Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ પ્રીતિ ઉત્પન્ન થાય છે. || 31થ શ્રાવપpવ્રત ધિDIR || પ્રાણાતિપાતવિરતિ, મૃષાવાદવિરતિ, અદત્તાદાનવિરતિ, મૈથુનવિરતિ, અને પરિગ્રહવિરતિ તથા દિશિપ્રમાણ, ભોગોપભોગ પ્રમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ (એ શ્રાવકનાં ૧૨ વ્રત છે.) || ૧ || || १ स्थूल प्राणातिपात विरमणव्रत ।। જીવ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારનાં છે તેમાં (બાદર એટલે બસજીવની હિંસા તે) સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે છે તે પણ (સંકલ્પ હિંસા) સાપરાધિની અને નિરપરાધિની એમ બે પ્રકારે છે, તેમાં પણ (સાપરાધિની હિંસા) સાપેક્ષ-નિરપેક્ષ એમ બે પ્રકારે છે. (તેમાં નિરપેક્ષનું પ્રત્યાખ્યાન અને સાપેક્ષની જયણા છે.) (૧) બુદ્ધિપૂર્વક હણવું. (તે વર્ય) (૨) ગૃહાદિ કાર્યમાં પ્રાસંગિક હિંસા થાય તેની જયણા) (૩) અપરાધથી વધુ શિક્ષા ન થઇ જાય તેવી સંભાળથી વર્તવું. (તેની જયણા) (૪) જીવઘાતની દરકાર રાખ્યા વિના યથેચ્છ અધિક શિક્ષા કરવી.(તેનો ત્યાગ કરવાનો છે) (૫) અર્થાત ગૃહસ્થને સંકલ્પપૂર્વક નિરપરાધીની નિરપેક્ષપણે બસજીવની હિંસા કરવાનો ત્યાગ હોય છે, અને શેષ વિકલ્પમાં જયણા હોય છે. ૨૦ વસાની દયામાંથી અર્ધ અર્ધ કરતાં ૧૫ વસાની દયા ગૃહસ્થને કહી છે તે પણ એ ચાર વિકલ્પથી થાય છે. દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય (એ વિકલેન્દ્રિય જીવો) પ્રાણી કહેવાય, પ્રત્યેક વનસ્પતિનો સમૂહ ભૂત કહેવાય, સર્વે પંચેન્દ્રિયો જીવ કહેવાય, અને શેષ સ્થાવર વિગેરે (એટલે પૃથ્વીકાયાદિ) સત્વ કહેવાય. (એ જીવોની જુદી જુદી સંજ્ઞાઓ છે.) સૂક્ષ્મ જીવો જે લોકમાં સર્વત્રા વ્યાપ્ત થયેલા છે તે અથવા ચર્મચક્ષુથી જે ગ્રાહ્ય (દેખી શકાય એવા) નથી તે જાણવા, અને સ્થૂલા એટલે બસજીવો પણ જાણવા તે પણ ચગ્રાહ્ય અને ચક્ષુથી અગ્રાહ્ય એમ બે પ્રકારના છે. વધ, બંધ, અંગછેદન, અતિભાર ભરવો, અને આહારનો નિરોધ કરવો એ પાંચ અતિચાર પહેલા અણુ વ્રતને વિષે જાણવા. હિંસાનો સંકલ્પ તે સંરંભ કહેવાય, જીવને પરિતાપ-સંતાપ ઉપજાવવો તે સમારંભ કહેવાય, અને જીવને ઉપદ્રવ-વધ કરવો તે આરંભ કહેવાય. આ આરંભ આદિ ત્રણ ભેદ સર્વ વિશુદ્ધનયોની અપેક્ષાવાળા છે. એ ત્રણે ભેદમાંનો દરેક ભેદ આભોગથી અને અનાભોગથી એમ બે બે પ્રકારે છે અને તે સર્વભેદ અતિક્રમ, વ્યક્તિક્રમ, અતિચાર અને અનાચાર વડે વિચારવા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ ભેદના જે જીવો તેને મન, વચન અને કાયા વડે ગુણતાં ૨૭ ભેદ થાય છે. પુનઃ કરવું કરાવવું અને અનુમોદવું એ ત્રણે ગુણતાં ૮૧ ભેદ થાય, અને તે ૮૧ને પણ ત્રણ કાળવડે ગુણતાં ૨૪૩ ભેદ થાય. જીવ હિંસામાં વર્તતા જીવો સંસારચક્રમાં રહ્યા છતાં ભયંકર એવાં ગર્ભસ્થાનોમાં (ગર્ભમાં) તથા નરક અને તિર્યંચ જેવી દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે, ભ્રમણ કરે છે. જો કે વિશુદ્ધનયો તો હજુસૂત્ર-શબ્દ-સમભિ-અને એવંભૂત છે, પરંતુ આસંકલ્પ તે સારંભ Page 6 of 211

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 211