________________
વિચાર એ કરવા જેવો છે કે-મુક્તિના અભિલાષી આત્માઓએ કષાયો અને નોકષાયોથી આત્માને મુક્ત બનાવવાની કેટલી બધી જરૂર છે ? કષાયોનો ક્ષયોપશમ સાધ્યા વિના આત્માનો સાચો વિકાસ સંભવિત જ નથી. કષાયોમાં રાચતા આત્માઓ આત્મિક વિકાસને સાધી શકતા નથી. આત્મા ઉપર કષાયોનું પ્રભુત્વ જેવું-તેવું નથી. માન અને માયામાં રાચતા આત્માઓ, અક્રોધી અને નિર્લોભી હોવાનો દેખાવ કરી શકે એ શક્ય છે અને તેથી તેઓ ક્ષમાશીલ તથા ઉદાર તરીકેની નામનાને પામી શકે એય શક્ય છે; પરન્તુ એવી ક્ષમાશીલતા અને ઉદારતા આત્મિક વિકાસની. સાધક બનતી નથી. દેખાવ માત્રથી કલ્યાણ નથી. અતિ માની આત્માઓ પણ માયાથી માનરહિત તરીકેનો દેખાવ કરી શકે છે, પણ એ કષાયોનો જય નથી. કષાયોનો જય સાધવાને માટે તો, બહુ જ વિવેકપૂર્વક આત્મનિરીક્ષણ કરતાં પણ શોખવું જોઇએ.
છઠુ પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનદ
બારેય પ્રકારની અવિરતિનો સર્વથા ત્યાગ એટલે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એને પોતા પોતાના વિષયોમાં એટલે અનુકૂળ વિષયોમાં જોડવી અને પ્રતિકૂળ વિષયોથી પાછી ખસેડવી એ છ અવિરતિ અને તેને જીવંત રાખવા માટે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયા અને ત્રસકાય એ છ કાયનો વધ કરવો એ બાર અવિરતિ કહેવાય છે. એ બારે પ્રકારની અવિરતિનો સર્વથા ત્યાગ-મનથી, વચનથી, કાયાથી પોતે સેવે નહિ કોઇની પાસે સેવરાવે નહિ અને જે કોઇ એને સેવતો હોય એનેસારો માને નહિ. આ રીતે પાલન કરી જીવન જીવતા હોય છતાં પાંચ પ્રકારના પ્રમાદના ૩૭૫oo વિકલ્પોમાંથી કોઇને કોઇ વિકલ્પનું આચરણ થઇ જાય એને જ્ઞાની ભગવંતોએ પ્રમાદ કહેલો છે. એવા પણ પ્રમાદના સેવનને પ્રમત્ત સર્વ વિરતિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં પ્રમાદનું સેવન જાણી બુઝીને જીવ કરે નહિ પણ સંજ્વલન કષાયનો ઉદય રહેલો હોવાથી કોઇવાર આવા સામાન્ય પ્રમાદના કારણે ચારિત્રમાં બળાપો પેદા કરાવી અતિચાર લગાડે છે માટે આ ગુણસ્થાનકને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે.
કેટલાક આચાર્યોના મતે આ ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. એ અંતર્મુહૂર્ત પછી સાતમા ગુણસ્થાનકને જીવ પામે છે પાછો એક અંતર્મુહૂર્તમાં છઠ્ઠા ગુણસ્થાનકને પામે આ રીતે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકમાં જીવ ચઢ ઉતર કર્યા કરે છે તે આઠ વરસચૂન પૂર્વક્રોડ વરસ સુધી જીવને ચાલ્યા કરે છે. આ દેશોન પૂર્વક્રોડ વરસમાં સાતમા ગુણસ્થાનકનો બધો કાળ ભેગો કરીએ તો પણ એક અંતર્મુહૂર્ત જેટલો જ થાય છે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ દેશોનપૂર્વક્રોડ વરસમાં અંતર્મુહૂર્ત ન્યૂન જેટલો થાય છે. કારણકે સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિનું અંતર્મુહૂર્ત ખુબજ નાનું હોય છે અને છઠ્ઠા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. આમાં જ્ઞાની ભગવંતોએ દ્રષ્ટાંત આપેલું છે કે કોઇ જગ્યાએ હિંડોળો (હિંચકો) બાંધ્યો. હોય અને તે મધ્યમાં હોય અને હિંચકા ખાનારો હોંશિયાર હોય તો એક બાજુની દિવાલે હિંચકો અડાડી બીજી દિવાલે પણ હિંચકો અડાડે તેમાં દિવાલને અડે તો તે હિંચકો અડીને કેટલો કાળ રહે ? ક્ષણ, અને વચલો બીજી દિવાલે ન પહાચે ત્યાં સુધી કેટલો કાળ થાય ? તેમાં એક દિવાલથી બીજી દિવાલે અડે-વારંવાર અડે અને એ કાળ ભેગો કરીએ તો ક્ષણ ક્ષણ વધે એ અંતર્મુહૂર્ત રૂપે થાય. જ્યારે વચલો કાળ વધારતાં વધારતાં ભેગો કરીએ તો દેશોન પૂર્વક્રોડ વરસ થાય છે. આ રીતે
Page 66 of 211