો બને એટલે કે જેટલું જાણે છે એટલું આદરે છે અને એટલાનું પાલન કરે છે. અર્થાત જ્ઞાન-દર્શન-ચારિત્રના પરિણામની એકાકારતા શ્રધ્ધા-સ્થિરતા (વૈરાગ્યતા) અને આચરણા એક સરખા પરિણામવાળી બને ત્યારે જીવ અપ્રમત્ત સર્વવિરતિગુણસ્થાનકવાળો કહેવાય છે.
જ્યારે જીવને આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે ત્યારે આ જીવને કોઇપણ ક્રિયા કરવી-રસ્તવના કરવી-ભગવાનનું નામ સ્મરણ યાદ કરવું-વ્રત-નિયમ પચ્ચકખાણ કરવા તેમજ સાધુપણાની જે ક્રિયાઓ કહલી છે પ્રતિક્રમણ કરવું-વૈયાવચ્ચ કરવી ઇત્યાદિ વ્યવહાર જન્ય કોઇ ક્રિયા કરવાની હોતી નથી માત્ર જે વિચારધારાની પરિણતિ પેદા થયેલ છે તે પરિણતિની વિચારણામાં જ સ્થિર રહીને ભગવાનના ગુણગાનની જે અનુભૂતિ પેદા થઇ એ અનુભૂતિના આસ્વાદમાં જ રહેવાનું હોય છે. સિધ્ધ પરમાત્માના જીવો ક્ષાયિક ભાવે જે સુખની અનુભૂતિ કરે છે એજ સુખની આંશિક અનુભૂતિ ક્ષયોપશમ ભાવે આ જીવોને પેદા થયેલી હોય છે આથી આ ગુણસ્થાનકમાં રહેલા જીવોને સંસાર પ્રત્યે દ્વેષ પણ હોતો નથી અને મોક્ષ પ્રત્યે રાગ પણ હોતો નથી.
જે પદાર્થ જોઇતો હોય-ગમતો હોય-તેની ઇચ્છાઓ અંતરમાં રહ્યા કરતી હોય-સતાવતી હોય ક્યાં સુધી ? એ પદાર્થ ન મળે ત્યાં સુધી. એ પદાર્થની અનુભૂતિ જીવના અંતરમાં પેદા થાય કે તરત
Page 166 of 211