Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 139
________________ (૬) અનાદિની આહારાદિ સંજ્ઞાઓ તપથી તૂટે છે. (૭) તપથી કુસંસ્કારો વિચ્છેદ પામે છે. (૮) તપથી મહાવિષ્ણો પણ શમી જાય છે, તેથી તપ એ શ્રેષ્ઠ મંગળ છે. તપ દ્વારા કાયામાંથી ક્સ ખેંચવો : શ્રી તીર્થકર દેવ જેવા પણ જે તેજ ભાવે પોતે મુક્તિ જવાનું જાણે છે, તેઓશ્રી પણ ચારિત્રા લઇને ઘોર તપ આદરે છે. એમની પાછળ મહામુનિઓ મેઘકુમાર, શાલિભદ્ર, ધનાજી, કાકંદીનો ધન્નો, વગેરે એ મહાસુકામળ છતાં ગજબનો તપ આદરી કાયાને સુક્કી ભુખી અને લુખ્ખી હાડપિંજર જેવી કરી દીધી ! તે આ સમજથી કે આ માનવની મહાપુણ્ય ખરીદેલી કાયા તપ રૂપી. કોલુમાં પીલવાથી જ પાપક્ષય અને પુણ્યના મધુર રસ આપે; માટે લોહીના છેલ્લા બુંદ અને માંસના છેલ્લા કણ સુધી કાયામાંથી તપ દ્વારા કસ ખંચવો જોઇએ. તપ દ્વારા મહાન પુણ્યાનુબંધી પુણ્ય અને કર્મક્ષયનો કસ ખેંચવામાં કાયાનું જેટલું માંસ લોહી બાકી રહી જશે તે તો અગ્નિમાં જશે. માંસ લોહી એવું શા માટે વેડફી નાંખવું ? ફ્રી ફ્રીને આવી કાયા ક્યાં મળશે ? એ તો હજીય મળે, પરંતુ તપ દ્વારા એને ઘસવાની કરામત શીખવનારું શ્રી જિનેશ્વર દેવનું શાસન ફ્રી ફ્રીને ક્યાં મળશે ? લોચ વગેરે કાયકલેશ છે. વગેરેમાં બાવીસ પરિષહ અને મારણાન્વિક ઉપસર્ગો આવે. એ તથા મન-વચન-કાયાનું સંગોપન, આ બે દ્વારા તો આત્મા અકલવ્ય લાભ આપે છે. એમાં સાથે વિનયાદિ, અને શાસ્ત્રોનું ચોવીસે કલાક પારાયણ-એ તો જીવને જગત ભૂલાવી દે છે. ત્યારે ધ્યાન એ તો અપૂર્વ સાધના છે. (૧) અહીં જન્મીને શ્રાવક માતાની કુક્ષિ રત્નકુક્ષિ કરવી હોય, (૨) શ્રી મહાવીર પ્રભુનું શાસન પામ્યા તે સાર્થક કરવું હોય, અને (૩) ભાવિ અનંતકાળને ઉજ્જવળ કરવો હોય....તો બીજી આળપંપાળ શું કરવી હતી ? એક માત્ર મહાકલ્યાણ તપની પેઠે લાગી જવું જોઇએ. ૬ - સંયમ છઠ્ઠો યતિધર્મ-સંયમ એમાં જીવવિરાધનાથી અને અસત્યાદિ આશ્રવોથી બચવાનો તીવ્ર ઉપયોગ આવે. શાસ્ત્રમાં પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ વગેરે કહ્યાં છે. પ્રેક્ષાસંયમમાં મુનિને કોઇ પણ વસ્તુ ઉપયોગમાં લેતાં પહેલાં ખૂબ સારી રીતે સૂર્યના પ્રકાશમાં જોવાની તપાસવાની હોય છે; ને પ્રમાર્જના સંયમમાં મૃદુ ઉનના રજોહરણથી પ્રમાર્જવાની હોય છે. “કોઇ જીવ બિચારો અહીં ભૂલો તો નથી પડ્યો ને ?' એ પડિલેહણમાં, ઇર્યાસમિતિમાં, વસ્તુના આદાન નિક્ષેપ કે પારિષ્ઠાપનિકામાં જોવું પડે. આ જોવાનું પ્રમાદદોષ પર સંયમ કેળવવાથી થાય માટે આને સંયમ કહેવાય. સંયમ માટે વિચારવું કે, “જીવે અનેક ભવોમાં બીજી ત્રીજી ઘણી ઘણી કાળજીઓ કરી છે, પણ એનું ળ શું? સંસાર ભ્રમણ ! ત્યારે આ કાળજી, આ સંયમનું ળ ? સદ્ગતિ અને મોક્ષ પણ તે આચરવાનું તો પછી, કિંતુ પળે પળે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસાથી બચવાની કાળજી અન સંયમ જાણવા-સમજવાનું પણ બીજે ક્યાં મળે ? અનંતજ્ઞાની અરિહંત દેવોએ સ્વયં આરાધેલું અને જગતને ભાખેલું એ સંયમ મને મહાપુણ્ય સમજવા મળ્યું, તો એને હું જરૂર આરાધી લઉ” આવી ધગશ રહેવી જોઇએ; અને સાથે સંયમનો ઉગ્ર પુરૂષાર્થ જોઇએ; સંયમમાં ઇન્દ્રિય સંયમ મન:સંયમ વગેરે પણ કેળવવાના છે. Page 139 of 211

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211