________________
આત્મા જેમ પાપવ્યાપારોના પરિવર્જનમાં ઉધુક્ત હોવા સાથે સરલ પણ હોવો જોઇએ, તેમ પાંચ મહાવ્રતો રૂપી જે પર્વત, તેના ગુરૂભારને સારી રીતિએ વહન કરવામાં પ્રવણ પણ હાવો જોઇએ. આ વસ્તુ ત્યારે જ બને, કે જ્યારે આત્માની પાંચ મહાવ્રતોના પાલન સિવાયની અન્ય આસક્તિ હોય નહિ. જે આત્માના ત્રણે યોગો મહાવ્રતોને જ સમર્પિત થઇ જાય છે, તે જ આત્મામાં આવી પ્રવણતા આવે છે પણ અન્યમાં નથી આવતી. ત્રિવિધે ત્રિવિધે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ એ પાંચ મહાવ્રતો છે. આ પાંચ મહાવ્રતો એ પર્વતની માફ્ક મહાન છે, એમાં શંકાને અવકાશ જ નથી. પર્વત મહા ભારે હોય, તેમ પાંચ મહાવ્રતો પણ પર્વત જેવાં હોઇ મહા ભારે છે. એ મહાભારને સારી રીતિએ વહન કરવાની જ આસક્તિ આવ્યા વિના, પાંચ મહાવ્રતો રૂપ પર્વતના મહાભારને સારી રીતિએ વહન કરવામાં પ્રવણતા આત્મામાં આવવાની નથી. સુસાધુધર્મને આરાધવાને માટે આ પ્રવણતા ઘણી જ આવશ્યક છે. ઉપકારિઓ માવે છે કે-મહાવ્રતોના મહાભારને સારી રીતિએ વહન કરવાને માટેની પ્રવણતા જેણે પ્રાપ્ત કરવી હોય, તેણે મહાવ્રતોની પચીસ ભાવનાઓથી ઓતપ્રોત બની જવું જોઇએ. એ પ્રવણતાનો અર્થી, મહાવ્રતોની પચીસ ભાવનાઓનો અમલ કરવાના લક્ષ્યવાળો હોવો જ જોઇએ. ભાવના વિનાનાં મહાવ્રતો પણ મુક્તિપદનાં સાધક બનતાં
નથી. પહેલા મહાવ્રતની પાંચ ભાવનાઓ :
એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. આ પ્રસંગે આપણે એ ભાવનાઓને પણ જોઇ લઇએ. પ્રથમ મહાવ્રતના મહાભારને વહન કરવાને ઇચ્છતો આત્મા ‘અહિંસા’ ને ૧- મનોગુપ્તિ, ૨એષણાસમિતિ, ૩- આદાનભાંડમત-નિક્ષેપણા સમિતિ, ૪- ઇર્યાસમિતિ અને ૫- દૃષ્ટ અન્નપાન ગ્રહણ -આ પાંચ ભાવનાઓથી સદાય ભાવિત રાખે. આ પાંચ ભાવનાઓમાં એક ગુપ્તિ આવે છે અને ત્રણ સમિતિઓ આવે છે. ‘અહિંસા’ નામના મહાવ્રતને સુરક્ષિત રાખવાને માટે અને ‘અહિંસા' નામના મહાવ્રતનું યથા શક્ય પણ સુન્દરમાં સુન્દર પ્રકારનું પાલન કરવાને માટે, ‘મનોગુપ્તિ’ આદિ પાંચ ભાવનાઓનું આસેવન ઘણું જ આવશ્યક છે. વિના હિંસાએ પણ હિંસાજન્ય પાપોનું ઉપાર્જન શાથી થાય છે ?
૧- ‘મનોગુપ્તિ’ નું ભાવનાપણું એટલા માટે છે કે-હિંસામાં મનના વ્યાપારની પ્રધાનતા છે. જેઓએ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાન્ત સાંભળ્યું છે, તેઓ સમજી શકશે કે-હિંસા નહિ કરતા એવા પણ તે રાજર્ષિએ, સાતમી નરકને યોગ્ય કર્મ નિર્યું હતું. એ અવસરે રાજર્ષિ પ્રસન્નચંદ્રે પોતાના અહિંસાવ્રતને મનોગુપ્તિથી અભાવિત બનાવી દીધું હતું. જો એ સમયે પણ એ મહર્ષિએ પોતાના પ્રથમ મહાવ્રતને મનોગુપ્તિથી ભાવિત રાખ્યું હોત, તો એ પરિણામ આવત જ નહિ. નિમિત્ત મળતાં જ મન-મર્કટ નાચવા મંડી પડે છે. એ મન-મર્કટના નાચને પ્રતાપે હિંસા નહિ કરવા છતાં પણ આત્મા એવી હિંસક દશામાં રમતો થઇ જાય છે કે-સાધુવેશમાં રહ્યો રહ્યો પણ તે હિંસાજન્ય કારમાં પાપોનું ઉપાર્જન કરે છે. આ કારણે, પ્રથમ મહાવ્રતની રક્ષા માટે મન ઉપર પણ ભારેમાં ભારે અંકુશ રાખવો
જોઇએ છે.
સદોષ ભિક્ષાની વ્યાપક્તા ઃ
Page 76 of 211