________________
ખ્યાલ આવે અને દોષત્યાગનો શક્ય પ્રયત્ન પણ થઇ શકે. રસલંપટતાને તજવી જોઇએ :
દોષિત ભિક્ષાનો આસ્વાદ એ સાધુપણામાં ઝેરના આસ્વાદ જેવો આસ્વાદ છે. રસલપટોએ જ શુદ્ધ ભિક્ષાના માર્ગનો વિલાપ કર્યો છે. “અહિંસા' નામના આ મહાવ્રતને સુરક્ષિત રાખવા માટે, આ “એષણા સમિતિ” ની ભાવના સદોદિત રહેવી જોઇએ. આ બીજી ભાવનાને સદોદિત રાખવા માટે રસલપટતાનો ત્યાગ કર્યા સિવાય છૂટકો જ નથી. ખરેખર, રસલપેટતાના પ્રતાપે પ્રભુશાસનની નિર્દોષ ભિક્ષાનાં દર્શન પણ આજે દુર્લભ થયાં છે. ભિક્ષા લાવવી એટલે જાણે આજે એ વિચિત્રા જાતિનો જ ધંધો થઇ પડ્યો છે. સારું અને ઇંદ્રિયોને અનુકૂળ અનુકૂળ લઇ આવવું, એનું જ નામ ભિક્ષા હોય-એવું આચરણ થતું પણ આજે કેટલેક સ્થલે સ્પષ્ટ રૂપમાં દેખાઇ રહ્યું છે. આજે કેટલાકોની ગૌચરી ગદ્વાચારી બની ગઇ છે. ગીતાર્થ ગણનાયકોએ આ તરફ ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. ગણના નાયકપદે આરૂઢ થયેલા જ જ્યાં વિષયલમ્પટ હોય, ત્યાં તો સાધુઓ માતેલા સાંઢ જેવા બને એ જદી વાત છે, પણ પરમ ત્યાગી અને પરમ ગીતાર્થ એવા ગણનાયકને પામવા છતાંય જે સાધુઓ ભિક્ષાના વિષયમાં માતેલા સાંઢ જેવું આચરણ કરતા હોય, તેઓએ તો આ એક લોકના થોડા સમયની મોજના કારણે થતી અનંતકાલ સુધીની ભયંકર પાયમાલીથી બચવા માટે, આ બીજી ભાવનાથી પ્રથમ મહાવ્રતને ખૂબ જ ભાવિત બનાવવાની આવશ્યક્તા છે. જોવું-પ્રમાર્જવું એય આવશ્યક છે -
૩- પ્રથમ મહાવ્રત રૂપ જે “અહિંસા' તેની બીજી ભાવના છે–ચોથી સમિતિ. આ સમિતિનો પરમાર્થ, કોઇ પણ વસ્તુને લેતાં-મૂકતાં જોવાનું અને પ્રમાર્જિવાનું પૂરેપુરું લક્ષ્ય રાખવું એ છે. આ ભાવનાના અભાવમાં પણ, પ્રથમ મહાવ્રત રૂપ જે અહિંસા, તેનું પાલન મુશ્કેલ છે. કોઇ પણ વપાત્રા આદિને લેતાં કે મૂકતાં, જોવાની અને પ્રમાર્જવાની કેટલી બધી આવશ્યક્તા છે, એ ષકાયની રક્ષાની ભાવનાવાળો જ જાણે. સૂક્ષ્મ જીવોના અસ્તિત્વમાં અને એની રક્ષામાં માનતા મુનિઓ, જોયા વિનાની અને પ્રમાર્યા વિનાની વસ્તુને મૂકે, તો તેઓ આ સમિતિ રૂપ ભાવનામાં રહેલા કેમ જ મનાય ? કોઇ પણ વસ્તુને લેતાં કે મૂકતાં પહેલાં, એ વસ્તુને કે સ્થાનને જોવાની અને પ્રમાર્જિવાની કાળજી વિનાનો, આ ભાવનાથી વંચિત છે, એમ જ માનવું રહ્યું. છએ કાયના જીવોની રક્ષાના મનોરથોમાં રમતો મુનિ, જોવાના અને પ્રમાર્જિવાના લક્ષ્યથી રહિત હોય, એ બનવું જ શક્ય નથી. પ્રાણી માત્રને પોતાના આત્માની માફ્ટ ગણતો આત્મા મુનિપણામાં આવે અને તે પછી આ ભાવનાથી દૂર રહે, એ તો પૂર્વમાં ઉગતા સૂર્યને પશ્ચિમમાં ઉગાડવા જેવું જ અસંભવિત કાર્ય છે; પણ, પ્રમાદપરવશ આત્માઓએ આ કાર્યને ઘણું જ સુસંભવિત બનાવી મૂક્યું છે. કલ્યાણકામી આત્માઓએ તો એવા પ્રમાદની જડને જ ઉખેડી નાંખવાની તત્પરતા કેળવવી જોઇએ : કારણ કે-પ્રથમ મહાવ્રતના પાલનમાં દત્તચિત્ત બનવા ઇરછતા આત્માએ તો આ સમિતિને પણ એક ક્ષણને માટેય વિસરવી એ યોગ્ય નથી. ચાલ પણ ઉપયોગશૂન્ય નહિ જોઇએ :
Page 78 of 211