Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 3
________________ સમ્યક પ્રકારે તત્ત્વના બોધથી જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ વૈરાગ્યને લઇને તે જીવ સર્વ વિરતિપણે ઇચ્છે છે, પરંતુ તે સર્વ વિરતિને નાશ કરનાર પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી તે જીવમાં સર્વવિરતિપણું પ્રાપ્ત કરવાનું સામર્થ્ય હોતું નથી, તે માત્ર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશવિરતિ સાધી શકે છે.” જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યો. “મહાનુભાવ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશવિરતિ કેવી રીતે કહેવાય ? તે કૃપા કરી સમજાવો. દેશવિરતિના એ વિભાગ આજે જ મારા સાંભળવામાં આવ્યા.” આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, જે સ્થૂલ હિંસાનો ત્યાગ કરે, મધમાંસ વગેરેને છોડી દે, અને પંચ પરમેષ્ઠિ નમસ્કાર તથા સ્મરણાદિ આચરે તે જઘન્ય દેશવિરતિ કહેવાય છે. એ જઘન્ય દેશવિરતિ પ્રમાણે વર્તનારો શ્રાવક પણ જઘન્યશ્રાવક કહેવાય છે. જેમાં ક્ષદ્ર વૃત્તિનો ત્યાગ કરવામાં આવે. ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરી ધર્મની યોગ્યતાના સર્વગુણો ધારણ કરવામાં આવે, ગૃહસ્થ ધર્મને ઉચિત એવા ષટ્કર્મનું આચરણ અને બારવ્રતનો સ્વીકાર કરવામાં આવે, સદાચારવાનું તે મધ્યમ દેશવિરતિનું પ્રવર્તન ગણાય છે, અને તે પ્રમાણે વર્તનારો શ્રાવક પણ મધ્યમ શ્રાવક કહેવાય છે. જેમાં સર્વદાસચિત્ત આહારનો ત્યાગ કરવામાં આવે, પ્રતિદિન એકાસણું કરવામાં આવે, સદા બ્રહ્મચર્ય ધારણ કરવામાં આવે, હૃદયમાં નિરંતર મહાવ્રતો લેવાની ઇચ્છા રહ્યા કરે અને ગૃહસ્થના ધંધાની ઉપેક્ષા અથવા ત્યાગ કરવામાં આવે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ ગણાય છે, અને તે પ્રમાણે વર્તનારો શ્રાવક ઉત્કૃષ્ટ શ્રાવક ગણાય છે.” ભદ્ર, મુમુક્ષ, આ પાંચમા ગુણસ્થાનમાં દેશવિરતિપણાનો યોગ હોવાથી તેનું દેશવિરતિ નામ પડેલું છે. આગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઉણી કોટી પૂર્વની છે. અહીં આરૂઢ થયેલા જીવનું વર્તન કેટલેક દરજે સારું ગણાય છે, અને તેને ધ્યાનનો સંભવ છે. ભદ્ર, જે આ પાંચમા સોપાનમાં ત્રણ હીરાઓ રહેલા છે, તે આહંત શાસ્ત્રમાં પ્રખ્યાત એવા ત્રણ પ્રકારના ધ્યાન છે. જે બે કૃષ્ણવર્ણના ઝાંખા હીરાઓ છે, તે આર્ત અને રૌદ્ર ધ્યાનનો દેખાવ છે, અને જે વચ્ચે ચળકાટમાં વધતો જતો હીરો છે, તે ધર્મધ્યાનનો દેખાવ છે. આ પગથીઆ ઉપર આવેલા જીવને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મંદ હોય છે, તેથી તેનો ઝાંખો દેખાવ આપેલો છે, અને જે મધ્યમ રીતે ચળકતો વચ્ચેનો હીરો છે,તે ધર્મધ્યાનનો મધ્યમ દેખાય છે, એટલે આગુણસ્થાન ઉપર વર્તનારા જીવને ધર્મધ્યાન મધ્યમ રીતે વધી શકે છે. ઉત્કૃષ્ટ રીતે વધી શકતું નથી. કારણકે, જો તે ઉત્કૃષ્ટ રીતે વધે તો પછી તેનામાં સર્વવિરતિપણું થવાનો પૂર્ણ સંભવ છે. મમક્ષએ પ્રશ્ન કર્યો. “ભગવન, એ સુચના મારા જાણવામાં આવી, પરંતુ જે બે કૃષ્ણવર્ણી અને ઝાંખા હીરાઓમાંથી દરેકના ચાર ચાર કિરણો નીકળતા દેખાય છે, એ શું હશે ? તેની અંદર કાંઇ પણ ઉત્તમ હેતુ હોવો જોઇએ. તે સમજાવો.” સૂરિવર્ય બોલ્યા- “ભદ્ર, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ચાર ચાર પાયા કહેલા છે. તે ચાર ચાર કિરણોથી એસૂચના આપે છે. આર્તધ્યાનનો પહેલો પાયો અનિષ્ટ યોગાત નામે છે. એટલે અનિષ્ટ (નહીં ગમતા) પદાર્થનો યોગ થવાથી જે આર્તધ્યાન થાય છે. બીજા પાયાનું નામ ઇષ્ટાયોગાર્ટ છે. એટલે ઇષ્ટ પદાર્થનો વિયોગ થવાથી જે આર્તધ્યાન થાય છે. ત્રીજા પાયાનું નામ રોગચિંતાd છે. રોગની પીડાથી ચિંતા થતાં જે આર્તધ્યાન થાય છે. અને ચોથા પાયાનું નામ અગ્રશૌચાર્ત છે. અંગ્રપણાથી શૌચપણે જે આર્તધ્યાન થાય છે. આ પ્રમાણે આર્તધ્યાનના મુખ્ય ચાર Page 3 of 211

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 211