________________
એ
અને સાધુઓનું એ પહેલું મહાવ્રત છે. ‘(૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) વિપર્યય, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ, (9) યોગોનું દુષ્મણિધાન અને (૮) ધર્મનો અનાદર' -આ આઠ પ્રકારનો પ્રમાદ છે. આ આઠ જાતિના પ્રમાદથી બચવા માટે સદ્ગુરૂની નિશ્રા, એ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. આ આઠ જાતિના પ્રમાદને નહિ જાણનારા આત્માઓ પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની માની લે અને હિંસા-અહિંસાની વાતો કરવાને મંડી પડે, ત્યારે સમજી લેવું કે-એવાઓ અજ્ઞાનતા આદિથી હિંસાને પણ અહિંસા અને અહિંસાને પણ હિંસા તરીકે ઓળખાવનારા બની ગયા વિના રહે નહિ. એવા ભયંકર કોટિના અજ્ઞાન આત્માઓ વાસ્તવિક રીતિએ અહિંસક હોતા નથી પણ હિંસક જ હોય છે અને અહિંસા આદિના નામે પણ એવાઓ અનેક અજ્ઞાન તથા ભદ્રિક આત્માઓને હિંસાના જ ઉપાસકો બનાવી દે છે. કલ્યાણના અર્થી આત્માઓએ સદા સાવધ રહેવું જોઇએ અને સ-અસદ્ના પરીક્ષક પણ બનવું જોઇએ. અહિંસાની રૂચિ એ સુન્દરવસ્તુ છે, પણ અજ્ઞાન એ મહાશત્રુ છે. અજ્ઞાનવશ, હિંસાથી વિરામ પામવાને બદલે શુદ્ધ અહિંસાના વિરોધી ન બની જવાય, એની પણ કાળજી રાખવી જોઇએ. અજ્ઞાનાદિ જે આઠ પ્રકારનો પ્રમાદ છે, તેને જાણી તેના ત્યાગ માટે અહિંસાપ્રેમી આત્માઓએ સદા તત્પર બનવું જોઇએ. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એમ પણ પાંચ પ્રકારે પ્રમાદો ગણાય છે. ત્રસ અગર તો સ્થાવર એવા કોઇ પણ જીવના જીવિતનું પ્રમાદયોગથી વ્યપરોપણ એ હિંસા છે અને એવી હિંસાને તજનારા આત્માઓ જ પ્રથમ મહાવ્રતના પાલકો છે. આથી સમજી શકાશે કે-સાચા યતિઓએ પ્રમાદના ત્યાગ તરફ લેશ પણ બેદરકારી રાખવાની હોય નહિ. પ્રમાદના ત્યાગની બેદરકારી, એ હિંસાની જ તત્પરતા છે અને સાધુમાં એ સંભવે જ કેમ ? ઉપકારિઓ માવે છે કે-પ્રમાદયોગથી ત્રસ અને સ્થાવર-કોઇ પણ જીવની હિંસા ન થાય, એ રીતિએ અહિંસક પરિણામ રાખીને વર્તવું, એ પ્રથમ મહાવ્રત છે.
સ. આ વ્રતનું પાલન સંસારમાં રહીને પણ કરી શકાય, એ શું શક્ય છે ?
સાધુતા પામ્યા વિના સાધુતા પામવા માટે અનંતજ્ઞાનિઓએ માવ્યા મુજબનો ત્યાગ આદિ કર્યા શિવાય, આ મહાવ્રતનું પાલન શક્ય જ નથી. ષટ્કાયની વિરાધનાથી જ જીવનારાઓ પોતાને મહાવ્રતધારી મનાવતા હોય, તો તે તેઓની કારમી ધૃષ્ટતા જ છે. શ્રી તીર્થંકર મહારાજા જેવાના આત્માઓ પણ જ્યારે અનગાર બને છે, ત્યારે જ મહાવ્રતોના ધારક કહેવાય છે. સાચા સમ્યદ્રષ્ટિઓ પણ, અમૂક અંશે ત્યાગ કરવાને સમર્થ હોવા છતાં, ગૃહસ્થાવાસના પરિત્યાગ કરી શકવાને માટે જો અસમર્થ હોય છે, તો સર્વવિરતિધર બનવાની લાલસા સેવતા થકા પણ દેશવિરતિધર જ બને છે. અહિંસાદિ મહાવ્રતો સર્વવિરતિધરોને માટે જ શક્ય છે. સર્વ વિરતિધર બન્યા વિના અહિંસાદિ મહાવ્રતોના સાચા પાલક બની શકાય, એ શક્ય જ નથી. સર્વવિરતિધર બનવા માટે ઘરબાર, કુટુમ્બપરિવાર આદિ સઘળાનો પરિત્યાગ કરવો, એ આવશ્યક છે. સાચા અનાસક્તો સંસારમાં રહ્યા થકા શક્ય ત્યાગ કરવા છતાં પણ, પોતાની જાતને મહાવ્રતધારી મનાવતા નથી. એવા અનાસક્ત આત્માઓ પણ મહાવ્રતોને ધરવા માટે સર્વત્યાગની લાલસામાં જ
રમતા હોય છે.‘ આ સઘળાનો પરિત્યાગ કરીને, હું આજ્ઞા મુજબનો નિગ્રન્થ ક્યારે બનું ?’ એ જ એ પુણ્યપુરૂષોની મનોભાવના હોય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ સાચી અનાસક્ત દશાને અમુક અંશે પામેલા આત્માઓની જ્યારે આ દશા હોય છે, ત્યારે જેઓ સઘળી અકરણીય અને પાપમય પ્રવૃત્તિઓને જ રસપૂર્વક આચરે છે, તેવાઓને તો મહાવ્રતધારી મનાય જ કેમ ? એવાઓ
Page 69 of 211