________________
મસ્ત મહર્ષિ સ્વપ્રમાં પણ નકામી વાતોને પસંદ નહિ કરે. બીજા મહાવ્રતની વિશુદ્ધિ માટે આ ભાવનાને પણ કોઇ પણ ભોગે આત્મસાત્ કરી લેવાની મુનિ માત્રની જ છે.
ત્રીજા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
‘હે ભગવન્ ! ત્રીજા મહાવ્રતમાં સર્વથા ચોરી કરવાનો ત્યાગ કરું છું. તેના હું પચ્ચક્ખાણ કરું છું. ગામમાં, નગરમાં, અરણ્યમાં, અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી, નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત કોઇ પણ વસ્તુ હું તેના માલિકની રજા સિવાય લઇશ નહીં, બીજા પાસે લેવરાવીશ નહિં, લેનારને સારો જાણીશ નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી હું ચોરી કરું નહીં, કરાવું નહીં કે કરનારને અનુમોદીશ નહીં. પૂર્વો ચોરી કરી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુ સાક્ષી ગહું છું, તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું
છું.
આ રીતે હે ભગવન્ ! સર્વથા ચોરી કરવાના ત્યાગરૂપ ત્રીજા મહાવ્રતમાં રહું છું' (૩) ત્રીજું મહાવ્રત-અસ્તેય ઃ
હવે ત્રીજું મહાવ્રત ‘અસ્તેય’ નામનું છે. લેવાની વસ્તુ પણ તેના માલીકે આપ્યા વિના નહિ લેવી જોઇએ. અદત્તનું ન લેવું, એ આ મહાવ્રતનું સ્વરૂપ છે. આ અદત્ત ચાર પ્રકારે છે : (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) તીર્થંકર અદત્ત અને (૪) ગુરૂ અદત્ત.
૧- તૃણ, કાષ્ઠ અને પત્થર આદિ કોઇ પણ વસ્તુ. એ વસ્તુના માલીકે આપ્યા વિના લેવી, એને સ્વામી અદત્તનું ગ્રહણ કહેવાય છે.
૨- બીજું જીવાદત્ત. એક જીવવાળી વસ્તુ છે અને એને આપવા માટે પણ એનો માલીક તૈયાર છે, પરન્તુ ખૂદ જીવ પોતે પોતાને અર્પણ કરવા તૈયાર નથી : એ સ્થિતિમાં તેને ગ્રહણ કરવી, એ જીવ અદત્તનું ગ્રહણ કહેવાય છે. દ્રષ્ટાન્ત તરીકે માનો કે-માતા-પિતાદિ પોતાના પુત્ર આદિને ગુરૂના ચરણમાં અર્પણ કરવાને તૈયાર છે, પણ જે પુત્ર આદિને તેઓ અર્પણ કરવાને તૈયાર છે, તેઓમાં પ્રવજ્યાના પરિણામ નથી. આવા પ્રવજ્યા-પરિણામથી શૂન્ય બાલકને, તેનાં માતા-પિતાદિની સંમતિપૂર્વક પણ દીક્ષા આપનાર જીવાદત્તનો લેનાર ગણાય.
૩- ત્રીજું તીર્થંકરાદત્ત. આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિ લેવાની શ્રી તીર્થંકરદેવોની મના છે : એટલે તેના માલીકથી દેવાતા અને નિર્જીવ એવા પણ તેઆધાકર્મિકાદિ દોષોથી દૂષિત આહારનો સ્વીકાર કરવો, એ શ્રી તીર્થંકર અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય.
૪- હવે ચોથું ગુરૂ અદત્ત. આધાકર્મિક આદિ દોષોથી રહિત એવા પણ આહાર આદિને, એના માલિકે તે આપેલા હોવા છતાં પણ, ગુરૂની આજ્ઞા વિના ઉપયોગમાં લઇ શકાય નહિ. ગુરૂની આજ્ઞા વિના તેવા આહાર આદિને ઉપયોગમાં લેવાય, તો તે ગુરૂ-અદત્તનું ગ્રહણ કહેવાય. ગુરૂઆજ્ઞા વિના સ્વામિદત્ત નિર્દોષ પણ આહારાદિનું ગ્રહણ કરવું, એ ગુરૂ-અદત્ત જ છે.
આ ચારેય પ્રકારના અદત્તનો પરિત્યાગ, એનું નામ ત્રીજું મહાવ્રત છે. એક સામાન્ય તરણા જેવી વસ્તુ પણ એના માલિકની આજ્ઞા વિના લેવાની મના આ મહાવ્રતમાં આવે છે. એ જ રીતિએ
Page 86 of 211