________________
શાસ્ત્રસંકલેશ બે રીતે થવાનું કહે છે, “સનિમિત્તક અને અનિમિત્તક અર્થાત નિમિત્ત પામીને અને નિમિત્ત પામ્યા વિના.
પ્ર. - નિમિત્ત એટલે તો કારણ; કારણ વિના કાર્ય કેમ બને ?
અહીં‘નિમિત્ત’ નો અર્થ છે બાહ્ય કારણ. સંકલેશ ઉત્પન્ન થવામાં આભ્યન્તર કારણ કર્મનો
ઉદય તો હોય જ છે, પરંતુ કેટલીક વાર બાહ્ય નિમિત્ત હાજર ન હોય તો પણ સંકલેશ લઇ આવે છે,
અને કેટલીક વાર બાહ્ય કારણ ઊભાં થયા પછી જ સંકલેશ જાગે છે.
સંકલેશ થવામાં બાહ્ય નિમિત્ત તરીકે (૧) ઇન્દ્રિયોનો વિષય સંપર્ક બને છે. દા.ત. વિજાતીયનું રૂપ જોતાં કે વિષયવિલાસનાં ગીત સાંભળતાં ચિત્તમાં રાગાદિ સંકલેશ જાગે છે. તેમ, (૨) પૂર્વ ભુક્તનું સ્મરણ કરાય તે પણ સંકલેશનું નિમિત્ત બને છે. પૂર્વે ભોગવેલા વિષયો યાદ કરવા જતાં સંકલેશ જાગે છે. વળી, (૩) દૂધ દહીં-ઘી વગેરે રસોના આહાર અથવા લુખ્ખો પણ વધુ પડતો આહાર શરીરમાં વિકાર જગાડી સંકલેશ પેદા કરે છે. તેમજ, (૪) તેવા સંકિલષ્ટ સાધુ વગેરેના સંસર્ગમાં રહેવાથી પણ સંકલેશ જાગે છે...વગેરે.
આ સૂચવે છે કે સંકલેશથી બચવા માટે આ નિમિત્તોથી દૂર રહેવું જોઇએ, નિમિત્તો સેવવાં
જોઇએ નહિ.
પ્રીતિ-ભક્તિ-વચન -અસંગ અનુષ્ઠાન.
ધર્મના અનુષ્ઠાન ચાર પ્રકારે કરાય છે, - (૧) પ્રીતિથી, (૨) ભક્તિથી, (૩) શાસ્રવચનથી અને (૪) અસંગપણે. માટે તેની ઓળખ પણ પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન. ઇત્યાદિ તરીકે થાય છે. આ ચાર કક્ષા ક્રમિક છે. આરાધક જીવ પહેલાં પ્રીતિ-અનુષ્ઠાનથી શરૂઆત કરે છે, અને આગળ વધતાં ભક્તિઅનુષ્ઠાન વગેરેની કક્ષાએ ચઢે છે. આ ચારે ય અનુષ્ઠાન ઉપાદેય છે, આત્મવિશુદ્ધિને કરનારા છે, માટે તેનું આરાધન, બીજો કોઇ ભૌતિક સ્વાર્થ લેશ પણ રાખ્યા વિના, અત્યંત ઉપાદેય બુદ્ધિથી થવું જોઇએ, તેમજ એનાં એનાં લક્ષણ-સ્વરૂપ સાચવીને થવું જોઇએ. ચારેયના લક્ષણ-સ્વરૂપ આ પ્રકારે છે ઃ
(૧) પ્રીતિ-અનુષ્ઠાન - જે અનુષ્ઠાન (ક્રિયામાં) (૧) આદર એટલે કે અતિશય પ્રયત્ન હોય လူ અને (૨) પ્રીતિ, અભિરુચિ હોય, તેમજ તે ક્રિયા વખતે (૩) બીજા પ્રયોજનોનો ત્યાગ રાખે, અને (૪) એટલી બધી તે ક્રિયામાં એકનિષ્ઠતા હોય તે, પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. એથી ક્રિયાકારકનો કલ્યાણકારી ઉદય થાય છે.
(૨) ભક્તિ-અનુષ્ઠાન - જે અનુષ્ઠાનમાં (૧) પૂજ્યભાવનો અધિક સંબંધ થયો હોય, જે અનુષ્ઠાન કરનાર (૨) વિશેષ સમજ ધરાવતો હોય, અને (૩) ક્રિયારૂપે પ્રીતિ-અનુષ્ઠાનને સમાન હોય; છતાં એના કરતાં (૪) જે અધિક વિશિષ્ટ વિશેષતાવાળી પ્રવૃત્તિવાળું હોય, તેને ભક્તિ-અનુષ્ઠાન જાણવું.
(૩) વાનાનુષ્ઠાન - (૧) જિનાગમકથિત આદેશને જરાય ન ભૂલવાપૂર્વક જે ક્રિયા થતી હોય, તેમજ જ્યાં (૨) સમસ્ત ક્ષમાદિ યતિધર્મનું નિરતિચાર પાલન હોય, અને (3) પડિલેહણ (સૂક્ષ્મપણ જીવની હિંસા ન થાય એની કાળજીવાળું વસ્ત્ર પાત્ર ભૂમિ વગેરેનું નિરીક્ષણ-પ્રમાર્જન) વગેરે ધર્મયોગોમાં દેશ-કાળ-પુરુષ-વ્યવહારાદિનું ઔચિત્ય અર્થાત્ એને અનુકૂળ ભાવ જળવાતો
Page 109 of 211