Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ પાયા છે. અને આ શ્યામવર્ણના ચાર કિરણો તે પાયાની સૂચના કરે છે.” વત્સ, જે બીજા હીરામાંથી ચાર કિરણો નીકળે છે, તે રૌદ્રધ્યાનના ચાર પાયા દર્શાવે છે. પહેલો પાયો હિસાનંદ રોદ્ર છે. હિંસા કરવાના આનંદને લઇને જે રીદ્રધ્યાન ધરવું તે. બીજા પાયાનું નામ મૃષાનંદ રૌદ્ર છે. મૃષા-મિથ્યા બોલવાના આનંદથી રૌદ્રધ્યાન કરવું તે. ત્રીજા પાયાનું નામ ચૌર્યાનંદ રૌદ્ર છે. ચોરી કરવાના આનંદવડે રૌદ્રધ્યાન કરવું તે. અને ચોથા પાયાનું નામ સંરક્ષણાનંદરીદ્ર છે પોતાનું અને પોતાના પદાર્થોનું રક્ષણ કરી આનંદ પામી રૌદ્રધ્યાન કરવું તે. આ પ્રમાણે રૌદ્રધ્યાનના ચાર પાયાઓને તે બીજા હીરાના શ્યામવર્ણવાળા કિરણો સૂચવી આપે છે આ દેશવિરતિ ગુણસ્થાનરૂપ સોપાન ઉપર વર્તનારા જીવને આ અન રૌદ્ર ઉભયધ્યાન પ્રાપ્ત થાય છે, પરંતુ જેમ જેમ દેશ વિરતિપણું વિશેષ થતું જાય છે, તેમ તેમ આર્ત અને રૌદ્રધ્યાન મંદ મંદ થતાં જાય છે. તે બંને હીરાઓમાં જે ઝાંખાપણું દેખાય છે તે તેને ધ્યાનની મંદતા સૂચવે છે. “ભદ્ર, જે વચ્ચે ચળકતો હીરો છે, તે ધર્મધ્યાનને સૂચવે છે. જેમ જેમ દેશવિરતિપણું અધિક થતું જાય છે, તેમ તેમ ધર્મધ્યાન પણ મધ્યમ રીતે અધિક થતું જાય છે. ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અહિં થઇ શકતું નથી.” મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “મહાનુભાવ, આપે આ પાંચમાં ગુણસ્થાનમાં મધ્યમ પ્રકારે ધર્મ ધ્યાના કહ્યું, તે અહિં શી રીતે થાય, તે મારી પર પ્રસાદ કરી સમજાવો.” સૂરિવર સસ્મિત વદને બોલ્યા- “ભદ્ર, દેશવિરતિપણાથી અંકિત થયેલો શ્રાવક પોતાના ગૃહસ્થ ધર્મને યોગ્ય એવા કર્મમાં પ્રવર્તે છે. તે ગૃહસ્થ શ્રાવક પોતાના ષટ્કર્મ, અગિયાર પ્રતિમા અને શ્રાવકના બાર વ્રત પાલવાને તત્પર રહે છે, જ્યારે પોતાના ગૃહસ્થ ધર્મમાં તે યથાર્થ રીતે પ્રવર્તે છે, ત્યારે તેનામાં અવશ્ય ધર્મધ્યાન પ્રાપ્ત થાય છે. તે ધર્મધ્યાન દેશવિરતિપણું હોવાથી મધ્યમ સ્થિતિમાં રહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવી શકતું નથી.” “મહાનુભાવ, ગૃહસ્થ શ્રાવકના ષટ્કર્મ અને બાર વ્રત કયા ? તે સંક્ષેપમાં આપના મુખે સાંભળવાની ઇચ્છા છે.” મુમુક્ષુએ આનંદ પૂર્વક પૂછયું. સૂરિવરે મધુર વચને કહ્યું, કે જેનશાસ્ત્રોમાં તે નીચે મુજબ કહેલ છે. હે વપૂના, પારિતો, સ્વાધ્યાય: સંયમતપ: || દ્વાનંતિ કૃદરથાનાં, પર્યાળિ દ્રિને દ્દિને IIT” ભાવાર્થ :- “(૧) ગૃહસ્થ શ્રાવકે શ્રી વીતરાગ સર્વજ્ઞ પ્રભુની પ્રતિમાની પૂજા-ભક્તિ કરવી. (૨) ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ ગુરૂની સેવા કરવી. (૩) હંમેશાં અમુક સમય સુધી સ્વાધ્યાય કરવો. (૪) મન, વચન અને કાયાથી ઇંદ્રિયોનું દમન કરવું. (૫) યથાશક્તિ તપસ્યા કરવી. અને (૬) સાત ક્ષેત્રોમાં દાન આપવું. એ ષકર્મ ગૃહસ્થ શ્રાવકે હંમેશાં આચરવા જોઇએ.” ગૃહસ્થ શ્રાવકે હંમેશા બાર વ્રત પાળવાના છે, તેમાં (૧) પહેલા વ્રતમાં સ્થૂલ હિંસાનો સર્વથા ત્યાગ કરવો, (૨) સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, (૩) સ્થૂલ ચોરીનો ત્યાગ, (૪) પરસ્ત્રીનો ત્યાગ, (૫) સ્થૂલ પરિગ્રહનું પરિમાણ કરવું, (૬) પોતાને જવા માટે દિશાનું અમુક પરિમાણ કરવું, (૭) ભોગોપભોગ કરવામાં નિયમ કરવો, એટલે ભક્ષ્યાભઢ્યનો નિયમ કરવો, (૮) અનર્થ દંડ વિરમણ, (૯) સામાયિક વ્રતનું ગ્રહણ કરવું, (૧૦) દેશાવકાશિક વ્રત, (૧૧) પૌષધોપવાસવ્રત કરવું અને (૧૨) અતિથિ સંવિભાગ-અતિથિનો સત્કાર કરવો. એ ગૃહસ્થ શ્રાવકના બાર વ્રત કહેલા છે. જો Page 4 of 211Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 211