Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 145
________________ શિક્ષણ સંગીન રીતે આપવામાં આવ્યું છે. મુનિઓની વાગુપ્તિ તથા ભાષાસમિતિ એ શિક્ષણનું જ સુમધુર ળ છે. એ શિક્ષણથી સુશિક્ષિત થયેલો મુનિ સતત ભાષણ કરે તો પણ કોઇને અપકાર કરનાર થતો નથી, અને એ શિક્ષણને નહિ પામેલો આત્મા સતત મૌન ધારણ કરે તો પણ ફાયદો કરવાને બદલે નુક્સાન કરનારો થાય છે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટ પ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે, વચનગુપ્તિ અને ભાષાસમિતિ એ અષ્ટ પ્રવચનમાતાની અંતર્ગત છે અને એ બંને ભાષા વિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ રીતે પરંપરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે. જૈન શાસ્ત્રોએ મુનિઓને સર્વથા મૌન ધારણ કરવાને ઉપદેશ્ય નથી, સર્વથા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગનો ઉચ્છેદ થાય છે, અને બીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુર્ગુણો પોષાય છે, એ કારણે મુનિને જ્યારે જ્યારે બોલવાની જરૂર ઊભી થાય ત્યારે ત્યારે શાસ્ત્ર બતાવેલા નિયમાનુસાર તેને બોલવાનું હોય છે, અને એ રીતે શાસ્ત્રાનુસારી વચન-વિન્યાસમાં કુશળ બનેલો મુનિ ચિરકાલ સુધી બોલે તો પણ અન્યને ધર્મદાનાદિ કરવા વડે ગુણ કરનારો જ થાય છે. વચનવિન્યાસમાં મુનિને કુશળ બનાવવા માટે જૈન શાસ્ત્રોમાં બોલવા લાયક ભાષાના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે; તેમાં બોલવા લાયક સઘળી ભાષાઓનો સમાવેશ થઇ જાય છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભવ છે. મિશ્ર અને અનુભવ એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે, જેમકે અશોકવન, શ્રમણસંઘ, એ મિશ્ર ભાષાના પ્રયોગ છે. તેને અશોકપ્રધાન વન, શ્રમણપ્રધાન સંઘ, એ અપેક્ષાથી બોલે તો સત્ય છે, અને અશોકનું જ વન, શ્રમણનો જ સંઘ, એ રીતે અવધારણ યુક્ત બોલે તો અસત્ય છે. અનુભવ ભાષા પણ વિપ્રતારણા કે અવિનીતતાદિ 0 ર્વક બોલે તો અસત્ય છે, અન્યથા સત્ય છે. શાસ્ત્રોમાં ઉપયોગી પૂર્વક બોલનારની ચારે ભાષા આરાધક માની છે, અને અનુપયોગ પૂર્વક બોલનારની ચારે ભાષા અનારાધક માનેલી છે. જૈન દ્રષ્ટિએ ભાષાનિમિત્તક શુભાશુભ સંકલ્પ એ જ આરાધકપણા કે વિરાધકપણાનું તત્ત્વ છે. તેથી શુભ સંકલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે, અને અશુભ સંકલ્પપૂર્વક સત્યભાષા પણ પરમાર્થ દ્રષ્ટિએ અસત્ય છે. સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય એ ચાર પ્રકારની ભાષામાં પ્રથમ સત્ય ભાષાના દશ પ્રકાર પાડી બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે સત્યભાષાના દશ પ્રાર (૧) જનપદસત્ય - પાણીને કોઇ દેશમાં “જલ’ અને કોઇ દેશમાં “ઉદક' કહે છે તે બધા. જનપદસત્યના પ્રકાર છે. અહીં એક જ અર્થ માટે ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ કરવામાં દુષ્ટ વિવક્ષા કે ઠગવાની બુદ્ધિ રહેલી નથી. તેથી તે બધા શબ્દપ્રયોગો સત્ય છે. (ર) સમતસત્ય -પંકજ શબ્દ અરવિંદમાં જ રૂઢ છે, પણ કાદવમાંથી ઉત્પન્ન થતા કીટાદિમાં કે કુમુદકુવલયાદિમાં રૂઢ નથી તે સમ્મતસત્ય છે. (૩) સ્થાપનાસ - જિનપ્રતિમામાં જિન શબ્દ “જિન” શબ્દ જેમ ભાવજિનમાં પ્રવર્તે છે. તેમ Page 145 of 211

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211