________________
ધર્માચાર્યો પોતે અસત્ય બોલે છે એટલું જ નહિ, પણ ભક્તો પાસેય અસત્ય બોલાવે છે અનેલખાવે છે. શાણા આત્માઓ ઉપર આની સારી અસર ન થાય અને નવા પામેલાઓ ખસી જાય, તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. માનના લોભે શાસનરક્ષાની પ્રવૃત્તિ ઉપાડો અનેક શાસનપ્રેમીઓનો સાથ મેળવ્યો હોય, પણ જ્યાં કારમો વિરોધ થાય અને વિરોધિઓ દ્વારા તેમના સ્વભાવ મુજબ ગાલીપ્રદાન આદિનું શસ્ત્ર ઉગામવામાં આવે, ત્યાં એવા આત્માઓ માનલોભી હોઇને ખસી જાય : એટલું જ નહિ, પણ ભયભીત બનેલા તેઓ સહાયક બનેલા શાસનસેવકોને માથે જ દોષ ઢોળી તેમની નિન્દાદિ કરવાનોય પ્રયત્ન કરે, એ સ્વાભાવિક છે. વર્તમાનનાં શાસનરક્ષાનાં કેટલાંક પ્રકરણોમાં આવું બની ગયેલું અનુભવાયું છે અને એ અનુભવોએ વિચક્ષણ શાસનપ્રેમિઓને સચેત બનાવ્યા છે. એવા ભયનો આવિર્ભાવિ, એ પણ “ભયમોહનીય” ના ઉદયનો જ પ્રતાપ છે. એના ઉદયથી ભાનભૂલા બનેલા બીજા મહાવ્રતને ભૂલી જાય એ પણ બને. માન લેવા જતાં માન જવાનું દેખાય, એટલે એ ભયથી પણ અસત્યનો આશ્રય લેવો પડે. પૂર્વે કરેલી શાસનસેવાનો પણ કેટલીક વાર પોતાના મુખે જ ભયથી અપલાપ કરનારાઓ જોવાય છે. એથી એ પણ સ્પષ્ટ થાય છે કે-તેવાઓ દ્વારા શાસનસેવાનાં કામો પણ કેવલ માનની લાલસાથી જ થાય છે ! અન્યથા, માના જવાના પ્રસંગે પણ પૂર્વે કરેલી શુદ્ધ બુદ્ધિની શાસનસેવાનો અપલાપ કરવાની જરૂર શી ? જ્યારે પોતાના નામે ચઢતી શાસનસેવાનો પણ માનનાશથી ગભરાઇને કે માનનાશની સંભાવનાથી ડરીને અપલાપ કરાય, ત્યારે સમજવું કે-શાસનસેવા થઇ ગઇ અ આનુષંગિક બનાવ, પણ ધ્યેય તો માન મેળવવાનું જ. આવા લોભી અને ભીરૂ આત્માઓ, ગમે તેવા સારા પણ કાર્યમાં, છેક અણીના સમયેય દગો દે, તો એથી આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. એવાઓના વિશ્વાસે રહેવું, એય દગાને આમંત્રણ આપવા જેવું છે. ખરેખર, એવા લોભ અને ભયને આધીન બનેલા આત્માઓ ક્યારે પોતાના બીજા મહાવ્રતનેય દગો દેશે, તે પણ કહી શકાય નહિ. એવાઓનાં મહાવ્રતો સદાય ભયગ્રસ્ત જ હોય છે. આવી કનિષ્ટ મનોદશાથી બચવાને માટે અને એ દ્વારા મહાવ્રતને સુરક્ષિત રાખવાને માટે, પ્રાણોના નાશનો જે ભય-તેને પણ તજવો જોઇએ. પ્રાણના નાશના ભયની માફ્ટ અન્ય ભયો પણ અસત્ય બોલવામાં કારણભૂત બની જાય છે. આ રીતિએ ભય પણ આત્મા પાસે અનેક પાપો કરાવનાર બને છે. આ કારણે, ભયને તજવો એ પણ ખૂબ જ આવશ્યક છે. સંયમની સાધનાના સદુપયોગમાં આવતા પ્રાણો જે સંયમભંગમાં કારણ થાય, તો એ ઘણી જ કમનસીબ ઘટના ગણાવી જોઇએ. પાપભીરૂ બનવાને બદલે- “મારા સન્માન આદિનો નાશ ન થાય.” –એ વગેરે જાતિની ભીરતા ધરનારા, આ ત્રીજી ભાવનાથી વંચિત રહેવાને જ સરજાયેલા છે. આવા ભીરૂઓ મૃષાવાદથી નથી ડરતા, પણ મૂખઓિ દ્વારા થતા પોતાના માનભંગથી ડરે છે. આવા મહાવ્રતોને ધરનારા બનેલા હોવા છતાં પણ, ધીર નહિ હોવાના કારણે, પ્રાય: મહાવ્રતોની દરકાર વિનાના જ હોય છે અગર તો બની જાય છે. અપ્રશસ્ત ક્રોધને તજવો જ જોઇએ :
૪- ચોથી ભાવના “ક્રોધપ્રત્યાખ્યાન' નામની છે. ‘ક્રોધથી તરલિત મનવાળો બનેલો આત્મા પણ મિથ્યા બોલી જાય છે ! આથી ક્રોધ પણ બીજા વ્રતમાં વિઘ્ન કરનાર છે. માટે મારે ક્રોધનો પણ ત્યાગ કરવો જોઇએ.'
Page 84 of 211