________________
તે આત્માઓને આવાં વિધાનો રૂચિકર નિવડે તે સ્વાભાવિક જ છે. ઘોર મિથ્યાત્વમાં સબડતા વેષધારિઓને અને તેવા બીજા પણ અયોગ્ય આત્માઓને આવાં વિધાનો ન રૂચે. અવા પામરોની તો કોઇ દશા જ જૂદી હોય છે. કેટલાકો તો દેવ-ગુરૂ-ધર્મની સાથે કુટીલ રમત રમવાને ટેવાઇ ગયેલા હોય છે અને તમે કહ્યું તેમ પોતાનું પાપ ઢાંકવા આદિના ઇરાદે પણ સદ્ગુરૂઓની સત્પ્રવૃત્તિઓને નિન્દનારા હોય છે. બાકી સાચું યતિજીવન જીવવાને માટે આ સમિતિના પાલનનો પણ આવશ્યક્તા છે એ નિર્વિવાદ વાત છે. આ વિધાન મુનિઓને માટે છે, છતાં ગૃહસ્થોને ય બોધપાઠ રૂપ છે. પૌષધમાં તો પાંચેય સમિતિના પાલનનું જ ગૃહસ્થોને માટે ય વિધાન છે, પરન્તુ તે સિવાય પણ ગૃહસ્થોએ ચાલતી વેળાએ ઉપયોગ રાખવો એ કલ્યાણકર છે. ઉત્તમ ગૃહસ્થો પણ નીચી દ્રષ્ટિએ ચાલનારા હોય છે. નીચી દ્રષ્ટિએ ચાલવામાં શીલને પણ લાભ છે અને ઉપયોગ રાખવામાં આવે તો જીવદયાનું પાલન પણ છે. આથી ગૃહસ્થોએ પણ આનો શક્ય અમલ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. હવે શાસ્ત્રવિધિ મુજબ એવા પ્રકારના ઉપયોગ પૂર્વક ચાલતા પણ મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ થઇ જવો, એ અસંભવિત વસ્તુ નથી : પરન્તુ ઉપકારિઓ માવે છે કે-એવા પ્રકારના ઉપયોગ પૂર્વક ચાલતા મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ થઇ જાય, તો પણ તેમને તે પ્રાણિના વધનું પાપ લાગતું નથી. જીવદયાના પરિણામમાં રમતા અને કોઇ પણ પ્રાણિને ઇજા સરખી પણ ન થાઓ-એ હેતુથી ઉપયોગ પૂર્વક અને શાસ્ત્રવિહિત માર્ગે શાસ્ત્રવિહિત વિધિથી ચાલતા મહાત્માને, કદાચિત્ થઇ જતી હિંસાથી પાપ લાગતું નથી. એવાઉપયોગશીલ મહાત્મા સર્વ ભાવથી શુદ્ધ હોવાના કારણે, તેઓના કાયયોગને પામીને કોઇ જીવનો નાશ થઇ જાય તો પણ, તે મહાત્માને તે નિમિત્તનો સૂક્ષ્મ પણ બંધ આગમમાં કહ્યો નથો. જીવ મરે કે ન મરે, છતાં પણ અસદ્ આચાર કરનારને નિશ્ચયથી હિંસા માની છે, જ્યારે સમિતિથી સમિત એવા પ્રયત્નશીલ મહાત્માને માટે હિંસા માત્રથી બંધ માનવામાં આવ્યો નથી. ઉપયોગહીનપણે ચાલનારો, તેનાથી પ્રાણિવધ કદાચ ન પણ થાય, તોય હિંસક જ છે ઃ કારણ કે-તે સમયે તેને પ્રાણિવધ ન થાય એની કાળજી નથી. આજ્ઞાનુસારી મહાત્મામાં તે કાળજી હોય છે અને તેથીજ તેઓને હિંસામાત્રથી બન્ધ થતો નથી. આવા હિંસા-અહિંસાના માર્ગને પણ કોઇ ભાગ્યશાળી આત્માઓ જ પામી શકે છે. પૌદ્ગલિક લાલસામાં ખૂંચેલા અને ધર્મશાસ્ત્રોને શરણે નહિ રહેતા, પોતાની સ્વચ્છન્દી કલ્પનાઆને જ પ્રમાણભૂત માની તેમ મનાવવા મથનારા હિંસા-અહિંસાની ગમે તેટલી વાતો કરે, પણ હિંસા-અહિંસાના આ જાતિના વિવેકને તેઓ પામી શકે, એ શક્ય જ નથી.
24. આવાં ઉત્તમ શાસ્ત્રોના આ જાતિના પરમાર્થને પામનારાઓ ખરેખર ધન્યવાદના પાત્ર
છે.
બીજી ભાષા-સમિતિ ઃ
હવે બીજી સમિતિનું નામ છે- ‘ભાષાસમિતિ.' બોલવામાં સમ્યક્ પ્રકારની પ્રવૃત્તિને ભાષાસમિતિ કહેવાય છે. ભાષા જેમ કલ્યાણકારિણી છે, તેમ અકલ્યાણકારિણી પણ છે. ભાષાસમિતિનું પાલન કરવા ઇચ્છનારે, ભાષાના દોષો અને ગુણો સમજવા જ જોઇએ. ઉપકારિઓ ભાષામાં કયા કયા દોષો છે, એ માટે પણ ઘણું ઘણું ફરમાવી ગયા છે : પણ દોષોથી નિર્ભીક્ બનેલા આત્માઓ એના અભ્યાસ અને અમલથી વંચિત રહે એ સહજ છે. આવા સુંદર શાસનને પામવા છતાં
Page 114 of 211