________________
૨- ‘ એષણા સમિતિ’ ની ભાવના પણ પ્રથમ મહાવ્રતની રક્ષા માટે ખૂબ જ આવશ્યક છે. એ ભાવનાના અભાવમાં પિંડની વિશુદ્ધિ ભૂલાયા વિના રહેતી નથી. આધાકર્મી ભિક્ષાનો, તેવા કોઇ ખાસ કારણ વિના જ અને તે પણ આનંદપૂર્વક ભોગ કરનારો ‘અહિંસા’ વ્રતનો વિલોપ કરનારો જ બને છે. આ ભાવના આજે કેટલાકો માટે લુપ્ત પ્રાયઃ બની છે. ભિક્ષાની પ્રવૃત્તિમાં જે વિશિષ્ટતાઓ છે, તે આ જ કારણે નાશ પામી છે. દોષિત ભિક્ષાની જે ભીરૂતા મહાવ્રતોના પાલકમાં હોવી જોઇએ, તે જો નાશ પામે, તો પછી વેષધારિતા જ શેષ રહી જાય છે. રસલમ્પટતાએ આ ભાવનાને જલાવી દીધી છે. રસલમ્પટતા પ્રથમ મહાવ્રતને ઘાયલ કરવા માટે કરક્ષા જેવી છે. નિર્દોષ ભિક્ષા એ અહિંસાનું સાચું જીવન છે. નિર્દોષ ભિક્ષાના મહિમાને નહિ સમજનારા અને સદોષ ભિક્ષાથી નહિ કંપનારા, આ ભાવનાના સ્વરૂપથી સદાય અજ્ઞાત અને વ્રતપાલનના આસ્વાદથી સદાય વંચિત જ રહે છે.
અનીતિની ક્માણી જેવી ભિક્ષા ઃ
ગૃહસ્થો માટે અનીતિની કમાણી જેમ કલંક રૂપ છે, તેમ સાધુઓ માટે દોષિત ભિક્ષા એ કલંક રૂપ છે. ઉત્તમ ગૃહસ્થો જેમ સ્વભાવથી જ અનીતિના ત્યાગી હોય છે, મધ્યમ ગૃહસ્થો જેમ પરલોકના ડરથી અનીતિના ત્યાગી હોય છે અને જઘન્ય કોટિના ગૃહસ્થો જેમ આ લોકના ભયથી અનીતિના ત્યાગી હોય છે, તેમ ઉત્તમ સાધુઓ પોતાના ઉત્તમ સ્વભાવથી જ દોષિત ભિક્ષાના ત્યાગી હોય છે : આમ છતાં પણ, પરલોકના ભયથી અને આ લોકના ભયથી પણ જેઓ દોષિત ભિક્ષાથી બચે છે, તેઓ પણ અપેક્ષાએ પ્રશંસાપાત્ર છે ! પણ આજે જેમ ઘણા ગૃહસ્થો અનીતિના ત્યાગને જલાવી દઇ અનીતિની ઉપાસનામાં જ રાચે છે અને એથી તેઓ જઘન્યની ગણનામાંથી પણ પોતાને બાતલ કરી ચૂક્યા છે, એ રીતિએ દોષિત ભિક્ષામાં જ મહાલનાર સાધુઓ, પોતાની ગણના વેષધારિઓમાં જ કરાવનારા ગણાય, એમાં આશ્ચર્ય શું છે ? જુઠ્ઠો અને કારમો બચાવ :
દોષિત ભિક્ષાથી બચવા માટે ઉપકારિઓએ ઘણું ઘણું ફરમાવ્યુ છે, પણ શાસ્ત્રનેય શસ્ત્ર બનાવનારાઓએ અજ્ઞાન સાધુઓન આ ભિક્ષાના વિષયમાં પણ ઓછે-વધતે અંશે ઉલ્લંઠ બનાવ્યા છે. જેઓ પોતાની જાતને શાસ્ત્રના જ્ઞાતા મનાવવા છતાં પણ, દોષિત ભિક્ષાને આરોગવા માટે નિઃશૂક બની ગયા છે, તેઓએ આ વિષયમાં ખૂબ જ ઉન્માર્ગ ચલાવ્યો છે. શાસ્ત્રવેદિઓ પણ જ્યારે એવું બોલતા સંભળાય છે કે- ‘શ્રાવકો આપે અને સાધુઓ ખાય-એમાં ટીકા શી ?’ -ત્યારે ખરે જ કંપારી છૂટે છે. આવું બોલનારાઓને જતિઓની ટીકા કરવાનો કેટલો અધિકાર છે, એય વિચારવા જેવું છે ! આજના જતિઓ, કે જેઓ સાચા યતિપણાનો ત્યાગ કરવાથી ‘ગુરૂજી’ ને બદલે ‘ગોરજી’ તરીકે ઓળખાય છે, તેઓ કહે છે કે- ‘અમને પણ શ્રાવકો સાધનો આપે છે અને એથી અમે રેલ આદિનો ઉપયોગ કરીએ છીએ, એમાં હરકત શી ?' ત્યારે આવું કહેતાં તેઓને માટે પણ ટીકા કરવાનો અધિકાર પછી ક્યાં રહે છે ? આથી જેઓ દોષિત ભિક્ષાની ઉપાસનામાં પડ્યા છે, તેઓએ કમથી કમ હિતબુદ્ધિથી ટીકા સાંભળવા જટલું ખમીર તો અવશ્ય રાખવું જોઇએ, કે જેથી દોષનો
Page 77 of 211