Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 17
________________ (૮) સુર નિદાન - દાનવાદિ ન થતાં વૈમાનિકાદિ દેવ થાઉં તો ઠીક. (૯) દારિદ્ર નિદાન - ધનવાનને બહુ ઉપાધિ હોય છે માટે નિર્ધન થાઉં તો ઠીક. બળદેવો ઉર્ધ્વ દેવલોકમાં જાય છે, અને વાસુદેવો સર્વે પણ નરકમાં જાય છે, તેમાં નિયાણું (બળદેવ ન કરે અને વાસુદેવે પૂર્વભવમાં કર્યું હોય છે તે) જ કારણ છે, માટે બુદ્ધિમાન પુરૂષ નિયાણું સર્વથા વર્જવું. ડુત સંભેસ્તના સ્વરુપમ્ II989-989ll 11 31થ 9 વારનું સ્વરુપ II શ્રાવકની ૧૧ પ્રતિમાનું સ્વરૂપ (૧) દર્શનપ્રતિમાં, (૨) વ્રતપ્રતિમા, (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) (કાયોત્સર્ગ) પ્રતિમા (૬) વળી અબ્રહ્મ પ્રતિમા, (૭) સચિત્ત પ્રતિમા, (૮) આરંભવર્જન પ્રતિમા, (૯) પ્રેગવર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટવર્જન પ્રતિમા અને (૧૧) બ્રમણભૂત પ્રતિમા છે. એ ૧૧ પ્રતિમામાં જે પ્રતિમાં જેટલી સંખ્યાના નંબરવાળી છે તે પ્રતિમાના તેટલા માસ (અર્થાત તે પ્રતિમા તેટલા માસની) જાણવી. પુનઃ આગળ આગળની પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ પણ કરવાની હોય છે.પ્રશમ આદિ ગુણવડે વિશુદ્ધ અને કદાગ્રહ તથા શંકા આદિ શલ્ય રહિત એવું જે અનધ (નિર્દોષ) સમ્યકત્વ તે દુર્જનપ્રતિમા હેલી જાણવી. || ૮૯-૯૦ || નિશ્ચયે ૧૧ શ્રાવકપ્રતિમા ગુણસ્થાનના ભેદથી જાણવી શ્રાવકની પ્રતિમા બાહ્ય અનુષ્ઠાનરૂપ લિંગવડે જાણવી જ કારણથી સમ્યકત્વ વિગેરેનું કાર્ય દર્શનના કાર્ય તેની ઉત્પત્તિ તે શરીર વ્યાપારે કરીને કાયક્રિયામાં (કાયક્રિયા વડે) સમ્યફ પ્રકારે ઓળખી શકાય-જાણી શકાય છે, માટે ત્રણવાર શ્રી જીતેન્દ્ર પૂજાથી હેલી દર્શન પ્રતિમા (સમ્યક્ પ્રકારે જાણી શકાય છે.) શુશ્રુષા, ધર્મનોરાગ, ગુરૂનું તથા દેવનું સમાહિત વૈયાવૃત્ય દેવ ગુર્નાદિના વૈયાવૃત્યનો યથાસમાધિ-સુખપૂર્વક નિયમ એ. દર્શન પ્રતિમા (નું અનુષ્ઠાન રૂપ લિંગ) છે. દર્શન પ્રતિમામાં રહેલા શ્રાવકો સમ્યક્ત્વથી પતિત થયેલને નિન્દવોને યથાર્જીદોને અને કદાગ્રહવડે હણાયલા (અભિનિવેષિક મિથ્યાદ્રષ્ટિ)ઓને મનથી પણ વંદન કરતા નથી. રતિ પ્રથમ ટુર્શનપ્રતિમા બીજી પ્રતિમામાં શ્રાવક અણવ્રતધારી હોય, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, અને (ચોથી પ્રતિમામાં) ચતુર્દશી અષ્ટમી આદિ તિથિદિવસોમાં (ચાર તિથિઓમાં) ચાર પ્રકારના સંપૂર્ણપોસહનું તથા સખ્યત્વનું શ્રાવક પ્રતિપાલન કરે તથા બંધ આદિ અતિચારને વિષે અને અવધ (સાવધ-પાપ) કાર્યોની પ્રતિજ્ઞાવાળો હોય (તે વ્રતાદિપ્રતિમાં કહેવાય.) તેમજ ચારેપર્વોમાં યતિ થવાના ભાવને ઉત્પન્ન કરનાર નિર્દોષ અને અતિશુદ્ધ એવી પૌષધ ક્રિયા કરવી વોથી પોષઘપ્રતિમા તે છે. પૌષધ પ્રતિમા વજીને શેષ (પૌષધ પ્રતિમાના દિવસો સિવાયના અપર્વ) દિવસોમાં (પ્રતિમાધારી શ્રાવક) સ્નાન ન કરે, વિકટભોજી (પ્રગટઆહારી) હોય, મૌલીકૃત (કાછડી નહિ બાંધનાર) હોય, દિવસે બ્રહ્મચારી હોય, અને રાત્રે પરિણામકૃત (અમુક નિયમે અબ્રહ્મનો ત્યાગી) હોય. પૂર્વોક્ત ચાર પ્રતિમામાં કહેલા સર્વ નિયમ સહિત ૫ માસ સુધી ચારે દિશાએ કાયોત્સર્ગનો અભિગ્રહ કરવો તે અહિં પ્રતિમા પ્રતિમા જાણવી. એ પ્રમાણે પાંચે પ્રતિમામાં કહેલી ક્રિયાઓ સહિત હોય. ૧. એમાં પહેલી પ્રતિમા વિધિ સ્વરૂપ છે, ત્યારબાદ બે પ્રતિમા વર્જ્ય સ્વરૂપ છે, અને શેષ ૪ પ્રતિમા તથા સ્વરૂપ પ્રતિમા છે. અર્થાત વર્જ્ય સ્વરૂપ છે- ઇતિ પંચા. વૃતો. Page 17 of 211

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 211